________________
વિજય ! પાટણમાં એક મલ્લ આવ્યો. વિખ્યાત મલ્લ. એ મલ્લ સાથે કુસ્તી કરતાં ભલભલાનાં પાણી ઊતરી ગયાં. મેં એ મલને પડકાર્યો અને એને ચાર ખાના ચીત કરી ગુજરાતના વીરત્વને અણનમ રાખ્યું. જીતના મારા વાવટા હવે તો ચારેતરફ ફરકતા થયા હતા, ગુરુદેવ !”
“અતિ પ્રશંસાનું બીજું પાસું અતિ નિદ્ય છે. અને કાવતરાખોરી એ રાજકારણની અનિવાર્ય ઊપજ છે.” આચાર્યશ્રીએ કહ્યું.
વિમલશાહે એ શબ્દો ઝીલી લેતાં કહ્યું : “સાચું કહ્યું ગુરુદેવ ! કાવતરાખોરોએ મારાજા ભીમદેવને ચઢાવ્યા. કહ્યું કે સ્ત્રીનું અતિ બળ અને સેવનું અતિ પ્રિયત્વ સ્વામીને આખરે સંતાપનું કારણ બને છે. અને -
“મારી સેવાઓ પળવારમાં ભુલાઈ ગઈ. મારી ખણખોદ શરૂ થઈ. રાજે ભારે લેણું કહ્યું. કેટલું મોટું લેણું ? મારી સાત પેઢી પણ ભરી ન શકે એટલું ! વાઘ અને મલ્લ કરતાં આ નવું યુદ્ધ કપરું હતું. પેલામાં માણસનો જીવ જતો, આમાં જીવ અને યશ બંનેનું જોખમ હતું. અને માણસ જીવતો હોય તો યશ માટે જ જીવે છે ને ! યશ વિનાના માનવના જીવનમાં ને પથ્થરના જીવનમાં કંઈ ફરક
નથી.
“આ ભયંકર મોરચે પણ મારા નીતિતત્ત્વનો વિજય થયો. હું અણીશુદ્ધ બહાર આવ્યો. પણ પછી ખારીલા લોકેએ ટાઢે પાણીએ ખસ જાય, તેવો ઘાટ રચ્યો !
“રે! જેની તન, મન અને ધનથી સેવા કરી એ રાજસેવાનું ખપ્પર મારું બલિદન લેવા લંબાયું. આબુની તળેટીમાં આવેલી ચંદ્રાવતી નગરીનો પરમાર રાજા ધંધુક્રાજ માથાભારે થયો હતો, ગુજરાતના રાજાને ગાંઠતો નહોતો. ખંડણી ભરવાની તો વાત જ કેવી ? , પાટણપતિએ બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાનો ઘાટ રચ્યો ! રાજધાનીમાંથી મારો વંટો કાઢવા હુકમ કર્યો અને કહ્યું કે ધંધુકરાજને જીતીને ત્યાં થાણું નાંખીને રહો !
મહારાજ ! એ દિવસે મને ગુજરાત જાકારો દેતું લાગ્યું. પાટણમાં પાણી પીવાનો પણ સમય ન રહો ! હું સેના લઈને નીકળ્યો. સેના પણ નામની ! એનાથી ફતેહ હાંસલ ન થાય.” ૪૭ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org