________________
*.
.
'
**
***
'
૧૦
કરી, કરી ને ન કરી ! શ્રીદવી સોને રસેલા ગોખ પર બેઠી સ્વામીની રાહ જોતી હતી. દૂર-દૂર સુધી એની નજર ફરતી હતી :
હમણાં આવ્યો, હમણાં આવશે છબીલો અસવાર.
અબલખ ઘોડાનો અસવાર ! માથે મુગટ, કમરે જરક્સી જામો, કેડે ક્ટારી !
ભાણ આથમણો ઊતરવા લાગ્યો. પંખી ગીત ગાતાં માળા ભણી ચાલ્યાં. ગાયો વાછરડાંને પંપાળવા લાગી, પણ પોતાનો સ્વામી ન આવ્યો તે ન આવ્યો! ડાહ્યા નિશાળિયાની જેમ દરબારમાંથી સીધો ઘેર આવનાર પતિ આજે મોડો કે ?
શ્રીદેવી મનમાં કંઈ કંઈ વિચાર કરી રહી. લગ્નને તો વખત વીત્યો હતો, પણ સંતાન નહોતું થયું.
અને આ કારણે એકબીજાંને એકબીજા વગર ન ચાલતું. ત્યાં તો એકાએક પોતાનો સ્વામી આવતો દેખાયો, પણ ન એ છટા છે,
કરી, કરી ને ન કરી ! ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org