________________
વીરોત્સવ | પાટણમાં ઢઢો પિટાયો હતો કે આજે સાંજે દુર્લભ સરોવરની પાળે વિરોત્સવ ઊજવાશે.
પાટણના બધા વીરો અને લડવૈયાઓ પોતપોતાનાં તીર-કમાન સજ્જ કરી રહ્યા હતા, ને અણીની ઘડીએ દગો ન દે તે ખાતર પ્રથમ તેને નાણી જોતા હતા.
સૂર્ય અસ્તાચળ તરફ નમ્યો કે સરોવરની પાળ ઉપર બધી તૈયારીઓ થવા લાગી.
રસ્તાઓ ઉપર પાણીનો છંટકાવ થયો. સરઘરો અને અમલદારો માટે બેસવાનાં સ્થાનો યોજાયાં. ગુર્જરેશ્વર મહારાજા ભીમદેવ માટે મંડપના મધ્ય ભાગમાં સૌથી ઊંચે એક સિંહાસન મૂકવામાં આવ્યું.
પ્રજાજનો પચરંગી પહેરવેશમાં આવવા લાગ્યા, અને સારી રીતે જોવા મળે તે ખાતર આગળ જવાને સહુ ધસવા લાગ્યા.
ધીરે-ધીરે પાટણના વીર યોદ્ધાઓ પણ આવ્યા. તેઓએ સુંદર લશ્કરી
વિરોત્સવ - ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org