________________
શ્રીદેવીની પ્રસન્ન નજર અર્બુદાચલનાં સોહામણાં શિખરો પર ફરતી હતી.
વિમળશાહના શ્રમિત દિલ-દેહને આ વાતાવરણ પ્રફુલ્લાવી રહ્યું. એમણે ઉત્સાહમાં કહ્યું, “શ્રીદેવી ! આપણા જીવનનું છેલ્લું ને મહત્ત્વનું કાર્ય આ હશે. આપણી બુદ્ધિ ને આપણે તમામ ધન હવે અહીં ઠલવાશે.”
શ્રીદેવીએ જણાવ્યું, “નાથ ! આ જમીન આપણે મન સોના જેવી છે, માટે સોનામહોરો પાથરીને તેનો બદલો આપો !”
શ્રીદેવીનાં વચનો સાંભળી વિમળશાહે હસતે મુખે કહ્યું :
“દેવી ! હું એ જ વિચાર કરતો હતો, પણ તારું મન જાણવાની ઇચ્છા હતી. વારુ, પણ ચિતા એક વાતની છે. આપણી પાસે ગોળ સોનાનારું છે. એ પાથરીએ તો વચ્ચે થોડી જમીન ખાલી રહે. માટે તેનાથી ચલાવી લેવું કે નવા ચોરસ સિક્ક તૈયાર કરાવવા ?”
“સોયના નાકા જેટલી જમીન પણ એમ ને એમ ન લેવી. નવું ચોરસ સોનાનાણું ઢાળો. એથી બ્રાહ્મણો અને પૂજારીઓને પ્રસન્ન કરો. અને એમની શુભેચ્છા સાથે દેવાલય નિપજાવો.” શ્રીદેવીએ સ્પષ્ટ કહી દિધું.
આ વાત સાંભળી સહુ આશ્ચર્યમાં ડૂબી ગયા. બ્રાહ્મણો અને પૂજારીઓને તો આ જૂની આંખે નવો તમાશો હતો. એમણે આખી ઉમરમાં આવી ઉધરતા ક્યાંય દીઠી નહોતી.
વિમળશાહે ખજાનચીને હુકમ કર્યો : “ચોરસ સોનાનાણું બનાવી ભૂમિને ઢાંક ઘે !”
હુકમ મુજબ સોનાનાણું કરાવવામાં આવ્યું, જમીન ઉપર પાથરવામાં આવ્યું. બ્રાહ્મણો અને પૂજારીઓ આ સોનું જોઈ હરખાયા ને શાહની ઉદારતાનાં ગુણગાન કરવા લાગ્યા.
ભૂમિ નક્કી કરવાનું કામ સમાપ્ત થયા પછી બીજી ચિંતા કુશળ શિલ્પીને શોધી લાવવાની હતી. ગમે તેટલું દ્રવ્ય ખર્ચાય પણ જો કુશળ શિલ્પી ન મળે તો એ બધું એળે જાય.
વિમળશાહે પોતાના બાહોશ સરકારને કુશળ શિલ્પશાસ્ત્રીને શોધી લાવવા રવાના કર્યો.
ઉદારતાની અવધિ ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org