________________
સમરાંગણમાં ધૈર્યા છે. ન જાણે કેટલાંયની મારા હાથે હત્યા થઈ હશે ! મેં શત્રુઓના દેશ ઉજ્જડ કર્યા, નગો લૂંટ્યાં, બાળક અને તેની માતાને વિખૂટાં પાડ્યાં, મોટા મોટા રાજાઓને દંડ્યા, શત્રુઓના ખજાના લૂંટ્યા, ન કરવાનાં કર્મ શત્રુભાવે અને મિત્રભાવે કર્યાં. હવે એવો કોઈ માર્ગ બતાવો કે આ ભવસાગર તરી જાઉં.”
“ધન્ય વિમલ ! તેં તારા રાજા માટે, તારા દેશ માટે આ બધું ફરજ સમજીને કર્યું. હવે તારા પોતાના માટે ધર્મનું શરણ સ્વીકાર. વાલિયામાંથી વાલ્મીકિ બન્યા હતા, તો તું ઉપયોગવાળો આત્મા છે. તારા હૃદયની આગ તને જરૂર પવિત્ર કરશે.” આચાર્યે કહ્યું.
“આચાર્યવર !” વિમલ મંત્રી બોલ્યા, “એક વાત હેવાની રહી ગઈ. છેલ્લી રાતે પ્રભાતકાલે મને સ્વપ્ન આવ્યું. મેં એક ગંધહસ્તી જોયો અને એને મેં કાનથી પડ્યો.”
“ધન્ય ધન્ય ! તારું જીવન ગંધહસ્તી જેવું થશે. તને પુત્રરત્ન અને કીર્તિરત્ન બંને પ્રાપ્ત થશે.”
“પણ મારા જીવને શાંતિ મળે તેવું કંઈક સૂચવો. મારા ધનની સાર્થકતા થાય તેવું કોઈક કાર્ય ચીંધો. બળતા હૃદયને સત્કર્મની કોઈ આછી-આછી વાદળી સઘાળ છાંટ્યા કરે એવું કંઈક બતાવો.”
“એક રીતે તારાં કર્મ ઘણાં ભારે છે : જે નસરી એ નરકેશ્વરી. તારો કર્મભાર હળવો કરવા જગત-તારક તીર્થ સરજાવ.”
“તીર્થ સરજાવું ?”
.“હા, એ તીર્થની યાત્રા કરનારાં પોતાનાં પાપ ભેગાં તારું પાપ પણ ધોશે- પોતાનાં વસ્ત્ર ધોનાર ધોબી જેમ પથ્થરને પણ ધુએ છે તેમ ! ને તું સદૈવ મંદિર, મૂર્તિ ને ધર્મના વિચારમાં રહીશ, એટલે તારી વિચારશ્રેણી નિષ્પાપ થશે.”
“ગુરુદેવ ! આપ જ મારા માટે જંગમ તીર્થ છો. ક્યો, કયું સ્થાવર તીર્થ સ્થાપું ?” વિમલ મંત્રી ભાવપૂર્વક બોલ્યા.
આચાર્યશ્રીએ દૂર દૂર ઊંચી ટેકરીઓ તરફ નજર ચીંધતાં કહ્યું, “અર્બુદ
તરસ્યાને પાણી * ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org