________________
તક આપવાની મારી ફરજ છે. પણ જોજો, સહુની જેમ શરમાઈને બહાદુરી સાથે પાછા ફરવું ન પડે !” મહારાજા હસ્યા.
આ કટાક્ષે યુવકને બમણું જોર ચડ્યું. એણે બાણ ઉપર તીર ચડાવ્યું. ઠેઠ કન સુધી એની પણછ ખેંચી, પછી હવામાં વહેતું મૂક્યું.
ટે...... તીર સૌના આશ્ચર્ય વચ્ચે નિશાન વીંધીને દૂર ચાલ્યું ગયું. બધેથી હર્ષના પોકરો ઊઠ્યા : “શાબાશ ! બાણાવળી !” યુવકે બાણને ભૂમિ ઉપર મૂક મહારાજાને પ્રણામ કરતાં કહ્યું :
મહારાજ ! હજી પણ હું તીરંઘજીના અવનવા પ્રયોગો બતાવી શકું તેમ છું. જમીન ઉપર બાળકને સુવાડી ઉપર આઠ પાનની થોકડી મૂકો ને હો તે પાન વીંધી નાખું! ને બાળકને ઈજા તો શું એને ખબર પણ ન પડે. અરે ! વલોણું વલોવતી સ્ત્રીના મનની ઝબૂક્તી ઝાલ (એરિંગ) વીંધું, છતાં એને જરાયે ઘસારો ન લાગે !”
મહારાજ તો આવી વાતના શોખીન હતા. યુવકની તીરંદજી જોઈ એ ખુશ થઈ ગયા હતા. એમણે યુવાનની પરીક્ષા કરવા માટે તે પ્રકારની તૈયારીઓ કરવાનો હુકમ કર્યો.
છાશ વલોવવાની ગોળી આવી. પાટણની એ ગોળી. તાંબાના વાસણને કદાચ ઘોબો પડે, પાટણના માટીના વાસણને કંઈ થાય નહિ !
ગોળીમાં રવૈયો મૂક્યો.
બે ગરવી ગુજરાતણો આવી. રૂપે રંગે રાણી જેવી. સૌંદર્ય તો કયામાંથી જાણે ઝરી જતું હતું. વિનય એનો હતો. વિવેક એનો હતો. લાઇમલાજો એનો હતો.
બે ગુજરાતણોએ રવૈયાને બાંધેલા નેતરાં લીધાં. સામસામાં ખેંચ્યાં. વલોણું જામ્યું. ઘમ્મ વલોણા ઘમ્મ ! સ્ત્રીઓ તો રમકડાની પૂતળીઓની જેમ વલોણું ફેરવવા લાગી.
બંનેની મનની બૂટમાં રૂપાળી ઝાલ ઝબૂકે. સોનાની ઝાલ. ગોરી ઘૂમે એમ ઝાલ ઘૂમે. ૪ આ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org