________________
તેની ક્દર કરી, ‘સંડસ્થલ’ નામનું ગામ ભેટ આપ્યું.
પછી તો વર્ષો વીત્યાં. ચાવડા વંશનાં રાજ ગયાં ને સોલંકી આવ્યા. પણ તે કુટુંબે પોતાનું સ્થાન જાળવી રાખ્યું, રાજની સેવા ચાલુ રાખી.
આ વંશમાં ‘વીર’ નામે એક પરામી પુરુષ થયા. તે આપબળે મહારાજ મૂળરાજના મંત્રી થયા. મહારાજ મૂળરાજ અને તેમના વંશજોની પડખે રહીને તેમણે અનેક યુદ્ધો ખેલ્યાં અને ઘણા દેશ તથા ઘણી સંપત્તિ મેળવી. પાટણની સત્તાના સૂર્યને ખૂબ ચમકાવ્યો.
છેલ્લા પાટણપતિ દુર્લભરાજ પ્રાયશ્ચિત્ત કરવા શુક્લતીર્થ ગયા. વીર મંત્રી પણ પોતાની સુશીલ પત્ની વીરમતીને પોતાના બે પુત્ર ‘નેઢ’ તથા ‘વિમળ’ને ભળાવી જૈન સાધુ થયા. મ્ભે શૂરા સો ધર્મો શૂા.
વીરોત્સવમાં યશકલગી પહેરનાર બાણાવળી બંધુઓ તે આ વિમળ અને નેઢ જ હતા.
૮ ૦ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org