________________
વીજળીઓ રમવા આવી.
જે યોદ્ધાઓની વીરતાથી આખો દેશ કાંપતો, એ યોદ્ધાઓ આજ પ્રજા સામે પોતાનું પાણી બતાવતા હતા.
હવે તીરંદાજીનો સમય આવ્યો.
મહારાજા ભીમદેવ પોતે જાણીતા બાણાવળી હતા, તેથી આ રમતમાં બહુ રસ લેતા. કોઈ ચાલાક તીરંદાજ મળી આવે તો તેને નિહાલ પણ કરી દેતા.
દૂર ઊંચા વૃક્ષ ઉપર એક પક્ષીનું નિશાન મૂક્વામાં આવ્યું હતું. એ નિશાન ગોળ-ગોળ ફરતું હતું. આંખો બંધ કરી એની આંખને વીંધવાની શરત હતી.
તીરંદાજો તીરક્માન સાથે આવવા લાગ્યા ને મહેનત કરવા લાગ્યા, પણ નિશાન દૂરનું દૂર રહ્યું. એને કોઈ વીંધી ન શક્યું. જેટલી હોંશથી સહુ આગળ આવ્યા હતા, તેટલી શરમથી સૌ પાછા ફર્યા !
મહારાજા મલકાતા-મલકાતા એ જોઈ રહ્યા હતા. મૂછે ત્રણ-ત્રણ લીંબુ લટકાવે એવા બહાદુર પટ્ટણી સરદારો મેદાન પર આવ્યા. એ પણ નિરાશ થઈ પાછા ર્યા. સામંતો પણ કંઈ કરી ન શક્યા.
મહારાજાએ સહુ તરફ નજર કરતાં કહ્યું : “શું ચાપવિદ્યામાં પાટણવાસીઓનું પાણી ગયું ?”
તેજી ઘોડાને ચાબુક ન જોઈએ. એને વળ ઇશારો જ બસ છે. ઉપરના શબ્દો સાંભળી એક યુવાન એક્દમ ઊઠ્યો ને મહારાજાની સામે આવીને ઊભો રહ્યો.
એના ખભા ઢાલ જેવા પહોળા હતા, ને બાહુ ભોગળ જેવા લાંબા હતા. આંખોમાં વીજળીઓ રમતી હતી. એ બોલ્યો :
“મારી માએ બહુ જાહેરમાં આવવાની ના પાડી છે. પણ ગુજરાતી વીરોની શાન રાખવા આવ્યો છું. આજ્ઞા હોય તો સેવક તૈયાર છે. પાટણનાં પાણી કેવાં છે, એ આજે બતાવી દેવું છે.”
બધા મૂછમાં હસવા લાગ્યા. સરદારોને લાગ્યું કે આ કોઈ શેખીખોર યુવાન છે.
“યુવાન ! હોંશ પૂરી કરી શકો છો. દરેક પ્રજાજનને પરાક્ર્મ બતાવવાની
વીરોત્સવ ૨ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org