Page #1
--------------------------------------------------------------------------
________________
વII
હકી
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય
શ્રી યશોવિજયજી વિરચિતા
ત((((૩
તથા શ્રીમદ્ દેવચન્દ્ર વાચકવર વિરચિત જ્ઞાનમાર્શ વૃત્તિ (સરળ ગુજરાતી અનુવાદ-ભાવાર્થ સાથે)
: અનુવાદક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
: પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત
Page #2
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૨૦૧
ઈન્દ્રિયજયાષ્ટક - ૭ _ ૩૫થ સપ્તમેં દ્રિયજ્ઞયાષ્ટમ્ |
शमान्तरायकृद् इन्द्रियाभिलाषः, तेन इन्द्रियजयादेव शमावस्थानम्, अतः इन्द्रियजयाष्टकं विस्तार्यते । तत्र इन्द्रो-जीवः सर्वपरमैश्वर्ययोगात्, तस्य लिङ्गमिन्द्रियम्, लिङ्गनात् सूचनात् प्रदर्शनादुपलम्भाद् व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम् । इन्द्रियविषयोपलम्भाद् ज्ञायकत्वसिद्धिः । तत्सिद्धौ "उवओगलक्खणो जीवो" इति जीवसिद्धिः ।
द्विविधानि इन्द्रियाणि, द्रव्येन्द्रियाणि भावेन्द्रियाणि च । तत्र द्रव्येन्द्रियं द्विविधम्, निर्वृत्तीन्द्रियमुपकरणेन्द्रियञ्च । तत्र निर्वृत्तिः अङ्गोपाङ्गानां निर्वृत्तानि इन्द्रियद्वाराणि कर्मविशेषसंस्कृताः शरीरप्रदेशाः निर्माणनामाङ्गोपाङ्गनामप्रत्यया उपकरणं बाह्यमभ्यन्तरञ्च निर्वृत्तिः तस्यानुपघातानुग्रहाभ्यामुपकारीति लब्धिः । उपयोगस्तु भावेन्द्रियं भवति, लब्धिः तदावरणीयमतिज्ञानावरणीयश्रुतज्ञानावरणीयचक्षुरचक्षुर्दर्शनावरणीय-वीर्यान्तरायकर्मक्षयोपशमजनिता स्पर्शादिग्राहकशक्तिः लब्धिः, स्पर्शादिज्ञानमुपयोगः स्पर्शादिविज्ञानं फलरूपमुपयोगः ।
વિવેચન :- “શમભાવની પ્રાપ્તિમાં અંતરાય કરનાર” જો કોઈ હોય તો ઈન્દ્રિયોનો વિષયાભિલાષ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા જેટલી તીવ્ર, તેટલા જ ઈષ્ટઅનિષ્ટ વિષયોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ-દ્વેષ આદિ કષાયોની તીવ્રતા અને કષાયો થવાથી “શમતાભાવ”ની હાનિ થાય. માટે ઈન્દ્રિયોનો વિષયાભિલાષ શમભાવમાં વિદન કરનારો છે શમભાવનો પ્રતિબંધક છે. તેથી શમભાવમાં સ્થિર થવું હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવો જ જોઈએ. ઈન્દ્રિયોના વિષયાભિલાષને જિતવાથી જ શમાવસ્થાન પ્રાપ્ત થાય છે. તે માટે હવે ઈન્દ્રિયજયાષ્ટક કહેવાય છે.
- ત્યાં ઈન્દ્ર એટલે જીવ, કારણ કે જેમ ઈન્દ્રમહારાજા ઐશ્વર્યવાળા (રાજ્યલક્ષ્મીવાળા) છે એટલે “ઈન્દ્ર” કહેવાય છે. તેમ આ જીવ પણ જ્ઞાનાદિ અનંતગુણોની અમાપ ભાવસંપત્તિ સ્વરૂપ સર્વ પ્રકારના પરમ ઐશ્વર્યવાળો હોવાથી ઈન્દ્ર કહેવાય છે. તે ઈન્દ્રનું (અર્થાત્ જીવનું) જે લિંગ (ચિહ્ન-નિશાની) તેને ઈન્દ્રિય કહેવાય છે. નેત્ર, કર્ણ, નાસિકા વગેરે પાંચ અંગો બરાબર કામ કરતાં હોય તો અંદર જીવ જીવે છે એમ જાણી શકાય છે. તેથી ઈન્દ્રિયો તે જીવનું લિંગ હોવાથી “જીવ છે એવી સૂચના કરતી હોવાથી” આ ઈન્દ્રિયોને લિંગ
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર કહેવાય છે. તથા નેત્ર આદિ આ અંગો શરીરની અંદર જીવ છે એમ અનુભવથી પ્રદર્શિત કરતાં હોવાથી તથા પાંચ અંગો બોધ કરાવતાં હોવાથી અને તે પાંચ અંગો જીવના અસ્તિત્વને વ્યંજિત (પ્રગટ) કરતાં હોવાથી આ પાંચ અંગો જીવના લક્ષણરૂપ છે. લિંગો છે, ચિહ્નો છે. તેથી તે અંગોને ઈન્દ્રિય કહેવાય છે.
પાંચે ઈન્દ્રિયો દ્વારા આ જીવ રૂપ, શબ્દ, ગંધ ઈત્યાદિ વિષયોનો બોધ કરતો હોવાથી જીવમાં જ્ઞાયકત્વની” સિદ્ધિ થાય છે. અર્થાત્ “જીવ જ્ઞાતા છે પણ જડ નથી.” આમ સિદ્ધ થાય છે. જીવમાં જ્ઞાતાપણાની સિદ્ધિ થયે છતે “ઉપયોગ લક્ષણવાળો” જીવ છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ રીતે શરીરની અંદર જ રહેલો, પણ શરીરથી ભિન્ન અને જીવનપ્રક્રિયાવાળો જ્ઞાતા એવો જીવ નામનો એક સચેતન પદાર્થ છે આમ જીવ સિદ્ધ થાય છે. આ ઈન્દ્રિયો બે પ્રકારની હોય છે - (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. ત્યાં પુદ્ગલની બનેલી રચનાવિશેષ તથા તેમાં સહાયક થવાની જે શક્તિ છે તે દ્રવ્યેન્દ્રિય કહેવાય છે અને આત્મામાં વિષય જાણવાની જે જ્ઞાનશક્તિ છે તે ભાવેન્દ્રિય કહેવાય છે. દ્રવ્યેન્દ્રિય પણ બે પ્રકારની છે અને ભાવેન્દ્રિય પણ બે પ્રકારની છે. ઈન્દ્રિય
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ આ પ્રમાણે એક
નિવૃત્તીન્દ્રિય અને બીજી દ્રવ્ય
ઉપકરણેન્દ્રિય, નિવૃત્તિના
બાહા અને અત્યંતર નિવૃત્તિ ઉપકરણ લબ્ધિ ઉપયોગ
"| એમ બે ભેદ છે.
ભાવેન્દ્રિયના પણ બે ૧ બાહ્ય ૨ અત્યંતર
ભેદ છે લબ્ધિ અને
ઉપયોગ. અંગ અને ઉપાંગની ઈન્દ્રિયસ્વરૂપે જે રચનાવિશેષ તે “નિવૃત્તિ-રચના-આકાર” કહેવાય છે. અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મના ઉદયના નિમિત્તે આ ઈન્દ્રિયોની રચના થાય છે. આવા પ્રકારના નામકર્મના ઉદયવિશેષથી રૂપ-શબ્દ અને ગન્ધાદિને જાણવામાં સહાયક બને તે સ્વરૂપે સંસ્કાર પામેલા એવા શરીરના પ્રદેશો (શરીરના ભાગો-અવયવો) તેને નિવૃત્તીન્દ્રિય કહેવાય છે. તે નિવૃત્તીન્દ્રિય પણ બે પ્રકારની છે. બહાર જે દેખાય છે તે બાહ્ય અને અંદર જે અંગુલના અસંખ્યાતમાભાગની પુદ્ગલની બનેલી છે તે અત્યંતરનિવૃત્તીન્દ્રિય કહેવાય છે. બાહ્યનિવૃત્તિ મ્યાન જેવી છે. જેમ મ્યાન છેદનક્રિયા કરતું
ભાવ
Page #4
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૩ નથી પણ તલવારની સુરક્ષા કરે છે તેમ બાહ્યનિવૃત્તિ વિષયોપલંભમાં સહાયક નથી પણ અત્યંતરનિવૃત્તિની સુરક્ષા કરે છે તથા અત્યંતર નિવૃત્તિ તરવાર જેવી છે. જેમ તરવાર છેદવાનું કામ કરે છે તેમ અત્યંતરનિવૃત્તિ વિષય જાણવામાં સહાયક થવાનું કામ કરે છે.
જે ઉપકરણેન્દ્રિય છે તે બાહ્ય અને અત્યંતર એવી નિવૃત્તીન્દ્રિયને અનુપઘાત દ્વારા અને અનુગ્રહ કરવા દ્વારા ઉપકાર કરે છે. માટે તેને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. અત્યંતરનિવૃત્તિ બરાબર કામ કરતી રહે, તેને કામ કરવામાં કોઈ ઉપઘાત ન થાય પણ અનુગ્રહ થાય એવી તેમાં રહેલી શક્તિવિશેષને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. આ ઉપકરણેન્દ્રિય તલવારમાં રહેલી ધારતુલ્ય છે.
હવે ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગ એમ બે પ્રકારની છે. આ ભાવેન્દ્રિય જીવમાં રહેલી વિષય જાણવાની શક્તિને કહેવાય છે. પુદ્ગલગત સહાયકશક્તિને દ્રવ્યેન્દ્રિય અને જીવગત જ્ઞાયકશક્તિને ભાવેન્દ્રિય કહેવાય છે. તે ભાવેન્દ્રિયના પણ બે ભેદ છે. ૧. લબ્ધિ ભાવેન્દ્રિય અને ૨. ઉપયોગ ભાવેન્દ્રિય.
પાંચે ઈન્દ્રિયોની સહાય દ્વારા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ નામના વિષયોને વિશેષપણે અને સામાન્યપણે જાણવાની આત્મામાં રહેલી જે ચેતનાશક્તિ છે તેને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે. તથા તેના ઉપયોગમાં વપરાતા વીર્યને વીર્યશક્તિ કહેવાય છે. આ જે શક્તિ છે તે સર્વે આત્માના સ્વાભાવિક ગુણો છે. તેને આવરણ કરનારાં તે તે કર્યો છે. આવરણીય કર્મો જેમ જેમ તીવ્રરસે ઉદયમાં આવે છે તેમ તેમ આ ગુણો આચ્છાદિત થાય છે અને તે આવરણીયકર્મોના તીવ્રરસને તોડીને મંદ કરીને આ આત્મા ઉદયમાં લાવે તો તેને ક્ષયોપશમ કહેવાય છે. તેનાથી તે તે ગુણો તેટલા તેટલા પ્રમાણમાં પ્રગટ થાય છે (ખુલ્લા થાય છે).
આ પ્રમાણે હોવાથી તે તે જ્ઞાયકશક્તિનાં આવરણીયકર્મ મતિ-શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય અને વીર્યાન્તરાયકર્મ, આ સઘળાં કર્મોનો ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી સ્પર્ધાદિ વિષયોને ગ્રહણ કરનારી જે આત્મશક્તિ તેને લબ્ધિભાવેન્દ્રિય કહેવાય છે. તલવાર ચલાવવાની આવડત (કલા) તુલ્ય આ ઈન્દ્રિય છે. જેમ આવડત (કલા) જીવમાં જ હોય છે, જડમાં નહી, તેમ આ લબ્ધિઈન્દ્રિય જીવગતશક્તિ છે, પુદ્ગલગતશક્તિ નથી. આ લબ્ધિનો સ્પર્શાદિ વિષયો જાણવામાં જે વપરાશ કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. તલવાર ચલાવવાની કલાનો ઉપયોગ કરવા તુલ્ય આ ઈન્દ્રિય છે. લબ્ધિભાવેન્દ્રિય એ શક્તિસ્વરૂપ છે અને સ્પર્શાદિ વિષયોનું વિશેષ જ્ઞાન કરવું, આમ ફલસ્વરૂપ જે ઈન્દ્રિયો છે તેને જ
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય છે. આ પ્રમાણે બાહ્યનિવૃત્તિ-અત્યંતરનિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય આ સઘળા દ્રવ્યેન્દ્રિયના ભેદ છે તે પુદ્ગલમાં હોય છે અને લબ્ધિ તથા ઉપયોગ આ બન્ને ભાવેન્દ્રિયના ભેદ છે આત્મામાં હોય છે. ભાવેન્દ્રિય જ્ઞાનાત્મક છે અને દ્રવ્યેન્દ્રિય તેના
સાધનસ્વરૂપ છે. આ પ્રમાણે ઈન્દ્રિયોનું સ્વરૂપ સમજાવ્યું.
अत्र इन्द्रियाणां वर्णादिज्ञानेन विषयता, किन्तु ज्ञानमग्ना हि तेषु वर्णादिषु मनोज्ञामनोज्ञेषु इष्टानिष्टतया भूत्वा इष्टाभिमुखता अनिष्टकम्पनारूपा मोहपरिणतिः विषयता, ज्ञानस्य विषयत्वेन सिद्धानां सविषयताप्तेः । अतः रक्तद्विष्टतया प्रवर्तमानं ज्ञानं विषयः, कारणकार्ये एकता, चारित्रमोहोदयेन अरम्ये रमणमसंयमः । तत्र वर्णादयो हि ज्ञेया एव, न रम्याः । तत्र रमणं - विषयेन्द्रियद्वारप्रवृत्तज्ञानस्य इष्टानिष्टतया परिणमनं, तस्य जयः इन्द्रियविषयजयः । किमित्याह - इति यद् द्वारेण वर्णादीनां ज्ञानं, न इष्टानिष्टता, (स) इन्द्रियजयः, अनाद्यशुद्धासंयमपरिणतिवारणारूप:, तत्र ज्ञानं हि आत्मनः स्वलक्षणत्वात् स्वपरपरिच्छेदः विधिः, इष्टानिष्टता तु विभाव एव । सङ्गाङ्गितया अनादिसन्ततिजः अशुद्धपरिणामः सर्वथा त्याज्यः एव, अतः इन्द्रियजये यतितव्यम् ।
આ શરીરમાં પંચેન્દ્રિય જીવને જ્ઞાનના સાધનભૂત પાંચ ઈન્દ્રિયો નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી છે. નેત્ર-ઘ્રાણ-૨સના-સ્પર્શના અને શ્રોત્ર આ પાંચ અવયવો વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દનું જ્ઞાન કરવામાં જીવને અસાધારણ કારણ હોવાથી જીવ શાતા, ઈન્દ્રિયો સાધન અને વર્ણાદિનું જ્ઞાન કરાય છે માટે વર્ણાદિને વિષય કહેવાય છે. ઘટનું જ્ઞાન કરાય તો જેમ ઘટ વિષય કહેવાય, પટનું જ્ઞાન કરાય તો પટ એ વિષય કહેવાય. તેમ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિનું શાન કરાય છે, વર્ણાદિ પાંચ જ્ઞેયભાવોને જાણવાનું કામ થાય છે. માટે વર્ણાદિ એ જો કે જ્ઞાનના વિષય કહેવાય છે. પરંતુ તાત્ત્વિકદૃષ્ટિએ જે શેયપદાર્થ છે. તે તથા તેના સંબંધી જીવમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે બન્ને શેય કે શેયવિષયક જ્ઞાન એ (સંસારના પરિભ્રમણનું કારણ બને તેવો) વિષય નથી. પરંતુ તે વિષય પ્રત્યેની ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ સ્વરૂપ જે મોહની પરિણિત છે તે મોહ-પરિણતિને જ વિષય કહેવાય છે. કે જેનો વિજય કરવાનું અહીં સમજાવાય છે. માટે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે કે -
વર્ણાદિ (રૂપ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ)નું જે જ્ઞાન થાય છે તે ઈન્દ્રિયોનો વિષય છે. પરંતુ જ્ઞાન એ તો આત્માનો ગુણ હોવાથી આત્માને અહિતકારી નથી. સંસાર પરિભ્રમણનો હેતુ બનતો નથી, માટે જ્ઞાનને કે જ્ઞાનદ્વારા જણાતા પદાર્થને વિષય કહેવાતો નથી કે જેનો
Page #6
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૫
વિજય કરવો પડે. પરંતુ જ્ઞાનમાં મગ્ન એવા જીવો મનોજ્ઞ અને અમનોજ્ઞ એવા તે વર્ણાદિમાં “આ મને ગમે છે - આ મને નથી ગમતું” ઈત્યાદિ રૂપે ઈષ્ટાનિષ્ટબુદ્ધિવાળા થઈને ઈષ્ટવસ્તુને મેળવીને તેના તરફ તન્મયતા-રાગપરિણતિ અને અનિષ્ટવસ્તુને મેળવીને તેના તરફ નાખુશીભાવ-દ્વેષબુદ્ધિ અને તેના કારણે જ થરથરવું-ડરવું-કંપવું ઈત્યાદિ અનિષ્ટપરિણતિ જે થાય છે. તેને વિષય કહેવાય છે. જેને જીતવાનું આ અષ્ટકમાં સમજાવે છે. જ્ઞાન એ જિતવા યોગ્ય વિષય નથી. મોહ એ જિતવા યોગ્ય વિષય છે. જો જ્ઞાનને જીતવા યોગ્ય વિષય કહીએ તો સિદ્ધપરમાત્માને અનંતવિષયોનું જ્ઞાન હોવાથી સવિષયતાની પ્રાપ્તિ થઈ જાય તેમને પણ વિષયજય કરવા નીકળવું પડે, માટે જ્ઞાન એ વિષય નથી, પરંતુ ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ એ વિષય હોવાથી ઈષ્ટાનિષ્ટબુદ્ધિપૂર્વક પ્રવર્તતું જ્ઞાન પણ સંસારપરિભ્રમણનું કારણ બનતું હોવાથી તેને પણ ઉપચારે વિષય કહેવાય છે. જેનો વિજય સમજાવાય છે.
જ્ઞાન એ કારણ છે. તેમાં ઈષ્ટાનિષ્ટબુદ્ધિ રૂપ મોહ ઉત્પન્ન થાય છે. માટે મોહ એ કાર્ય છે, જ્ઞાનાત્મક કારણ અને મોહાત્મક કાર્ય આ બન્ને એકમેક થયાં છે. બન્નેની એકતા થઈ છે. જેમકે પાણી સ્વચ્છ દ્રવ્ય છે. વસ્ત્રશુદ્ધિ-શરીરશુદ્ધિ-તૃષાચ્છેદ કરનાર છે માટે કામનું દ્રવ્ય છે, સંગ્રહ કરવા જેવું દ્રવ્ય છે. પરંતુ જ્યારે તે જ પાણીમાં કચરો-કાદવ કે વિષ્ટા મિશ્ર થઈ જાય તો કચરો, કાદવ કે વિષ્ટા એ ગંદા પદાર્થો તો હેય છે જ પણ તેનાથી મિશ્ર બનેલું પાણી પણ હેય જ કહેવાય છે. આવા પાણીનો કોઈ સંગ્રહ કરતું નથી. સંગ્રહ કરેલો હોય તો પણ ઢોળી નાખે છે તેમ અહીં સમજવું. જ્ઞાન એ ગુણ હોવાથી ઉપકારક છે પરંતુ તે જ જ્ઞાન જ્યારે મોહદશાની પરિણતિથી મિશ્ર બન્યું હોય તો આત્માને નુકશાનકારક છે. માટે જિતવાયોગ્ય વિષય કહેવાય છે. દૂધ એ પેય છે. પણ વિષમિશ્રિત દૂધ અપેય છે એમ અહીં સમજવું.
જેમ કોઈ માણસમાં બુદ્ધિ ઘણી હોય પણ તે બુદ્ધિ ચોરીના કાર્યમાં, ધાડ પાડવાના કાર્યમાં, કોઈ દેશનો પરાભવ કરવાના કાર્યમાં, કે વ્યભિચારાદિ વ્યસનોમાં વપરાતી હોય તો લોકમુખે આવું કહેવાય છે કે “તારી બુદ્ધિ જ બગડી ગઈ છે તું તારી બુદ્ધિ સુધાર” ઈત્યાદિ પ્રસંગોમાં બુદ્ધિ આત્માનો ગુણ હોવા છતાં દોષોથી મિશ્ર હોય તો તે હેય છે તેમ હીરા-પત્થર, રજ્જુ-સર્પમાં જે ઈષ્ટાનિષ્ટભાવ છે તે રાગ, દ્વેષ હોવાથી સંસારમાં ભટકાવે છે માટે તેવા મોહના વિષયવાળા જ્ઞાનને ઈન્દ્રિયનો વિષય કહેવાય છે. તેથી ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ન રમવા જેવા પૌદ્ગલિક પદાર્થોમાં જે રમવું તે જ અસંયમઅવિરતિભાવ છે. રૂપ-રસ-ગંધાદિ ભાવો ઘટ-પટની જેમ જ્ઞેયમાત્ર જ છે. રમ્ય નથી તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવા જેવી નથી, છતાં મોહના ઉદયથી ભાન ભૂલીને તેવા વિષયોમાં
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
એટલે કે વિષયો અને ઈન્દ્રિયોનો સંયોગ થવા દ્વારા પ્રવર્તેલા જ્ઞાનમાં જે ઈષ્ટાનિષ્ટપણે મોહની પરિણતિ થાય છે, તેને જ વિષય કહેવાય છે અને ઈષ્ટાનિષ્ટબુદ્ધિપૂર્વકની મોહપરિણતિ રૂપ જ્ઞાનાત્મક વિષયનો જે વિજય કરવો તે ઈન્દ્રિયવિષયક વિજય કહેવાય છે. આવા પ્રકારના ઈન્દ્રિયવિષયક વિજયને સમજાવનારું આ અષ્ટક છે.
ઈન્દ્રિયના વિષયનો જય એ શું છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે “જે પાંચ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિ પાંચે વિષયોનું જ્ઞાનમાત્ર થાય, પણ ઈષ્ટાનિષ્ટ પરિણામ ન થાય તેને ઈન્દ્રિયજય કહેવાય છે.” અનાદિ કાળથી આ આત્મામાં અશુદ્ધ એવો અવિરતિભાવનો જે પરિણામ છે તેનું વારણ કરવું, તેને રોકવું, તે જ ઈન્દ્રિયજય જાણવો. ત્યાં વર્ણાદિવિષયોનું જે જ્ઞાન થયું તે આત્માનું પોતાનું ગુણાત્મક લક્ષણ હોવાથી અર્થાત્ પોતાનો ગુણ-પોતાનો ધર્મ હોવાથી-સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના બોધરૂપ હોવાથી વિધેય છે, કર્તવ્ય છે. જ્ઞાન એ પ્રાપ્ત કરવા જેવું છે, છોડવા જેવું નથી. માટે જ્ઞાનને વિષય કહેવાતો નથી. પરંતુ તેમાં ભળેલી જે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ તે વિભાવદશા છે, અશુદ્ધ જ છે, હેય જ છે. તેથી સાતિયા = જ્ઞાનની સાથે સંગ કરીને એકમેક અંગરૂપે બનેલો, અનાદિકાલની પરંપરાએ જન્મેલો, મોહનીયકર્મના ઉદયથી જન્મ એવો જે અશુદ્ધપરિણામ છે તે સર્વથા ત્યાજ્ય છે. આ કારણે ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનમાં ભળેલો ઈષ્ટાનિષ્ટ એવો જે મોહજન્યપરિણામ છે તેને જિતવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ.
तत्र द्रव्यजयः सङ्कोचादिलक्षणः, भावजयः चेतनावीर्ययोः स्वरूपानुपातः । नैगमनयेन निर्वृत्त्युपकरणेन्द्रियपरिणमनयोग्याः पुद्गलस्कन्धाः, सङ्ग्रहेण जीव- पुद्गलौ, व्यवहारतः निर्वृत्त्युपकरणेन्द्रियपरिणतनिर्माणादिविपाकजानि इन्द्रियसंस्थानानि, ऋजुसूत्रेण स्वस्वविषयग्रहणोत्सुके निर्वृत्त्युपकरणे, शब्दनयेन संज्ञाग्रहमिता लब्धिः उपयोगपरिणतिवृत्तिः, समभिरूढनयेन संज्ञागृहीतागृहीतविषयक्षेत्रप्राप्तविषयपरिच्छेदः, एवम्भूतनयेन मतिश्रुतचक्षुरचक्षुर्वीर्याद्यन्तरायाणां क्षयोपशमावधेः प्रान्तं यावद्ज्ञानम्, तत्रासंयतस्येष्टानिष्टयुक्त एवावबोधो भवति । तेन विषयः इति सज्ञाभोक्तृत्वाशुद्धता आत्मनः अशुद्धपरिणामः, तस्य जयः । सोऽपि आद्यनयचतुष्टये कारणरूपशब्दादिषु संयमगुणप्राग्भावानुगतचेतनादिपरिणामः । द्रव्यजयोऽपि भावजयहेतुत्वात् अभ्यस्यः । भावजयस्तु स्वधर्मत्वात् साध्य एव । तदर्थमुपदेशः -
ઈન્દ્રિયનો જય બે પ્રકારનો છે એક દ્રવ્ય-ઈન્દ્રિયજય અને બીજો ભાવ-ઈન્દ્રિયજય. ત્યાં ઈન્દ્રિયોનો સંકોચ આદિ કરવો, ઈન્દ્રિયોને ગોપવવી, વિષયમાં ન જોડવી, નેત્રાદિ બંધ રાખવાં, શરીરને ગોપવવું, ટુંકાવવું. વિષયોથી દૂર રહેવું તે સઘળોય દ્રવ્યથી ઈન્દ્રિયનો
Page #8
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૭ વિજય કર્યો કહેવાય અને આત્માની ચૈતન્ય શક્તિને તથા વીર્યશક્તિને માત્ર આત્મસ્વરૂપના જ ચિંતન-મનન પરિશીલનમાં લયલીન કરવી, પરભાવથી અત્યન્ત દૂર રાખવી તે ભાવથી ઈન્દ્રિયનો વિજય કહેવાય. હવે આ જ ઈન્દ્રિયજયે સમજાવવા માટે ઈન્દ્રિય ઉપર સાત નયો સમજાવે છે. (૧) નૈગમનય :- નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય અને ઉપકરણદ્રવ્યેન્દ્રિય સ્વરૂપે પરિણામ પમાડવાને
માટે યોગ્ય એવા ઔદારિક-વૈક્રિય અને આહારક વર્ગણાના પુલસ્કંધો. જે ભાવિમાં ઈન્દ્રિય સ્વરૂપે બનશે. તેમાં યોગ્યતા માત્ર હોવાથી ઉપચારથી દ્રવ્યેન્દ્રિય કહેવાય. ઉપચારથી ઈન્દ્રિયપણું સ્થાપ્યું માટે નૈગમનય. સંગ્રહનય :- સમસ્ત સંસારી જીવદ્રવ્ય અને પુલદ્રવ્ય તે સંગ્રહનયથી ઈન્દ્રિય. કારણ કે સમસ્ત સંસારી જીવદ્રવ્યમાં ક્ષાયોપથમિકભાવે ઈન્દ્રિયશક્તિની સત્તા રહેલી છે તથા સમસ્ત પુદ્ગલદ્રવ્યમાં પણ પરિણામ સ્વભાવ હોવાથી ઈન્દ્રિય રૂપે બનવાની
સત્તા છે. માટે સત્તાગ્રાહી સંગ્રહનયથી જીવ અને પુદ્ગલદ્રવ્ય ઈન્દ્રિય કહેવાય છે. (૩) વ્યવહારનય - નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયરૂપે અને ઉપકરણદ્રવ્યેન્દ્રિય રૂપે પરિણામ પામેલા
અને નિર્માણનામકર્મ તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા (બનેલા) ઈન્દ્રિયો રૂપે જે આકારો-આંખ-કાન-નાક વગેરે પુદ્ગલના બનેલા આકારો તે ઈન્દ્રિય
કહેવાય. કારણ કે વ્યવહારથી લોકો તેને જ ઈન્દ્રિય કહે છે. (૪) ઋજુસુત્રનય :- આ પાંચ પ્રકારની નિવૃત્તિ દ્રવ્ય ઈન્દ્રિય અને ઉપકરણ દ્રવ્ય ઈન્દ્રિય
જ્યારે પોતપોતાના રૂપાદિ વિષયને જાણવા-ગ્રહણ કરવામાં પ્રવર્તતી હોય ત્યારે તેને ઈન્દ્રિય કહેવાય છે. કારણ કે ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે માટે ઈન્દ્રિયો વિષયમાં પ્રવર્તે તો જ ઈન્દ્રિય. શબ્દનય - પ્રથમના નૈગમાદિ ચારે નયો દ્રવ્યાર્થિકનયના પેટાભેદ હોવાથી પુદ્ગલની બનેલી નિવૃત્તિ અને ઉપકરણ એમ દ્રવ્યઈન્દ્રિયને ઈન્દ્રિય તરીકે સ્વીકારે છે. પણ પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના પેટાભેદ હોવાથી આત્માની ચેતન્યશક્તિ અને વીર્યશક્તિ રૂપ લબ્ધિ ઈન્દ્રિય અને ઉપયોગ ઈન્દ્રિયને ઈન્દ્રિયપણે સ્વીકારે છે. તેથી સંજ્ઞા = જ્ઞાન વડે પ્ર€ = વિષયને ગ્રહણ કરવા રૂપ રમતા = પરિમિતપણે પ્રગટ થયેલી આત્મામાં જે ક્ષયોપશમ ભાવની લબ્ધિ અને તેનો ઉપયોગ કરવારૂપે વૃત્તિ તે ઈન્દ્રિય કહેવાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર (૬) સમભિરૂઢનય:- સંજ્ઞા (જ્ઞાન) દ્વારા ગૃહીત તથા સંજ્ઞા (જ્ઞાન) દ્વારા અગૃહીત એવા
અનેક વિષયોથી ભરેલા ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલો વિષયનો જે બોધ, તે બોધને ઈન્દ્રિય કહેવાય. એવંભૂતનય = મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ-ચક્ષુદર્શનાવરણ-અચક્ષુદર્શનાવરણ તથા વિર્યાન્તરાય કર્મોના ક્ષયોપશમની સીમા સુધીનું પ્રગટ થયેલું જે જ્ઞાન એટલે કે જેટલો ક્ષયોપશમ પ્રગટ થયો હોય તેટલું તે જ્ઞાન જ્યારે અસંયમી આત્માનું ઈષ્ટાનિષ્ટ ભાવથી અર્થાત્ રાગાદિ ભાવથી વ્યાપ્ત બન્યું હોય ત્યારે તે રાગાદિ ભાવવાળું જે જ્ઞાન છે તેને જ ઈન્દ્રિય કહેવાય છે. કારણ કે તે કાલે તે જ્ઞાન તેવા પ્રકારનું ઈષ્ટાનિષ્ટ-રાગ-દ્વેષનું કાર્ય કરે છે, કાર્યકાલ છે. માટે એવંભૂત.
આવા પ્રકારના મતિ-શ્રુત આદિ જ્ઞાન વડે રાગ-દ્વેષ પૂર્વક જોવાતો જે વિષય તેને જ વિષય કહેવાય છે અને તેનો જ વિજય કરવાનો છે. આહારાદિ ચાર અથવા ક્રોધાદિ ચાર મોહરાજાની સંજ્ઞાઓ છે. હું જ ભોગોનો ભોક્તા છું. મોજ-મજા કરવી એ જ મારું કર્તવ્ય છે આવા પ્રકારની જે અશદ્ધતા છે. અર્થાત આત્માના આવા પ્રકારનો મોહાન્ધતાથી ભરેલો રાગ-દ્વેષવાળો જે આત્મપરિણામ છે. તે જ ઈન્દ્રિયનો વિષય છે. તેનો જ વિજય કરવા માટેનું આ અષ્ટક છે.
ઈષ્ટાનિષ્ટબુદ્ધિ થવામાં (રાગ-દ્વેષના ભાવો ઉત્પન્ન થવામાં) રૂપ-રસ-ગંધ-સ્પર્શશબ્દ આ પાંચે વિષયો કારણ છે. એટલે કારણભૂત એવા રૂપાદિ અને શબ્દાદિ વિષયોમાં સંયમગુણને પ્રગટ કરવા માટે તે સંયમને અનુકૂળ એવો ચેતનાનો પરિણામ અને વીર્યનો પરિણામ તેને પ્રથમના ચાર નિયોની અપેક્ષાએ ઈન્દ્રિયજય કહેવાય છે. સારાંશ એ છે કે ચક્ષુ દ્વારા રૂપ જોવાથી રાગાદિ ભાવો થાય છે. માટે ચક્ષુ બંધ રાખવી અથવા ચક્ષુથી રૂપ જોવામાં સંયમ રાખવો તે પણ ઈન્દ્રિયજય કહેવાય છે. એવી જ રીતે કાનથી શબ્દ સાંભળતાં પ્રશંસા તથા નિંદા સાંભળીને રાગાદિ ભાવો થાય છે માટે કાન બંધ રાખવા, દ્રવ્યેન્દ્રિય ઉપર સંયમ રાખવો તે પણ ઈન્દ્રિયજય કહેવાય છે. કારણ કે આ દ્રવ્યજય પણ ભાવજયનું કારણ હોવાથી બહારની પાંચે ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખવી અથવા વિષયો સાથે જોડવામાં કંટ્રોલ રાખવો તેને પણ ઈન્દ્રિયજય કહેવાય છે. તેવા પ્રકારના દ્રવ્યઈન્દ્રિયના વિજય માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ અને જ્ઞાનને ઈનિષ્ટભાવવાળું થતું અટકાવવું જોઈએ અર્થાત્ રાગાદિ ભાવવાળું ન થવા દેવું તે ભાવઈન્દ્રિયનો વિજય છે. આ ભાવ જય તો આત્માનો ધર્મ છે. કારણ કે જ્ઞાનગુણ તો આત્માનું જ સ્વરૂપ છે. માટે જ્ઞાનને નિર્મળ રાખવું તે ભાવઈન્દ્રિયજય કહેવાય છે અને તે આત્મધર્મ હોવાથી સાધ્ય છે. દ્રવ્ય ઈન્દ્રિયજય સાધન
Page #10
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૯
છે-કારણ છે, અને ભાવઈન્દ્રિયજય એ સાધ્ય છે કાર્ય છે. તે ભાવ ઈન્દ્રિયનો જય પ્રાપ્ત કરવા માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે
बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥१॥
ગાથાર્થ :- જો તું સંસારથી ભય પામતો હોય અને મોક્ષની પ્રાપ્તિને ઈચ્છતો હોય
=
તો ઈન્દ્રિયોનો વિજય કરવા માટે વિશાળ પુરુષાર્થને ફોરવ. ॥૧॥
ટીકા :- ‘“વિમેષિ યવીતિ' હૈ મળ્ય ! વિ ત્યું સંસારાદ્ વિષેષિ-મયં પ્રાખોષિ, च-पुनः मोक्षः-सकलकर्मक्षयलक्षणः, तस्य प्राप्तिस्तां काङ्क्षसि अभिलषसि, तदा इन्द्रियजयं कर्तुं स्फारपौरुषं - देदीप्यमानं पराक्रमं स्फोरय प्रवर्तयस्व, अतः महाकदर्थनाकन्दरूपात् भवकूपादुद्विग्नः शुद्धचिदानन्दाभिलाषी जीवः हालाहलोपमान् इन्द्रियविषयांस्त्यजति । उक्तञ्चोत्तराध्ययने -
—
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा ।
જામે પત્થમાળા, અામા નંતિ સુરૂં રૂ॥ (ઉત્તરાધ્યયનસૂત્ર-૯-૫૩)
વિવેચન :- હે ભવ્યજીવ ! જો તું આ દુઃખસાગર એવા સંસારથી ડરતો હોય, ભય પ્રાપ્ત કરતો હોય અને સકલકર્મોના ક્ષયસ્વરૂપ એવી જે મુક્તિ, તેની પ્રાપ્તિને ઈચ્છતો હોય તો પાંચે ઈન્દ્રિયોનો વિજય કરવાને માટે દેદીપ્યમાન એવું અર્થાત્ વિશાળ એવું પરાક્રમ (વિશિષ્ટપ્રયત્ન) તું ફોરવ. પ્રયત્ન કર, આળસ ન કર.
હે ભવ્યજીવ ! આ સંસાર જન્મ, જરા, મરણ, રોગ અને શોક ઈત્યાદિ દુઃખોથી મહાસાગરની જેમ ભરેલો છે. કરેલાં કર્મોને અનુસારે જીવ ચારે ગતિમાં ભટકે છે. ક્ષણિક વિષયાનંદમાં ભારે ચીકણાં કર્મો કરે છે. દુ:ખકાલે કોઈ શરણ થતું નથી. અંતે જીવને જ ભોગવવું પડે છે. આ સંસાર ઊંડા કૂવા તુલ્ય છે. માટે મહા-કદર્થના (પીડા-દુ:ખોના) કંદતુલ્ય-મૂલતુલ્ય એવા આ સંસારથી તું ઉદ્વેગ પામ અને ઉદ્વેગ પામેલ તથા શુદ્ધ થયેલ અને જ્ઞાનના આનંદનો અભિલાષી થયેલ હે જીવ ! હાલાહલ ઝેર જેવા પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર. (જીવે ત્યાગ કરવો જોઈએ).
એક-એક ઈન્દ્રિયોના વિષયો જો મરણ આપે છે તો પાંચે ઈન્દ્રિયોના વિષયો જે સેવે છે તેને તો દુઃખની પરંપરાનું પૂછવું જ શું ? આ સંસાર એ દુઃખોની ખાણ છે. માટે હે ભવ્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૨૧૦
छन्द्रिययाष्ट: -७ જીવ ! તું ઈન્દ્રિયોના વિષયોથી વિરામ પામ, વિરામ પામ. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ૯૫૩ भां युं छ: -
__ “भो (पाये इन्द्रियोनां विषयसुमो) शल्य३५ छ. विषतुल्य छे. आशीविषसपना ઉપમાવાળાં છે. કામોની પ્રાર્થના કરનારા જીવો કામો (ઈચ્છાઓ) પૂર્ણ થયા વિના જ દુર્ગતિમાં य छे. ॥१॥
वृद्धास्तृष्णाजलापूर्णैरालवालैः किलेन्द्रियैः । मूर्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥२॥
ગાથાર્થ :- તૃષ્ણા રૂપી જલથી ભરપૂર ભરેલા ઈન્દ્રિયો રૂપી ક્યારાઓ વડે વૃદ્ધિ પામેલા એવા વિકારો રૂપી વિષવૃક્ષો ભારે (ભયંકર) મૂચ્છને આપે છે. જરા
2lst :- "वृद्धाः इति"-किल इति सत्ये, इन्द्रियैः = विषयभोगरसिकैः आलवालैः वृद्धाः-महत्त्वमापन्नाः, विकारविषपादपाः-विकारा एव विषवृक्षाः अतुच्छामत्यन्तां मूर्छा यच्छन्ति-मुह्यतां ददाति । इत्यनेन अनादिस्वरूपयुतानां परभावरमणाभोग्याभोग्यचेतनानां विकारविषवृक्षाः इन्द्रियैः-स्पर्शनादिभिः विषयग्राहकैः प्रवर्धमानाः महामोहं कुर्वन्ति । किम्भूतैः आलवालैः ? - तृष्णाजलापूर्णैःतृष्णा-लोभवैकल्यं लालसा, तद्रूपेण जलेन आपूर्णैः-भृतैः इत्यर्थः । तृष्णाप्रेरितानि एव इन्द्रियाणि धावन्ति । तृष्णाया आनन्त्यम् -
"सुवण्णरुप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणंतया ॥
__(उत्तराध्ययनसूत्र-८-४८) वारमणंतं भुच्चा, वंता चत्ता य धीरपुरुसेहिं ।। ते भोगा पुण इच्छइ, भोत्तुं तिण्हाउलो जीवो ॥२॥
तृष्णाकुलस्यैव विषयाः रमणीयाः । सा च अनाद्यभ्यासतः विषयप्रसङ्गेन वर्धते । अतः इन्द्रियविषयपरित्यागो युक्तः ॥२॥
વિવેચન :- આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દોના અર્થો આ પ્રમાણે છે - किल = मे सत्य, साधु, ५२५२.
Page #12
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭.
૨૧૧ માત્મવાર્તઃ = વૃક્ષની આજુબાજુ પાણી રોકવા માટે કરાતી માટીની વાડ અર્થાત્ પાણીના ક્યારા.
તુચ્છામ્ = અતિશય ઘણી વૃદ્ધા = વૃદ્ધિ પામેલા-મોટા થયેલા તૃUTગન્નાપૂર્વો = તૃષ્ણારૂપી જલથી ભરપૂર ભરેલા. ન્દ્રિઃ = વિષયભોગની અંદર અત્યન્ત રસિક. વિવાવિષપીપર = પાંચ ઈન્દ્રિયોના વિકારો એ જ વિષવૃક્ષો છે.
છત્તિ = આપે છે. મુંઝવણ કરે છે. મોહબ્ધ બનાવે છે.
ઘરના ચોકમાં કોઈ વિષનું વૃક્ષ ઉગ્યું હોય તો તેને ઉખેડીને દૂર કરી નાખવું જોઈએ કે જેથી તે વૃક્ષ મોટું ન થાય અને ભાવિમાં વિશ્વની અસર કરે એવી મૂછ-બેહોશતા ન આપે પરંતુ તેને બદલે જે મનુષ્યો ચોકમાં ઉગેલા વિષવૃક્ષને મોટું કરવા માટે તેની ચારે બાજુ પાણી ટકી રહે તે માટે ક્યારો કરે અને તે ક્યારાને પાણીથી સદા ભરપૂર-ભરેલો રાખે તો તે ક્યારામાં રહેલા પાણીનું પાન કરી કરીને વૃદ્ધિને પામેલું એવું તે વિષવૃક્ષ ઘટાદાર છાયાવાળું બને જ, તેને કોઈ રોકી શકતું નથી. પછી તે વૃક્ષની છાયામાં જે કોઈ મનુષ્ય આવે તેને તે વૃક્ષ (અથવા) વૃક્ષીય છાયા બેહોશ કરે-મૃત્યુ પણ પમાડે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે વિષવૃક્ષનો તો આ સ્વભાવ જ છે.
તેની જેમ પાંચ પ્રકારના વિષયભોગમાં અત્યન્ત આસક્ત એવી જે ઈન્દ્રિયો છે તે ક્યારા તુલ્ય છે. તે ઈન્દ્રિયો રૂપી ક્યારા દ્વારા અતિશય વૃદ્ધિને (મોટાઈને) પામેલા એટલે કે ફાલ્યાફલ્યા થયેલા એવા ચિત્તમાં ઉઠેલા વિકારો-વાસનાદિ રૂપ વિષનાં વૃક્ષો તેની અંદર આવનારાને અતુચ્છ (અતિશય ઘણી) મૂછ આપે છે. સારાંશ એમ છે કે – અનાદિકાલથી નિશ્ચયદૃષ્ટિએ આ આત્મા શુદ્ધ છે. તથા શુદ્ધ આત્મસ્વરૂપથી યુક્ત છે. એટલે કે પરભાવની રમણતા રૂપ અભોગ્યભાવને ભોગવવા માટે અયોગ્ય છે ચેતના જેની એવા આત્માઓને પણ (એટલે કે શુદ્ધ આત્માને પણ) આ વિકારો રૂપી વિષવૃક્ષો વિષયોમાં આસક્ત એવી સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયો રૂપી ક્યારાઓ વડે વૃદ્ધિ પામ્યાં છતાં મહામોહને કરે છે, મોહાધતા લાવે છે. મૂચ્છ ઉત્પન્ન કરે છે. આ વિકારો ઈન્દ્રિયો દ્વારા જીવને મૂર્ષિત કરે છે.
આ ઈન્દ્રિયો રૂપી ક્યારા કેવા છે? તૃષ્ણા રૂપી જલથી ભરપૂર ભરેલા. અર્થાત્ લોભની અધિકતા, લોભરૂપી તરંગો, લાલસા, વસ્તુ પ્રાપ્ત કરવાની અતિશય ભૂખ, તે રૂપી
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૧ ૨ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર જલથી ભરપૂર ભરેલા એવા ક્યારા તુલ્ય આ ઈન્દ્રિયો છે. અર્થાત્ ક્યારા જેમ પાણીથી ભરપૂર ભરેલા હોય છે તેમ ઈન્દ્રિયો લોભની અપરિમિત વૃદ્ધિથી ભરેલી છે. તે કારણથી તૃષ્ણાથી પ્રેરાયેલી આ પાંચે ઈન્દ્રિયો જીવને વિષયોમાં જ આસક્ત કરીને વિષયોને ભોગવવા તરફ જ સતત દોડાવે છે. તૃષ્ણાનું અનંતપણું નીચે પ્રમાણે શાસ્ત્રમાં કહેલું છે -
કદાચ સોના અને રૂપાના કૈલાસ પર્વતતુલ્ય અસંખ્યાતા પર્વતો થઈ જાય તો પણ લોભી મનુષ્યને તે કંઈ નથી એમ જ દેખાય છે. કારણ કે ઈચ્છા (લોભ-તૃષ્ણા) આકાશની સમાન અનંતી છે. (ઉત્તરાધ્યયન સૂત્ર-૯-૪૮)
અનંતીવાર સર્વે જીવો વડે ભોગવી ભોગવીને જે વમન કરાયેલા છે, ધીરપુરુષો વડે જે દૂરથી જ ત્યજાયા છે તેવા જગતની એંઠતુલ્ય ભોગો ભોગવવાને તૃષ્ણાથી ભરેલો જીવ ઈચ્છે છે. |.
તૃષ્ણાથી આકુળ-વ્યાકુલ અને અતિશય ભોગાસક્ત એવા જીવને જ ભોગો રમણીય લાગે છે અને તે તૃષ્ણાનો અનાદિકાલથી અભ્યાસ છે માટે જ વૃદ્ધિ પામે છે. વિષયોની પ્રાપ્તિ થવાથી ઈન્જનથી જેમ આગ વધે તેમ તૃષ્ણા વધે છે. આ કારણે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો યોગ્ય છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે માટે પાંચે ઈન્દ્રિયોને તે તે વિષયોથી દૂર રાખવી એ જ કલ્યાણકારી માર્ગ છે. ગમે તેટલા ભોગો આ જીવ ભોગવે તો પણ ઈન્દ્રિયો ક્યારેય તૃપ્ત થવાની નથી. વળી આ ભોગો અનંત જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને મુકાયેલા છે. એટલે જગતની એંઠતુલ્ય છે. માટે જ સંતપુરુષો રાજપાટ છોડીને સાધુ થાય છે. ગામ છોડીને અરણ્યવાસ સ્વીકારે છે. લોકસંપર્ક છોડીને નિર્જન વનમાં વસે છે. માટે ઈન્દ્રિયોને વિષયોથી દૂર જ રાખવી હિતાવહ છે. રા.
सरित्सहस्रदुष्पूर-समुद्रोदरसोदरः । तृप्तिमान्नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ॥३॥
ગાથાર્થ - હજારો નદીઓથી પણ દુઃખે દુઃખે પૂરાય તેવા અર્થાત્ ન પૂરાય તેવા સમુદ્રના મધ્ય ભાગ સરખો આ પાંચે ઈન્દ્રિયોનો સમૂહ છે. તે ક્યારેય તૃપ્તિમાન થવાનો નથી. માટે હે ભવ્ય જીવ ! તું આત્માની અંદર રહેલા પોતાના ગુણાત્મક સ્વરૂપ વડે તૃપ્ત થા. ||all
ટીકા :- “રત્નતિ"- ભવ્ય ! દ્રિયગ્રામ: તૃપ્તિમાન ર, લાપ न तृप्तिं लभते । यतः "अभुक्तेषु ईहा, भुज्यमानेषु मग्नता, भुक्तपूर्वेषु स्मरणम्" इति त्रैकालिकी अशुद्धा प्रवृत्तिः इन्द्रियार्थरक्तस्य । तेन तृप्तिः का ? कथम्भूतः
Page #14
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૩
इन्द्रियग्रामः ? सरित्सहस्त्रदुष्पूरसमुद्रोदरसोदरः" सरितां सहस्त्रं, तेन दुष्पूर्यते समुद्रस्योदरं, तस्य सोदरः सहस्रशः नदीपूरैः दुष्पूर:-अपूर्यमाणः यः समुद्रस्य - जलनिधेः उदरं, तस्य सोदरः-भ्राता, अतः कारणात् पूर्यमाणोऽपि दूष्पूर: इन्द्रियाभिलाषः । स शमसन्तोषेणैव पूर्यते । तदर्थं हितोक्तिः
-
વિવેચન :- હે ભવ્યજીવ ! આ ઈન્દ્રિયોનો સમૂહ તૃપ્તિમાન થાય તેમ નથી. ક્યારેય પણ ઈન્દ્રિયો તૃપ્તિને પામવાની નથી. કારણ કે ન ભોગવેલા ભોગોને (ધનવાનના-રાજાશાહીના અને ચક્રવર્તીના ભોગોને) ભોગવવાની ઈચ્છા રાખે છે. હાલ વર્તમાનકાલમાં જે જે વિષયો મળ્યા છે તેને ભોગવવામાં અત્યન્ત મગ્ન છે. તથા ભૂતકાલમાં ભોગવેલા ભોગોનું વારંવાર હર્ષ અને આનંદપૂર્વક સ્મરણ કર્યા જ કરે છે. તેની પ્રશંસા કરતાં જીવ થાકતો જ નથી. વિના પૂછે ભોગવેલા ભોગોની પ્રશંસા વેરતી ટેપ નિરંતર ચલાવે છે. આમ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા જીવની ત્રણે કાલસંબંધી અશુદ્ધ પ્રવૃત્તિ છે. તેથી તૃપ્તિ કેમ થાય ? અર્થાત્ તૃપ્તિ ક્યારેય થઈ નથી, થતી નથી અને થવાની પણ નથી.
=
આ પાંચે ઈન્દ્રિયોનો સમૂહ કેવો છે ? હજારો નદીઓ વડે પણ ન પૂરી શકાય તેવા સમુદ્રના મધ્યભાગ તુલ્ય છે હજારો હજારો નદીઓનું પૂર રાત-દિવસ જેમાં આવ્યા જ કરે છે, છતાં સમુદ્રનો મધ્યભાગ ક્યારેય પૂરાતો નથી. તેની તુલ્ય અર્થાત્ તેનો જાણે ભાઈ જ હોય એવો આ ઈન્દ્રિયોનો સમૂહ છે. જેમ ઈન્ધનથી આગ ક્યારેય તૃપ્ત ન થાય, જેમ પાણીના પૂરથી સમુદ્ર ક્યારેય તૃપ્ત ન થાય, તેમ ભોગોથી અને વિષયોથી ક્યારેય પણ તૃપ્ત ન થાય તેવો ઈન્દ્રિયોનો સમૂહ છે. આ કારણથી પાંચે ઈન્દ્રિયોની અભિલાષા ગમે તેટલી પૂરો તો પણ પૂર જ રહેવાની છે અર્થાત્ અપૂર્ણ જ રહેવાની છે. માટે શમભાવ અને સંતોષ નામના ગુણ વડે જ આ ઈન્દ્રિયસમૂહ પૂરાય છે. રાગ અને દ્વેષના અભાવ સ્વરૂપ શમભાવ રાખવાથી અને તૃષ્ણાના ત્યાગરૂપ સંતોષગુણ ધારણ કરવાથી જ ઈન્દ્રિયસમૂહ શાન્ત થાય છે. તેના માટે સંતપુરુષોની હિતકારી વાણી આ પ્રમાણે છે
-
भो उत्तम ! अन्तरात्मना - आत्मनः अन्तर्गतेन स्वरूपेण तृप्तो भव । स्वरूपावलम्बनमन्तरेण न तृष्णाक्षयः । अयं हि संसारचक्रक्रोडीभूतपरभावान् आत्मतया मन्यमानः " शरीरमेवात्मा" इति बहिर्भावे कृतात्मबुद्धिः बहिरात्मा सन् अनन्तपुद्गलावर्तकालं मोहावगुण्ठितः पर्यटति । स एव निसर्गाधिगमाभ्यां स्वरूपपररूपविभजनेन "अहं शुद्धः" इति कृतनिश्चयः सम्यग्दर्शनज्ञानचारित्रात्मकमात्मानमात्मत्वेन जानन् रागादीन् परत्वेन निर्धारयन् सम्यग्दृग् अन्तरात्मा उच्यते ।
Page #15
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
स एव सम्यग्दर्शनलाभकाले निर्धारिततत्त्वस्वरूपपूर्णप्राप्तौ परमात्मा परमानन्दमय-सम्पूर्णस्वधर्मप्राग्भावभोगी सिद्धो भवति । तेन मिथ्यात्वमपहाय आत्मस्वरूपभुञ्जनेन उच्छिष्टमलजम्बालोपमान् विषयान् त्यति ।
૨૧૪
હે ઉત્તમ ભવ્યજીવ ! પર એવાં પુદ્ગલ દ્રવ્યો વડે અને તેના વારંવાર ઉપભોગ વડે ઈન્દ્રિયોને અને તેના દ્વારા જીવને ક્યારે પણ તૃપ્તિ થવાની નથી. અનંતકાલ એમાં જ ગયો છે. તું કંઈક સમજ અને અંતરાત્મા વડે તૃપ્ત થા, એટલે કે આત્મામાં રહેલા અનંતગુણાત્મક સ્વ-સ્વરૂપ વડે તું તૃપ્ત થા. સ્વરૂપનું આલંબન લીધા વિના તૃષ્ણાનો ક્ષય ક્યારેય થશે નહીં. સ્વભાવદશાનું આલંબન જ આ જીવની તૃષ્ણાના ક્ષયનો રામબાણ ઈલાજ છે. માટે પરભાવદશાને છોડ અને સ્વભાવદશાનું આલંબન લે.
સમસ્ત સંસારચક્ર-વર્તી જીવોને જેણે પોતાના પક્ષમાં કર્યા છે એવા પરભાવો અર્થાત્ સંસારચક્રમાં રહેલા સર્વજીવોને પોતાની મોહજાલમાં ફસાવનારા એવા જે પરભાવો છે તે પરભાવોને પોતાનું જ સ્વરૂપ છે એમ માનતો આ જીવ “પૌદ્ગલિક શરીરને જ આત્મા” માનતો, “શરીર સારું અને સાજું તો બધું જ સુખ' આમ માનતો. શરીર-ધન-ઘર-પરિવારઅલંકાર-વસ્ત્રાદિ પરપદાર્થોમાં એટલે કે બહિર્ભાવમાં જ કરી છે આત્મબુદ્ધિ (મારાપણાની પરિણતિ) જેણે એવો આ આત્મા બહિરાત્મા થયો છતો મોહથી વીંટળાયેલો અનંત પુદ્ગલ પરાવર્તન કાલ સુધી આ સંસારમાં જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ દુઃખોને પામતો પામતો દુઃખી થઈને રખડે છે, ભટકે છે.
તે જ જીવ નિસર્ગ દ્વારા અથવા અધિગમ દ્વારા સ્વ-સ્વરૂપનો અને પર-સ્વરૂપનો વિભાગ કરવા વડે “હું શુદ્ધ અનંતગુણી આત્મા છું” આવો નિશ્ચય કરે છે. અહીં નિસર્ગ એટલે પૂર્વભવોમાં કરેલી આત્મતત્ત્વની સાધનાના બળથી આ ભવમાં બાહ્ય કોઈ નિમિત્ત કે આલંબન વિના પોતાના આત્મામાં સ્વયં એવો ઉઘાડ થઈ જાય કે શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. હું ચેતનદ્રવ્ય છું, તે વિનાશી છે, હું અવિનાશી છું અને અનંતગુણી છું, તેનું સ્વરૂપ ભિન્ન છે, મારું સ્વરૂપ ભિન્ન છે. આમ સ્વયં દૃષ્ટિ બદલાય તે નિસર્ગ કહેવાય છે અને કોઈ સદ્ગુરુના બોધથી અથવા ઉપકારી પુરુષો કોઈ સમજાવે ત્યારે આ તત્ત્વ સમજાય. આમ કોઈને કોઈ નિમિત્તથી આવું ભેદજ્ઞાન થાય તે અધિગમ કહેવાય છે. માટે નિસર્ગ દ્વારા અથવા અધિગમ દ્વારા સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનો ભેદ કરીને આત્મા એ ભિન્ન દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે. બાકી બધી તો માયા જ છે આવો નિર્ણય કરનારો આ જીવ થાય છે.
આવા પ્રકારનો નિર્ણય કરવાથી “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રવાળો
Page #16
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૫
એવો આત્મા એટલે કે શુદ્ધ ત્રણ ગુણમય જે આત્મા તે જ આત્મા છે (પણ શરીરાદિ જે પુદ્ગલદ્રવ્યો છે તે આત્મા નથી, મેં મોહથી તેને આત્મા માની લીધો છે) આવું જાણતો એવો તે જીવ રાગ-દ્વેષ-વિષયવાસના અને કષાયો આદિને પરભાવ છે, વિભાવદશા છે, અશુદ્ધદશા છે, મારી દશા નથી. કર્મબંધના કારણભૂત દશા છે. આમ સમજીને તે બધા ભાવોનો પરતરીકે અર્થાત્ ભિન્ન તરીકે નિર્ણય કરતો છતો સાચી દૃષ્ટિવાળો બને છે તેને જ અંતરાત્મા કહેવાય છે. આવા પ્રકારના ભેદજ્ઞાનવાળા આત્માને અંતરાત્મા કહેવાય છે.
આ જ આત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કાલે જે શુદ્ધ, અનંતગુણમય, નિરંજન, નિરાકાર એવા આત્મતત્ત્વના સ્વરૂપનો નિશ્ચય કરેલો હતો અર્થાત્ પુદ્ગલથી આત્મતત્ત્વ સર્વથા ભિન્ન દ્રવ્ય છે અને તે શુદ્ધ કંચનમય છે આવું જે શ્રદ્ધાથી જાણેલું હતું તે શ્રદ્ધાથી જાણેલા અને નિર્ણીત કરેલા આત્મતત્ત્વના સ્વરૂપથી ક્રમશઃ સાધના-આરાધના કરતાં કરતાં તે શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કર્યે છતે પરમાત્મા બને છે. જે બહિરાત્મા હતો તે જ અન્તરાત્મા થવા દ્વારા કાલાન્તરે શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરવાથી પરમાત્મા થાય છે. અને તેરમુંચૌદમું ગુણસ્થાનક પસાર કરી સર્વ કર્મોનો ક્ષય કરી “પરમ આનંદમય સંપૂર્ણપણે સ્વધર્મના (આત્મસ્વરૂપના) આવિર્ભાવનો ભોક્તા બનીને સિદ્ધ થાય છે.
આ કારણથી આવી આત્મવિકાસની પંક્તિમાં ચઢવા માટે જ મહાત્મા પુરુષો પ્રથમ મિથ્યાત્વદશાનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપનો અનુભવ કરવા વડે જગતની એંઠતુલ્ય મલીન અને કાદવ-કીચડતુલ્ય એવા પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરે છે. તેથી વિષયો ત્યજવા જેવા છે.
सल्लं कामा विसं कामा, कामा आसीविसोपमा । જામે પત્થમાળા, અજામા નંતિ ારૂં ?-રૂા
(ઉત્તરાધ્યયન સૂત્ર-૯-૫૩)
विसयविसं हालाहलं, विसयविसं उक्कडं पीयंताणं । विसयविसयाइन्नं पिव, विसयविसविसूइया होई ॥
कामभोगग्रहो दुष्टः, कालकूटविषोपमः । तद्व्यामोहनिवृत्त्यर्थमात्मभावोऽमृतोपमः ॥ अतः आत्मानुभवने तृप्तिं कुरु ॥३॥
(ઉપદેશમાલા ગાથા-૨૧૩)
Page #17
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૨૧૬
ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ઈન્દ્રિયોના વિષયભોગો શલ્યરૂપ છે, વિષતુલ્ય છે. આશીવિષ સર્પના વિષતુલ્ય છે. ભોગોની પ્રાર્થના કરનારા જીવો ભાગો પ્રાપ્ત થયા વિના જ લાલસામાત્રથી દુર્ગતિમાં જાય છે.
વિષયોરૂપી વિષ આત્માના નિર્મલ અને શુદ્ધ તાત્ત્વિક જીવનનો નાશ કરનાર હોવાથી હાલાહલ વિષતુલ્ય છે. વિષયરૂપી વિષનું ઉત્કટપણે પાન કરનારા લોકોને વિષયોરૂપી વિષથી જાણે ખેંચાઈને આવેલ હોય તેમ વિષયવિષની વિશુચિકા (અજીર્ણ-અપચો-ઝાડા-ઉલટી થવી ઈત્યાદિ રૂપ દુર્દશા કરે છે.
કામભોગ એ દુષ્ટ ગ્રહ છે. કામભોગ એ કાલકુટ વિષતુલ્ય છે. તે કામભોગમાં થયેલ સુખનો જે ભ્રમ છે તે ભ્રમ દૂર કરવા માટે આત્મતત્ત્વનો અનુભવ મેળવવો એ જ અમૃત સમાન છે.
આ કારણથી આત્મદશાની સ્વરૂપ-રમણતામાં જ હે જીવ! તું તૃપ્તિ કર ! પુદ્ગલ સુખમાં કરાતી તૃપ્તિ તે બ્રાન્તતૃપ્તિ છે અને અનંત સંસારમાં રખડાવનાર છે. III
आत्मानां विषयैः पाशैः, भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किङ्कराः ॥४॥
ગાથાર્થ:- ભવવાસથી વિમુખ એવા આત્માને મોહરાજાના સેવકતુલ્ય એવી ઈન્દ્રિયો વિષયરૂપી પાશ વડે બાંધે છે. જો
ટીકા :- “માત્માનતિ” ભવ: સંસાર:, તસ્ય વાણી-નિવાસ:, તત્ર પરીક્ષg:निवृत्तः उद्विग्नः, तमात्मानमिन्द्रियाणि निबध्नन्ति । भववासदृढं कुर्वन्ति, कैः ? विषयपाशैः = विषया एव पाशाः तैः, एते मोहराजस्य किंकरा:-परिवारभूताः उपमितौ मोहसुतः जगद्व्यामोहकृत् रागकेशरी तत्प्रधानो विषयाभिलाषः इति भवमूलविषयपरित्यागो हिताय ॥४॥
વિવેચન - ભવ એટલે સંસાર, તેમાં વસવાટ કરવો તે ભવવાસ, તે બાબતમાં પરાઠુખ અર્થાત્ નિવૃત્તિભાવવાળો એટલે કે ઉગી બનેલો એવો આ આત્મા છે. સારાંશ કે સંસારના દુઃખોને અને જન્મ-જરા-મરણાદિ દુઃખોને આ દુઃખો જ છે આમ જાણીને તથા મહાત્મા-પુરુષોની હિતકારી ધર્મવાળી સાંભળીને સંસારમાં કરાતા વસવાટથી પરાઠુખ બનેલા અને સંસારથી ઉદ્વેગ પામેલા એવા પણ આ આત્માને ઈન્દ્રિયો સંસારમાં બાંધી કાઢે છે, જકડી રાખે છે. ભવના વસવાટમાંથી છટકવાને ઈચ્છતા આ જીવને ઈન્દ્રિયો તે જીવના
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૭ ભવવાસને અતિશય દઢ કરે છે, મજબૂત કરે છે. જીવ ભવવાસમાંથી જરા પણ છટકી ન શકે તેવો મજબૂત ભવવાસ ઈન્દ્રિયો બનાવે છે.
પ્રશ્ન :- આ ઈન્દ્રિયો જીવના ભવવાસને કોના વડે બાંધે છે ? કયા સાધન વડે ઈન્દ્રિયો ભવવાસને અતિશય દઢ કરે છે ?
ઉત્તર :- શૂલપણે પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો અને ઉત્તરભેદ રૂપે ત્રેવીસ વિષયો રૂપી જે પાશ (જાળ-રજુ), તેના વડે જીવના ભવવાસને મજબૂત બંધનથી બાંધે છે. જેમ જાળમાં ફસાયેલ પ્રાણી છટકી ન શકે, દોરડાથી બંધાયેલો માણસ બંધનમાંથી છટકી ન શકે તેમ મોહરાજાના કિંકરભૂત (જાણે મોહરાજાનો જ નાનો-મોટો પરિવાર હોય) એવા આ વિષયો છે. તે વિષયો રૂપી રજુ દ્વારા ઈન્દ્રિયો આ જીવનો ભવવાસ અતિશય દેઢ કરે છે. મજબૂત બનાવે છે. અહીં વિષયોને પાશની ઉપમા આપી છે તથા આ વિષયો મોહરાજાના સેવકો છે. મોહરાજાના પરિવાર સ્વરૂપ છે એમ પણ કહ્યું છે. પરંતુ ઉપમિતિભવપ્રપંચમાં આ પાંચે વિષયોને એટલે કે વિષયાભિલાષને મોહરાજાના પુત્ર એવા રાગકેશરીના મંત્રી તરીકે કહ્યો છે. સમસ્ત જગતને ભ્રાન્ત કરનાર વ્યામોહ ઉત્પન્ન કરનાર રાગકેશરી છે (રાગદશા રૂપી કેશરીસિંહ છે.) જેમ કેશરીસિંહ સામાન્યથી સર્વ પશુઓનો નાશ કરે છે તેમ રાગદશા સંસારી જીવોને મોહમાં પાડીને તત્ત્વભૂત જીવનથી નષ્ટ કરે છે માટે જ રાગને કેશરીસિંહની ઉપમા આપી છે. તે રાગકેશરી મોહરાજાનો પુત્ર છે અને તેનો પ્રધાનમંત્રી એવો વિષયાભિલાસ છે. માટે તે રાગ સમસ્ત જીવોને વ્યામોહ કરનાર છે.
આ રીતે મોહરાજાના કિંકરતુલ્ય ઈન્દ્રિયો વિષયો રૂપી પાશ દ્વારા આ જીવનો ભવવાસ મજબૂત કરે છે. મૂલશ્લોકમાં ઈન્દ્રિયોને મોહરાજાના કિંકરતુલ્ય કહી છે અને ટીકાકારશ્રીએ તે = આ વિષયો રૂપી પાશ મોહરાજાના કિંકરભૂત કહેલ છે. પરંતુ ઈન્દ્રિયો અભ્યત્તર સાધન છે અને વિષયો બાહ્ય સાધન છે. આ બન્નેનો કથંચિત્ અભેદ કરવાથી બને મોહરાજાના કિંકર જ છે. આ બન્નેની પાછળ જીવમાં રહેલો વિષયો સેવવાનો જે અભિલાષ છે તે જ પ્રધાનકારણ છે. તેથી તેને ઉપમિતિભવપ્રપંચમાં મોહસુતના મત્રીની ઉપમા આપી છે.
આ રીતે વિષયો, વિષયાભિલાષ, વિષયસેવનનો રાગ આ સઘળુંય ભવનું મૂલ છે. સંસારપરિભ્રમણનું મૂલ છે. તેથી ઉત્તમ આત્માએ પોતાના હિત-કલ્યાણ માટે ભવના મૂલભૂત એવો આ વિષયાભિલાષ ત્યજી દેવો જોઈએ. જો
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર गिरिमृत्स्नां धनं पश्यन्, धावतीन्द्रियमोहितः । अनादिनिधनं ज्ञानं, धनं पार्श्वे न पश्यति ॥५॥
ગાથાર્થ :- ઈન્દ્રિયોથી મોહબ્ધ બનેલો જીવ પર્વતની માટીને (સોના-રૂપાને) ધન છે આમ દેખતો દોડે છે પણ અનાદિ અનંતકાળથી જ્ઞાનરૂપી ધન પોતાની પાસે છે. તેને દેખતો નથી. પી.
ટીકા :- “જિરિમૃત્નામિતિ” મૂઢ: ગિરિમૃત્નાં-મૂળરકૃત્તિવ સ્વાાિં થન पश्यन् इन्द्रियमोहितः-विषयासक्तः धावति-इतस्ततः परिभ्रमति । ज्ञानं धनं पार्श्वेसमीपे न पश्यति, तदात्मा स्वलक्षणभूतं तत्त्वावबोधरूपं ज्ञानं धनं न पश्यतिनावलोकयति, कथम्भूतं ज्ञानं ? अनादिनिधनं = अनादि-आदिरहितं सत्तया, अनिधनमन्तरहितं सत्ता-विश्रान्तिरूपम् । उक्तञ्च
केवलनाणमणंतं, जीवरूवं तयं निरावरणं । નોનો પણ વિર્દ નિવ્રુનો (વિંશતિવિશિંકા - શ્લોક-૧૮-૧)
વિવેચન :- સોનું-રૂપું-હીરા-માણેક-પના ઈત્યાદિ કિંમતી ધાતુઓ પર્વતની ખાણોમાં થાય છે. કોઈ કોઈ રત્નો પણ ત્યાં જ થાય છે. આ બધા પૃથ્વીકાયજીવોનાં શરીરો છે. કઠીન વસ્તુને પૃથ્વીકાય કહેવાય છે. માટી, પત્થર, કાંકરા, રેતી પણ પૃથ્વીકાય જીવોનાં જ શરીરો છે. તેથી ઉપરોક્ત સર્વે વસ્તુ પર્વતનું જ અંગ હોવાથી પર્વતની માટી જ કહેવાય છે. મોહમાં મૂઢ બનેલો આ સંસારી જીવ રિમૃત્ન = પર્વતની માટીને એટલે કે સોના-રૂપાને તથા હીરા-માણેક-રત્ન આદિને ધન છે આમ સમજતો છતો ઈન્દ્રિયોના વિષયોના સુખમાં મસ્ત બન્યો છતો તેને લેવા માટે અને મેળવેલી તે માટીનું ગોપન-સંરક્ષણ કરવા માટે અહીં તહીં ભટકે છે. કારણ કે તેનાથી ધન ઉપાર્જન કરી શકાય છે અને તેનાથી મેળવેલા ધન દ્વારા પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખનાં સાધનો મેળવી શકાય છે અને તેના દ્વારા આ જીવ ભોગ સુખો માણીને પોતાના જીવનની સફળતા માની લે છે. “આ પરદ્રવ્ય છે, મારું દ્રવ્ય નથી. મારી સાથે આવ્યું નથી અને મારી સાથે આવવાનું નથી. મોહ અને વિકાર કરાવવા દ્વારા કર્મબંધનું જ સાધન છે.” આમ આ જીવ સમજતો નથી અને જડ વસ્તુને ધન માનીને તેની જ અતિશય પ્રીતિ કરીને તેની પાછળ જ દોડે છે.
પોતાના ગુણાત્મક એવા જ્ઞાનધર્મને આ જીવ દેખતો જ નથી. આ જ્ઞાનધન આત્માનો ગુણ હોવાથી આત્માની પાસે જ છે. ભવાન્તરમાં મેળવેલું બીજા ભવમાં સાથે પણ આવી શકે છે. ત્રણ જ્ઞાન સાથે પરમાત્મા દેવલોકથી મનુષ્યભવમાં આવે છે તથા કેવલજ્ઞાનરૂપી પ્રગટ થયેલું જ્ઞાનધન કોઈપણ કાલે નાશ પામતું નથી. ચિદાનંદ સ્વભાવ રૂપ સ્વભાવસુખનું
Page #20
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૯ તે કારણ છે તે આ જીવને સમજાતું નથી. તાત્મા = મોહાલ્વ એવો આ આત્મા પોતાના સ્વરૂપભૂત તત્ત્વના અવબોધાત્મક જ્ઞાનધનને આ અખૂટ ધન છે એમ જરા પણ દેખતો નથી. મોહના ઉદયની પરવશતાથી જીવની આ દશા છે. જીવનમાં રહેલું જ્ઞાનધન કેવું છે? અનાદિ-અનંત છે. અર્થાત્ આદિ અને અંત વિનાનું છે. કારણ કે સત્તાથી અનાદિકાલથી આત્મામાં છે જ અને અપ્રગટભાવે કે પ્રગટભાવે પણ આત્મામાં સદાકાલ વિશ્રાન્તિવાળું અર્થાત્ રહેવાવાળું જ છે. ક્યાંય ચાલ્યું જવાનું નથી. આ જીવ નાશ ન પામે એવા ધનને ધન સમજતો નથી અને નાશ પામે તેવા ધનને ધન માનીને તેની પાછળ દોડે છે છતાં તે જ્યારે ચાલ્યું જાય છે ત્યારે તે નાશવંત ધન આ આત્માને રડાવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
કેવલજ્ઞાન અનંત છે. જીવનું સ્વ-સ્વરૂપ છે. સદાકાલ નિરાવરણ રહે છે. લોક અને અલોકને જાણનારું છે તેનો એક જ પ્રકાર છે. બે-ચાર ભેદો નથી અને નિત્ય ઉદ્યોતવાળું છે. આવા પ્રકારનું જ્ઞાન એ જ જીવનું સાચું ધન છે.
सिद्धत्वेन अविनश्वरत्वात् निगोदावस्थां यावत् ज्ञानमत्यन्तावरोधमहामोहोदयेऽपि सत्तागतं सम्यग्दृष्टिदेशविरतसर्वविरतानां साध्यभूतं निर्विकल्पकसमाधिः शुक्लध्यानस्य फलरूपमर्हत्सिद्धानां परमं स्वरूपं केवलज्ञानं धनं स्वीयं सहजं विस्मृत्यौपाधिकारोपित-मृदुपलरूपे धने मुह्यन्ति मूढाः ॥५॥
આ આત્મા જ્યારે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યારે સિદ્ધાવસ્થામાં અનંતકાલ સુધી કેવલજ્ઞાન અવિનશ્વર હોવાથી અનંત છે. તથા અનાદિકાલથી આ જીવ નિગોદાવસ્થામાં હતો ત્યારથી જ જ્ઞાન ઉપરનો અત્યન્ત અવરોધ કરે તેવો મહા મોહનીયકર્મનો તીવ્ર ઉદય હોવાથી અને તેની સાથે જ્ઞાનાવરણીયકર્મનો પણ તેવા તેવા ભવના કારણે તીવ્ર ઉદય હોવા છતાં પણ સત્તામાં તે કેવલજ્ઞાન યાવકાલથી રહેલું છે માટે અનાદિ છે.
સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર જીવોને સત્તામાં કેવલજ્ઞાન હોવા છતાં પણ આવિર્ભાવ કરવા રૂપે સાધ્યભૂત છે. (એકત્વવિતર્ક અવિચાર) એવા શુક્લધ્યાનના ફળસ્વરૂપ આ કેવલજ્ઞાન નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે. તથા અરિહંત અને સિદ્ધ પરમાત્માઓના પરમ સ્વરૂપાત્મક એવું આ કેવલજ્ઞાન છે. આવા પ્રકારની કોટિવાળું (રીતભાતવાળું) આ કેવલજ્ઞાનાત્મક ધન પોતાનું છે. સ્વાભાવિક છે, છતાં તેને ભૂલીને મૂઢ (મોહાધ) જીવો પાધિક અને આરોપિત એવા માટી સ્વરૂપ અને પત્થરસ્વરૂપ ધનમાં મોહબ્ધ બને છે. હીરામાણેક-સોનું અને રૂપું ઈત્યાદિ સાંસારિક ધનને મેળવવામાં પણ અનેક ઉપાધિઓ, મેળવેલાને સાચવવામાં પણ અનેક ઉપાધિઓ અને છતાં ચાલ્યું જાય ત્યારે દુઃખાતિદુઃખ આપનારું છે. માટે તે ધનને ઔપાધિક કહ્યું છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર વળી મોહના ઉદયથી તેમાં સુખબુદ્ધિ થઈ છે. વાસ્તવિકપણે તો તે પરપદાર્થ હોવાથી જીવનું છે જ નહીં. મનથી માની લેવામાં આવ્યું છે માટે આરોપિત છે. તથા પર્વતની ખાણોમાંથી નીકળે છે માટે પર્વતની માટીરૂપ જ છે તથા પર્વતના કાંકરાતુલ્ય જ છે. આમ જ્ઞાની મહાપુરુષો કહે છે. મૂઢ માણસો તેને મહામોહના ઉદયથી ધન માને છે અને પાસે રહેલા પોતાના સ્વરૂપાત્મક અને સ્વાધીન એવા જ્ઞાનધનને ધન નથી સમજતા. આ મહોદયની પ્રબળતા છે. પો
પુર:પુર:રઝૂMIT-મૃગતૃષ્ણાનુઋરિપુ ! इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥६॥
ગાથાર્થ - જડ પુરુષો (મોહાલ્વ જીવો) જ્ઞાનરૂપી અમૃતને ત્યજીને આગળ આગળ વધતી છે તૃષ્ણા જેમાં એવા ઝાંઝવાના જલની તુલ્ય ઈન્દ્રિયોના વિષયોમાં દોડે છે. Ill
ટીકા :- “પુર:પુર રૂત્તિ”-નડા: મૂ: ચાતાવતુર્વરૂપોપત્નદિત જ્ઞાનામૃત જ્ઞાનં-વો:, તવ અમૃતમવિનાશિપ હેતુત્વ, તત્ (ત્યત્વે ત્યવસ્વી ક્રિયા થૈષरूपरसगन्धस्पर्शशब्दलक्षणेषु धावन्ति-भोगाभिलाषिणः आतुरा भवन्ति । तदर्थं यत्नः, तदर्थं दम्भविकल्पकल्पना, तदर्थं कृष्यादिकर्म करोति । कथम्भूतेषु इन्द्रियार्थेषु ? पुरःपुरःस्फुरत्तृष्णा-मृगतृष्णानुकारिषु-अग्रे स्फुरन्ती या तृष्णा-भोगपिपासा तया, मृगतृष्णा-जलभ्रान्तिः, तदनुकारिषु-तत्सदृशेषु, यथा मृगतृष्णाजलं न पिपासाऽपहं, भ्रान्तिरेव, एवमिन्द्रियभोगाः न सुखं सुखभ्रान्तिरेव तत्त्वविकलानाम् ॥६॥
વિવેચન :- પાંચે ઈન્દ્રિયોના વિષયો એવા છે કે જેમ જેમ વિષયની પ્રાપ્તિ થાય છે તેમ તેમ તે તે વિષયની તૃષ્ણા વધે છે. ક્યારેક પ્રાપ્ત વિષયથી મોહબ્ધ જીવને આનંદ થાય તો પણ અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિ માટેની મહેચ્છાથી જીવ સદા અતૃપ્ત જ રહે છે અને અંદરથી દુઃખી દુઃખી જ રહે છે. અપ્રાપ્ત વિષયની આગ જલતી જ રહે છે. સો મળે ત્યારે હજારની ઈચ્છા અને હજાર મળે ત્યારે દસ હજારની ઈચ્છા અને દસ હજાર મળે ત્યારે લાખની તમન્ના. એમ આ તૃષ્ણા આગળ આગળ વધતી જ જાય છે. કારણ કે ઈચ્છા (આશા) આકાશની સમાન અનંતી છે. માટે જ આ તૃષ્ણા ઝાંઝવાના જલની તુલ્ય છે. જેમ જેમ આગળ જાઓ તેમ તેમ ઝાંઝવાનું જલ આગળ આગળ જ વધતું જાય તેવી રીતે તૃષ્ણા પણ આગળ આગળ વધતી જ જાય છે. ક્યારેય ઈચ્છાઓ પૂરાય નહીં તેવા વિષયો છે.
જડ પુરુષો એટલે મૂર્ખ મનુષ્યો અર્થાત્ અનેકાન્તરૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુસ્વરૂપ છે તેવા પ્રકારના બોધ વિનાના જીવો જ્ઞાનરૂપી અમૃતને ત્યજીને ઉપર કહેલા મિથ્થા સુખભ્રમ કરાવનારા પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં દોડે છે. નવતત્ત્વો અને છ દ્રવ્યોનું
Page #22
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૨૧
નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, સામાન્યવિશેષ ઈત્યાદિ જે સમ્યજ્ઞાન છે તે જ યથાર્થભાવે ધારણ કરવામાં આવે તો અવિનાશિ એવું જે સ્થાન (મુક્તિપદ) છે તેનું તે જ્ઞાન કારણ બનતું હોવાથી જ્ઞાનને જ “અમૃત” કહેવાય છે. તેને ત્યજીને મોહાન્ય જીવો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ વિષયોમાં ભોગના અતિશય અભિલાષી થયા છતા તે વિષયો પ્રાપ્ત કરવા માટે અધીરા થઈને દોડે છે.
તે વિષયો મેળવવા માટે મોહાન્ય જીવો રાત-દિવસ સખત પ્રયત્ન કરે છે. તે માટે દંભ અને સંકલ્પ વિકલ્પોની કલ્પના પણ કરે છે. તે માટે (અનેક જીવોની હિંસા હોવા છતાં) ખેતી આદિ કાર્યો પણ કરે છે. તથા સમુદ્રગમન, ક્ષુધા-તૃષા-વેદન, રાત્રિજાગરણ આદિ અનેક અકલ્પ્ય મુશ્કેલીઓ સહન કરે છે. પરંતુ ઈન્દ્રિયોના આ વિષયો આગળ આગળ વધતી તૃષ્ણાવાળા ઝાંઝવાના જળની તુલ્ય છે. જેમ તે ઝાંઝવાનું જલ આગળ આગળ દેખાય, પણ ક્યારેય પ્રાપ્ત ન થાય તથા પિપાસાનો છેદ કરનાર ન બને, તૃષા મટાડે નહીં “જલ છે” આવી ભ્રાન્તિ જ માત્ર રહે એ જ પ્રમાણે ઈન્દ્રિયોના ભોગો પણ સુખ નથી, દુ:ખ જ છે. ફક્ત તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખની ભ્રાન્તિ માત્ર જ કરાવનાર બને છે. તત્ત્વવિકલ જીવો ત્યાં સુખ માનીને ભ્રાન્ત થયા છતા તેની પાછળ દોડે છે.
ખસના રોગીને ઉપડેલી ખણજ ખણવાથી આનંદ થાય, પણ ખણજ તે આનંદનું સાધન નથી. ખસનો રોગ વધારનાર છે તેમ આ વિષયો પણ તેવા જ છે. પરંતુ સાચું તત્ત્વ જે જીવો પામ્યા નથી તેવા તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખબુદ્ધિ થાય છે તેથી જ તેઓ તેમાં ફસાયા છે. ॥૬॥
पतङ्गभृङ्गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् ।
एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥७॥
ગાથાર્થ :- પતંગીયું, ભ્રમર, મસ્ત્ય, હાથી અને હરણ આ પાંચે પ્રાણીઓ એક એક ઈન્દ્રિયના દોષથી જો દુર્દશાને પામે છે તો તે દુષ્ટ પાંચે ઈન્દ્રિયોના દોષો વડે કયું દુઃખ ન આવે ? અર્થાત્ સમસ્ત દુઃખો તેનાથી આવે છે. IIણા
ટીકા :- “પતઽમૃમીનેતિ''-રૂપાસવત: પત, રસાસતો મીન:, ન્યાસવતો ભૃઙ્ગ:-ભ્રમર:, સ્પર્શાસન્ત: રૂમ:-મન:, શાસક્ત: માર્ક:-મૂળ:, एकैकेन्द्रियदोषात् दुर्दशां - दुष्टां दीनां दशामवस्थां यान्ति तदा तैः पञ्चभिः दुष्टैः किं न इति ? किं दुःखं न भवति ? भवत्येव । अत एव महाचक्रधरा वासुदेवाः मण्डलिकादयः कण्डरीकादयश्च विषयव्यामोहितचेतना नरके दीनावस्थां प्राप्ताः । किं बहुना ? मा कुरुध्वं विषयविषसङ्गमम् ॥७॥
Page #23
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
વિવેચન :- એક એક ઈન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલા જીવો પણ જો દુઃખ જ પામે છે તો પાંચે ઈન્દ્રિયોમાં જે આસક્ત બને છે. તે જીવનું શું થાય ? અર્થાત્ તે જીવ ઘણાં જ દુઃખો પામે. આ વિષય સમજાવવા ગ્રંથકારશ્રી કહે છે કે -
૨૨૨
પતંગીયું દીવાની જ્યોતમાં એટલે રૂપમાં આસક્ત થયું છતું ઉપર નીચે ઉડતું ઉડતું છેવટ દીવામાં જ બળી મરે છે. માછલું તેને પકડવા માટે મચ્છીમારે નાખેલી જાળમાં રાખેલા માંસના રસાસ્વાદમાં આસક્ત થયું છતું તે જાળમાં જ ફસાય છે અને મચ્છીમાર દ્વારા હણાય છે. ભમરો ગંધમાં આસક્ત થયો છતો કમલમાં ઉંડો ઉંડો પ્રવેશે છે અને સૂર્ય આથમતાં કમલ મીંચાતાં મુંઝાઈને મૃત્યુ પામે છે. હાથી સ્પર્શનેન્દ્રિયમાં આસક્ત થયો છતો પકડાય છે. હાથીને કબજે કરવા લાંબો-પહોળો અને ઉંડો ખાડો કરવામાં આવે છે અને તેમાં બનાવટી હાથણીને રાખવામાં આવે છે. તેના ઉપરના સ્પર્શસુખની આસક્તિથી હાથી ખાડામાં પડે છે. બહાર નીકળવાની જગ્યા ન રહેતાં તે હાથી પકડનારાના હાથમાં ફસાય છે.
સારંગ એટલે હરણ, શબ્દમાં આસક્ત થયું છતું મૃત્યુ પામે છે. વાંસળી આદિ વાજીંત્રોના શબ્દો સાંભળવામાં એકલીન બનેલું હરણ પાછળ છુપાઈને ઉભેલા પુરુષથી બાણ વડે મરાય છે. આમ આ પાંચે પ્રાણીઓ ફક્ત એક એક ઈન્દ્રિયના વિષયસુખમાં જ આસક્ત બનેલા છે. પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત બન્યા નથી, તો પણ માત્ર એક જ ઈન્દ્રિયના વિષયાસક્તિના દોષથી દુર્દશાને પામ્યા છે. દુર્દશા એટલે દુષ્ટ દશા (દુષ્ટ અવસ્થા) અથવા દીન (લાચાર) દશાને પામ્યા છે. તો પછી દુષ્ટ એવી તે પાંચે ઈન્દ્રિયો (ની આસક્તિ) વડે શું ન થાય ? કયું દુ:ખ ન આવે ? અર્થાત્ સર્વ દુઃખ આવે જ.
આ કારણથી મહાન ચક્રવર્તી રાજાઓ, વાસુદેવો, મંડલિક રાજાઓ (દેવિશેષના ખંડીયા રાજાઓ) તથા કંડરીકાદિ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં વ્યામોહિત ચેતનાવાળા થયા છતા નરકગતિમાં જઈને દીન-દયાપાત્ર-લાચાર અવસ્થાને પામ્યા છે. માટે ઘણું શું કહીએ ? હે ભવ્યજીવો ! આ વિષયોરૂપી વિષનો સંગમ તમે ન કરો. IIII
विवेकद्विपहर्यक्षैः, समाधिधनतस्करैः ।
इन्द्रियैर्न जितो योऽसौ, धीराणां धुरि गण्यते ॥८॥
ગાથાર્થ :- વિવેકરૂપી હાથીનો નાશ કરવામાં સિંહતુલ્ય અને સમાધિ રૂપી આત્મધન લુંટવામાં ચોરની તુલ્ય એવી પાંચ ઈન્દ્રિયો વડે જે નથી જિતાયો તે પુરુષ ધીરુપુરુષોમાં અગ્રેસર ગણાય છે. ટા
ટીકા :- ‘‘વિવેòતિ’’-વિવે: સ્વપવિવેદ્યનમ્, સ વ દ્વિપ:-ઽ:, તક્રિયાને
Page #24
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨ ૨૩ हर्यक्षतुल्यैः-सिंहोपमैः, समाधिः स्वरूपानुभवलीलाविश्रान्तिः स एव धनं-सर्वस्वम्, तद्धरणे तस्करास्तैः, एवमिन्द्रियैः यः असौ पुरुषः नमि-गजसुकुमालादिसदृशः न जितः-इन्द्रियाधीनो न जातः, स पुरुषः धीराणां धुरि-आदौ गण्यते श्लाघ्यते । उक्तञ्च -
धन्यास्ते ये विरक्ता, गुरुवचनरतास्त्यक्तसंसारभोगाः । योगाभ्यासे विलीना, गिरिवनगहने, यौवनं ये नयन्ति ॥ तेभ्यो धन्या विशिष्टाः, प्रबलवरवधूसङ्गपञ्चाग्नियुक्ताः ।। नैवाक्षौघे प्रसत्ताः, परमनिजरसं तत्त्वभावं श्रयन्ति ॥१॥
વિવેચન :- આ પાંચે ઈન્દ્રિયો સંસારી જીવોને વિષયોમાં આસક્તિ કરાવવા દ્વારા આત્માના ગુણરૂપી ધનનો નાશ કરે છે. ગુણાત્મક ધન લુંટી લે છે. આ વાત બે ઉપમાઓ દ્વારા સમજાવે છે -
(૧) જેમ જંગલમાં ફરતા (દિપ=) હાથીઓને (હર્યક્ષ5) સિંહ મારી નાખે છે. તેમ આ જીવમાં જે કંઈ વિવેકદશા ખીલી હોય છે. તેનો નાશ કરવામાં આ ઈન્દ્રિયો સિંહની તુલ્ય છે. વિવેકદશા એટલે સ્વ-પરનું ભેદજ્ઞાન, શરીર તે હું નથી અને હું તે શરીર નથી પુગલ એ મારું દ્રવ્ય નથી, હું પૌદ્ગલિક પદાર્થોથી ન્યારો છું. અનંતગુણી આત્મા એ જ હું છું, શેષ બધું જ પર છે. આ ભવમાં આવીને જ પ્રાપ્ત કર્યું છે અને અહીં જ રહેવાનું છે. આવો વિવેક-ભેદજ્ઞાન જીવને મોક્ષ તરફ લઈ જાય છે. પણ વિષયાસક્તિ આ વિવેકનો (ભેદજ્ઞાનનો) નાશ કરે છે. જેમ સિંહ હાથીનો નાશ કરે છે તેમ ઈન્દ્રિયો વિવેકબુદ્ધિનો નાશ કરે છે. માટે સ્વ-પરવિવેચન રૂપ જે વિવેકબુદ્ધિ છે. તે જ હાથી છે. તેનો વિઘાત કરવામાં ઈન્દ્રિયો હર્યક્ષની તુલ્ય છે અર્થાત્ સિંહની ઉપમાવાળી છે.
(૨) ચોર લોકો જેમ ધન લુંટી લે છે તેમ આ ઈન્દ્રિયો આત્મામાં આવેલી સમાધિ (સમતાગુણ)ને લુંટી લે છે. તેથી સમાધિ રૂપ જે ધન છે તેને હરણ કરવામાં તસ્કરતુલ્ય (ચોર સમાન) આ ઈન્દ્રિયો છે. કારણ કે વિષયોની આસક્તિ આ જીવને આકુલ-વ્યાકુલ કરે છે. તેથી સમતા ચાલી જાય છે. સમાધિ એટલે કે આત્મતત્ત્વનું જે સ્વરૂપ છે તેનો જ અનુભવ કરવામાં એકાકારતા-સ્વભાવદશાની રમણતા, તે જ ધન છે, અર્થાત્ આત્માનું તે જ સાચું સર્વસ્વ છે. તેને ચોરી લેવામાં આ ઈન્દ્રિયો ચોરતુલ્ય છે.
આવા પ્રકારની ઈન્દ્રિયો વડે નમિરાજર્ષિ અને ગજસુકુમાલાદિ તુલ્ય જે પુરુષો નથી જીતાયા, એટલે કે જે પુરુષો ઈન્દ્રિયોને આધીન થયા નથી તે જ પુરુષો ધીરપુરુષોમાં (ધુરિ) અગ્રેસર ગણાય છે. તે જ પુરુષ જિતેન્દ્રિય કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
Page #25
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
“જે પુરુષો વૈરાગી છે, ગુરુના વચનમાં લીન છે. સંસારના ભોગોનો ત્યાગ કરનારા છે. યોગદશાના અભ્યાસમાં લીન છે અને ગહન એવા ગિરિવનમાં (પર્વતોની ગુફાઓમાં) યૌવન પસાર કરે છે. તે પુરુષો ધન્ય છે. કંચન-કામિનીનો ત્યાગ કરનારા છે માટે ધન્ય છે. પરંતુ જે પુરુષો અતિશય રૂપાદિથી પ્રબલતર એવી પત્નીના સ્નેહવાળા છે તથા કામના સાધનભૂત પાંચે વિષયોથી પણ યુક્ત છે. છતાં ઈન્દ્રિયોના વિષય-સમૂહમાં જે આસક્ત બન્યા નથી અને તાત્ત્વિક-ભાવસ્વરૂપ પરમ એવા આત્મતત્ત્વના રસનો જ આશ્રય કરે છે. તેઓ તે ધન્યથી પણ વધારે ધન્ય છે. અર્થાત્ કંચન-કામિનીની સાથે રહેવા છતાં પીગળતા નથી. ઈન્દ્રિયોના વિષયો સામે હાજર હોવા છતાં તેમાં અંજાતા નથી તેવા નમિરાજર્ષિ અને ગજસુકુમાલ જેવા વૈરાગી પુરુષો ધન્યથી પણ વધારે ધન્ય છે.
૨૨૪
अहह पूर्वभवास्वादितसाम्यसुखस्मरणेन प्रणयन्ति अनुत्तरविमानसुखलवसत्तमाः इन्द्रादयो हि विषयस्वादत्यागासमर्थाः लुठन्ति भूपीठे मुनीनां चरणकमलेषु । अतः अनाद्यनेकशः भुक्तविषयाः वारणीयाः । तत्सङ्गोऽपि न विधेयः । न स्मरणीयः पूर्वपरिचयः । प्रतिसमयं दुर्गञ्छनीया एव एते संसारबीजभूताः इन्द्रियविषयाः । अत एव निर्ग्रन्था निर्वर्त्तयन्ति कालं वाचनादिना तत्त्वावलोकनेहादिषु । उक्तञ्च
-
“निम्मलनिक्कलनिस्संगसिद्धसब्भावफासणा कइया" इत्यादि । रुच्या रत्नत्रयीपरिणताः तिष्ठन्ति स्थविरकल्पजिनकल्पेषु, सर्वैरपि भव्यैरेतदेव विधेयम् ॥८॥
સંયમી જીવનમાં મેળવેલું સમતાનું સુખ કેવું છે ? તે સમજાવતાં કહે છે કે અહો ? આશ્ચર્યની વાત છે કે પૂર્વભવમાં આસ્વાદ માણેલા એવા સમતાભાવના (રાગ-દ્વેષ રહિત ત્યાગી જીવનના) સુખનું દેવભવમાં સ્મરણ થવાથી અત્યન્ત સુખવાળા અનુત્તરવિમાનવાસી લવસત્તમ દેવો પણ ખુશ ખુશ થાય છે. ઉપશમશ્રેણિમાં ચઢેલા મનુષ્યોને મોહનો ઉપશમ થવાથી આવેલી જે સમતા, તેનું સુખ ઘણું જ હોય છે. જે માણે તે જ જાણે એવું હોય છે, તેમનું સાત લવ આયુષ્ય જો વધારે હોત તો આવા પ્રકારની આવેલી ઉચ્ચ કોટિની સમતા વડે તે ઉપશમ શ્રેણિવાળા જીવો નીચે ઉતરીને ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જાત એટલી નિર્મળ સમતા હોય છે પણ સાત લવ જેટલું આયુષ્ય ન્યૂન પડવાથી મૃત્યુ પામી અનુત્તવિમાનવાસી દેવ થાય છે. તેને “લવસત્તમ’” દેવ કહેવાય છે. સંયમી જીવનમાં ધન, કંચન, કામિનીના ત્યાગપૂર્વક પ્રાપ્ત કરેલી સમતાનું સુખ આટલું બધુ અદ્ભુત અને અવર્ણનીય છે. કારણ કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સ્વાદ તજવા અસમર્થ છે એવા ઈન્દ્રાદિ દેવો પણ મુનિઓના ચરણકમળમાં ઈન્દ્રિયવિજય અને ભોગોની ત્યાગદશાના કારણે જ આળોટે છે. ભાવથી વંદન-નમસ્કાર કરે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૨૫ આ કારણથી હે ભવ્ય જીવો ! અનાદિ કાળથી એક બે વાર નહીં પણ અનેકવાર જેનો ઉપભોગ કરેલો છે એવા વિષયો તારે અટકાવવા જેવા છે. તેમાં રાજી રાજી થવા જેવું કે તેનો ઉપભોગ કરવા જેવું કંઈ જ નથી, આ તો જગતની એંઠતુલ્ય છે. માટે તેવા વિષયોનો સંગ પણ કરવા જેવો નથી. સંયમ લીધા પહેલાંના કાળમાં અથવા શ્રાવક અવસ્થામાં પણ પૂર્વકાલમાં વિષયોનો કરેલો જે પરિચય-ઉપભોગ છે તે ક્યારેય પણ સંભાળવા જેવો કે સ્મરણ કરવા જેવો નથી. જો સ્મરણ કરશો તો પાછી વિષયભોગની આગ પ્રજ્વલિત થશે, સંસારને વધારનારા અર્થાત્ સંસારના બીજભૂત એવા ઈન્દ્રિયોના આ વિષયભોગો પ્રતિસમયે દૂરથી જ દુર્ગછા કરવા જેવા છે અને વિષયભોગો તરફની દૃષ્ટિ ત્યજીને આત્મતત્ત્વના ચિંતન-મનન રૂપ સ્વાધ્યાયમાં જ દૃષ્ટિને લયલીન કરવા જેવી છે.
આ કારણથી જ નિરૈન્યમુનિઓ વાચના આદિના આદાન-પ્રદાન વડે તત્ત્વનું અવલોકન કરવાની તમન્ના આદિમાં જ પોતાનો અમૂલ્ય સમય પસાર કરે છે. જિનેશ્વર પરમાત્માની વાણી ભણવી અને ભણાવવી. વાચના લેવી અને વાચના આપવી. આવા પ્રકારના જ્ઞાનધ્યાનના વિષયમાં જ એવા મસ્ત રહે છે કે ગત નં ર જ્ઞાત્તિ કેટલો કાળ ગયો તેનો પણ ખ્યાલ ન રહે તેવી મસ્તી માણે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
“કેટલાક ભાવનિગ્રંથ મહામુનિઓ નિર્મલ હોય છે. નિષ્કલ (કજીયા અને કષાય વિનાના) હોય છે. પરદ્રવ્યના સર્વથા સંગ વિનાના હોય છે અને સિદ્ધ થયો છે અર્થાત્ પ્રગટ્યો છે યથાર્થ સાચા આત્મભાવનો સ્પર્શ જેને એવા હોય છે.”
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એમ રત્નત્રયીના ભાવે પરિણામ પામેલા આવા ભાવનિગ્રંથ મુનિઓ હૃદયની અતિશય રુચિપૂર્વક સ્થવિરકલ્પ અને જિનકલ્પવાળા જિનેશ્વરપ્રભુના માર્ગમાં વર્તે છે. જિનેશ્વર પ્રભુ જેવો ઉત્કૃષ્ટ આચાર પાળવો તે જિનકલ્પ અને સ્થવિરોની સાથે રહીને આત્મ-સાધના કરવી તે સ્થવિરકલ્પ. સર્વે પણ ભવ્યજીવોએ આ જ કરવા જેવું છે. પાંચે ઈન્દ્રિયોના વિષયભોગો કાલકુટ વિષતુલ્ય છે. અનંત સંસાર વધારનારા છે. વિષયો પ્રાપ્ત કરવામાં તથા તેનો ઉપભોગ કરવામાં, તથા તેના વિયોગકાલમાં પણ દુઃખ જ આપનારા છે. અનેક પ્રકારના દુઃખોના ઉપભોગવાળી આ વિષયાભિલાષા છે તેથી આત્માર્થી જીવો માટે સાપ-સિંહની જેમ દૂરથી ત્યાજ્ય છે. દા.
સાતમું ઈન્દ્રિયજયાષ્ટક સમાપ્ત કિજ
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
| ૩૫થ અષ્ટમ યાષ્ટિભ્રમ્ |
इन्द्रियजयो हि त्यागाद् वर्द्धते, अतः आत्मनः स्वरूपादन्यत् परभावत्वं त्याज्यम्, तेन त्यागाष्टकं लिख्यतेऽष्टमम् । त्यागः-त्यजनं त्यागः, सर्वेषां परभावत्यागः सुखम्, त्यागः-उत्सर्जनम्, तत्र स्वद्रव्य-स्वक्षेत्र-स्वकाल-स्वभावत्वेन स्यादस्तीति प्रथमभङ्गगृहीतात्मपरिणामस्वात्मनि वर्तमानः स्वधर्मः, तस्य समवायत्वेनाभेदात् त्यागो न भवति, अस्त्येव तदात्मनि, उपादेयत्वं तु सम्यग्ज्ञानादिसाधनवृत्त्या विस्मृतस्य स्मरणात् तिरोभूतस्याविर्भावात् अभुक्तस्य भोगात् शेषाणां सर्वसंयोगिकतया ज्ञानाद् हेयतैव । यद्यपि देवादिनिमित्तानां शभभावादीनां (शभाचारादीनां) ध्यानादीनामात्मसाधनपरिणामानामनाद्यशद्धपरिणतिग्रहणवृत्तिवारणाय ग्रहणता कता, तथापि स्वसिद्धावस्था गता (त्यागता) न, इत्युत्सर्गमार्गेण न ग्रहणता,
વિવેચન :- ઈન્દ્રિયો ઉપરનો વિજય પરપદાર્થોના ત્યાગથી થાય છે અને તે ત્યાગથી ઈન્દ્રિયવિજય વૃદ્ધિ પામે છે. આ કારણથી આત્માના શુદ્ધસ્વરૂપથી જે કોઈ અન્ય પદાર્થ છે તે સઘળો પણ પરપદાર્થ જ છે. આત્માને પોતાનું શુદ્ધસ્વરૂપ જ પોતાનું છે, સદા સાથે રહેનાર છે. તેની સાથે જ ગુણ-ગુણીભાવ છે. તાદાભ્ય સંબંધ છે. ન્યાયની ભાષામાં સમવાયસંબંધ છે શેષ સઘળા પણ પદાર્થોમાં “પરભાવપણું” જ છે. માટે શેષ સર્વ ભાવો ત્યાજ્ય છે. જેમ સોનાનો ટુકડો કે સ્ફટિકનો ટુકડો કાદવ-કીચડમાં પડી ગયો હોય તો કાદવમાંથી તેને લઈને એવો સાફ કરવામાં આવે કે સોનાના ટુકડામાં સોના સિવાય કંઈ રહેવું જોઈએ નહીં અને સ્ફટિકના ટુકડામાં સ્ફટિક વિના કંઈ રહેવું જોઈએ નહીં. તેમ આત્મામાં આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ વિના શેષ સર્વ પરભાવ છે માટે ત્યાજ્ય છે. તેથી હવે આઠમું ત્યાગાષ્ટક કહેવાય છે, લખાય છે.
ત્યાગ એટલે કે ત્યજવું, તેને ત્યાગ કહેવાય છે. સર્વે પણ જીવોને પરભાવનો ત્યાગ કરવો એ જ સુખ છે. ત્યાગ કરવો એટલે ઉત્સર્જન કરવું - દૂર કરવું તેનાથી અળગા થવું. તેને ત્યાગ કહેવાય છે. ત્યાં સર્વે પણ વસ્તુઓ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ “સ્વાદસ્તિ” છે. કંઈક અસ્તિસ્વરૂપ છે. સપ્તભંગીનો આ પ્રથમ ભંગ છે. તે ન્યાયે આત્મામાં વર્તતું સ્વદ્રવ્યપણું, સ્વક્ષેત્રપણું, સ્વકાલપણું અને સ્વભાવપણું સ્યાદસ્તિસ્વરૂપ છે જ. આમ સપ્તભંગીના પ્રથમ ભાંગાપણે આત્મતત્ત્વના સ્વરૂપાત્મક જે સ્વાત્મા છે તેમાં વર્તતો સ્વદ્રવ્યાદિપણે જે પ્રથમ ભાંગો છે તે તો પોતાનું સ્વરૂપ જ
Page #28
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨ ૨૭ હોવાથી “સ્વધર્મ કહેવાય છે. તે સ્વધર્મ તો સ્વાત્મામાં ન્યાયની ભાષાથી સમવાયસંબંધ વડે (તાદાભ્ય સંબંધ વડે) અભેદભાવ રહેલો હોવાથી તે સ્વધર્મનો ત્યાગ થઈ શકતો નથી. જેમ સાકરમાં રહેલું ગળપણ, મીઠામાં રહેલી ખારાશ, કમલમાં રહેલી સુગંધ. તે સર્વ સ્વધર્મ છે, તાદાભ્યસંબંધથી સંબંધિત છે. માટે તેમાંથી તેનો ત્યાગ શક્ય નથી તેમ આત્માના સ્વદ્રવ્ય-સ્વક્ષેત્રાદિ ભાવો સ્વધર્મ હોવાથી આત્મામાં અભેદભાવે રહેલા છે. તેથી સ્વધર્મનો ત્યાગ થઈ શકતો નથી. તે સ્વધર્મ તો સ્વાત્મામાં છે જ, રહેલ જ છે અને સદા રહેનાર પણ છે જ. આત્મામાં સ્વધર્મ નથી અને મેળવવાનો છે આમ નથી.
અહીં આત્માનું શુદ્ધ સ્વરૂપ-સ્વધર્મ ઉપાદેય છે અર્થાત્ મેળવવા જેવું છે તેનો અર્થ સ્વધર્મ આત્મામાં નથી અને લાવવાનો છે. એવો ન કરવો પણ સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનાની પ્રબળપણે વર્તન કરવાથી ભૂલાઈ ગયેલા તે સ્વધર્માત્મક સ્વરૂપનું સ્મરણ કરવાથી, તથા તિરોભાવે આત્મામાં રહેલા તે સ્વધર્મનો આવિર્ભાવ કરવાથી અને આજ સુધી ન અનુભવેલા સ્વધર્મનો ઉપભોગ કરવાથી તેનું ઉપાદેયપણું જાણવું. આત્માનું સ્વરૂપ ઉપાદેય છે તેનો અર્થ, “નથી અને મેળવવા જેવું છે” એવો ન કરતાં, અંદર છે જ, માત્ર ભુલાઈ ગયું છે તેને યાદ કરવું, કર્મોથી તિરોભૂત છે તેને આવિર્ભત કરવું અને અભક્ત છે તેનો ઉપભોગ કરવો, તેનું નામ “ઉપાદેય છે - મેળવવા લાયક છે” આવો અર્થ કરવો. જેમ દાગીના ભરેલી તાળું મારેલી કોઈ એક પેક પેટી હોય, તેનું તાળું ખોલીએ અથવા ખોલાવીએ ત્યારે દાગીના મળ્યા કહેવાય તેમ આત્મામાં સ્વધર્મ ભરેલો જ છે. ક્યાંયથી બહારથી લાવવાનો છે જ નહીં. ફક્ત તિરોભૂતને આવિર્ભત જ કરવાનો છે તેને જ આત્માનું શુદ્ધસ્વરૂપ ઉપાદેય છે આમ કહેવાય છે.
આત્માના પોતાના શુદ્ધસ્વરૂપથી (સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવથી) જે કોઈ અન્ય પદાર્થ છે, અન્ય સ્વરૂપ છે. તે શેષ સર્વ પણ માત્ર સંયોગિક ભાવે જ જોડાયેલું છે પણ પોતાનું નથી. જેમ ગાડીમાં મુસાફરી કરતી વખતે એક જ પાટીયા ઉપર બેઠેલા આપણી સાથે બીજા મુસાફરો સાંયોગિકભાવે જોડાયેલા છે પણ આપણા નથી. તે ઉતરે એટલે આપણે ઉતરી જવું અથવા આપણે બેસી રહીએ એટલે તે બેસી રહે તેવું નથી. તેમ આત્મામાં પોતાના સ્વરૂપ સિવાય મળેલું ધન-કંચન-ઘર-પરિવાર-શરીર અને પુણ્ય-પાપાત્મક કર્મ સર્વે પણ પરભાવ છે. સાંયોગિકભાવે જ મળેલા છે તેનો તેનો કાલ સમાપ્ત થયે છતે જવાવાળા છે. આમ જાણવાથી શેષ સર્વભાવોની હેયતા જ છે આમ સમજવું. આત્મસ્વરૂપની ઉપાદેયતા અને શેષ-સર્વસ્વરૂપની હેયતા જાણવી. આત્માના સ્વરૂપ વિના કશું જ પોતાનું નથી માટે શેષ સર્વ હેય છે. બીજુ કંઈ જ મેળવવા જેવું નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર પ્રશ્ન :- જો આત્માના પોતાના શુદ્ધસ્વરૂપને જ ઉપાદેય કહો અને શેષ સર્વને હેય કહો છો તો સુદેવ-સુગુરુ અને સુધર્માદિ શુભ નિમિત્તોની, શુભભાવોની (શુભઆચારસેવનાદિની), ધ્યાનાદિની અને આત્મતત્ત્વની સાધનાના કારણભૂત ક્ષાયોપથમિક ભાવના પરિણામોની, એમ આ સર્વ સાધનભાવોની પણ હેયતા જ થઈ જશે. આવા પ્રકારના શુભભાવોની ગ્રહણતા (ઉપાદેયતા) નહીં રહે અને આવા શુભભાવોને ઉપાદેય કર્યા વિના તિરોભાવે રહેલું શુદ્ધસ્વરૂપ, સ્વધર્મ હોવા છતાં આવિર્ભૂત કેમ થાય?
ઉત્તર :- તમારો પ્રશ્ન સાચો અને સારો છે. પણ હવે ઉત્તર સાંભળો. જેમ કાંટો પગમાં લાગે તો પીડાકારી છે, તેમ સોય પગમાં નાખીએ તો પણ પીડાકારી જ છે. આનંદ કે સુખ થતું નથી, છે તો બને પીડાકારી જ, જેટલી પીડા કાંટા વખતે થાય છે તેટલી જ પીડા, બલ્ક કંઈક અધિક પીડા સોય નાખતાં થાય છે. તો પણ પગમાં ઘુસી ગયેલા કાંટાને કાઢવા માટે સોય નખાય છે અને તે સોયનો બીજો છેડો હાથમાં પકડી રખાય છે કે જેથી જેવો કાંટો નીકળી જાય છે તેવી તુરત બીજા છેડાથી સોય કાઢી જ લેવામાં આવે છે. અંતે તો સોય પણ કાંટાતુલ્ય જ છે. માત્ર તે સોય કાંટાને કાઢનાર છે તેટલા પુરતી તેની ગ્રહણતા છે. તેમ અહીં સમજવું. સુદેવ-સુગુરુ અને સુધર્મ ઈત્યાદિ શુભ-દેવાદિ નિમિત્તો, શુભભાવો, (શુભ-આચારસેવનાદિ), ધ્યાન, દયા, તપ આદિ સાધનભૂત ધર્મો તથા આત્મતત્વના સાધનાના ઉત્તમ પરિણામો, આ સઘળુંય પરભાવ છે, હેય છે, અંતે ત્યજવાનું છે, તો પણ અનાદિકાળથી મોહનીયકર્મના ઉદયની પરાધીનતાના કારણે અશુદ્ધપરિણતિને ગ્રહણ કરવાની કાંટાતુલ્ય વૃત્તિ આ જીવમાં જે પડેલી છે, તેના નિવારણ માટે ઉપરોક્ત શુભભાવોની ગ્રહણતા કહેલી છે. (ગ્રહણ કરવાનું શાસ્ત્રમાં કહેલું છે). તે પણ પોતાના આત્માની સિદ્ધાવસ્થા પ્રાપ્ત થયેલી ન થાય ત્યાં સુધી જ તેની ગ્રહણતા જાણવી. તેથી સ્વ-સ્વરૂપની ઉત્સર્ગમાર્ગે ગ્રહણતા જેવી છે તેવી ઉત્સર્ગમાર્ગે (રાજમાર્ગે-મૂલમાર્ગે) તે શુભનિમિત્તોની ગ્રહણતા ન સમજવી. સાધ્ય સિદ્ધ થતાં જ તેનો ત્યાગ કરવાનો છે.
પગ સાજા ન થાય ત્યાં સુધી જ લાકડી રાખવા જેવી છે, તેનો અર્થ એવો નથી કે પગની જેમ લાકડી પણ ઉત્સર્ગમાર્ગે પોતાનું અંગ છે, કે પગની જેમ ઉપાદેય છે. તથા આંખ બરાબર કામ કરતી ન થાય ત્યાં સુધી જ ચશ્માં પહેરવા લાયક છે તેનો અર્થ એ નથી કે ચશ્માં પણ આંખની જેમ સ્વ-અંગ છે અને અતિશય રક્ષણીય છે. તેમ અહીં પણ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ અશુભ ભાવોના નિવારણ માટે શુભ ભાવોની ગ્રહણતા સમજવી. અન્ને તો તે પણ પરભાવ હોવાથી તેની પણ હેયતા જ જાણવી. છેલ્લે તે શુભભાવોની ગ્રહણતા પણ તજવાની જ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૨૨૯
ત્યાગાષ્ટક - ૮
अनादिमिथ्यादृष्टिः कुदेवादिरक्तः, स च सम्यग्दर्शनबलेन निर्धारितस्वधर्मरुचिः शुद्धदेवादीन् गृह्णाति, तथापि परत्वज्ञप्तिरेव, अप्रशस्तत्यागः प्रशस्तग्रहणम्, प्रशस्तत्यागः स्वसाधनपरिणतिग्रहणं, स्वसाधनपरिणतित्यागः स्वसत्ताधर्मग्रहणमिति મ: પરમસિદ્ધઃ ।
અનાદિકાલથી મિથ્યાત્વમોહના ઉદયની પરવશતાના કારણે મિથ્યાર્દષ્ટિ એવો જીવ કુદેવ-કુગુરુ અને કુધર્માદિમાં રક્ત બનેલો છે પરંતુ મિથ્યાત્વમોહનો ક્ષયોપશમ કરવા વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના બલ દ્વારા નિશ્ચિત કરી છે સ્વધર્મની રુચિ જેણે એવો તે જીવ જ્યારે થાય છે ત્યારે કુદેવ-કુગુરુ અને કુધર્મમાં શ્રદ્ધા-રક્તતા ન રહેવાથી તેના પ્રતિપક્ષભૂત એવા સુદેવ-સુગુરુ અને સુધર્મનું આલંબન ગ્રહણ કરે છે. તે કાલે તે સુદેવાદિ ગ્રહણ કરવા લાયક બને છે. તો પણ “આ પરદ્રવ્ય છે. આલંબન પૂરતાં જ તેને હું લઉં છું. અંતે તો છોડી જ દેવાનાં છે” આવા પ્રકારની પરપણાની બુદ્ધિ તો હોય જ છે. સુદેવ-સુગુરુ અને સુધર્મ એ મારું સ્વરૂપ નથી, ફક્ત તેનું આલંબન મારા સ્વધર્મની પ્રાપ્તિનું પ્રબલ કારણ છે, માટે હું તેનું ગ્રહણ કરું છું. આવી ભેદબુદ્ધિ તો રહે જ છે. આવી પરત્વ-બુદ્ધિ અવશ્ય રાખવી જ જોઈએ.
આ રીતે (૧) અશુભ આલંબનનો ત્યાગ અને શુભ આલંબનનું ગ્રહણ, આ પ્રથમ પગથીયું છે. (૨) શુભ આલંબનનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સાધનાની પરિણતિનું ગ્રહણ, આ બીજું પગથીયું છે. (૩) પોતાના આત્મામાં સાધનાની પરિણતિનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સત્તાસ્વરૂપે રહેલા રત્નત્રયી આત્મક સ્વધર્મનું ગ્રહણ, આ ત્રીજું પગથીયું છે. આમ ક્રમે ક્રમે પરમપદની (મુક્તિપદની) સિદ્ધિ થાય છે.
तत्र नामत्यागः शब्दालापरूपः, स्थापनात्यागः दशयतिधर्मपूजनादौ स्थाप्यमानः, द्रव्यत्यागः द्रव्येण बाह्यवृत्त्या इन्द्रियसुखाभिलाषेण उपयोगभूतेन वा यस्त्यागः द्रव्यत्यागः, द्रव्यस्य द्रव्याणां वा आहारोपधिप्रमुखस्य त्यागः, द्रव्यरूपः त्यागः द्रव्यत्यागः, स च आगमतः द्रव्यत्यागस्वरूपज्ञानी अनुपयुक्तः, नोआगमतः ज्ञशरीरं त्यागस्वरूपज्ञायकस्य शरीरं, भव्यशरीरं त्यागस्वरूपज्ञायकभावी लघुशिष्यादिः, तद्व्यतिरिक्तस्तु द्रव्यत्यागः पुद्गलाशंसा-इहलोकाशंसा-परलोकाशंसारहितः स्वरूपसाधनाभिमुखी बाह्योपधिशरीरान्नपानस्वजनादित्यागः इति । भवतः अभ्यन्तररागद्वेषमिथ्यात्वाद्याश्रवविभावपरिणतित्यागः, आत्मनः क्षायोपशमिकानां ज्ञानादीनां परभावतो निवृत्तिः भावत्यागः, सम्यग्ज्ञानपूर्वकचारित्रवीर्यसंकरजन्यः आत्मपरिणामः ।
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
(૩)
ત્યાગ ઉપર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા સમજાવાય છે. તેમાં દ્રવ્ય અને ભાવ નિક્ષેપ આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે આવશે અને નોઆગમના જ્ઞશરીર, ભવ્યશરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ ભેદ આવશે. વિશેષાવશ્યકભાષ્યના આધારે આ બધા ભેદ-પ્રભેદ સમજાવાય છે. (૧) ત્યાગ કરવો, છોડવું, તજી દેવું, આવા પ્રકારનો બોલવા રૂપ જે શબ્દાભિલાપ
અથવા “ત્યાગ” એવું કોઈ પદાર્થનું નામ તે નામનિક્ષેપથી ત્યાગ કહેવાય છે. (૨) દશયતિધર્મના પૂજન આદિ પ્રસંગોમાં ત્યાગની અથવા ત્યાગીની કરાતી સ્થાપના
ચિત્રાવલિ તે સ્થાપનાનિષેપથી ત્યાગ કહેવાય છે. દ્રવ્યત્યાગના બે ત્રણ સમાસ ભિન્ન ભિન્ન રીતે થાય છે. ઢળે ત્યીક: આ તૃતીયા સમાસ, દ્રવ્ય) દ્રવ્યાપ વા ત્યાI: આ ષષ્ઠી સમાસ અથવા દ્રવ્યરૂપ: ત્યા: આ કર્મધારય સમાસ, આ પ્રમાણે જેમ જેમ સમાસ બદલીએ તેમ તેમ અર્થ બદલાય છે. ત્યાં દ્રવ્યત્યા શબ્દનો જ્યારે તૃતીયા સમાસ કરીએ ત્યારે દ્રવ્યથી કરાયેલો જે ત્યાગ અર્થાત્ બાહ્યવૃત્તિમાત્ર વડે (બહારના વર્તનમાત્રમાં જ) કરાયેલો જે ત્યાગ અર્થાત્ ભવિષ્યમાં અથવા આવતા ભવમાં વધારે વધારે ઈન્દ્રિયો સંબંધી સુખ મળશે એમ ઈન્દ્રિયોના સુખની અભિલાષા રાખીને અથવા તેનો જ સતત ઉપયોગ રાખીને કરાયેલો જે ભૌતિક સુખનો ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે.
ષષ્ઠી સમાસ જ કરીએ તો આહાર અથવા ઉપધિ વગેરે જે જે પૌલિક પદાર્થ હોય છે. તે કોઈ એક દ્રવ્યનો કે અનેક દ્રવ્યનો જે ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે. અથવા દ્રવ્યરૂપ: ત્યા:-દ્રવ્યત્યા :'' આમ કર્મધારય સમાસ કરીએ તો “કર્મ ખપાવવા રૂપ જે ભાવત્યાગ છે” તે નહીં પણ દ્રવ્યરૂપે જે ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે. તેના આગમથી જાણનારા જે જ્ઞાની પુરુષ છે પણ પ્રરૂપણા કરવાના કાલે અનુપયોગી છે તે જ્ઞાન હોવાથી આગમ, પણ ઉપયોગ ન હોવાથી દ્રવ્યથી ત્યાગ કહેવાય છે. હવે જે નોઆગમથી દ્રવ્યત્યાગ છે તેના જ્ઞશરીર ભવ્યશરીર અને તથ્યતિરિક્ત એમ ત્રણ ભેદ છે.
ત્યાગના સ્વરૂપને જાણનારા જે જ્ઞાની હતા પણ આત્મા નિર્વાણ પામ્યા પછી આત્મા વિનાનું જ્ઞાયક આત્માનું જે કેવલ-એકલું શરીર તે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. પહેલાં ભૂતકાળમાં જ્ઞાન હતું માટે જ્ઞશરીર, આજે જ્ઞાન નથી માટે નોઆગમ. તથા હાલ જે લઘુશિષ્યાદિ છે, બાલમુનિ છે, નવદીક્ષિત છે, પણ ભવિષ્યકાલમાં જે ત્યાગના સ્વરૂપને જાણશે તે ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. કારણ કે ભવિષ્યમાં જાણકાર થવાને યોગ્ય છે માટે ભવ્ય. હવે તવ્યતિરિક્ત નામનો ત્રીજો ભેદ સમજાવાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૩૧
પૌલિક સુખની આશંસા રહિત, આ લોકના ભૌતિક સુખની આશંસા રહિત તથા પરલોકના ભૌતિક સુખની આશંસા રહિત કેવલ એકલા આત્મતત્ત્વના સ્વરૂપની સાધનાને અભિમુખી થયેલા એવા જીવનો બાહ્ય ઉપધિ, શરીર, અન્ન-પાન અને સ્વજનાદિ સંબંધી જે તદ્બતિરિક્ત એવો નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. આ દ્રવ્યરૂપ પદાર્થનો ત્યાગ છે માટે દ્રવ્યત્યાગ કહેવાય છે. આગમ = જ્ઞાન આવ્યું પણ નથી અને આવવાનું પણ નથી. માટે તવ્યતિરિક્ત કહેલ છે. આ સઘળો અનેક ભેદવાળો દ્રવ્યત્યાગ જાણવો.
ત્યાગ
હવે ભાવત્યાગ સમજાવાય છે. આત્માની અંદર રહેલા એવા અર્થાત્ અભ્યન્તર એવા રાગ-દ્વેષ-મિથ્યાત્વ (અજ્ઞાન) ઈત્યાદિ આશ્રવો સ્વરૂપ જે વિભાવદશાની પરિણતિ છે તેનો જે ત્યાગ તે ભાવત્યાગ કહેવાય છે તથા ક્ષાયોપમિક ભાવનાં મતિ-શ્રુત અધિમન:પર્યવ જે જ્ઞાનો તથા ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શન ઈત્યાદિ જ્ઞાન-દર્શન-વીર્ય વગેરે ગુણોની પરભાવથી (મોહના ઉદયથી) જે નિવૃત્તિ તે ભાવત્યાગ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્માના જે ગુણો છે તેમાં ભળી ગયેલો જે મોહનો ઉદય છે કે જે ગુણોને અનર્થના માર્ગે લઈ જાય છે. તે ગુણોને મોહની પરાધીનતામાંથી બચાવવા તે પણ ભાવત્યાગ કહેવાય છે. સારાંશ કે સમ્યાનપૂર્વક સમ્યક્ચારિત્ર અને વીર્ય એમ બન્નેના મિશ્રણથી ઉત્પન્ન થયેલો જે શુદ્ધ આત્મપરિણામ અને અશુદ્ધિનો ત્યાગ તે ભાવત્યાગ જાણવો.
હવે ત્યાગ ઉપર નયો સમજાવાય છે -
नामस्थापनां यावत् नैगमसंग्रहौ, व्यवहारो विषगरानुष्ठानेन, ऋजुसूत्रेण कटुविपाक भीत्या, शब्दसमभिरूढौ तद्धेतुतया, एवम्भूतत्यागः सर्वथावर्जनं वर्जनीयत्वेन, अथवा अशनादिबाह्यरूपमाद्यनयचतुष्टये, अभ्यन्तरत्यागः शब्दादिनयत्रये इति भावना । स त्यागः करणीय इत्युपदिश्यते -
-
(૧/૨) નૈગમનય અને સંગ્રહનયથી નામત્યાગ અને સ્થાપનાત્યાગને “ત્યાગ” કહેવાય છે. કારણ કે ત્યાગ શબ્દનું ઉચ્ચારણ કરતાં અથવા લખેલા ત્યાગશબ્દને વાંચતાં પણ ત્યાગના ભાવનું સ્મરણ થવાનો સંભવ છે. માટે નામત્યાગ અને સ્થાપનાત્યાગ એ પણ ત્યાગ છે. અહીં ઉપચારની પ્રધાનતા છે.
(૩) વ્યવહારનયથી આ ભવના સુખની ઈચ્છાથી કરાતો ત્યાગ અને પરભવના સુખની ઈચ્છાથી કરાતો ત્યાગ એ પણ ત્યાગ કહેવાય છે. અર્થાત્ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન રૂપ ત્યાગ એ ત્યાગ છે. કારણ કે આ ભવના સુખની ઈચ્છા કે પરભવના
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ત્યાગાષ્ટક – ૮
જ્ઞાનસાર
સુખની ઈચ્છા એ હૃદયગત હોવાથી લોકો દેખી શકતા નથી. આ અનુષ્ઠાનોમાં નિશ્ચય (હૃદયનો ભાવ) અશુદ્ધ છે, પણ બહારનો ત્યાગ તો વ્યવહારી જીવો વડે દેશ્ય છે તેથી, વ્યવહારનય તો બાહ્યત્યાગને પ્રધાનતાએ ત્યાગ માને છે. અંતર્ગત પરિણામ અદૃશ્ય હોવાથી આ નય તેને ગૌણ કરે છે.
(૪) ઋજુસૂત્રનયથી ભોગનાં કડવાં ફળ છે એવા ભયથી જે ત્યાગ કરાય તેને ત્યાગ કહેવાય છે. જો સંસારના વિષયો સેવીશું તો પાપ બંધાશે અને નરક-નિગોદમાં જવું પડશે ત્યાં પરમાધામી દેવો ઘણાં દુ:ખો આપશે અથવા નિગોદમાં કોઈ ઈન્દ્રિયો ન મળવાથી તથા અજ્ઞાનતા હોવાથી ઘણા દુ:ખી થઈશું. ઈત્યાદિ ભયસંજ્ઞાના જોરે ત્યાગ કરાય તે ઋજુસૂત્રનયથી ત્યાગ કહેવાય છે, કારણ કે આ નય વર્તમાનકાલગ્રાહી છે અને દ્રવ્યાર્થિક નયનો ભેદ છે. એટલે હૃદયગત પર્યાયને ગૌણ કરે છે. બહારના ત્યાગને પ્રધાન કરે છે.
(૫/૬) પાંચ પ્રકારના અનુષ્ઠાનો પૈકી ચોથા નંબરનું જે તહેતુ અનુષ્ઠાન કરાય છે તે સાધનાદશાનો કાલ હોવાથી શબ્દનય અને સમભિરૂઢનયથી ત્યાગ કહેવાય છે. આશય શુદ્ધ છે. તેથી આ તદ્વેતુ અનુષ્ઠાન આ નયમાં આવે છે. આ નયો ભાવને પકડનારા છે.
(૭) એવંભૂતનયથી અમૃતાનુષ્ઠાનવાળો જે પરભાવોનો ત્યાગ એ જ ત્યાગ છે. કારણ કે પોતાના આત્માના ક્ષાયિકભાવજન્ય પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપ વિના સકલભાવો વર્જનીય છે એમ સમજીને સર્વ પરભાવોનો સર્વથા જે ત્યાગ તે જ ત્યાગ જાણવો.
આ રીતે સાતનય જાણવા અથવા સંક્ષેપથી બીજી રીતે પણ સાતનય સમજાવે છે. પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિકનયના ભેદ છે. તેથી સ્થૂલદૃષ્ટિવાળા છે. માટે જીવનમાં આવેલા બાહ્યત્યાગને ત્યાગ કહે છે, સંસાર ત્યજીને સાધુ થયેલા સર્વે આત્માને ત્યાગી સમજી-ત્યાગી માનીને વંદનાદિ વ્યવહાર કરવા, તે પ્રથમના ચાર નયનો વિષય છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના ભેદ છે. તેથી સૂક્ષ્મદૅષ્ટિવાળા છે. માટે અભ્યન્તરત્યાગને ત્યાગ કહે છે. હૃદયની અંદર કષાયનો ત્યાગ, રાગાદિનો જે ત્યાગ, તે ત્યાગ છે. આમ આ પાછલા ત્રણ નયો અભ્યન્તર ત્યાગને પ્રધાનતાએ ત્યાગ કહે છે. તે દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બન્ને
પ્રકારનો ત્યાગ આ જીવનમાં કરવા જેવો છે. દ્રવ્યત્યાગ એ ભાવત્યાગનું કારણ હોવાથી અને ભાવત્યાગ એ કર્મનિર્જરાનું અને સંવરભાવનું કારણ હોવાથી જીવનમાં કરવા જેવો છે. માટે હવે તેનો ઉપદેશ અપાય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૩૩ संयतात्मा श्रयेच्छुद्धोपयोगं पितरं निजम् । धृतिमम्बाञ्च पितरौ, तन्मां विसृजत ध्रुवम् ॥१॥
ગાથાર્થ - સંયમી આત્માએ એટલે સંયમને અભિમુખ બનેલા આત્માએ શુદ્ધોપયોગ રૂપ પિતાનો અને સ્વભાવદશામાં સ્થિરતાત્મક વૃતિ રૂપી માતાનો આશ્રય કરવો જોઈએ. તેથી હે (લૌકિક) માતા-પિતા ! તમે મારો ત્યાગ કરો. મને મારું કલ્યાણ કરવામાં અનુકુળ થાઓ. /૧
ટીકા :- “સંયતત્મિ' તિ-સંયતીત્મ-સંયમfમમુવી, શબ્દોપયો નિવતર श्रयेत्, रागद्वेषरहित आत्मज्ञानं श्रयेत्-आश्रयेत् । धृतिम्-आत्मरतिरूपाम्, अम्बांजननीं श्रयेत् । तेन आहारपर्याप्तिनामकर्मोदयाद् यत्र उत्पन्नः, सा माता, तद्भोगी पिता इति लौकिकसम्बन्धः । तान् वक्ति तौ पितरौ ! मां विसृजत-त्यजत, नाहं वां पुत्रः, न युवां मम जनकौ इति, अयं हि लोके एव मार्गः । अत्र दृष्टान्तः --
વિવેચન - સંયતાત્મા એમ મૂળ શ્લોકમાં શબ્દ છે તેનો અર્થ સંયમ પ્રાપ્ત કરેલ આત્મા એવો અર્થ થાય છે. પરંતુ જેણે સંયમ પ્રાપ્ત કરી લીધો છે તેણે તો માતા-પિતાનો ત્યાગ કરી જ લીધો છે. તેથી માતાપિતાને કહેવાનું રહેતું જ નથી કે હે માતપિતા ! તમે મારો ત્યાગ કરો. અર્થાત્ મને રજા આપો. માટે સંયમી આત્મા એવો અર્થ ન કરતાં સંયમ લેવાને ઉદ્યમશીલ બનેલ આત્મા એટલે કે સંયમને અભિમુખ થયેલ આત્મા આવો અર્થ કરવો.
જે આત્મા સંયમ લેવાને (ત્યાગી જીવન જીવવાને) સન્મુખ થયો છે તેને મનમાં સમજાયું છે કે જ્ઞાન દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ ઈત્યાદિ જે આત્મગુણો છે તે જ મારું સાચું સ્વરૂપ છે. તે જ મારું કુટુંબ છે. સંસારી જે મારું કુટુંબ છે તે તો આ ભવ પૂરતું જ છે અને તે પણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું છે. માટે ઔદયિકભાવ છે, ઔપચારિક છે. તેની સાથે શારીરિક સંબંધ હોવાથી લોકવ્યવહારમાં કુટુંબ કહેવાય છે. પરંતુ મોહ-હેતુ હોવાથી ત્યાજ્ય છે અને ગુણાત્મક કુટુંબ સદાકાલ રહેનાર છે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે અને કર્મક્ષયનું કારણ છે. માટે મોહહેતુવાળા કુટુંબનો ત્યાગ કરવો એ જ મારું કર્તવ્ય છે. આમ સમજે છે તેથી સંયતાત્મા અર્થાત્ સંયમ લેવાને અભિલાષી બનેલ આત્મા “શુદ્ધોપયોગ” સ્વરૂપ પોતાના પિતાનો અને “વૃતિ” સ્વરૂપ પોતાની ગુણાત્મક માતાનો આશ્રય સ્વીકારે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
મોહરહિત જ્ઞાનપર્યાયમાં આત્માનું વર્તવું તે શુદ્ધોપયોગ કહેવાય છે અને આત્મભાવમાં જ પ્રીતિ-તન્મયતા એ ધૃતિ કહેવાય છે. ઉપયોગ શબ્દ પુલ્ડિંગ હોવાથી પિતા છે અને કૃતિ શબ્દ સ્ત્રીલિંગ હોવાથી માતા છે. રાગ અને દ્વેષ રહિત એવા આત્માએ શુદ્ધ એવા આત્મતત્ત્વના જ્ઞાનરૂપ પિતાનો જ આશ્રય કરવો જોઈએ અને તેમાં જ સ્થિરતા કરવા સ્વરૂપ પોતાની માતાનો આશ્રય કરવો જોઈએ. કારણ કે ઉદયરત્નજી કૃત સજ્ઝાયમાં આવે છે કે
કોનાં છોરૂ કોનાં વાછોરૂ, કોનાં માય ને બાપ ।
અંતકાલે જીવને જાવું એકલું, સાથે પુણ્ય ને પાપ IIએક રે
તેથી આહા૨પર્યાપ્તિ નામકર્મના ઉદયથી જેની કુક્ષિમાં આ જીવ ઉત્પન્ન થયો અને જેના શારીરિક ભાગનો આહાર કરીને પોતાનું શરીર બનાવ્યું તથા જેના આહારથી પોતાના શરીરની પુષ્ટિ-વૃદ્ધિ કરી તે લોકવ્યવહારથી માતા કહેવાય છે અને તેનો ઉપભોગ કરનાર વ્યક્તિને પિતા કહેવાય છે. આ સઘળો લૌકિકસંબંધ છે. જ્યારે આ જીવને આત્મદશાનું ભાન થાય છે ત્યારે મોહનો ત્યાગ કરવાના હેતુથી આ જીવ આ લૌકિક માતા-પિતાનો ત્યાગ કરીને ગુણાત્મક માતા-પિતાનો આશ્રય કરે છે. તેથી લૌકિક માતાપિતાને કહે છે કે હે માતા
પિતા ! તમે મારો ત્યાગ કરો. એટલે તમે મારો મોહ ત્યો અને મને સંયમ સ્વીકારવાની સંમતિ આપો. કારણ કે મેં તમારી કુક્ષિમાં જન્મ લીધો એટલે તમે મારાં માતા-પિતા બન્યાં, કહેવાયાં, પરંતુ નિશ્ચયનયથી “હું આપનો પુત્ર પણ નથી અને તમે મારાં માતા-પિતા પણ નથી.’’ આ તો એક ભવની સગાઈ માત્ર છે. શારીરિક સંબંધ હોવાથી ઉપચાર કરવામાં આવ્યો છે. આ જીવે અતીતકાલમાં સર્વે જીવોની સાથે માતા-પિતાના સંબંધો કરેલા છે. કહો કોને માતા-પિતા માનવાં ? અને કોને માતા-પિતા ન માનવાં ?
न सा जाइ न सा जोणी न तं ठाणं न तं कुलं । न जाया न मुआ, जत्थ जीवा वारणंतसो ॥
એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુલ નથી કે જ્યાં આ જીવ અનંતીવાર જન્મ્યો ન હોય અને મૃત્યુ પામ્યો ન હોય.
તેથી હે માતા-પિતા ! તમે મારો મોહ છોડો, મોહ એ કર્મ-બંધનું કારણ છે અને મને સંયમી થવાની રજા આપો. શુદ્ધોપયોગ આત્મક પિતા અને કૃતિ રૂપ માતાનો આશ્રય મને કરવા દો. આ વિષય ઉપર “સુભાનુ” કુમારનું એક દૃષ્ટાન્ત કહે છે
-
जहा एगया भर खित्ते मगहजणवए सुवप्पाए नयरीए अरिदमण-नयमग्गहिए ‘“વયરબંધો’ રાયા । તમ્સ ધારિની તેવી, તસ્મ ૩ “સુમાણુ’નામ મરો અમરુવ્વ
Page #36
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
त्यागाष्ट४-८
૨૩૫
सुन्दरो अणुक्कमेण विज्जापुरन्दरो जाओ । लावण्णजुओ सहजेण जिणधम्मसाहुवंदणपूयणतप्परो जाओ । सो कमेण कन्दप्परमणे जुव्वणवसो पत्तो । ता जणएण रूवलावण्ण-सीलकलियाओ एगसयं रायकन्नाओ ओवमातीता पणीयाओ । सो तेसिं सद्धिं विसय जमाणो तिलोगनाह-तिलोगबन्धु-सेवणरओ चिट्ठइ ।
એક કાલે ભરતક્ષેત્રમાં મગધદેશમાં સુવપ્રા નામની નગરીમાં શત્રુઓનું દમન કરનારો અને રાજનીતિના માર્ગમાં કુશળ એવો વજજંઘ નામનો રાજા હતો. તેને ધારિણી નામની પત્ની હતી. તેની કુક્ષિએ “સુભાન” નામના કુમારનો જન્મ થયો. જે કુમાર દેવની સંદેશ સુંદર હતો. અનુક્રમે મોટો થતાં તે કુમાર વિદ્યામાં ઈન્દ્રતુલ્ય બન્યો. લાવણ્યથી યુક્ત એવો તે કુમાર સ્વાભાવિકપણે જ (કોઈના પણ દબાણ વિના જન્મથી જ) જૈનધર્મમાં તત્પર તથા સાધુસંતોને વંદન-પૂજન કરવામાં તત્પર થયો. સંતપુરુષોની સેવા-પૂજામાં રસિક બન્યો. અનુક્રમે તે કામદેવના રમણને યોગ્ય અવસ્થાવાળો એટલે યોવનાવસ્થાને વશ થયો. યૌવન પામ્યો. તેથી તેના પિતાએ રૂપ-લાવણ્ય અને શિયળગુણથી યુક્ત, ઉપમા ન આપી શકાય તેવી (ઉપનાતીત) એકસો રાજકન્યાઓ તેની સાથે પરણાવી. તે કુમાર તે સ્ત્રીઓની સાથે સાંસારિક પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખને અનુભવતો અનુભવતો ત્રણ લોકના નાથ અને ત્રણ લોકના બંધુ એવા તીર્થંકરપ્રભુની સેવામાં લીન રહ્યો છતો કાલનિર્ગમન કરે છે.
___ तओ एगया अणेगेहिं, केवलिहिं, अणेगेहिं विउलमईहिं अणेगेहिं उजुमईहिं, अणेगेहिं ओहिनाणीहिं, अणेगेहिं पुव्वधरेहिं, अणेगेहिं आयरियउवज्झाएहिं, अणेगेहिं तवोधणेहिं, अणेगेहिं नवदिक्खिएहिं, अणेगदेवदेवीपरिवुडो सिरिसम्भवो अरिहा सव्वण्णू सव्वदंसी आगासगएणं छत्तेणं आगासगएणं चक्केणं, उद्ध्वमाणेहिं सेयचामरेहिं पुरओ धम्मज्झएण विरायमाणो नयरपरिसरे समोसढो । जाओ अ समोसरणे तिवप्पो, परिसा निग्गया, वणपालेण वद्धाविओ कुमारो, जस्स पइदिणं दसणं अभिलससि कंखसि सो सव्वजगजीववच्छलो तित्थयरो समागओ ते पुण्णजोगेणं । तेणं समएणं सो कुमारो इत्थिसएहिं परिवेढिओ आसि, तओ भणइ, सुणसु मे, तारगो निम्ममो निरहंकारो अकिंचणो सव्वन्नू सव्वदंसी जिणो वीयरागो सुद्धधम्मदेसी आगओ । गच्छामि वंदणत्थं इति पुलिअंगो अब्भुट्ठिओ, चलिओअ जिणवंदणत्थं, मग्गे वि लोगवूहं भणंतो अहो ! अममो मे भयवं, अकिंचणो मे भयवं, अतिण्हो मे भयवं, वंदंतु भो ! तुब्भे जइ सुहट्ठिणो, आगच्छंतु, भो । तुम्हाणं सव्वसंसयच्छेयगो परमेसरो दिट्ठस्सं, इअ भणंतो इत्थिाआहिं समं वणं पत्तो ।
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
એવામાં એક કાલે અનેક કેવલજ્ઞાની પુરુષો સાથે, અનેક વિપુલમતિ મન:પર્યવજ્ઞાનવાળા પુરુષો સાથે, અનેક ઋજુમતિ મન:પર્યવજ્ઞાનવાળા પુરુષો સાથે, અનેક અવધિજ્ઞાની પુરુષો સાથે, અનેક પૂર્વધર પુરુષો સાથે, અનેક આચાર્ય મહારાજશ્રી તથા અનેક ઉપાધ્યાયજી મહારાજશ્રી સાથે, અનેક તપોધન એવા મુનિઓ સાથે તથા અનેક નવા દીક્ષિત સાધુ મહાત્માઓ સાથે વિચરતા અને અનેક દેવ-દેવીઓથી પરિવરેલા એવા શ્રી સંભવનાથ નામના અરિહંત તીર્થકર ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી આકાશમાં રહેલા છત્ર વડે, આકાશમાં રહેલા ચક્ર વડે, બન્ને બાજુ વીંજાતાં શ્વેત ચામરો વડે અને આગળ ચાલતા ધર્મધ્વજ વડે વિશેષ વિશેષ શોભતા એવા પ્રભુ નગરની બહાર ભાગોળે (ભાગોળના ઉદ્યાનમાં) પધાર્યા.
ત્યાં ત્રણ ગઢવાળું સમવસરણ રચાયું, બાર પર્ષદા ભરાઈ, વનપાલકે કુમારને વધામણી આપી કે જેના દર્શનની તમે પ્રતિદિન અભિલાષા કરો છો, તીવ્ર ઝંખના રાખો છો તે, સર્વજગતના જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવવાળા તીર્થંકરભગવાન શ્રી સંભવનાથ પ્રભુ તમારા પુણ્યયોગે આપણા ગામની ભાગોળે (ઉદ્યાનમાં) પધાર્યા છે. વનપાલકે જ્યારે આ વધામણી આપી તે સમયે તે કુમાર પોતાની સો સ્ત્રીઓ સાથે આનંદ-પ્રમોદ કરતો છતો વીંટળાયેલો હતો. તે વધામણી સાંભળીને તે કુમાર (પોતાની સો સ્ત્રીઓને) કહે છે કે તે સ્ત્રીઓ ! તમે મને સાંભળો, (મારું વચન સાંભળો), જગતના તારક, મમતા વિનાના, અહંકાર વિનાના, કંઈપણ પરદ્રવ્ય પાસે નહીં રાખનારા, સર્વજ્ઞ-સર્વદર્શી-જિનેશ્વર, વીતરાગ, શુદ્ધ ધર્મના ઉપદેશક શ્રી સંભવનાથ પ્રભુ પધાર્યા છે. તેથી હું તેઓને વંદન કરવા માટે જાઉં છું આમ કહીને પુલકિત (હર્ષિત) થયાં છે સર્વ અંગો જેનાં એવો તે કુમાર ઉઠ્યો (જવા માટે તૈયાર થયો) અને પરમાત્માને વંદન કરવા માટે પોતાના નિવાસસ્થાનેથી ચાલ્યો. જતાં જતાં માર્ગમાં જે જે લોકસમૂહ મળે છે તેને આ પ્રમાણે કહે છે કે હે હે લોકો ! મારા ભગવાન મમતા વિનાના છે. મારા ભગવાન અકિંચન છે. મારા ભગવાન તૃષ્ણા વિનાના છે. જો તમે સાચા સુખના અર્થી હો તો મારી સાથે આવો અને આ પરમાત્માને વંદન કરો. અને તે લોકો ! આ પ્રભુ તમારા સર્વ સંશયોનો છેદ કરનારા છે. પરમેશ્વર છે. “આવા પરમાત્માનાં આજે હું દર્શન કરીશ” એમ કહેતો કહેતો સો સ્ત્રીઓ સાથે તે વનમાં (ઉદ્યાનમાં) પહોંચ્યો કે જ્યાં ભગવાન પધાર્યા છે.
दिट्ठाइसओ भणइ, अत्थि भद्दे ! कोवि एयारिसो तिहुअणजणचमक्कारकरो सव्वसुरिंदेहिं वंदिज्जमाणचलणो ? एवं जाव सम्मुहं पासई अरिहंतं फुल्लुप्पलकमलनयणवयणो अहो ! मे पुण्णंकुरो अज्जं फलं पत्तो, अहो मे अज्ज अमयघणो वुट्ठो,
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૩૭
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮ जेण वीयरागदंसणं जायं, एवं अभिणंदंतो पंचाभिगमपुव्वं तित्थयरचलणे वंदिऊण ठिओद्धणंतो ताव चारित्तमोहस्स खओवसमेण जायविरइमई भणइ, नाह ! असरणसरण ! महासत्थवाह ! भवसमुद्दनिज्जामय ! ममं सामाईयं उवदिसह, जेण कसायच्चाओ भवइ । एवं वुत्ते अरिहंतेण सामाईअं दिण्णं । गहिअवओ समणो जाओ । ताव आउक्खयं जायं, मओ से कुमारसमणो ।
દૃષ્ટી: = દેખ્યા છે સાક્ષાત્ ૩૪ તિશય અતિશયો જેણે એવો તે કુમાર (પોતાની સો પત્નીઓને ઉદ્દેશીને) કહેવા લાગ્યો કે હે ભદ્ર ! સર્વ દેવેન્દ્રો વડે વંદન કરાતાં છે ચરણો જેનાં એવા, ત્રણે ભુવનના જીવોને ચમત્કાર કરનારા, શું કોઈપણ આવા પ્રકારના બીજા પુરુષ હોઈ શકે છે ? અર્થાત્ આવા મહાપુરુષ બીજા કોઈ જ નથી. આમ બોલતા બોલતા પ્રસન હૃદયવાળા, કુ = વિકસેલાં છે ૩પત્રમત્ન = ઉત્પલ અને કમલની તુલ્ય નવયળો = નેત્ર અને મુખ જેનાં એવા આ સુભાનુકુમાર જેટલામાં સન્મુખ પહોંચીને અરિહંત પરમાત્માને દેખે છે અને હર્ષથી નાચી ઉઠે છે.
અહો! આજે મારો પુન્યનો અંકુરો ફળીભૂત થયો. અહો ! આજે મારે અમૃતનો મેઘ વર્ગો, કારણ કે વીતરાગપરમાત્માનાં મને દર્શન થયાં, આ પ્રમાણે અભિનંદન કરતો પાંચ અભિગમ સાચવવાપૂર્વક તીર્થંકર પરમાત્માના બન્ને ચરણોને વંદન કરીને બેઠો, પરમાત્માની સ્તુતિ કરતા કરતા-ગુણગાન ગાતા ગાતા વર્તે છે, તેટલામાં જ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમભાવ થવાથી ઉત્પન્ન થઈ છે સર્વવિરતિની (દીક્ષાની) મતિ જેને એવા તે સુભાનુકુમાર પ્રભુને કહે છે કે –
હે નાથ ! હે અશરણ જીવોને શરણતુલ્ય, હે મહાસાર્થવાહ! ભવસમુદ્રમાં નિર્યામક તુલ્ય હે પ્રભુ ! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો (મને સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવો). કે જેથી મારામાંથી કષાયોનો ત્યાગ થાય. સુભાનુકુમાર વડે આમ કહેવાય છતે અરિહંત પરમાત્મા વડે સુભાનુકુમારને સર્વવિરતિ સામાયિક અપાયું (દીક્ષા અપાઈ). ગ્રહણ કર્યા છે પાંચ મહાવ્રત જેણે એવા સુભાનુકુમાર હવે શ્રમણ (સાધુ-મુનિ) થયા. તેટલામાં જ તેમના આયુષ્યનો ક્ષય થયો અર્થાત્ આયુષ્ય સમાપ્ત થયું અને તે શ્રમણ થયેલા સુભાનુકુમાર ત્યાં જ મૃત્યુને પામ્યા. સંયમી જીવનમાં આયુષ્ય સમાપ્ત થયું.
___ता तस्स जणओ राया सपरिजणो आगओ, सुअं मयं पासिऊण विसन्नो, जणणी वि विलवंती रुयमाणी, सो सुभाणुजीवो झत्ति देवत्तं लहिऊण समागओ जिणचरणे, ता अम्मापियरो विलवंता पासिऊण भणइ, को एरिसो दुक्खो जं
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
',
जिणचरणे परमसुहदायगे लहिऊण रुयसि ? ते भांति - अम्हाणं सुओ परमवल्लो वावन्नो । तस्स विओगो जाओ । सो दुक्खो दुस्सहो । ता सुरो भाइ, राय ! भणसु तस्स सरीरं तुह इट्टं जीवो वा ? जई जीवो इट्ठो, ता अहं, कुणसु रागं, जई सरीरो इट्ठो ता कलेवरं रज्जह, कहय तुज्झ पुत्तत्तं कत्थ ? तणुसु जीवे वा ? ऊत यं કૃતિ (તં પ્રત્યેવ અસ્થિ) દું યત્તિ ? તા નળયો મારૂં, નો સો રાનો મરૂ, તા સુરો મારૂ, મનળા ચેવ સા, ખં મે સુત્રો, રૂમા પિયા, રૂમા નબળી, રૂથ્વાર્ફ वियप्पा अवत्थुता, तहरूवे सम्बन्धे कह मुच्छिया ? इय वयणेणं पडिबुद्धा सव्वे पव्वज्जमागया, इयलोगम्मि सम्बन्धो भमरूवो इति ॥
સુભાનુકુમાર દીક્ષિત થયા પછી તુરત જ મૃત્યુ પામવાથી તેમના પિતા વજંઘ રાજા પરિવાર સાથે ત્યાં આવ્યા, પુત્રને મૃત્યુ પામેલો જોઈને ઘણું ખેદ પામ્યા (દુઃખ પામ્યા). માતા પણ વિલાપ કરતી રડતી રડતી ત્યાં આવી પહોંચી. તે સુભાનુકુમારનો જીવ જલ્દી જલ્દી દેવ-અવસ્થા પામીને (અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા નીચેની પરિસ્થિતિ જાણીને) તુરત જ જિનેશ્વર પ્રભુના ચરણકમલમાં આવી પહોંચ્યો. ત્યાં વિલાપ કરતા માતા-પિતાને જોઈને તે દેવ કહેવા લાગ્યો કે -
એવું તે તમને શું દુઃખ છે કે પરમસુખદાયક (જન્મ, જરા અને મરણાદિના દુઃખોથી મુકાવનાર એવા) જિનેશ્વર પ્રભુનાં ચરણકમલ પ્રાપ્ત કરીને રડો છો ? અર્થાત્ સુખદાયક એવા પ્રભુ મળ્યા છે તો પછી રડો છો કેમ ? એવું તો તમને શું દુઃખ છે ? તે કહો. તે માતા-પિતા કહે છે કે - પરમ વહાલો એવો અમારો પુત્ર (સુભાનુકુમાર) મૃત્યુ પામ્યો છે તેનું અમને ઘણું દુ:ખ છે. તે પુત્રનો જે વિયોગ થયો છે તે વિયોગ દુઃખરૂપ છે અને દુસ્સહ છે. તેથી અમે રડીએ છીએ.
ત્યારે દેવ કહે છે કે હે રાજન ! કહો કે તમને તે તમારા પુત્રનું શરીર વહાલું છે કે તે પુત્રનો જીવ વહાલો છે ? જો જીવ વહાલો હોય તો તે હું જ છું. અહીંથી મરીને દેવ થયો છું. ત્યાંથી અવધિજ્ઞાનથી જાણીને આવીને તમારી સામે જ ઉભો છું, હું તમારો પુત્ર જ છું, મારા ઉપર રાગ કરો, પુત્ર અસત્ થયો નથી સત્ છે. અને જો શરીર જ ઈષ્ટ હોય તો તેનું ક્લેવર હજુ ભૂમિ ઉપર જ પડેલું છે. તેના ઉપર રાગ કરો, ઘેર લઈ જાઓ, પ્રેમથી પાળો-સાચવો. હે રાજન્ ! કહો કે તમારા પુત્રનું “પુત્રપણું” ક્યાં છે ? શું શરીરમાં છે ? કે જીવમાં છે ? તમે જેને (પુત્રપણે) ઈચ્છતા હો તો તે અહીં જ છે શા માટે રડો છો ?
ત્યારે પિતા કહે છે કે “તમને જોઈને કે ક્લેવરને જોઈને” તેવો રાગ ઉછળતો જ
Page #40
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૩૯
=
નથી, અમને આ બન્નેમાં ક્યાંય પુત્રપણું દેખાતું જ નથી. ત્યારે કહે છે કે - આ બધી મનની માનેલી માન્યતા” માત્ર છે કે “આ મારો પુત્ર છે, આ મારા પિતા છે, આ મારી માતા છે’’ ઈત્યાદિ બધી માન્યતા-ભ્રમ માત્ર છે. મોહદશાના વિકલ્પો જ માત્ર છે, અવાસ્તવિક છે. તે કલ્પનામાં કંઈ પણ તથ્ય નથી. તદ્દવે તેવા પ્રકારના અવાસ્તવિક અર્થાત્ કાલ્પનિક માત્ર સંબંધમાં મૂર્છા-આસક્તિ-પ્રેમ-રાગ કેમ કરાય ? ઈત્યાદિ ઉપદેશાત્મક એવાં દેવના વચનો વડે સર્વને (માતા, પિતા અને પત્નીને) પ્રતિબોધ થયો અને સર્વેએ પ્રવ્રજ્યા સ્વીકારી. તેથી આ લોકમાં “માતા-પિતા-પુત્ર” ઈત્યાદિ જે સંબંધ છે તે કેવલ ભ્રમમાત્ર છે. વાસ્તવિક કોઈ સગપણ સત્ય નથી. મોહનીયકર્મ અને નામકર્મ આદિના કારણે આ સર્વે એક ભવના સંબંધો છે. તેને જીવ સર્વથા સત્ય માનીને મોહાન્ધ થયા છતા સંસારમાં ભટકે છે. ॥૧॥
युष्माकं सङ्गमोऽनादि-र्बन्धवोऽनियतात्मनाम् । ध्रुवैकरूपान् शीलादिबन्धूनित्यधुना श्रये ॥२॥
ગાથાર્થ :- હે બંધુઓ ! અનિયત સ્વરૂપવાળા એવા તમારો સંબંધ અનાદિનો છે. હવે ધ્રુવ એક સ્વરૂપવાળા શીલાદિ ગુણાત્મક બંધુઓનો હું આશ્રય કરું છું. ॥૨॥
ટીકા :- ‘‘યુગ્મા મિતિ'' હે માતપિતરો ! बन्धवः ! युष्माकं सम्बन्धः अनादिसन्तत्या अनाद्यनियतात्मनामसंयतानां भवतीत्यर्थः, वा अनियतात्मनाम्અનિશ્ચિતસ્વરૂપાળાં, મિત્ર શત્રુર્મવતિ, શત્રુઃ પુનમિત્ર મવતિ, અધુના ધ્રુવા-નિશ્ચિંતા, एकरूपा-नानाभावरहिता, तान् शीलादिबन्धून् शील- सत्य - शम - दम - सन्तोषादिबन्धून् हितकारकान् नित्यं सदा श्रये, हे साधक ! शुद्धात्मगुणरूपान् बन्धून् भज ॥२॥
વિવેચન :- માતા અને પિતાનો સંબંધ શારીરિક હોવાથી આ ભવ પૂરતો છે. તથા નામકર્મ અને મોહનીયકર્મના ઉદયજન્ય હોવાથી અવાસ્તવિક છે. આ આત્માનો પરદ્રવ્યની સાથેનો સંબંધ જ અનિયત છે. માતા પણ મરીને પત્ની થાય, પત્ની મરીને માતા થાય, પિતા મરીને પુત્ર થાય, પુત્ર મરીને પિતા થાય એટલે આ તમામ સગપણો અનિયત-અવાસ્તવિક અને કર્મોદયજન્ય છે. તેથી ઔપાધિક છે. તે સગપણને જ ઘણું મહત્વ આપીને આ જીવ મોહાન્ધ થયો છતો ભવોભવમાં રખડે છે. આત્મા અનંત ગુણાત્મક છે. ગુણો એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. પ્રગટ થયા પછી સદા રહેનાર છે. ક્યારેય જવાવાળું નથી. તેથી તે ગુણો ધ્રુવ પણ છે અને પ્રગટ થયા પછી હાનિ-વૃદ્ધિ વિનાના છે. ચાલી જનારા નથી તેથી એક સ્વરૂપવાળા છે. માટે હે આત્મા ! તું સાંસારિક સગપણનો ત્યાગ કર અને ગુણોનો સંબંધ કર. આવા પ્રકારનો આ શ્લોકમાં ઉપદેશ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪) ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર હે માતા-પિતા ! હે બંધુઓ ! તમારો સંબંધ અનાદિ છે, અર્થાત્ અનાદિ કાલની પરંપરાથી છે તથા નિયતાત્મનાં એટલે અવિરતિ-અસંયમી એવા તમારો સંબંધ અનાદિ છે, સાંસારિક સંબંધ છે. ભોગને વધારનારો-મોહને વધારનારો સંબંધ છે. તેનાથી પાપોનો આશ્રવ જ થાય છે, માટે આ સંબંધ ત્યાજ્ય છે.
વ = અથવા નિયતિત્મિનાં = આ શબ્દનો બીજો અર્થ પણ થાય છે. અનિયત છે અનિશ્ચિત છે સ્વરૂપ જેનું એવો તમારો સંબંધ છે. તમારી સાથેનો સંબંધ સદાકાલ એક સ્વરૂપવાળો નથી. કારણ કે હાલ જે મિત્ર હોય છે તે જ સ્વાર્થ સિદ્ધ ન થતાં કાલાન્તરે શત્રુ થાય છે અને શત્રુ હોય છે તે સ્વાર્થ સિદ્ધ થતાં કાલાન્તરે મિત્ર થાય છે. આપણા સંબંધનું શું ઠેકાણું? ઘણા પ્રેમથી વિવાહિત થઈ પતિ-પત્ની બને છે પણ માન ન સચવાતાં અથવા સ્વાર્થ સિદ્ધ ન થતાં છુટાં પડે છે, એક-બીજાની હત્યા કરે છે. તેથી આ સંબંધ અનિશ્ચિત છે. ક્યારે વિરૂપ થઈ જાય તે કંઈ કહેવાય નહીં. માટે હવે હું આવા ક્ષણભંગુર-વિનાશી તથા માત્ર સ્વાર્થ પૂરતા અને ઔપાધિક સંબંધોનો ત્યાગ કરું છું.
હવેથી ધ્રુવ સ્વરૂપવાળા-નિશ્ચિત સ્વરૂપવાળા-સદાકાળ એકરૂપે જ રહેનારા-નાનારૂપે નહીં બનનારા (ભિન્ન ભિન્ન રૂપે નહીં બનનારા) એવા શિયળ-સત્યતા-શમ-દમ અને સંતોષ આદિ ગુણો સ્વરૂપ જે બંધુઓ છે, જે સદાકાળ આત્માનું હિત જ કરનારા છે, કલ્યાણકારક છે. સ્વભાવદશા હોવાથી કર્મબંધ કરાવનાર નથી, તેથી હવેથી હંમેશાં હું તેનો જ આશ્રય કરું છું.
આત્મકલ્યાણની સાધના કરનારા હે સાધક આત્મા ! તું પણ શુદ્ધ આત્મતત્ત્વના શીલાદિ ગુણાત્મક બંધુઓનો જ આશ્રય કર, જે ક્યારેય પણ દગાબાજ બનતા નથી. સદા હિત જ કરે છે માટે તે ગુણોનો સંબંધ તું કર. /રા
कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसन्यासवान् भवेत् ॥३॥
ગાથાર્થ :- સમતા એ જ એક મારી પત્ની છે અને સમાન ક્રિયાવાળા સાધુપુરુષો એ જ મારાં જ્ઞાતિજનો-સગાંવહાલાં અથવા સ્નેહીજનો છે. આ પ્રમાણે બાહ્યવર્ગનો ત્યાગ કરીને હું ગૃહસ્થ ધર્મના ત્યાગવાળો બનું. ડી.
ટીકા :- “વત્તા મે” કૃતિ-તત્ત્વજ્ઞાની ઉચ્ચત્તર સqજે નિં તિ, તવાદमे-मम स्वरूपसाधनतत्परस्य समता एव एका कान्ता-वल्लभा भोगयोग्या, इत्यनेन
Page #42
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૪૧
तत्त्वावलम्बनीभूतानां समता वनिता, समक्रिया:- साधवः मे ज्ञातयः - स्वजना इति कृत्वा बाह्यवर्गं-पुत्रकलत्रादिकं त्यक्त्वा धर्मसन्यासवान्-गृहस्थधर्मत्यागवान् भवेत् । किसम्पदां विहाय क्षयोपशमजां स्वीयां साधनसम्पदां भजति । अनादिपरसङ्गादिविभावसम्पदां गृह्णन् - इच्छन्- भुञ्जन् भवाटव्यां परिभ्रमति । स एव सम्यग्ज्ञानदर्शनेन चारित्रसाधनधर्मपरिणतो मोक्षसाधको भवति ॥३॥
વિવેચન :- જ્યારે આ જીવને તત્ત્વનું ભાન થાય છે ત્યારે જ સમજાય છે કે આ સાંસારિક સગપણો એક ભવ પૂરતાં જ છે. સર્વે જીવો મૃત્યુ બાદ ભિન્ન ભિન્ન સ્થાને જાય છે. નવા નવા જીવોની સાથે આ સાંસારિક સંબંધો થાય છે અને નાશ પામે છે. એક પણ સંબંધ કાયમી નથી. એક ભવમાં પણ આ સંબંધ બદલાતા રહે છે, અનિયત છે. કર્મના ઉદયમાત્રથી જ થયેલા છે, મોહજન્ય છે, ઔપાધિક છે. વિયોગકાલે દુઃખ જ આપનારા છે. માટે જ્ઞાનીઓએ જે કહ્યું છે કે “કોનાં છોરૂ કોનાં વાછોરૂ” ઈત્યાદિ પંક્તિઓ સત્ય છે. તેથી તત્ત્વજ્ઞાની આત્મા આ બાહ્યસંબંધોનો ત્યાગ કરીને અભ્યન્તરસંબંધ (અંદર રહેલા પોતાના સ્વરૂપાત્મક ગુણોનો જ સંબંધ) કરવામાં પ્રીતિ કરે છે.
આત્માના એક શુદ્ધસ્વરૂપની જ સાધના કરવામાં તત્પર બનેલા સાધક આત્માને “સમતા” શમભાવ (રાગ-દ્વેષરહિતતા) એ જ એક કાન્તા છે. વલ્લભ એવી પત્ની છે. શારીરિક ભોગ યોગ્યને બદલે પોતાના સ્વરૂપના ભોગને યોગ્ય જો કોઈ સાચી-સદા સાથે રહેનારી પત્ની હોય તો તે સમતા નામની પત્ની છે. આ રીતે તત્ત્વજ્ઞાનના આલંબનવાળા બનેલા સાધક આત્માને સમતા એ જ પત્ની અને પોતાની સમાન સાધનાની ક્રિયા કરનારા સાધુસંત પુરુષો એ જ મારા જ્ઞાતિજનો છે અર્થાત્ સ્વજનો છે. આમ અભ્યન્તરદૃષ્ટિ ખીલે ત્યારે બાહ્યવર્ગ જે પુત્ર-સ્ત્રી-બંધુ-માતા-પિતા આદિનો ત્યાગ કરીને આ જીવ ગૃહસ્થધર્મનો એટલે કે સાંસારિક સગાઈનો સંન્યાસવાળો (ત્યાગવાળો) બને છે.
માતા-પિતા-પતિ-પત્ની-પુત્ર-મિત્ર ઈત્યાદિક સાંસારિક સ્વજનોની જે પ્રાપ્તિ થાય છે તે મોહનીયકર્મ અને નામકર્મના ઉદયથી થાય છે માટે “ઔદિયક ભાવની’ સંપત્તિ કહેવાય છે. જો કે આ જીવને સાંસારિક જીવન જીવવામાં ઉપરોક્ત સ્વજનો સહાયક છે. માટે જ
સંપત્તિ કહેવાય છે. આ કુટુંબ જેને જીવંત હોય તેને તે તે રૂપે મદદગાર પણ બને છે. માટે જ ભાગ્યશાલી કહેવાય છે પરંતુ તે તમામ બાહ્યસંપત્તિ છે, મોહજન્ય પણ છે અને મોહ કરાવનારી પણ છે. રાગ-દ્વેષના નિમિત્તરૂપ છે. માટે આવા પ્રકારની ઔદયિકભાવની સંપત્તિનો ત્યાગ કરીને આ જીવ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતીકર્મોના ક્ષયોપશમથી થનારી જ્ઞાન-દર્શન
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪૨ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર સમ્યકત્વ-ચારિત્ર-સમતા-સત્ય-શમ-દમ-વીર્ય ઈત્યાદિ ક્ષાયોપથમિક ભાવની પોતાના આત્માની ગુણાત્મક સંપત્તિનો આશ્રય કરે છે.
આ ક્ષાયોપથમિકભાવની સંપત્તિ આગળ આગળ કાલાન્તરે આવનારી ક્ષાયિકભાવની સંપત્તિના સાધનભૂત છે. જ્યારે ક્ષાવિકભાવની સંપત્તિ આવવાનો કાળ આવે ત્યારે ક્ષાયોપથમિક ભાવની પ્રાપ્ત કરેલી આ ગુણાત્મક સંપત્તિ પણ ત્યજવા લાયક છે. હાલ જ્યારે સાધનાનો કાળ ચાલે છે ત્યારે દયિકભાવની સંપત્તિનો ત્યાગ કરીને ક્ષાયોપથમિક ભાવની સંપત્તિનો તત્ત્વજ્ઞાની આત્મા આશ્રય કરે છે. અનાદિકાળથી પરદ્રવ્યનો સંગ કરવા રૂપ અને તેના જ મોહના કારણે ૧૮ પાપસ્થાનકો સેવવા રૂપ વિભાવદશાની જ સંપત્તિને વારંવાર ગ્રહણ કરતો, વારંવાર ઈચ્છતો અને મોહાધીન થઈને વારંવાર ઉપભોગ કરતો એવો આ જીવ સંસારરૂપી અટવીમાં ભટક્યો છે અને ભટકે છે.
તે જ આ આત્મા જ્યારે તત્ત્વજ્ઞાની બને છે. દષ્ટિ બદલાય છે. બાહ્યવર્ગ મોહજનક છે, અકલ્યાણકારક છે અને ગુણાત્મક અભ્યત્તરવર્ગ મોહનો ક્ષયોપશમ કરાવનાર છે, કલ્યાણ કરનાર છે ઈત્યાદિ જ્યારે સમજાય છે. ત્યારે આવા પ્રકારના મોહના નાશક સમ્યજ્ઞાન વડે તથા સમ્યગ્દર્શન વડે સમ્યકચારિત્રધર્મની સાધના કરવા સ્વરૂપ આત્મધર્મમાં પરિણામ પામતો આ જીવ કર્મોનો ક્ષય કરીને મોક્ષદશાનો સાધક બને છે. ૩
धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं, धर्मसन्यासमुत्तमम् ॥४॥
ગાથાર્થ - ચંદનની ગંધતુલ્ય ઉત્તમ ધર્મસન્યાસયોગને પ્રાપ્ત કરીને સારા સમાગમથી પ્રાપ્ત થયેલા એવા ક્ષાયોપથમિક ભાવના ધર્મો પણ ત્યજવા લાયક છે. જો
ટીકા - “ધર્માસ્યન્યા” તિક્ષાયોશિમિવાદ-બે રત્નત્રયીરૂપ ધર્મા: सुसङ्गोत्था:-सत्सङ्गदेवगुरुप्रसङ्गसम्भवा अपि धर्मास्त्याज्याः । क्षमादिवचनरूपा धर्मादिनिमित्ताश्रिता यद्यपि अर्वाक्काले साधनरूपा अपि त्याज्याः । धर्मसन्यासमत्तमं क्षायिकाभेदरत्नत्रयीरूपं स्वधर्मपरिणामं सहजपरिणमनरूपं प्राप्य-लब्ध्वा । कथम्भूतं धर्मसन्यासम् ? चन्दनगन्धाभं, - चन्दगन्धतुल्यम्, तिलादौ हि सुगन्धता सङ्गसम्भवा पुष्पादिनिमित्तसम्भवा, चन्दने सुगन्धता सहजरूपा तादात्म्यत्वेन-सहजेन उत्था-उत्पन्ना सहजोत्था ।
अनेन सहज एव आत्मनि धर्मपरिणामः स्वरूपत्वात् सहजः । स च अशुद्धतया
Page #44
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૩ आवृतत्वेन गुरुनिमित्तात् प्राग्भावं लभते । तत्र प्रथमं सविकल्पयुतजिज्ञासादिनिमित्तसापेक्षं सम्यग्दर्शनादिकं प्रकटयति । तेनैव वर्धमानेन निर्विकल्पकमभेदरत्नत्रयीरूपं निमित्ताद्यपेक्षां विनाऽपि गुणपरिणामरूपं सहजधर्मपरिणामं परिणमयति, तदा सविकल्पा साधना त्याज्या एव भवति । उक्तञ्च योगदृष्टिसमुच्चये -
ઔદયિકભાવની સંપત્તિ કર્મોદયજન્ય હોવાથી બાધક છે મોહ કરાવનારી છે. આ સંપત્તિમાં મૂઢ થયેલ આત્મા બહિરાત્મા કહેવાય છે. તેમાંથી બહાર આવવા માટે ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી ક્ષાયોપથમિકભાવના જ્ઞાનાદિ ગુણોની સંપત્તિ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સાધનભૂત છે, માટે પ્રારંભમાં તે પ્રાપ્ત કરવા જેવી છે. આ ક્ષાયોપથમિકભાવના ગુણોની સંપત્તિને મેળવતો આત્મા સાધકદશાવાળો હોવાથી અન્તરાત્મા કહેવાય છે અને તે ૪ થી ૧૨ ગુણસ્થાનકવર્તી હોય છે.
પરંતુ ઘાતકર્મોનો સર્વથા મૂલમાંથી ક્ષય કરીને ક્ષાયિકભાવની ગુણસંપત્તિ (કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ અને અનંતવીર્યાદિ ગુણસંપત્તિ) પ્રાપ્ત કરવાનો જ્યારે અવસર આવે છે ત્યારે “સુસંગોથા” સારા સત્સંગથી સુદેવ અને સુગુરુના પરિચયથી તથા સ્વાધ્યાય, કલ્યાણમિત્ર વગેરેના સહવાસથી ઉત્પન્ન થયેલા (જીવનમાં ઉઘડેલા) એવા પણ ક્ષાયોપથમિક ભાવના ધર્મો = ભેદ રત્નત્રયી સ્વરૂપ મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનો, સામાયિકાદિ ચારિત્ર અને ક્ષાયોપથમિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ આ આત્માના ગુણો હોવા છતાં પણ તે ત્યજવા જેવા છે. કારણ કે ક્ષાયોપથમિક ભાવ હોવાથી તેમાં જેમ ગુણોનો આવિર્ભાવ છે, તેમ સાથે સાથે કર્મોનો ઉદય પણ ચાલુ હોવાથી ઘણા ઘણા અંશે તે ગુણો ઢંકાયેલા પણ છે. સર્વથા આવિર્ભાવ સ્વભાવવાળા આ ગુણો નથી. “ન મામા કરતાં કાણા (કહેણીયા) મામા પણ સારા” એ ન્યાયે ક્ષાયોપથમિક ભાવના ગુણો સાધનાકાલમાં આદરવા જેવા છે. કારણ કે તે ક્ષાયિકભાવની પ્રાપ્તિના કારણભૂત છે. પરંતુ ક્ષાયિકભાવના ગુણો કર્મોના ઉદયથી સર્વથા નિરપેક્ષ, પરિપૂર્ણ આવિર્ભત સ્વભાવવાળા ગુણો છે. તેથી તે ગુણો જ્યારે આવતા હોય ત્યારે આ ગુણો ગુણસ્વરૂપ હોવા છતાં પણ ત્યાજ્ય છે.
અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણ આ ત્રણે કષાયોના ક્રોધ-માનમાયા અને લોભાત્મક ૧૨ ભેદોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા ઉપકારક્ષમા-અપકારક્ષમાવિપાકક્ષમા અને વચનક્ષમા એમ ચાર પ્રકારના ક્ષમાધર્મો તેવી જ રીતે માનાદિ કષાયોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા માર્દવ, આર્જવ અને સંતોષ ઈત્યાદિ ધર્મો, ક્ષાયિકભાવના ધર્મોની પ્રાપ્તિ કરાવવામાં અવશ્ય નિમિત્તભૂત છે. માટે પ્રથમના કાલમાં આ ક્ષમા-માર્દવ-આર્જવા
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
અને સંતોષ સાધનરૂપ છે. તેથી સ્વીકારવા યોગ્ય છે. તો પણ સંજ્વલન કષાયના ઉદયનો ક્ષય થતાં બારમા ગુણસ્થાનકે સર્વથા મોહના ક્ષયથી જ્યારે ક્ષાયિકભાવના ક્ષમાદિ ધર્મો આવે ત્યારે તે ક્ષાયોપમિક ભાવના ક્ષમાદિ ધર્મો ત્યાજ્ય છે.
દુર્ગુણોની જ બહુલતા જ્યારે હોય છે ત્યારે તે દુર્ગુણોને દૂર કરવા માટે અપૂર્ણ ગુણો પણ પ્રાપ્ય બને છે. પરંતુ પરિપૂર્ણ ગુણોની પ્રાપ્તિકાલે અપૂર્ણગુણો ત્યાજ્ય બને છે. માટે ઉત્તમ એવો ધર્મ સન્યાસયોગ પામીને (ક્ષાયોપશમિક ભાવના ધર્મોનો પણ ત્યાગ કરવા વાળી ક્ષપકશ્રેણિગત અવસ્થાને પામીને) ત્યાં ક્ષમા-માર્દવતા-આર્જવતા-સંતોષાદિ આત્માના ગુણો હોવા છતાં પણ તે ક્ષયોપશમભાવના છે. કર્મના ઉદયની સાથે સંબંધવાળા છે માટે ત્યાજ્ય છે. ક્ષપકશ્રેણીમાં આવેલો આ ધર્મસન્યાસયોગ ઉત્તમોત્તમ છે. ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિસ્વરૂપ છે. અભેદરત્નત્રયી-આત્મક છે. આત્માના પોતાના ધર્મપરિણામાત્મક છે. સ્વાભાવિકપણે ગુણાત્મક પરિણમન સ્વરૂપ છે. કર્મોના ઉદયની કે કર્મોના સંબંધની જરા છાંટ પણ જેમાં નથી એવો આ ધર્મસન્યાસયોગ છે. તેને મેળવીને ક્ષાયિક ભાવના ગુણોને
પ્રાપ્ત કરીને ક્ષાયોપશમિક ભાવના ધર્મો પણ ત્યાજ્ય બને છે.
કુવામાં પડી ગયેલા માણસને બહાર આવવા માટે ત્યાં લટકાવેલી સાંકળ આલંબન રૂપ છે. તેને પકડીને જ બહાર અવાય છે. અતિશય આધાર સ્વરૂપ છે. મજબૂત રીતે પકડવા સ્વરૂપ છે. તો પણ કુવાની કાંઠી ઉપર આવ્યા પછી કુવા બહાર પગ સ્થિર કર્યા બાદ તે સાંકળ જેમ છોડવા જેવી જ છે. જો છોડીએ નહીં તો યથેષ્ટ સ્થાને પહોંચી ન શકાય, કુવાના કાંઠા ઉપર જ ચોંટી રહેવાનો પ્રસંગ આવે. તેમ અહીં સમજવું.
તે ધર્મસાસયોગ કેવો છે ? ચંદનની ગન્ધતુલ્ય છે. ચંદન પણ ઘણું જ સુગંધી હોય છે તથા તલાદિનું તેલ ગુલાબ આદિનાં પુષ્પો નાખીને ઉકાળીને બનાવ્યું હોય ત્યારે તે તેલ પણ ઘણું જ સુગંધી હોય છે. ઘણી જાતના અત્તર પણ સુગંધી હોય છે. પરંતુ ઉપરોક્ત સર્વે વસ્તુઓમાં ઘણું જ અંતર છે. તે આ પ્રમાણે -
તલના તેલમાં કે બીજા કોઈપણ પ્રકારના તેલમાં ઉકાળવાથી જે સુગંધપણું આવે છે તે ‘“સંગસંભવિત” છે એટલે કે ગુલાબ, મોગરો, જાઈ વગેરેના પુષ્પાદિના સંગ (સંયોગ)ના નિમિત્તે ઉત્પન્ન થયેલી સુગંધ છે, તેલ પોતે સ્વયં સુગંધી નથી, પરદ્રવ્યના મિશ્રણથી સુગંધ આવેલી છે. એટલું જ નહીં પણ પરદ્રવ્યની જ સુગંધ તે તેલમાં છે, જ્યારે ચંદનમાં જે સુગંધ છે તે સહજસ્વરૂપે છે. પોતાની જ સ્વયં સુગંધ છે. ચંદનના કાષ્ઠમાં તાદાત્મ્યપણેઅભેદભાવે રહેલી એટલે કે સ્વાભાવિકપણે જ ઉત્પન્ન થયેલી આ સુગંધ છે. પરંતુ ગુલાબ, મોગરો વગેરેનાં પુષ્પોરૂપી પરદ્રવ્યના સંગથી ઉત્પન્ન થયેલી આ સુગંધ નથી એવી જ રીતે
Page #46
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૫ ક્ષાયિકભાવની પ્રગટ થયેલી અભેદરૂપે જે રત્નત્રયી છે તે આત્મામાં રહેલો પોતાનો સહજ ધર્મપરિણામ છે. કારણ કે કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના ગુણો એ તો આત્માનું પોતાનું સહજ સ્વરૂપ જ છે.
કેવલજ્ઞાનાદિ આત્માનું પોતાનું સત્તાગત સહજ અને શુદ્ધ સ્વરૂપ છે જ. ફક્ત પૂર્વબદ્ધ મોહનીયકર્મના ઉદયને કારણે આવેલી અશુદ્ધતાને લીધે તે શુદ્ધસ્વરૂપ આવૃત થયેલું છે (ઢંકાયેલું છે) નાશ પામેલું નથી. તેથી જે આ આવૃતસ્વરૂપ છે તે જ સદ્ગુરુ-સત્સંગ અને સ્વાધ્યાય આદિના કારણે પ્રભાવને (પ્રગટપણાને) પામે છે. ત્યાં સૌથી પ્રથમ અનાદિકાળથી લાગેલા મોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાત્વ, અજ્ઞાન આદિ વિપરીત બુદ્ધિ રૂપ ઔદયિકભાવને અટકાવીને સવિકલ્પક ભાવથી યુક્ત એવી તત્ત્વની જિજ્ઞાસા (અથવા સવિકલ્પક ભાવથી યુક્ત એવી જિનવાણી સાંભળવી) વગેરે પ્રબળ શુભનિમિત્તોની અપેક્ષાવાળા ક્ષાયોપથમિકભાવના (સમ્યકત્વમોહનીયના ઉદયવાળા) એવા સમ્યગ્દર્શનાદિ ભેદરત્નત્રયી રૂપ ગુણોને આ જીવ પ્રથમ પ્રગટ કરે છે.
ક્ષાયોપથમિક ભાવના તે સમ્યકત્વ-મત્યાદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનો, દેશવિરતિ-સર્વવિરતિ રૂપ ચારિત્ર અને દાનાદિ લબ્ધિઓની વૃદ્ધિ થતાં થતાં ક્ષાયોપથમિક ભાવ પરાકાષ્ઠાએ પહોંચતાં કાળાન્તરે નિર્વિકલ્પકદશાવાળો, અભેદરત્નત્રયીસ્વરૂપ, બાહ્ય સગુરુ કે સત્સંગ આદિ નિમિત્તોથી નિરપેક્ષ સહજ ગુણના પરિણામાત્મક એવો ક્ષાયિક ભાવનો સ્વાભાવિક એવો ધર્મપરિણામ, આ આત્મામાં પરિણામ પામે છે અર્થાત્ ક્ષાયિકભાવના ગુણો રૂપ ધર્મપરિણામ પ્રગટ થાય છે. જ્યારે આ નિર્વિકલ્પક અભેદભાવવાળો ક્ષાયિકભાવનો ધર્મપરિણામ પ્રગટ થાય છે ત્યારે સવિકલ્પક એવી ક્ષાયોપથમિકભાવની જે સાધના હતી તે ત્યાજ્ય જ બને છે. એક ગામથી બીજે ગામ જવા માટે ઘોડાની કે ગાડીની જરૂર હોય છે. પરંતુ સામે ગામ પહોંચ્યા પછી તે ઘોડાની કે ગાડીની જરૂર રહેતી નથી. તેમ અહીં સમજવું. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચયમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રીએ કહ્યું છે કે -
द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । માયો તૂર્ણ દ્વિતીય રૂત્તિ તઃિ . (યોગ.દષ્ટિ. ૧૦)
સામર્થ્યયોગના બે ભેદ છે - (૧) ધર્મસન્યાસ અને (૨) યોગસન્યાસ. ત્યાં પ્રથમભેદ જે ધર્મસન્યાસ નામનો છે, તે બીજા અપૂર્વકરણના કાલે (ક્ષપકશ્રેણિમાં) તાત્ત્વિકપણે થાય છે અને બીજો ભેદ જે યોગસન્યાસ નામનો છે તે આયોજિકાકરણ કર્યા પછી કેવલીભગવંતને તાત્ત્વિકપણે હોય છે. એમ યોગદશાનું સ્વરૂપ જાણનારા પુરુષો કહે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર तत्र सम्यग्लाभकाले प्रथमापूर्वकरणं, क्षपकश्रेणिनिवृत्तिबादरगुणस्थाने द्वितीयमपूर्वकरणम् । तत्र द्वितीये अपूर्वकरणे प्रथमः धर्मः अतात्त्विकः, स तात्त्विकः तत्त्वरूप एव भवति । भावना च यद्यपि क्षायोपशमिकाः सम्यग्दर्शनादिगुणाः अर्हत्प्रवचनादि-स्वजात्यबाधक-विजातिपरद्रव्यमवलम्ब्य प्रवर्तन्ते, परावलम्बनेन મતાત્ત્વિ: |
तत्त्वं स्व-स्वरूपं, (तत्त्वस्वस्वरूपं ) न तन्मया इति, किन्तु अर्हदादिगुणावलम्बिनः इति एष परानुयायिविषयाद्याश्रवपरिणतिपरित्यागेऽपि निर्विषय-निस्संग-तीर्थङ्कराद्यवलम्बनेऽपि परानुयायिताऽस्त्येव, इत्यनेन अतात्त्विकः यस्य सम्यग्दर्शनादिगुणक्षयोपशमः स्वरूपनिर्धार-भासन-रमणात्मकः अन्यनिमित्ताद्यालम्बनमृते स तात्त्विक इति ।
ભાવાર્થ આ પ્રમાણે છે કે – અનાદિકાળથી જે જીવ મિથ્યાષ્ટિ છે તે જ્યારે સૌથી પ્રથમ ઔપશમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ સમ્યકત્વના લાભકાળે ત્રણ કરણ કરતાં ગ્રંથિભેદ કરાવનારું જે અપૂર્વકરણ થાય છે, તેને પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. કારણ કે આવા પ્રકારનું અપૂર્વકરણ ભૂતકાળમાં આ જીવે ક્યારેય કર્યું નથી. આ પ્રથમ અપૂર્વકરણ સમ્યકત્વાભિમુખ મિથ્યાષ્ટિ જીવને પ્રથમ ગુણઠાણે થાય છે અને ક્ષપકશ્રેણિના કાળે ૮-૯૧૦-૧૨ ગુણઠાણે આરોહણ કરતાં નિવૃત્તિબાદર નામના આઠમા ગુણઠાણે જે અપૂર્વકરણ થાય છે તે અતિશય વિશુદ્ધ છે માટે તેને દ્વિતીય (બીજું) અપૂર્વકરણ કહેવાય છે.
ત્યાં ક્ષપકશ્રેણિગત બીજા અપૂર્વકરણમાં જીવ જ્યારે આવે છે ત્યારે જે પ્રથમ અતાત્ત્વિક ધર્મપરિણામ હતો તે તાત્ત્વિક-ધર્મપરિણામરૂપ જ થાય છે. પ્રથમ અપૂર્વકરણકાલે અતાત્ત્વિક ધર્મપરિણામ છે અને ક્ષપકશ્રેણિવાળા બીજા અપૂર્વકરણકાળે તાત્ત્વિક ધર્મપરિણામ છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે.
પ્રથમ અપૂર્વકરણકાળે આ જીવ મિથ્યાત્વમોહનીયના ઉદયને અટકાવીને તે મિથ્યાત્વમોહનું ત્રિપુંજીકરણ કરવા દ્વારા તેને ક્ષયોપશમભાવ રૂપે પમાડીને સમ્યગ્દર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે. તેથી તે સમ્યકત્વાદિ ગુણો જો કે ક્ષાયોપથમિકભાવના જ છે. (ઔદયિકભાવના નથી, કારણ કે ઔદયિકભાવથી સમ્યકત્વાદિ ગુણો આવતા નથી) તો પણ જ્ઞાતિવાદ = પોતાના આત્માના શુદ્ધસ્વરૂપાત્મક સ્વજાતિની જરા પણ બાધા ન કરનારાં, એટલે કે સ્વસ્વરૂપને હાનિ ન પહોંચાડનારાં (બલ્ક વૃદ્ધિ કરાવનારાં), પોતાના આત્માથી વિજાતીય એવાં પરદ્રવ્યાત્મક જે મwવરનારિ = અરિહંત પરમાત્માનાં પ્રવચન
Page #48
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૭ શાસ્ત્રમૂર્તિ આદિનાં આલંબન લઈને તે ગુણો પ્રગટ થાય છે. પ્રાથમિક સભ્યત્વની પ્રાપ્તિના કાલે જીવને અનાદિકાળથી, મિથ્યાત્વનો જોરદાર અભ્યાસ છે, સમ્યકત્વના આચારોનો તેવો પ્રબળ સ્વયં અભ્યાસ નથી. તેથી અરિહંત પરમાત્માના પ્રવચનો-શાસ્ત્રો-મૂર્તિ-સગુરુસમજાવનારા ઈત્યાદિ પરપદાર્થોનું આલંબન લેવાનું હોય છે. જો કે આ પરપદાર્થો સ્વજાતિના (સ્વ-સ્વરૂપના) અબાધક છે. તો પણ પવિત્રવનેન = મતાત્ત્વિl: = પરદ્રવ્યનું આલંબન હોવાથી તે કાલે આવેલો ધર્મપરિણામ એટલો બધો બલિષ્ટ નથી કે આલંબન ન હોય તો પણ ટકે જ, માટે તેને તે કાલે અતાત્ત્વિક ધર્મપરિણામ કહેવાય છે.
તત્ત્વ વસ્વરૂપમ્” “સ્વ-સ્વરૂપનું જ જ્યાં આલંબન હોય તે તાત્ત્વિક કહેવાય.” આવું પ્રથમ સમ્યકત્વકાલે નથી. અર્થાત્ અરિહંત પરમાત્માના પ્રવચનાદિનું આલંબન લેવું તત્ તુ = તે વળી સ્વસ્વરૂપમ્ = પોતાનું સ્વરૂપ નથી આત્માનું સ્વરૂપ નથી. પરસ્વરૂપ છે. તેથી “ન તન્મય.” = તન્મય એટલે કે સ્વમય નથી અર્થાત્ પરાવલંબી છે. પ્રથમ સમ્યકત્વકાલે માત્ર સ્વનું જ આલંબન હોય તેવું નથી. પરંતુ અરિહંત પરમાત્માદિ (શુભનિમિત્તોના) ગુણોનું (પરનું) આલંબન છે. માટે તે કાલે આવેલો :-આ ધર્મપરિણામ મોહજનક પરદ્રવ્યાનુયાયી નથી એટલે કે (આત્મામાં વિકારો લાવે-મલીન કરે તેવા) પરદ્રવ્યાનુયાયિ પાંચ ઈન્દ્રિયોના વિષયોના સેવનથી આશ્રવો થાય તેવી મલીન પરિણતિવાળો નથી પરંતુ તેવી મલીન પરિણતિના ત્યાગ વાળો છે. છતાં પણ, નિર્વિષયક અને નિસ્ટંગ એવા ઉપકારક પરમાત્મા શ્રી તીર્થંકરદેવાદિનું (પરદ્રવ્યનું) આલંબન તેમાં અવશ્ય છે. તેથી “પરાનુયાયિતા” પરદ્રવ્યનું આલંબન લેવાપણું તેમાં છે જ. આ કારણે તે અતાત્વિક ધર્મપરિણામ કહેવાય છે.
પરંતુ આત્માનો જે ધર્મપરિણામ સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિવાળો, મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમવાળો, શુદ્ધ આત્મતત્ત્વની શ્રદ્ધા અને શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો અને શુદ્ધ આત્મતત્ત્વમાં જ રમણતા કરવાના સ્વરૂપવાળો છે વળી તે ધર્મપરિણામ પણ અરિહંત પરમાત્માના પ્રવચન-સદ્ગુરુ-પ્રતિમાદર્શન વગેરે અન્ય નિમિત્તોના આલંબન વિના પોતાના આત્મબળે જ આવો ક્ષયોપશમ વર્તે છે. જે અન્તર્મુહૂર્તના કાળમાં જ ક્ષાયિકભાવ રૂપે પરિણામ પામવાનો છે. તે અરિહંતાદિના બાહ્ય શુભ આલંબન વિનાનો હોવાથી તાત્વિક ધર્મપરિણામ કહેવાય છે જે આઠમા ગુણઠાણાના અપૂર્વકરણમાં આવે છે.
જ્યાં શુભનિમિત્તોનું આલંબન છે તેમાં પરાનુયાયિતા (પરદ્રવ્યને અનુસરવાપણું) છે. માટે અતાત્ત્વિક કહેવાય છે અને જ્યાં શુભનિમિત્તોનું પણ આલંબન નથી ત્યાં પરાનુયાયિતા (પરદ્રવ્યને અનુસરવાપણું) નથી, તેથી તે તાત્ત્વિક-ધર્મપરિણામ કહેવાય છે. પ્રથમ
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
સમ્યક્ત્વકાલે પ્રથમ અપૂર્વકરણે અતાત્ત્વિક અને ક્ષપકશ્રેણિકાલે બીજા અપૂર્વકરણકાલે તાત્ત્વિક ધર્મપરિણામ જાણવો. બીજો યોગસન્યાસ નામનો સામર્થ્યયોગ કેવલીભગવંતોને આયોજિકાકરણ પછી હોય છે.
=
अत्र रत्नत्रयीस्वरूपे वीतरागसर्वज्ञोक्तयथार्थतत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । यथार्थतत्त्वावबोधो ज्ञानम् । तत्त्वरमणं चारित्रमिति गुणत्रयीक्षयोपशमः । अर्हद्वाक्याद्यवलम्बनेन साधकत्वस्वगुणोऽपि क्रमकारणं करणाद् अतत्त्वं विकल्पपूर्वकमन्तर्मुहूर्तं यच्चोपादेयत्वेन स्वतत्त्वनिर्द्धार - भासन - रमणरूपं हेयबुद्ध्या परभावत्यागनिर्द्धार-भासन-रमणयुक्तं रत्नत्रयीपरिणमनं भवति तद् भेदरत्नत्रयीरूपम् । यच्च सकलविभावहेयतयाप्यवलोकनादिरहितं विचारणस्मृतिध्यानादिमुक्तमेकसमयेनैव सम्पूर्णात्मधर्मनिर्धार -भासन - रमणरूपं निर्विकल्पसमाधिमयम् अभेदरत्नत्रयीस्वरूपम् । उक्तञ्च ध्यानप्रकाशे
ભેદરત્નત્રયી અને અભેદરત્નત્રયી કોને કહેવાય ? તે સમજાવે છે.
અહીં રત્નત્રયીના સ્વરૂપમાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલ જે યથાર્થ તત્ત્વભૂત પદાર્થ છે તેની યથાર્થ રુચિ થવી, ગમી જવું. “આ તત્ત્વ આમ જ છે જેમ ભગવાને કહ્યું છે” તેવી જે દૃઢ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન જાણવું, યથાર્થપણે તત્ત્વનો પોતાને બોધ થવો, જ્ઞાન થવું, તત્ત્વ જાણવું તે સમ્યજ્ઞાન અને જાણ્યા પછી તેની અંદર હેય તત્ત્વની સાથે હેયપણે અને ઉપાદેયતત્ત્વની સાથે ઉપાદેયભાવે જે રમણતા કરવી, ઉપકારકતત્ત્વમાં લીન થવું તે સમ્યક્ચારિત્ર કહેવાય છે. આમ અરિહંત પરમાત્માની વાણીના વારંવાર શ્રવણ-મનન-ચિંતનના આલંબન વડે રત્નત્રયી ઉપરના આવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય છે.
રત્નત્રયી ઉપરના આવરણીય કર્મોનો ક્ષયોપશમ એ સાધકપણાનો (સાધક એવા આત્માનો) પોતાનો ગુણ હોવા છતાં પણ જિનવાણી-સત્સંગ-સદ્ગુરુયોગ-પ્રતિમાદર્શન વગેરે આલંબન દ્વારા ક્રમશઃ પ્રગટ થાય છે. પ્રથમ જિનવાણી ઉપર શ્રદ્ધા થાય, ત્યારબાદ રસ લાગવાથી અભ્યાસ દ્વારા બોધ થાય અને જેમ જેમ બોધ વધતો જાય તેમ તેમ રમણતા આવે આ રીતે આ ત્રણે ગુણો ક્રમશઃ કારણ છે. શ્રદ્ધા જ્ઞાનનું કારણ અને જ્ઞાન એ રમણતાનું કારણ છે. આમ શુભ આલંબન રૂપ કારણ હોવાથી આ રત્નત્રયીરૂપ ધર્મપરિણામ “અતાત્ત્વિક” છે. અર્થાત્ પરાવલંબી કહેવાય છે.
તથા આ રત્નત્રયીનું પરિણમન બુદ્ધિના વિકલ્પપૂર્વક પ્રવર્તે છે. અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે ઉપાદેયતત્ત્વમાં ઉપાદેયપણાના અને હેયતત્ત્વમાં હેયપણાના વિકલ્પો ઉઠે છે. સારાંશ કે જે
Page #50
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક- ૮
૨૪૯
=
સ્વતત્ત્વ છે એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેની ઉપાદેયપણે (નિદ્વાર ) = શ્રદ્ધા, ( માસન) = જાણપણું અને (રમરૂપ) તેમાં રમણતા કરવી - એકાગ્ર બનવું તથા પરભાવ હેય છે એમ સમજીને હેયબુદ્ધિપૂર્વક પરભાવના ત્યાગની શ્રદ્ધા-પરભાવના ત્યાગનો બોધ અને પરભાવના ત્યાગની જ સતત રમણતાથી યુક્ત એવા પ્રકારનું કાર્ય-કારણ રૂપે પ્રવર્તતું અને અરિહંતાદિ શુભ નિમિત્તોના આલંબનવાળું જે રત્નત્રયીનું પરિણમન તે ભેદરત્નત્રયી રૂપ સમજવું.
=
અશુભ નિમિત્તો હોય કે અરિહંત પરમાત્માની વાણી આદિ શુભનિમિત્ત હોય. પરંતુ સર્વે બાહ્યનિમિત્ત એ પરપદાર્થ છે તેથી વિભાવ છે, આવું સમજીને સર્વે પણ વિભાવ હોવાથી હેયરૂપ છે. છતાં પણ હેયને હેયપણે અને ઉપાદેયને ઉપાદેય રૂપે જાણવાના વિકલ્પ વિનાનું તથા તત્ત્વની વિચારણા કરવી, તત્ત્વનું સ્મરણ કરવું અને તત્ત્વનું ધ્યાન કરવું આ પણ એક શુભ વિકલ્પોવાળી દશા હોવાથી તેવા વિકલ્પોથી પણ મુક્ત એક સમયના કાલમાત્ર વડે જ અનંતાનંત ધર્માત્મક એવું સંપૂર્ણ જે આત્મતત્ત્વમય જે આત્મધર્મ છે. તેની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતામય એવું તથા કોઈ પણ જાતના વિકલ્પો વિનાનું સર્વોત્કૃષ્ટ સમાધિમય (સમતાભાવથી યુક્ત) એવું રત્નત્રયીનું પરિણમન તે અભેદરત્નત્રયીનું સ્વરૂપ જાણવું.
ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનકે દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થયેલ હોવાથી અને ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થતો જતો હોવાથી તાત્ત્વિક ધર્મપરિણામની પ્રાપ્તિ થાય છે. અહીં શુભ નિમિત્તોના આલંબનની પણ આવશ્યકતા રહેતી નથી. દોષો ન હોવાથી સંકલ્પવિકલ્પો પણ હોતા નથી તથા તેના નિવારણની વિચારણા વગેરે કંઈ જ હોતું નથી. ક્ષાયિકભાવ હોવાથી નિર્દોષ-નિષ્કલંક આત્મતત્ત્વ હોય છે. બારમે ગુણઠાણે બાકીનાં ઘાતીકર્મોનો પણ ક્ષય થવાથી એક જ સમયમાં સર્વ હેય-ઉપાદેય ભાવોને હેય-ઉપાદેયના વિકલ્પ વિના યથાર્થપણે શ્રદ્ધા-ભાસન અને રમણતા આવી જાય છે. આ અભેદરત્નત્રયી કહેવાય છે. ધ્યાનપ્રકાશ નામના ગ્રંથમાં કહ્યું છે કે
-
जो य वियप्पो चिरकालिओ, सपरोभयावलंबणे होई । जट्ठिव्व पुरस्स चलणे, निमित्तगाही भवे भेई ॥१॥
एगसमयेण नियवत्थुधम्मंमि, जं गुणतिगं रमइ । परदव्वाणुवओगी निमित्तचाई अई सो ॥२॥
ईदृग् अभेदरत्नत्रयीपरिणतेन भेदरत्नत्रयीपरिणामः सप्रयासः सशङ्करः त्यज्यत વ ॥૪॥
Page #51
--------------------------------------------------------------------------
________________
ત્યાગાષ્ટક – ૮
જ્ઞાનસાર
સ્વ-પર અને ઉભયનું આલંબન ગ્રહણ કરવા સંબંધી લાંબા કાળથી ચાલ્યો આવતો જે વિકલ્પ છે તે આગળ આગળ ચાલવામાં લાકડીની પેઠે નિમિત્તગ્રાહી છે - નિમિત્તરૂપે ઉપકાર કરનારો છે. તેથી આવા પ્રકારનો નિમિત્તાવલંબી જે વિકલ્પ છે તે ભેદરત્નત્રયી છે અને એક જ સમયમાત્રમાં પોતાના વસ્તુધર્મની અંદર દર્શન-જ્ઞાન અને ચારિત્ર આમ ત્રણે ગુણો એકી સાથે રમણતા કરે, છતાં તેમાં પરદ્રવ્યનો (ભલે જિનવાણી જેવાં શુભનમિત્ત હોય તો પણ તેનો) નિમિત્તાદિ રૂપે ઉપયોગ કરવામાં આવતો નથી અને સર્વથા બાહ્ય નિમિત્તોનો ત્યાગ જ હોય છે તે રત્નત્રયીનો પરિણામ અભેદ રત્નત્રયી કહેવાય છે.
૨૫૦
આ રીતે અભેદરત્નત્રયીનો પરિણામ આવે ત્યારે પ્રયાસવાળો અને સશંકર એવો ભેદરત્નત્રયીનો પરિણામ ત્યાજ્ય જ બને છે. આપોઆપ તે છુટી જાય છે.
પ્રયાસવાળો એટલે ભેદરત્નત્રયીનો પરિણામ બુદ્ધિપૂર્વકના પ્રયત્નવાળો-વિકલ્પાત્મક છે અને અભેદ રત્નત્રયીનો પરિણામ સહજ છે, નિર્વિકલ્પક છે. તથા સશંકર એટલે ભેદરત્નત્રયીનો પરિણામ ક્ષયોપશમભાવવાળો છે એટલે કર્મોનો કંઈક અંશે ક્ષય અને કંઈક અંશે ઉદય એમ મિશ્રતાવાળો છે. માટે સાતિચાર છે, દોષવાળો છે અને અભેદરત્નત્રયીનો પરિણામ કર્મોના કેવળ ક્ષયજન્ય છે. તેથી નિર્દોષ અને નિષ્કલંક છે. તેથી અભેદરત્નત્રયીનો પરિણામ ઉચ્ચકોટિનો છે માટે તે પ્રાપ્ત થાય ત્યારે ભેદરત્નત્રયીનો પરિણામ ત્યાજ્ય થાય છે. ॥૪॥
गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरुत्तमः ॥५॥
ગાથાર્થ :- જ્યાં સુધી શિક્ષાનો સાક્ષાત્કાર થવા વડે અને આત્મતત્ત્વ પ્રકાશિત થવા વડે પોતાનું ગુરુપણું પ્રગટ થતું નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુનો આશ્રય રાખવો જોઈએ. ॥૪॥
ટીકા :- ‘‘ગુરુત્વમિતિ’’-યાવતા અસ્ય સાધસ્થ ગુરુત્વે સ્વસ્ય આત્મન વ ન उदेति - न जायते, केन ? शिक्षासात्म्येन स्वयमेव स्वस्य शिक्षादायक: न भवति, पुनः केन ? आत्मतत्त्वप्रकाशेन - आत्मधर्मप्राग्भावेन संशयविपर्ययरहितशुद्धात्मतत्त्वप्रकाशकः यावन्न भवति, तावदयं उत्तमः स्वपरोपकारी रत्नत्रयीपरिणतः द्रव्यभावगुणोपेतः गुरुः तत्त्वकथकः सेव्यः ।
વિવેચન :- જ્યાં સુધી સાધક એવા આ આત્માને પોતાનું ગુરુપણું પ્રગટ થતું નથી આત્મીય ગુરુતા પ્રાદુર્ભૂત થતી નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુની નિશ્રા અવશ્ય રાખવી
Page #52
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૧ જોઈએ. ન = કયા પ્રકારે પોતાની ગુરુતા પ્રગટ થવી જોઈએ? તેનો ઉત્તર આપે છે કે “શિક્ષાસાભેર અને માત્મતત્ત્વપ્રવાશે” તેનો અર્થ આ પ્રમાણે છે -
સ્વયં પોતે જ પોતાના આત્માને સમજાવી શકે તેવો ન થાય ત્યાં સુધી ગુરુનિશ્રા ત્યજવી નહીં, મોહનો ઉદય અનાદિનો છે. તેના સંસ્કારો બલવાન છે. વિશિષ્ટ મુનિને પણ ક્યારેક ક્યારેક આવેશમાં લાવી દે છે. તેથી પોતાનું શ્રદ્ધાબળ, જ્ઞાનબળ અને ચારિત્રબળ પરિપક્વ ન બન્યું હોય, તો મોહના ઉદયની સામે પોતે જ પોતાના આત્માને શિક્ષાદાતા ન થાય. તેથી જ્યાં સુધી પોતે જ પોતાના આત્માને માર્ગમાં સ્થિર રાખે તેવો ન થયો હોય, ત્યાં સુધી ગુરુની નિશ્રા ત્યજવી નહીં, અર્થાત્ જ્યારે સ્વયં સમર્થ થાય ત્યારે ગુરુની નિશ્રા સંભવતી નથી. કારણ કે આ ગુરુની નિશ્રા એ પરનિમિત્ત છે, પરાનુયાયિતા છે. પ્રારંભકાલે ઉપકારી છે પણ સમર્થકાલે તે અતાવિક છે.
જ્યાં સુધી પોતાનામાં આત્માના શુદ્ધ ધર્મનો પ્રભાવ (આવિર્ભાવ) થતો નથી ત્યાં સુધી અવશ્ય ગુરુનિશ્રા જરૂરી છે. માટે રાખવી. આ આત્મા સ્વચ્છંદી અને દોષિત ન બની જાય માટે જ્યાં સુધી સંશય-વિપર્યયાદિ દોષોથી રહિત એવા શુદ્ધ ધર્મનો પ્રકાશક આ આત્મા બનતો નથી. પોતે જ પોતાને શુદ્ધ ધર્મ સમજાવી શકે અને શુદ્ધ ધર્મમાં આત્માને સ્થિર રાખે તેવો બનતો નથી ત્યાં સુધી અવશ્ય ગુરુનિશ્રા રાખવી જોઈએ. ક્ષાયિકભાવ ન આવે અને ક્ષયોપશમભાવ હોય ત્યાં સુધી ગુરુની નિશ્રા સેવવી જોઈએ. કારણ કે ક્ષયોપશમભાવ કર્મના ઉદયથી મિશ્ર છે. શંકરસ્વરૂપ છે. આત્માનું પતન થવાનો ભય છે તે નિર્ભય અવસ્થા નથી.
કેવા ગુરુની નિશ્રા રાખવી? ઉત્તમ ગુરુની નિશ્રા રાખવી. ઉત્તમ એટલે સ્વનું અને પરનું એમ ઉભયનું કલ્યાણ કરનારા, પોતે આત્મતત્ત્વ પામનારા અને બીજાને પણ આત્મતત્ત્વ પમાડનારા, રત્નત્રયીના ભાવથી પરિણત થયેલા-શરીરના અંગે અંગમાં વીતરાગધર્મની શ્રદ્ધાજ્ઞાન અને રમણતાથી રંગાયેલા, ગુરુતત્ત્વના દ્રવ્યથી અને ભાવથી જે જે ગુણો હોવા જોઈએ તે તે ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રા રાખવી. પુણ્યના ઉદયથી શરીરની રૂપવત્તા, પ્રભાવ, તેજસ્વિતા, સ્પષ્ટ વાણી ઈત્યાદિ જે ગુણો તે દ્રવ્યથી ગુણો જાણવા અને મોહનીયકર્માદિના ક્ષયોપશમથી જે ગુણો વિવેક-વિનય-પરોપકારનો ભાવ-ઉચ્ચ ચારિત્ર ઈત્યાદિ જે ગુણો તે ભાવગુણો જાણવા. સારાંશ કે પુણ્યોદયજન્ય ગુણો તે દ્રવ્યગુણો અને ક્ષયોપશમજન્ય જે ગુણો તે ભાવગુણો, આવા પ્રકારના ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રા અવશ્ય રાખવી તથા આત્મતત્ત્વ જ સમજાવનારા, બાહ્યભાવોથી પોતે પણ દૂર રહેનારા અને શિષ્યવર્ગને પણ દૂર રાખનારા આવા ગુરુની નિશ્રા અવશ્ય રાખવી.
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
સાધક એવો આપણો આ આત્મા બાધક ન બની જાય તે માટે આત્મતત્ત્વની પ્રાપ્તિ અને સુરક્ષા માટે કાંટાળી વાડની તુલ્ય આવા ગુણોપેત ગુરુની નિશ્રા અવશ્ય રાખવી. જ્યારે આ આત્મા આત્મતત્ત્વથી સંપન્ન બને છે ત્યારે આ નિશ્રા પરનિમિત્તવાળી છે પરાનુયાયિતા છે. સંકલ્પ-વિકલ્પવાળી છે. માટે નિર્વિકલ્પકાળે જરૂરી નથી માટે ત્યાજ્ય છે. પણ પૂર્વકાલે આદરવાની છે. પૂર્વકાલમાં અતિશય બહુમાનપૂર્વક તે નિશ્રા સ્વીકાર્ય છે.
हे गुरो ! अतीतानन्तकालाप्राप्तं स्वात्मधर्मनिर्धार-भासन-रमणं तत्तवोपदेशाञ्जनेन प्राप्तमात्मानुभवसुखं भुक्तम् । अहो ! गुरूणां कृपा, यया परमामृतास्वादनं भवति । अतः यावद् न पूर्णानन्दः तावत्तव चरणौ शरणम् । उक्तञ्च -
नाणस्स होई भागी, थिरयरो दंसणे चरित्ते अ । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचन्ति ॥१॥
(બૃહત્કલ્પભાષ્ય ગાથા-૫૭૧૩) अत एव परित्यज्य चक्रवर्त्तित्वं इभ्यश्रेष्ठित्वं, गृह्णन्ति श्रमणत्वं, सेवन्ते गुरुचरणारविन्दान् तत्त्वजिज्ञासापटवः ॥५॥
હે ગુરુજી ! ભૂતકાળમાં પસાર થયેલા અનંતા પણ કાલમાં પ્રાપ્ત ન થયેલી એવી મારા પોતાના શુદ્ધ આત્મતત્ત્વની જે શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા છે, તે તમારા ઉપદેશાત્મક અંજન આંખમાં આંજવા દ્વારા મારી આંખ ખુલવાથી પ્રાપ્ત થઈ છે. તથા કંઈક અંશે આત્માના શુદ્ધ તત્ત્વના અનુભવનું સુખ મેં માપ્યું છે, અનુભવ્યું છે. અહો ઘણા જ આનંદની વાત છે કે મને આવી ગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે. જે ગુરુની કૃપા વડે પરમ અમૃતનો આસ્વાદ મેં કર્યો છે. આ કારણથી જ્યાં સુધી ક્ષાયિક ભાવનો અભેદરત્નત્રયીના પરિણામાત્મક પૂર્ણાનંદ મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્ષાયોપથમિકભાવવાળા એવા મને તમારા ચરણકમળનું શરણ હોજો, ક્યારેય આ નિશ્રાથી હું મુક્ત ન હોઉં. શ્રી બૃહત્કલ્પભાષ્ય ગાથા-૫૭૧૩ માં કહ્યું છે કે –
ગુરુકુલવાસથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર્શનગુણમાં અને ચારિત્રગુણમાં અત્યંત સ્થિર થવાય છે. તેથી માવજીવ (જીવનના અંત સુધી) જે ગુરુકુલવાસ ત્યજતા નથી તે પુરુષો ધન્ય છે.”
આ કારણથી જ તત્ત્વની જિજ્ઞાસામાં ચતુર એવા પુરુષો ચક્રવર્તિપણાનો, વિશિષ્ટ શ્રેષ્ઠિપણાનો પણ ત્યાગ કરીને (બાહ્ય ભાવોથી ઘણું ઘણું સુખી સંસારીજીવન હોવા છતાં પણ તેનો ત્યાગ કરીને) શ્રમણપણું સ્વીકારે છે અને ગુરુજીના ચરણ-કમલને સેવે છે. માટે
Page #54
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક – ૮
આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ગુરુનિશ્રા અવશ્ય આદરણીય છે. પા
ज्ञानाचारादयोऽपीष्टाः, शुद्धस्वस्वपदावधि ।
निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ॥६॥
૨૫૩
ગાથાર્થ :- શુદ્ધ એવા પોતપોતાના ક્ષાયિકભાવના પદની પ્રાપ્તિ સુધી જ જ્ઞાનાચારદર્શનાચાર આદિ ઈષ્ટ માનેલા છે. જ્યારે આ જીવને નિર્વિકલ્પક એવી ત્યાગદશા આવે છે ત્યારે વિકલ્પો કે આચારોની ક્રિયા સંભવતી નથી. ॥૬॥
ટીકા :- “જ્ઞાનાવારા' કૃતિ-જ્ઞાનાચારાય: વ્યાવિનયવિ-નિ:શાંવિसमितिगुप्त्यादयः आचाराः, आचर्यन्ते गुणवृद्धये ते आचाराः । शुद्धस्वस्वपदावधिशुद्धः स्व इति स्वकः, तस्य पदस्य अवधिः मर्यादा, तावद् इष्टाः, शुभोपयोगदशायां सविकल्पतां यावद् आचाराः इष्टाः वल्लभाः, यदा निर्विकल्पे चिन्तनारहिते त्यागे विकल्पो न । इदं त्याज्यं इदं ग्राह्यमिति विकल्परहिते त्यागे निष्प्रयासस्वरूपैकत्वरूपे विकल्पचिन्तना न ।
વિવેચન :- જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર આમ પાંચ પ્રકારના આચારો તથા તેના ઉત્તરભેદો અનુક્રમે ૮ + ૮ + ૮ + ૧૨ + ૩ = કુલ ૩૯ આચારો પણ નિર્વિકલ્પક અવસ્થામાં સંભવતા નથી. જ્યાં સુધી દોષનો સંભવ હોય ત્યાં સુધી દોષના નિવારણ માટે અને ગુણોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ માટે આચારપાલન આવશ્યક હોય છે. જ્યારે આત્મા પોતે જ ક્ષાયિકભાવવાળો બનવાથી નિરતિચાર આત્મતત્ત્વનો આરાધક જ બની જાય છે ત્યારે આવા પ્રકારના વાડરૂપ આચારો તેમાં સંભવતા નથી.
ઉચિતકાલે જ ભણવું, વિનયપૂર્વક ભણવું, બહુમાનપૂર્વક ભણવું, ઉપધાનાદિ તપ કરવાપૂર્વક ભણવું, ગુરુનામ વગેરે ગોપવ્યા વિના ભણવું, વ્યંજનો સ્પષ્ટ બોલવા, અર્થો વિચારવા અને ઉભયમાં ચિત્ત સ્થિર કરવું. આ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.
વીતરાગપ્રભુની વાણીમાં શંકા ન કરવી, અન્ય મતની ઈચ્છા ન કરવી, સાધુ-સાધ્વી ઉપર ઘૃણા ન કરવી, અમૂઢ દૃષ્ટિવાળા બનવું, ગુણીના ગુણોની પ્રશંસા કરવી, અન્યને સ્થિર કરવા, વાત્સલ્યભાવ રાખવો. જૈનશાસનની પ્રભાવના કરવી. આ આઠ દર્શનાચાર જાણવા.
પાંચ સમિતિ પાળવી અને ત્રણ ગુપ્તિ પાળવી તે આઠ પ્રકારનો ચારિત્રાચાર જાણવો. છ બાહ્ય અને છ અભ્યન્તર તપ કરવો તે બાર પ્રકારનો તપાચાર જાણવો. બલ-વીર્યને ગોપવવું નહીં, યથોચિત ધર્માનુષ્ઠાનોમાં પ્રયત્નશીલ બનવું, યથાસ્થાને યથોચિત આદરભાવ
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ત્યાગાષ્ટક - ૮
વિજ્ઞાનસાર
સાથે વિધિ સાચવવી. આ ત્રણ વિર્યાચાર જાણવા.
ગુણોની વૃદ્ધિ માટે (અને દોષોની હાનિ માટે) જે આચરણ કરાય તેને આચાર કહેવાય છે. શુદ્ધ એવા પોતપોતાના તે તે પદની પ્રાપ્તિ સુધી જ આ આચારપાલન ઈષ્ટ છે. મોહનીય અને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમ ભાવવાળી શુભ એવી ઉપયોગદશા હોય અને સવિકલ્પક અવસ્થા હોય ત્યાં સુધી જ આ આચારો પાળવા ઈષ્ટ માનેલા છે. ક્ષાયિકસમ્યકત્વની પ્રાપ્તિ સુધી દર્શનાચાર, ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી જ્ઞાનાચાર, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ચારિત્રાચાર તથા ક્ષણમોહ ગુણસ્થાનક સુધી જ તપાચાર અને વીર્યાચારનું પાલન ઈષ્ટ માનેલું છે. ત્યારબાદ તે તે કર્મોનો ક્ષાયિકભાવ પ્રાપ્ત થયેલ હોવાથી અતિચારનો (દોષનો) સંભવ જ નથી. માટે આચારપાલન રહેતું જ નથી. જ્યાં સુધી ભય હોય છે ત્યાં સુધી જ વાડ અર્થાત્ મર્યાદા હોય છે. મોહનીયકર્મ આદિનો ક્ષયોપશમભાવ જ્યારે હોય છે ત્યારે કંઈક અંશે ઉદય પણ સાથે છે માટે તે શુભોપયોગ કહેવાય છે. આત્માને ઉપકાર કરે તેવા ભાવોનું સેવન કરવાનો અને આત્માને નુકશાન કરે તેવા ભાવોને તજવાના વિકલ્પો પણ ઉઠે છે. આમ સવિકલ્પક દશા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ આવા આચારો પાળવાને ઈષ્ટ (અર્થાત્ પ્યારા) માનેલા છે.
જ્યારે ક્ષાયિકભાવ પ્રાપ્ત થાય છે ત્યારે આંશિક ઉદય જે હતો તે પણ નથી. તેથી કોઈ બાધકતત્ત્વ છે જ નહીં. અર્થાત્ દોષોનો યોગ જ નથી. માટે ચિન્તનાથી રહિત એવી ત્યાગદશા આવે છતે વિકલ્પો ઉઠતા જ નથી. “આ વસ્તુનો ત્યાગ કરું અને આ વસ્તુને ગ્રહણ કરું” આવા વિકલ્પો વિનાની ત્યાગદશા (ક્ષાવિકભાવ) જ્યારે આવી જાય છે ત્યારે આવા પ્રકારના શુભવિકલ્પો પણ સંભવતા નથી. કારણ કે આ ત્યાગ જ નિઃપ્રયાસ-એટલે કે સહજપણે સ્વરૂપની સાથે એકત્વ રૂપ છે. એટલે કે ક્ષાયિકભાવ આવે છતે એવો પરભાવોનો ત્યાગ પ્રાપ્ત થાય છે કે જેમાં બુદ્ધિપૂર્વકના પ્રયત્નો કર્યા વિના જ સહેજે સહેજે શુદ્ધ આત્મતત્ત્વાત્મક સ્વરૂપની સાથે એકતા (તન્મયતા) રૂપ આ ત્યાગદશા બની જાય છે. ક્ષાયોપથમિકભાવ હોય ત્યાં જ આ બધી ચિન્તવના-વિચારણા, હેયોપાદેય = ત્યાગ-ગ્રહણ કરવાના વિકલ્પો ઉઠે છે. પરંતુ ક્ષાવિકભાવ કાલે નિર્વિકલ્પકદશા હોય છે. તેથી આવા તરંગો ઉઠતા જ નથી. માટે જ કેવલી પરમાત્માને લાયોપથમિક ભાવવાળું ભાવમન તો હોતું નથી જ. પરંતુ પ્રશ્નોના ઉત્તર આપવા સિવાય) આવી વિચારણા કરવારૂપ દ્રવ્યમન પણ હોતું નથી જ, પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ છદ્મસ્થપણામાં ઘણું જ તપ અને ધ્યાન કર્યું, પરંતુ કેવલપણામાં આવો કોઈ તપ આચર્યાની કે ધ્યાનસ્થ થયાની વાત આવતી
Page #56
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૫ નથી. કારણ કે શરીરનામકર્મ અને આહારપર્યાપ્તિ નામકર્મનો ઉદય હોવાથી આહાર ગ્રહણ કરે તો પણ રતિ-અરતિ થવાની જ નથી માટે તપાચાર-સેવનની જરૂર નથી તથા વિભાવમાં જતા જ નથી. તેથી ધ્યાનની આવશ્યકતા નથી. તેથી આ પંચાચારનું પાલન પોતપોતાના શુદ્ધ પદની પ્રાપ્તિ સુધી જ આવશ્યક છે. ક્ષાયિકભાવની પ્રાપ્તિ પછી કોઈપણ જાતની બાધકતા નથી. માટે સાધકતા સંભવતી નથી. (અર્થાત્ સિદ્ધતા થઈ ચૂકી છે.)
क्रिया बलवीर्यादिरूपापि न, तत्र स्वरूपावलम्बिगुणवर्त्तने वीर्यस्य स्वक्षेत्रावगाढत्वेन न चलनता, परभावग्रहणे तु परग्राहकत्वेनोन्मुखवीर्यप्रवृत्तौ कार्याभ्यासतः विषमीकृतवीर्यत्वेन चलनतारूपा क्रियाऽस्ति । अतः स्वरूपमग्नानां स्वस्वप्रदेशव्याप्तगुणानां तत्तत्प्रदेशगत-वीर्यसहकारवृत्त्या प्रदेशान्तरागमनरूपा वीर्यचलनक्रिया न । क्रिया द्विविधा बाधका साधका चैव ।
तत्र मिथ्यात्वासंयमकषायप्रेरितचेतनापरिणामाः पराभिलाषकत्वेन परग्रहणाय प्रेरयन्ति वीर्यं सा अभ्यन्तरा, कुदेवसेवनादिरूपा बाह्यक्रिया बन्धहेतुत्वेन बाधका भण्यते, या तु शुद्धदेवगुरुसेवनाश्रवनिरोधसंवरपरिणमनरूपा कर्मबन्धरोधरूपा साधका उक्ता । निर्विकल्पे ध्यानसमाधौ बाधकक्रियाऽभावसाधकबाह्यक्रियाऽभावः, गुणानुयायिवीर्यपरिणमनरूपा अभ्यन्तरा क्रियाऽस्ति, तथापि ग्रहणत्यागरूपक्रियाऽभावेन क्रिया नेत्युक्तम् ॥६॥
નિર્વિકલ્પદશા આવે ત્યારે જેમ વિકલ્પો નથી હોતા, તેમ ક્રિયા પણ હોતી નથી. આ વાત સમજાવે છે કે – બલ-વીર્યાદિને ધર્મ અનુષ્ઠાનમાં પ્રવર્તાવવા રૂપ (ધમ) ક્રિયા હવે (ક્ષાયિકભાવ આવ્યા પછી) સંભવતી નથી, પોતાના આત્માનું શુદ્ધ આત્મતત્ત્વાત્મક જે સ્વરૂપ છે, તે સ્વરૂપના અવલંબનાત્મક ગુણમાં પ્રવર્તમાન એવું જે વીર્ય, તે લબ્ધિવીર્ય તો પોતાના જ આત્મપ્રદેશોવાળા ક્ષેત્રમાં અવગાહીને રહેલું છે. તેથી તે પ્રાપ્તગુણોમાં પ્રવર્તતા વીર્યને ગમનાગમન કરવારૂપ ચલનાત્મક ક્રિયા કરવાની રહેતી જ નથી.
પરંતુ પરપદાર્થને ગ્રહણ કરવાના કાલે પરપદાર્થનું ગ્રહણ-મોચન કરવાને માટે તેની સન્મુખ કરણવીર્યની પ્રવૃત્તિ થયે છતે આત્મપ્રદેશોમાં મન-વચન-કાયાના આલંબને વપરાતું કરણવીર્ય, જ્યાં કાર્ય નિકટ હોય ત્યાં અધિક અને કાર્ય જ્યાં દૂર-દૂર હોય ત્યાં હીન-હીનતર એમ વિષમરૂપે વપરાયું છે વીર્ય જેમાં એવું યોગાત્મક વિર્ય પ્રવર્તવાથી ચલનાત્મક (આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂ૫) ક્રિયા હોય છે. પર-પદાર્થના ગ્રહણ-મોચનરૂપ યોગાત્મક વીર્યરૂપ ક્રિયા તેરમા ગુણઠાણે પણ હોય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
આ કારણથી સ્વરૂપમાં મગ્ન થયેલા આત્માઓને પોતપોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેલા જે આત્મગુણો છે. તે ગુણોમાં લયલીન થવા રૂપે, તે તે આત્મપ્રદેશોમાં રહેલા વીર્યનો સહકારવિશેષ મળવાથી ગુણોની સાથે એકાગ્રતા કરવા રૂપ વીર્યપ્રવૃત્તિ અવશ્ય હોય છે. પરંતુ સ્થાનાન્તરમાં ગમનાગમન કરવા રૂપ વીર્યની ચલનાત્મક ક્રિયા હોતી નથી. સાધક આત્માઓની ગુણોમાં મગ્નતા રૂપ વીર્ય-પ્રવૃત્તિની ક્રિયા હોય છે પરંતુ સ્થાનાન્તર થવા રૂપ ગમનાગમનાત્મક ચલનક્રિયા હોતી નથી. કંઈક ઉંડા વિચારો કરીએ તો ક્રિયા બે પ્રકારની હોય છે. એક બાધક અને બીજી સાધક. આ બન્ને ક્રિયા અભ્યત્તર અને બાહ્યના ભેદથી બે બે પ્રકારની હોય છે.
ક્રિયા
બાધક
સાધક
બાહ્ય
અભ્યત્તર બાહ્ય
અભ્યતર
વસ્તુસ્થિતિ સમજવા માટે કલ્પનાકૃત આ ચિત્ર આલેખેલું છે. ત્યાં નામકર્મના ઉદયજન્ય મન-વચન-કાયાની જે શુભ તથા અશુભ યોગાત્મક પ્રવૃત્તિ છે. તે બાહ્યક્રિયા કહેવાય છે. બહારથી જણાય તેવી છે. વાચિક-કાયિક ક્રિયા બીજા લોકો વડે જોઈ પણ શકાય છે. માટે દેખાતી તે ક્રિયા બાWક્રિયા છે અને મોહનીયકર્મના ઉદયથી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના ઉદયની પરવશતાથી ચેતનામાં થયેલા પરિણામો (ઉલટી બુદ્ધિભોગના ભાવો તથા ક્રોધાદિ કષાયો) તે અભ્યન્તરક્રિયા કહેવાય છે. (૧) પર-પદાર્થ પ્રત્યેની અભિલાષાના કારણે પરપદાર્થને લેવા માટે શારીરિકાદિ વીર્યને
જે પ્રોત્સાહિત કરે તેવી મોહાત્મક ઈચ્છા, ઘેલછા, તીવ્ર રાગાદિની પરિણતિ તે બાધક અભ્યત્તરક્રિયા છે. આ બધી ક્રિયા આત્મસ્વરૂપની બાધક પણ હોવા સાથે આન્તરિક પરિણતિરૂપ છે. માટે અત્યંતર છે. તેથી બાધક અભ્યત્તર ક્રિયા કહેવાય
છે. (ચિત્રને અનુસાર નંબર-૨) (૨) કુદેવાદિ (કુદેવ-ગુરુ અને કુધર્મ)ની સેવા કરવી, તેમના પ્રવચનો સાંભળવાં, તેમને
આહારાદિ આપવા તથા શારીરિક સેવા-સુશ્રુષા કરવી તે મન-વચન-કાયાની યોગાત્મક ક્રિયા છે. માટે બાહ્ય છે. તથા મિથ્યાત્વાદિ-ભાવને પોષનારી છે. આત્મ-સ્વરૂપને હાનિ કરનાર છે. માટે બાધક પણ છે. આમ કુદેવાદિની સેવા તે બાધક-બાહ્યક્રિયા છે. (નંબર-૧)
Page #58
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૭ (૩) શુદ્ધ દેવ-ગુરુ અને ધર્મની સેવા કરવી, પરમાત્માના દર્શન-વંદન-પૂજન કરવાં,
વિતરાગ પરમાત્માનાં પ્રવચનો સાંભળવાં, આવા પ્રકારની આશ્રવનો નિરોધ કરનારી અને સંવરનો પરિણામ પમાડનારી, કર્મબંધને અટકાવનારી, મન-વચન-કાયાની શુભયોગાત્મક ક્રિયા તે સાધક બાહ્યક્રિયા કહેવાય છે. (ચિત્રને અનુસાર નંબર-૩) મન-વચન-કાયાની શુભાશુભ યોગ પ્રવૃત્તિનો અત્યન્ત ત્યાગ, પણ ગુણોની અંદર એકાગ્રતા-લીનતારૂપ લબ્ધિવીર્યની પરિણતિ તે સાધક અભ્યન્તર ક્રિયા કહેવાય છે. (ચિત્રને અનુસાર નંબર-૪)
ઉપરોક્ત ચાર પ્રકારની ક્રિયા છે. સંક્ષેપમાં - (૧) મોહના ઉદયજન્ય મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિક એવા જે માનસિક અધ્યવસાયો
તે અશુદ્ધ ઉપયોગ. અભ્યત્તરબાધક ક્રિયા. (૨) કુદેવાદિની સેવા-સુશ્રુષા તે અશુભ વચનયોગ અને કાયયોગ. બાહ્યબાધક ક્રિયા. (૩) શુદ્ધ દેવ-ગુરુ આદિની સેવા તે શુભયોગ. બાહ્યસાધક ક્રિયા. (૪) ગુણાનુયાયી વીર્યનું પરિણમન તે શુદ્ધ ઉપયોગ. અત્યંતરસાધક ક્રિયા.
નિર્વિકલ્પકદશા આવે ત્યારે શમભાવ અને જ્ઞાનોપયોગ વગેરે ગુણોમાં જ્યારે આત્મા પ્રવર્તતો હોય ત્યારે વાધક્રિયાડમાત્ર = બે નંબર અને એક નંબરવાળી બાધક એવી બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને ક્રિયાનો અભાવ હોય છે. તથા સથવાયાડમાવ: ત્રણ નંબરવાળી સાધક એવી માત્ર બાહ્યક્રિયાનો જ અભાવ હોય છે. આમ ૧-૨-૩ નંબરની ક્રિયાનો જ અભાવ હોય છે. પરંતુ ગુણોની અંદર તન્મયતાત્મક વીર્યપ્રવૃત્તિરૂપ અભ્યત્તર સાધક ક્રિયા (નંબર-૪) હોય જ છે. તો પણ તે શુદ્ધ ઉપયોગાત્મક અભ્યન્તરપ્રવૃત્તિ છે. તેથી કર્મબંધનો હેતુ થતો નથી. આવા પ્રકારની આ વીર્યપ્રવૃત્તિ તેરમા-ચૌદમા ગુણઠાણે તથા સિદ્ધદશામાં હોય છે. પરંતુ પરપદાર્થને રાગાદિથી ગ્રહણ કરવા રૂપ અને દ્વેષાદિથી ત્યાગ કરવા રૂપ યોગાત્મક શુભ કે અશુભ પ્રવૃજ્યાત્મક ક્રિયા હોતી નથી. માટે મૂલશ્લોકમાં ક્રિયા ર" ક્રિયા હોતી નથી એમ લખ્યું છે. અર્થાત્ જે સાધ્ય સાધવું હતું તે સાધ્ય સિદ્ધ થઈ જ ગયું છે ત્યારે બાધકક્રિયાનો તો સર્વથા અભાવ જ હોય છે. પરંતુ સાધકક્રિયાનો પણ અભાવ જ હોય છે. ફક્ત થયેલા ગુણાત્મકસાવ્યમાં પ્રવર્તવા રૂપ અનંતલબ્ધિવીર્ય હોય છે. કરણવીર્યાત્મક ક્રિયા હવે સંભવતી નથી. દી
योगसन्यासतस्त्यागी, योगानप्यखिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपपद्यते ॥७॥
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
ગાથાર્થ :- ત્યાગી મહાત્મા યોગસન્યાસ નામના સામર્થ્ય યોગથી (શુભ-અશુભ) સર્વ યોગોનો પણ ત્યાગ કરે છે. આમ કરવાથી આ સાધક આત્મા (બંધના હેતુભૂત ગુણોથી) નિર્ગુણ બને છે. આમ સર્વજ્ઞભગવંતો કહે છે. જ્ઞા
ટીકા :- ‘યોગસન્યાસત'' કૃતિ ત્યાની-વાદ્યાભ્યન્તરસમસ્તપરમાવત્યાની, योगसन्न्यासतः-योगरोधनतः, आवर्जीकरणाद् उर्ध्वमखिलान्- समस्तान् योगान्वीर्यपरिस्पन्दनरूपान् त्यजेत् - अयोगी भवति । इति समस्तयोगरोधेन परोक्तं परै:उत्कृष्टैः सर्वज्ञैः उक्तं-निवेदितम् । निर्गुणं - योगादिरहितं सत्त्वरजस्तमोरूपगुणरहितम्, બ્રહ્મ-આત્મસ્વરૂપમુપપદ્યતે-શુદ્ધચિન્મય નિષ્પદ્યતે છા
-
વિવેચન :- ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ યોગ ત્રણ પ્રકારનો છે. આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ કહેવાય છે. તેમાં ત્રીજો સામર્થ્યયોગ જે છે તેના બે ઉત્તરભેદ છે. એક ધર્મસન્યાસયોગ અને બીજો યોગસન્યાસયોગ. ક્ષપકશ્રેણિમાં આવેલા
અપૂર્વકરણથી બારમા ગુણઠાણા સુધી આ જીવમાં એવું સામર્થ્ય પ્રગટે છે કે ક્ષાયોપશમિક ભાવના ક્ષમા-માર્દવ-આર્જવ-સંતોષ આદિ ધર્મોનો (સાધકાવસ્થાના ગુણોનો) પણ આ જીવ ત્યાગ કરે છે. શુભ નિમિત્તાવલંબીપણું ત્યજી દે છે અને ક્ષાયિકભાવના ગુણો (સિદ્ધાવસ્થાના ગુણો) પ્રાપ્ત કરે છે. સ્વાવલંબી બને છે પરાનુયાયિતા ચાલી જાય છે અને નિર્વિકલ્પકદશા પ્રાપ્ત થાય છે. આ આત્મા ભેદરત્નત્રયીને ત્યજીને અભેદરત્નત્રયીરૂપ બને છે.
ત્યારબાદ તેરમા ગુણઠાણે આવેલા આ મહાત્મા-પુરુષ અઘાતી કર્મોને ખપાવવા, તે કર્મોના ઉદયને અનુસારે પ્રવર્તતા છતા, ભવ્યજીવોને દેશના આપવા રૂપ અને વિહારાદિ કાર્ય કરવા રૂપ વચનયોગ અને કાયયોગની પ્રવૃત્તિવાળા હોય છે. આ શુભ યોગ પણ આત્મપ્રદેશોની અસ્થિરતા રૂપ હોવાથી કરણવીર્ય છે અને તે (પુણ્યકર્મ-સાતાવેદનીયના) બંધનો હેતુ છે. જ્યાં સુધી બંધહેતુ પ્રવર્તે છે ત્યાં સુધી બંધ પ્રવર્તે જ, અને બંધ પ્રવર્તે ત્યાં સુધી મોક્ષ ન થાય, તે માટે તેરમા ગુણઠાણાના અંતે અંતર્મુહૂર્ત પહેલાં સર્વજ્ઞ ભગવંતો “આવર્જિતકરણ” (આવશ્યકકરણ-આયોજિકાકરણ) કરે છે.૧ ત્યારબાદ (જરૂરિયાત હોય તો કેવલીસમુદ્દાત કરે છે, અન્યથા કેવલીસમુદ્દાત કર્યા વિના) મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિરૂપ જે કરણવીર્ય સ્વરૂપ યોગ છે તેનો નિરોધ કરે છે.
૧. મન-વચન-કાયાનો શુભ વ્યાપાર તે આવર્જિતકરણ, મોક્ષ પ્રતિ આત્માને સન્મુખ કરવાની ક્રિયા તે આવર્જિતકરણ. કેવલીસમુદ્દાત સર્વે કેવલીઓ કરે જ એવો નિયમ નથી. પરંતુ આવર્જિતકરણ તો સર્વે કેવલીઓ કરે જ. માટે આવશ્યકકરણ કહેવાય છે. “મારે હવે આ કરવા યોગ્ય છે” એવા પ્રકારનો કેવલજ્ઞાનીનો નિર્ણય તે આવર્જિતકરણ કહેવાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૯ મનથી અનુત્તરવાસી દેવો આદિને પ્રશ્નોના જે ઉત્તરો આપતા હતા તે મનોયોગ, વચનયોગથી જે ધર્મદેશના આપતા હતા તે વચનયોગ અને કાયાથી જે વિહાર-આહારનિહારાદિ કરતા હતા તે કાયયોગ. આમ આ ત્રણે યોગને અટકાવે-રોકે-અર્થાત્ યોગનિરોધ કરે તેને “યોગસન્યાસ” નામનો બીજો સામર્થ્યયોગ કહેવાય છે. આ સામર્થ્યયોગ તેરમાં ગુણઠાણાના અંતે આવે છે. બાહ્ય અને અભ્યન્તર એમ સમસ્ત પરભાવના ત્યાગી એવા આ સર્વજ્ઞ વીતરાગ કેવલી ભગવાન આવર્જિતકરણ કર્યા પછી આગળ સમસ્ત યોગોનો (વીર્યના પરિસ્પંદન સ્વરૂપ = આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતાનો) નિરોધ કરે છે. ત્યાગ કરે છે અને મેરૂપર્વતની જેવા અત્યન્ત સ્થિર-ઘનીભૂત બની જાય છે. ત્યારે યોગ સન્યાસ નામનો સામર્થ્યયોગ પ્રગટે છે.
અહીં એક વાત સમજવા જેવી છે કે “પર-દર્શનકારો એટલે જૈનેતર-દર્શનકારો આત્મા મોક્ષે જાય ત્યારે સર્વથા નિર્ગુણ થાય છે આમ કહે છે. તેમનું કહેવું છે કે ગુણોનો ઉચ્છેદ થવો તે જ મુક્તિ છે. આત્મા ગુણરહિત-નિર્ગુણ બ્રહ્મ થાય છે. આમ પરોક્ત = પરદર્શનકારો કહે છે પરંતુ તે સાચું નથી. તેનો વાસ્તવિક અર્થ તેઓ સમજ્યા નથી. ગુણો અને ગુણી તાદાભ્ય સંબંધવાળા-અભેદ સંબંધવાળા (સમવાય સંબંધવાળા) હોવાથી ક્યારેય છુટા પડતા નથી. ગુણીમાંથી જો ગુણોનો નાશ થાય તો તો આત્મા જડ બની જાય અને ચૈતન્ય વિનાનો જીવ હોઈ જ ન શકે. તે માટે “નિનું વૃક્ષ" કુત્તિ પોત્તમ = આત્મા નિર્ગુણ બને છે. આમ જે પરદર્શનકારો કહે છે તે પંક્તિનો સાચો અર્થ આ પ્રમાણે છે -
નિr એટલે જેનાથી કર્મોનો બંધ થાય છે તેવા બંધના હેતુભૂત એવા યોગાદિ ગુણોથી રહિત અર્થાત્ સત્ત્વ-રજસ્ અને તમો નામના જે વિકૃત ગુણો છે. બાધક ગુણો છે તેવા ગુણો વિનાનો દ્રઢ = આ આત્મા-(આત્માનું સ્વરૂપ) ૩૫ = બને છે. સારાંશ કે ચંદ્ર-સૂર્યના તેજ ઉપરનું બાધક વાદળ જેમ ખસી જાય અને ચંદ્ર-સૂર્ય મૂલ શુદ્ધસ્વરૂપે પ્રગટ છે, તેમ આ આત્મામાંથી કર્મબંધ કરાવે તેવા યોગાદિ જે વૈભાવિક ગુણો છે. અર્થાત્ પરદર્શનના મતે પ્રકૃતિના કાર્ય ભૂત સત્ત્વ-રજસ અને તમોસ્વરૂપ જે વિકારી ગુણો છે કે જે સંસારરૂપી વડવૃક્ષનું બીજ છે તેનો સર્વથા નાશ થાય છે તેનાથી શુદ્ધ-નિર્દોષ-નિષ્કલંક અનંત અનંત જ્ઞાનાદિ ગુણમય, જેવો મૂલસ્વરૂપે આત્મા છે તેવો આત્મા બને છે. વૈભાવિક ગુણો વિનાનો હોવાથી નિર્ગુણ અને સ્વાભાવિક અનંત ગુણોવાળો હોવાથી અનંત ગુણમય આ આત્મા મુક્તદશામાં બને છે.
આમ પરવતમ્ = પર એટલે ઉત્કૃષ્ટ પુરુષોએ અર્થાત્ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ ઉત્તમ્ = કહેલું છે, નિવેદન કરેલું છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
त्यागाष्ट६-८
જ્ઞાનસાર
વિકૃત ગુણો વિનાનો બને છે માટે નિર્ગુણ પણ શુદ્ધ અને સ્વાભાવિક અનંતગુણો वाणो जने छे. भाटे संपूर्ण गुणी जने छे. ॥७॥
૨૬૦
योगरोधस्वरूपं च वस्तुत इति सांसर्गिकगुणरहित इति कथनेन आत्मा सदैव निर्गुणः इति निवारयन्नाह ।
વાસ્તવિક રીતે યોગના નિરોધનું સ્વરૂપ સાંસર્ગિક ગુણોથી રહિત છે. આમ કહેવા દ્વારા આત્મા હંમેશાં નિર્ગુણ જ છે. આવી માન્યતાનું નિવારણ કરતાં કહે છે કે
-
वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वतः ।
रूपं त्यक्तात्मनः साधोर्निरभ्रस्य विधोरिव ॥८॥
ગાથાર્થ :- વાદળ વિનાના ચંદ્રનું રૂપ જેમ શોભે છે તેમ તજ્યું છે પરભાવમાં મારાપણું જેણે એવા સાધક આત્માનું રૂપ સ્વાભાવિકપણે જ અનંત ગુણોથી ભરપૂર ભરેલું વાસ્તવિકપણે જે રહેલું છે તે શોભે છે. દા
टीडा :- “वस्तुत” इति - वस्तुतः - पदार्थमूलस्वरूपेण, शुद्धः आत्मा स्वत:स्वस्वभावेन अनन्तैः गुणैः पूर्णः भासते, सम्यग्ज्ञानदर्शनचारित्रतपोरूपेण साधनपरिणमनेन अनादिसङ्गीभावपरित्यागेन स्वरूपभासनरमणानुभवनेन अभिनवकर्माग्रहणस्वरूपैकत्वतन्मय - ध्यानतः पूर्वकर्मक्षरणेन अयमात्मा शुद्धः सकलपुद्गलोपाधिरहितो यदा भवति, तदा ज्ञानदर्शनचारित्रवीर्यागुरुलघु-अव्याबाधासङ्गामूर्तपरमदानलाभभोगोपभोगाक्रियसिद्धत्वाद्यनन्तैः स्वासङ्ख्येयप्रदेशव्याप्यव्यापकैः गुणैः पूर्णः भासते - राजते इत्यर्थः ।
किमिव ? त्यक्तात्मनः त्यक्तं परभावे आत्मत्वं येन स त्यक्तात्मा तस्य त्यक्तात्मनः, साधोः मोक्षपदसाधकस्य रूपं निरभ्रस्य - मेघपटलरहितस्य, विधो:चन्द्रस्य इव रूपं भासते । यथा अभ्रहीनचन्द्रस्वरूपं निर्मलं भवति, तथा ज्ञानावरणाद्यभ्ररहितस्य शुद्धात्मनः स्वरूपं निर्मलं भवति ।
કાદવમાં પડેલા સ્ફટિકના ગોળાની જેમ આ આત્મા પદાર્થના મૂલસ્વરૂપથી અત્યન્ત શુદ્ધ અને નિર્મળ છે. પોતાના સ્વભાવે જ અનન્ત ગુણોથી પૂર્ણપણે ચમકે છે. માત્ર અનાદિકાળથી કર્મપુદ્ગલોથી વીંટળાયેલો છે. તેથી તેનું સ્વરૂપ આવૃત થયેલું છે, પણ નષ્ટ થયેલું નથી. અનંત ગુણોવાળો આત્મા છે અને કર્મોથી આવૃત છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૬૧
સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્મચારિત્ર અને સભ્યતા સ્વરૂપ સાધનાના બળ વડે, અનાદિકાળથી સંયોગીભાવને પામેલા કર્મપુદ્ગલો રૂપ દ્રવ્યકર્મ અને કાષાયિક પરિણામો રૂપ ભાવકર્મનો ત્યાગ કરવા દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપનું જ જ્ઞાન કરવા પડે અને તેની જ રમણતાનો અનુભવ કરવા વડે નવા નવા કર્મોના અગ્રહણ રૂપ સંવરભાવ દ્વારા પોતાના આત્માના સ્વરૂપની સાથે જ એકતા-તન્મયતા પ્રાપ્ત કરવા રૂપ ધ્યાનથી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરવા દ્વારા આ આત્મા શુદ્ધ-બુદ્ધ થાય છે અને સર્વ પ્રકારની પૌલિક ઉપાધિથી રહિત જ્યારે બને છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અગુરુલઘુ, અવ્યાબાધ સુખ, અસંગતતા, અમૂર્તતા, પરમદાન, પરમલાભ, પરમભોગ, પરમઉપભોગ, અક્રિયત્વ અને સિદ્ધત્વ વગેરે અનંત ગુણો કે જે ગુણો પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોમાં વ્યાપીને વ્યાપકપણે રહેલા છે. તેવા અનન્તગુણો વડે આ આત્મા અતિશય શોભા પામે છે. કાદવમાં પડેલા સ્ફટિકના ગોળાની ચારે બાજુ લાગેલો કાદવ દૂર કરાયે છતે જેમ સ્ફટિકનો ગોળો પોતાની સ્વયં ઉજ્વલતાથી ચમકે છે તેમ આ આત્મા પુદ્ગલદ્રવ્યથી પર બન્યો છતો પોતાના સ્વાભાવિક ઉજ્વલ ગુણો વડે શોભે છે - ચમકે છે.
ગ્રન્થકારશ્રી આ જ વાત સમજાવતાં બીજું સુંદર એક ઉદાહરણ આપે છે કે - કિમિવ = કોની જેમ આ આત્મા શોભે છે?
વાદળના સમૂહથી રહિત એવા ચંદ્રમાનું રૂપ સ્વતઃ જ જેમ ચમકે છે. તેમ પરભાવમાં પોતાનાપણું” જેણે માન્યું હતું. આવી ખોટી મોહાધ માન્યતાને જેણે ત્યજી દીધી છે તેવો અર્થાત્ ત્યાગી છે આત્મા જેનો એવા મોક્ષમાર્ગની સાધના કરનારા સાધક આત્માનું રૂપ સ્વયં ગુણાત્મક હોવાથી પરદ્રવ્યનો સંયોગ દૂર થયે છતે વાસ્તવિકપણે જેવું મૂલસ્વરૂપ છે તેવું અકૃત્રિમ શુદ્ધ મૂલસ્વરૂપ ચમકે છે - શોભે છે.
જેમ અભ્રસમૂહથી રહિત એવા ચંદ્રનું સ્વરૂપ નિર્મલ થાય છે તેમ જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્યોરૂપી વાદળથી રહિત શુદ્ધાત્માનું સ્વરૂપ સ્વતઃ ઉજ્વળ અને નિર્મળ શોભે છે.
___अत एव बाधकपरिणतिहेतुतां संत्यज्य साधकत्वमवलम्ब्य, साधकत्वेऽपि विकल्परूपाचीनापवादसाधनां त्यजन्, उत्सर्गसाधनां गृह्णन्, पुनः (तामेव) त्यजन्, पूर्णगुणावस्थां श्रयन् एवमनुक्रमेण त्यागयोग्यं त्यजन् आत्मा सकलसंसर्गभावनिरावरणेन निर्मल-निष्कलङ्क-असङ्ग-सर्वावरणरहितः सच्चिदानन्दरूपः आत्मा आत्यन्तिक-ऐकान्तिक-निर्द्वन्द्व-निष्प्रयास-निरुपचरितसुखपूर्णो भवति ।
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ત્યાગાષ્ટક - ૮
अतः सम्यग्ज्ञानबलेन हेयोपादेयविवेचनं कृत्वा समस्तहेयभावत्यागवत्तया भवितव्यम् । त्यागो हि निर्जरामूलम् । परभावग्रहणमेवात्माहितम् । अतस्त्यागः करणीय एव आत्मस्वरूपाभिलाषुकैः ॥८॥
જ્ઞાનસાર
આ કારણથી આત્માના સ્વરૂપની બાધકપરિણતિના જે જે (મિથ્યાત્વ-અસંયમ-પ્રમાદકષાયાદિ) કારણો છે તે કારણોનો ત્યાગ કરીને સાધકપરિણતિનાં જે જે કારણો (ક્ષાયોપશમિક ભાવના સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-સમ્યજ્ઞાન-ક્ષમા-માર્દવ-આર્જવ સંતોષાદિ ગુણો રૂપ કારણો) છે તેનું અવલંબન લેવું જોઈએ.
જેમ અમદાવાદથી મુંબઈ જતો કોઈ પુરુષ પ્રથમ રીક્ષાનું સાધન લે છે. અમદાવાદનું સ્ટેશન આવતાં તે રીક્ષા છોડીને ટ્રેનનું આલંબન લે છે. મુંબઈ સેન્ટ્રલ આવતાં ટ્રેનનું આલંબન છોડીને ટેક્ષીનું આલંબન લે છે. ઘર આવતાં ટેક્ષી પણ છોડી દે છે અને એલીમીટરનું આલંબન લે છે અને પોતાના ઈષ્ટ સ્થાને પહોંચે છે. તેમ સાધકાવસ્થામાં મિથ્યાત્વદશાના ત્યાગકાલે ક્ષાયોપશમિક ભાવના ગુણો સ્વીકારવાના હોય છે. જેથી ચારથી સાત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
ત્યારબાદ સંકલ્પ-વિકલ્પવાળી ક્ષાયોપશમિક ભાવની પ્રથમ પ્રાપ્ત કરેલી અપવાદ સાધનાનો (કારણ કે ક્ષાયોપમિક ભાવના આ ગુણો પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. કર્મના ઉદય સાપેક્ષ છે. માટે ક્ષાયિકભાવ પામવા પુરતું જ તેનું આલંબન લીધું છે. અંતે તો તે ગુણો પણ ત્યજવાના જ છે. માટે તેને અપવાદસાધના કહેવાય છે. અપવાદ રૂપે આ સાધન લેવાં પડ્યાં છે, કાયમી નથી, માટે ક્ષાયોપશમિક ભાવના ગુણોની પ્રાપ્તિને અપવાદ સાધના કહેવાય છે. આવા પ્રકારની આ અપવાદસાધનાનો) ત્યાગ કરતો આ આત્મા આઠથી બાર ગુણસ્થાનકમાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયો છતો ઉત્સર્ગસાધનાને ગ્રહણ કરે છે. એટલે એકત્વવિતર્કઅવિચાર નામનું શુક્લ ધ્યાન અને ધર્મસન્યાસ નામના સાર્શ્વયોગને ગ્રહણ કરે છે.
ત્યારબાદ તેરમા-ચૌદમા ગુણસ્થાનકે તેવા પ્રકારની ઉત્સર્ગસાધનાનો પણ ત્યાગ કરતો (કારણ કે કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જ સાધન સ્વીકારાય છે, કાર્ય સિદ્ધ થયે છતે સાધન ત્યજાય જ છે. તેમ અહીં પણ હવે સાધનાની આવશ્યકતા નથી. માટે ઉત્સર્ગસાધનાનો પણ ત્યાગ કરતો) અને પરિપૂર્ણ ગુણમય અવસ્થાનો આશ્રય કરતો આ આત્મા અનુક્રમે અનુક્રમે આગળ વધે છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૬૩ આ પ્રમાણે જેમ જેમ ઉપર ઉપરનું સ્ટેજ આવે તેમ તેમ નીચે નીચેનું સ્ટેજ ત્યજતો અને પછી પછીનું સ્ટેજ સ્વીકારતો અર્થાત્ ત્યાગયોગ્યને ત્યજતો અને ગ્રહણયોગ્યને ગ્રહણ કરતો એવો આ આત્મા પૌદ્ગલિક પદાર્થોનો જે સંસર્ગભાવ હતો તેને સંપૂર્ણપણે દૂર કરવા દ્વારા કર્મ તથા શરીરનો પણ ત્યાગ કરીને નિર્મળ-નિષ્કલંક-સર્વથા પર-ભાવના સંગથી રહિત અને સર્વ પ્રકારના કર્મોના આવરણો વિનાનો બનેલો સચ્ચિદાનંદમય થયેલો (પરિપૂર્ણપણે સમ્યજ્ઞાનના આનંદથી ભરપૂર) એવો આ આત્મા આત્યન્તિક-એકાન્તિકનિર્દન્દ્ર-નિષ્ક્રયાસ અને નિરુપચરિત સુખવાળો થાય છે.
આત્મત્તિક = અત્યન્ત સુખ, પરિપૂર્ણ સુખ. ઐકાન્તિક = જે પ્રાપ્ત થયેલું સુખ ક્યારેય જાય નહીં તેવું સુખ. નિર્વન્દ્ર = જ્યાં કેવળ એકલું સુખ જ છે, દુઃખ અંશમાત્ર પણ સાથે નથી તે. નિષ્ક્રયાસ = જે સુખ મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. સ્વાભાવિક નિરુપચિત = જે ઉપચાર કરાયેલું સુખ નથી પણ સુખસ્વરૂપ જ છે તે.
આ કારણથી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનના બલ વડે હેય અને ઉપાદેયનો ભેદ કરીને જેટલા હેય ભાવો હોય તે સમસ્ત હેયભાવો પ્રત્યે ત્યાગવાળા થવું જોઈએ. હેયભાવોને ત્યજવા માટે ઉદ્યમશીલ થવું, કારણ કે હેયભાવોનો જે ત્યાગ છે એ જ કર્મોની નિર્જરા કરાવનારું મૂલતત્ત્વ છે. પરભાવનું ગ્રહણ કરવું એ જ આત્માનું અહિત (અકલ્યાણ) છે અને પરભાવનો ત્યાગ એ જ આત્મહિત છે. માટે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા આત્માઓએ તો પરભાવના ત્યાગનો જ નિરંતર અભ્યાસ અને પ્રયત્ન કરવો જોઈએ. એ ત્યાગ જ આત્મહિત કરનાર છે.
પર આઠમું ત્યાગાષ્ટક સમાપ્ત
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
॥ अथ नवमं क्रियाष्टकम् ॥
परभावत्यागकरणमेव साधका क्रिया, अतः क्रियाष्टकं निरूप्यते । क्रियते आत्मकर्तृत्वेन सा क्रिया, कर्तुः द्रव्यस्य प्रवृत्तिः । स्वरूपाभिमुखदर्शनज्ञानोपयोगता ज्ञानम्, स्वरूपाभिमुखवीर्यप्रवृत्तिः क्रिया, एवं ज्ञानक्रियाभ्यां मोक्षः । तत्र ज्ञानं स्वपरावभासनरूपं, क्रिया स्वरूपरमणरूपा, तत्र चारित्रवीर्यगुणैकत्वपरिणतिः क्रिया, सा साधका,
अत्र अनादिसंसारे अशुद्धकायिक्यादिक्रियाव्यापारनिष्पन्नः संसारः । स एव विशुद्धसमितिगुप्त्यादिविनयवैयावृत्त्यादिसत्क्रियाकरणेन निवर्तते । अतः संसारक्षपणाय क्रिया संवरनिर्जरात्मिका करणीया ।
પરભાવનો ત્યાગ કરવો એ જ આત્મતત્ત્વને સાધી આપે એવી મોક્ષસાધક ક્રિયા છે. આ કારણથી હવે ક્રિયાષ્ટક લખાય છે. “આત્મા છે કર્તા જેમાં એવી કરાતી જે કોઈ સારીનરસી પ્રવૃત્તિ, તેને ક્રિયા કહેવાય છે. કુલ છ દ્રવ્યો છે તેમાં કર્તાભૂત જે દ્રવ્ય છે તે આત્મદ્રવ્ય છે. તેની અર્થાત્ કર્તાભૂત એવા આત્મદ્રવ્યની જે પ્રવૃત્તિ તે ક્રિયા કહેવાય છે.
અહીં આત્મતત્ત્વનું સ્વરૂપ કેમ પ્રગટ થાય? તેને અનુસરીને આત્મહત્ત્વના સ્વરૂપને અભિમુખ એવો દર્શન અને જ્ઞાનનો જે ઉપયોગ તે જ્ઞાન કહેવાય છે. અને આત્મતત્ત્વ પ્રગટ જે રીતે થાય, તે રીતે આત્મતત્ત્વના સ્વરૂપને પ્રગટ કરવા માટે તેને અભિમુખ એવી જે વીર્યપ્રવૃત્તિ તે ક્રિયા કહેવાય છે. આમ આવા પ્રકારના જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે. “શુદ્ધ આત્મતત્ત્વ પ્રગટ કેમ થાય ? તેને અનુસરીને થતી બોધની અને વીર્યની પ્રવૃત્તિને જ્ઞાન અને ક્રિયા કહેવાય છે.
જ્ઞાનષ્યિ મોક્ષ:” આવું વિશેષાવશ્યકભાષ્યમાં જે કહ્યું છે ત્યાં પણ જ્ઞાન એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો બોધ થવો તે, અને ક્રિયા એટલે આત્મસ્વરૂપમાં રમણતા, ત્યાં પણ ચારિત્રગુણ અને વીર્યગુણની એકતારૂપે જે પરિણતિ તે મોક્ષસાધક ક્રિયા જાણવી. અથવા ચારિત્રગુણમાં જ વીર્યગુણની તન્મયસ્વરૂપે જે પરિણતિ તે મોક્ષસાધક-ક્રિયા જાણવી.
અનાદિ કાળથી ચાલ્યા આવતા આ સંસારમાં મોહબ્ધ એવા આ જીવની મોહજન્ય, મોહમય અને મોહોત્પાદક એવી અશુદ્ધ જે કાયિકી આદિ ક્રિયાનો વ્યાપાર છે તેનાથી જ આ સંસાર (જન્મ-મરણના ફેરા) ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધ એવી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ
Page #66
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૬૫ આદિનું પાલન, તથા વિનય, વૈયાવચ્ચ વગેરે સમ્યગુઆરાધના રૂપ ક્રિયા કરવા દ્વારા આ જ સંસારનો વિનાશ થાય છે. આ કારણથી આ સંસારનો (જન્મ-જરા-મૃત્યુ આદિ રૂપ સંસારનો) ક્ષય કરવા માટે સંવર અને નિર્જરા રૂપ આત્મતત્ત્વસાધક ક્રિયા કરવી જોઈએ. તેમાં નામાદિ ચાર નિક્ષેપા અને નૈગમાદિ સાત નયો સમજાવાય છે.
नामस्थापना (क्रिया) सुगमा, द्रव्यक्रिया शुद्धा अशुद्धा च । तत्र शुद्धा स्वरूपानुयायियोगप्रवृत्तिरूपा । अशुद्धा कायिक्यादिव्यापाररूपा, भावक्रियावीर्यप्रवृत्तिरूपा, पुद्गलानुयायि-औदारिकादिकायव्यापारसन्मुखा अशुद्धा । शुद्धा पुनः स्वगुणस्वपरिणमनत्वनिमित्तवीर्यव्यापाररूपा क्रिया भावक्रिया ।
નામ અને સ્થાપના ક્રિયા સુગમ છે. કોઈ જીવ અથવા અજીવ પદાર્થનું “ક્રિયા” એવું નામ પાડવું તે નામક્રિયા અને ક્રિયાવાળી વ્યક્તિનું ચિત્ર દોરવું તે સ્થાપનાક્રિયા. દ્રવ્યક્રિયા બે પ્રકારની છે એક શુદ્ધ અને બીજી અશુદ્ધ.
આત્મતત્ત્વનું સ્વરૂપ પ્રગટ થાય એ રીતે સ્વરૂપને અભિમુખપણે “મન-વચન-કાયાની યોગાત્મક જે પ્રવૃત્તિ” તે શુદ્ધ દ્રક્રિયા કહેવાય છે. ત્યાં સ્વરૂપ પ્રગટ કરવાનું લક્ષ્ય છે માટે શુદ્ધ અને યોગાત્મક પ્રવૃત્તિ છે માટે દ્રવ્ય. કર્મનો બંધ થાય તેવી કાયિકી આદિ પચ્ચીસ ક્રિયા કરવા રૂપ આશ્રયાત્મક જે ક્રિયા તે અશુદ્ધ દ્રવ્યક્રિયા, કારણ કે તે ક્રિયાઓમાં આશ્રવ છે, કર્મનો બંધ થાય છે માટે અશુદ્ધ અને યોગાત્મક પ્રવૃત્તિ છે માટે દ્રવ્યક્રિયા કહેવાય છે.
ભાવક્રિયા એટલે વીર્યની પ્રવૃત્તિ, વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભાવથી અથવા ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા વીર્યનો વપરાશ કરવો તે ભાવક્રિયા. આ ભાવક્રિયા પણ બે પ્રકારની છે – અશુદ્ધ અને શુદ્ધ. ત્યાં પુગલદ્રવ્યનાં સુખ-દુઃખોને અનુસરનારી, પુદ્ગલની સાધનસંપત્તિ લેવા-મુકવા માટે કરાતી દારિક-વૈક્રિય આદિ શરીરસંબંધી કાયાના વ્યાપારાત્મક જે ક્રિયા તે અશુદ્ધ ભાવક્રિયા અને આત્માના ગુણોની રમણતામાં તથા આત્માના ગુણોની અંદર જ પરિણમન પામવાપણાના નિમિત્તરૂપે કરાતી વીર્યના વ્યાપારાત્મક જે ક્રિયા તે શુદ્ધ ભાવક્રિયા જાણવી. હવે સાત નયો સમજાવાય છે -
___तत्र क्रियासङ्कल्पः नैगमेन । सङ्ग्रहेण सर्वे संसारजीवाः सक्रिया उक्ताः । व्यवहारेण शरीरपर्याप्त्यनन्तरं क्रिया । ऋजुसूत्रनयेन कार्यसाधनार्थं योगप्रवृत्तिमुख्यवीर्यपरिणामरूपा (दि) क्रिया । शब्दनयेन वीर्यपरिस्पन्दात्मिका । समभिरूढनयेन गुणसाधनारूपसकलकर्त्तव्यव्यापाररूपा । एवम्भूतनयेन तत्त्वैकत्ववीर्यतीक्ष्ण
Page #67
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
तासाहाय्यगुणपरिणमनरूपा । अत्र साधकस्य साधनक्रियाया अवसरः । “नाणचरणेण मुक्खो" । तेन चरणगुणप्रवृत्तिस्वरूपग्रहणपरभावत्यागरूपा क्रिया मोक्षसाधका । अतो ज्ञाततत्त्वेन तत्त्वसाधनार्थं सम्यक् क्रिया करणीया । तदुपदेशः(૧) નિગમનયઃ કોઈપણ પ્રકારની ક્રિયા કરવાનો મનમાં સંકલ્પ કરવો તે ક્રિયા કહેવાય.
જેમકે તંદુલીયા મત્યે મોટા માછલાની ક્રિયા જોઈને “હું આ સ્થાને હોઉં તો એક પણ મત્સ્યને જવા ન દઉં” આવો હિંસાત્મક ક્રિયા કર્યા વિના પણ હિંસાનો જે સંકલ્પ કર્યો તે પણ હિંસાની ક્રિયા થઈ. તેથી હિંસાનો દોષ લાગ્યો. આ નૈગમનયથી
ક્રિયા જાણવી. (૨) સંગ્રહનય : સર્વે પણ સંસારી જીવો શુભ અથવા અશુભ એમ કોઈપણ જાતની
ક્રિયાવાળા છે. કોઈપણ પ્રકારની બાધક અથવા સાધક ક્રિયાગુણવાળા છે. આ
સંગ્રહનયથી ક્રિયા જાણવી. ૩) વ્યવહારનય : શરીરપર્યાપ્તિ સમાપ્ત કર્યા બાદ જે શુભાશુભ ક્રિયા થાય છે તે
લોકભોગ્ય હોવાથી વ્યવહારનયથી ક્રિયા જાણવી. વિગ્રહગતિમાં તથા શરીરપર્યાપ્તિ પૂરી કરે તે પહેલા મન-વચન અને ઔદારિકાદિ શરીરના કાયયોગો નથી તેથી તે કાલે તૈજસ-કાર્પણ કાયયોગજન્ય ક્રિયા હોવા છતાં પણ તે લોકભોગ્ય ક્રિયા ન હોવાથી શરીરપર્યાપ્તિ પછી થતી ક્રિયા તે વ્યવહારનયથી ક્રિયા જાણવી. ઋજુ સુત્રનય : કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે વર્તમાનકાલે મુખ્યપણે મન-વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ જેમાં પ્રવર્તે છે તેવી વીર્યની પરિણતિરૂપ (વીર્યના પરિણમન રૂ૫) જે ક્રિયા તે ક્રિયા કહેવાય છે. અહીં વર્તમાનકાલે પ્રવર્તતી ક્રિયા લીધી છે માટે ઋજુસૂત્રનય (કોઈ કોઈ પ્રતમાં “રૂપરિ” એમ મારિ પણ શબ્દ છે.) પરંતુ ક્રિયાના વિશેષણરૂપે ક્યાંક “પા” શબ્દ પણ છે. (જો આદિ શબ્દ લઈએ તો આદિ શબ્દથી આવી બીજી પ્રવૃત્તિ પણ જાણી લેવી). શબ્દનય : વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા વીર્યનું આત્મપ્રદેશોમાં પરિસ્પન્દન થવા રૂપ જે ક્રિયા તે ક્રિયા કહેવાય છે. (અહીં ભાવક્રિયાની પ્રધાનતા કરી છે. યોગની ગૌણતા કરી છે.) સમભિરૂઢનયઃ આત્માના શુદ્ધ ગુણોની સાધના કરવા રૂપ સકલ કર્તવ્ય કરવાપણે પ્રવર્તતું વીર્ય તે ક્રિયા કહેવાય છે.
(પ)
Page #68
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯ (૭) એવંભૂતનય : શુદ્ધ આત્મતત્ત્વની સાથે એકતા કરવા સ્વરૂપે મન-વચન-કાયાના
યોગોથી નિરપેક્ષપણે આત્મગત લબ્ધિવીર્યની અત્યન્ત સૂક્ષ્મ રીતે સહાયતાપૂર્વક ગુણોમાં જ પરિણમન પામવા રૂપ જે ક્રિયા તે ક્રિયા કહેવાય. આ નયથી સિદ્ધાવસ્થાની અને અયોગી અવસ્થાની ગુણોમાં જ રમણતા કરવા રૂપ વપરાતા લબ્ધિવીર્યની જે ક્રિયા તે ક્રિયા કહી છે.
અહીં સાધક અવસ્થામાં વર્તતા અપુનર્બન્ધકથી પ્રારંભીને ક્ષીણમોહ ગુણઠાણા સુધીના જીવની આત્માના ગુણોને પ્રગટ કરવા માટેની સાધનાકાળે કરાતી જે ક્રિયા તે ક્રિયા સમજવાસમજાવવાનો આ અવસર છે. (બાધક અવસ્થાની ક્રિયા અનાદિના અભ્યાસથી સહજપણે આવી જ જાય છે અને સિદ્ધ અવસ્થાની કેવલજ્ઞાનાદિ ગુણોના ઉપયોગાત્મક જે સાધ્યક્રિયા છે. તે સમજાવવાની હોતી નથી માટે સાધના અવસ્થાની ક્રિયા આ અષ્ટકમાં સમજાવાય છે.) કારણ કે વિશેષાવશ્યક ભાષ્ય આદિ મહાગ્રંથોમાં “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ” થાય છે એમ કહેલ છે. (વિશેષ આવ. ગાથા નં. ૩) ના વિશ્વરિયાર્દિ મોવો . |
તે કારણથી ચારિત્રાત્મક આત્મગુણોની પ્રવૃત્તિમય સ્વ-સ્વરૂપને ગ્રહણ કરવાની અને પરભાવને ત્યાગ કરવાની જે ક્રિયા તે જ ક્રિયા મોક્ષને આપનારી બને છે. આ કારણથી જાણ્યું છે આત્મતત્ત્વ જેણે એવા આત્માએ તે શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માટે સાધનભૂત એવી ગુણોને ગ્રહણ કરવાની અને પરભાવને તજવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તેથી ક્ષાયિક ભાવના તે તે ગુણોની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જ્ઞાનાચારાદિ પંચ આચારપાલનની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તે માટે જ શાસ્ત્રકાર મહર્ષિઓ આ પ્રમાણે ઉપદેશ આપે છે -
क्षायिकसम्यक्त्वं यावद् निरन्तरं निःशङ्काद्यष्टदर्शनाचारसेवना, केवलज्ञानं यावत् कालविनयादिज्ञानाचारता, निरन्तरं यथाख्यातचारित्रादर्वाक् चारित्राचारसेवना, परमशुक्लध्यानं यावत् तपःआचारसेवना, सर्वसंवरं यावद् वीर्याचारसाधनाऽवश्यम्भावा (साधनाऽवश्यम्भाविनी), न हि पञ्चाचारमन्तरेण मोक्षनिष्पत्तिः । दर्शनाद्धि स्वगुणानां प्रवृत्तिः क्रिया दर्शनादिगुणविशुद्ध्यर्थं “सन्निमित्तमवलम्ब्य प्रवर्तनं आचारः" गुणपूर्णतानिष्पत्तेः अर्वाक् आचरणा करणीया । आचरणातो गुणनिष्पत्तिर्भवत्येव । पूर्णगुणानां तु आचरणा परोपकारायेति सिद्धम् । अत एव ૩ત્તે -
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૬૮ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર વિવેચન :- ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જીવે “નિસ્સકિઅનિષંખિ” પદવાળી “નાણંમિ” સૂત્રની ગાથામાં કહેલા આઠ પ્રકારના દર્શનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ, કારણ કે ક્ષાયોપથમિક ભાવનું સમ્યકત્વ હોવાથી અતિચારો લાગવાનો સંભવ છે. તેથી અતિચારો દૂર કરવા દર્શનાચારનું પાલન આવશ્યક
(૧) પરમાત્માના વચનોમાં શંકા ન કરવી તે પ્રથમ દર્શનાચાર. (૨) અન્ય મતને જાણવાની કે સાંભળવાની ઈચ્છા ન કરવી તે બીજો દર્શનાચાર. (૩) સાધુ-સાધ્વીજી ઉપર દુર્ગછા ન કરવી તે ત્રીજો દર્શનાચાર. (૪) અમૂઢ (અમોહાલ્પ) દેષ્ટિવાળા બનવું તે ચોથો દર્શનાચાર. (૫) ગુણીના ગુણોની અનુમોદના કરવી તે પાંચમો દર્શનાચાર. (૬) જૈનધર્મ પામેલા જીવોને વધારે વધારે સ્થિર કરવા તે છટ્ટો દર્શનાચાર. (૭) સાધર્મિક પુરુષો પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો તે સાતમો દર્શનાચાર. (૮) જૈનદર્શનની પ્રભાવના કરવી તે આઠમો દર્શનાચાર.
આ દર્શનાચારના આઠ આચારો છે. તેનું પાલન આવશ્યક છે. જો ઉપર કહ્યા પ્રમાણે પ્રવર્તન કરવામાં ન આવે અને અજાણતાં પણ વિરુદ્ધ વર્તન થઈ જાય અથવા કોઈની પરાધીનતાથી જાણતાં છતાં કોઈ દોષ સેવવો પડે તો તેને દર્શનાચારના આઠ અતિચારો કહેવાય છે.
એવી જ રીતે ક્ષાયિકભાવનું જ્ઞાન (અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન) ન થાય ત્યાં સુધી એટલે કે બારમા ગુણઠાણાના અંત સુધી વર્તે વિUTણ વહુમા એ પદવાળી નારંમિ સૂત્રની ગાથામાં કહેલા આઠ પ્રકારના જ્ઞાનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. કારણ કે ક્ષાયોપથમિક ભાવનું જ્ઞાન હોવાથી અતિચારો (દોષો) લાગવાનો સંભવ છે. તેથી તેવા અતિચારો દૂર કરવા માટે જ્ઞાનાચારના આઠ આચારોનું પાલન આવશ્યક છે. (૧) ભણવાને માટે શાસ્ત્રોક્ત જે યોગ્ય કાલ હોય તે યોગ્ય કાલે ભણવું. (૨) ગુરુ અને પુસ્તક આદિનો વિનય સાચવવા પૂર્વક ભણવું. (૩) ગુરુ, પુસ્તક અને જ્ઞાનાદિ પ્રત્યે હાર્દિક બહુમાન રાખીને ભણવું. (૪) ઉપધાનતપ-યોગોલાહનાદિ ધર્મક્રિયા કરવા પૂર્વક ભણવું. (૫) ભણાવનાર આદિને ગોપવ્યા વિના ભણવું.
Page #70
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
(૬) સૂત્રોના વ્યંજનો : અક્ષરો-શબ્દો અત્યન્ત સ્પષ્ટ બોલવા.
(૭) સૂત્રોના અર્થો યથાર્થ વિચારવા-મનમાં ધારવા.
(૮) સૂત્રોના શબ્દો તથા અર્થો બરાબર જોડવા.
૨૬૯
એવી જ રીતે બારમા ગુણઠાણે પ્રાપ્ત થતા યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી (દસમા ગુણઠાણા સુધી) નિરન્તર (સતત) ચારિત્રાચારનું પાલન કરવું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રકારના ચારિત્રાચારના પાલનની યથાર્થ ક્રિયા કરવી.
તથા પરમ એવું શુક્લધ્યાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તપાચારનું પાલન કરવું અનિવાર્ય છે. શરીર પ્રત્યેની અને આહારાદિ પરદ્રવ્ય પ્રત્યેની રાગાદિ સ્વરૂપ મોહદશાના ત્યાગનું છ પ્રકારનો બાહ્ય તપ પરમ સાધન છે અને અભ્યન્તરતપ કાષાયિક પરિણતિના ત્યાગનું પરમ સાધન છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધરને હોય છે અને છેલ્લા બે પાયા કેવલી ભગવંતને હોય છે.
તથા સર્વસંવરભાવની પ્રાપ્તિવાળી અયોગિગુણસ્થાનકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વીર્યાચારનું પાલન આવશ્યક છે.
(૧) પોતાના લબ્ધિવીર્યને ગોપવ્યા વિના ધર્મદેશનાદિ અનુષ્ઠાનોમાં વીર્યનું ફોરવવું. (૨) શાસ્ત્રમાં કહ્યું હોય તે રીતે સાવધાની પૂર્વક વીર્યનું ફોરવવું.
(૩) પોતાની શક્તિને અનુસારે વીર્યનું ફોરવવું.
ઉપર કહેલા પંચાચારના પાલન વિના ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવની પ્રાપ્તિ થતી નથી. અને ક્ષાયિકભાવની પ્રાપ્તિ કર્યા વિના મોક્ષ થતો નથી. દર્શનગુણથી (વીતરાગ પરમાત્માના વચનો પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધાથી) આત્માના બીજા ગુણોમાં પ્રવૃત્તિ વધે છે. જો શ્રદ્ધાગુણ હોય તો તે વીતરાગ પ્રભુનાં શાસ્ત્રો ભણવાનું મન થાય એટલે જ્ઞાન વધે, તેમણે કહ્યા પ્રમાણે વર્તવાના ભાવ જાગે તેથી ચારિત્ર, તપ અને વીર્ય વધે, એમ આત્મગુણોની પ્રવૃત્તિ વધે છે. આત્મગુણોની પ્રવૃત્તિ એ જ ક્રિયા છે. આમ પંચાચારના પાલન રૂપ આ ક્રિયા દર્શનાદિ આત્મગુણોની નિર્મળતા માટે જરૂરી છે.
ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ કેવી રીતે થાય ? તેનાં નિમિત્તોનું આલંબન લઈને ગુણોમાં જે પ્રવર્તન કરવું તેને જ આચાર કહેવાય છે. માટે આ પંચાચારના પાલનસ્વરૂપ ક્રિયા ગુણોની પૂર્ણતાની પ્રાપ્તિ માટે છે. અર્થાત્ ક્ષાયિકભાવની પ્રાપ્તિ માટે છે. તેથી ક્ષાયિકભાવની
Page #71
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૨૭)
ક્રિયાષ્ટક - ૯ પ્રાપ્તિ (એટલે કે ગુણોની પૂર્ણતાની પ્રાપ્તિ) થાય તેની પૂર્વકાલમાં આ પંચાચારની આચરણા (પંચાચારના પાલનની ક્રિયા) અવશ્ય કરવી જોઈએ. આવા પ્રકારની આચરણાથી ગુણોનું પ્રાગટ્ય અવશ્ય થાય જ છે.
ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થયા પછી એટલે કે પૂર્ણગુણોની પ્રાપ્તિ થયા બાદ ગુણપ્રાપ્તિ માટે કે ગુણવૃદ્ધિ માટે કે ગુણોની શુદ્ધિ માટે ક્રિયા કરવાની રહેતી નથી. માત્ર પરોપકાર કરવા માટે જ યથોચિત આચરણા હોય છે. પોતાને તો પૂર્ણ-ગુણનિષ્પત્તિ થઈ જ ગઈ છે. માટે સ્વગુણની પ્રાપ્તિ માટે હવે ક્રિયા સંભવતી નથી. પરોપકાર માટે જ પ્રવૃત્તિ કરે છે. આ કારણથી જ કહેવાય છે કે -
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परं तारयितुं क्षमः ॥१॥
ગાથાર્થ - જ્ઞાની, ક્રિયામાં તત્પર, શાન્ત, ભાવિત છે આત્મા જેનો, જીતી છે ઈન્દ્રિયો જેણે એવો આત્મા સ્વયં પોતે સંસાર સમુદ્રથી તરેલો છે અને પરને તારવાને સમર્થ છે. ll૧il
ટીકા :- “જ્ઞાની ક્રિયાપર” રૂત્તિ, જ્ઞાની યથાર્થતત્ત્વસ્વરૂપવિવોથી, એ ક્રિય= साधनकारणानुयायियोगप्रवृत्तिरूपा, स्वगुणानुयायिवीर्यप्रवृत्तिरूपा, तस्यां तत्परःउद्यतः, पुनः शान्तः-कषायतापरहितः, भावितात्मा-भावितः शुद्धस्वरूपरमणमयः आत्मा यस्य सः भावितात्मा, जितेन्द्रियः-पराजितेन्द्रियव्यापारः, भवाम्भोधेः= भवसमुद्रात् स्वयं तीर्णः-पारंगतः, परम्-आश्रितम्, उपदेशदानादिना तारयितुं क्षमः -समर्थो भवति । यो हि सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतः आत्मारामी आत्मविश्रामी आत्मानुभवमग्नः स स्वयं संसारात् निवृत्तः तत्सेवनापरान् निस्तारयति ।
વિવેચન :- જે આત્મા “જ્ઞાની” છે એટલે કે વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ શાસ્ત્રોમાં જે વસ્તુનું સ્વરૂપ જેમ કહ્યું છે તથા જે વસ્તુનું સ્વરૂપ વાસ્તવિક જેવું છે તેવો યથાર્થ તત્ત્વનો બોધ જેણે પ્રાપ્ત કર્યો છે તે જ્ઞાની આત્મા, જ્યારે “ક્રિયામાં તત્પર” હોય એટલે કે મુક્તિના સાધનભૂત તથા અસાધારણ કારણભૂત એવા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ થાય તેવી, તેને અનુસરનારી મન, વચન અને કાયાની યોગપ્રવૃત્તિ રૂપ શુભક્રિયાવાળો જે આત્મા છે તે આત્મા ક્રિયાપર કહેવાય છે તથા આત્માના જ્ઞાનાદિ ગુણોને અનુસરનારી (ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ કરે તેવી) આત્માના વીર્યની પ્રવૃત્તિ સ્વરૂપ જે
Page #72
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૭૧
શુભક્રિયા છે તે ક્રિયા કરવામાં જે તત્પર-ઉદ્યમશીલ છે. તેનું નામ ક્રિયાપર, અર્થાત્ ક્રિયામાં
તત્પર.
તથા “શાન્ત” એટલે કે ક્રોધ-માન-માયા અને લોભ એમ ચારે પ્રકારના કષાયોના તાપ વિનાનો જે આત્મા છે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો જેના શાન્ત થઈ ગયા છે અર્થાત્ જેના વિકારી ભાવો ચાલ્યા ગયા છે તેવા પ્રકારનો જે આત્મા તે શાન્ત. તથા “ભાવિતાત્મા’ ભાવિત એટલે સુસંસ્કારોથી વાસિત અર્થાત્ આત્માના શુદ્ધ સ્વરૂપમાં-રત્નત્રયીમાં જ રમણતા કરનારો એવો જે આત્મા તે ભાવિતાત્મા-સંસ્કારોથી વાસિતાત્મા,
તથા “જિતેન્દ્રિય” પાંચે ઈન્દ્રિયોના વિષયોના વ્યાપારનો જેણે પરાભવ કર્યો છે તેવો આત્મા, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે તેના ૨૩ ઉત્તરભેદ છે. આમ પાંચ અથવા ત્રેવીસ વિષયો અનુકુલ મળે તો રાગ નહીં કરનારો અને પ્રતિકુલ મળે તો દ્વેષ નહીં કરનારો એવો જે આત્મા તે જિતેન્દ્રિય આત્મા, વિષયોને અનુભવે ખરા, વિષયોને સેવે ખરા, પણ રાગાદિ ન કરે તે.
આવા પ્રકારના વિશેષણવાળો અર્થાત્ જ્ઞાની, ક્રિયાતત્પર, શાન્ત, ભાવિતાત્મા અને જિતેન્દ્રિય જે આત્મા છે તે જ આત્મા આ ભવસાગરથી સ્વયં પોતે તરે છે. અર્થાત્ પારને પામે છે. અને પરને-પોતાના આશ્રયે આવનારા શિષ્યવર્ગાદિને ઉપદેશ-હિતશિક્ષા અને માર્ગ
જણાવવા વગેરે દ્વારા આ સંસારસમુદ્રથી તારવાને શક્તિમાન છે
સારાંશ કે જે આત્મા પોતે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના ભાવમાં પરિણત થયો છે, આત્મામાં જ રમનારો છે, આત્મતત્ત્વમાં વિશ્રાન્તિ કરનારો છે. આત્માના શુદ્ધસ્વરૂપની જ રટણતાવાળો છે, તેમાં જ મગ્ન છે. આવો ઉત્તમ જે આત્મા છે તે જ આત્મા પોતે સ્વયં આ સંસારથી નિવૃત્ત થાય છે, સાંસારિક વાસનાઓથી રહિત બને છે શુદ્ધ-બુદ્ધ થાય છે, સંસાર-સમુદ્ર તરીને મુક્તિપદ પામે છે અને તેમની સેવામાં તત્પર એવા શિષ્યવર્ગને અને ભક્તવર્ગને પણ તેવા પ્રકારના ગુણો આપવા દ્વારા આ સંસાર-સાગરથી તારે છે.
આવા મહાત્મા પુરુષ જ સંવેગ-નિર્વેદ આદિ ઉત્તમોત્તમ પરિણામવાળા થયા છતા વૈરાગ્યભાવથી અત્યન્ત વાસિત થઈને સંસાર તરે છે અને સેવકોને પણ તેવો જ ઉપદેશ આપવા દ્વારા તારનારા બને છે.
अत्र द्रव्यज्ञानं-भावनारहितं वचनव्यापारमनोविकल्परूपं संवेदनज्ञानं यावत्, तच्च भावज्ञानं तत्त्वानुभवरूपोपयोगस्य कारणम्, द्रव्यक्रिया योगव्यापारात्मिका, साऽपि भावक्रियाया: स्वगुणानुयायिस्वगुणप्रवृत्तिरूपायाः कारणम्, अत्र "ज्ञानस्य
Page #73
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
૨૭૨
फलं विरतिः " तेन ज्ञानं विरतिकारणम् । उक्तञ्च तत्त्वार्थटीकायां "दर्शनज्ञाने चारित्रस्य कारणं, चारित्रं मोक्षकारणम्" । उत्तराध्ययने
नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं ॥३०॥ (ઉત્તરાધ્યયન-અધ્યયન ૨૮ ગાથા-૩૦)
अतो ज्ञानं क्रियायुक्तं हिताय, नैकमेवेत्याह- ॥१॥
અહીં જ્ઞાન પણ બે પ્રકારનું હોય છે અને ક્રિયા પણ બે પ્રકારની હોય છે દ્રવ્યજ્ઞાન અને ભાવજ્ઞાન એવી જ રીતે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા. દ્રવ્યજ્ઞાન એ ભાવજ્ઞાનનું કારણ બને છે અને દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ બને છે.
જે જ્ઞાન વચનોના વ્યાપારાત્મક છે એટલે સમજવા અને સમજાવવાના વિષયવાળું છે તથા મનના વિકલ્પવાળું છે એટલે કે માનસિક ચિંતન-મનનવાળું છે. આવા પ્રકારના વચનવ્યવહાર અને મનના વ્યવહારવાળું અનુભવાત્મક જે જ્ઞાન હોય પરંતુ ભાવજ્ઞાનરહિત હોય એટલે આત્મ-સ્પર્શી ન હોય, શાસ્ત્ર સારાં આવડે, સારાં ભણે, સારાં ભણાવે, સારું ચિંતન-મનન કરે પણ મોહને તોડીને આત્મગુણોની પ્રાપ્તિને અભિમુખ ન થાય, તે જ્ઞાનને દ્રવ્યજ્ઞાન કહેવાય છે. આવા પ્રકારનું આ દ્રવ્યજ્ઞાન એ ભાવજ્ઞાનનું કારણ બને છે. ભાવજ્ઞાનનું લક્ષ્ય રાખીને વર્તે તો કાળાન્તરે તે દ્રવ્યજ્ઞાનથી ભાવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મતત્ત્વનો અનુભવ થવા રૂપ જે ઉપયોગ આત્મક જ્ઞાન તે ભાવજ્ઞાન કહેવાય છે. મોહનો નાશ કરતાં કરતાં આ જ દ્રવ્યજ્ઞાન ભાવજ્ઞાન સ્વરૂપે પરિણામ પામે છે.
મન-વચન-કાયા સંબંધી યોગોના વ્યાપારાત્મક-ધાર્મિક અનુષ્ઠાનો આચરવા રૂપ જે ક્રિયા છે તે દ્રવ્યક્રિયા કહેવાય છે. તે પણ ભાવક્રિયાનું લક્ષ્ય હોય તો કાળાન્તરે ભાવક્રિયાનું કારણ બને છે. પોતાના આત્માના ગુણોને અનુસરનારી (શુદ્ધિ-વૃદ્ધિ કરનારી) પોતાના ગુણોની અંદર પ્રવૃત્તિ કરવા રૂપ જે ક્રિયા છે તે ભાવક્રિયા કહેવાય છે અથવા પોતાના ગુણોને અનુસરવા સ્વરૂપ પ્રવૃત્તિ કરવી તે ભાવક્રિયા કહેવાય છે. આ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને છે. એટલું જ નહીં પણ જે દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને તેવી દ્રવ્યક્રિયાને જ નિશ્ચયનયથી દ્રવ્યક્રિયા કહેવાય છે. તત્ત્વ જેમ જેમ સમજાતું જાય છે, આત્મતત્ત્વનું જેમ જેમ ભાન થતું જાય છે, તેમ તેમ હેય-ઉપાદેયનો વિવેગ જાગૃત થતાં, હેયનો ત્યાગ અને ઉપાદેયનો આદર એ રૂપ ક્રિયા જીવનમાં આવે જ છે. તેથી જ્ઞાન એ ક્રિયાનું કારણ બને છે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે “જ્ઞાનનું ફળ વિરતિ છે” જ્ઞાન દ્વારા હેય-ઉપાદેયનો વિવેક
Page #74
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૭૩
પ્રગટ થતાં હેયનો ત્યાગ આપોઆપ થાય છે તેથી એ વિરતિનું કારણ બને છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે – “દર્શન અને જ્ઞાન એ ચારિત્રનું કારણ છે અને ચારિત્ર એ મોક્ષનું કારણ
છે.”
ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ અઠ્યાવીસમા અધ્યયનની ત્રીસમી ગાથામાં કહ્યું છે કે - “અદની આત્માને (સમ્યગ્દર્શન વિનાના આત્માને) સમ્યજ્ઞાન થતું નથી, સમ્યજ્ઞાન વિનાના આત્મામાં ચારિત્રના ગુણો આવતા નથી અને ચારિત્ર સંબંધી ગુણ વિનાના જીવનો મોક્ષ થતો નથી તથા મુક્તિની પ્રાપ્તિ વિનાના જીવન નિર્વાણ સંભવતું નથી.” આ કારણથી સમ્મક્રિયાથી યુક્ત એવું જે જ્ઞાન છે તે જ હિતકારક છે પણ ક્રિયા વિનાનું એકલું જ્ઞાનમાત્ર હિતકારક થતું નથી - તે માટે ગ્રંથકારશ્રી હવે કહે છે કે –
क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् ॥२॥
ગાથાર્થ :- ક્રિયા વિનાનું કેવલ એકલું જ્ઞાન (અભિમાનાદિ કરાવવા દ્વારા) અનર્થક બને છે. માર્ગને જાણનારો માણસ પણ ગમન ક્રિયા વિના ઈષ્ટ નગરને પામી શકતો નથી. રા.
ટીકા :- “જિયવિરહિત રુન્ત” તિ, વિરહિત-ક્રિયા સાથનપ્રવૃત્તિરૂપા, तया विरहितं ज्ञानमात्रं-संवेदनज्ञानम्, अनर्थकं-न मोक्षरूपकार्यसाधकम् । तत्र दृष्टान्तः-पथज्ञोऽपि-मार्गज्ञातापि, गतिं विना-चरणविहारक्रियां विना ईप्सितं-इच्छितं पुरं-नगरं नाप्नोति-न प्राप्नोति, चरणचङ्क्रमेणैव ईप्सितनगरप्राप्तिः इति “નારી મુવાવો'' કૃતિ વવનાન્ !
सण्णाणनाणोवगए महेसी, अणुत्तरं चरिउं धम्मसंचयं । अणुत्तरे णाणधरे जसंसी, ओभासइ सूरिए वंतलिक्खे ॥२३॥
(શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૨૧, ગાથા-૨૩) //રો. વિવેચન :- ક્રિયાવિરહિત એટલે ક્રિયા વિનાનું જે જ્ઞાન તે અનર્થક છે અર્થાત્ મુક્તિદાયક બનતું નથી. અહીં ક્રિયા તે સમજવી કે જે મુક્તિના સાધનરૂપ રત્નત્રયી છે તેમાં સતત પ્રવૃત્તિ કરવી. અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ જે મુક્તિનાં સાધનો છે, તે ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ વધારે વધારે કેમ થાય? એ માટેની જે પ્રવૃત્તિ કરવી તેને સમ્યક્રિયા કહેવાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર આવા પ્રકારની ક્રિયા વિનાનું કેવલ એકલું શાસ્ત્રીય જ્ઞાનમાત્ર અર્થાત્ શાસ્ત્રોના અર્થોનું સંવેદન (અનુભવ) થવા રૂપ જ્ઞાનમાત્ર અનર્થક છે. અનર્થક એટલે કે શુભયોગ હોવાથી પુણ્ય બંધ કરાવવા દ્વારા સ્વર્ગસુખ આપનાર કદાચ બને, પણ મુક્તિ રૂપ જે કાર્ય સાધવું છે તેનું સાધક બનતું નથી. મુક્તિ આપનાર બનતું નથી. આ બાબતમાં ગ્રંથકારશ્રી સુંદર દષ્ટાન્ત કહે છે કે -
પથજ્ઞ એવો પુરુષ અર્થાત્ એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો બરાબર જાણનારો પુરુષ પણ ગતિક્રિયા કર્યા વિના-ગમનાગમન કરવા રૂપ ચરણની ક્રિયા કર્યા વિના ઈષ્ટનગરની પ્રાપ્તિ કરી શકતો નથી, ભોજનના જ્ઞાનવાળો પુરુષ પણ ભોજનની ક્રિયા કર્યા વિના સુધાશાન્તિ કરી શકતો નથી, ધંધાનો જાણકાર પુરુષ પણ ધંધાની ક્રિયા કર્યા વિના ધનપ્રાપ્તિ કરી શકતો નથી. ઈત્યાદિ અનેક ઉદાહરણ અહીં જાણવાં. માટે જ મહર્ષિ પુરુષોએ “જ્ઞાન અને ચારિત્ર એમ બને ગુણો વડે મોક્ષ થાય” એમ કહેલ છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૧મા અધ્યયનની ૨૩ મી ગાથામાં કહ્યું છે કે –
“સમ્યજ્ઞાનાત્મક એવું જે જ્ઞાન છે તેનાથી યુક્ત એવા મહર્ષિ પુરુષનો આત્મા અનુપમ એવા ધર્મસંચયને કરીને અનુપમ એવા જ્ઞાનને (કેવલજ્ઞાનને) ધારણ કરનારા બન્યા છતા (અર્થાત કેવલી થઈને) જે ધર્મદેશના કરનારા બને છે તે આકાશની અંદર પ્રકાશમાન થતા એવા સૂર્યની જેમ ચમકે છે, શોભે છે.” મેરા
પુનરૂદેવ દ્રઢયનાદ - વળી તે જ વાત અતિશય દેઢ કરતાં કહે છે - स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ॥३॥
ગાથાર્થ - જ્ઞાનથી પરિપૂર્ણ આત્મા પણ અવસરે અવસરે પોતાને અનુકૂલ (સાધ્યને સાધી આપે તેવી) ક્રિયાની અપેક્ષા રાખે છે. જેમ પ્રદીપ પોતે સ્વયં પ્રકાશમાન હોવા છતાં પણ તેલની પૂર્તિ આદિ ક્રિયાની અપેક્ષા અવશ્ય રાખે જ છે. I
ટીકા :- “સ્વાનુમતિ” જ્ઞાનપૂufપ વાવિવેચનવિશિષ્ટોષિ, ને अवसरे कार्यसाधनक्षणे स्वानुकूलां-तत्कार्यकरणरूपां क्रियामपेक्षते, तत्त्वज्ञानी सम्यग्ज्ञानी प्रथमं संवरकार्यरुचिः देशविरतिसर्वविरतिग्रहणरूपां क्रियामाश्रयति । पुनः चारित्रयुक्तोऽपि तत्त्वज्ञानी केवलज्ञानकार्यनिष्पादनरसिकः शुक्लध्यानारोहरूपां
Page #76
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૭૫
क्रियामाश्रयति, केवलज्ञानी सर्वसंवरपूर्णानन्दकार्यावसरे योगरोधरूपां क्रियां करोति ! अत एवोच्यते- ज्ञानी क्रियामपेक्षते, एवं तदर्थमेव आवश्यककरणं मुनीनाम् ।
વિવેચન :- કોઈ પણ જ્ઞાની પુરુષ ભલે જ્ઞાનથી પરિપૂર્ણ હોય આત્મતત્ત્વ અને પરતત્ત્વને સમજવામાં-સમજાવવામાં તથા તેનો ભેદ કરવામાં ભલે અતિશય વિચક્ષણ હોય તો પણ યોગ્ય યોગ્ય અવસરે એટલે કે જે કાલે જે કાર્ય સાધવાનો અવસર હોય તે કાલે તે કાર્ય સાધવાને અનુકૂળ તે તે કાર્યના કરણ રૂપે રહેલી (અસાધારણ કારણ સ્વરૂપે રહેલી) ક્રિયાને કરવાની અપેક્ષા અવશ્ય રાખે જ છે. જો કાર્યસાધક ક્રિયા કરે તો જ કાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાનમાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી.
તત્ત્વજ્ઞાની એવો અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યજ્ઞાની બન્યો છતો મારામાં બંધાતાં કર્મો કેમ અટકે ? આમ સંવરભાવની રૂચિવાળો બન્યો છતો અભક્ષ્યત્યાગ, અનંતકાયત્યાગ, અબ્રહ્મત્યાગ, રાત્રિભોજનત્યાગ ઈત્યાદિ રૂપે પ્રથમ દેશવિરતિની ક્રિયા અને ત્યારબાદ સર્વ સંસારત્યાગ, પંચમહાવ્રતપાલન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન એ રૂપે સર્વવિરતિની ક્રિયા કરવાનો આશ્રય કરે જ છે. આવી ક્રિયા કરતો છતો તે આત્મા અનુક્રમે પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણઠાણે આરૂઢ થાય છે.
છઠ્ઠા-સાતમા ગુણઠાણે આવેલા અને ચારિત્રગુણથી યુક્ત એવા મુનિપુરુષો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવા માટે આશાવિચયાદિ ધર્મધ્યાનાદિની ક્રિયાનો અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા મહાત્મા પુરુષો કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં રસિક થયા છતા શુક્લધ્યાનના આરોહણની ક્રિયાનો અવશ્ય આશ્રય કરે છે. શુક્લધ્યાનની ક્રિયા કરતા કરતા તે મુનિપુરુષ બારમા ગુણઠાણે ઘનઘાતી કર્મો ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા સ્વરૂપ નિજ કાર્યને સિદ્ધ કરે છે. માટે ત્યાં પણ જ્ઞાની હોવા છતાં ક્રિયાની અપેક્ષા રહે જ છે.
તેરમા ગુણઠાણે પહોંચેલા-ઘનઘાતી કર્મોના ક્ષયવાળા એવા કેવલી ભગવંતો પણ (૧) સર્વસંવરભાવ પ્રાપ્ત કરવા માટે, (૨) સાતાવેદનીયકર્મનો બંધ અટકાવવા માટે, (૩) સર્વથા અનાશ્રવભાવ પ્રાપ્ત કરવા માટે, (૪) યોગજન્ય આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા અટકાવવા માટે તથા (૫) આત્માની સંપૂર્ણ શુદ્ધદશાનું પૂર્ણ આનંદરૂપ કાર્ય સિદ્ધ કરવા માટે યોગનો નિરોધ કરવાની ક્રિયા અવશ્ય કરે છે.
આ કારણથી જ કહેવાય છે કે જ્ઞાની આત્મા પણ તેવા તેવા અવસરે તે તે કાર્ય કરવા માટે તેને તેને અનુકૂલ અર્થાત્ કાર્યસાધક ક્રિયા કરવાની અવશ્ય અપેક્ષા રાખે છે. આમ હોવાથી જ્ઞાની એવા પણ મુનિઓને આવશ્યકક્રિયા તે તે કાર્ય માટે અવશ્ય હોય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક – ૯
જ્ઞાનસાર
तत्र दृष्टान्तः- यथा प्रदीपः स्वप्रकाशोऽपि तैलपूर्त्यादिकां क्रियामपेक्षते, एवं सम्यग्ज्ञानी अपि क्रियारङ्गी भवति । क्रिया हि वीर्यशुद्धिहेतुः । अशुद्धवीर्यविहिताश्रवः संसरति संसारे । स एव गुणिसेवनगुणप्राग्भावोद्यतः संवरीभवति । कर्मप्रदेशग्रहणं योगैः । योगाः वीर्यप्रभवाः । तेन योगाः परमात्मवन्दनस्वाध्यायाध्ययनादियोजिताः न कर्मग्रहणाय भवन्ति । योगानां सत्प्रवृत्तिः क्रिया इति ॥३॥
૨૭૬
આ બાબતમાં શાસ્ત્રકાર ભગવંત સુંદર એક ઉદાહરણ કહે છે - જેમ દીપક સ્વયં પોતે જ પ્રકાશ આપવાના સ્વભાવવાળો છે. પ્રકાશકતા એ દીપકનું સ્વરૂપ છે. છતાં પણ તેલનું પૂરવું અને આદિ શબ્દથી વાટનું તથા કોડીયાનું હોવાપણું વગેરે ક્રિયાની તે દીપક પણ અવશ્ય અપેક્ષા રાખે જ છે. આ જ પ્રમાણે સમ્યજ્ઞાની આત્મા પણ તે તે ગુણસ્થાનકને ઉચિત ક્રિયા કરવાનો ઉત્સાહી હોય, અને તેવી સાનુકુળ ક્રિયા કરે, તો જ તે જીવને ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
ધર્મક્રિયા એ વીર્યની (પ્રવૃત્તિની) શુદ્ધતાનો હેતુ છે. અનાદિકાળથી આ જીવે પોતાને પ્રાપ્ત થયેલા વીર્યનો ઉપયોગ મિથ્યાત્વ, અવિરતિ, રાગ-દ્વેષ અને કાષાયિક પરિણતિમાં જ કર્યો છે. તેના કારણે આ વીર્યપ્રવૃત્તિ કર્મોના આશ્રવનું જ કારણ બનેલી છે. માટે તે વીર્યપ્રવૃત્તિ અશુભ જ થઈ છે. આ રીતે અશુદ્ધ વીર્યપ્રવૃત્તિ દ્વારા કર્યા છે ઘણા ઘણા આશ્રવો જેણે એવો આ જીવ સંસારમાં રખડ્યો છે, રખડે છે અને ઘણા ઘણા દુ:ખનું ભાજન બન્યો છે અને
બને છે.
તે જ આ જીવ જ્યારે ગુણી મહાત્મા પુરુષોની સેવામાં તત્પર બને છે અને તેના દ્વારા પોતાના ગુણોનો પ્રાગ્ભાવ (આવિર્ભાવ-પ્રગટતા) કરવામાં ઉદ્યમશીલ બને છે ત્યારે આશ્રવને રોકીને સંવરભાવવાળો થાય છે.
મન-વચન-કાયા દ્વારા પ્રવર્તમાન એવું જે વીર્ય (કરણવીર્ય) છે તેને યોગ કહેવાય છે. કારણ કે “યોગ-જોડવું” આ આત્માને કર્મબંધની સાથે જે જોડે તેને મન, વચન અને કાયાનો યોગ કહેવાય છે. તેથી આવા યોગ દ્વારા તો કર્યગ્રહણ જ થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે હ્રાયવામન:ર્મ યોગ:, સ આશ્રવ:, શુભ: પુણ્યસ્ય, અનુમ: પાપસ્ય (૬૧, ૨, ૩, ૪) આવા પ્રકારના આ માનસિક, વાચિક અને કાયિક યોગો લબ્ધિવીર્યથી ઉત્પન્ન થાય છે. વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી પ્રગટ થયેલું જે વીર્ય છે તે જ વીર્ય મન-વચન-કાયાના આલંબને ચંચળતા રૂપે જ્યારે વપરાય ત્યારે તેને કર્મબંધના હેતુભૂત યોગ કહેવાય છે. અથવા કરણવીર્ય પણ કહેવાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૭૭ સામાન્યથી આ યોગો કર્યગ્રહણ કરાવે છે. કર્મબંધના હેતુ છે. એકથી તેર ગુણઠાણા સુધી યોગ શુભ હોય તો પુણ્યનો અને અશુભ હોય તો પાપનો બંધ કરાવે છે. પરંતુ જો તે યોગ પરમાત્માને વંદનક્રિયા કરવામાં, સ્વાધ્યાય અને અધ્યયન આદિ ક્રિયા કરવામાં વપરાયો હોય તો કર્યગ્રહણ માટે સમર્થ બનતો નથી. અર્થાત્ કર્મ ગ્રહણ તો કરાવે જ છે, પરંતુ આત્માને પીડા આપે તેવાં અથવા આત્મા સાથે ઝાઝો ટાઈમ રહે તેવાં દીર્ઘસ્થિતિરસવાળાં કર્મ બંધાતાં નથી. તેથી બંધાય તો પણ ન બંધાયા તુલ્ય ગણાય છે. અથવા બંધ કરતાં નિર્જરા વધારે કરાવે છે. માટે આવા પ્રકારના યોગોની જે આ સત્યવૃત્તિ છે તેને જ ક્રિયા કહેવાય છે. આ
बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाङ्क्षिणः ॥४॥
ગાથાર્થ :- જે લોકો “ક્રિયા” એ તો બાહ્યભાવ છે. આશ્રવહેતુ છે, વ્યવહાર માત્ર જ છે, એવું સ્વીકારી ક્રિયાનો નિષેધ કરે છે, તેઓ મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઈચ્છનારા છે. ll
ટીકા :- “વીદ્યમાવતિ' વામાવં-વીહત્વમ્, પુરસ્કૃત્ય-મફત્ય, નર: असेवितगुरुचरणाः व्यवहारतः क्रियां निषेधयन्ति “किं बाह्यक्रियाकरणेन ?" इत्युक्त्वा क्रियोद्यमं मन्दयन्ति, ते नराः वदने-मुखे कवलक्षेपं विना तृप्तिकाङ्क्षिण:तृप्तिवाञ्छका इति ॥४॥
| વિવેચન : - “ક્રિયા” એ તો મન, વચન, કાયાના યોગો છે. યોગો તે તે આશ્રવો છે. કર્મબંધનાં કારણો છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય, પણ અંતે તો કર્મબંધ જ કરાવે છે. આત્મપ્રદેશોની અસ્થિરતા છે, ચંચળતા છે. માટે “બાહ્યભાવ” છે, વિભાવ છે. તે તો ત્યજવા યોગ્ય જ ગણાય, માટે ક્રિયા કરવા જેવી નથી. આમ ક્રિયા એ બાહ્યભાવ છે. આવા પ્રકારનો તર્ક આગળ કરીને અર્થાત્ તે તર્કને પ્રધાન કરીને, ગુરુજીના ચરણકમલ જેણે સેવ્યાં નથી એવા અર્થાત્ ગુરુ પાસેથી સાચું તત્ત્વજ્ઞાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી અને સ્વછંદપણે જેઓ પોતાની બુદ્ધિના ઘોડા જ દોડાવે છે તેવા જે મનુષ્યો ક્રિયા કરવાનો નિષેધ કરે છે “બાહ્ય ક્રિયા કરવાની શું જરૂર છે?” આમ કહીને ક્રિયાને ઉડાવે છે. ક્રિયા કરવાના ઉદ્યમને-ઉત્સાહને મંદ કરે છે તે મનુષ્યો મુખમાં કવલક્ષેપ કર્યા વિના ભોજન કર્યાની તૃપ્તિ ઈચ્છનારા જેવા છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
થાળીમાં પીરસાયેલું ભોજન હોય, ભોજનમાં કઈ કઈ વસ્તુ આવી છે ? કેટલા પ્રમાણમાં આવી છે ? કેવા મસાલાવાળી છે ? ઈત્યાદિનું જ્ઞાન બરાબર હોય તો પણ તે ભોજનને કોળીયા દ્વારા મુખમાં નાખવાની અને મુખમાં નાખ્યા પછી ચાવવાની ક્રિયા જો ન કરીએ તો ક્ષુધા શાન્ત થયાની તૃપ્તિ જેમ થતી નથી. તેમ અહીં પણ જ્ઞાન હોવા છતાં પણ જો ક્રિયા ન હોય તો કર્મક્ષય રૂપ સાધ્ય સિદ્ધ થતું નથી. તેથી જે લોકો ક્રિયાનો નિષેધ કરે છે તે લોકો મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઈચ્છનારા મૂર્ખ મનુષ્યો જેવા છે. તે તૃપ્તિ જેમ શક્ય નથી તેમ આ પણ શક્ય નથી. જા
गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद् भावमजातं जनयेदपि ॥५॥
ગાથાર્થ :- ગુણી આત્માઓની બહુમાનાદિ ક્રિયા કરવાથી અને પૂર્વે ગ્રહણ કરેલાં વ્રત-નિયમાદિનું નિત્ય સ્મરણ કરવાની ક્રિયા કરવાથી આત્મામાં પ્રગટ થયેલ સંવેગ-નિર્વેદાત્મક ઉત્તમભાવ પતન પામતો નથી અને આવો પરિણામ ન ઉત્પન્ન થયો હોય તો ઉત્પન્ન થાય છે. પા
ટીકા - “TUMવદુમાનાતિ', સીવનજ્ઞાનવારિત્રક્ષમામાવાર્નवादिगुणवन्तः, तेषां बहुमानं, स्वतोऽधिकगुणवतां बहुमानं, आदिशब्दात् दोषपश्चात्तापः पापदुर्गञ्छाऽतिचारालोचनं देवगुरुसाधर्मिकभक्तिः उत्तरगुणारोहणादिकं सर्वं ग्राह्यम् । च-पुनः नित्यस्मृतिः पूर्वगृहीतव्रतस्मरणम्, अभिनवप्रत्याख्यान-सामायिकचतुर्विंशतिस्तव-गुरुवन्दन-प्रतिक्रमण-कायोत्सर्ग-प्रत्याख्यानादीनां नित्यस्मृत्या सत्क्रिया भवति । अत्र गाथा श्रीहरिभद्रपूज्यैः विंशतिकायाम्
વિવેચન :- ગુણી પુરુષોનાં બહુમાનાદિ કરવાં અને લીધેલાં વ્રતોનું નિત્યસ્મરણ કરવું તે સન્ક્રિયા કહેવાય છે, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર-ક્ષમા-માર્દવતા (નમ્રતા)આર્જવતા (સરળતા) ઈત્યાદિ ગુણો જે જે મહાત્મા પુરુષોમાં વિકસ્યા હોય છે તે તે મહાત્માપુરુષોનાં બહુમાન કરવાં - હૈયામાં અહોભાવ રાખવો - પોતાના કરતાં અધિક ગુણવાળા જે જે આત્માઓ હોય તેઓનાં બહુમાન કરવાં, હૃદયમાં તેમના તરફ પૂજ્યભાવ રાખવો, તે સન્ક્રિયા જાણવી. મૂલ શ્લોકમાં વૈદુમાન = પદમાં જે મદ્રિ શબ્દ છે તેનાથી પોતાના દોષનો પશ્ચાત્તાપ કરવો, પાપોની દુર્ગછા કરવી, લાગેલા અતિચારોની આલોચના કરવી, દેવ-ગુરુ અને સાધર્મિકોની ભક્તિ કરવી, ઉત્તરગુણ ઉપર આરોહણ કરવું - સમ્યકત્વ
Page #80
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૭૯
હોય તો અણુવ્રતો લેવાં અને અણુવ્રતો હોય તો મહાવ્રતો લેવાં તે ઉત્તરગુણ ઉપર આરોહણ કર્યું કહેવાય છે. આમ ગુણોમાં વૃદ્ધિ કરવી ઈત્યાદિ સર્વે સમ્યક્ ક્રિયા કહેવાય છે એમ જાણવું.
તથા = એટલે વળી પૂર્વકાલમાં ગુરુ આદિ ઉપકારી પુરુષોની સમીપે ગ્રહણ કરેલાં વ્રતોનું વારંવાર સ્મરણ કરવું, જેનાથી વ્રતપાલનમાં ઉત્સાહ વધે - નિરતિચારતા આવે તથા નવાં નવાં અધિક પચ્ચક્ખાણ કરવાં, સામાયિક કરવું, ચતુર્વિશતિસ્તવ ગાવું (લોગસ્સ આદિ બોલવા), ગુરુજીને વંદન કરવું, લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવું, કાયોત્સર્ગ કરવો અને પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક જે જે કર્યાં હોય તેનું નિત્ય સ્મરણ કરવું, જે કંઈ ન કર્યું હોય તે કરવા જેવું છે. હું ક્યારે કરું ? એવી ભાવના ભાવવી અને જે કંઈ કર્યું હોય તેનું નિત્યસ્મરણ કરીને અનુમોદના કરવી, તે સર્વે સમ્યક્રિયા કહેવાય છે. જેમ જીવનમાં જ્ઞાન આદરણીય છે તેમ આવા પ્રકારની સમ્યક્રિયા પણ આદરણીય છે. આ બાબતમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિંશતિવિંશિકામાં કહ્યું છે કે -
तम्हा णिच्चसत्तीए, बहुमाणेणं च अहिगयगुणिं । पडिवक्खदुगंछाए, परिणइयालोयणत्थं च ॥३६॥
तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए य, एत्थ सया होई जइयव्वं ॥३७॥
एवमसंतो वि इमो जायइ, जाओवि न पडइ इ । ता एत्थ बुद्धिमया, अपमाओ होइ कायव्वो ॥३८॥
(પંચાશકપ્રકરણ-૧ ગાથા-૩૬-૩૭-૩૮ તથા શ્રાવકધર્મવિંશિકા ગાથા-૮-૯-૧૦, શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૧૦૪-૧૦૫-૧૦૯, શ્રાવકધર્મવિધિ ગાથા-૧૦૬-૧૦૭-૧૦૮)
सुहपरिणामो निच्चं चउसरणगमाई आयरं जीवो ।
कुसलपयडीउ बंधइ, बद्धाओ सुहाणुबंधाओ ॥५९॥
(ચઉસરણપયન્ના ગાથા-૫૯)
તેથી સર્વકાલે ધર્માનુષ્ઠાનોનું નિરંતર સ્મરણ કરવું, અધિકૃત (પ્રસ્તુત) જે ગુણો છે (સમ્યક્ત્વ-અણુવ્રત તથા મહાવ્રતાત્મક જે ગુણો છે) તે ગુણોવાળા ગુણીપુરુષો પ્રત્યે સદા અતિશય બહુમાનવાળા થવું, તેના પ્રતિપક્ષી દોષો ઉપર દુર્ગંછા કરવી (મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિકભાવોની નિરંતર દુર્ગછા-નિંદા-ગર્હ કરવી.) તથા મિથ્યાત્વ-અસંયમ અને
Page #81
--------------------------------------------------------------------------
________________
૨૮૦
કિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
કાષાયિક પરિણામો વિપાક આપવામાં દારુણ ફલવાળા છે અને સમ્યકત્વ, અણુવ્રત તથા મહાવ્રત પરમાર્થસિદ્ધિનાં કારણો છે. આમ દોષ તથા ગુણોના પરિણામનું (વિપાકનું) પર્યાલોચન કરવું.
તીર્થંકર પરમાત્માની ભક્તિ કરવી. સુસાધુજનની સેવા કરવી. ઉત્તરગુણોની અભિલાષા કરવી. (સમ્યકત્વ હોય તો દેશવિરતિની ઈચ્છા કરવી અને દેશવિરતિ હોય તો સર્વવિરતિની ઈચ્છા કરવી) ઈત્યાદિ ધર્મક્રિયા કરવામાં હંમેશાં ઉદ્યમશીલ રહેવું.
આમ કરવાથી પોતાના આત્મામાં સમ્યક્ત્વપરિણામ અથવા વિરતિનો પરિણામ જો ઉત્પન્ન થયેલો ન હોય તો ઉત્પન્ન થાય છે અને જો તે પરિણામ ઉત્પન્ન થયેલો હોય તો વધારે વિશુદ્ધ થાય છે પરંતુ ક્યારેય પડતો નથી. તેથી બુદ્ધિશાળી આત્માએ આ વિષયમાં નિત્ય અપ્રમાદી થવું. આવા પ્રકારની સમ્યક્રિયામાં સદા લીન બનવું.
ઉત્તમ પરિણામવાળો અને નિત્ય ચતુ શરણ આદિને (ચતુ શરણ-દુષ્કૃતગર્તાસુકૃતાનુમોદનાને) આચરતો જીવ પુણ્યપ્રકૃતિઓને બાંધે છે અને બાંધેલી પુણ્યપ્રકૃતિઓને વધારે તીવ્ર શુભરસબંધવાળી કરે છે. (ચઉસરણપયના ગાથા-૫૯)
इत्यादिक्रियाजातमुत्पन्नं भावं सम्यग्ज्ञानादिसंवेगनिर्वेदलक्षणं न पातयेत् । अपि च न जातं धर्मध्यानशुक्लध्यानादिकं भावमजातमपि-अनुत्पन्नमपि जनये= निष्पादयेत् । श्रेणिक-कृष्णादीनां गुणिबहुमानेन, मृगावत्याः पश्चात्तापेन, आलोचनेनातिमुक्तनिर्ग्रन्थस्य, गुरुभक्त्या चण्डरुद्रशिष्यस्य, इत्याद्यनेकवाचंयमानां परमानन्दनिष्पत्तिः श्रूयते आगमे ॥५॥
ઉપર કહેલી ધર્મક્રિયાઓનો સમૂહ-ગુણીઓનું બહુમાન, દોષોનો પસ્તાવો, પાપોની દુર્ગછા, અતિચારોની આલોચના, દેવગુરુ અને સાધર્મિકની ભક્તિ, અધિક ગુણો ઉપર આરોહણ, ઈત્યાદિ ધર્મક્રિયાઓનો સમૂહ આપણા આત્મામાં ઉત્પન્ન થયેલા એવા સમ્યજ્ઞાનાદિ સંવેગના પરિણામ અને નિર્વેદના પરિણામને પડવા દેતો નથી. પણ વધારે વધારે સ્થિર કરે છે. તથા આ આત્મામાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન આદિ જે વિશિષ્ટ ભાવો ન જન્મ્યા હોય તેવા ભાવોને ઉત્પન્ન પણ કરે છે. અને ઉત્પન્ન થયેલાની વૃદ્ધિ પણ કરે છે. આ રીતે આ ક્રિયામાર્ગ જીવને સ્વસંપત્તિ પ્રાપ્ત કરાવવામાં ઘણો જ ઉપકારક છે.
શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાનું જો કલ્યાણ થયું હોય તો ગુણી એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ આદિ ઉપર અને પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ આદિ ઉપર હાર્દિક જે ઘણું જ બહુમાન હતું તેનાથી થયું છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૧ મૃગાવતીનું કલ્યાણ પોતાના થયેલા દોષોના પશ્ચાત્તાપથી થયું છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની ધર્મદેશના સાંભળવા મૃગાવતીજી તેમના ગુરુણીજી શ્રી ચંદનબાળાજીની સાથે ગયેલાં. ત્યાં ચંદ્ર-સૂર્ય મૂલવિમાને વંદના કરવા આવેલા, તેના મૂલવિમાનનો અતિશય પ્રકાશ હોવા છતાં સમય થઈ ગયો છે એવો ખ્યાલ ચંદનબાળાજીને આવી ગયો પણ મૃગાવતીજીને આ ખ્યાલ ન આવ્યો. જેથી ચંદનબાળાજી સમય થયો જાણીને ઉઠી ગયાં અને પોતાના સ્થાને આવી ગયાં. જ્યારે મૃગાવતીજી ધર્મદેશના સાંભળવામાં લીન થઈ ગયાં. જ્યારે સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા પછી મોડું થવાથી ગભરાયેલાં એવા મૃગાવતીજી હાંફળાંહાંફળાં થયેલાં તુરત પોતાના સ્થાને આવ્યાં, રાત્રિએ ગુરુજીએ ઠપકો આપ્યો, “સ્ત્રી જાતિએ એકલા સ્વસ્થાનથી બહાર રહેવું તે શોભાસ્પદ નથી.” આ ઠપકાથી પોતાની થયેલી ભૂલનો વારંવાર પશ્ચાત્તાપ કર્યો, “મારી ભૂલ થઈ છે હું વારંવાર ખમાવું છું” આવો હાર્દિક ભાવ આવતાં પશ્ચાત્તાપ માત્રથી કર્મો ખપાવ્યાં અને તે જ રાત્રિમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવો સરળ આત્મા ? આ જગ્યાએ જો જીવ વક્રપ્રકૃતિવાળો હોય અને પોતાનો બચાવ કરવો હોય તો કરી શકે છે કે હું ખોટા ભાવથી ત્યાં રોકાઈ ન હતી, પણ પ્રભુની ધર્મદેશના સાંભળવા રોકાઈ હતી, વળી ચંદ્ર-સૂર્ય મૂલવિમાને આવ્યા હતા એટલે સમય વીતી ગયો છે એવો ખ્યાલ ન આવ્યો એટલે આવવામાં મોડું થયું છે. વળી તમે જ્ઞાની હતાં તમને સમય થઈ ગયાની ખબર પડી ગઈ, એટલે ઉઠીને આવી ગયાં તો મને જરાક ઈશારો કર્યો હોત તો હું પણ ઉઠી જાત, મારી ભૂલ નથી પણ તમે મને ઈશારો ન કર્યો એ તમારી ભૂલ છે. મને ઠપકો શું કામ આપો છો ? આવા આવા કોઈપણ બચાવ કરવા હોય તો થઈ શકતા હતા. પણ આ આત્માએ કોઈ બચાવ કર્યો જ નથી. કેવલ પોતાની ભૂલ સ્વીકારીને સતત પશ્ચાત્તાપ કર્યો, જેનાથી કેવલજ્ઞાની બન્યાં.
- “અઈમુત્તા” મુનિને પૂર્વે કરેલી અપ્લાયની વિરાધનાની આલોચના કરવાથી ઘનઘાતી કર્મોનો નાશ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. નાના બાલમુનિ હોવાથી બીજા બાળકો પાણીમાં અનેક પ્રકારની રમત કરતા હતા. તેઓની સાથે બાલસ્વભાવના કારણે પાણીમાં પાતરાને હોડી રૂપે બનાવીને તરાવવાનું કામ કરવાની રમત આ બાલમુનિ કરતા હતા, બીજો કોઈ દૂષિત ભાવ ન હતો, કેવલ બાલસ્વભાવ માત્ર હતો. છતાં ગુરુજી શ્રી ગૌતમસ્વામીજી જોઈ ગયા અને ઠપકો આપ્યો, મકાનમાં આવીને અપ્લાયની વિરાધનાની વારંવાર કરેલી આલોચના અને તેવા ઉચ્ચ કોટિના ભાવથી આલોચનાની ક્રિયા કરી કે જેથી તે અઈમુત્તા મુનિ કેવલી બન્યા.
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર એવી જ રીતે ચંડરૂદ્રાચાર્યના શિષ્યને ગુરુની ભક્તિથી ઘનઘાતી કર્મોનો નાશ થયો અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ શિષ્ય ગુરુને પોતાના ખભા ઉપર ઉંચકીને વિહાર કરતા હતા, પણ ભૂમિ ઘણા જ ખાડા-ટેકરાવાળી હોવાથી પગ ઉંચા-નીચા પડતા હતા. તેથી ખભા ઉપર બેઠેલા ગુરુજી ગુસ્સે થતા હતા. માથામાં દાંડાના ઘા મારતા હતા. છતાં ગુરુ પ્રત્યેની અતિશય ભક્તિ હૃદયમાં હોવાથી બધું જ સહન કરતા આ શિષ્ય ઘણા જ સમતાભાવમાં રહ્યા અને ગુરુની ભક્તિને જ હૃદયમાં વિચારી, જેથી ગુરુ ગુસ્સામાં અને શિષ્ય સમભાવમાં વર્યા, શિષ્ય કર્મો ખપાવ્યાં અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી પશ્ચાત્તાપથી ગુરુએ પણ કર્મ ખપાવ્યાં.
આ પ્રમાણે અનેક મુનિ મહાત્માઓને આવા પ્રકારની સમ્યક ક્રિયાથી “પરમાનન્દની પ્રાપ્તિ થયેલી છે એમ આગમશાસ્ત્રોમાં સંભળાય છે. પા.
क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥६॥
ગાથાર્થ :- ક્ષાયોપથમિકભાવમાં જે ધર્મક્રિયા કરાય છે તે ક્રિયા વડે ગુણોથી પતિત થયેલા આત્માને પણ ફરીથી તે ગુણોની વિશેષ વૃદ્ધિ થાય છે. llી
ટીકા :- “સાયોપશમ તિ", વરિત્રાનુપાવીર્થક્ષયપાને નાતે થી ક્રિય वन्दननमनादिका क्रियते, तया क्रियया पतितस्यापि-गुणपराङ्मुखस्यापि जीवस्य पुनः तद्भावप्रवृद्धिः-सम्यग्ज्ञानादिगुणभावप्रवृद्धिः जायते । उक्तञ्च -
खओवसमिगभावे, दढजत्तकयं सुहं अणुढाणं । परिवडियं पि हु जायइ, पुणोवि तब्भाववुड्ढिकरं ॥३४॥
(જ્ઞીશોકરVT-રૂ-૨૪) વિવેચન :-ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થયે છતે સાંસારિક સુખો ઉપર રાગ અને દુઃખો ઉપરનો દ્વેષ ઓછો થાય છે. અને વૈરાગ્યભાવની વૃદ્ધિ થયે છતે જીવમાં ક્ષાયોપથમિકભાવનું ચારિત્ર આવે છે. જે દેશવિરતિ-સર્વવિરતિરૂપ બે પ્રકારનું છે. તેના ઉત્તરભેદો અસંખ્ય છે. તથા વિર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી આત્મામાં વિર્યની પ્રાપ્તિ (પ્રાદુર્ભાવ) થાય છે. આ રીતે ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલું વીર્ય જ્યારે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ચારિત્રગુણને અનુસરનારું બને છે. એટલે કે ત્યાગ-તપવૈરાગ્ય-સંવેગ-નિર્વેદ આદિ ગુણોને અનુસરનારું વીર્ય બને છે ત્યારે વંદન-નમન-પૂજન આદિ
Page #84
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૮૩
રૂપ જે કોઈ ધર્મક્રિયા કરાય છે. તે ધર્મક્રિયા વડે પતિત થયેલા જીવનો પણ એટલે કે ગુણોથી પરાક્રુખ થયેલા જીવનો પણ ફરીથી ઉદ્ધાર થાય છે.
આવા પ્રકારના મોહના ક્ષયોપશમ પૂર્વક કરાયેલી ધર્મક્રિયાથી ગુણરહિત થયેલા જીવમાં પણ ફરીથી તે તે ગુણોની પ્રકૃષ્ટ પ્રકારે વૃદ્ધિ થાય છે. ક્રિયાના અભ્યાસથી પરિણામની ધારા પલટાવાથી સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્ર તથા ક્ષમા-માર્દવતા-આર્જવતા ઈત્યાદિ અનેક પ્રકારના ગુણોની વૃદ્ધિ થાય છે. પંચાશકપ્રકરણના ત્રીજા પંચાશકની ગાથા ૨૪માં કહ્યું છે કે -
“મોહના ક્ષયોપશમભાવપૂર્વક દૃઢ પ્રયત્ન વિશેષથી કરાયેલું શુભ અનુષ્ઠાન પડી ગયેલા જીવને પણ ફરીથી તે તે ગુણાત્મક ભાવની વૃદ્ધિ કરનારું બને છે. જીવને ઉર્દ્વારોહણ કરાવનારું બને છે.
औदयिकभावेऽपि क्रिया भवति, सा न तादृग्गुणवृद्धिकरी, औदयिकीक्रिया च उच्चैर्गोत्रसुभगादेययशोनामकर्मोदयेन, अन्तरायोदयेन उच्चैर्गोत्रोदयेन च તપ:શ્રુતાવિ-તામ: પ્રજ્ઞાપનાસૂત્રત: જ્ઞેય કૃતિ (પ્રજ્ઞાપનાસૂત્ર, પ૬-૨૩, સૂત્ર-૨૬) । ज्ञानावरण-दर्शनावरण-दर्शनमोह - चारित्रमोहान्तरायक्षयोपशमतः शुद्धधर्मप्राग्भावार्थं या क्रिया क्रियते, सा आत्मगुणप्रकाशकरी भवति ॥६॥
મોહનીયકર્મના ઉદયમાં પણ આ જીવ દ્વારા તેવા પ્રકારની ધર્મક્રિયા કરાય છે પરંતુ તે ધર્મક્રિયા તેવા પ્રકારના ગુણોની વૃદ્ધિ કરનારી બનતી નથી. જેમકે “વિનયરત્ને ઉદયન રાજાની હત્યા કરવાના આશયથી દ્વેષ મોહનીયના ઉદયથી સંયમ લીધો, એવી ઉંચા પ્રકારની ધર્મક્રિયા કરી કે જેથી ગુરુજી તેના વિશ્વાસમાં આવ્યા અને અવસર મળતાં જ હત્યાનું કાર્ય કર્યું, આ ઔદિયકભાવે કરાયેલી ધર્મક્રિયા ગુણ કરનારી તો ન થઈ પણ વધારે નુકશાન કરનારી થઈ. અગ્નિશર્માએ ગુણસેન ઉપરના દ્વેષથી આજીવન આહારત્યાગ કરીને ઉત્કટ તપઃક્રિયા કરી. અભવ્ય જીવો દેવનાં સુખોની ઈચ્છા આદિના કારણે સંયમ લે છે. ઉત્કટ ધર્મક્રિયા કરે છે તેનાથી પુણ્યબંધ કરીને નવ ત્રૈવેયક સુધી પણ જાય છે. આ સઘળી ઔયિકભાવની (મોહના ઉદયવાળી) ધર્મક્રિયા જાણવી. જે તારનારી નથી પણ ડુબાડનારી છે.
આવા પ્રકારની ઔદયિકભાવની (રાગથી કરાયેલી કે દ્વેષથી) કરાયેલી ધર્મક્રિયા ઉચ્ચગોત્ર, સૌભાગ્ય, આઠેય અને યશ નામકર્મના ઉદયકાલે થાય છે. ઉચ્ચગોત્રમાં ઉત્પન્ન થયા હોય તો તેવા પ્રકારના પુણ્યોદયથી ધર્મક્રિયાદિનો લાભ પણ થાય છે ધર્મક્રિયા કરવાની સાનુકૂળતા મળી જાય છે. તથા સૌભાગ્યાદિ પુણ્યકર્મનો ઉદય હોય તો તેવા પ્રકારનાં
Page #85
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
અનુકૂળ ક્ષેત્ર-કાળાદિનો યોગ મળતાં ધર્મક્રિયા થાય છે. પરંતુ તે કાલે રાગ અથવા દ્વેષ એમ મોહનો ઉદય તીવ્ર હોવાથી મોહથી આ ક્રિયા કરાય છે અથવા મોહની પુષ્ટિ-વૃદ્ધિ માટે પણ આ ક્રિયા કરાય છે. તેથી તેવી ક્રિયા તે દ્રવ્યક્રિયા છે.
અન્તરાયકર્મના ઉદયથી અને ઉચ્ચગોત્રના ઉદયથી તપ અને શ્રુતાદિ આઠ પ્રકારનો જીવને લાભ થાય છે. એવું પન્નવણા સૂત્રમાં કહેલું છે. ત્યાં ઋષભદેવ પ્રભુને એક વર્ષ સુધી (તેર માસ સુધી) અંતરાય કર્મના ઉદયથી શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થઈ, તેથી વર્ષીતપ થયો. ઢંઢણમુનિને અંતરાયકર્મના ઉદયથી શુદ્ધ આહારની અપ્રાપ્તિ થઈ તેથી તપનો લાભ થયો. તપક્રિયા થઈ. આમ આહારાદિ વિષયક અંતરાય કર્મના ઉદયથી તપક્રિયા થાય ત્યારે મોહનીયકર્મનો ક્ષયોપશમ હોય તો તે ભાવતપ અને અગ્નિશર્માની જેમ મોહનીયનો ઉદય હોય તો તે દ્રવ્યતપ કહેવાય છે.
તથા ઉચ્ચગોત્રના ઉદયથી જાતિ-કુલ-બળ-રૂપ-તપ-શ્રુત-લાભ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એમ પન્નવણા સૂત્રમાં કહેલું છે. તેથી ઉચ્ચગોત્ર કર્મના ઉદયને આશ્રયી ઔદયિકભાવે પણ તપ-શ્રુત આદિના લાભની ક્રિયા થાય છે. તે પન્નવણા સૂત્રનો પાઠ આ પ્રમાણે છે
-
उच्चागोत्तस्स णं भंते ! कम्मस्स जीवेणं पुच्छा, गोयमा ! उच्चागोत्तस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव अट्ठविहे अणुभावे पण्णत्ते, तं जहा- जातिविसिट्ठया ૨, વિટ્ટિયા ર્, વવિટ્ટિયા રૂ, રૂવિસિયા ૪, તર્વાસિયા, सुयविसिया ६, लाभविसिट्ठया ७, इस्सरियविसिट्टया ८, जं वेदेति पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणामं तेसिं वा उद નાવ અવિષે અનુમાવે પદ્મત્તે । (પન્નવણા સૂત્ર પદ-૨૩, સૂત્ર-૨૧)
તપ-શ્રુત-સામાયિક-પ્રતિક્રમણ-પૂજા-દાનાદિ ધર્મક્રિયાની પ્રાપ્તિમાં ઉચ્ચગોત્રકર્મનો ઉદય પણ કારણ છે. ઉચ્ચકુલ-ઉચ્ચક્ષેત્ર-આર્યદેશ આદિ ભાવો પુણ્યોદયથી મળે છે અને તેમાં જીવની દૃષ્ટિ બદલાય તો ધર્મક્રિયાની પ્રાપ્તિ પણ થાય છે. એટલે કે ઉચ્ચગોત્રના ઉદયથી પ્રાપ્ત થયેલ તપ, શ્રુત આદિ રૂપ ધર્મક્રિયામાં જો મોહનીયનો ઉદય ભળે તો તે દ્રવ્યક્રિયા કહેવાય છે. અને મોહનીયનો ઉદય ન ભળે તો તે ભાવક્રિયા કહેવાય છે.
તથા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી સંસાર ઉપરનો રાગ મોળો પડવાથી પણ ધર્મક્રિયા કરાય છે. અથવા સત્તામાં રહેલા શુદ્ધ ધર્મનો પ્રાદુર્ભાવ કરવા માટે પણ ધર્મક્રિયા કરાય છે. તે ધર્મક્રિયા આત્માના ગુણોનો પ્રકાશ કરનારી છે. ઘાતીકર્મોના ક્ષાયોપશમિકભાવથી કરાતી ધર્મક્રિયા આત્માના ગુણોનો ઉઘાડ કરનારી છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૫ મોહનીયના ઉદયથી થતા રાગ અને દ્વેષથી કરાતી ધર્મક્રિયા પુણ્યબંધ કરાવે પણ સંસારની રખડપટ્ટી ઘટાડનારી બનતી નથી. પરંતુ પરિભ્રમણ વધારનારી બને છે. માટે તે દ્રવ્યક્રિયા કહેવાય છે. ગાદી
પુનરેવ સર્જયતિ = ફરીથી તે જ વાત વધુ દેઢ કરે છે. गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥७॥
ગાથાર્થ :- આ કારણથી પ્રાપ્ત થયેલા ગુણોની વૃદ્ધિ માટે તથા પ્રાપ્ત ગુણોથી અલિત ન થઈ જવાય તે માટે ક્ષાયોપથમિક ભાવની ધર્મક્રિયા કરવી જોઈએ, કારણ કે એક જ સંયમસ્થાન હોય એવું તો કેવલીભગવંતોને જ બને છે. IIછા
ટીકા - “TUMવૃદ્ધ તિ', તા-સ્વધર્મપ્રભાવહેતુત્વત્ સિપ્રવૃત્તિ
ત્ ! વિમર્થમ્ ? TUવૃદ્મ-TUT: જ્ઞાનોદય:, તેષાં વૃદ્ધિ, ત, गुणप्रोल्लासार्थमिति । न ह्याहारादिपञ्चदशसञ्जानिमित्तम् । पुनः अस्खलनायअप्रतिपाताय, क्रियारहितः साधकत्वेऽवस्थातुमशक्तः, यतो वीर्यस्य चापल्यं, तच्च क्रियावतः सत्क्रियानियक्तं प्रतिपाताय न भवति । अन्यथा चानादिप्रवत्तिप्रवत्तः स्खलनाय भवति । क्रिययोत्तरोत्तरस्थानारोहणञ्च श्रूयते आगमे । तथा च एकमप्रतिपातिसंयमस्थानं जिनानां क्षायिकज्ञानचारित्रवतामेकं पूर्णस्वरूपैकत्वरूपं स्थानमवतिष्ठते नान्यस्य ।
વિવેચન :- ક્રિયા એટલે સમ્પ્રવૃત્તિ, પંચાચારનું પાલન, અર્થાત્ રત્નત્રયીની સાધના, તે ધર્મક્રિયા આત્માના અનંતગુણાત્મક ધર્મનો આવિર્ભાવ (પ્રગટીકરણ) કરવાનો હેતુ હોવાથી અવશ્ય કરવી જોઈએ.
પ્રશ્ન :- આવી સત્યવૃત્તિ શા માટે કરવી જોઈએ ? કરવાનું પ્રયોજન શું?
ઉત્તર :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ષ્યારિત્ર સ્વરૂપ આત્માના જે શુદ્ધ ગુણો છે, તે ગુણોની વૃદ્ધિ માટે સત્યવૃત્તિ સ્વરૂપ ક્રિયા કરવી જોઈએ, આત્માના મોહનાશક એવા સમ્યગુણોના વિકાસ માટે સત્યવૃત્તિ રૂપ ક્રિયા કરવી જોઈએ. જે ધર્મક્રિયા આહારાદિ પંદર મોહની સંજ્ઞાનું નિમિત્ત નથી બનતી તે ધર્મક્રિયા અવશ્ય આચરવી જોઈએ. જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય માટે ધર્મક્રિયા કરવી જોઈએ. આ એક કારણ ધર્મક્રિયા કરવાનું સમજાવ્યું.
Page #87
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
તથા બીજું કારણ એ છે કે પ્રાપ્ત થયેલા ગુણોથી આત્મા પતન ન પામે તે માટે એટલે કે અપ્રતિપાત માટે પણ સત્યવૃત્તિરૂપ ધર્મક્રિયા કરવી જોઈએ. સત્યવૃત્તિ રૂપ ધર્મક્રિયાના આલંબન વિનાનો જીવ આત્માની સાધક અવસ્થામાં ટકી શકવાને અસમર્થ બને છે. કારણ કે પ્રાપ્ત થયેલી વીર્યશક્તિ ચપલતાવાળી હોય છે એટલે કે ચંચળ હોય છે. શુભક્રિયા ન હોય તો તેવી વીર્યશક્તિ તુરત જ અશુભક્રિયા કરવા લાગે છે. સ્વાધ્યાય, સત્સંગ અને વ્યાખ્યાનશ્રવણ આદિ જો ઉત્તમ ધર્મ અનુષ્ઠાન ન હોય તો આ જીવ તુરત જ અર્થ-કામની કથામાં જોડાઈ જાય છે. ઉત્તમ વિચારો મનમાં ન લાવીએ તો પાંચ ઈન્દ્રિયોના સુખ-દુઃખના વિચારો અનાદિ-અભ્યાસના કારણે આવી જ જાય છે. તેથી સત્યવૃત્તિરૂપક્રિયાવાળા આત્માનું તે વીર્ય મન-વચન અને કાયા દ્વારા સમ્યગ્રક્રિયામાં જો જોડાયું હોય તો આત્માનું નીચે પતન થવા દેતું નથી. પણ આવી સમ્યગ ક્રિયા દ્વારા ઉત્તરોત્તર અધિક ગુણસ્થાનકો ઉપર જીવનું આરોહણ થાય છે એવું આગમમાં સંભળાય છે.
એકથી દસ ગુણઠાણાવાળા છદ્મસ્થ જીવો મોહનીયના ઉદયવાળા અને એકથી બાર ગુણઠાણાવાળા છદ્મસ્થ જીવો જ્ઞાનાવરણીયાદિના ઉદયવાળા હોવાથી આત્માના અધ્યવસાયસ્થાનો (પરિણામની ધારા) ચડતી-પડતી હોય છે. આરોહણનાં નિમિત્તોનું અવલંબન લે તો પરિણામની ધારા વૃદ્ધિ પામે છે અને અવરોહણનાં નિમિત્તોનું આ જીવ જો આલંબન લે તો પરિણામની ધારા હાનિ પામે છે. અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેથી પરિણામની ધારાને પડતી રોકવા અને ચડતી કરવા સપ્રવૃત્તિનું આલંબન રાખવું જોઈએ. જો એક જ અધ્યવસાય સ્થાનક હોત તો સત્યવૃત્તિની જરૂર ન રહેત. પણ ક્યારેય પતન ન પામે તેવું એક જ અધ્યવસાય સ્થાનક તો ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રગુણવાળા (કેવલજ્ઞાન-કેવલદર્શન અને યથાખ્યાત ચારિત્રવાળા) જિનોને-વીતરાગ ભગવંતોને જ હોય છે. જે અધ્યવસાય સ્થાન આત્માના શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપની એકતાવાળું છે. આવા પ્રકારનું આ અધ્યવસાય સ્થાન તો કેવલીને જ સંભવે છે અન્યને સંભવતું નથી.
તેથી શુભ પ્રવૃત્તિનું નિમિત્ત જો ન હોય તો ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ જીવો તથા કેવલી ભગવંતો વિનાના અન્ય જીવોનું પતન થવાનો સંભવ છે. માટે અન્ય જીવોનું પતન ન થઈ જાય, ચડતી જ રહે તથા દિનપ્રતિદિન ગુણોની વૃદ્ધિ જ થાય તે માટે ઉત્તમ આત્માઓએ અવશ્ય સમ્રવૃત્તિ રૂપ ક્રિયા કરવી જોઈએ.
___ अतः साधकेनाभिनवगुणवृद्धयर्थं क्रिया करणीया । अत एव वनं निवसन्ति निर्ग्रन्थाः । चैत्ययात्राद्यर्थं गच्छन्ति नन्दीश्वरादिषु, कायोत्सर्गयन्ति शरीरम्, आकुञ्चन्ति
Page #88
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
विग्रहं वीरासनेन, संलेखयन्त्यनशनोत्सुकाः, गृह्णन्ति परिहारविशुद्धि - जिनकल्पाद्यभि
પ્રવ્યૂહમ્ ગાગા
આ કારણથી આત્મતત્ત્વની સાધના કરનાર સાધકે પોતાના આત્મામાં નવા નવા ગુણોની વૃદ્ધિ માટે ધર્મક્રિયા કરવી જોઈએ. આ કારણથી સમ્યક્ ક્રિયાના પરિપાલન માટે જ નિર્પ્રન્થમુનિઓ વનમાં વસે છે. ચૈત્યોની યાત્રા આદિ કરવા માટે લબ્ધિધારી મુનિઓ નંદીશ્વરાદિ દ્વીપોમાં (કુંડલ, રૂચક આદિ દ્વીપોમાં) જાય છે. બીજા કોઈ મુનિઓ સમ્મેતશિખર વગેરે તીર્થો ઉપર પણ જાય છે. પોતાના શરીરને શક્ય બની શકે તેટલું કાઉસ્સગ્ગની કાર્યવાહીમાં જ રાખે છે. વીરાસન વગેરે આસનો વડે પોતાના શરીરને સંકોચી રાખે છે. અનશન કરવાને ઉત્સુક બનેલા મુનિઓ પોતાના આત્મામાં બાહ્યભાવોની સંલેખના કરે છે અને અવસર આવે ત્યારે પરિહારવિશુદ્ધિચારિત્ર અથવા જિનકલ્પ અથવા ભક્તપરીશા, ઈંગિનીમરણ અને પાદપોપગમન-મરણ ઈત્યાદિ કરવાના મનોરથો સેવે છે તથા તેવા પ્રકારના ઉંચા ભાવોની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના અભિગ્રહોનું આયોજન કરે છે. જ્ઞા
अथ विषाद्यनुष्ठानादूषिता, न तु सानुष्ठाना । सानुष्ठाना हि क्रिया भवहेतुरेव । तेन या क्रिया साधनहेतु:, सा एव कर्तव्या इति तामेवाह -
૨૮૭
વિષ-ગર અને અનનુષ્ઠાનના દૂષણથી અદૂષિત એવી જે ધર્મક્રિયા છે તે જ કરવા યોગ્ય છે. પણ સાનુષ્ઠાનક્રિયા (એટલે કે આ ત્રણ દૂષણવાળી જે ધર્મક્રિયા છે તે કર્તવ્ય નથી. કારણ કે સાનુષ્ઠાન ક્રિયા ભવનો જ હેતુ બને છે. તેથી જે ધર્મક્રિયા આત્મતત્ત્વની સાધનાનો હેતુ બને છે તે જ ક્રિયા કર્તવ્ય છે. માટે તેને જ જણાવે છે -
वचोऽनुष्ठानतोऽसङ्गा, क्रिया सङ्गतिमङ्गति ।
ज्ञेयं ज्ञानक्रियाऽभेद-भूमिरानन्दपिच्छला ॥८॥
યત:
ગાથાર્થ :- વચનાનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાન રૂપ ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય છે આ વાત સંગતિને પામે છે અને તે અસંગાનુષ્ઠાનવાળી જે ક્રિયા છે તે જ જ્ઞાન અને ક્રિયા અભેદભાવ વાળી છે તથા સ્વાભાવિક એવા પૂર્ણ આનંદથી ભરેલી આ ક્રિયા છે. ટા
ટીકા :- વષોનુષ્ઠાનત કૃતિ', વચનમર્દવાસા, તવનુયાયિની ક્રિયા ધર્મદેતુ: ।
प्रशान्तचित्तेन गभीरभावेनैवादृता सा सफला क्रिया च । अङ्गारवृष्टेः सहसा न चेष्टा, नासङ्गदोषैकगुणप्रकर्षा ॥१॥
Page #89
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક - ૯
विषगरान्योन्यानुष्ठानत्यागेन श्रीमद्वीतरागवाक्यानुसारतः उत्सर्गापवादसापेक्षरूपा क्रिया वचनानुष्ठानक्रियाकरणतः असङ्गक्रियासङ्गतिं संयोगितामङ्गति= प्राप्नोति । वचनक्रियावान् अनुक्रमेणासङ्गक्रियामेति निर्विकल्पनिष्प्रयासरूपां क्रियां प्राप्नोति । सा एव-असङ्गक्रिया एव ज्ञानक्रिया, एवमभेदभूमिः ज्ञेया । असङ्गक्रिया भावक्रिया शुद्धोपयोगशुद्धवीर्योल्लासतादात्म्यतां दधाति । ज्ञानवीर्यैकत्वं ज्ञानक्रियाऽभेदः इत्यनेन यावद् गुणपूर्णता न तावत् निरनुष्ठाना क्रिया करणीया ।
૨૮૮
જ્ઞાનસાર
વિવેચન :- વચનાનુષ્ઠાનવાળી ધર્મક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. અહીં વચન એટલે અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન સમજવું. તે વચનોને અનુસારે કરાતી ધર્મક્રિયા એ આત્મામાં ધર્મપ્રાપ્તિનો હેતુ બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
-
“પ્રશાન્તચિત્તપૂર્વક અને ગંભીર ભાવપૂર્વક જ કરાયેલી ક્રિયા સફળ થાય છે. પરંતુ અંગારાની વૃષ્ટિથી કે સહસાભાવે = અનુપયોગદશાથી કરાયેલી ક્રિયા ફળ આપનારી બનતી નથી અથવા એક જ ગુણના પ્રકર્ષ ભાવવાળી આસંગક્રિયા પણ ઉપકારક કરનારી થતી નથી.૧
આ ભવમાં સુખો કેમ મળે ? તેનું લક્ષ્ય રાખીને કરાયેલી ધર્મક્રિયા તે વિષાનુષ્ઠાન કહેવાય છે. પરભવમાં ઈન્દ્ર-ચક્રવર્તી કે રાજા થાઉં ઈત્યાદિ વિચારો કરીને પરભવના સુખોની ઈચ્છાથી કરાતી ધર્મક્રિયા તે ગરાનુષ્ઠાન કહેવાય છે. તથા ઉપયોગશૂન્યપણે બાલભાવે જે ધર્મક્રિયા કરાય તે અન્યોન્યાનુષ્ઠાન અથવા અનનુષ્ઠાન કહેવાય છે. આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો મોહદશાપૂર્વકનાં હોવાથી કર્મનિર્જરાનું કારણ બનતાં નથી પણ ભવહેતુ જ બને છે તેથી તેવા પ્રકારની મોહદશાવાળા ભાવનો ત્યાગ કરવા જેવો છે. માટે વિષ-ગર અને અન્યોન્ય અનુષ્ઠાન તજીને શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનવાક્યોને અનુસરીને કરાતી ઉત્સર્ગ તથા અપવાદની સાપેક્ષતાપૂર્વકની જે ધર્મક્રિયા છે તે વચનાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આવી ક્રિયા કરવાથી કાળાન્તરે આ જીવને “અસંગક્રિયાનો” સંગ આપનાર બને છે એટલે કે આ વચનાનુષ્ઠાનની ક્રિયા આ જીવને થોડા જ કાળમાં અસંગ અનુષ્ઠાન નામના ચરમ અનુષ્ઠાનનો મેલાપ કરાવે છે.
૧. કોઈપણ એક ધર્મક્રિયા કરતા હોઈએ ત્યારે બીજી ધર્મક્રિયામાં ચિત્ત રાખીએ તેને અંગારવૃષ્ટિ દોષ કહેવાય, જે ક્રિયા કરતા હોઈએ તેમાં ઉપયોગ ન રાખીએ અને શૂન્યમનસ્કપણે કરીએ તે સહસાદોષ કહેવાય, અથવા અનનુષ્ઠાન દોષ કહેવાય, તથા જે ક્રિયા કરતા હોય તેને જ કેવલ ગુણપ્રકર્ષવાળી માનીને તે ક્રિયા ઉપર જ અતિશય રાગવાળા બનીને તે ક્રિયામાં પ્રવર્તીએ તે આસંગદોષ કહેવાય. ચિત્તના આઠ દોષો છે. તે દોષોવાળી ધર્મક્રિયા સાધ્ય સાધી આપનાર બનતી નથી.
Page #90
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૯ વચનાનુષ્ઠાનની ક્રિયાવાળો જીવ અનુક્રમે અલ્પકાળમાં અસંગાનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે. પરમાત્માના વચનોને અનુસરવાના વિકલ્પોવાળી જે ધર્મક્રિયા તે વચનાનુષ્ઠાન અને સર્વથા વિકલ્પો વિનાની નિર્વિકલ્પદશા રૂપ તથા બુદ્ધિપૂર્વક કોઈપણ જાતનો પ્રયત્ન કરવાનો જેમાં નથી આપોઆપ સહસા થઈ જ જાય છે એવી ક્રિયા તે નિપ્રયાસ રૂપ જે ધર્મક્રિયા છે તેને અસંગાનુષ્ઠાન કહેવાય છે.
આ જ ક્રિયા અસંગાનુષ્ઠાન રૂપ ક્રિયા છે અને તે જ ક્રિયા જ્ઞાનાત્મક ક્રિયા છે. જ્ઞાનપૂર્વકની ક્રિયા છે. આ રીતે જ્ઞાનનું અને ક્રિયાનું આ અભેદસ્થાન છે. આ અસંગક્રિયા એ જ ભાવક્રિયા છે. શુદ્ધ એવો જે જ્ઞાનોપયોગ અને શુદ્ધ એવા વીર્યનું જે પ્રવર્તન આમ આ બન્નેની તાદામ્યતા (અભેદતા) એ જ જ્ઞાન-ક્રિયાના અભેદનું સ્થાન અર્થાત્ ભાવક્રિયા છે. અર્થાત્ શુદ્ધજ્ઞાનપૂર્વક આત્મગુણોની રમણતામાં જ વીર્યનું જે પ્રવર્તન તેને અસંગક્રિયા કહેવાય છે. જ્ઞાનગુણની અને વીર્યગુણની જે એકતા તેને જ જ્ઞાન-ક્રિયાનો અભેદ કહેવાય છે. આમ શાસ્ત્રકારો કહે છે. તેથી જ્યાં સુધી ગુણોની પૂર્ણતા પ્રગટ થતી નથી. પૂર્ણ ગુણો ખીલતા નથી ત્યાં સુધી નિરનુષ્ઠાન એવી ધર્મક્રિયા કરવી જોઈએ.
પ્રશ્ન :- સાનુષ્ઠાન ક્રિયા કોને કહેવાય? અને નિરનુષ્ઠાન ક્રિયા કોને કહેવાય? આ જ શ્લોકના અવતરણમાં “ર તુ સાનુકાના” લખ્યું છે અને અહીં “નિરનુષ્ઠાના ક્રિયા વરીયા” આમ લખ્યું છે. તો આ બન્નેમાં તફાવત શું?
ઉત્તરઃ આ ભવના કે પરભવના પદ્ગલિક સુખોની ઈચ્છાથી અથવા ઉપયોગશૂન્ય ચિત્તે જે અનુષ્ઠાન કરાય તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય-વિષ-ગર અને અન્યોન્ય (અનનુષ્ઠાન) રૂપ જે પ્રથમનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો છે. તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે અને પૌલિક ભાવોનો ત્યાગ કરવા પૂર્વક આત્મતત્ત્વની શુદ્ધિ અને આત્મતત્ત્વના ગુણોની પ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને જે ધર્મક્રિયા કરાય તે નિરનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. સાનુષ્ઠાન ક્રિયા વિહેતુ છે અને નિરનુષ્ઠાન ક્રિયા મુક્તિહેતુ છે. માટે જ સાનુષ્ઠાન ક્રિયા ત્યાજ્ય છે અને નિરનુષ્ઠાન ક્રિયા ઉપાદેય છે.
न हि तत्त्वज्ञाः क्रियानिषेधकाः, किन्तु क्रिया हि शुद्धरत्नत्रयीरूपवस्तुधर्मसाधने कारणम्, न धर्मः । धर्मत्वं आत्मस्थमेव । उक्तञ्च श्रीहरिभद्रपूज्यैः दशवैकालिकवृत्तौ"धर्मसाधनत्वाद् धर्म इति" अतः द्रव्यक्रियां धर्मत्वेन गृह्णन्ति तत्कारणे कार्योपचार pવ ચાટ્ય: (નાન્ય), તછુપ્તાનવિજ્ઞાન દિયા ન
Page #91
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર बहुगुणविज्जानिलओ, उस्सुत्तभासी तहावि मुत्तव्यो । जह वरमणिजुत्तोवि हु, विग्घकरो विसहरो लोए ॥१८॥
- (રૂતિ પણ તઝર -૧૮) तथा च आचाराने "भयविचिकित्सायां न संयम" इति अतो निमित्तहेतुत्वेन क्रिया निरनुबन्धा करणीया इयमसङ्गक्रिया । सा आनन्दपिच्छला स्वाभाविकानन्दामृतरसार्दा ।
તત્ત્વજ્ઞ પુરુષો ક્યારેય પણ ક્રિયાના નિષેધક નથી. પરંતુ જ્યારે ધર્મક્રિયા હોવા છતાં તેમાં વિષયસુખોની લાલસા આદિ મોહનું વિષ ભળેલું હોય છે ત્યારે તે ધર્મક્રિયા મુક્તિહેતુ થવાને બદલે ભવહેતુ થાય છે. માટે તેવી ક્રિયાનો નિષેધ કરે છે. જેમ દૂધ શરીરનું પોષકતત્ત્વ હોવાથી પેય છે. દૂધ પીવાનો કોઈ નિષેધ કરતું નથી. પરંતુ જ્યારે તે જ દૂધ વિષથી મિશ્રિત થયું હોય ત્યારે વિશ્વના કારણે દૂધ પીવાનો નિષેધ કરાય છે તેમ અહીં ધર્મક્રિયા ઉપકારક હોવા છતાં પણ જ્યારે તેમાં આ ભવના સુખોની ઈચ્છા કે પરભવના સુખોની ઈચ્છારૂપ વિષ ભળ્યું હોય છે ત્યારે તે ક્રિયા વિહેતુ બનતી હોવાથી ત્યાજ્ય બને છે. માટે સાનુબંધ ક્રિયા કરવી ઉચિત નથી.
પરંતુ નિરનુષ્ઠાન એવી ક્રિયાનો તત્ત્વજ્ઞ પુરુષો ક્યારેય નિષેધ કરતા નથી કારણ કે તે ક્રિયા તો શુદ્ધ એવી રત્નત્રયી રૂપ આત્મધર્મને સાધવામાં અવધ્ય કારણ (પ્રબળ કારણઅસાધારણકારણ) છે. રત્નત્રયીની પ્રાપ્તિ થવી તે વાસ્તવિક ધર્મ છે અને ક્રિયા એ ધર્મનું સાધન છે. ક્રિયા એ કાયયોગ રૂપ હોવાથી આશ્રવ છે. ધર્મ નથી. ભલે પુણ્યનો આશ્રય કરાવે, પણ આશ્રવ છે. ધર્મ નથી. છતાં રત્નત્રયી આત્મક આત્મધર્મની પ્રાપ્તિનું કારણ બને છે માટે ઉપાદેય છે. કર્તવ્ય છે. રત્નત્રયીની પ્રાપ્તિ સ્વરૂપ જે ધર્મતત્ત્વ છે તે તો આત્મામાં જ રહેલો છે. તેનો ઉઘાડ કરવામાં ક્રિયા એ હેતુ છે. માટે જ્યાં સુધી ધર્મનો ઉઘાડ ન થાય ત્યાં સુધી ક્રિયા આદરવા જેવી છે. જેમ જેમ ધર્મતત્ત્વ પ્રગટ થતું જાય છે તેમ તેમ તેના સાધનભૂત ક્રિયા ત્યાજ્ય બને છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ દશવૈકાલિકસૂત્રની ટીકામાં કહ્યું છે કે –
“ક્રિયા એ આત્મધર્મનું સાધન હોવાથી ઉપચારે ધર્મ છે” આ કારણથી તત્ત્વજ્ઞપુરુષો દ્રવ્યક્રિયાને પણ ઉપચારથી ધર્મરૂપે જે સ્વીકારે છે. તે વાત કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી સંગત થાય છે. તેથી ન્યાયયુક્ત છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર જ છે. બીજું કંઈ નથી.
Page #92
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૯૧
જેમ વરસાદ વરસવાથી લોકોના ધંધા સારા ચાલે, ધંધા ચાલવાથી લોકો પૈસા કમાય, પૈસા કમાવાથી લોકોના ઘરમાં સોનું આવે એટલે વરસાદ ધનનું કારણ અને ધન સોનાનું કારણ બને છે. માટે લોકમાં સમયસર વરસાદ વરસે ત્યારે “સોનું વરસે છે” એમ બોલાય છે. તેમ અહીં દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ અને ભાવક્રિયા એ આત્મધર્મનું કારણ બને છે. માટે ક્રિયા એ ધર્મહેતુ હોવાથી ઉપચારે ધર્મ જ કહેવાય છે. આવા પ્રકારની તત્ત્વશ્રદ્ધા વિનાના જીવો વડે કરાતી દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો હેતુ બનતી નથી. તેથી તે ક્રિયા ધર્મનો હેતુ પણ બનતી નથી. ષષ્ઠિશતક પ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે –
જેમ બહુગુણોવાળો અને વિદ્યાયુક્ત એવો કોઈ પુરુષ હોય (અથવા બહુગુણોવાળી એવી વિદ્યાઓથી યુક્ત એવો કોઈ પુરુષ હોય) તો પણ જો ઉસૂત્રભાષી હોય તો તેનો ત્યાગ કરવો (પરિચય ન કરવો) એ જ ઉચિત છે. જેમાં ઉત્તમ મણિથી યુક્ત એવો પણ સર્પ લોકમાં વિદન કરનારો (ડંખ દ્વારા મૃત્યુ નીપજાવનારો) જ છે. તેથી મણિ હોવા છતાં તેનો જેમ ત્યાગ કરાય છે તેમ ઉસૂત્રભાસીનો પણ ત્યાગ કરવો.”
તથા આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે કે ભયથી (કોઈની બીકથી) કરાતી ધર્મક્રિયામાં તથા ચિકિત્સા રૂપે કરાતી ધર્મક્રિયામાં આત્માનો સંયમગુણ સંભવતો નથી. આ રીતે નિરનુબંધ એવી ધર્મક્રિયા ધર્મમાં નિમિત્ત-હેતુ હોવાથી (તદ્ધતુ અનુષ્ઠાન હોવાથી) કરવા જેવી છે. આ જ ધર્મક્રિયા કાળાન્તરે અસંગક્રિયા રૂપે બને છે. તે અસંગક્રિયા આનંદ-આનંદથી ભરપૂર ભરેલી મનોહર છે. પરદ્રવ્યકૃત નહીં પરંતુ સ્વાભાવિક એવો જે આનંદ છે તે આનંદ રૂપી અમૃતરસથી સિંચાયેલી આ અસંગક્રિયા કહેલી છે. આથી આ જ ક્રિયા કર્તવ્ય છે.
अत आत्मतत्त्वावबोधानन्दोत्सुकैर्निरनुष्ठाना सत्प्रवृत्त्यसत्प्रवृत्तिपरित्यागरूपा क्रिया द्रव्यतो भावतः स्याद्वादस्वगुणानुयायिवीर्यप्रवृद्धि-अभिनवगुणवृद्धिरूपा संयमस्थानारोहणी तत्त्वैकत्वरूपा क्रिया प्रतिसमयं करणीया, साध्यसापेक्षत्वेन, अत एव "ज्ञानक्रियाभ्यां मोक्षः" इति निर्धारणीयम् । द्रव्यक्रियोद्यतो भावक्रियावान् भवति । ततश्च स्वरूपास्पदीभवतीति श्रेयः ॥८॥
ઉપર સમજાવ્યા પ્રમાણે આત્માના શુદ્ધ રત્નત્રયીમય તત્ત્વનો અવબોધ કરવાના આનંદમાં ઉત્સુક બનેલા આરાધક જીવોએ નિરનુષ્ઠાન (તદ્ધતુ અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન રૂ૫) સત્કાર્યની પ્રવૃત્તિ સ્વરૂપ અને અસત્કાર્યની પ્રવૃત્તિના નિષેધસ્વરૂપ આ ધર્મક્રિયા દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને પ્રકારે કરવી જોઈએ. તે ધર્મક્રિયા સ્યાદ્વાદપૂર્વક પોતાના આત્મગુણોમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર જ અનુસરનારા એવા વીર્યની વૃદ્ધિ કરનારી છે અને નવા નવા ગુણની વૃદ્ધિ સ્વરૂપ છે. તથા સંયમસ્થાનોમાં આરોહણ કરાવનારી છે અને આત્મતત્ત્વની સાથે એકતા પ્રાપ્ત કરવા સ્વરૂપ આ ક્રિયા છે. માટે સાધકે અવશ્ય આવી ક્રિયા કરવી જોઈએ. આ નિરનુષ્ઠાન એવી ધર્મક્રિયા સંપૂર્ણપણે સાધ્યની સાપેક્ષતાવાળી છે, માટે કલ્યાણકારિણી છે અને મુક્તિપ્રાપ્તિનો હેતુ બને છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે.” શાસ્ત્રકાર મહર્ષિઓનું તે વચન આ રીતે શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ પ્રમાણે દ્રવ્યક્રિયામાં ઉદ્યમવાળો જીવ ભાવક્રિયાવાળો બને છે અને ભાવક્રિયાની સિદ્ધિથી આત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે. આ રીતે ક્રિયાનો માર્ગ આ જીવને કલ્યાણકારી માર્ગ છે. IIટા
છે
. નવમું ક્રિયાષ્ટક સમાપ્ત
Page #94
--------------------------------------------------------------------------
________________
॥ अथ दशमं तृप्त्यष्टकम् ॥
क्रियावन्तो हि कदाचिन्मदलोभाविष्टाः सदभ्यासं निष्फलीकुर्वन्ति, तेन कषायत्यागरूपपूर्वकं स्वरूपभोगोत्पन्नतृप्तिरूपमष्टकं निरूप्यते । तत्र तृप्तिर्नामादिभेदाच्चतुर्धा-तत्र नामतृप्तिः जीवस्याजीवस्य वा "तृप्तिरिति” नाम क्रियते, शब्दोच्चारणरूपा वा । स्थापनातृप्तिः अक्षरन्यासरूपा । द्रव्यतृप्तिः आगमतः तत्पदार्थज्ञोऽनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात्, तत्र तद्व्यतिरिक्ता द्रव्येण आहारधनोपकरणा तृप्तिः । भावतृप्तिः आगमतः तत्पदार्थज्ञोपयुक्तस्य, नोआगमतः स्वरूपज्ञानानन्दपूर्णस्य सहजात्मानुभवाविच्छिन्नस्य भवति ।
ક્રિયા આચરનારા આત્માઓ ક્યારેક ક્યારેક મદ (અભિમાન) અને લોભને વશ થયા છતા કાષાયિક અધ્યવસાયો વાળા બનવાના કારણે ઘણા પ્રયત્નપૂર્વક કરાયેલી સુંદરતમ ધર્મપ્રવૃત્તિને પણ નિષ્ફળ કરે છે. કર્મનિર્જરા કરવામાં ફળદાયક ન થાય તેવી કરે છે. તેથી આવા પ્રકારનું આત્માને નુકશાન કરનારા એવા કષાયોના ત્યાગવાળા સ્વરૂપથી યુક્ત એવું અષ્ટક અને આત્માના નિર્મળ સ્વરૂપના ઉપભોગથી (અનુભવથી) પ્રગટ થયેલી એવી જે આત્મગુણોની તૃપ્તિ છે. તે તૃપ્તિને સમજાવતું એવું અષ્ટક એટલે કે તૃષ્યષ્ટક કહેવાય છે. ત્યાં જ્ઞાન અને ક્રિયાનું આચરણ જરૂર ઉપકાર કરનારું છે. તો પણ ક્રોધથી કરીએ કે અભિમાનથી કરીએ અથવા બીજાના પરાભવ માટે કરીએ અથવા માયા-કપટપૂર્વક કરીએ અથવા લોભથી (પદ્ગલિક સુખોની આસક્તિથી) કરીએ તો જ્ઞાન-ક્રિયાનો કરાતો આ સઘળો વ્યવહાર ભલે શુભ છે પણ નિશ્ચય (હૃદયગત પરિણામો સારો નથી માટે નિષ્ફળ થાય છે. તેથી તૃપ્તિ રાખવી અત્યન્ત જરૂરી છે.
તે તૃપ્તિ નામાદિના ભેદથી ચાર પ્રકારની છે. નામતૃપ્તિ, સ્થાપનાતૃપ્તિ, દ્રવ્યતૃપ્તિ અને ભાવતૃપ્તિ. ત્યાં કોઈ પણ જીવ અથવા અજીવનું “તૃપ્તિ” એવું નામ કરાય તે નામતૃપ્તિ કહેવાય છે. અથવા “તૃપ્તિ” આવું નામ બોલવું = શબ્દનું ઉચ્ચારણ કરવું તેને પણ નામતૃપ્તિ કહેવાય છે. તથા “તૃપ્તિ” આવા પ્રકારના અક્ષરો કાગળમાં અથવા કપડા ઉપર અથવા કાષ્ઠ આદિમાં લખવા-અક્ષરન્યાસ કરવો તે સ્થાપનાતૃપ્તિ કહેવાય છે.
દ્રવ્યતૃપ્તિના બે ભેદ છે (૧) આગમથી અને (૨) નોઆગમથી, ત્યાં તૃપ્તિના અર્થને જાણનારા હોય, પણ પ્રરૂપણા કરતી વેળાએ ઉપયોગ ન હોય, એવી વ્યક્તિ અર્થાત્ તૃપ્તિના અર્થની જાણકાર પણ અનુપયોગવાળી વ્યક્તિ તે આગમથી દ્રવ્યતૃપ્તિ કહેવાય છે. નોઆગમથી
Page #95
--------------------------------------------------------------------------
________________
૨૯૪
તૃષ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર
તૃપ્તિના (૧) જ્ઞશરીર (૨) ભવ્યશરીર (૩) તવ્યતિરિક્ત આમ ત્રણ ભેદ છે. જેણે તૃપ્તિપદનો અર્થ જાણ્યો હતો પણ વર્તમાનકાલે ભૂલાઈ ગયો છે અથવા તે આત્મા મૃત્યુ પામવાથી જ્ઞાન ચાલ્યું ગયું છે જેનું એવું જીવ વિનાનું જે શરીર તે ભૂતકાલમાં જ્ઞાનવાળું હતું. માટે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્યતૃપ્તિ, એવી જ રીતે આજે જે બાલમુનિ છે પણ ભવિષ્યમાં તૃપ્તિનું સ્વરૂપ જાણશે તે ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યતૃપ્તિ, હવે ત્રીજો ભેદ જે તવ્યતિરિક્તદ્રવ્યતૃપ્તિ છે તે સમજાવાય છે. જે ભૌતિક પુદ્ગલદ્રવ્યો છે જેમકે આહાર-ધન અને ઉપકરણાદિ, તે પ્રાપ્ત થઈ જવાથી તેનાથી થયેલી જે તૃપ્તિ તે તવ્યતિરિક્ત દ્રવ્યતૃપ્તિ જાણવી. ધનાદિ બાહ્ય સામગ્રીથી જે તૃપ્તિ થવી તે તવ્યતિરિક્ત તૃપ્તિ.
ભાવથી તૃપ્તિ પણ આગમ અને નોઆગમથી બે પ્રકારની છે. તૃપ્તિના અર્થને જાણનારી અને તેની પ્રરૂપણા કરતી વખતે ઉપયોગવાળી જે વ્યક્તિ તે આગમથી ભાવતૃપ્તિ જાણવી. તથા પોતાના આત્માના શુદ્ધસ્વરૂપના જ્ઞાનના આનંદથી ભરપૂર ભરેલી એવી અને સ્વાભાવિક આત્મ-ગુણોના અનુભવમાં જ અખંડિત રહેનારી એવી આત્મગુણોના આનંદની જે તૃપ્તિ તે નોઆગમથી ભાવતૃપ્તિ જાણવી. હવે આ જ તૃપ્તિ ઉપર સાત નયો સમજાવાય છે.
नैगमे जीवाजीवात् तृप्तिः, सङ्ग्रह - व्यवहाराभ्यां ग्रहणयोग्यद्रव्यप्राप्तौ, ऋजुसूत्रेण ईप्सितसम्पत्तौ शब्दादिनयैस्तु स्वस्वरूपनिरावरणपूर्णाविघ्नभोक्तृत्वेन तृप्तिः । इयञ्च पद्धति: ओघनिर्युक्तिवृत्तिगताहिंसानयवद् भावनीया ( गाथा-७५५)। अत्र कारणतो नामादिनिक्षेपत्रिकनैगमादिनयसत्का, वस्तुतः भावनिक्षेपशब्दादिनयरूपा एव ग्राह्या । सा च साधनकाले अपवादोद्भवा, सिद्धत्वे तूत्सर्गोद्भवा ग्राह्या । तामेवाह -
(૧) નૈગમનય : આ નય ઉપચારગ્રાહી છે. તેથી પ્રયોજનવાળી કે પ્રયોજન વિનાની ચેતનવ્યક્તિ કે નિર્જીવ વસ્તુઓ પ્રાપ્ત થવાથી વસ્તુમાત્રથી જે તૃપ્તિ થાય તેને આ નયથી તૃપ્તિ કહેવાય. “સંઘર્યો સાપ પણ કામ આવે” એવી લોકોક્તિથી વસ્તુઓનો સંગ્રહ માત્ર કરી આનંદ માણવો, તૃપ્ત થવું તે આ નયથી તૃપ્તિ જાણવી.
(૨) સંગ્રહ (૩) વ્યવહારનય : જે જે જરૂરી વસ્તુઓ હોય તેની અર્થાત્ ગ્રહણયોગ્ય વસ્તુઓની પ્રાપ્તિ થાય તેનાથી તૃપ્તિ માનવી તે.
(૪) ઋજુસૂત્રનય : ગ્રહણયોગ્ય વસ્તુઓમાં પણ જો ઈષ્ટવસ્તુઓ પ્રાપ્ત થતી હોય તો જ ખુશી ઉપજે માટે તેને તૃપ્તિ કહેવાય છે. આ ચારે નયો બાહ્ય પુદ્ગલાદિ વસ્તુઓની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે. કારણ કે સ્થૂલનયો છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃઢષ્ટક - ૧૦
૨૯૫ (૫) શબ્દાદિ ત્રણ નયો પોતાના સ્વરૂપની નિરાવરણતા થવાથી પૂર્ણપણે નિર્વિનરૂપે સ્વરૂપના ભોક્તાપણાની જે પ્રાપ્તિ થાય છે તેને જ સાચી તૃપ્તિ કહેવાય છે. કારણ કે આ સ્વરૂપની પ્રાપ્તિની તૃપ્તિ છે. પરદ્રવ્યસંબંધી તૃપ્તિ નથી. તેથી સદા કાલ રહેનારી છે. સ્વાધીન છે તેમાં પણ ત્રણ નયો નીચે પ્રમાણે જાણવા.
શબ્દનયથી તૃપ્તિ - સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષાયોપથમિક ભાવના જ્ઞાન-દર્શન-ક્ષમા-માર્દવ-આર્જવ સંતોષ અને વીર્યાદિ-ગુણાત્મક સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થવાથી જે આનંદ-આનંદ પ્રવર્તે છે તે શબ્દનયથી તૃપ્તિ જાણવી આ નવો સૂક્ષ્મનય અને ભાવનિક્ષેપગ્રાહી હોવાથી સ્વ-સ્વરૂપને પકડનારા છે.
સમભિરૂઢનયથી તેરમા-ચૌદમા ગુણઠાણે ક્ષાયિકભાવના જે આત્મગુણો પ્રગટ થયા છે. તેનાથી તૃપ્તિ થવી તે તૃપ્તિ કહેવાય છે. કારણ કે ક્ષાયિકભાવ હોવાથી સર્વથા આવરણો ચાલ્યાં ગયાં છે માટે સંપૂર્ણ નિરાવરણતા હોવાથી પરિપૂર્ણ ગુણો ખીલ્યા છે તેની તૃપ્તિ છે.
એવંભૂતનયથી મુક્તિમાં જે સંપૂર્ણપણે વિદનરહિત સ્વગુણોનું ભોક્તત્વ છે તે જ સાચું છે, તેની જે તૃપ્તિ છે તે યથાર્થતૃપ્તિ છે. કારણ કે ત્યાં અઘાતી કર્મો પણ ન હોવાથી તજન્ય વિદનનો પણ અસંભવ છે ઈત્યાદિ સ્વયં વિચારવું.
આ સઘળી પદ્ધતિ ઓઘનિર્યુક્તિની ટીકામાં કહેલી અહિંસાના નયોની જેમ અહીં જાણી લેવી. તે ઓશનિયુક્તિનો પાઠ આ પ્રમાણે છે -
आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो ॥७५५॥
“નિશ્ચયનયથી આ આત્મા જ અહિંસક છે અને આ આત્મા જ હિંસક છે. જે અપ્રમત્ત છે તે અહિંસક છે અને જે તેનાથી ઈતર (પ્રમાદી) છે તે હિંસક છે.”
જેમ શિકારી બાણ મારે પણ બાણના અવાજથી કદાચ પક્ષી ઉડી જાય પણ મરે નહીં તો પણ પક્ષી ન મરવા છતાં શિકારી મારવાના પરિણામવાળો હોવાથી હિંસક કહેવાય છે, અને કોઈ વૈદ્ય રોગીના રોગને મટાડવા ચીસો પડાવે, તો પણ નિરોગી કરવાની ભાવના હોવાથી અહિંસક કહેવાય છે, તેમ અહીં સમજવું.
નગમનયથી જીવ અને અજીવનો નાશ કરે તો પણ હિંસક કહેવાય, સંગ્રહ અને વ્યવહારનયથી છ જવનિકાયના હિંસકને જ હિંસક કહેવાય, અજીવના નાશકને હિંસક કહેવાય નહીં, કારણ કે તેમાં જીવ નથી. ઋજુસૂત્રનયથી જ્યારે જે જીવની હિંસા થાય ત્યારે
Page #97
--------------------------------------------------------------------------
________________
૨૯૬ તૃઢષ્ટક - ૧૦
જ્ઞાનસાર જ તે જીવ પૂરતી હિંસા ગણાય. આમ જીવે જીવે હિંસા ભિન્ન ભિન્ન ગણાય, શબ્દાદિ ત્રણ નયોથી કોઈ જીવ મરે યા ન મરે પણ જીવનો પરિણામ જો શિકારીની જેમ (મારવાનો) હિંસક હોય તો કોઈ જીવ ન મરે તો પણ તે હિંસાના પરિણામવાળો આત્મા જ હિંસક ગણાય. આમ અહિંસામાં પણ સમજવું.
આ ઓઘનિર્યુક્તિના પાઠને અનુસાર પ્રથમના ચાર નયો સ્થૂલ હોવાથી પરદ્રવ્યની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે અને પાછલા ત્રણ નયો આત્મદ્રવ્યના ગુણોની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે એમ જાણવું. પ્રથમના ચાર નયો કારણને મહત્ત્વ આપનારા છે. પાછલા ત્રણ નયો કાર્યને મહત્ત્વ આપનારા છે તેથી જ નામતૃપ્તિ-સ્થાપનાતૃપ્તિ અને દ્રવ્યતૃપ્તિ આ ત્રણ તૃપ્તિ એ ભાવતૃપ્તિનું કારણ હોવાથી નામાદિ ત્રણ નિક્ષેપાજચ તૃપ્તિને પ્રથમના ચાર નિયો તૃપ્તિ માને છે અને ભાવનિક્ષેપાવાળી જે વાસ્તવિક તૃપ્તિ છે. તેને જ તૃપ્તિ કહેવાય એમ શબ્દાદિ પાછલા ત્રણ નયો કહે છે. પરમાર્થથી ભાવતૃપ્તિ જ ગ્રાહ્ય છે.
જ્યારે જ્યારે સાધનાકાલ હોય છે. સાધકાવસ્થા હોય છે ત્યારે ત્યારે કારણકાલ હોવાથી નૈગમાદિ ચાર નયને માન્ય એવી નામાદિ નિક્ષેપાવાળી તૃપ્તિ ગ્રાહ્ય કહેવાય છે તેને જ અપવાદથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ કહેવાય છે. કારણ કે જ્યાં સુધી સાધનાકાલ ચાલે છે ત્યાં સુધી જ તે ગ્રાહ્ય છે. અંતે ત્યાજ્ય છે તે તૃપ્તિને સદાકાલ રાખવાની નથી. ટેકા સ્વરૂપ માત્ર છે. માટે અપવાદોભવી કહેવાય છે અને સિદ્ધાવસ્થામાં પોતાના ગુણોની જે તૃપ્તિ પ્રગટ થાય છે તે સ્વાભાવિક હોવાથી, સદાકાળ રહેનારી હોવાથી, આત્માના ગુણો સંબંધી હોવાથી ઉત્સર્ગથી ઉત્પન્ન થયેલી અર્થાત્ રાજમાર્ગ રૂપે આદરણીય તૃપ્તિ કહેવાય છે. આ તૃપ્તિ કાર્યરૂપે છે. માટે ઉત્સર્ગ ઉદ્ભવા કહેવાય છે. પરમાર્થથી તો સ્વગુણસંબંધી આ તૃપ્તિ જ આદરણીય છે. હવે તે તૃપ્તિને જ સમજાવે છે. –
पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥१॥
ગાથાર્થ :- જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને અને ક્રિયારૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને સમતાભાવ રૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ પરમ તૃપ્તિને પામે છે. /૧/
ટીકા :- “પત્ની જ્ઞાનામૃતતિ", મુનિ સવાભાવી સ્વાત્મવત્નોનસ્ત્રી, परां-उत्कृष्टां लौकिककुप्रावचनिकेतराम्, तृप्ति-संतोषावस्थाम्, याति-प्राप्नोति लभते इत्यर्थः । किं कृत्वा ? ज्ञानामृतं-ज्ञानं यथार्थस्वपरपदार्थस्वरूपावभासनरूपं तदेवामृतं
Page #98
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦
૨૯૭ पीत्वा शुद्धात्यन्ताविच्छिन्नचिद्धारापरीक्षितहेयोपादेयवस्त्ववलोकनोपयोगं पीत्वा, क्रिया-सद्योगप्रवृत्तिः । तत्त्वप्राग्भाव-विभावाभावभावितचेतनाश्रद्धानपूर्वका या वीर्यप्रवृत्तिः, सा एव सुरलता-कल्पवल्ली तस्याः फलं स्थिरत्वेन तत्त्वानुभवलक्षणं भुक्त्वा, साम्यं-समता, शुभाशुभेषु पुद्गलादिषु तुल्यत्वं, तदेव ताम्बूलं स्वादिमोपमानमास्वाद्य, मुनिः परामुत्कृष्टां तृप्तिं यातीत्यन्वयः ।
વિવેચન - મુનિ પુરુષ પરમતૃપ્તિ પામે છે. જે ક્યારેય સાવદ્ય (પાપકારી વચનબીજાને દુઃખ થાય તેવું કે હિંસા થાય તેવું) વચન બોલતા નથી તથા પોતાના આત્મતત્ત્વનું જ અવલોકન કરવામાં લયલીન હોય છે. અર્થાત્ સદા સ્વભાવદશાને અભિમુખ જ હોય છે તે મુનિ પુરુષ કહેવાય છે. પરમતૃપ્તિ એટલે ઉત્કૃષ્ટતૃપ્તિ, તેવી ઉત્કૃષ્ટતૃપ્તિને તે મુનિ પુરુષો પામે છે. અર્થાત્ ખાણી-પીણીથી થતી લૌકિક જે તૃપ્તિ અને કુટાવચનિક લોકોના અસ્તવ્યસ્ત અને હસાહસીનાં પ્રવચનો સાંભળવાથી થતી જે તતિ. એમ આવા પ્રકારની આ બન્ને તૃપ્તિથી સર્વથા ભિન, અંદરનો આત્મા જ કલ્યાણ પામે એવી લોકોત્તર જે તૃપ્તિ છે તે ઉત્કૃષ્ટતૃપ્તિ અર્થાત્ પરમતૃપ્તિ કહેવાય છે. અહીં તૃપ્તિનો અર્થ સંતોષવાળી-હાર્દિક આનંદવાળી અવસ્થા.
પ્રશ્ન :- મુનિ પુરુષ શું કરવાથી આવી લોકોત્તર પરમતૃપ્તિ પામે છે?
ઉત્તર :- જ્ઞાનામૃતનું પાન કરીને, સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષોનાં ફળોનું ભોજન કરીને અને સમભાવ રૂપી તાંબુલ (મુખવાસ)નું આસ્વાદન કરીને મુનિ પુરુષ સાચી પરમતૃપ્તિ પામે છે.
જેમ અમૃતનું પાન જીવને અમર બનાવે છે, તેથી જ તેને અમૃત કહેવાય છે. તેમ સ્વપદાર્થ (આત્મતત્ત્વ) અને પરપદાર્થ (પુદ્ગલાદિ અન્ય દ્રવ્ય)ના સ્વરૂપનો યથાર્થ જે બોધ સ્વ-પરનું જે ભેદજ્ઞાન છે. તેને સમ્યજ્ઞાન કહેવાય છે. નિરંતર આવા પ્રકારના સભ્યજ્ઞાનનું જે પાન કરે છે અર્થાત્ શુદ્ધ (નિર્મળ) એવી અને અત્યન્ત અખંડ એવી જે જ્ઞાનધારા પ્રવર્તતી હોય છે. તેવા પ્રકારની તે જ્ઞાનધારા વડે પરીક્ષા કરાયા છે હેય પદાર્થો અને ઉપાદેય પદાર્થો જેમાં એવા સમ્યજ્ઞાનનો નિરંતર ઉપયોગ કરીને મુનિ પરમતૃપ્તિ પામે છે. સ્વ અને પરનો ભેદ કરાવીને પરને હેય અને સ્વને ઉપાદેયપણે જણાવનારું જે પારમાર્થિક જ્ઞાન તે ભેદજ્ઞાન, આવા પ્રકારના ભેદજ્ઞાનનું નિરંતર પાન કરીને વૈરાગ્ય દ્વારા મુનિ પરમતતિને પામે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૨૯૮ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર તથા સક્રિયા એટલે મન-વચન અને કાયાના યોગોની જે સમ્યમ્ પ્રવૃત્તિ તે ક્રિયા, જે ક્રિયામાં આત્મતત્ત્વનો (પ્રામ્ભાવ=) ઉઘાડ (વિકાસ) છે અને વિભાવદશાનો અભાવ છે. આવા પ્રકારની ક્રિયા કરવાથી તેવા પ્રકારના વિશિષ્ટ સંસ્કારોથી વાસિત ચેતના અને શ્રદ્ધાપૂર્વકની મન-વચન-કાયા દ્વારા થતી જે વીર્યપ્રવૃત્તિ રૂપ ધર્મક્રિયા તે અહીં સમજવી. મોહનો નાશ કરનારી અને આત્મતત્ત્વનો પ્રાદુર્ભાવ કરનારી સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષની વેલડીનાં જે ફળો છે. તેનું ભોજન કરીને મુનિ પરમ તૃપ્તિ પામે છે.
પ્રશ્ન :- સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષનાં ફળ શું છે? કે જેના ભોજનથી મુનિ તૃપ્તિ (સંતોષ) પામે?
ઉત્તર :- અત્યન્ત સ્થિર થઈને પૌદ્ગલિક સુખો સંબંધી ચંચલતા ત્યજીને આત્મદશામાં લયલીન થવા વડે આત્મતત્ત્વનો અનુભવ કરવો તે સમ્યક્રિયાનું ફળ જાણવું. ભોજન અને પાન એ તૃપ્તિનું કારણ છે તેમ ભોજન-પાન કર્યા પછી કરાતું તાંબૂલનું (મુખવાસનું) સેવન એ પણ તૃપ્તિનું વિશેષ કારણ છે. માટે તે મુનિ સમભાવરૂપી તાંબૂલનો આસ્વાદ કરે છે. શુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય કે અશુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય, એમ બન્ને પ્રત્યે તુલ્યતા દાખવવી તે સમભાવ, શુભ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ નહીં અને અશુભ વસ્તુની પ્રાપ્તિથી દુઃખ નહીં તેને સમભાવ કહેવાય છે. આવા પ્રકારનું જે સમભાવપણું તે તાંબૂલ કહેવાય છે. જેને
સ્વાદિમ નામના ચોથા આહારની ઉપમા ઘટે છે. તેનું આસ્વાદન કરીને મુનિ પરમતૃપ્તિ પામે છે. સાર એ છે કે જેમ માણસ ભોજન કરીને પાણી પીને તાંબૂલ ખાઈને ઘણો જ આનંદિત થાય છે, સંતોષ ધારણ કરે છે, પરમતૃપ્તિ પામે છે. તેમ મુનિ પુરુષ ક્રિયા રૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને સમભાવરૂપી તાંબૂલનું આસ્વાદન કરીને આત્મિકગુણોથી જન્ય એવી પરમતૃપ્તિને પ્રાપ્ત કરે છે.
सांसारिकोपाधिपुद्गलोद्भवविभावभावितात्मनो अनादिमिथ्याज्ञानासत्क्रियारक्तद्विष्टतासक्तस्य जगदुच्छिष्टाभोग्यवर्णाद्यनुभवमग्नत्वेन या आरोपजा तृप्तिः, न सा तृप्तिः, यतः तत्प्राप्तावपि तृष्णा प्रगुणीभवति, तेन न तृप्तिः स्वतत्त्वानन्दभोगेनैव तृप्तिः । अत एव सत्पुरुषास्त्यजन्ति दामिनीचलान् कामिनीविलासान्, हीलयन्ति उदयागतान् सद्विपाकान्, निःसङ्गयन्ति रङ्गाभिष्वङ्गिसङ्गसङ्गान्, विरङ्गयन्ति अङ्गरागान्, वसन्ति (विशन्ति) स्वाध्यायाध्ययनेन तत्त्वश्रवणमनननिदिध्यासन-परिशीलनेषु, धन्यं मन्यन्ते परमात्मावस्थामिति ॥१॥ ૧. અહીં ધન્ય ક્રિયાવિશેષણ સમજવું. જો એમ ન કહીએ અને પ૨માત્માવસ્થામ્ નું વિશેષણ કરીએ
તો ધન્ય થાય.
Page #100
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃત્યષ્ટક - ૧૦
૨૯૯ સાંસારિક અને ઉપાધિભૂત એવાં પુદ્ગલો દ્વારા પ્રાપ્ત થતાં સુખ અને દુઃખો સ્વરૂપ જે વિભાવદશા (મોહાલ્પતા) છે. તેનાથી ભાવિત છે આત્મા જેનો એવા આત્માને એટલે કે અનાદિકાળથી લાગેલાં મિથ્યાત્વ, અજ્ઞાનતા અને અસલ્કિયાજન્ય રાગ અને દ્વેષમાં જ આસક્ત બનેલા જીવને (મોહાન્ધદૃષ્ટિવાળા જીવને) સમસ્ત જગતના જીવોએ વારંવાર ભોગવી ભોગવીને ત્યજેલાં-જગતની એંઠ તુલ્ય અને તેથી જ ભોગવવાને માટે અયોગ્ય એવા પદાર્થોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના જ અનુભવમાં મગ્ન બનીને જે તૃપ્તિ થાય છે તે તૃપ્તિ આરોપિત તૃપ્તિ છે, કલ્પિત છે, ભ્રમસ્વરૂપ છે. તે તૃપ્તિ સાચી તૃપ્તિ નથી. કારણ કે પુદ્ગલસંબંધી સુખ પ્રાપ્ત થવા છતાં પણ તે સુખ તૃષ્ણાને જ વધારે છે. તેથી તે સાચી તૃપ્તિ નથી. પરંતુ પોતાના આત્માના શુદ્ધસ્વરૂપાત્મક જે શુદ્ધ તત્ત્વ છે તેના આનંદના ઉપભોગ વડે જે તૃપ્તિ થાય છે તે જ સાચી તૃપ્તિ છે. સદા રહેનારી છે. પરાધીન નથી. ગુણસંબંધી તૃપ્તિ છે. માટે આ જ સાચી તૃપ્તિ છે.
ભોગસુખોથી થતી તૃપ્તિ તૃષ્ણા વધારનારી છે. આ કારણથી જ સંતપુરુષો વિજળીની જેવા ક્ષણભંગુર એવા સ્ત્રીની સાથેના ભોગવિલાસોનો ત્યાગ કરે છે. ઉદયમાં આવેલા પુણ્યના વિપાકોને (સુખોને) “આ તો બંધનો જ વધ્યાં છે” એમ સમજીને નિંદે છે. ભોગસુખોની આસક્તિના સંગવાળા જે જે પુરુષો છે તેઓનો સંગ (તેઓનો પરિચય) ત્યજી દે છે. શરીર ઉપરના રાગને (મોહને તથા સજાવટને) છોડી દે છે. સ્વાધ્યાય કરવા દ્વારા તથા જૈન આગમશાસ્ત્રોનું અધ્યયન કરવા દ્વારા તત્ત્વશ્રવણમાં, તત્ત્વના મનનમાં, તત્ત્વના નિદિધ્યાસનમાં (સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતનમાં) અને તત્ત્વના વારંવાર પરિશીલનમાં જ રહે છે. (આવા જ્ઞાનધ્યાનમાં જ પ્રવેશે છે) અને આવી ત્યાગ, તપ અને જ્ઞાન-ધ્યાનવાળી પરમ અવસ્થાને જ ધન્ય ધન્ય માને છે. આ આત્માની અંતરાત્મદશા પ્રાપ્ત કરવા દ્વારા મેળવવા લાયક એવી પરમાત્મ દશાને જ ધન્ય ધન્ય માને છે. સંસારિભાવો સ્મરણમાં પણ લાવતા નથી. /૧/
पुनरपि नित्यां तृप्तिं व्याख्यातुमाहફરીથી સદા રહેનારી નિત્ય તૃપ્તિને સમજાવતાં કહે છે - स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । ज्ञानिनो विषयैः किं तै र्यै भवेत्तृप्तिरित्वरी ॥२॥
ગાથાર્થ :- પોતાના જ્ઞાનાદિ ગુણો વડે જ જ્ઞાની પુરુષને યાવચંદ્રદિવાકર રહેવા વાળી અવિનાશી તૃપ્તિ થાય છે તો પછી જે વિષયો વડે અલ્પકાળ પૂરતી તૃપ્તિ થાય છે તેવા વિષયોની શું જરૂર છે? અર્થાત્ જ્ઞાનીને વિષયોથી જન્ય તૃપ્તિ હોતી નથી.
Page #101
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩00
તૃઢષ્ટક - ૧૦ ટીકા - “સ્વાિિત વે'', ઃ સ્વા: ચેતની દ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વાનस्वभावभूतैः अमूर्तासङ्गानाकुलचिदानन्दरूपैः, एव-अन्ययोगव्यवच्छेदार्थः, तृप्तिः ज्ञानिनः-सम्यगवबुद्धतत्त्वस्य तैः-स्पर्शरसवर्णगन्धशब्दैः विषयैः किम् ? न किमपि । यः स्वरूपानुभवी स विभावहेतुभूतान् इन्द्रियविषयान् नावगच्छति ।
વિવેચન :- સભ્યપ્રકારે જાણ્યું છે તત્ત્વ જેણે એવા જ્ઞાની આત્માને જો ચેતનના પોતાના જ આત્મદ્રવ્ય સંબંધી, પોતાના જ ક્ષેત્રમાં રહેલા, પોતાના કાલે સાથે જ રહેલા અને પોતાના સ્વભાવભૂત (સ્વરૂપભૂત) એવા અમૂર્તતા, અસંગતા, અનાકુલતા (સ્થિરતા) અને જ્ઞાનની મસ્તી સ્વરૂપ પોતાના જ ગુણો વડે તૃપ્તિ થતી હોય, ઘણો જ આનંદ અને ઘણો જ સંતોષ જો થતો હોય તો તેવા સમ્યજ્ઞાની પુરુષને પાંચ ઈન્દ્રિયોના વિષયભૂત એવા સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દ વડે શું તૃપ્તિ થાય ખરી? અર્થાત્ કંઈ પણ ન થાય (અલ્પમાત્રાએ પણ તૃપ્તિ ન થાય), કારણ કે આવી પરદ્રવ્યજન્ય અને ક્ષણભંગુર એવી તૃપ્તિને તે સમ્યજ્ઞાની આત્મા જરા પણ ન ઈચ્છે. કારણ કે જે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવી બન્યો છે તે આત્મા વિભાવદશાના હેતુભૂત એવા ઈન્દ્રિયોના વિષયોને (અલ્પમાત્રાએ પણ) ઈચ્છતો નથી. અહીં મૂલ શ્લોકમાં રેવ શબ્દમાં જે એવકાર લખ્યો છે તે અન્ય યોગના વ્યવચ્છેદ માટે છે તેનો અર્થ એવો થાય છે કે સમ્યજ્ઞાનીને સ્વગુણોથી જ તૃપ્તિ થાય છે. પરદ્રવ્યના ગુણોથી તૃપ્તિ (આનંદ-સંતોષ) થતી નથી.
कथम्भूता स्वगुणैः तृप्तिः ? आकालं-सर्वमप्यनागतकालमविनश्वरीविनाशरहिता, सहजत्वेन नित्या इत्यर्थः । स्पर्शज्ञानवतः यैः-शब्दादिभिः इत्वरीअल्पकालीया औपचारिकी तृप्तिर्भवेत्, तैः-विषयैः परविलासैः किम् ? न किमपि । परविलासाः बन्धहेतवः एव । अत्र भावना-अनेकशो भुक्ता एते, तथापि नाप्तमात्मस्वरूपम्, न च ते सुखहेतवः, किन्तु सुखत्वबुद्धिरेव कृतका, तेन तद्विषयाभिमुखतैव न स्वरूपरसिकानामतः आत्मगुणैस्तृप्तिर्विधेया ॥२॥
અમૂર્તતા, અસંગતા, અનાકૂલતા ઈત્યાદિ આત્માના ગુણો દ્વારા થનારી તૃપ્તિ કેવા પ્રકારની હોય છે? તે વિષયમાં ગ્રંથકારશ્રી સમજાવે છે કે “આકાલ રહેનારી = એટલે કે ભવિષ્યમાં આવનારા સર્વકાલ સુધી રહેનારી, ક્યારેય પણ વિનાશ ન પામનારી, અવિનાશી એવી આ ગુણતૃપ્તિ છે. તે તૃપ્તિ સ્વાભાવિક હોવાથી તથા પોતાના સ્વાભાવિક ગુણો સંબંધિની હોવાથી સદાકાલ સાથે રહેનાર હોવાથી નિત્ય એવી આ તૃપ્તિ છે. જીવ સદા કાળ આ ગુણો વડે સુખ, આનંદી અને સંતોષી જ રહે છે. ક્યારેય અલ્પમાત્રાએ પણ ઉણપ આવતી નથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦
૩૦૧ સ્પર્શજ્ઞાનવાળા જીવને એટલે કે સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયોસંબંધી જ્ઞાનવાળા (છઘ0) આત્માને શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ પાંચ પ્રકારના ઈન્દ્રિયોના વિષયો વડે જે તૃપ્તિ થાય છે તે ઈત્વરી છે. એટલે કે અલ્પકાળ રહેનારી છે. જે કાળે વિષયનો ઉપભોગ કરો તે કાળ પૂરતી જ તૃપ્તિ છે. શેષ કાળે પાછી તૃષ્ણા ઉભી જ રહે છે. ગમે તેવાં પસભોજન આરોગ્યાં હોય તો પણ ભોજનકાલે જ સ્વાદના અનુભવજન્ય તૃપ્તિ થાય છે. ચાર કલાક પછી પેટ ખાલી જ થઈ જાય છે. આમ બધી જ ઈન્દ્રિયોમાં જાણવું. તેથી આ તૃપ્તિ અલ્પકાલીન છે, વળી આ તૃપ્તિ ઔપચારિક છે. કારણ કે પરદ્રવ્યકૃત છે. વળી સુખરૂપ નથી પણ વિષયની લાગેલી ભૂખનો પ્રતિકાર માત્ર કરનારી છે. તેથી પરપદાર્થોના વિલાસાત્મક એવા તે શબ્દાદિ વિષયો વડે આત્મજ્ઞાનીને શું તૃપ્તિ થાય? અર્થાત્ ન થાય, કારણ કે આત્મજ્ઞાનીને તેવા વિષયોની કંઈ પણ અપેક્ષા હોતી નથી. વિષયો સામે વિદ્યમાન હોય તો પણ શું ? અને ન હોય તો પણ શું? ખરેખર તો આ પરપદાર્થોના વિલાસો મોહજન્ય અને મોહજનક હોવાથી કર્મબંધના હેતુ જ છે. કર્મબંધ જ કરાવનારા છે. ભવભ્રમણાનું જ કારણ છે. માટે જ્ઞાનીને તે વિષયોની શી જરૂર? તેની અપેક્ષા હોતી નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. પાંચે ઈન્દ્રિયોના આ વિષયો આ જીવ વડે ભવોભવમાં અનેકવાર ભોગવાયા છે. છતાં તેનાથી આત્માને પોતાનું શુદ્ધ-સહજ ગુણાત્મક સ્વરૂપ પ્રગટ થયું નથી તથા સુખનું કારણ પણ બન્યા નથી. ફક્ત ખસના રોગીને ઉપડેલી ખણજનો પ્રતિકાર કરનારી ખણવાની ક્રિયા વધારે રોગ વધારનારી હોવા છતાં તે કાલે મીઠી લાગતી હોવાથી ભ્રમથી ત્યાં જેમ સુખપણાની બુદ્ધિ થાય છે, ચાંદાં પડે છે, લોહી નીકળે છે, પીડા થાય છે તો પણ વર્તમાનકાલ પૂરતી મીઠાશ આપે છે, તેથી ત્યાં સુખબુદ્ધિ થાય છે. તેમ આ વિષયોમાં પણ માત્ર સુખપણાની બુદ્ધિ જ છે, ભ્રમ જ છે, ત્યાં સુખ નથી પણ ભ્રમથી સુખ છે એમ લાગે છે. ત્યાં મોહથી સુખ-બુદ્ધિ કરાઈ છે તેથી તે કૃત્રિમ (બનાવટી-ભ્રમિત) સુખબુદ્ધિ છે. પણ સાચી નથી.
આ કારણથી જ સ્વરૂપરસિક આત્માઓને તે શબ્દાદિ પાંચ વિષયો ભોગવવા તરફની કે તેનો આનંદ માણવા તરફની અભિમુખતા ક્યારેય સંભવતી નથી. તે જીવોને તે વિષયો તરફ દૃષ્ટિપાત પણ થતો નથી. ઘણા જ અલિપ્ત હોય છે. તેથી આત્માના શુદ્ધ એવા ગુણોના અનુભવરૂપ જે સાચી તૃપ્તિ છે તે જ પ્રાપ્ત કરવા જેવી છે. તે જ મેળવવા જેવી છે. તેમાં જ આનંદ માણવો જોઈએ. //રા
તમેવ માવતિ – તે જ તૃપ્તિ સમજાવે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૩૦૨
તૃષ્યષ્ટક - ૧૦
या शान्तैकरसास्वादाद् भवेत्तृप्तिरतीन्द्रिया । सा न जिह्वेन्द्रियद्वारा षड्रसास्वादनादपि ॥३॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- શાન્ત એકરસ (સમતાસ્વભાવ)ના આસ્વાદનથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે. તે જિલ્લા ઈન્દ્રિય દ્વારા ષડ્સના ભોજનથી પણ થઈ શકતી નથી. IIII
ટીકા :- યા શાન્તòત્તિ, યા, ગતીન્દ્રિયા-કૃન્દ્રિયવિષયપ્રદળરહિતા आत्मज्ञानभोक्तृत्ववेद्या स्वरूपानुभवलक्षणा तृप्तिः शान्तैकरसास्वादात्- कषायोद्भवरहितसाम्यरसास्वादनात् भवेत् - लभेत सा तृप्तिः षड्रसास्वादनात् - तिक्ताम्लमधुरकषायकटुक्षाररसभोजनाद् जिह्वेन्द्रियद्वारा - रसनेन्द्रियद्वारा न भवति । रसनेन्द्रियेण पौद्गलिकरसानुभवः, आत्मा च स्वरूपानुभवी पुद्गलगुणानां ज्ञाता, न भोक्ता । पुद्गलगुणा अभोज्या एव । मोहोदयादाहारसञ्ज्ञातः रसास्वादनं न स्वरूपतः । स्वरूपं च ज्ञानानुभवलक्षणमतः आत्मानुभवा तृप्तिः, न पौद्गलिकेति ॥३॥
વિવેચન :- સાચી તૃપ્તિ કોને કહેવાય ? તે સમજાવે છે - “આત્મ-સ્વરૂપને અનુભવવા રૂપ જે તૃપ્તિ છે” તે જ સાચી તૃપ્તિ છે, તે તૃપ્તિ અતીન્દ્રિય છે એટલે ઈન્દ્રિયો દ્વારા રૂપરસ-ગંધ આદિ વિષયો (પુદ્ગલદ્રવ્યો) ગ્રહણ કરાય છે. તેની જેમ આ તૃપ્તિમાં કોઈ પુદ્ગલદ્રવ્યો ગ્રહણ કરાતાં નથી, આત્મગુણોના અનુભવ સ્વરૂપ આ તૃપ્તિ પુદ્ગલદ્રવ્યોના ગ્રહણથી રહિત છે. બાહ્યવિષય વિનાની આ તૃપ્તિ છે. તથા આ આત્મા જ્યારે “આત્મજ્ઞાનનો ભોક્તા બને, આત્મજ્ઞાનની રમણતાવાળો બને, ત્યારે જ જાણી શકાય, સમજી શકાય એવી આ તૃપ્તિ છે.” સમતારસના જ એક આસ્વાદનથી આ તૃપ્તિ થાય છે. જેમ દૂધપાક-પુરી કે શિખંડ-પુરી કે રસ-પુરીના ભોજનથી પૌદ્ગલિક તૃપ્તિ થાય છે તેમ કોઈપણ પ્રકારના પુદ્ગલોના ગ્રહણ વિના “સમભાવનો જે રસ” તેના જ આસ્વાદનવાળી કેવળ આત્માનુભવથી ગમ્ય એવી આ તૃપ્તિ છે. આ ગુણ-રમણતાજન્ય તૃપ્તિ કેવલ અનુભવગમ્ય જ છે. શબ્દોથી અવર્ણનીય છે.
“સમતાભાવનો આ રસ” એટલે કે કષાયોની ઉત્પત્તિથી રહિત, અર્થાત્ ક્રોધ-માનમાયા-લોભ વગે૨ે કષાયો વિના ક્ષમા-નમ્રતા સરળતા અને સંતોષ આદિ ગુણોથી પ્રગટ થયેલા સામ્યરસનો જે આસ્વાદ” છે. તે રસને જેણે માણ્યો હોય તેને જ આ તૃપ્તિ સમજાય તેવી છે. આ તૃપ્તિ (આનંદ-સંતોષ) સ્વભાવદશાની રમણતામાંથી પ્રગટ થાય છે. તેથી જે આત્મા આત્મગુણોના અનુભવમાં લયલીન બને છે. તે આત્માને સ્વભાવદશાની
Page #104
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃત્યષ્ટક - ૧૦
૩૦૩ રમણતાથી જે આનંદ આનંદ અર્થાત્ તૃપ્તિ થાય છે, તેવી તૃપ્તિ તીખા-ખાટા-મીઠા-તુરાકડવા અને ખારા એમ છએ રસવાળા ભોજનથી જિહા ઈન્દ્રિય દ્વારા ક્યારેય પણ થતી નથી. આ રસ જ એવો છે કે જે માણે તે જ જાણે અને આ રસ માણ્યા પછી પુદ્ગલના સુખોના રસનો આસ્વાદ જ મનમાંથી ચાલ્યો જાય છે.
જિહા ઈન્દ્રિય દ્વારા પુગલના રસનો અનુભવ અવશ્ય થાય છે. પણ તે પરદ્રવ્ય છે. આત્માનું એ દ્રવ્ય નથી. જ્યારે આત્મા તો મૂલસ્વરૂપે જો વિચારીએ તો પોતાના સ્વરૂપનો અનુભવ કરનારો છે. પરના સ્વરૂપનો અનુભવ કરનાર નથી, પુદ્ગલના ગુણોનો જ્ઞાતા છે પણ ભોક્તા નથી. જેમ કોઈ પણ પુરુષ પરની સ્ત્રીને ઓળખનાર-જાણનાર છે પણ ભોગવનાર નથી, પરના ધનને ગણનાર-જાણનાર છે, પણ વાપરનાર નથી. જો તે પુરુષ પરસ્ત્રીનો કે પરધનનો ઉપભોગ કરે તો તે વ્યભિચારી અને ચોર કહેવાય. આ દોષરૂપ છે. તેમ આ આત્મા પણ પોતાના સ્વરૂપનો ભોક્તા છે અને પરના સ્વરૂપનો જ્ઞાતા છે પણ પરના સ્વરૂપનો ભોક્તા નથી, પુદ્ગલદ્રવ્યના ગુણો અભોગ્ય છે. એટલે કે ન ભોગવવા લાયક છે. કારણ કે આખા જગતની એંઠ છે. સર્વ જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને વમાયેલા છે. ક્ષણિક આનંદ માત્ર છે. લાંબા કાળની ઉપાધિ અને દુઃખ આપનારાં છે. તેને પ્રાપ્ત કરવામાં પણ ઘણો પ્રયત્ન કરવો પડે અને છતાં વિયોગ થાય જ, અને વિયોગ કાલે દુઃખ જ આપે, માટે પણ અભોગ્ય જ છે.
નામકર્મના ઉદયથી (દારિક શરીરાદિ નામકર્મ અને આહારપર્યાપ્તિનામકર્મના ઉદયથી) આ જીવને આહારની સંજ્ઞા લાગુ પડેલી છે. તે આહારની સંજ્ઞાથી જીવ આહાર લે છે અને મોહના ઉદયથી તેમાં રસનો આસ્વાદ માણે છે. આહાર લેવો તે નામકર્મનો ઉદય છે અને રસાસ્વાદ માણવો તે મોહનીયનો ઉદય છે. પણ આહાર લેવો કે રસાસ્વાદ માણવો તે આત્માનું સ્વરૂપ નથી. તેથી આ આત્મા જે આહારગ્રહણ કરે છે તે પોતાનું સ્વરૂપ નથી. જો આહાર લેવો એ જીવનું સ્વરૂપ હોય તો સિદ્ધ પરમાત્માને પણ આહારગ્રહણ સંભવે. પણ આમ બનતું નથી. આત્માનું સ્વરૂપ તો અણાહારી થવું અને જ્ઞાનનો અનુભવ કરવો તે જ છે. તેથી જ આત્માના ગુણોનો અનુભવ કરવો તે જ સાચી તૃપ્તિ છે. પણ પૌદ્ગલિક સુખોનો આનંદ માણવો તે સાચી તૃપ્તિ નથી. પણ મોહ દશા માત્ર જ છે, વિભાવદશા જ છે, મહા-ઉપાધિ રૂપ છે, ભ્રમાત્મક તૃપ્તિ છે. અનંત સંસાર વધારનારી દુઃખદાયી આ તૃપ્તિ છે. |
Page #105
--------------------------------------------------------------------------
________________
૩૪ તૃષ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी । तथ्या तु भ्रान्तिशून्यस्य, सात्मवीर्यविपाककृत् ॥४॥
ગાથાર્થ - સંસારમાં વિષયોથી થતી તૃપ્તિ સ્વપ્નતુલ્ય છે અને આભિમાનિકી છે. (મનથી માની લીધેલી તૃપ્તિ છે.) સાચી તૃપ્તિ તો ભ્રમ વિનાના આત્માને હોય છે કે જે તૃપ્તિ આત્માના વીર્યને પુષ્ટિ કરનારી (વીર્યને પ્રોત્સાહિત કરનારી) હોય છે. જા
ટીકા :- “સંસારે રૂતિ", સંસારે દ્રવ્યત: ચતુતિરૂપે, માવતઃ મિથ્યાત્વविभावलक्षणे संसरणे, आभिमानिकी-मिथ्याभिमानोत्पन्ना पुद्गलादिप्राप्तमान्यतारूपा तृप्तिः, सा स्वप्नवन्मिथ्या वितथा कल्पनारूपा एव, यतोऽज्ञः तृष्णाग्रसितः स्वीयकल्पनाकल्पितेष्टतेष्टीकृतपुद्गलस्कन्धसम्पत्तौ "अहो ! मया प्राप्तो मणिरत्नादिव्यूहः" मायोदयमाधुरीवचनचातुरीचतुरस्वजनसमूहश्चेति" तृप्तस्तिष्ठति । तथापि कल्पनारूपत्वाद्, गत्वरत्वाद् औदयिकत्वात् परत्वात् स्वसत्तारोधकाष्टकर्मबन्धनिदानरागद्वेषोत्पादकत्वात् दुःखमेव तया इति । मरुमरीचिकाकल्पा तृप्तिः, न सुखहेतुः ।
વિવેચન :- સંસારમાં પુગલોની પ્રાપ્તિ દ્વારા થતી તૃપ્તિ મિથ્યા છે. નરક-તિર્યંચમનુષ્ય અને દેવ આમ ચારગતિ સ્વરૂપ જે આ સંસાર છે તે કર્મોદયના વિપાકજન્ય હોવાથી અને વ્યાવહારિક લોકો વડે દેખી શકાય તેવો હોવાથી દ્રવ્યસંસાર કહેવાય છે અને મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરે સ્વરૂપ આત્માની જે વિભાવપરિણતિ છે. તે આ સંસારનું મૂલકારણ હોવાથી અને લોકો વડે અદેશ્ય હોવાથી ભાવસંસાર કહેવાય છે. પુગલના સુખોની આ તૃપ્તિ અભિમાનથી-ખોટા અભિમાનથી ઉત્પન્ન થયેલી છે. જેમ કોઈ માણસ પાસે કોઈ કળા, સત્તા, ધન વગેરે કંઈ હોય નહીં છતાં મનમાં માની લે કે હું ગામનો રાજા છું, અથવા સૌથી મોટો છું, તે જેમ મનથી માની લીધેલી મોટાઈ છે, વાસ્તવિક નથી. ગામમાં તેનું કોઈ માન-સન્માન ન હોય. કારણ કે તે વાસ્તવિક રાજા નથી. તેની જેમ પગલિક પદાર્થોની પ્રાપ્તિ થવાથી “મને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે” આમ પ્રાપ્તપણાની માન્યતા રૂપ મનથી માની લીધેલી આ તૃપ્તિ છે. તે ખરેખર સ્વપ્નની જેમ મિથ્યા છે, વિતથ છે, કલ્પના માત્ર જ છે.
જેમ સ્વપ્નમાં “મારો રાજ્યાભિષેક થયો” એવું જોયું અથવા “બત્રીસ પકવાન અને પરસ ભોજન કર્યું” એવું સ્વપ્ન જોયું તો પણ નિદ્રા દૂર થતાં રાજાપણું કે ધાછેદ
Page #106
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃસ્યષ્ટક - ૧૦
૩૦૫ દેખાતો પણ નથી અને હોતો પણ નથી. તેથી સ્વપ્નમાં દેખેલું જેમ મિથ્યા છે, કલ્પનામાત્ર છે. તેમ પીલિક સુખોની પ્રાપ્તિથી પોતાને સુખ પ્રાપ્ત થયાનો જે આનંદ છે તે પણ મિથ્યા છે, કલ્પનારૂપ જ છે. કારણ કે જે અજ્ઞાની આત્મા છે તથા જે આત્મા આવી બ્રાન્તતૃષ્ણાથી યુક્ત છે તે જ આત્મા પોતાની કલ્પના પ્રમાણે કલ્પાયેલી ઈષ્ટતાબુદ્ધિ વડે ઈષ્ટ કરાયેલાં પુગલસ્કંધોની પ્રાપ્તિ થયે છતે “અહો મારા વડે મણિ-રત્ન વગેરે ધનસમૂહ પ્રાપ્ત કરાયો” તથા મારા વડે “માયા કરીને પણ સ્વાર્થ સાધી આપે તેવો અર્થાત્ હોંશિયાર અને મીઠાં વચનો બોલવાની ચતુરાઈમાં ચતુર એવો સ્વજનવર્ગનો સમૂહ” પ્રાપ્ત કરાયો આમ માનીને મનમાં ફુલાઈને પોતાની જાતને તૃપ્ત થયેલી માનતો અર્થાત્ ખુશ ખુશ થતો રહે છે. આવી ભ્રાન્ત-તૃપ્તિ માનવી તે અજ્ઞાની જીવનું સ્વરૂપ છે.
પરદ્રવ્યની પ્રાપ્તિ થવાથી “મેં આટલું આટલું પ્રાપ્ત કર્યું” આમ અજ્ઞાની અને તૃષ્ણાગ્રસ્ત આત્મા જ માને છે અને તે જ આવાં પર દ્રવ્યોની પ્રાપ્તિથી તૃપ્ત થયો છતો વર્તે છે. પણ તે તૃપ્તિ સાચી નથી, તેનાં પાંચ કારણ છે - (૧) આ પરદ્રવ્યો મારાં છે આવી માન્યતા એ કલ્પનારૂપ છે પોતાનાં છે જ નહીં. કર્મોદયના કારણે સંયોગથી મળેલાં છે. કોઈ પરદ્રવ્ય પોતાનું છે જ નહીં. માત્ર તેમાં મોહોદયથી મારાપણાનો ભ્રમ જ છે. (૨) પુણ્યોદય પૂર્ણ થતાં બધું જ જવાવાળું છે. અથવા આયુષ્ય સમાપ્ત થતાં આ આત્મા તે સર્વેને મુકીને જવાવાળો છે. (૩) ઔદયિકભાવથી મળેલાં છે. પુણ્યકર્મના ઉદયથી સુખના સાધનભૂત પુદ્ગલદ્રવ્યો પ્રાપ્ત થયેલાં છે. પુણ્યકર્મની માલિકીવાળાં છે. જીવની માલિકીવાળાં નથી. (૪) જીવથી પરદ્રવ્ય છે. જીવથી તે ભિન્ન છે. તેનાથી જીવ ભિન્ન છે. (૫) આત્માની અનંતગુણોની જે સત્તા છે તેનો પ્રતિબંધ કરનારો જે આઠ કર્મોનો બંધ છે તેના પ્રધાન કારણભૂત એવા રાગ અને દ્વેષને ઉત્પન કરનારો આ પરપદાર્થનો સમય છે. આમ પાંચ કારણોસર આ પદ્ગલિક સુખની તૃપ્તિ સાચી નથી. કાલ્પનિક છે, મિથ્યા છે.
“દુઃશ્વમેવ તથા” તે તૃપ્તિ વડે દુઃખ જ આવે છે. પ્રાપ્તિમાં, સંરક્ષણમાં અને વિયોગમાં દુઃખ જ આપનાર છે. માટે ઝાંઝવાના જળની જેમ આ ભ્રમાત્મક તૃપ્તિ છે. સુખહેતુ નથી પણ કેવળ દુઃખહેતુ જ છે. માટે તેનાથી સુખ માનવું તે ભ્રમમાત્ર જ છે.
तु-पुनः भ्रान्तिशून्यस्य मिथ्यावबोधरहितस्य सम्यग्ज्ञानोपयुक्तस्य स्वतत्त्वाभिमुखस्य तथ्या-सत्या स्वस्वभावाविर्भावानुभवात्मिका तृप्तिः सुखहेतुः । किम्भूता तृप्तिः ? सात्मवीर्यविपाककृत्-आत्मना सह सात्मा, तस्य यद् वीर्यम्, तस्य विपाकः, पुष्टिविशेषः, तं करोतीति कृत् इत्यनेन स्वस्वाभाव्यगुणानुभवोत्था
Page #107
--------------------------------------------------------------------------
________________
૩૦૬
તૃષ્યષ્ટક - ૧૦
तृप्ति: आत्मनः सहजं वीर्यं पुष्टीकरोति, तेन सामर्थ्येन गुणप्राग्भावः, अतो 'गुरुचरणसेवनागमश्रवणतत्त्वग्रहणादिना आध्यात्मिकी तृप्तिः विधेया इत्युपदेशः ॥४॥
જ્ઞાનસાર
પરદ્રવ્યજન્ય તૃપ્તિ તે સાચી તૃપ્તિ નથી પરંતુ બ્રાન્તિ વિનાના જીવને એટલે કે મિથ્યાજ્ઞાન વિનાના અને સમ્યજ્ઞાનના ઉપયોગવાળા તથા પોતાના આત્મતત્ત્વ તરફ રુચિપૂર્વક આગળ વધેલા કંઈક શુદ્ધ આત્માને પોતાના આત્માનો શુદ્ધસ્વભાવ પ્રગટ થવાથી તેના જ ગુણોના અનુભવાત્મક જે તૃપ્તિ છે તે જ સાચી તૃપ્તિ છે અને આ જ તૃપ્તિ સુખનો હેતુ છે. પરદ્રવ્યથી મનની માની લીધેલી તૃપ્તિ દુઃખદાયક છે, પરંતુ પરદ્રવ્યની તૃપ્તિ દુઃખદાયી હોવામાં ઉપરોક્ત પાંચ કારણો છે. તે પાંચ કારણો પોતાના ગુણોના અનુભવરૂપ સાચી તૃપ્તિમાં નથી. બલ્કે તેનાથી વિપરીત કારણો છે. માટે આ આત્મગુણોના અનુભવરૂપ તૃપ્તિ દુ:ખદાયી નથી પણ સુખદાયી છે. અને સંપૂર્ણ સાચી તૃપ્તિ છે.
આત્માના ગુણોના અનુભવાત્મક સુખદાયી તૃપ્તિ કેવી છે ? આવો પ્રશ્ન થાય તો જણાવે છે કે તે તૃપ્તિ સાત્મવીર્યના વિપાકને કરનારી છે. સદા કાળ આત્માની સાથે જ રહેનારું અર્થાત્ આત્માના ગુણસ્વરૂપ એવું જે વીર્ય તે સાત્મવીર્ય કહેવાય છે, તેનો વિપાક એટલે કે તેની પુષ્ટિવિશેષ, દિન-પ્રતિદિન તેની વૃદ્ધિ થવી, તેની ઉત્તેજના થવી તે સાત્મવીર્ય વિપાક, તેને કરનારી આ તૃપ્તિ છે. ભાવાર્થ એવો છે કે - પોતાના સ્વાભાવિક શુદ્ધ-નિર્મળક્ષાયિક-ક્ષાયોપશમિક ભાવના જે ગુણો છે. તે ગુણોના જ અનુભવથી ઉત્પન્ન થયેલી જે તૃપ્તિ છે તે તૃપ્તિ આત્માના સ્વાભાવિક વીર્યગુણને વધારે વધારે પુષ્ટ કરે છે. મજબૂત કરે છે, ઉત્તેજિત કરે છે, સ્ફૂરાયમાન કરે છે અને તે વીર્યને ગુણોમાં જ પ્રવર્તાવે છે.
તેવા પ્રકારનું વીર્ય સ્કુરાયમાન થવાથી દિન-પ્રતિદિન વધારે વધારે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. આ કારણથી ગુરુના ચરણોની સેવા કરવાથી (ગુરુની નિશ્રામાં રહેવાથી), આગમશાસ્ત્રોના શ્રવણથી અને તેમાંથી શુદ્ધતત્ત્વગ્રહણ કરવા આદિથી પ્રાપ્ત થનારી જે આધ્યાત્મિક તૃપ્તિ છે તે જ તૃપ્તિ આ જીવનમાં મેળવવા જેવી છે. આ તૃપ્તિ જ સાચી તૃપ્તિ છે, સુખહેતુ છે અને સાત્મવીર્યવિપાકકૃત્ છે. તથા આત્માનો ઉપકાર-કલ્યાણ કરનારી છે. पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥५॥
ગાથાર્થ :પુદ્ગલો વડે પુદ્ગલો તૃપ્તિ પામે અને આત્મા આત્મગુણો વડે તૃપ્તિ પામે (આ જ ન્યાય અને સાચો માર્ગ છે) તેથી પરદ્રવ્યથી થતી તૃપ્તિનો ભ્રમ જ્ઞાનીને સંભવતો નથી. પી
Page #108
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦
૩૦૭ ટીકા :- “પુત્રેરિતિ'', પુત્રે-શરીરધનવસન મોગનગનાલિમિ:, પુના:शरीरादयः, पुद्गलोपचयरूपां तृप्तिं यान्ति-पुद्गलोपचारवृद्धिं यान्ति । पुनः आत्माअमूर्तज्ञानानन्दरूपः आत्मना-आत्मगुणपरिणामेन ज्ञानचरणानन्दादिना तृप्तिं याति, स्वरूपानुभवरसिकानां स्वरूपास्वादनेन तृप्तिः । पुनः उपदिशति-ज्ञानिनः अनेकान्तानन्तस्वपरपदार्थपरीक्षादक्षस्य तद्भ्रान्तिजन्याभिमानं परतृप्तिसमारोपः, परैःपुद्गलैः तृप्तिः-परतृप्तिः, परतृप्तौ समारोपः-आत्मतृप्तिमान्यतारूप: न युज्यते-न ઘટતે
વિવેચન :- પુલો વડે પુદ્ગલદ્રવ્યો જ પુષ્ટિ-વૃદ્ધિ પામે છે. શરીર, ધન, વસ્ત્ર, ભોજન અને સ્વજનાદિ વડે શરીર, ઈન્દ્રિયો વગેરે પુષ્ટિ પામે છે. ભોજન કરવાથી શરીર અને શરીરની ધાતુઓ પુષ્ટિ પામે છે, વસ્ત્રાદિથી શરીર શોભાને પામે છે, સ્વજનાદિ પણ શરીરની જ ચિંતા અને સારસંભાળ કરનારાં હોય છે. આમ પુદ્ગલો સાથે બીજાં પુદ્ગલો મળીને નાના સ્કંધમાંથી મોટા સ્કંધ બનતા હોય છે. માટે પુદ્ગલોની સાથેનું મીલન પુદ્ગલોનું જ હોય છે અને તે મીલન પુદ્ગલમાં જ શોભા આપનારું છે. આત્માથી પુદ્ગલદ્રવ્ય અને પુગલદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન હોવાથી જેમ ધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાયની સાથે મીલન થતું નથી તેમ આત્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યનું મીલન સંભવતું નથી. શોભારૂપ નથી, પુષ્ટિવૃદ્ધિ કરનારું નથી.
તથા આત્મતત્ત્વ કે જે અમૂર્ત દ્રવ્ય છે અને જ્ઞાનના આનંદસ્વરૂપ છે તે આત્માને તો આત્મતત્ત્વ વડે એટલે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તેના આનંદ સ્વરૂપ પરિણામ વડે તૃપ્તિ (પુષ્ટિ-વૃદ્ધિ) થાય છે. આત્મસ્વરૂપના રસિક જીવોને આત્મસ્વરૂપના આસ્વાદન વડે જ તૃપ્તિ થાય છે. પુદ્ગલના સંયોગ વડે જે તૃપ્તિ થાય છે તે પુદ્ગલાનંદી જીવોને જ થાય છે. તત્ત્વજ્ઞજીવોને તેનાથી તૃપ્તિ થતી નથી.
ઉપરોક્ત વાતના સાર સ્વરૂપે ગ્રંથકારશ્રી આ આત્માને ઉપદેશ આપે છે કે અનેકાન્તવાદપૂર્વક (સ્યાદ્વાદ શૈલિથી) અનંત એવું જે સ્વપદાર્થનું સ્વરૂપ અને અનંત એવું જે પરપદાર્થનું સ્વરૂપ, તે બને સ્વરૂપોની યથાર્થ રીતે પરીક્ષા કરવાની વિધિમાં દક્ષ એવા જ્ઞાની આત્માને પરપદાર્થને (પદ્ગલિક સુખોને અને સ્નેહીજનોને) પોતાના માનવારૂપ તેવા પ્રકારની ભ્રાન્તિજન્ય અભિમાન (ખોટી માન્યતામય અજ્ઞાનતાનું અભિમાન) કરવું ઘટતું નથી. અર્થાત્ ઉચિત નથી. એટલે કે શોભા આપનારું નથી આ બ્રાન્તિજન્ય અભિમાનને જ પરતૃપ્તિસમારોપ કહેવાય છે. પર એટલે કે પુગલાદિ જે પરપદાર્થ, તેના વડે થતી તૃપ્તિમાં
Page #109
--------------------------------------------------------------------------
________________
૩૦૮ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર “આ બધું મારું છે, શરીર મારું, ઘર મારું, ધન મારું” ઈત્યાદિ રૂપે સમારોપ (બ્રમ) જ્ઞાની આત્માને સંભવતો નથી, ઘટતો નથી, ઉચિત નથી.
જેમ પર-સ્ત્રીને પોતાની સ્ત્રી નથી મનાતી, પર-ધનને પોતાનું ધન નથી મનાતું, પરઘરને પોતાનું ઘર નથી મનાતું, તેમ પરપદાર્થોને પોતાના માનવા એ ઉચિત નથી. તે પરપદાર્થોમાં મોહાલ્પતા કરવી ઉચિત નથી. માટે તત્ત્વજ્ઞાની આત્માને ઘર-ધન-વસ્ત્ર-ભોજનસ્વજન વગેરે પર-પદાર્થોમાં મારાપણાની માન્યતારૂપ ભ્રમ કે તેના દ્વારા તૃપ્તિ અથવા આનંદ હોતો નથી.
भावना च सम्यग्ज्ञानी तु यथार्थावबोधी आत्मधर्ममेव आत्मनि अङ्गीकरोति, परं परत्वेनैव वेत्ति, परधर्मं परे स्थापयति, स्वधर्मं स्वत्वे स्थापयति । अतः सम्यग्दृष्टिः पौद्गलिकोपचये न रज्यते । पुद्गलास्वादनेन सुखावभास एव
मिथ्याज्ञानम् । उक्तञ्च
तवइ तवं चरइ चरणं, सुअंपि नवपुव्व जाव अब्भसइ । जा परसुहे सुहत्तं, ता नो सम्मत्तविण्णाणं ॥१॥ પુન: શ્રીહરિમપૂર્વે:सुअवं शीलवं चाई, जिणमग्गायरणारई । परं वा परसंगं वा, धम्मं मन्नड जो जडो ॥२॥ यच्च आत्मनः स्वरूपं सहजं ज्ञानादि, तदेव धर्म इति तत्त्वम् ॥५॥
ટીકાકારશ્રીનો કહેવાનો ભાવાર્થ એવો છે કે - યથાર્થ તત્ત્વનો અવબોધ કરનારો એટલે કે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુને તેવા સ્વરૂપે સમજનારો સમ્યજ્ઞાની મહાત્મા આત્મધર્મને જ (જ્ઞાનાદિ ગુણોને જ) પોતાના આત્મામાં અંગીકાર કરે છે અને તે આત્મધર્મને જ પોતાનું તત્ત્વ છે એમ માને છે. અને પરના ધર્મને (વર્ણ-ગંધ-રસ-સ્પશદિને) પરપણે જ જાણે છે. તે પરના ધર્મને પરમાં જ સ્થાપિત કરે છે અને પોતાના આત્મધર્મને (પોતામાં-) આત્મામાં જ સ્થાપિત કરે છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ આત્મા સ્વદ્રવ્ય, સ્વધર્મ, પરદ્રવ્ય અને પરધર્મ એમ સકલ વસ્તુને જાણે છે. સર્વ વિષયનું જ્ઞાન કરે છે. પરંતુ સ્વધર્મો સ્વમાં અને પરધર્મો પરમાં જ છે એમ યથાર્થ વિભાગ કરીને યથાર્થપણે જાણે છે. પણ સ્વધર્મો (જ્ઞાનાદિ) સ્વમાં અને પરમાં એમ બન્નેમાં છે એવું મિથ્યાજ્ઞાન કરતો નથી તેવી જ રીતે પરધર્મો (વર્ણાદિ) સ્વમાં અને પરમાં એમ બન્નેમાં છે એવું મિથ્યાજ્ઞાન પણ કરતો નથી. કારણ કે
Page #110
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃઢષ્ટક - ૧૦
૩૦૯ આવા પ્રકારનું જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે. પણ સ્વધર્મો સ્વમાં જ છે અને પરધર્મો પરમાં જ છે આવા પ્રકારનું ભેદજ્ઞાન કરીને યથાર્થપણે જાણે છે. શરીરની ચામડી ગોરી હોય તો શરીર રૂપાળું છે એમ માને છે, પણ હું રૂપાળો છું એવું માનતો નથી.
આ કારણથી ધારો કે ચૈત્ર અને મૈત્ર મિત્ર હોય તો ચેત્રનું ધન-ધાન્યાદિ વધ્યું હોય ત્યારે તે ચૈત્ર જેવો ખુશ થાય તેવો મૈત્રમાં ધન-ધાન્યાદિ વધે તો તેનાથી ચૈત્ર ખુશ થતો નથી. કારણ કે તે સમજે છે કે આ ધન-ધાન્યાદિ મારાં નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ મહાત્મા હીરા-માણેક-મોતી-સુવર્ણાદિ પદ્ગલિક પદાર્થોનો ઉપચય (વધારો) થયે છતે રાજી થતો નથી, કારણ કે આ સર્વે પરપદાર્થો છે. મારું સ્વરૂપ નથી, હું સાથે લાવ્યો નથી અને સાથે લઈ જવાનો નથી. માત્ર બે દ્રવ્યોનો સંયોગ થયો છે. આમ સમજીને તે તેમાં રંગાતો નથી. પુગલના પદાર્થોનું આસ્વાદન કરવા દ્વારા “આ સુખ છે, સુખદાયી છે” “તેનાથી હું સુખી છું” આવી સુખબુદ્ધિ કરવી તે જ મિથ્યાજ્ઞાન છે. પરપદાર્થમાં સ્વબુદ્ધિ એ જ મિથ્યાત્વ જાણવું. શાસ્ત્રમાં કહ્યું છે કે -
જે તપને તપે, ચારિત્રને આચરે, નવપૂર્વ સુધીનું શ્રુત પણ ભણે છતાં ના = જ્યાં સુધી પરપદાર્થોના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી સમ્ય વિજ્ઞાન કહેવાતું નથી.”
આત્મા શ્રુતજ્ઞાની હોય, શીલવાન હોય, ત્યાગી હોય, જિનેશ્વરના માર્ગની આચરણા કરવામાં રતિવાળો હોય, પરંતુ પરધર્મને કે પરપદાર્થના સંગને આત્મધર્મ માનતો હોય તો તે જડ (મૂખ) સમજવો. રા.
તેથી આત્માનું જે જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે સ્વાભાવિક સ્વરૂપ છે તેને જ પોતાનાં માનવાં, તે જ મારું છે એમ સમજવું, તેની જ પ્રાપ્તિ કરવી, તેમાં જ આનંદ માનવો, તેમાં જ લયલીન રહેવું તે જ સાચો ધર્મ (આત્મધર્મ) છે આમ જાણવું. પણ
मधुराज्यमहाशाकाग्राह्येऽबाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ॥६॥
ગાથાર્થ - મનોહર ઘી અને ઘણાં શાકોવાળા ભોજનથી અગ્રાહ્ય તથા ગોરસ (દહીદૂધાદિ) વાળા ભોજનથી જે તૃપ્તિ થતી નથી, તે તૃપ્તિ પરમબ્રહ્મમાં છે જેને લોકો જાણતા પણ નથી. અથવા મનોહર રાજ્યની ઘણી આશાવાળા જીવો વડે અગ્રાહ્ય અને વાચાથી અગોચર એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા પણ નથી. All
Page #111
--------------------------------------------------------------------------
________________
તૃષ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર
ટીકા :- “મધુરાજ્યેતિ” યા પરબ્રહ્મણિ-શુદ્ધાત્મનિ-અમૂર્તાનન્તજ્ઞાનધને, તૃપ્તિ: स्वरूपा, शमताऽऽलिङ्गनानन्दचिद्विलासरूपा, जनाः- तत्त्वावलोकननयनविकलाः, तां शुद्धात्यन्तैकान्ताध्यात्मस्वभावानुभवरूपां तृप्तिं जानतेऽपि न, - नैव जानते इति (सा) ज्ञानग्रहणेऽपि नास्ति । अतः कुतोऽनुभवः ? या तृप्तिः मधुराज्यमहाशाकाग्राह्ये पुन: ગોરસાત્ અવાદો મોનને ન, મધુર-આખ્યું-મધુરાષ્યમ્, મહાન્ત: શાળા:-વ્યઙ્ગનાનિ, तैर्ग्राह्ये पुनः गोरसं-दध्यादि तस्माद् अबाह्ये युक्ते एवंविधे भोजने सा तृप्तिः न ।
૩૧૦
કોઈ કોઈ પ્રતોમાં આવો પાઠ પણ છે - મધુર લાગ્યું-મૃત મથુરાળ્યું, મહાન્ત: शाकाः व्यञ्जनानि तैरग्राह्ये पुनः गोरसं दध्यादि, तस्माद् बाह्ये, युक्ते एवंविधे भोजने सा तृप्तिः न ।
વિવેચન :- શુદ્ધ આત્મદશામાં સ્વરૂપનો અનુભવ કરવા સ્વરૂપ જે તૃપ્તિ છે તેને સામાન્ય લોકો જાણતા પણ નથી તો પછી તેનો અનુભવ તો હોય જ ક્યાંથી ? સ્વભાવદશાના આનંદને અનુભવવા સ્વરૂપ જે વાસ્તવિક તૃપ્તિ છે તે અલૌકિક-લોકોત્તર તૃપ્તિ છે. તે તૃપ્તિને સાંસારિક ભોગસુખોથી સરખાવી ન શકાય તેવી છે. કારણ કે ભોગસુખો ક્ષણિક છે, નાશવંત છે, પરાધીન છે. પ્રાપ્તિમાં ઘણાં કષ્ટો આપનારાં છે. સંરક્ષણમાં ચિંતાજનક છે અને છતાં વિયોગકાલે દુઃખદાયી છે. સ્વરૂપદશાનો આનંદ અનંતકાળ સ્થાયિ છે, સ્વાધીન છે. ક્યારેય પણ તેનું સંરક્ષણ કરવું પડતું નથી તથા ક્યારેય પણ તેનો વિયોગ થતો નથી. માટે સ્વભાવ-સુખની તૃપ્તિ ભોગસુખોની તૃપ્તિ સાથે સરખાવી શકાય તેવી નથી. આ વાત આ શ્લોકમાં સમજાવે છે.
અમૂર્ત અને અનંત જ્ઞાનના સમૂહાત્મક એવા શુદ્ધ આત્મતત્ત્વ રૂપ પરમબ્રહ્માત્મામાં જે સ્વરૂપ-સ્વરૂપાત્મક અર્થાત્ શમભાવદશાના આલિંગનાત્મક જે શુદ્ધ આનંદ તથા જ્ઞાનના વિલાસરૂપ (અનુભવરૂપ) જે તૃપ્તિ (વાસ્તવિક પરમ આનંદ) છે. તેને આત્મતત્ત્વને જાણવા રૂપી દિવ્ય નેત્ર વિનાના સામાન્ય જીવો જાણતા પણ નથી. જે તૃપ્તિ શુદ્ધ, અત્યન્ત અને ઐકાન્તિક એવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરવા સ્વરૂપ છે. આવી તૃપ્તિને તત્ત્વજ્ઞાન વિનાના સામાન્ય જીવો શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ જાણી સમજી શકતા નથી, તો પછી તેવા પ્રકારની તૃપ્તિનો અનુભવ તો આવે જ ક્યાંથી ? આવા પ્રકારની આ અલૌકિક (લોકોત્તર-સામાન્ય લોકોથી અભોગ્ય) તૃપ્તિ છે.
સ્વભાવદશાના આનંદરૂપી આ તૃપ્તિને બે વિશેષણોથી સમજાવે છે કે - સ્વભાવદશાના આનંદના અનુભવ રૂપી જે આ સાચી તૃપ્તિ છે તે મનોહર ઘી વાળા અને ઘણાં વ્યંજનો
Page #112
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૧૧
(શાકાદિ ભાવો)વાળા ચક્રવર્તીના ભોજન તુલ્ય ભોજનમાં તથા ગોરસ (દહીં-દૂધ) આદિ શક્તિવર્ધક પદાર્થોથી (અબાહ્ય એટલે) યુક્ત એવા ચક્રવર્તીના ભોજનતુલ્ય ભોજનમાં પણ તે તૃપ્તિ થતી નથી. ચક્રવર્તીતુલ્ય વિશિષ્ટ ભોજનમાં પણ તે તૃપ્તિ થતી (આનંદ થતો) નથી કે જે સ્વભાવ દશાના અનુભવમાં તૃપ્તિ (આનંદ) થાય છે. આ અર્થ પૂ. રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં લખાયેલાં ટીકાનાં પદોના અનુસારે કરેલ છે તે પુસ્તકમાં ‘તñà” અને અવાūયુક્તે આવાં પદો છે. માટે ઉપરોક્ત અર્થ કરેલ છે. કેટલીક પ્રતોમાં તૈધ્રો અને વાઘે યુક્તે આવાં પદો છે. તેથી આવાં પદો જ્યારે લઈએ ત્યારે એ પદોનો અર્થ આવા પ્રકારનો થઈ શકે છે કે મનોહર ઘી વાળા અને ઘણાં વ્યંજનો (શાકો) વાળા ભોજનથી પણ અગ્રાહ્ય તથા દહીં-દૂધાદિ ગોરસના ભોજનથી પણ બાહ્ય = ન જાણી શકાય એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ (આનંદ) છે તે તૃપ્તિ આવા પ્રકારના (ચક્રવર્તીતુલ્ય) ભોજનમાં પણ થતી નથી. બન્ને પુસ્તકોમાં છપાયેલાં પદોનો ભાવાર્થ એક જ છે કે પરમ આત્મદશાના અનુભવમાં જે આનંદ છે તે આવા ભોજનથી ન માપી શકાય તેવો છે. (જુદા જુદા પાઠો હોવાથી અત્યન્ત શુદ્ધ પાઠ કયો ? તે જાણવું અમારા માટે અતિશય દુષ્કર છે. માટે અમે બન્ને પાઠોના અર્થો સંગત કરવા પ્રયત્ન કર્યો છે.)
અથવા મધુરાન્ચમહાશાળાપ્રાદે વાઘે = ગોરમાત્ આ પદનો બીજો અર્થ પણ થાય છે તે ટીકાકારશ્રી પોતે જ સ્પષ્ટ કરે છે કે -
अथवा कथम्भूते ब्रह्मणि ? मधुराज्यमहाशाकाग्राह्ये-मधु-मिष्टं राज्यम्, तत्र महती आशा - इच्छा येषां ते मधुराज्यमहाशाकाः तैः परिग्रहैश्वर्याभिलाषुकैः अग्राह्ये ग्रहीतुमशक्ये, गोरसात् - वाग्रसात् बाह्ये वाचामगोचरे " अप्राप्य मनसा सह" इति વેવોક્તત્વાત્ ‘‘અપવસ્ત્ર પયં નસ્થિ' નૃત્યાત્રાાવનાત્ (આચારાંગધ્રુત-૧, અધ્યયન૫, ઉદ્દેશો-૬, સૂત્ર-૧૭૦) । ëવિધ પરબ્રહ્મળિ-પરમાત્મનિ યા તૃપ્તિ: મા લોન ज्ञायते एव, अत: पुद्गलोपचारसहस्त्रैः सा तृप्तिर्न भवति ॥६॥
અથવા શબ્દ લખીને ટીકાકારશ્રી આ બન્ને પદોને ભોજનનાં વિશેષણ ન બનાવતાં પરાપ્તિ શબ્દનાં વિશેષણ બનાવે છે. મનોહર રાજ્ય (આદિ સાંસારિક સુખો) માં જ વર્તે છે મોટી મોટી આશાઓ જેને એવા જે જીવો એટલે કે પરિગ્રહ અને ભૌતિક ઐશ્વર્યની જ ઘણી મોટી અભિલાષાવાળા અર્થાત્ સંસારરસિક એવા પુદ્ગલાનંદી જીવો વડે અગ્રાહ્ય
૧. પૂ. રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં મૂલશ્લોકમાં શાજાપ્રાો છે અને ટીકામાં તેોિ પુન: છે. માટે કંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે. તૈગ્રાો હોવું જોઈએ.
Page #113
--------------------------------------------------------------------------
________________
૩૧૨ તૃઢષ્ટક - ૧૦
જ્ઞાનસાર જાણવાને અને પ્રાપ્ત કરવાને માટે અશક્ય એવા પરમબ્રહ્મમાં, તથા ગોરસ એટલે વાણીના વિષયથી બાહ્ય, જેનું સ્વરૂપ વાણી દ્વારા સમજી-સમજાવી શકાય તેવું નથી. વાચાથી અગોચર એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ થાય છે. તે તૃપ્તિ સંસારભોગના અભિલાષી જીવો વડે જાણી પણ શકાતી નથી તો પ્રાપ્ત કેમ કરી શકાય ? તથા કેમ અનુભવી શકાય ? આ કારણથી આત્મગુણોની રમણતાની જે તૃપ્તિ છે તે તૃપ્તિ હજારો-લાખો પુદ્ગલના ઉપચારો વડે (પદ્ગલિક સુખો વડે) પણ થઈ શકતી નથી. તેની સાથે માપી શકાતી નથી.
અહીં પરમબ્રહ્મનું શુદ્ધ આત્માનું સ્વરૂપ) જે વાણીથી અગોચર કીધું છે તે બાબતમાં વેદના પાઠની સાક્ષી આપી છે કે વેદમાં (ઉપનિષદમાં) કહ્યું છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે? તો કહે છે કે “મનની સાથે વાણીથી પણ અપ્રાપ્ય છે” અર્થાત્ શુદ્ધ આત્મા મનથી પણ નથી જાણી શકાતો અને વાણીથી પણ નથી જાણી શકાતો, તેનું શુદ્ધસ્વરૂપ કોઈ અલૌકિક જ છે. સામાન્ય લોકથી ગમ્ય નથી. તથા આચારાંગસૂત્રમાં પણ લખ્યું છે કે “મપક્ષ નલ્થિ ?” = પદરહિત-ભાષારહિત એટલે કે વાણીથી અવાચ્ય અર્થાત્ સર્વકર્મના ક્ષયથી મુક્તિમાં ગયેલ શુદ્ધ આત્માના સ્વરૂપને સમજવા-સમજાવવા માટે કોઈ પણ પ્રકારનાં પદોશબ્દો-વાણી સંભવતી નથી. અર્થાત્ વાણીથી અગોચર એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. જે માણે તે જ જાણે. આ રીતે પદ્ગલિક સુખોના રસિક જીવો વડે અગ્રાહ્ય અને વાણીથી બાહ્ય-અગોચર એવા પરમબ્રહ્મસ્વરૂપમાં જે તૃપ્તિ છે તે સામાન્ય લોકો (પુદ્ગલરસિક જીવો) જાણતા પણ નથી તો અનુભવ થવાની વાત તો સંભવે જ ક્યાંથી? આવી પરમતૃપ્તિ છે. દા.
विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरम्परा ॥७॥
ગાથાર્થ - પુગલના સુખો વડે અતૃપ્ત એવા જીવને પાંચ ઈન્દ્રિયોના વિષયોના કલ્લોલો રૂપી વિષના જ ઓડકાર હોય છે. પરંતુ જ્ઞાનમાં તૃપ્ત આત્માને ધ્યાન રૂપી અમૃતના ઓડકારની જ પરંપરા હોય છે. શા.
ટીકા :- “વિષયોff” કૃતિ-તૃપ્ત-સ્વરૂપસ્વાહિતી પુર્તઃ अङ्गरागाङ्गनालिङ्गनादिकैः विषयोर्मिविषोद्गारः स्यात्-भवेत्, विषयः इन्द्रियविलासः स एव विषयोद्गारः प्रकाशः स्यात् । उक्तञ्च -
जह जह पुग्गलभोगो, तह तह वड्डइ विसयं पि कसाई । इंदियसुहा दुहा खलु, अगिज्झा तओ विरत्ताणं ॥१॥
Page #114
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃષ્યષ્ટક - ૧૦
૩૧૩ ज्ञानतृप्तस्य स्वात्मतत्त्वावबोपूर्णस्य ध्यानं-तत्त्वैकत्वम्, तदेव सुधा-अमृतं तस्य उद्गारः तस्य परम्परा श्रेणिर्भवेत् निरामय-निर्मलपरमात्मानुभवः तृप्तेः लक्षणमेतत् तत्त्वभावना-तत्त्वज्ञान-तत्त्वध्यानामृतोद्गारपरम्परावृद्धिः ॥७॥
વિવેચન :- આ સંસારમાં જીવો બે પ્રકારના હોય છે. એક પુદ્ગલાનંદી કે જેને બહિરાત્મા કહેવાય છે. પુગલની સાથેના ભોગસુખો જ માણનારા અને તેમાં જ સુખ છે આવી બુદ્ધિવાળા, અને બીજા આત્માનંદી કે જેને અંતરાત્મા કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણોમાં જ આનંદ માનનારા અને તેમાં જ સુખ-બુદ્ધિવાળા. આ બન્ને પ્રકારના જીવોમાં જે પુદ્ગલાનંદી જીવો છે તે આત્માના સ્વરૂપનો જે પારમાર્થિક આનંદ છે તેનાથી રહિત છે. આ
જીવોએ ગુણોના આનંદનો સ્વાદ ક્યારેય ચાખ્યો જ નથી. તેથી જ અંગરાગ (શરીરની ટાપટીપ કરવી, શોભા કરવી) અને અંગનાનું આલિંગન કરવું (સ્ત્રી સાથેના ભોગના વ્યવહારો કરવા) ઈત્યાદિ પાંચ ઈન્દ્રિયોની સાથેના પૌલિક સુખો માણવા રૂપ વિષયોના તરંગો રૂપી વિષ જ તેમના મનમાં અને વચનમાં ચાલતું હોય છે.
મનમાં વિચારો પણ વિષયોના જ અને લોકોની સાથેની વાતચીતમાં પણ વિષયસુખોની જ વાતો કરતા આ જીવો પોતાનો સમય તેમાં જ ગાળે છે. જેણે વિષ પીધું હોય તેને વિષના જ ઓડકાર આવે છે તેમ આ જીવોને ભોગસુખોમાં જ પ્રીતિ હોય છે તેથી નિરંતર પુલના જ સુખ-દુઃખની વાતો કરવા સ્વરૂપ વિષયોના તરંગો રૂપી વિષના જ ઓડકારો ચાલુ હોય છે. તેનાથી તે ક્યારેય ધરાતા નથી, તૃપ્ત થતા નથી. નાના ઘરમાંથી મોટું ઘર બનાવે, થોડા દાગીનામાંથી ઘણા દાગીના બનાવે. સામાન્ય જીવનમાંથી રાજાપણું ઈચ્છ, રાજાપણામાંથી ચક્રવર્તીપણું ઈચ્છે અને ચક્રવર્તીપણામાંથી ઈન્દ્રપણું ઈચ્છે. આમ સદા ભોગસુખોથી અતૃપ્ત એવા આ જીવો પદ્ગલિક પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોના કલ્લોલોની અભિલાષા કરવા રૂપી વિષ ઓકનારા-માઠા ઓડકારો વાળા હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
જેમ જેમ પોલિક સુખનો ભોગ થાય છે તેમ તેમ વિષયોની વાસના અને તેના અંગેના કષાયો અવશ્ય વધે જ છે. માટે જ ઈન્દ્રિયોનાં સુખો દુઃખરૂપ જ છે તેથી વૈરાગી આત્માઓને તે સુખો અગ્રાહ્ય છે. અર્થાત્ ત્યાજ્ય છે.”
હવે જે આત્માઓ આત્માનંદી છે, અંતરાત્મમય છે, જ્ઞાનાદિ ગુણોના જ રસિયા છે, પોતાના આત્મતત્ત્વના અવબોધથી પરિપૂર્ણ રીતે જે ભરપૂર છે તેવા આત્માઓને જ્યારે જુઓ ત્યારે ધ્યાનરૂપી (તત્ત્વની સાથેની એકતારૂપી) અમૃતના ઓડકારની પરંપરા હોય છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૩૧૪ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર તેઓના મનમાં વિષયભોગના વિચારોને બદલે તત્ત્વના જ વિચારો પ્રવર્તતા હોય છે. વાણીમાં
જ્યાં જાય ત્યાં અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે આત્મતત્ત્વના ગુણો પ્રાપ્ત કરવાની અને તેના સંબંધી જ ધર્મચર્ચા કરતા હોય છે. આ રીતે આત્મતત્ત્વની સાથે એકતામય ધ્યાનરૂપી અમૃતના જ મીઠા ઓડકારોની પરંપરા ચાલતી હોય છે. ક્યાં માઠા ઓડકારોની પરંપરા? અને ક્યાં મીઠા ઓડકારોની પરંપરા? ક્યાં વિષયોના તરંગો રૂપી વિષના ઓડકાર? અને ક્યાં તત્ત્વની એકાગ્રતા રૂપ અમૃતના ઓડકાર?
નિરામય (એટલે કે બાહ્ય અસાતાદિ રોગો અને અત્યંતર રાગ-દ્વેષાદિ મોહના રોગોથી રહિત) અને મોહનીયાદિ ઘાતી કર્મોનો વિશિષ્ટ ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ આવવાથી અત્યન્ત નિર્મળ એવા પરમ આત્મતત્ત્વનો અનુભવ થવાથી જે અખંડઅપરિમિત તૃપ્તિ થાય છે તેનું આ લક્ષણ છે. આત્મતત્ત્વની વિચારણા-આત્મતત્ત્વનું જ જ્ઞાન અને આત્મતત્ત્વનું જ ધ્યાન એમ તત્ત્વજ્ઞાન રૂપી અમૃતના જ ઓડકારોની પરંપરાની વૃદ્ધિ થાય છે.
વિષયભોગોની ચર્ચા વિષતુલ્ય છે અને તત્ત્વચર્ચા અમૃતતુલ્ય છે. પુદ્ગલાનંદી જીવો વિષયભોગની કથા-વાર્તા રૂપી વિષમય વાતાવરણમાં જીવન બરબાદ કરે છે અને આત્માનંદી જીવો આત્મતત્ત્વની ચર્ચા રૂપી અમૃતમય વાતાવરણમાં જીવન સફળ કરે છે. llll
सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥८॥
ગાથાર્થ - ઈન્દ્ર અને કૃષ્ણ આદિ રાજાઓ વિષયોથી અતૃપ્ત થયા છતા ક્યારેય સુખી નથી. પરંતુ આ લોકમાં રાગાદિ કષાયો વિનાના કેવળ એક મુનિ જ જ્ઞાનદશામાં તૃપ્ત થયા છતા સુખી છે. ટા
ટીકા :- “મુશ્વિનો તિ', હો ! રૂતિ સર્વે, રૂદ્રોપેન્દ્રા:, રૂ-શ उपेन्द्रः-कृष्णः इत्यादयः अनेके न सुखिनः-सुखमयाः न । कथम्भूता इन्द्रोपेन्द्रादयः ? विषयातृप्ताः-विषयैः मनोजेन्द्रियसंयोगैः, अतृप्ताः अनेकवनिताविलासषड्सग्राससुरभिकुसुमवासरम्यावासादिभिः मृदुशब्दाकर्णनवर्ण्यवर्णावलोकनैः सङ्ख्येयासङ्ख्येयकालभोगैः अतृप्ताः न च एते तृप्तिहेतवः । असदारोप एवायं लोके-चतुर्दशरज्ज्वात्मके अनन्तसकर्मजीवात्मके एकः भिक्षुः आहारागृध्नः संयमयात्रार्थं भिक्षणशीलः નિષ્પરિક પુરવી ગતિ | જ્ઞાનં-સ્વરૂપાવવોથઃ, તેર તૂત, નિરઃ
Page #116
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃઢષ્ટક - ૧૦
૩૧૫ रागाद्यञ्जनश्यामतारहितः, स्वधर्मभोगवत्त्वात् । “यद्वस्तुनि यो धर्मो न भवति ततो (૪) ન નીયતે” | ૩વતરું વિશેષાવશ્ય -
| વિવેચન - ગો આવું શ્લોકમાં લખેલું પદ આશ્ચર્ય અર્થમાં છે. ઈન્દ્ર અને કૃષ્ણ વગેરે અનેક રાજા-મહારાજાઓ મનગમતાં પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખો મળવા છતાં તેનાથી સંતોષ નહીં પામેલા, હજુ અધિક અધિક સુખો પ્રાપ્ત કરવાની લાલસામાં જ રાચતા, અનેક સ્ત્રીઓની સાથેના સ્પર્શનેન્દ્રિયના ભોગવિલાસો માણવા છતાં, છએ રસવાળાં વિવિધ ભોજનો રસનેન્દ્રિયથી કરવા છતાં, સુગંધી પુષ્પોની સુવાસથી રમણીય પ્રાસાદોમાં આવાસ કરવા છતાં, સુંદર સંગીત દ્વારા કોમળ શબ્દોને સાંભળવા છતાં અને દેખવા લાયક ભવ્ય પદાર્થોના રૂપોનું અવલોકન કરવા છતાં પણ આવાં શ્રેષ્ઠ ભોગસુખો સંખ્યાત-અસંખ્યાત કાળ ભોગવવા છતાં પણ તેનાથી સંતોષ નહીં પામતા આવા રાજા-મહારાજાઓ પણ મનથી સુખી નથી, હજુ વધુ મળે તો સારું, હજુ વધુ મળે તો સારું, એમ સદાકાળ ભોગોની ભૂખથી પીડાતા જ રહે છે. જેમ ઈન્જન આપે છતે અગ્નિ ક્યારેય તૃપ્ત થતો નથી એમ વિષયસુખો મળે છતે ઈન્દ્રિયો ક્યારેય તૃપ્ત થતી નથી. આ ઈન્દ્રિયો વિષયોની પ્રાપ્તિ માટે કાયમ ભિખારી જ હોય છે. કાયમ વિષયોથી અતૃપ્ત જ રહે છે. પાંચ ઈન્દ્રિયોના આ વિષયો એ તૃપ્તિનું કારણ જ નથી પરંતુ અતૃપ્તિ જ વધારનારા છે. જેમ ખણજ એ ખસના રોગને મટાડવાનો ઉપાય નથી પણ વધારવાનો જ હેતુ છે. તેમ આ વિષયો પણ તેવા જ છે. ઝાંઝવાના જળમાં જેમ જળ નથી છતાં જળની ભ્રમાત્મકબુદ્ધિ જ કરાવે છે. તેમ આ વિષયભોગોમાં સુખ નથી પણ અજ્ઞાનતાથી અને મોહદશાથી તે વિષય ભોગો જીવને સુખનો ભ્રમમાત્ર જ કરાવે છે. આમ આ અસદારોપ જ છે. સુખની મિથ્યા કલ્પનામાત્ર જ છે. સુખ નથી પણ સુખનો ભ્રમમાત્ર જ છે.
અનંતાનંત સંસારી સકર્મક જીવોથી ભરપૂર ભરેલા ચૌદ રજૂ આત્મક આ લોકાકાશમાં આહારાદિ પદાર્થોમાં સર્વથા આસક્તિ વિનાના તથા કેવળ સંયમયાત્રાના નિર્વાહ માટે જ મિક્ષાવૃત્તિથી આહારગ્રહણના સ્વભાવવાળા સર્વથા પરિગ્રહ (મમતા-મૂછો) વિનાના એવા એક ભિક્ષુ (મુનિ) જ સુખી છે. કારણ કે તે મહાત્મા આત્મતત્ત્વનો અવબોધ કરવા રૂપી જ્ઞાનગુણ વડે જ અતિશય તૃપ્ત બનેલા છે અને રાગ-દ્વેષ આદિ દોષો રૂપી અંજન (કાજળ)ની કાળાશ વિનાના છે. પરદ્રવ્યના ભોગોની અભિલાષા વિનાના છે. માત્ર આત્માના ગુણાત્મક જે સ્વધર્મો છે તેનો જ ઉપભોગ કરવાના અર્થી આ મહાત્મા છે. માટે સુખી છે. જે જે પરદ્રવ્યના ભોગી હોય છે, તે સદા અતૃપ્ત થયા છતા દુઃખી હોય છે અને જે જે મહાત્મા સ્વદ્રવ્યના ગુણોના ઉપભોક્તા હોય છે. તે તે ચિંતા વિનાના હોવાથી રાગાદિ કષાયો
Page #117
--------------------------------------------------------------------------
________________
૩૧૬ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર વિનાના અને દોષો વિનાના હોય છે. મૂછ-આસક્તિ-મમતા વિનાના તથા પરદ્રવ્ય પ્રત્યેની પરિણતિ જ ત્યજેલી હોવાથી પોતાના ગુણોની રમણતાના આનંદમાં જ લયલીન થયા છતા અત્યન્ત સુખી હોય છે.
“જે વસ્તુમાં જે ધર્મ હોતો નથી તે વસ્તુથી તે ધર્મ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી” જેમકે રેતીમાં તેલ નથી તો તે રેતીમાંથી ક્યારેય તેલ નીકળતું નથી. તેવી જ રીતે પદ્રવ્યના ઉપભોગમાં તૃપ્તિ નામનો ધર્મ જ નથી, અતૃપ્તિ જ છે. તો પછી પરદ્રવ્યના ઉપભોગવાળા જીવને પરદ્રવ્યથી તૃપ્તિ થાય જ કેમ ? શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે
जत्तोच्चिय पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं, तो पुण्णफलं ति दुक्खंति ॥२००५॥ विसयसुहं दुक्खं चिय, दुक्खप्पडियारओ तिगिच्छव्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ सायासायं दुक्खं, तव्विरहम्मि अ जओ सुहं तेणं । देहिदिएसु दुक्खं, सुक्खं देहेंदियाभावे ॥२०११॥
ગાથાર્થ - હે સૌમ્ય ! પાંચ ઈન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષ સુખ દેખાય છે તે સુખ નથી પણ દુઃખ જ છે. માત્ર તે સુખ તે કાલે દુઃખનો પ્રતિકારમાત્ર કરનાર છે. તેથી પુણ્યકર્મનું ફળ પણ દુઃખ જ છે. /૨૦૦પી.
જેમ ચિકિત્સા (દવા) કરવી કે કરાવવી તે સુખરૂપ નથી પણ પીડાને રોકનાર માત્ર છે માટે કરવી-કરાવવી પડે છે. પણ કરાવવી ગમતી નથી, ક્યારે દવા છુટે એમ ઈચ્છા હોય છે, તેથી દવા લેવી એ સુખરૂપ નથી પણ પીડાનો પ્રતિકાર છે તેથી કરવી કરાવવી પડે છે તેની જેમ પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો સુખ નથી, દુઃખ જ છે. દુઃખનો પ્રતિકાર કરનાર માત્ર છે. તેથી તેમાં સુખનો ઉપચાર કરાયો છે. પણ સાચું સુખ બીજે ક્યાંક છે અને જો સાચું સુખ બીજે ક્યાંક હોય તો જ ઉપચાર થાય છે. અન્યત્ર સાચું સુખ જો ન હોય તો આ ઉપચાર પણ થઈ શકતો નથી. /૨૦૦૬ll
આ કારણે સાતા અને અસાતા બને દુઃખરૂપ જ છે. તેના વિરહમાં જ સાચું સુખ છે. દેહ અને ઈન્દ્રિયો હોતે છતે તેના સંબંધમાં બધુ દુઃખ જ હોય છે. દેહ અને ઈન્દ્રિયોના અભાવમાં જ સાચું સુખ હોય છે. ૨૦૧૧||
Page #118
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦
૩૧૭ इति सातासातयोर्विपाकभेद एव, न त्वावरणे । अव्याबाधावरणत्वं तु उभयोरपि । यच्च स्वगुणान् घातयति तदुदयः कः सुखत्वेनोररीकुरुते ? इत्यात्मनः ज्ञानानन्दानुभवा तृप्तिः प्रशस्या, नौपाधिकी । इत्यनेन तया एव (तQच्या एव) सम्यग्दर्शनिनः स्तुवन्ति अर्हन्तम्, पूजयन्ति परमात्मानम्, देशविरता अपि सामायिकपौषधोपवासिनः आत्मानुभवलवास्वादनार्थमेव तिष्ठन्ति एकान्ते, मुनयस्तन्निष्पादनाय त्यजन्ति पञ्चाश्रवान्, तद्विघाताय गृह्णन्ति भीष्मग्रीष्मतप्तशीलातापातापनाम्, शिशिरहिमनिशाकरकराभिघातक्षुब्धा वसन्ति निर्वसना वने, स्वाध्यायन्ति आगमव्यूहान्, क्षमादिधर्मद्वारा भावयन्ति आत्मानम्, तत्त्वज्ञानेन आरोहन्ति गुणश्रेणिशृङ्गे, चिन्तयन्ति तत्त्वैकत्वं, तत्त्वसमाध्यर्थमेव प्राणायामादिप्रयासः जिनकल्पादिकल्पः इति सा (स्व) स्वभावानुभवतृप्तिः सर्वैरभ्यस्या ॥८॥
ઉપર કહેલી વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓના અર્થ વિચારતાં સમજાય છે કે સાતા અને અસાતા એ બન્ને પુણ્ય અને પાપ કર્મોના ફળનો જ ભેદ છે. એક પુણ્યકર્મનો વિપાક છે અને બીજો પાપકર્મનો વિપાક છે. પણ આખરે બન્ને કર્મોનાં જ ફળ છે. તેથી બન્ને દુઃખ જ છે. વળી આ બન્ને કર્મો એ ગુણોનાં આવરણીયકર્મો નથી. જેમ જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનગુણનું આવારક કર્મ છે. તેવું આ કર્મ ગુણોનું આવારકકર્મ નથી કે જેથી તેનો ક્ષયોપશમભાવ થવાથી સુખગુણની પ્રાપ્તિ થાય. આ બન્ને ઔદયિકભાવ પામે તેવાં કર્મો છે. તે બન્નેના ઉદયથી અનુક્રમે સાંસારિક સાનુકૂળતા અને સાંસારિક પ્રતિકૂળતા માત્ર મળે છે તે બને પણ આત્માને બંધનરૂપ હોવાથી રાગ અને દ્વેષાત્મક મોહ ઉત્પાદક હોવાથી દુઃખ જ છે. આત્માનો “અવ્યાબાધ સુખ” નામનો જે ગુણ છે તેનો નાશ તો બન્ને કર્મો કરે જ છે. તેથી બન્ને દુઃખરૂપ જ છે. જે કર્મો આત્માના ગુણોનો ઘાત કરે, તે કર્મોના ઉદયને કોણ સુખરૂપે સ્વીકારે ? સાંસારિક સાનુકૂળતા આપનારી સાતાવેદનીય અને સાંસારિક પ્રતિકૂળતા આપનારી અસાતા વેદનીય આ બન્ને કર્મો આત્માના અવ્યાબાધ સુખ નામના ગુણનો ઘાત કરે છે તો પછી તેને સુખરૂપે કેમ સ્વીકારાય? માટે આ આત્માને જ્ઞાનના આનંદના અનુભવથી જન્ય જે તૃપ્તિ છે. તે જ સાચી છે અને પ્રશંસનીય છે. તે જ યથાર્થતૃપ્તિ છે. પુદ્ગલના સંયોગાત્મક ઉપાધિજન્ય જે તૃપ્તિ છે તે પરાધીન હોવાથી, નાશવંત હોવાથી મોહોત્પાદક હોવાથી અને બંધનરૂપ હોવાથી સાચી તૃપ્તિ નથી.
આ કારણથી સમ્યગ્દષ્ટિ આત્માઓ આત્મગુણોના અનુભવાત્મક જે સાચી તૃપ્તિ છે તે તૃપ્તિ પ્રાપ્ત કરવાના કારણે જ (તે સાચી તૃપ્તિની જ રુચિ હોવાથી) આવા પ્રકારના
Page #119
--------------------------------------------------------------------------
________________
૩૧૮ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર અનંતગુણોને પામેલા અરિહંત પરમાત્માની સ્તુતિ કરે છે, પ્રગટ ગુણોવાળા પરમાત્માને પૂજે છે, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા પણ સામાયિક, પૌધષોપવાસ આદિ વ્રત પાલન કરવા દ્વારા આત્માના ગુણોના અનુભવ રૂપ લવના આસ્વાદ માટે જ એકાન્તમાં (ઘર છોડીને ઉપાશ્રયાદિ એકાન્ત સ્થાનોમાં) વસે છે. અને જે મુનિ પુરુષો છે તે આત્મગુણોના અનુભવાત્મક તૃપ્તિ મેળવવા માટે જ પ્રાણાતિપાત-મૃષાવાદ આદિ પાંચ આશ્રવોને ત્યજે છે. તે પાંચ આશ્રવોના નાશ માટે (ભૂતકાળમાં સેવેલા પાંચ આશ્રવોથી બંધાયેલા કર્મોનો નાશ કરવા માટે) ભયંકર એવી ગ્રીષ્મઋતુથી તપેલી શિલાના તાપની આતાપના લે છે. શિશિરઋતુમાં હિમ જેવા અત્યન્ત શીતળ ચંદ્રમાનાં કિરણોના અભિઘાતથી (સ્પર્શથી) ક્ષોભ પામવા છતાં વસ્ત્ર વિનાના થઈને વનમાં વસે છે. નિરંતર આગમશાસ્ત્રોના સમૂહનો અભ્યાસ કરે છે. ક્ષમા, માર્દવતા, આર્જવતા વગેરે આત્મધર્મોના ચિંતન દ્વારા આત્માની ભાવના ભાવે છે. સુક્ષ્માતિસુક્ષ્મ તત્ત્વજ્ઞાન મેળવવા દ્વારા ગુણોની શ્રેણીના શિખર ઉપર ચઢે છે.
આત્મતત્ત્વની એકતાનો વિચાર કરે છે. આત્મતત્ત્વની ચિંતવનામાં સંપૂર્ણ સમાધિ રહે તે માટે પ્રાણાયામ વગેરેના પ્રયાસો આચરે છે તથા જિનકલ્પાદિ આચારોની તુલ્ય આચારોનું સેવન કરે છે. માટે પોતાના સ્વભાવના અનુભવથી થનારી જે તૃપ્તિ છે તે તૃપ્તિનો સર્વ જીવોએ અભ્યાસ કરવો જોઈએ. આ જ તૃપ્તિ મેળવવા આત્માર્થી જીવોએ લક્ષ્ય રાખવું જોઈએ. આ જ તૃપ્તિ સાચી તૃપ્તિ છે અને આત્માનું કલ્યાણ કરનારી છે.
તૃયષ્ટક સમાપ્ત
Page #120
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૩૧૯
નિર્લેપાષ્ટક-૧૧ ॥ अथ एकादशं निर्लेपाष्टकम् ॥
अथ अलिप्तस्य तत्त्वसमाधिर्भवति, पूर्णानन्दतृप्तिरपि अलिप्तस्य, तेन निर्लेपाष्टकं प्रस्तूयते । चेतनस्य सकलपरभावसंयोगाभावेन व्याप्यव्यापकग्राहककर्तृत्वभोक्तृत्वादिशक्तीनां स्वभावावस्थानं निर्लेपः । नामतो निर्लेपः अभिलाप्यात्मकः जीवाजीवानाम्, स्थापनानिर्लेपः निर्ग्रन्थाकारादिः, द्रव्यनिर्लेपः कांस्यपात्रादिः तद्व्यतिरिक्तः, शेषस्तु पूर्ववत्, भावनिर्लेपः जीवाजीवभेदाश्च, अजीवो धर्माधर्माकाशादिः, जीवस्तु समस्तविभावाभिष्वङ्गरहितः मुक्तात्मा,
જે આત્મા સાંસારિક ભાવોથી અલિપ્ત હોય છે તેને જ તાત્ત્વિક (સાચી) સમાધિ પ્રાપ્ત થાય છે. કારણ કે સાંસારિક સર્વે ભાવો ઉપાધિવાળા છે અને જીવને આકુળવ્યાકુળ કરનારા છે. તે ભાવોથી દૂર દૂર રહેનારો આત્મા જ સાચી સમાધિ મેળવી શકે છે. એવી જ રીતે આત્માના ગુણોના પૂર્ણાનંદની તૃપ્તિ પણ પીદ્ગલિક ભાવોથી દૂર રહેનારા એવા અલિપ્ત આત્માને જ થાય છે. તેથી હવે નિર્લેપાષ્ટક લખાય છે.
પ્રશ્ન :- નિલેપ એટલે શું? નિર્લેપ કોને કહેવાય?
ઉત્તર :- આ આત્મા અનાદિકાળથી પરભાવની સાથે એટલે કે અન્ય જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવથી (એકમેક થઈને) વર્તે છે. ગ્રાહકતા, કર્તતા અને ભોક્નતા આદિ આત્માની જે શક્તિઓ છે. તે શક્તિઓને આ આત્મા અન્ય દ્રવ્યમાં જ જોડે છે. તેને બદલે સકલ એવા પરભાવોના સંયોગનો અભાવ કરીને આ આત્માની વ્યાપ્યવ્યાપક્વાશક્તિ, ગ્રાહકતાશક્તિ, કર્તુતાશક્તિ અને ભોક્નતાશક્તિ આદિ જે જે શક્તિઓ છે તે શક્તિઓને વિભાવદશામાંથી રોકીને સ્વભાવદશામાં જોડવી તેને નિર્લેપતા કહેવાય છે. આ જીવ પોતાના પરિવારને, ઘરને અને ધનને મારું મારું માનીને ચાલે છે, તેમાં જ વ્યાપ્ત થઈને (રંગાઈને) ચાલે છે. તેને જ વધારવાની લગની લાગી છે. તેના સુખે પોતાને સુખી અને તેના દુઃખે પોતાને દુઃખી આ જીવ માને છે. તેને જ કરવાપણાનો અને ભોગવવાપણાનો પરિણામ રાખે છે. આ સઘળી લેપદશા છે. અન્યદ્રવ્યની સાથે મારાપણાનો જે પરિણામ છે તે સમસ્ત લિપ્તતા છે. તેનો સર્વથા સંયોગ ત્યજીને આત્માની જે સ્વભાવદશા (ગુણાત્મકદશા) છે તેમાં જ વ્યાપ્ત થઈ જવું, તેને જ ગ્રહણ કરવું, તેને જ વધારવું અને તેને જ ભોગવવું આ સઘળી નિર્લેપદશા છે. આત્માનું પરભાવદશામાંથી છૂટીને સ્વભાવદશામાં લીન થવું તે નિર્લેપતા કહેવાય છે. નિર્લેપ આત્માને જ પૂર્ણ આત્મ આનંદની તૃપ્તિ થાય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૩૨૦
નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર
નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવના ભેદથી તેના ચાર ભેદો છે. જીવ અથવા અજીવનું “નિર્લેપ” આવું નામ પાડવું, નિર્લેપ આવા પ્રકારના નામનો અભિલાપ કરવો તે નામનિર્લેપ. સાંસારિક ભાવોથી અલિપ્ત એવા જે નિર્ચન્દમુનિ હોય છે, તે નિરૈન્યમુનિની છબી-પ્રતિમા આકારાદિ તે સ્થાપનાનિર્લેપ કહેવાય છે. દ્રવ્યનિર્લેપના આગમથી અને નોઆગમથી બે ભેદ છે, તથા નોઆગમના જ્ઞશરીર-ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ ભેદ છે. તેમાં કાંસાનાં પાત્ર વગેરે, જે અન્ય દ્રવ્યથી લેવાતાં નથી તે તદ્ગતિરિક્ત દ્રવ્યનિર્લેપ નામનો ત્રીજો ભેદ જાણવો. બાકીના જ્ઞશરીર અને ભવ્યશરીર આદિ ભેદો પૂર્વની જેમ સમજી લેવા. જીવ અને અજીવના જે ભેદો છે તે ભાવથી નિર્લેપ જાણવા. અજીવના ભેદમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયાદિ જાણવા. આ સઘળાં દ્રવ્યો એક જ આકાશક્ષેત્રમાં સાથે રહે છે છતાં ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય નથી બનતું અને અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય નથી બનતું, એવી જ રીતે અધર્મદ્રવ્ય આકાશદ્રવ્ય નથી બનતું અને આકાશદ્રવ્ય ધર્મ-અધર્મ નથી બનતું અન્ય દ્રવ્યસ્વરૂપે નથી બનતું તે બધા ભાવનિર્લેપના ભેદ જાણવા.
આ જીવ અન્ય દ્રવ્ય સાથે એટલે કે કર્મ અને શરીર સાથે લેપાયેલો છે મોહના ઉદયથી અન્ય પદાર્થોની સાથે મારાપણાના પરિણામથી લેપાયેલો છે. તેથી સમસ્ત એવી વિભાવદશાની આસક્તિથી રહિત જ્યારે બને છે. મુક્તિગત શુદ્ધ આત્મા થાય છે ત્યારે ભાવનિર્લેપ કહેવાય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપા સમજાવ્યા. હવે આ નિર્લેપતા ઉપર સાત નયો સમજાવાય છે.
नयैस्तु द्रव्यपरिग्रहादिष्वलिप्तः नैगमेन, सङ्ग्रहेण जीवो जात्या अलिप्तः, व्यवहारेणालिप्तो द्रव्यतस्त्यागी', शब्दनयेन सम्यग्दर्शनसम्यग्ज्ञानपरिच्छिन्नपरभावपरित्यागी तन्निमित्तभूतानि धनस्वजनोपकरणानि तेष्वनासक्तः, समभिरूढेन अर्हदादिनिमित्तैर्बहुतरैः परिणमनैरलिप्तत्वात् क्षीणमोहो जिनः केवली चालिप्तः, एवम्भूतेन सिद्धः सर्वपर्यायैरलिप्तत्वात् । (૧) નૈગમનય : દ્રવ્યભૂત ધન-ધાન્ય આદિ બાહ્ય-પરિગ્રહની અંદર જે આત્મા એકરૂપ
નથી તે નૈગમનયથી અલિપ્ત.
૧. આ પાઠમાં શ્રી રમ્યરેણુસંપાદિત પુસ્તકમાં કે પ્રતોમાં ઋજુસૂત્રનય લખેલો દેખાતો નથી. પરંતુ જ્યાં
ક્રમશઃ સાત નયો કહેવાય છે ત્યાં ઋજુસૂત્રનય હોવો જોઈએ. લહીઆઓથી લખવો છુટી ગયો હશે એમ માનીને લખીએ છીએ કે ઋગસૂત્રે નિર્લેપપરિપામવાનું ત્યાગી. જેમ વ્યવહારનયથી દ્રવ્યથી ત્યાગીને નિર્લેપ કહેવાય છે તેમ ઋજુસૂત્રનયથી નિર્લેપતાના પરિણામવાળા ત્યાગીને નિર્લેપ કહેવાય.
Page #122
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧
૩૨૧ (૨) સંગ્રહનય : જીવ પોતાની અનાદિકાલીન શુદ્ધજાતિથી પરદ્રવ્ય સાથે જે અલિપ્ત છે.
જીવ ક્યારેય અજીવ થતો નથી. જાતિ બદલાતી નથી. તે સંગ્રહનયથી અલિપ્ત. (૩) વ્યવહારનય : માત્ર દ્રવ્યથી (બાહ્યભાવથી) સાંસારિક નવવિધ પરિગ્રહ ત્યજીને જે
મુનિ બન્યા છે તે વ્યવહારનયથી અલિપ્ત. (૪) ઋજુસૂત્રનય : જે સાંસારિક નવવિધ પરિગ્રહના ત્યાગી બન્યા છે અને મનથી પણ
નિર્લેપ પરિણામવાળા છે તે ઋજુસૂત્રનયથી અલિપ્ત. (૫) શબ્દનય ઃ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એમ બન્નેથી યુક્ત, પરભાવના ત્યાગી
તથા પરભાવદશાના નિમિત્તભૂત એવાં ધન-સ્વજન તથા જે ઉપકરણો છે તેમાં
આસક્તિ વિનાનો જે આત્મા તે શબ્દનયથી અલિપ્ત. (૬) સમભિરૂઢનય : આત્માના નિર્મળ પરિણામ થવામાં નિમિત્તભૂત અર્થાત્ ઉપકારી
એવા અરિહંત પરમાત્મા આદિ બહુપ્રકારના બાહ્ય શુભ નિમિત્તોમાં પણ જે અલિપ્ત ભાવવાળા છે એવા ક્ષીણમોહગુણસ્થાનકવાળા અને કેવલી પરમાત્મા તે સમભિરૂઢનયથી અલિપ્ત. એવંભૂતનય : પુણ્યકર્મની ૪૨ પ્રકૃતિઓના ઉદયથી થયેલા સુખદાયી શુભપર્યાયો અને પાપકર્મની ૮૨ પ્રકૃતિઓના ઉદયથી થયેલા દુઃખદાયી અશુભપર્યાયો એમ સર્વ ઔદયિકપર્યાયો તથા ઉદયમિશ્ર ક્ષાયોપથમિક ભાવના પર્યાયોથી જે અલિપ્ત છે. કર્મજન્ય સર્વ પર્યાયોથી જે અલિપ્ત એવા સિદ્ધ પરમાત્મા તે એવંભૂતનયથી અલિપ્ત.
वाचनान्तरे तु नैगमालिप्तः अंशत्यागी नैगमाकाररूपेण, सङ्ग्रहेण सम्यग्दर्शनासत्तया आत्मानं सर्वथा विभक्तत्वात्, व्यवहारेण तच्छ्रद्धया अप्रशस्तरागादिलेपत्यागात्, ऋजुसूत्रस्तु सन्निमित्तादिष्वरक्तत्वेनावलम्बनात्, शब्दतः अभिसन्धिजवीर्यबुद्धिपूर्वकोपयोगस्य रागादिषु अपरिणमनात् । समभिरूढतः सर्वचेतना सर्वजीवस्य विभावाश्लेषरहितत्वात्, एवम्भूततः पूर्वाभ्यासचक्र-भ्रमादिभवोपग्राहिसर्वपुद्गलसङ्गरहितस्य सिद्धस्य निर्लेपत्वम् । पुनर्निक्षेपत्रये नयचतुष्टयम्, भावनिक्षेपे पर्यायालिप्तत्वेन "अन्तिमनयत्रयमिति" तत्त्वार्थवृत्तेराशयः, अत्र भावसम्यक्साधकनिर्लेपाधिकारः ।
બીજી વાચનાના આધારે (અન્ય કેટલાક બીજા ગ્રંથોના કથનને અનુસારે) અહીં ભિન્ન રીતે પણ સાત નો ઘટાવાય છે. તે આ પ્રમાણે છે -
Page #123
--------------------------------------------------------------------------
________________
૩૨૨ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર (૧) નૈગમનય : કોઈપણ એક અંશનો ત્યાગ કરનારો આત્મા, જે અંશનો ત્યાગ કરે છે તે અંશની અપેક્ષાએ અલિપ્ત કહેવાય છે. આ નૈગમનયથી અલિપ્ત જાણવો. જેમ કે કોઈએ દૂધનો જ ત્યાગ કર્યો તો તે દૂધના લેપ વિનાનો છે, એમ કોઈએ રેશમી વસ્ત્રનો ત્યાગ કર્યો તો તેટલા અંશે તે નિર્લેપ છે. કોઈએ સોનાના દાગીના પહેરવાનો ત્યાગ કર્યો તો તે આત્મા તેટલા અંશે નિર્લેપ છે. આમ આ અંશત્યાગી અનેક પ્રકારના આકાર સ્વરૂપે અલિપ્ત બની શકે છે. અહીં અંશત્યાગમાં નિર્લેપતાનો ઉપચાર (આરોપ) કરવામાં આવ્યો છે માટે નિગમનય.
(૨) સંગ્રહનયઃ જે આત્મામાં સમ્યગ્દર્શનની અસત્તા છે. સમ્યગ્દર્શન થયું નથી, પરંતુ પ્રત્યેક મનુષ્યને અને પશુને મૃત્યુ પામતાં દેખે છે. તેથી સામાન્યપણે આત્માને શરીરથી સર્વથા ભિન માને તે શરીરથી આત્માને નિર્લેપ માન્યો, પણ સામાન્યથી માન્યો તેથી સંગ્રહનય.
(૩) વ્યવહારનય : જે ધન-ધાન્ય-સ્વજન-ઉપકરણાદિ મોહોત્પાદક અપ્રશસ્ત સામગ્રી છે તેના ઉપરના રાગાદિ લેપનો જે આત્મા ત્યાગ કરે છે તે વ્યવહારનયથી નિર્લેપ છે. આ નિર્લેપતા બાહ્ય ત્યાગથી દૃષ્ટિગોચર થાય છે લોકભોગ્ય છે માટે વ્યવહારનય.
(૪) ઋજુસૂત્રનય : પરમાત્મા, પરમાત્માની વાણી, સલ્લાસ્ત્રો ઈત્યાદિ ઉત્તમ નિમિત્ત (કે જેને પ્રશસ્ત વસ્તુ કહેવાય તેના) ઉપર પણ રાગદશાનો લેપ ત્યજીને તેનું આલંબન ગ્રહણ કરે તે ઋજુસૂત્રનયથી નિર્લેપ કહેવાય. અહીં સ્વકીય પરિણામ નિર્લેપ છે માટે ઋજુસૂત્રનય.
(૫) શબ્દનય : આત્મસાધના કરતી વખતે કોઈપણ શુભાશુભ નિમિત્તોમાં પોતાના અભિસંધિજ વીર્યને અને પોતાની બુદ્ધિપૂર્વકના ઉપયોગને ક્યાંય રાગાદિ કષાયોમાં પરિણમવા ન દેવા તે શબ્દનયથી નિર્લેપતા, અત્યન્ત જાગૃતદશા છે માટે શબ્દનય.
(૬) સમભિરૂઢ : સર્વે પણ જીવોમાં પ્રગટ થયેલી સર્વચેતના તે સમભિરૂઢનયથી નિર્લેપતા જાણવી. અહીં સર્વનીવી એવો જે શબ્દ ટીકામાં છે તેનો અર્થ જેનામાં સર્વથા ચેતના પ્રગટ થઈ છે એવા સર્વે જીવો લેવા. અર્થાત્ કેવલજ્ઞાની એવા સર્વે જીવો લેવા. કારણ કે તેઓની જ ચેતના વિભાવદશાના આલિંગનથી સંપૂર્ણ રહિત છે માટે તે કેવલી ભગવંતોની સર્વથા વિભાવદશા (મોહોદય) ક્ષીણ થયેલ હોવાથી “વિમાવાશ્લેષરહિતત્વી” આ હેતુરૂપ વિશેષણ ત્યાં જ ઘટે છે અથવા સત્તાથી સર્વ જીવની શુદ્ધ એવી સર્વ ચેતના લઈએ તો મૂલસ્વરૂપે વિભાવદશાથી અલિપ્ત છે. આમ પણ અર્થ થઈ શકે, જેમ માટીમાં
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૨૩
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧ ભળેલું સોનું પણ વાસ્તવિક રૂપે માટીથી અલિપ્ત છે. પરંતુ પહેલો જે અર્થ કર્યો તે વધારે ઉચિત લાગે છે.
(૭) એવંભૂતનય : ભવોપગ્રાહી એવાં ચાર અઘાતી કર્મોના ઉદયાત્મક સર્વપુદ્ગલસ્કંધોના સંગથી રહિત આ આત્મા જ્યારે બને એટલે કે ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે સર્વ અઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે પૂર્વકાલના અભ્યાસના કારણે જેમ (હિંચોળા આદિ) ચક્ર ભમે તેમ પરમાત્માનો જે આત્મા સાતરાજ ગમન કરે છે તેવા સિદ્ધપરમાત્મામાં જે સર્વથા પુદ્ગલના લેપથી રહિતપણું આવ્યું તે નિર્લેપતા એવંભૂતનયથી કહેવાય છે.
નામ-સ્થાપના અને દ્રવ્ય એમ ત્રણ નિક્ષેપવાળું જે નિર્લેપપણું છે તે દ્રવ્યને આશ્રયી છે, માટે પ્રથમના ચાર નયને આશ્રયી નિર્લેપતા કહેવાય છે અને ભાવનિક્ષેપવાળું જે નિર્લેપપણું છે, તે પર્યાયને આશ્રયી નિર્લેપપણું હોવાથી પાછલા ત્રણ નયની અપેક્ષાએ નિર્લેપતા કહેવાય છે. આમ તત્ત્વાર્થસૂત્ર ઉપરની ટીકાના ટીકાકારશ્રીનો આશય છે. અહીં તો સમ્યક્ઝકારે આત્મતત્ત્વની સાધના કરનારા ઉત્તમ એવા સાધક આત્મામાં આવનારી નિર્લેપતાનું વર્ણન કરવાનું છે. તેથી તેનો જ અધિકાર છે. તે વિષય ઉપર ગ્રંથકારશ્રી જણાવે છે કે –
संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि । लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥
ગાથાર્થ - કાજળની કોટડી સમાન આ સંસારમાં વસતા સ્વાર્થમાં સજ્જ એવા સઘળા લોકો દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ વડે લેપાય છે. પરંતુ જ્ઞાનસિદ્ધ એવો આત્મા કર્મોથી લપાતો નથી. ૧
"संसारे इति" निखिलः समस्तो लोकः कज्जलवेश्मनि-रागादिपापस्थानविभावतन्निमित्तीभूतधनस्वजनादिगृहे संसारे निवसन्-वसमानः, स्वार्थसज्जः-स्वस्य आरोपात्मताकृतः अर्थः अहङ्कारममकारादिरूपः स्वार्थः, तत्र सज्जः-सावधानः, लिप्यते रागादिभावकर्माभिष्वङ्गतः समस्तात्मीयक्षयोपशमभावपरानुगतः सर्वसत्तावारकत्वेन भावकर्मद्रव्यकर्मनोकर्मलेपैर्लिप्यते । तथा ज्ञानसिद्धः हेयोपादेयपरीक्षापरीक्षितसर्वभावः स्वात्मनि स्वत्वमन्यत्र सर्वत्र परत्वोपयुक्तः स्वात्मारामी स्वरूपविलासी न लिप्यते 'त्रिविधकर्मोपस्करैर्नावगुण्ठ्यते अतः आत्मधर्मावभासनतदुपादेयतया यतितव्यમિત્યુપવેશ: II ૧. ત્રિવિધ પત્ર:
Page #125
--------------------------------------------------------------------------
________________
૩૨૪ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર વિવેચન :- આ સંસાર કાજળની કોટડી જેવો છે. જેમ કાજળથી ભરેલી કોટડીમાં જ્યાં જ્યાં હાથ અથવા શરીરનો કોઈપણ ભાગ સ્પર્શે ત્યાં ત્યાં તે તે ભાગ કાળો થાય થાય અને થાય જ, તેમ આ સંસાર રાગ-દ્વેષ-મોહાદિ અઢારે અઢાર પાપસ્થાનક સેવવા રૂપી વિભાવદશાથી ભરેલો છે તથા તે પાપસ્થાનક સેવવામાં નિમિત્તભૂત બને એવાં ધન, સ્વજન અને આદિ શબ્દથી ઘર, સોનું, રૂપું, નોકર-ચાકર વગેરે નિમિત્તોના ભંડારતુલ્ય આ સંસાર છે. આ સંસારમાં ધન-સ્વજનાદિ નિમિત્તોને જ્યાં જ્યાં સ્પર્શે ત્યાં ત્યાં રાગ-દ્વેષ-મોહાદિ થાય થાય અને થાય છે. તેથી કાજળની કોટડીની ઉપમા બરાબર ઘટે છે.
આવા પ્રકારના રાગાદિ કષાયો કરાવે અને કર્મોથી આત્માને લેપાવે તેવા આ સંસારમાં વસતા સર્વે પણ લોકો સ્વાર્થસજ્જ છે. “અહંકાર અને મમકાર = હું અને મારું” આ શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી તો પણ મોહરૂપી મદિરાના પાનથી ભાન ભૂલેલો આ આત્મા તેને પોતાનું માને છે - આ મોટો બુદ્ધિભ્રમ છે. તે કારણે ભ્રમમાત્રથી મારાપણું કરાયું છે જ્યાં એવો અહંકાર અને મમકારરૂપી જે અર્થ (જે પોતાનું પ્રયોજન) છે તે સ્વાર્થ, તે સ્વાર્થમાં જ સાવધાન એટલે કે નિરંતર હું અને આ મારું, આ મારું આવા મોહના વિચારો-વાણી અને વર્તનમાં જ વર્તનારા સર્વે પણ લોકો કર્મોથી લેપાય છે.
રાગ-દ્વેષ અને કષાયો રૂપી ભાવકર્મોની આત્મામાં ઉત્પત્તિ થવાથી પોતાના આત્મામાં પ્રગટ થયેલા ક્ષયોપશમભાવના જ્ઞાન-દર્શન અને વીર્ય આદિ સમસ્ત ગુણો પરદ્રવ્યને (પદ્ગલિક ભાવોને) અનુસરનારા થાય છે. બુદ્ધિ અને શક્તિ સંસારના સુખ-દુઃખના ભાવોમાં જ આ આત્મા જોડે છે. નિરંતર પોતાની બુદ્ધિ અને શક્તિનો તેમાં જ ઉપયોગ કરે છે. આવા પ્રકારની આ મોહદશા (અજ્ઞાનતા-વિપરીત બુદ્ધિ) આત્માના સત્તાગત અનંત ગુણોની આવારક હોવાથી આ સમસ્ત જીવો આવા પ્રકારની મોહદશાના કારણે ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મ વડે નિરંતર લેપાય છે, બંધાય છે.
રાગાદિ કષાયો કરવા તે ભાવકર્મ, તેનાથી બંધાતા જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મ તે દ્રવ્યકર્મ અને રાગાદિ થવામાં નિમિત્તભૂત બાહ્ય પદાર્થો ધન-સ્વજનાદિ તે નોકર્મ. સ્વાર્થસજ્જ એવા સમસ્ત લોકો આ સંસારમાં આ ત્રણે પ્રકારના કર્મો વડે નિરંતર લેપાય છે. કારણ કે સંસારમાં જ્યાં જ્યાં પગ મુકો ત્યાં ત્યાં હું અને મારું જ દેખાય છે. તેનાથી રાગાદિ થાય છે. તેનાથી બોલાચાલી, ઝઘડા, ક્લેશ, મારામારી અને હિંસા એમ અઢારે પાપસ્થાનકો થાય છે. આથી જ આ સંસાર કાજળની કોટડી સમાન કહેવાય છે. તેમાં પડેલો આત્મા કર્મોથી લેપાય લેપાય અને લેપાય જ છે. ફક્ત જ્ઞાનસિદ્ધ આત્મા (તત્ત્વજ્ઞાની આત્મા) કર્મોથી લપાતો નથી.
Page #126
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિલેપાષ્ટક - ૧૧
૩૨૫ રાગાદિ જે ભાવો આત્માના ઉપકારક નથી પણ અપકારકભાવો છે, તે હેય છે (ત્યાજ્ય છે) અને જે વૈરાગ્ય-જ્ઞાન વગેરે ભાવો આત્માના ઉપકારકભાવો છે તે ઉપાદેય છે (ગ્રાહ્ય છે). આમ હેય અને ઉપાદેયની પરીક્ષા કરવા દ્વારા પરીક્ષિત કર્યા છે સર્વે પણ ભાવો જેણે એવા જે જ્ઞાની આત્મા છે કે જે મહાત્માએ જ્ઞાનબળે સાચું તત્ત્વ જાણીને પોતાનો ઉપકાર કરનારા જ્ઞાનાદિ ગુણોમાં જ મારાપણું અને બાકીના બીજા સર્વભાવોમાં પરપણું સમજીને તેવા પ્રકારની સમજણ સાથે ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારા બન્યા છે, પોતાના આત્મભાવમાં જ રમણતા કરનારા અને આત્મસ્વરૂપના જ વિલાસી એવા જે જ્ઞાની આત્મા છે તે આત્મા કર્મોથી લપાતા નથી. ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મ એમ ત્રણ પ્રકારના કર્મરૂપી કચરાથી મલીન થતા નથી.
આ કારણથી નિરંતર આત્મધર્મનું ભાન થાય તેવા સત્સંગ, સન્શાસ્ત્રોનું વાંચન અને સ્વાધ્યાયાદિ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ જ આત્માર્થીને વધારે વધારે ઉપાદેય છે એમ સમજીને તેમાં સતત પ્રવૃત્તિ કરવી એવો ઉપદેશ છે. આવા
नाहं पुद्गलभावानां, कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ? ॥२॥
ગાથાર્થ :- હું પૌદ્ગલિક ભાવોનો કર્તા પણ નથી, કારયિતા પણ નથી અને અનુમન્તા પણ નથી. (કરનાર-કરાવનાર અને અનુમોદન કરનાર હું નથી. કારણ કે હું પૌદ્ગલિક ભાવોથી ભિન્ન છું. એ મારું સ્વરૂપ નથી) આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો અને તેના જ લક્ષ્યવાળો પુરુષ કર્મોથી કેમ લેપાય ? અર્થાત્ ન જ લેપાય. રા
ટીકા :- “નામતિ”—તિ-મુના પ્રવાસેળ યથાર્થીવમાસનેન એજ્ઞાનविभिन्नात्मस्वरूपः आत्मज्ञानवान् कथं लिप्यते ? नैवेति, इतीति किम् ? अहं विमलकेवलालोकमयः, स्वकीयपारिणामिकपर्यायोत्पादकत्वव्ययत्वध्रुवत्व-ज्ञायकत्वभोक्तृत्व-रमणत्वादिभावानां कर्ता, पुद्गलभावानां द्रव्यकर्म-नोकर्महिंसादिपापव्यापाराणां योगप्रवृत्तेश्च कर्ता न । नैव पुद्गलग्रहणमोचनरूपं मम कार्यम्, वर्णादीनां ग्रहणास्कन्दनानां नाहं कर्ता । च-पुनः पुद्गलभावानां पूर्वोक्तानामहं कारयिता-परस्मात् कारयतीति कारयिता न, च-पुनः न अनुमन्ता-पौद्गलिकवर्णादीनां शुभानां नानुमोदनशीलः, अहमिति सकलपुद्गलत्रैकालिकाग्राहकाभोक्तृत्वाकारकत्वात्मज्ञानवान् स न लिप्यते । लेपो हि पुद्गलानुयायिचेतनया भवति सर्वथा विधिविच्छिन्नसङ्गस्य न लेप इति ॥२॥
Page #127
--------------------------------------------------------------------------
________________
૩૨૬ નિલેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર વિવેચન - મૂલ શ્લોકમાં “ચેત્યાત્મજ્ઞાનવીન” આ શબ્દમાં જે તિ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે – આવા પ્રકારનું યથાર્થ (સાચું) જ્ઞાન થવાથી આત્મા અને શરીરાદિ પુદ્ગલો ભિન્ન ભિન્ન પદાર્થ છે. હું એ શરીરાદિ નથી અને શરીરાદિ તે હું નથી. આવા પ્રકારનું ભેદજ્ઞાન આ જીવને થાય છે. તે ભેદજ્ઞાન વડે શરીરાદિ પુદ્ગલદ્રવ્યથી વિશેષ ભિન્નપણે જાણ્યું છે આત્માનું સ્વરૂપ જેણે એવો આત્મજ્ઞાનવાળો આત્મા કર્મોથી કેમ લેપાય? નમિ રાજર્ષિ, ગજસુકુમાલમુનિ, અંધકમુનિના શિષ્યો અને સુકોશલમુનિ જેવા મહાત્મા પુરુષો શરીરાદિથી પોતાના આત્માને ભિન્ન જાણતા છતા શરીરાદિનો નાશ દેખવા છતાં જરા પણ ક્ષોભ ન પામતાં આત્મદશામાં જ મગ્ન રહ્યા, તો કર્મોથી ક્યાં લેપાયા ? અર્થાતુ ન જ લેપાયા, બધે જનાં કર્મો ખપાવીને કેવલી બન્યા. ભેદજ્ઞાનવાળા આત્મા કર્મોથી લેપાતા નથી.
મૂલ શ્લોકમાં જે “તિ” શબ્દ છે કે જેનો અર્થ “આવા પ્રકારના જ્ઞાનવાળા” એવો જે થાય છે ત્યાં પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના જ્ઞાનવાળા એટલે કેવા પ્રકારના જ્ઞાનવાળા? આ વાત કંઈક વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે – જે મહાત્મા પુરુષો મનમાં આવો વિચાર કરે છે કે “હું (મારો આત્મા) તો નિર્મળ કેવલજ્ઞાનના પ્રકાશાત્મક છું અને શરીરાદિ પુદ્ગલદ્રવ્યો તો સર્વથા જ્ઞાનરહિત જડ વસ્તુ છે.
વળી હું તો ચેતન હોવાથી મારા પોતાના આત્માસંબંધી જે જે પરિણામિક પર્યાયો ચૈતન્ય-દર્શન-ચારિત્ર-વીર્યાદિ ભાવો છે, તેના જ ઉત્પાદવ-વ્યયત્વ-ધુવત્વભાવનો કર્તા અને ભોક્તા છું, હું તો સર્વ ભાવોના જ્ઞાયકત્વ સ્વભાવવાળો છું, સ્વગુણોનું ભોıત્વ અને રમણત્વ વગેરે ભાવો મારા છે અને હું તેનો કર્તા છું. પરંતુ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મોનો અને અઢાર પાપસ્થાનકના વ્યાપારાત્મક નોકર્મોનો તથા મન-વચન-કાયાની યોગપ્રવૃત્તિઓનો હું કર્તા નથી. દ્રવ્યકર્મ અને ભાવકર્માદિનું કર્તુત્વ એ મારું સ્વરૂપ નથી.
નિશ્ચયનયથી આત્મા પોતે કર્મોનો કર્તા નથી, પરંતુ આત્મામાં પૂર્વે બાંધેલા એવા મોહનીયકર્મના ઉદયથી પ્રગટ થયેલી મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ અને કષાયાત્મક વિકૃતિઓ તથા નામકર્મના ઉદયથી પ્રગટ થયેલી મન-વચન-કાયાની શુભાશુભ યોગાત્મક પ્રવૃત્તિઓ આ આત્મા પાસે કર્મો બંધાવે છે. જેમ સ્વામીને પરવશ થયેલો નોકર સ્વામી કરાવે તેવાં કામો કરે છે. તે નોકર પોતાની ઈચ્છાથી તેવાં કામો કરતો નથી. તેમ આ આત્મા પણ મોહજન્ય વિકૃતિઓની પરવશતાથી અને નામકર્મના ઉદયજન્ય યોગ પ્રવૃત્તિની પરવશતાથી કર્મ બાંધે છે. તે તેની લાચાર પરિસ્થિતિ છે. મૂલરૂપે તો તે કર્મોનો અકર્તા અને અભોક્તા છે. આવું જ્ઞાન ભેદજ્ઞાનીઓમાં વર્તે છે. તેથી તેઓ કર્મોથી લેખાતા નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૭
પુદ્ગલનું ગ્રહણ-મોચન કરવું તે મારું કાર્ય જ નથી. જેમ સિદ્ધપરમાત્માનો આત્મા પણ આત્મા જ છે તે કંઈ કર્મ પુદ્ગલો ગ્રહણ કરતો પણ નથી અને કર્મપુદ્ગલો (છે જ નહીં માટે) છોડતો પણ નથી જ. એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલો ગ્રહણ કરવાં અને મુકવાં તે મારા આત્માનું કાર્ય જ નથી. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણવાળાં પુદ્ગલદ્રવ્યોનું ગ્રહણ કરવું અને તેની સાથે બંધાવું (તન્મય થવું) તેનો કર્તા-ભોક્તા હું નથી. મારું આ સ્વરૂપ જ નથી.
જ્ઞાનમંજરી
પૂર્વે કહેલાં એટલે વર્ણાદિ ગુણવાળાં કાર્યણવર્ગણા રૂપ દ્રવ્યકર્મ તથા મન વચન અને કાયારૂપ નોકદિ પુદ્ગલદ્રવ્યોનો બીજી વ્યક્તિ પાસે કરાવનાર પણ હું નથી. કારણ કે મારે અને પુદ્ગલદ્રવ્યને કોઈ એવો સંબંધ જ નથી કે હું પર વ્યક્તિ પાસે તેનું ગ્રહણમોચન કરાવું ? હું કર્મોથી ભિન્ન પદાર્થ છું માટે કારયિતા પણ મારું સ્વરૂપ નથી.
કોઈ વ્યક્તિ પોતાના ભાવે પુદ્ગલદ્રવ્યોને સારા વર્ણરૂપે, સારા ગંધરૂપે, સારા રસરૂપે અને સારા સ્પર્શરૂપે પરિણમાવે અથવા પુદ્ગલદ્રવ્ય પોતે જ પોતાના પારિણામિક સ્વભાવથી સોનારૂપે-હીરા-માણેક-મોતી રૂપે પરિણામ પામે તો હું “આ બહુ સુંદર છે, આ બહુ સારું છે” એમ તે શુભ પુદ્ગલોની અનુમોદના કરવાના સ્વભાવવાળો પણ નથી. જેમ કોઈ પરપુરુષની પત્ની રૂપવતી હોય, અલંકારાદિથી સુશોભિત હોય, તો પણ તે પરપદાર્થ હોવાથી તેની મનમાં પણ કરાતી અનુમોદના આત્માના વિકાર-વાસનાનો હેતુ હોવાથી શોભાસ્પદ નથી. તેમ આ પુદ્ગલદ્રવ્યો મારા આત્માથી પરપદાર્થો છે. તેથી તેના શુભ વર્ણાદિની અનુમોદના પણ મારા આત્મા માટે ખતરનાક છે. તે મારું સ્વરૂપ જ નથી તેથી હું તેની અનુમોદના કરનાર પણ નથી.
હું તો નિશ્ચયનયની દૃષ્ટિએ સિદ્ધપરમાત્માના આત્માની જેમ આઠે વર્ગણાના સર્વે પણ પુદ્ગલદ્રવ્યોનો ત્રણે કાળે અગ્રાહક-અભોક્તા અને અકારક છું, તે દ્રવ્યોથી અત્યન્ત ભિન્ન દ્રવ્ય છું. મારે અને પુદ્ગલદ્રવ્યને કોઈપણ જાતનો સંબંધ નથી આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો જે આત્મા છે તે કર્મોથી કેમ લેપાય ? અર્થાત્ તે આત્મા કર્મોથી લેપાતો નથી.
જે આત્માની ચેતના પુદ્ગલદ્રવ્યોના સુખ-દુઃખને અનુસરનારી હોય છે. પુદ્ગલના શુભભાવોને જોઈને ચેતના રાગાદિવાળી થતી હોય અને પુદ્ગલના અશુભ ભાવોને જોઈને ચેતના દ્વેષાદિ ભાવવાળી થતી હોય તે જ આત્માઓ તેવા પ્રકારની પુદ્ગલાનુયાયી બનેલી અને રાગાદિથી કલુષિત ભાવવાળી થયેલી ચેતના વડે કર્મનો લેપ કરે છે. પરંતુ જે
Page #129
--------------------------------------------------------------------------
________________
૩૨૮
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
આત્માઓએ વિધિપૂર્વક પરદ્રવ્યના સંગનો સર્વથા વિચ્છેદ જ કર્યો છે તે આત્માઓને કર્મનો લેપ સંભવતો નથી. ॥૨॥
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रैर्व्योमाञ्जनैरिव, ध्यायन्निति न लिप्यते ॥३॥
ગાથાર્થ :- પુદ્ગલદ્રવ્યો વડે પુદ્ગલનો સ્કંધ લેપાય છે. પણ હું (ચેતન છું માટે) પુદ્ગલસ્કંધો વડે લેપાતો નથી. રંગ-બેરંગી અંજન વડે જેમ આકાશ લેપાતું નથી તેમ હું પણ પુદ્ગલદ્રવ્યોથી લેપાતો નથી આવું વિચારતો આત્મા ખરેખર કર્મબંધથી લેપાતો નથી. ॥૩॥
ટીકા :- ‘‘નિયતે કૃતિ'', લિખતે-અન્યોન્યાશ્લેષા સમાવિના પુાલન્ધ: अन्यैः-पुद्गलैः लिप्यते - उपचयी भवति, स्वजातिद्रव्यपरिवर्तनपारिणामिकद्व्यधिकरसोत्पत्तिबन्धनधर्मत्वात् । पुद्गलानां सम्बन्धः स्निग्धरूक्षाभ्यां द्विगुणसमधिकानाम्, तत्र जघन्यगुणानामेकाधिकाविभागानां न बन्धः, न सदृशानां बन्धः, द्व्यधिक बन्धः । त्रिगुणः पञ्चगुणेन बन्धः, पञ्चगुणः सप्तगुणेन, एवं सर्वत्र द्विगुणः चतुर्गुणेन, चतुर्गुणः षड्गुणेन, षड्गुणोऽष्टगुणेन, एवं बन्धसंयोगो भवति । अत्र स्निग्धरुक्षौ स्पर्शस्थौ अपि एकान्तेन न स्कन्धहेतुः, स्पर्शस्य स्कन्धकरणे उपादानाभावात् । न रसस्थौ, रसस्य आस्वादनरूपत्वात् । अतः पूरणगलनगुणाविभागानामेव यधिकत्वं स्निग्धरूक्ष-स्पर्शसङ्गपरिणतं स्कन्धत्वहेतुः । अतः पुद्गलैः पुद्गला एव लिप्यन्ते ।
વિવેચન :- કોઈપણ એક પુદ્ગલસ્કંધ બીજા પુદ્ગલસ્કંધની સાથે પરસ્પર મળવાથી સંક્રમાદિ થવા દ્વારા લેપાય છે એટલે કે બંધાય છે અર્થાત્ ઉપચય માટે (પરસ્પર વૃદ્ધિ માટે) થાય છે. પુદ્ગલોના સ્કંધો બનવામાં ફક્ત પરસ્પર મળવું કે પરસ્પર જોડાવું એ જ એક કારણ અપેક્ષિત નથી. એટલે કે પરસ્પર મીલનમાત્રથી બંધ થતો નથી. પરંતુ પોતાની જાતિના જ દ્રવ્યમાં (એટલે કે પુદ્ગલદ્રવ્યમાં જ) પરિવર્તન કરે તેવા (એટલે કે મહાસ્કંધરૂપે રૂપાન્તર કરે તેવા) પારિણામિક ભાવે રહેલા બે અવિભાગ અધિક એવા સ્નિગ્ધ અને રૂક્ષ નામના ગુણોની ઉત્પત્તિ એ જ પુદ્ગલસ્કંધોનો બંધ થવામાં હેતુભૂત ધર્મ છે. અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં પારિણામિકભાવે રહેલા સ્નિગ્ધ-રૂક્ષ નામના ગુણો, એ જ પરસ્પર મોટો સ્કંધ બનવામાં હેતુ છે. તેમાં કેટલાક અપવાદ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૯
(૧) સ્નિગ્ધ પુદ્ગલોની સાથે સ્નિગ્ધ પુદ્ગલો જોડાય અને રૂક્ષ પુદ્ગલોની સાથે રૂક્ષ ગુણવાળા પુદ્ગલો જોડાય તેને સદેશ અથવા સજાતીયબંધ કહેવાય છે અને સ્નિગ્ધ ગુણવાળાની સાથે રૂક્ષ ગુણવાળાં અને રૂક્ષ ગુણવાળાની સાથે સ્નિગ્ધ ગુણવાળાં પુદ્ગલો જે જોડાય તેને વિદેશ અથવા વિજાતીયબંધ કહેવાય છે.
(૨) ઓછામાં ઓછી સ્નિગ્ધતા હોય તેને જઘન્યસ્નિગ્ધતા અથવા એકગુણસ્નિગ્ધતા કહેવાય છે. એવી જ રીતે ઓછામાં ઓછી રુક્ષતાને જઘન્યરુક્ષતા અથવા એકગુણરુક્ષતા કહેવાય છે. આવા પ્રકારની જઘન્યસ્નિગ્ધતા અને જઘન્યરૂક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો કોઈપણ પુગલો સાથે બંધ થતો નથી. પરંતુ અધિક સ્નિગ્ધતા અને અધિક રૂક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો જ બંધ થાય છે. “ન નથી Tનામ્' તત્ત્વાર્થ-પ-૩૩.
(૩) સ્નિગ્ધતાગુણ કે રૂક્ષતાગુણની સામ્યતા (સમાનતા) હોતે છતે સદેશ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જે પુગલોમાં જેટલી સ્નિગ્ધતા હોય તેટલી જ સ્નિગ્ધતાવાળાં પુગલો જો સામે આવે તો તે બન્ને સજાતીય પુદ્ગલોનો સ્નિગ્ધતા સમાન હોવાથી પરસ્પર બંધ થતો નથી. એવી જ રીતે સમાન રુક્ષતા ગુણવાળાં પુગલોનો પણ સમાન રુક્ષતાગુણવાળાં પુદ્ગલો સાથે બંધ થતો નથી. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુગલો સાથે બંધ થતો નથી. એવી જ રીતે ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુદ્ગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુદ્ગલો સાથે બંધ થાય છે. કારણ કે ગુણની સામ્યતા છે પરંતુ સજાતીય (સદેશ) પુદ્ગલો નથી. સુપાસી શાનામ્ તત્ત્વાર્થ, પ-૩૪.
(૪) સજાતીય (સદેશ) પુદ્ગલોમાં બે અધિક આદિ ગુણોવાળાં પુદ્ગલો હોય તો અવશ્ય બંધ થાય છે. જે પુદ્ગલોમાં ગુણની સજાતીયતા (સદેશતા) છે. એટલે કે રુક્ષની સામે રુક્ષ અને સ્નિગ્ધની સામે સ્નિગ્ધ પુદ્ગલો આવ્યાં હોય તો ત્યાં બે ગુણથી અધિક, ત્રણ ગુણથી અધિક, ચાર ગુણથી અધિક ઈત્યાદિ હોય તો જ બંધ થાય છે. એક ગુણ અધિકતા કે સામ્યતા હોય તો બંધ થતો નથી. જેમકે ત્રણ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોની સાથે બંધ થાય છે. પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાંનો સાત ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે બંધ થાય છે. એમ સર્વત્ર બે ગુણ સ્નિગ્ધતાવાળાંનો ચાર ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે, ચાર ગુણ સ્નિગ્ધતાવાળાંનો છ ગુણ સ્નિગ્ધતાવાળાંની સાથે અને છ ગુણવાળાનો આઠ ગુણવાળાની સાથે બંધ થાય છે. પણ પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાંનો છ ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે બંધ થતો નથી. આ પ્રમાણે રુક્ષ ગુણવાળામાં પણ સમજી લેવું. દ્વધાવિગુITનાં તું તત્ત્વાર્થ, પ-૩૫.
Page #131
--------------------------------------------------------------------------
________________
૩૩૦ નિલેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર (૫) અહીં આઠ પ્રકારના સ્પર્શોમાં સ્નિગ્ધ અને રુક્ષ નામના જે સ્પર્શી આવે છે તેને સ્કન્ધ થવામાં કારણ ન સમજવા. કારણ કે સ્પર્શ એ સ્કંધ કરવામાં ઉપાદાનકારણ નથી, તથા સ્નિગ્ધ-રુક્ષ નામના બન્ને રસો પણ સ્કંધહેતુ ન સમજવા. કારણ કે રસ એ તો આસ્વાદનનું કારણ છે. આ કારણથી પૂરણ-ગલન પામવાપણાના જે સ્નિગ્ધ-રૂક્ષ ગુણો છે તેને સ્કન્ધના કારણ સમજવા અને તેના અવિભાગોમાં વયધિકતા આદિ જે રહેલી છે તે
રાધિકતા આદિ સ્નિગ્ધ-રૂક્ષ સ્પર્શની સાથે ભળી છતી સ્કંધનું કારણ જાણવું. આ કારણથી પુદ્ગલો જ પુદ્ગલોની સાથે લેવાય છે. પણ હું તો જીવ દ્રવ્ય છું માટે લેવાતો નથી.
अहं निर्मलानन्दचिद्रूपः, न पुद्गलाश्लेषी, अतः शुद्धात्मा पुद्गलैर्न लिप्यते, वस्तुवृत्त्या पुद्गलात्मनोस्तादात्म्यसम्बन्ध एव नास्ति । संयोगसम्बन्धस्त्वौपाधिकः 'चित्राञ्जनैर्न व्योम इव इति ध्यायन् न लिप्यते । यथा व्योम-आकाशं चित्रैरञ्जनैः संलिप्यमानमपि न लिप्यते तथा अहमपि अमूर्तात्मस्वभावः पुद्गलैः एकक्षेत्रावगाडैः न लिप्ये ।
यो हि आत्मस्वभाववेदी स्ववीर्यं ज्ञानादिशक्तिमात्मनि व्यापारयन् अभिनवकर्मग्रहणैर्न लिप्यते । यावती आत्मशक्तिः परानुयायिनी तावानाश्रवः, स्वरूपानुयायिनी स्वशक्तिः संवरः इति रहस्यम् । अत्र च आत्मज्ञानमात्रसन्तुष्टा रागद्वेषप्रविष्टाः सम्यग्दर्शनादिगुणभ्रष्टाः आत्मानमबन्धतया जानन्ति ते निरस्ताः, उक्तञ्चोत्तराध्ययने
હું (મારો આત્મા) નિર્મલ આનંદરૂપ છું તથા ચિપ (જ્ઞાનમય-ચેતન્યમય) છું, મારું સ્વરૂપ પુલોની સાથે સંબંધવાળું (જોડાણવાળું) નથી, હું ચેતન, એ જડ, હું જ્ઞાનાનંદ સ્વભાવી, એ વર્ણાદિમય, હું અવિનાશી દ્રવ્ય, એ વિનાશી દ્રવ્ય, આટલી બધી મારે અને પુગલદ્રવ્યને વિષમતા છે. તેથી હું તેની સાથે કેમ લેપાઉ ? આ કારણથી શુદ્ધાત્મા પુદ્ગલદ્રવ્યોની સાથે લપાતો નથી. વાસ્તવિકપણે સૂક્ષ્મદેષ્ટિએ જો વિચાર કરીએ તો આત્માનો અને પુગલનો તાદાભ્યસંબંધ (અભેદસંબંધ) જ થતો નથી. પરિણામિકભાવે બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન હોવાથી જેમ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો તાદાભ્ય સંબંધ નથી તેમ આ બને દ્રવ્યોનો પણ તાદાભ્ય સંબંધ નથી, માત્ર સંયોગસંબંધ જ છે અને તે પણ પાધિક ૧. વિર્ભોમીગ્નવિ આ પાઠને બદલે ઘણી પ્રતોમાં તથા પૂ. રમ્ય રેણુશ્રીજી દ્વારા સંપાદિત થયેલા
પુસ્તકમાં ચિત્રવ્યોમાનેનૈવ આવો પાઠ છે. પરંતુ ચિત્ર શબ્દનો સંબંધ સૂન શબ્દ સાથે હોવાથી વચ્ચે વ્યોમ શબ્દ મુકવાથી સમાસ થવો શક્ય નથી. માટે તે પાઠ અશુદ્ધ હોય એમ લાગે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧
૩૩૧ છે. જેમ સ્ફટિક અને કાદવ સાથે મળે તો પણ તે બન્નેનો સંયોગ જ થાય છે, તાદાસ્યભાવ થતો નથી. તેમ અહીં પણ સમજવું. આવી ચિંતવના કરતો આ યોગી આત્મા રંગબેરંગી અંજન વડે જેમ આકાશ લેવાતું નથી તેમ લપાતો નથી.
જેમ ભિન્ન ભિન્ન રંગવાળાં અંજનદ્રવ્યો આકાશમાં ઉછાળવાં છતાં આકાશ અલ્પમાત્રામાં પણ તે રંગીન અંજનદ્રવ્યો વડે લેપાતું નથી તેમ હું પણ અમૂર્ત એવા આત્મસ્વભાવવાળો છું, તેથી હું મારી સાથે એક જ ક્ષેત્રમાં અવગાહીને રહેલાં એવાં પણ પુદ્ગલ દ્રવ્યોની સાથે ન જ લેપાઉ. આકાશ જેમ અમૂર્ત છે તે મૂર્તદ્રવ્યોથી નથી લેવાતું, તેમ હું પણ અમૂર્ત છું. તેથી મૂર્ત એવાં પુદ્ગલદ્રવ્યો વડે કેમ લેપાઉં? આ રીતે જે આત્મા આત્માના શુદ્ધ સ્વભાવને જાણે છે અને પોતાની વીર્યશક્તિને તથા જ્ઞાનાદિ ગુણોની શક્તિને પોતાના આત્મામાં જ વ્યાપારિત કરે છે પણ ભોગદ્રવ્યોમાં અને મોહની વૃદ્ધિમાં જોડતો નથી તે આત્મા નવા નવા કર્મબંધોની સાથે લેવાતો નથી.
આ આત્મામાં જ્ઞાનાદિ ગુણોની શક્તિ તથા વીર્યાદિ ગુણોની (ક્રિયાત્મક) શક્તિ જે ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થઈ છે. તેમાંથી જેટલી આ શક્તિ પરાનુયાયી બને છે. એટલે કે પર એવાં પુદ્ગલદ્રવ્ય કે પર-જીવદ્રવ્યની સાથે મોહની-રાગાદિક કષાયોની વૃદ્ધિ થાય તે રીતે આ આત્મા જેટલી પોતાની શક્તિ વાપરે છે તેટલો તેટલો કર્મોનો આશ્રવ થાય છે. કારણ કે “વિભાવદશા” એ જ કર્મબંધનું મોટું કારણ છે. માટે જીવની ચેતનાશક્તિ અને વીર્યશક્તિનો પરમાં પ્રયોગ કરવો તે જ આશ્રવહેતુ છે. પરંતુ આ આત્મા જેટલી જેટલી પોતાની જ્ઞાનાદિ ગુણોની શક્તિ અને વીર્યાદિ ગુણોની શક્તિને સ્વરૂપાનુયાયી કરે છે પોતાના આત્માના ગુણોના આવિર્ભાવમાં જ પ્રયુંજે છે તેટલો તેટલો સંવર થાય છે. આમ મહાત્મા પુરુષોનો કહેવાનો સાર છે.
ઉપરોક્ત ચર્ચાથી ગ્રંથકારશ્રી એક વાત સિદ્ધ કરવા માગે છે કે “કેટલાક દર્શનકારો અથવા જૈનદર્શન પામેલા હોવા છતાં એકાન્ત નિશ્ચયનયનું જ આલંબન લઈને જે આમ માને છે કે “આત્માનું જ માત્ર જ્ઞાન કરો, તેને જ ઓળખો, તેને જ જાણો, બીજું કંઈ કરવાની જરૂર નથી. આત્મા તો માત્ર જ્ઞાતા-દેણ જ છે, આત્મા શુદ્ધ-બુદ્ધ જ છે, આત્મા કંઈ કર્મ બાંધતો નથી. આત્મા તો સિદ્ધની સમાન અનંતગુણી છે. શરીર જ બધાં કર્મો કરે છે.” આમ કહીને પાંચે ઈન્દ્રિયોના વિષયો સેવે છે, ભોગો ભોગવે છે, રાગ-દ્વેષાદિ કષાયોમાં ખુંચેલા રહે છે. સમ્યગ્દર્શનાદિ ગુણોથી જે ભ્રષ્ટ છે, એકાન્ત એકનયને જ પકડે છે. સંગ્રહનયથી જે સત્તાગત સ્વરૂપ છે તેને એવંભૂતનયથી પ્રગટ થયેલું માનીને ચાલે છે તે
Page #133
--------------------------------------------------------------------------
________________
૩૩૨
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
બધા વાદીઓની માન્યતા ઘણી ખોટી છે. આમ તેઓનું ખંડન આ ચર્ચાથી કર્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે -
भणंता अकरंता य, बन्धमुक्खपइनि
।
वायाविरियमित्तेण, समासासंति अप्पयं ॥
न चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं ।
વિસા પાવમ્મહૈિં, વાતા પંડિયમળિો ॥ (અધ્યયન-૬, ગાથા-૧૦-૧૧)
अत एव तत्त्वश्रद्धानसम्यग्ज्ञानोपयुक्ता यदात्मनः क्षायोपशमिकचेतना वीर्यादिशक्तीन् परभावविभावाद् आकृष्य आत्मगुणे प्रवर्तयति, तावती अबन्धकता । शेषा यावती परानुगा विषयकषायचापल्यशक्तिः तावती बन्धकता । एवं सर्वात्मशक्तिः स्वरूपविश्रामरमणरूपा तदा सर्वात्मना अबन्धकः इति सिद्धान्तः
"
જ્ઞાન જ મોક્ષનુ સાધન છે, આમ બોલતા પણ મોક્ષના ઉપાયનું અનુષ્ઠાન નહીં કરતા તથા બંધ અને મોક્ષની પ્રતિજ્ઞા કરતા એટલે કે મુખથી બંધ-મોક્ષની લાંબી લાંબી વાતો જ માત્ર કરતા એવા જીવો વાણીના વીર્ય વડે-એટલે કે વાણીના આડંબરમાત્ર વડે પોતાના આત્માને ખુશી કરે છે. મેં ઘણો ધર્મ કરી લીધો, એમ પોતાના આત્માને આશ્વાસિત કરે છે. પરંતુ વાસ્તવિક કંઈ પણ ફળ પામતા નથી. II૬-૧૦॥
સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષા કે ભાષામાં ગવાયેલાં કાવ્યો મધુર લાગે, પણ તે ગાવામાત્રથી આ જીવનું તે કાવ્યો રક્ષણ કરનારાં બનતાં નથી. એ તો વાગ્વિલાસ માત્ર છે. વિદ્યા કે મંત્ર-તંત્રનું અનુશાસન (માત્ર શિક્ષણ) આત્માને બચાવનાર ક્યાંથી બને ? આચરણ વિના કેવળ એકલું મંત્રોનું શિક્ષણ પણ રક્ષક બનતું નથી. તેથી પોતાની જાતને પંડિત માનનારા બાલજીવો ગીતાર્થગુરુની વાણી સાંભળતા નથી અને કેવળ પાપકર્મો કરવામાં જ મગ્ન રહે છે. જ્ઞાનમાત્રનાં જ કાવ્યો ગાવામાં જ લયલીન રહે છે. આચરણ સુધારતા નથી અને પોતાની જાતને પંડિત માને છે. ૬-૧૧૫
આ કારણથી જ આત્માની ક્ષાયોપશમિક ભાવની જે ચેતના છે, તે ચેતના જ્યારે યથાર્થ તત્ત્વો ઉપરની યથાર્થ શ્રદ્ધા કરવાપૂર્વક સમ્યજ્ઞાનના ઉપયોગવાળી બનેલી હોય અને તે ચેતના, તથા વીર્યાદિ શક્તિઓ હાલ જે પરભાવદશા રૂપ વિભાવમાં પ્રવર્તે છે તે પરભાવદશાત્મક વિભાવમાંથી ખેંચીને આત્માના ગુણોના વિકાસમાં પ્રવર્તાવે તેટલી તેટલી
Page #134
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક- ૧૧
૩૩૩
આ આત્માની અબધૂકતા જાણવી. બાકીની જેટલી ચેતના પરાનુગા બને છે એટલે કે વિષય અને કષાયોની ચંચળતાને જ અનુસરનારી બને છે, વિષય-કષાયોની વાસનામાં જ લયલીન બની રહે છે. તેટલી તેટલી આ આત્મા સાથે કર્મોની બંધકતા સમજવી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ ઘાતી કર્મોના ક્ષયોપશમથી આ આત્મામાં પ્રગટ થયેલી જ્ઞાનચેતના, દર્શનચેતના અને વીર્યશક્તિ જો વિષય-કષાયની વાસનાથી યુક્ત થાય તો આ જીવ તેના દ્વારા કર્મો બાંધે છે. તથા વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મોમાંની પુણ્યપ્રકૃતિઓના ઉદયથી ધન, સ્વજન, ગૃહાદિ અનુકૂળ સંસાર સામગ્રી મળે છે પરંતુ જો તે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી અનુકૂળ સામગ્રી વિષયકષાયોની વાસનાથી યુક્ત બને અને તે મોહના ભાવોને વધારનારી બને તો તે પુણ્યોદય પણ કર્મ બંધાવનાર જ બને છે. એવી જ રીતે અઘાતી કર્મોની પાપપ્રકૃતિઓના ઉદયથી આવેલી પ્રતિકૂલ પરિસ્થિતિ પણ જો અરતિ-શોક-ભય-ક્રોધાદિ ભાવોથી યુક્ત બને તો તે પાપોદય પણ નવા કર્મબંધનું કારણ બને છે. સારાંશ કે જ્ઞાનચેતના, દર્શનચેતના, વીર્યાદિ શક્તિઓ પુણ્યોદયજન્ય સાનુકૂળ સામગ્રીમાં અને પાપોદયજન્ય પ્રતિકૂળ સામગ્રીમાં જો રાગ-દ્વેષાદિ ભાવોથી વાસિત થાય તો તે નવા કર્મબંધનું કારણ જ બને છે.
પરંતુ જ્ઞાનચેતના, દર્શનચેતના, વીર્યાદિ શક્તિઓ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ, પ્રથમ સંઘયણ, પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો ઈત્યાદિ સાનુકૂળ સંસારસામગ્રી તથા પાપોદયજન્ય પ્રતિકૂળ સામગ્રી પણ જો વિષય-કષાયોને અને વાસનાને જીતીને તેમાંથી નીકળીને આત્માના ક્ષાયોપથમિક ભાવના ગુણોમાં જો વપરાય અને દિન-પ્રતિદિન ગુણોની વૃદ્ધિના જ કારણરૂપે બને તો તેટલી તેટલી અબંધકતા જાણવી. (સંવરભાવ જાણવો).
એમ કરતાં કરતાં જ્યારે આત્માની સર્વશક્તિઓ કેવળ આત્મસ્વરૂપમાં જ વિશ્રામ પામે. સ્વરૂપમાં જ રમણતા કરે, અલ્પમાત્રાએ પણ વિભાવદશામાં ન જાય ત્યારે આ આત્મા સર્વપ્રકારે કર્મોનો અબંધક થાય છે આમ જાણવું. આ પ્રમાણે જ્ઞાની પુરુષોનો સિદ્ધાન્ત છે. અર્થાત્ જ્ઞાની મહાપુરુષો આમ કહે છે. III
लिप्तताज्ञानसंपात-प्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ॥४॥
ગાથાર્થ - નિર્લેપતાના જ્ઞાનમાં મગ્ન એટલે કે “તાત્વિકપણે હું નિર્લેપ છું” એવા પ્રકારના આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા આત્માની સર્વે પણ આવશ્યક ક્રિયાઓ “હું કર્મબંધથી
Page #135
--------------------------------------------------------------------------
________________
૩૩૪ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર લેપાયેલો છું” એવા પ્રકારના લિપ્તતાના જ્ઞાનના આગમનને રોકવા માટે જ કેવલ ઉપયોગી છે. જા.
ટીકા :- “ત્રિતતા રૂત્તિ” નિર્લેપત્તાનમની-શુદ્ધચાત્મજ્ઞાનમનશ્ય પુસ: क्रिया-आवश्यककरणरूपा लिप्तताज्ञानसंपातप्रतिघाताय लिप्तताज्ञान-विभावचेतनोपयोगः, तत्र सम्पात:-पतनं, तस्य प्रतिघाताय-निवारणाय केवलमुपयुज्यते= उपकारीभवति, इत्यनेन ध्यानारूढस्य न क्रियाकरणम्, किन्तु भावनाचिन्ताज्ञानवतो विघ्नवारणाय क्रिया उपकारिणी । ध्यानाधिरूढस्याप्रच्युतात्मस्वभावानुभवस्थस्य विघातनी । आगमेऽपि पूर्वं यदमृतकुम्भोपमं तदेवोपरि विषकुम्भोपमम् । उक्तञ्च
जा किरिया सुट्टयरी, सा विसुद्धीए न अप्पधम्मोत्ति ।
पुल्विं हिया पच्छा अहिया, जह निस्सिहीआइतिगं ॥ अत एवात्मस्वरूपावबोधैकत्वं हितम् ॥४॥
વિવેચન :- “હું મૂળસ્વરૂપે કર્મોના બંધનથી સર્વથા નિર્લેપ છું, શુદ્ધ સ્ફટિક જેવો મારો આત્મા છે” એટલે કે શુદ્ધ સ્યાદ્વાદાત્મક જ્ઞાનદશામાં મગ્ન રહેવું એ જ સાચું મારું સ્વરૂપ છે. આવા સ્વરૂપલક્ષી પુરુષની પ્રતિક્રમણાદિ કરવા રૂપ જે આવશ્યક ક્રિયા છે તે ક્રિયા “લિપ્તતાપણાના જ્ઞાનરૂપ વિભાવદશાવાળી ચેતનાના ઉપયોગમાં “હું કર્મથી મલીન થયેલો છું, કર્મોથી બંધાયેલો છું, હું કર્મોથી લિપ્ત છું” આવા પ્રકારની વિભાવચેતનાના ઉપયોગમાં પડવાનું જે બને છે તેના નિવારણ માટે અવશ્ય જરૂરી છે. તેથી જ આવી વિભાવ દશાવાળું જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી તેના નિવારણ માટે આવા પ્રકારની આવશ્યક ક્રિયા અતિશય જરૂરી છે. જેમ ખેતરમાં કરેલી કાંટાની વાડ ધાન્યની સુરક્ષા કરે છે તેમ આવા પ્રકારની આવશ્યક ક્રિયા વિભાવદશામાં જતા જીવની સુરક્ષા કરે છે. માટે તેવા જીવને ક્રિયા ઉપકાર કરનારી બને છે. જ્યારે ખેતરમાં ધાન્ય ન હોય ત્યારે વાડની જરૂર નથી. તેમ વિભાવચેતના ન હોય ત્યારે આવશ્યકક્રિયાની જરૂર નથી.
ઉપરના કથનથી એ પણ સિદ્ધ થાય છે કે બાહુબલી આદિ મુનિ-મહાત્માઓની જેમ જે જે જીવો ધ્યાનદશામાં આરૂઢ થયા હોય છે જ્યાં વિભાવદશામાં જવાનો સંભવ નથી અથવા કેવલજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કર્યા હોય છે કે જ્યાં વિભાવદશા આવવાની જ નથી ત્યાં આવા પ્રકારની આવશ્યક ક્રિયા કરવાની રહેતી નથી. પરંતુ ભાવના જ્ઞાનવાળી અને ચિંતાજ્ઞાનવાળી એવી સાધકદશામાં વર્તતા આત્માને શાયોપથમિક ભાવના કારણે હજુ
Page #136
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૫
મોહનીયકર્મના ઉદયનો ક્ષય થયેલો ન હોવાથી તેના ઉદયથી વિઘ્નો આવવાનો સંભવ છે. તે વિઘ્નોના નિવારણ માટે આવા પ્રકારની આત્મસાધના કરનારા સાધક આત્માને ખેતરની વાડની જેમ સુરક્ષા કરનારી આવશ્યક ક્રિયા ઉપકાર કરનારી છે.
આત્મ-સ્વભાવનો અનુભવ જેણે પ્રાપ્ત કર્યો છે અને આવા પ્રકારની સ્વભાવદશામાંથી જે ‘“અપ્રવ્રુત” = પડવાના જ નથી એવા પ્રકારના આત્માને કે જે વિશિષ્ઠ ધ્યાનમાં આરૂઢ થયેલા છે તેવા આત્માને હવે આ આવશ્યક ક્રિયા જરૂરી નથી. જો તે આવી ક્રિયામાં જોડાય તો તે ક્રિયા પોતે સ્વીકારેલી ધ્યાનદશામાં વિઘ્ન કરનારી એટલે કે વિઘાત કરનારી બને છે. એક કાલે (પ્રાથમિક કાલે) જે આવશ્યક ક્રિયા ઉપકાર કરનારી હતી તે જ આવશ્યક ક્રિયા ઉપલી દશા આવે ત્યારે વિઘ્ન કરનારી-નુકશાન કરનારી-વિઘાત કરનારી બને છે. આગમમાં પણ કહ્યું છે કે પહેલાં જે અમૃતના કુંભની ઉપમાવાળું હોય છે તે જ ઉપરના કાલે વિષના કુંભની ઉપમાવાળું બને છે. જેમ એક ગામથી બીજે ગામ જતાં વાહન એ સાધન હોવાથી સ્વીકારવાનું હોય છે તે જ વાહન તે ગામ આવી ગયા પછી ઉપર-ઉપરના માળ પર ચઢતાં છોડી જ દેવાનું હોય છે, તેમ અહીં સમજવું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
-
જે આવશ્યક ક્રિયા આદિ સારામાં સારી ધર્મક્રિયા છે. તે આત્માની વિશુદ્ધિ માટે જરૂરી છે. પરંતુ તે ધર્મક્રિયા એ આત્મધર્મ નથી, આત્માનું સ્વરૂપ નથી, શુભ એવી યોગક્રિયા છે. તેથી પુણ્યબંધનો હેતુ છે. દોષો લાગે છે. ત્યાં સુધી ક્ષમાયાચના દ્વારા નિર્જરા અને સંવરનો હેતુ છે. માટે કર્તવ્ય છે. પણ વિશુદ્ધિ આવી જાય પછી તે છોડી દેવા જેવી છે. લાકડીનો ટેકો પગ સાજા ન થાય ત્યાં સુધી ઉપકારી છે, પણ પગ સાજા થયા પછી તે જ લાકડીનો ટેકો બોજારૂપ છે. તેની જેમ આ ધર્મક્રિયા પૂર્વકાલમાં (સાધક અવસ્થામાં) હિતકારી છે. તે જ ધર્મક્રિયા પછીના કાલમાં (ધ્યાનસ્થાવસ્થા આવે ત્યારે) અહિતકારી છે. જેમ નિસીહિ આદિ ત્રિકો આ જીવમાં પાપાનુષ્ઠાનોનો સંભવ છે ત્યાં સુધી તેના નિવારણ માટે જરૂરી છે. પરંતુ જ્યારે આ આત્મા બહિર્ભાવમાં ન જ જાય અને અંતરાત્મભાવ કે પરમાત્મભાવમાં પ્રવેશી ચૂક્યો હોય છે ત્યારે પાપાનુષ્ઠાન સેવવાનો સંભવ જ નથી. તેથી તે કાલે નિસીહિ આદિ ત્રિકોનું સેવન જરૂરી નથી.
આ કારણથી આત્માના સ્વરૂપની સાથે એકતા કરવી, સ્વભાવદશામાં જ લયલીન થવું, વિભાવદશાનો ત્યાગ કરવો, પ્રગટ થયેલી ચેતનાશક્તિને અને વીર્યાદિ શક્તિને સ્વભાવદશામાં જ જોડવી એ જ એક હિતકારી-કલ્યાણકારી માર્ગ છે. ૪
Page #137
--------------------------------------------------------------------------
________________
૩૩૬ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥५॥
ગાથાર્થ :- તપશ્ચર્યા, શ્રુતજ્ઞાન આદિ વડે અહંકારવાળો બનેલો આત્મા આવશ્યકક્રિયા કરતો હોય તો પણ તે કર્મો વડે લેપાય છે અને ભાવનાજ્ઞાનવાળો જીવ આવશ્યકક્રિયા રહિત હોય તો પણ તે લપાતો નથી. પણ
ટીકા :- “તપ:શ્રુતાવના રૂત્તિ', વિપિ નિનક્ષત્પવિતુર્થીખ્યિાતી अपि तप:श्रतादिना मत्तः-मानी अभिनवकर्मग्रहणैर्लिप्यते । न च रुषादिनोत्कृष्टा क्रिया हितकारिणी । उक्तञ्चाचाराङ्गे -
___“से वंता कोहं च माणं च मायं च लोभं च एयं पासगस्स दंसणं ૩વરસ્થ નિયંતર માયાdi forસિદ્ધ સન્મિ ” (આચારાંગસૂત્ર શ્રુત૧, અધ્યયન-૩, ઉદ્દેશ-૪, સૂત્ર-૧૨૧)
पुनः “जे ममाइयमइं जहाइ से चयइ ममाइयं, से हु दिट्ठपहे मुणी जस्स णत्थि ममाइयं, तं परिण्णाय मेहावी विइत्ता लोग, वंता लोगसन्नं, से मइमं परिक्कमिज्जासि ત્તિ વે”િ (આચારાંગસૂત્ર શ્રુત-૧, અધ્યયન-૨, ઉદ્દેશો-૬, સૂત્ર-૯૮)
पुनः “से जं च आरभे जं च णारभे, अणारद्धं च न आरभे छणं छणं परिण्णाय... लोगसन्नं च सव्वसो । उद्देसो पासगस्स नत्थि बाले पुण णिहे कामसमणुन्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवटें अणुपरियट्टइ त्ति बेमि ।" (આચારાંગસૂત્ર શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદ્દેશો-૬, સૂત્ર-૧૦૩-૧૦૪)
વિવેચન :- તપ, શ્રુત, ચારિત્રપાલન, આવશ્યકક્રિયા ઈત્યાદિ ધર્મ-અનુષ્ઠાનોનું સારી રીતે ઉત્કૃષ્ટપણે આચરણ કરતા જીવો ક્યારેક જિનકલ્પની તુલ્ય ક્રિયામાર્ગનું આસેવન કરે છતાં પણ તે તપ-શ્રુતાદિ વડે અહંકારવાળા બન્યા છતા નવાં નવાં કર્મો વડે લેપાય છે. કર્મબંધ કરનારા બને છે. અગ્નિશર્માએ ઘણો ઉત્કૃષ્ટ તપ કર્યો પણ ક્રોધાદિના કારણે કર્મો ખપાવ્યાં તો નહીં પણ ઘણા ભવ રખડ્યા. સ્થૂલિભદ્રમુનિએ દશપૂર્વ પ્રાપ્ત કર્યા પછી સિંહનું રૂપ કર્યું અને શ્રુતનો મદ કર્યો તો શેષ-શ્રુત પામી ન શક્યા. વિનયરને સારું ચારિત્રપાલન કર્યું પરંતુ ઉદયન રાજાની હિંસાના જ પરિણામ હોવાથી ઘાતકી થયા અને નવાં કર્મો બાંધનારા બન્યા. અંગારમર્દક આચાર્યાદિ અભવ્ય જીવોએ ચારિત્ર ગ્રહણ કરી આવશ્યકક્રિયા કરી, પણ સંસાર
Page #138
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૭ પરિમિત ન કર્યો અને વધારે ભવ રખડ્યા. ઈત્યાદિ અનેક ઉદાહરણ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. માટે રોષ આદિ પૂર્વક (ક્રોધ-માન-માયા અને લોભપૂર્વક) કરાયેલી ઉત્કૃષ્ટ ક્રિયા પણ હિતકારી બનતી નથી. આ વિષય ઉપર આચારાંગસૂત્રના પાઠની સાક્ષી આપી છે –
(૨) તે ઉત્તમ ચારિત્રવાળા મહાત્મા પુરુષો ક્રોધ, માન, માયા અને લોભનો (વંત) = ત્યાગ કરનારા હોય છે. (અર્થ) = આવા પ્રકારનું (૩વરસન્થસ) = દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના શસ્ત્રોથી વિરામ પામેલા એવા અને (પનિયંતરસ) = સંસારનો પર્યન્ત = સર્વથા અંત કરનારા, (પાસ ) = કેવલજ્ઞાની એવા મહાવીર પ્રભુનું દર્શન છે. મહાવીરપ્રભુનો અભિપ્રાય = કથન એવું છે કે કષાયોને જે વમે છે તે જ મહાચારિત્રવાળા પુરુષો છે. આવા જીવો માયા = નવા કર્મોનું આદાન (ગ્રહણ) બિસિદ્ધ રોકીને ( મિ = કૃમિ) = પોતાનાં જુના કર્મોનો છેદ કરનારા બને છે.
વળી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
(ને માફયમવું = : મામડિં ) = જે મુનિરાજ મારાપણાની મતિનોમમત્વબુદ્ધિનો (નીરું = નાતિ) = ત્યાગ કરે છે. (એ = સઃ) તે મુનિરાજ (વેયર મારૂયં-ત્યગતિ પામવેમ્) બાહ્ય-અભ્યત્તર પરિગ્રહનો ત્યાગ કરી શકે છે. ( ટુ વિપદે મુળી નસ્લ વસ્થિ મર્થ = સ નુ દૃષ્ટપથ: મુનિ, યસ્ય નાસ્તિ માનવેમ્) = તે જ મુનિરાજે સાચો મોક્ષનો માર્ગ દેખ્યો-સ્વીકાર્યો છે કે જેને મારાપણાની મમત્વબુદ્ધિ વર્તતી નથી.
(तं परिण्णाय मेहावी विइत्ता लोगं वंता लोगसन्नं से मइमं परिक्कमिज्जासि त्तिबेमि = तं परिज्ञाय मेधावी विदित्वा लोकं वान्त्वा लोकसञ्ज्ञां, स मतिमान् પર #મેથા: રૂતિ વવામિ) = તે પરિગ્રહ સંસારપરિભ્રમણનું જ કારણ છે આમ જાણીને બુદ્ધિશાળી તે મુનિરાજ સમસ્તલોક પરિગ્રહમાં ડુબેલો છે આમ સમજીને દશ પ્રકારની લોકસંજ્ઞાનો ત્યાગ કરીને તે મતિમાન પુરુષ સંયમાનુષ્ઠાન આચરવામાં પરાક્રમ (પુરુષાર્થ) કરે છે. આ પ્રમાણે હું (મહાવીરસ્વામી પ્રભુ) કહું છું.
વળી આચારાંગસૂત્રમાં જ કહ્યું છે કે – (સે નં ર માર) = તે મુનિરાજ જે જે સંયમાનુષ્ઠાન આચરે છે અને (નાર) = જે જે મિથ્યાત્વ, અવિરતિ આદિ પાપબંધનાં કારણો અથવા અઢાર વાપસ્થાનકો આચરતા નથી, (મUIRવદ્ધ ર ર ગારમે) = આ પ્રમાણે મહામુનિઓ વડે ન આરંભાયેલાં કાર્યો મુમુક્ષુ જીવોએ ન આચરવાં જોઈએ અર્થાત્ પૂર્વકાલીન મુનિરાજો વડે આરંભાયેલાં સંયમાનુષ્ઠાનોનાં જ કાર્યો મુમુક્ષુ જીવોએ આચરવાં
Page #139
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૩૮
નિર્લેપાષ્ટક- ૧૧ જોઈએ. સારાંશ કે પૂર્વમુનિરાજોએ જે અઢાર પાપસ્થાનક આદિ આચર્યા નથી તે મુમુક્ષુ જીવોએ ન આચરવાં જોઈએ અને જે સંયમાનુષ્ઠાન આચર્યા છે તે મુમુક્ષુ જીવોએ આચરવાં જોઈએ.
(छणं छणं परिण्णाय लोगसन्नं च सव्वसो = क्षणं क्षणं परिज्ञाय लोकसञ्ज्ञां ર સર્વશ:) = ક્ષg હિંસાથી”, ક્ષ ધાતુ હિંસા અર્થમાં છે. તેથી જ્યાં જ્યાં હિંસા થતી હોય તે બરાબર જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે હિંસાનો અને લોકસંજ્ઞાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. અથવા ક્ષUT = અવસર ઉચિતકાલ, કયા અવસરે કર્યું ધર્માનુષ્ઠાન કરવું જોઈએ તે બરાબર જ્ઞપરિજ્ઞા વડે જાણીને આસેવનપરિજ્ઞા વડે આચરવું જોઈએ અને લોકસંજ્ઞાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
(૩ો પસારૂ રસ્થિ) = પવી = પરમાર્થ = આત્મતત્ત્વના પરમાર્થને જાણનારા જ્ઞાની મહાત્માને નરક-નિગોદ-એકેન્દ્રિયાદિના ઉદ્દેશા હોતા નથી. એટલે કે નરક, નિગોદ-એકેન્દ્રિયાદિના ભવોનું વર્ણન કરનારા આચારાંગસૂત્રના જે જે ઉદ્દેશા છે અને તે તે ઉદ્દેશામાં જે જે દુઃખોનું વર્ણન કરેલું છે તેવાં દુઃખો અને રખડવાપણું પરમાર્થ દષ્ટિવાળા આત્માને હવે આવતું નથી.
__ (बाले पुणे निहे कामसमणुन्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवर्से अणुपरियट्टइ त्ति बेमि = बालः पुनः स्नेहः कामसमनुज्ञः अशमितदुःखः दुःखी दुःखानामेव
વર્તમનુપરિવર્તિતે રૂતિ વીમ) = પરંતુ જે બાલ છે એટલે કે અજ્ઞાની અને મોહાલ્પ જીવ છે. તે રાગાદિ ભાવવાળો, કામવાસનાથી યુક્ત, નથી શાન્ત થયાં મોહના વિકારાત્મક દુઃખો જેનાં એવો જીવ હાલ વર્તમાનકાલે તે દુઃખી છે જ, પરંતુ ભાવિમાં પણ દુઃખોનું જ પુનરાવર્તન થાય તેમ આચરણ કરી રહ્યો છે એમ હું કહું છું.
अतः क्रियादिमत्तः आहारादिचतस्त्रः (क्रोधादिचतस्त्रः) ओघ-लोक-सुखदुःख-शोक-वितिगिच्छा-मोहाभिधान पञ्चदशसञ्जया धर्माभ्यासः "प्रवृत्तिर्न धर्मः" इत्याचाराङ्गवृत्तौ । भावना-अनुप्रेक्षा, तज्ज्ञानमग्नो निष्क्रियोऽपि तादृक्तीव्रतरवीर्याप्रवृत्तो न लिप्यते-न बध्यते । उक्तञ्च सूत्रकृताङ्गसूत्रे
न कम्मुणा कम्म खवेंति बाला, अकम्मुणा उ कम्म खवेंति वीरा । मेहाविणो 'लोभमयावतीता, संतोसिणो नो पकरेंति पावं ॥१५॥
(સૂત્રકૃતાંગ-૧, અધ્યયન-૧૨, ગાથા-૧૫) ૧. વરિત્ “નામાવતીતા' આવો પાઠ પણ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૯
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाई मेहावी, अज्झप्पेणं समाहरे ॥१६॥
(સૂત્રકૃતાંગ-૧, અધ્યયન-૮, ગાથા-૧૬) इत्यनेन भावनाज्ञानं तत्त्वैकत्वानुभवान्वितं सम्यग्ज्ञानम्, तेन युक्तो न लिप्यते, सर्वः सत्क्रियाभ्यासः शुद्धसिद्धात्मस्वरूपाविर्भावसाध्यतत्त्वज्ञानानुभवयुक्तस्य हिताय મવતિ |
ઉપરની ચર્ચાથી સમજાશે કે ધાર્મિક ક્રિયાનુષ્ઠાનોમાં જે ઓતપ્રોત હોય, લયલીન હોય, ક્રિયાઓને જ ધર્મ માની લીધો હોય પરંતુ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એમ આહારાદિ ચાર સંજ્ઞા, તથા ક્રોધ, માન, માયા અને લોભ એમ ક્રોધાદિ ચાર સંજ્ઞા તથા ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા, વિષયસુખસંજ્ઞા, દુઃખસંજ્ઞા, શોક-વિતિગિચ્છા અને મોહ સંજ્ઞા આ નામવાળી બીજી સાત સંજ્ઞા એમ કુલ પન્નર સંજ્ઞાઓપૂર્વક જો આ ધર્મની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિને ધર્મ કહેવાતો નથી. મોહને પોષનારી, મોહને વધારનારી, કે મોહદશાપૂર્વકની કરાયેલી ધર્મપ્રવૃત્તિ તે ધર્મપ્રવૃત્તિ નથી. એમ આચારાંગસૂત્રની ટીકામાં સ્પષ્ટપણે કહેલું છે. તથા સમજાય પણ છે કે રાગાદિ કષાયો પૂર્વકના કલુષિત ભાવ રાખીને કરાયેલો ધર્મ એ ધર્મ નથી. માટે આવી ક્રિયા કરનારો આત્મા ધર્મક્રિયા કરવા છતાં પણ કર્મોથી લેપાય છે.
પરંતુ ભાવનાજ્ઞાનવાળો આત્મા એટલે કે આત્મતત્ત્વની જ અનુપ્રેક્ષા કરવાવાળો આત્મા સમ્યજ્ઞાનમાં મગ્ન બન્યો છતો સંવેગ-નિર્વેદ પરિણામવાળો, ઉત્તમ આત્મા શરીર અને સંજોગની પ્રતિકૂળતા આદિ બીજા બાધક કારણો હોવાથી કદાચ ધર્મક્રિયાનાં અનુષ્ઠાનો ન કરતો હોય અર્થાત્ તેવા પ્રકારની તીવ્રતર વીર્યની પ્રવૃત્તિ ધર્મકાર્યમાં ન વાપરતો હોય તો પણ નવાં નવાં કર્મોથી તે લપાતો નથી. નવાં કર્મો બાંધતો નથી. સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) નામના સૂત્રમાં કહ્યું છે કે –
બાલજીવો (અજ્ઞાની જીવો) ધર્માનુષ્ઠાનોની ક્રિયા કરવા છતાં પણ મિથ્યાત્વાદિ દોષો હોવાથી તે ધર્મક્રિયા વડે કર્મોનો ક્ષય કરતા નથી. પણ મિથ્યાત્વાદિ દોષો આકરા હોવાથી કર્મો બાંધે છે. પરંતુ વૈદ્યો જેમ ચિકિત્સા વડે રોગોનો નાશ કરે છે તેમ વીરપુરુષો મમ્મM/ બહુ-ધર્માનુષ્ઠાન ન કરવા છતાં પણ આશ્રવોનો નિરોધ માત્ર કરવા વડે કર્મોનો ક્ષય કરે છે. તેથી હિતાહિતની પ્રાપ્તિ અને પરિહારને જાણવાવાળા (મેહવિ) = જ્ઞાની પંડિત પુરુષો લોભમય એવો જે પરિગ્રહ છે, તેનાથી રહિત થયા છતા અથવા લોભ અને ભય એમ
Page #141
--------------------------------------------------------------------------
________________
३४० નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર બન્નેથી રહિત થયા છતા અથવા લોભદશાથી (અને પરિગ્રહસંજ્ઞાથી) ઉત્પન્ન થતા જે ભયો, તેનાથી રહિત થયા છતા અત્યન્ત સંતોષી એવા તે જીવો પાપકર્મને (અઢાર પ્રકારના પાપસ્થાનકોને) આચરતા નથી. તેથી જ નવાં નવાં કર્મો બાંધતા નથી. આશ્રવને રોકનારા અને સંવરને સ્વીકારનારા હોય છે.
જેમ કાચબો પોતાના શરીરના અંગોને પોતાના શરીરમાં જ સંહરી લે છે તેમ મેધાવી (બુદ્ધિશાળી સાધક) આત્મા પણ સભ્યપ્રકારના ધર્મધ્યાનાદિ રૂપ પોતાના જ અધ્યવસાયો વડે પાપકર્મોને સંહરી લે છે (નાશ કરે છે).
ઉપરોક્ત લખાણથી સમજાશે કે આત્મતત્ત્વની સાથે એકતા કરવા રૂપ જે ભાવનાજ્ઞાન સ્વરૂપ સમ્યજ્ઞાન છે તેનાથી યુક્ત એવો આત્મા કર્મોથી લપાતો નથી. શુદ્ધ એવું સિદ્ધ દશાવાળું જે આત્મસ્વરૂપ છે તેને જ પ્રગટ કરવાનું સાધ્ય (લક્ષ્ય) છે જેમાં એવું જે આત્મતત્ત્વનું જ્ઞાન છે તેવા પ્રકારના જ્ઞાનના અનુભવથી યુક્ત આત્માની સર્વ પ્રકારની ધાર્મિક ક્રિયાનો જે અભ્યાસ છે તે અવશ્ય આત્મહિત કરવા માટે જ થાય છે. તેનાથી નિયમા આત્મકલ્યાણ જ સિદ્ધ થાય છે. //પl
अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः । शुद्ध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ॥६॥
ગાથાર્થ :- નિશ્ચયનયથી આત્મા અલિપ્ત છે અને વ્યવહારનયથી આત્મા લિપ્ત છે. જ્ઞાની પુરુષ આત્મા અલિપ્ત છે એવી દૃષ્ટિ રાખીને શુદ્ધ થાય છે અને ક્રિયાવાળો પુરુષ આત્મા કર્મોથી લેપાયેલો છે એવી દૃષ્ટિ રાખીને શુદ્ધ થાય છે. દા
ટીકા :- “નિત તિ” નિશ્ચયેન-નિશ્ચયરૂપેT ના સ્વરૂપે ના રૂત્યર્થ आत्मा-चेतनः, अलिप्तः-पुद्गलाश्लेषरहितः, च-पुनः व्यवहारतो-बाह्यप्रवृत्तिसोपाधिकत्वतः अयमात्मा लिप्तः । अतः परसंसर्गजन्यव्यवहारत्यागे यतितव्यम् । अत एवालिप्तया दृशा शुद्धचिदानन्दावलोकनात्मकयाऽऽत्मानमात्मतया परञ्च परतया अरक्ताद्विष्टदृष्ट्या ज्ञानी-वेद्यसंवेदकः स्वसंवेदनज्ञानी शुद्धयति-शुद्धो भवति सर्वविभावमलापगमनेन निर्मलो भवति ।
- વિવેચન :- નિશ્ચયનયથી-વસ્તુના વાસ્તવિક સ્વરૂપને ગ્રહણ કરનારા એવા પારમાર્થિક નય વડે એટલે કે પોતાના મૂળભૂત સ્વરૂપ વડે અર્થાત્ મૂલભૂત જાતિ વડે આ આત્મા અલિપ્ત જ છે. શરીર અને કર્મપુલોના આશ્લેષથી રહિત છે. વળી વ્યવહારનયથી
Page #142
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૪૧
એટલે કે બહારની પ્રવૃત્તિ રૂપ મન-વચન-કાયાની શુભાશુભ ચેષ્ટા સ્વરૂપ સોપાધિકતાથી આ આત્મા શરીર અને કર્મના પુદ્ગલોથી લેપાયેલો પણ છે. આ બન્ને નયને બરાબર સમજવા માટે સોનાની દસ તોલાની લગડી અથવા સ્ફટિકના ગોળાનું એક ઉદાહરણ વિચારીએ.
સોનાની લગડી અથવા સ્ફટિકનો ગોળો હાથમાંથી પડી ગયો અને કાદવમાં કે વિષ્ટામાં લપેટાઈ ગયો. ચારે બાજુના કાદવથી અને વિષ્ટાથી ખરડાયેલી તે લગડી અથવા ખરડાયેલો તે સ્ફટિકનો ગોળો બહારથી (વ્યવહારથી) જોશો તો કાદવના પુદ્ગલોથી ખરડાયેલો અને મલીન થયેલો લાગશે. પરંતુ તત્ત્વદૃષ્ટિએ (નિશ્ચયનયની દૃષ્ટિએ) જોશો તો સોનાની લગડીનો કે સ્ફટિકના ગોલાનો એક પણ કણ કાદવ કે વિષ્ટારૂપ બન્યો નથી. તે બન્ને વસ્તુ પોતે જેવા સ્વરૂપમાં પહેલાં હતી તેવા જ સ્વરૂપમાં જ છે. સોનું તે સોનું જ રહ્યું છે અને સ્ફટિક તે સ્ફટિક જ રહ્યું છે. બહાર બહાર લાગેલો કાદવ કે વિષ્ટા પાણીથી ધોઈ શકાય છે. તે કાદવ કે વિષ્ટા સોનાના અને સ્ફટિકના અસલી સ્વરૂપને બદલી શકતાં નથી કે મલીન કરી શકતાં નથી. તેવી જ રીતે આત્મામાં પણ સમજવું.
કાદવ અને વિષ્ટામાં ડુબી ગયેલી લગડીને અને સ્ફટિકને લેવા માટે મનુષ્ય કાદવમાં અને વિષ્ટામાં પણ હાથ નાખે છે. કારણ કે તે સમજે છે કે સોનાનું અને સ્ફટિકનું અસલી મૂલ સ્વરૂપ બગડ્યું નથી. તે તો જેવો પદાર્થ છે તેવો જ રહેલો છે. આમ આત્મા પણ શરીર તથા કર્મોથી લપેટાવા છતાં તે પોતે પોતાના મૂલસ્વરૂપે તો તેવોને તેવો જ રહેલો છે. તેથી જ યોગીઓ તેને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે છે. તથા તે સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો કાદવમાંથી લઈને સીધે સીધો કોઈ ખીસ્સામાં નાખતા નથી, તેને પાણીથી સાફ તો કરે જ છે. કારણ કે બહારથી તે અવશ્ય મલીન થયેલો છે. તેવી જ રીતે આ આત્મા શરીર અને કર્મથી વ્યવહારનયની અપેક્ષાએ ખરડાયેલો-મલીન થયેલો પણ છે જ. માટે તેને સાફ કરવા, નિર્મળ કરવા પાણીની જેમ તપ, સંયમ, વૈરાગ, સાધના અને આરાધનાની આવશ્યકતા રહે જ છે. આમ બન્ને નયથી વસ્તુનું સાચું સ્વરૂપ જણાય છે.
આ રીતે નિશ્ચયનયથી આત્મા પુદ્ગલના આશ્લેષથી રહિત-અલિપ્ત છે અને વ્યવહારનયથી આ આત્મા કર્મ અને શરીરાદિ પુદ્ગલોથી આશ્લિષ્ટ છે. લિપ્ત છે. આ કારણથી જ પર પદાર્થોના સંસર્ગથી ઉત્પન્ન થયેલા વ્યવહારનો એટલે વ્યવહારનયવાળા અશુદ્ધ સ્વરૂપનો ત્યાગ કરવા માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ. આ કારણથી જ આ આત્મા સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધ છે, ચિદાનંદમય છે, નિર્મળ છે. પોતાનું મૂલ સ્વરૂપ કંઈપણ ગુમાવ્યું નથી. અને અલ્પ માત્રાએ પણ બગડ્યુ નથી. આવું અવલોકન કરનારી અલિપ્તતાની દૃષ્ટિ વડે જેમ સોનું તે સોનું જ છે. સ્ફટિક તે સ્ફટિક જ છે. કાદવ તો તેનાથી
Page #143
--------------------------------------------------------------------------
________________
૩૪૨
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
ભિન્ન પદાર્થ જ છે. તેમ આ આત્માને શુદ્ધ આત્મા તરીકે અને પરદ્રવ્યને (પુદ્ગલ દ્રવ્યને) પરદ્રવ્ય તરીકે દેખતો જ્ઞાની આત્મા જરા પણ કોઈના ઉપર રાગ-દ્વેષ કર્યા વિના પોતાના આત્મભાવમાં વર્તતો છતો પોતાને પરથી ભિન્ન માનતો છતો વેદ્યસંવેદ્ય પદનો અનુભવ કરતો છતો આત્માની નિર્મળ દશાનું સંવેદન કરનારો જ્ઞાની આત્મા શુદ્ધ થાય છે. સર્વ પ્રકારની વિભાવદશા સ્વરૂપ ઉપર ઉપર લાગેલો કાદવતુલ્ય મેલ દૂર કરવા વડે અત્યન્ત નિર્મળ થાય છે.
આ આત્મા મૂલ-સ્વરૂપે અલિપ્ત છે એમ સમજીએ તો જ તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ સુઝે. જો એકલો મલીન જ થઈ ગયો છે, એમ એકાન્તે લિપ્તતાની જ દૃષ્ટિ રાખીએ તો કાદવમાં પડેલા લાડવાને જેમ લેવાનું મન ન થાય તેમ આ આત્માને પણ મેળવવાનું મન ન થાય. માટે કાદવમાં પડેલા લાડવાની જેમ આ આત્મા કર્મોથી એકાન્તે લિપ્ત નથી. પણ નિશ્ચયથી જરૂર અલિપ્ત છે. આવા પ્રકારની દૃષ્ટિ જ્ઞાનીની એટલે કે નિશ્ચયનયવાળાની હોય છે અને વ્યવહારનયવાળાની દૃષ્ટિ કંઈક જુદી હોય છે તે હવે સમજાવે છે
अन्यः क्रियावान् लिप्तया दृशा लिप्तोऽहं बद्धोऽहं अशुद्धाचरणैः, तेन शुद्धाचरणेन पूर्वप्रकृतीः क्षपयित्वा अभिनवाकरणेन आत्मानं मोचयामीति दृष्ट्या क्रियां वन्दन-नमनादिकां कुर्वन् शुद्धयति-निर्मलो भवतीति निश्चयव्यवहारगौणमुख्यवतां साधनक्रमः ॥६॥
વ્યવહારનયની દૃષ્ટિવાળો આત્મા નિશ્ચયનયની દૃષ્ટિવાળા આત્મા કરતાં કંઈક અન્ય દૃષ્ટિવાળો છે. તે દૃષ્ટિવાળો પુરુષ આત્માને કર્મો અને શરીરાદિનાં પુદ્ગલોથી લિપ્ત થયેલો દેખે છે. જેમ સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો કાદવથી લિપ્ત છે તેમ આત્મા પણ કર્માદિ પુદ્ગલોથી લિપ્ત છે. તેથી લગડીને અને સ્ફટિકના ગોળાને જેમ પાણીથી ધોવાની જરૂર રહે છે તેમ આત્માને પણ કર્મરહિત કરવા માટે સાધના અને આરાધનાની જરૂર રહે છે. આ રીતે અન્યઃ = વ્યવહાર નયવાળો યિાવાન્ = ક્રિયાની પ્રધાનતાવાળો હોય છે તે આત્મા પોતાના આત્માને કર્મોથી લેપાયેલો દેખે છે. આમ લિપ્તતાવાળી દૃષ્ટિથી જોનારો છે. તેથી હું અશુદ્ધ છું, અશુદ્ધ આચરણાઓ વડે (અઢાર પાપસ્થાનકો સેવવા વડે) લેપાયેલો છું, બંધાયેલો છું, મલીન બનેલો છું, હું કાદવ-કીચ્ચડમાં ખૂંચેલો છું. તે કારણથી અશુદ્ધ આચરણને છોડીને મારે શુદ્ધ આચરણ આચરવું જોઈએ અને તેના દ્વારા પૂર્વકાલમાં બાંધેલી કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને નવાં નવાં કર્મો ન બાંધવા વડે હું મારા આત્માને આ બંધનમાંથી
Page #144
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૪૩
છોડાવું એવી દૃષ્ટિ રાખીને આ આત્માને કર્મના બંધનમાંથી છોડાવવા માટે વંદન-નમનાદિ ધર્મક્રિયા કરતો છતો શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે.
આ રીતે નિશ્ચયનય આત્માને મૂલસ્વરૂપે અલિપ્ત સમજીને ચાલે છે. તે નિશ્ચયનયવાળાને પણ આત્માની લિપ્તતા દેખાય છે, પણ તેને તે ગૌણ કરે છે અને વ્યવહારનયની દૃષ્ટિવાળો આત્મા આત્માને લિપ્ત સમજીને લિપ્તતા દૂર કરવા માટે ધર્મક્રિયા કરે છે. તેને પણ આત્માની મૂલભૂત અલિપ્તતા દેખાય છે. તો જ તે પ્રયત્ન કરે છે. પણ તેને તે વ્યવહાર નયવાળો ગૌણ કરે છે. આ પ્રમાણે નિશ્ચયનય અને વ્યવહારનયવાળાને ગૌણ અને મુખ્યતાએ આત્માની સાધના કરવાનો આ ક્રમ માત્ર છે. વસ્તુસ્થિતિ તો બન્ને નયથી એક જ છે. માત્ર દેખવા દેખવામાં વિવક્ષા જુદી જુદી છે. ૬ા
ज्ञानक्रियासमावेशः, सहैवोन्मीलने द्वयोः ।
भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ॥७॥
ગાથાર્થ :- બન્ને નયોનો (દૃષ્ટિઓનો) એકી સાથે ઉઘાડ થયે છતે જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય છે. પરંતુ સાધનાની ભૂમિકાના ભેદથી ત્યાં એક-એકની મુખ્યતા અને શેષની ગૌણતા હોય છે. IIા
ટીકા :- ‘‘જ્ઞાનવેિતિ’' હ્રયો: વૃચો: મીતને-ઘાટને સદૈવ-સમળાતમેવ, न ह्येकान्तज्ञानरुचिः सम्यग्दर्शनी, न ह्येकान्तक्रियारुचिः सम्यग्दर्शनी, किन्तु सापेक्षदृष्टि-रेव सम्यग्दर्शनी, अतः ज्ञानक्रियासमावेशः उभयोः संयोग एव साधनत्वेन निर्धार्य तत्र कचवरसमन्वितमहागृहशोधनप्रदीपपुरुषादिव्यापारवदिह जीवः स्वरूपकर्मकचवरभृतस्वरूपशोधनालम्बनो ज्ञानादीनां स्वभावभेदव्यापारोऽवसेयः । तत्रोक्तं श्री आवश्यक निर्युक्तौ
વિવેચન :- નિશ્ચયનયની દૃષ્ટિ અને વ્યવહારનયની દૃષ્ટિ આમ બન્ને દૃષ્ટિઓનો એકી સાથે ઉઘાડ કરવામાં આવે તો એટલે કે બન્ને દૃષ્ટિઓને ગૌણ-મુખ્યપણે પણ એકી સાથે રાખીને જો વિવક્ષા કરવામાં આવે તો જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો સાધ્ય-સાધવામાં એકીભાવ થઈ જાય છે. જેમ અમદાવાદથી મુંબઈ જતાં રસ્તાનું ધ્યાન પણ રાખવું જ પડે છે અને ગાડી પણ ચલાવવી જ પડે છે. એટલું જ નહીં પણ માર્ગને ધ્યાનમાં રાખીને તે ગામ તરફનો માર્ગ કપાય એવી રીતે તેને અનુસારે જ ગાડીને ચલાવવાનું કામ કરવું પડે છે. માર્ગનું ધ્યાન અને ગાડીને ચલાવવાની ક્રિયા આ બન્નેનો એકીભાવ હોય તો જ ઈષ્ટગામની
Page #145
--------------------------------------------------------------------------
________________
३४४ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર પ્રાપ્તિ થાય છે. તેમ અહીં બને નયોની સાથે જ સમન્વયપણે વિવક્ષા કરવાથી જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય એ રીતે જો કરાય તો જ ઈષ્ટ સાધ્યની સિદ્ધિ થાય છે.
એકાન્ત જ્ઞાનની જ રુચિ હોય અને ક્રિયાની રુચિ ન હોય તો તે એકાન્તવાદી હોવાથી સમ્યગ્દર્શની કહેવાતા નથી. જેમ નદી તરવાની કલા જાણે, પણ તરવાની ક્રિયા ન કરે તો તારૂ હોય તો પણ તરી શકતો નથી. આ વાક્યથી એકાન્તજ્ઞાનદૃષ્ટિવાળા “ભણો, આત્માને ઓળખો, માત્ર આત્માનું જ્ઞાન જ મેળવો, બીજું કશું કરવાની જરૂર નથી, આવી જડક્રિયા તો પૂર્વભવોમાં ઘણી કરી માટે ક્રિયાને છોડો, કેવલ માત્ર જ્ઞાન જ મેળવો” આવું કહેનારા એકાન્ત નિશ્ચયનયવાદી ઉપદેશકો સાચા નથી, સમ્યગ્દર્શની નથી.
તથા એકાન્ત ક્રિયા રુચિવાળા જીવો હોય અને જ્ઞાનમાર્ગની રુચિ ન હોય તો તે વ્યવહારનયના એકાન્તવાદી હોવાથી સમ્યગ્દર્શની કહેવાતા નથી. જેમ નદી તરવાની કલા જાણતા જ ન હોય પણ નદીમાં પડીને જેમ તેમ (અનુભવ વિના) હાથ-પગ હલાવે તો તે નદી તરી શકતા નથી. તેમ માત્ર ક્રિયા કરવાથી જ્ઞાન વિના પણ આત્મ-કલ્યાણ થતું નથી. આ વાક્યથી એકાન્ત ક્રિયારુચિવાળા “ક્રિયા જ કરો, જ્ઞાન મેળવવાની કંઈ જરૂર નથી. શુષ્કજ્ઞાન શું કામ આવે? ભોજનના જ્ઞાનમાત્રથી કંઈ પેટ ભરાતું નથી” ઈત્યાદિ કહીને વ્યવહારનયનો એકાન્તપક્ષ થાપે છે તેવા ઉપદેશકો પણ સમ્યગ્દર્શની નથી.
પરંતુ બને નયોની સાપેક્ષદેષ્ટિ રાખનારા ઉપદેશકો જ સમ્યગ્દર્શની છે. આ કારણથી જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો જે સમાવેશ-સંયોગ-પરસ્પર મીલન એ જ સાધ્યનું સાધન બને છે. આમ સમજીને બન્નેને યથાસ્થાને ગૌણ-મુખ્યપણે પણ સાથે જ રાખવા જોઈએ. તો જ સાધ્યસિદ્ધિ થાય છે. જેમકે વેવર = કચરાથી સમન્વિત = ભરેલા મહીદ = મોટા ઘરને શોઘન = સાફસુફ કરવું હોય તો પ્રદીપ = દીપકનો પ્રકાશ અને પુરુષાવિવ્યાપારવત્ = પુરુષ તથા સાવરણી આદિ શોધક પદાર્થોના કર્તા-કરણાદિ સ્વરૂપે વ્યાપારની જેમ અહીં જીવનું શુદ્ધ સ્વરૂપ કર્મરૂપી કચરાથી ભરેલું છે (ઢંકાયેલું છે). તેથી તે સ્વરૂપને શોધવાના આલંબનવાળો (તે સ્વરૂપને શોધવાની અપેક્ષાવાળો) આ જીવ જ્ઞાન અને ક્રિયા આદિ ગુણોને ભિન્ન ભિન્ન સ્વભાવ પ્રમાણે વ્યાપારિત કરે છે. જ્ઞાનગુણને પ્રકાશ આપવામાં વ્યાપારિત કરે છે અને તપાદિ ક્રિયાને પૂર્વબદ્ધ-કર્મોની નિર્જરા કરવામાં જોડે છે અને સંયમાદિ ક્રિયાને નવાં બંધાતાં કર્મોને રોકવામાં સંવરપણે વ્યાપારિત કરે છે. જેમ ડોક્ટર દર્દીના મુખમાં કાકડા છે કે નહીં તે દેખવા બીજા પુરુષના હાથમાં લાઈટ આપીને પ્રકાશને જોડે છે. પોતે એક હાથથી ચિપીયા વડે દર્દીની જીભને દબાવે છે અને બીજા સાધન વડે દર્દીના મુખમાં કાકડાનું જ્ઞાન મેળવે છે તેમ અહીં જાણવું. આ બાબતમાં આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે –
Page #146
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧
૩૪૫ नाणं पगासगं सोहगो, तवो संजमो उ गुत्तिकरो । तिण्णंपि समाजोगे, मुक्खो जिणसासणे भणिओ ॥१०३॥
તથાપિ ૩પપ પ્રશ્નો (ગાથા-૧૯૧) તિર્મક્ષય: મvફૂQતુત્ય , ज्ञानकृतकर्मक्षयस्तद्भस्मकल्प एव ज्ञातव्यः । तु-पुनः, या च एकैकमुख्यता, अत्रसाधनावसरे सा भूमिकाभेदतः, भूमिका-गुणस्थानावस्था, तस्याः भेदतः, ध्यानाद्यवसरे ज्ञानं मुख्यतः, अर्वाक् क्रियैव मुख्यतः, तथा सर्वत्र साधनसामग्री यथायोगं कार्या । उक्तञ्च भगवतीटीकायाम्
जइ जिणमयं पवज्जह, ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जई अन्नेण उ तच्चं ॥१॥ अतः साधनोद्यताः सर्वमपि स्वस्थाने स्थापयन्ति ॥७॥
જ્ઞાન એ પ્રકાશ આપનાર ગુણ છે. તપ એ જુનાં કર્મોની નિર્જરા કરનારો એટલે કે શુદ્ધિ કરનારો ગુણ છે અને સંયમ એ નવાં બંધાતાં કર્મોને રોકનારો એટલે ગુપ્તિ કરનારો ગુણ છે. આ ત્રણે ગુણોનો સંયોગ (મીલન) થાય તો જ મોક્ષ થાય એમ શ્રી જૈનશાસનમાં કહેલું છે. જેમ કોઈ એક મોટા ઘરને સ્વચ્છ કરવું હોય તો કચરાને દેખાડનાર પ્રકાશ પણ જોઈએ, ઘરમાં પડેલા કચરાને સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ પણ કરવો પડે અને તે કાલે નવો કચરો ન આવે તે માટે બારી બારણાં બંધ પણ કરવાં પડે. આમ પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિ આપનાર જ્ઞાન, તપ અને સંયમના મીલનમાં જ મોક્ષ થાય, આમ જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં કહેલું છે. આ રીતે નિશ્ચયનયથી જ્ઞાન અને વ્યવહારનયથી ક્રિયા એટલે તપ અને સંયમ આ બધું સાથે હોય તો જ મોક્ષ થાય છે. તેથી જ્ઞાનવાદ કે ક્રિયાવાદ બન્નેનું એકીકરણ કરવું અર્થાત્ મીલન કરવું એ મોક્ષહેતુ છે આમ જાણવું.
તથાપિ = આમ બન્ને સાથે હોવાં જોઈએ, તો પણ તેમાં એક મુખ્ય અને એક ગૌણ એમ ઉપદેશપ્રકરણમાં કહ્યું છે. એકમાં કર્મોનો ક્ષય કરવાની તીવ્રતા છે અને બીજામાં કર્મોનો ક્ષય કરવાની તેવા પ્રકારની વિશિષ્ટ તીવ્રતા નથી. તેથી ગૌણ-મુખ્ય પણ કહ્યા છે. તે આ પ્રમાણે - “ધર્મક્રિયા કરવાથી જો અંદર જ્ઞાન ન હોય તો અકામનિર્જરાથી કર્મોનો ક્ષય થાય છે, પણ તે દેડકાંના શરીરના ચૂર્ણ તુલ્ય છે. એટલે કે મરેલા દેડકાના શરીર તુલ્ય છે. જે પાણી આદિનો યોગ થતાં સમૂછિમ જીવ હોવાથી ફરીથી પણ ઉત્પન્ન થાય છે. એમ ક્રિયા કરવાથી કર્મોનો ક્ષય થાય છે. પણ જ્ઞાન ન હોવાથી ક્રિયા પૂરી થાય એટલે પાછો જીવ
Page #147
--------------------------------------------------------------------------
________________
૩૪૬ નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર ભોગ અને કષાયોમાં જોડાઈ જાય છે. એટલે ફરીથી કર્મો બાંધે છે. માટે મંડૂકચૂર્ણતુલ્ય છે.
જ્યારે જ્ઞાનદશા જો જાગૃત હોય તો મનમાં વૈરાગ્યભાવ અને અધ્યાત્મદશા જાગૃત હોવાથી જે કર્મોનો ક્ષય થાય છે તે સકામનિર્જરા હોવાથી મરેલા દેડકાંના શરીરોને બાળીને કરેલી રાખ તુલ્ય છે કે જે રાખમાં ફરીથી દેડકાં ઉત્પન્ન થતાં નથી. તેમ જ્ઞાનપૂર્વક જો કર્મોનો ક્ષય કરાયો હોય તો ફરીથી કર્મો બંધાતાં નથી. તેથી જ્ઞાન એ પ્રધાન છે અને ક્રિયા એ ગૌણ છે. આમ નિશ્ચય એ મુખ્ય છે અને વ્યવહાર એ ગૌણ છે. એવું ઉપદેશપ્રકરણમાં કહ્યું છે. આ જ વાત પૂજ્ય હરિભદ્રસૂરીજી મહારાજાએ યોગષ્ટિસમુચ્ચયમાં પણ કહેલી છે. તે આ પ્રમાણે -
तात्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥२२३॥ खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥२२४॥
તાત્ત્વિક એવો પક્ષપાત (તત્ત્વના પક્ષપાતવાળું જ્ઞાન) અને ભાવશૂન્ય જે કેવળ એકલી ક્રિયા, આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું મોટુ અંતર જાણવું. ૨૨૩
આગીયાનું જે તેજ છે તે પ્રમાણમાં અલ્પ છે અને વિનાશી છે. સૂર્યનું જે તેજ છે તેનાથી વિપરીત છે. એમ પંડિતપુરુષોએ જાણવું. ૨૨૪ો દ્રવ્યગુણપર્યાયના રાસમાં પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે –
નાણરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભ નાણ ! યોગદૃષ્ટિસમુચ્ચયે, અંતર ખજુઆ-ભાણ. ૧૫-all ખજુઆ-સમી ક્રિયા કહી, નાણ-ભાણ સમ જોઈ ! કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ I/૧૫-૪ ક્રિયામાત્ર કૃત કર્મખય, દદુર ચુન સમાન ! જ્ઞાન કિક ઉપદેશપદિ, તાસ છાર સમ જાણ /૧૫-પી/ ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે – सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ वि । इय जीवो वि ससुत्तो, ण णस्सइ गओ वि संसारे ॥१५-६॥
Page #148
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૪૭
સૂચિ (એટલે કપડું સાંધવાની સોય) જો સૂત્ર (દોરા) સાથે હોય તો કચરામાં પડી ગઈ હોય તો પણ ખોવાઈ જતી નથી. મળી આવે છે. તેમ આ જીવ પણ સૂત્ર સાથે (જ્ઞાનગુણ સાથે) હોય તો સંસારમાં ગયો હોય તો પણ નાશ પામતો નથી, ખોવાઈ જતો નથી. થોડા જ કાલમાં તુરત ઉપર આવી જાય છે.
ગૌણ-મુખ્યતાની આ જ વાત ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે કે - બન્ને નયો સાથે જ રાખવાના છે. છતાં એક-એકની જે ગૌણ-મુખ્યતા કરવાની કહી છે તે ભૂમિકાના ભેદથી જાણવી. સાધ્ય સિદ્ધ કરવા માટેની સાધના કરનારા જીવની પાત્રતાના કારણે ગૌણ-મુખ્યતા છે. સાધના કરવાના અવસરે જીવની જેટલી જેટલી અને જેમ જેમ પાત્રતા પાકતી જાય છે તેટલી તેટલી અને તેમ તેમ સાધના બદલાતી જાય છે. જેમ નાના બાળકને ચાલતાં શીખવાડવું હોય ત્યારે ત્રણ પૈડાં વાળી ઠેલણગાડી જરૂરી છે. પરંતુ જ્યારે તે બાળક સ્વયં ચાલતું થઈ જાય છે ત્યારે ઠેલણગાડીનો ત્યાગ જ જરૂરી બને છે. સ્કુલમાં સરવાળા-બાદબાકી ભણવાં હોય ત્યારે મણકાવાળી સ્લેટ કામની હોય છે. પરંતુ સરવાળાબાદબાકી આવડી જાય પછી તેનો ત્યાગ જ જરૂરી બને છે. આમ ધ્યાનાદિના અવસરે એટલે કે ઉંચી ભૂમિકામાં જ્ઞાન મુખ્ય છે અને તેના પૂર્વકાલમાં સાધનાની પૂર્વભૂમિકામાં ક્રિયા મુખ્ય છે.
આ રીતે બાલજીવોને સામાયિક-પ્રતિક્રમણ-તપ-દેવપૂજા-દેવદર્શન-વૈયાવચ્ચ આદિ ક્રિયામાર્ગ વધારે ઉપકારી છે. અને તે બાલજીવ જેમ જેમ આ કાર્યમાં લીન થતો જાય છે તેમ તેમ વય વધતાં તત્ત્વજ્ઞાન-શાસ્ત્રાધ્યયન-એકાન્તમાં ચિંતન-મનન ઈત્યાદિ કાર્યો તેને મુખ્ય બને છે. આ રીતે જ્યાં જ્યાં જે જે સાધનસામગ્રી કાર્ય કરનારી બને છે. ત્યાં ત્યાં તે તે સાધનસામગ્રી પ્રધાન કરવી. જેમ અમદાવાદથી મુંબઈ જવું હોય તો અમદાવાદમાં પોતાના ઘરથી રીક્ષા લેવી પડે છે. પણ સ્ટેશન આવે એટલે રીક્ષાને છોડીને ટ્રેન પકડવી પડે છે. મુંબઈ આવે ત્યારે ટ્રેન છોડીને ટેક્ષી લેવી પડે છે. જ્યારે પોતાનું એપાર્ટમેન્ટ આવે ત્યારે ટેક્ષી છોડીને દાદર અથવા એલીમીટર લેવું પડે છે. તેમ સર્વત્ર યથાયોગ્યપણે સાધનસામગ્રી જોડવી જોઈએ. ભગવતીસૂત્રની ટીકામાં તથા પંચવસ્તુક પ્રકરણની ૧૭૨મી ગાથાનો સાક્ષીપાઠ આપતાં કહ્યું છે કે -
“જો તમે જૈનશાસનનો સ્વીકાર કરતા હો તો વ્યવહારનય અને નિશ્ચયનય એમ એકેયને તજશો નહીં.' અર્થાત્ બન્નેને સાથે જ રાખજો. કારણ કે એક વિના (વ્યવહાર વિના) તીર્થનો ઉચ્છેદ થાય છે અને અન્ય વિના (નિશ્ચય વિના) સત્યતત્ત્વનો ઉચ્છેદ થાય છે. માટે બન્ને નયોને સાથે જ રાખજો. એકેને પણ છોડશો નહીં. આવું તત્ત્વ સમજ્યા
Page #149
--------------------------------------------------------------------------
________________
३४८ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર પછી સાધનામાં ઉદ્યમશીલ બનેલા આત્માઓ સર્વે પણ વસ્તુને યથાયોગ્ય સ્થાને જ પ્રયોજે છે. કોઈને કહેવું પડતું નથી કે અહીં આ મુખ્ય કરવા જેવું છે અને આ ગૌણ કરવા જેવું છે. યથાસ્થાને સાધનોનું યથોચિત યુજનકરણ થઈ જ જાય છે. કેટલાક લોકો કહે છે કે વ્યવહાર ત્યજવા જેવો છે. પણ આવું કહેવાની કંઈ જરૂર જ રહેતી નથી. અવસર આવે ત્યારે આપોઆપ છૂટી જ જાય છે. જેમ જેમ સાધ્ય સિદ્ધ થતું જાય છે. તેમ તેમ પૂર્વનું સાધન છુટતું જ જાય છે. માટે આવું કહેવાની કંઈ જરૂર નથી. આવું કહેવા પાછળ વ્યવહાર પ્રત્યે અંતર્લેષ જ કારણ છે. જે ઉચિત નથી. IIછા
सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कतः । शुद्धबुद्धस्वभावाय, तस्मै भगवते नमः ॥८॥
ગાથાર્થ - જે મહાત્મા પુરુષનું ધર્માનુષ્ઠાન સમ્યજ્ઞાનથી સહિત છે અને મોહના દોષો રૂપી કાદવ-કીચડથી મલીન થયું નથી, લેપાયું નથી એવા શુદ્ધ (નિર્મળ) અને બુદ્ધ (જ્ઞાનમય) સ્વભાવવાળા તે પૂજ્ય મહાપુરુષને મારા નમસ્કાર હો. Iટા
ટીકા :- “સજ્ઞાનમિત', એનુBીનં-યલીવરામ, સજ્ઞાનં-સખ્ય જ્ઞાનયુક્તમ્, दोषाः-इहलोकाशंसापरलोकाशंसाक्रोधमानादयः, तैः न लिप्तं-नाश्लेषितं, तस्मै भगवते-पूज्याय नमः । किम्भूताय भगवते ? शुद्धबुद्धस्वभावाय, - शुद्धः -सर्वपुद्गलाश्लेषरहितः, बुद्धः-ज्ञानमयः स्वभावो यस्य स तस्मै इत्यनेन यथा सत्ता तथा, निष्पन्नः निरावरणः सिद्धस्वभावः, तस्य साधका ज्ञानक्रिया सावधाना ।
વિવેચન :- જે મહાત્મા પુરુષો સમ્યજ્ઞાનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાન = જ્ઞાનપૂર્વકનું અનેક પ્રકારનું ધાર્મિક આચરણ કરે છે, બુદ્ધિપૂર્વક સમજી વિચારીને કરે છે, શાસ્ત્રને અનુસરે છે. શાસ્ત્રજ્ઞાન સાથે હોવાથી અવિધિદોષ આવવા દેતા નથી તથા આ લોકનાં સાંસારિક સુખોની ઈચ્છા, પરલોકનાં સાંસારિક સુખોની ઈચ્છા - એટલે કે પરભવમાં રાજા થાઉં, ઈન્દ્ર થાઉં, ધનવાન થાઉં, રૂપવાન થાઉં ઈત્યાદિ વાંછાઓ તથા સાંસારિક સુખોની તમન્ના ઈત્યાદિ ભોગબુદ્ધિના દોષોથી રહિત જે અનુષ્ઠાન કરે છે તથા ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષ ઈત્યાદિ મોહના દોષોથી રહિત થઈને અનુષ્ઠાનો જે મહાત્માઓ આચરે છે. તે પૂજ્યપુરુષોને અમારા નમસ્કાર હોજો.
અગ્નિશર્માએ ગુણસેન ઉપરના ક્રોધ અને દ્વેષથી તપનું આચરણ કર્યું. દશાર્ણભદ્રરાજાએ માનથી પરમાત્માને વંદન કર્યું. લક્ષ્મણા સાધ્વીજીએ માયાથી પ્રાયશ્ચિત્ત માગ્યું અને કર્યું. મલ્લિનાથ ભગવાનના જીવે પણ પાછલા ભવમાં માયાથી તપ કર્યું. આ
Page #150
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧
૩૪૯ રીતે ક્રોધાદિ કષાયો પૂર્વક પણ ધર્મનું આચરણ જીવોમાં સંભવી શકે છે. આવા પ્રકારના કાષાયિક દોષોથી સર્વથા અલિપ્ત એટલે કે દોષોથી રહિત એવું શ્રેષ્ઠ ધર્માચરણ જેનું જેનું છે તે મહાત્મા પુરુષોને હું નમસ્કાર કરું છું. આવા પ્રકારના નિર્દોષ ધર્મ આચરણવાળા મહાત્મા પુરુષો કેવા છે? તો જણાવે છે કે –
શુદ્ધ છે, નિર્મળ છે. અર્થાત્ સર્વ પ્રકારના પદ્ગલિક સુખોની આશંસા વિનાના છે તથા બુદ્ધ છે એટલે કે જ્ઞાનમય છે પ્રકૃતિ જેની એવા છે. નિરંતર સમ્યજ્ઞાનના જ રસિયા છે. વીતરાગ પ્રભુ-પ્રણીત શાસ્ત્રોનું નિરંતર જે દોહન કરનારા છે. આવા પ્રકારના સાધકાવસ્થામાં રહેલા જ્ઞાનીને મારા નમસ્કાર હો. તથા જેવી અનંતગુણોની સત્તા સિદ્ધ પરમાત્મામાં છે. તેવી જ સત્તા પ્રગટ કરવા માટે જે પ્રયત્નશીલ છે. સર્વ ગુણો જેને નિરાવરણપણે પ્રગટ થયા છે. તેવા જે સિદ્ધદશાવાળા પરમાત્મા છે. તેવી શુદ્ધદશાના જે સાધક બન્યા છે. આવા પ્રકારની ઉંચી દશામાં વર્તતા મહાત્મા પુરુષની જ્ઞાનારાધના અને ક્રિયાની આરાધના સદાકાળ સજાગાવસ્થાવાળી હોય છે. તેથી તે મહાત્માને અમારા નમસ્કાર થાઓ.
___तत्र भावना - अनादिघोषणाघोषितपरभावात्मबुद्धिरूपासद्ज्ञानपरभावास्वादनसम्मिलितविभावाभ्रपटलतिरोभूततत्त्वज्ञानभानुबहुलीभूतमिथ्यात्वासंयममहामोहतिमिरान्धीभूतभूतानां मध्ये केचन सदागमाञ्जनतत्त्वप्रीतपानीयपानोत्पन्नसद्विवेकाः पश्यन्ति, ज्ञानावरणादिकर्माच्छादितविभावमलतन्मयीभूतशरीरादिपुद्गलस्कन्धकताप्राप्तोऽपि मूर्तभावोऽपि छिन्नोऽपि अमूर्ताखण्डज्ञानानन्दानन्ताव्याबाधस्वरूपं आत्मानम् ।
भुज्यमानविषया अपि रोचयन्ति स्वतत्त्वानुभवनम्, नानोपायार्जितमपि त्यजन्ति धनौषधं विचित्रचित्रतोद्भूतम् वर्जयन्ति स्वजनवर्गम्, कोटिदानदायका अपि चरन्ति गोचरीम्, मृदुनवनीतकुसुमशय्याशायिनोऽपि शेरते घातोपलशिलाभूमौ, एकात्मतत्त्वसहजस्वभावामूर्तानन्दलीलालुब्धा ज्ञानक्रियाभ्यासतः साधयन्ति निरावरणात्यन्तिकैकान्तिक-निर्द्वन्द्व-निरामय-अविनाशिसिद्धस्वरूपम्, एतत्साधनोद्यताय भगवते नमः દા.
ભાવાર્થ – અનાદિકાળના અભ્યાસથી અભ્યસિત થયેલી અર્થાત્ અતિશય ગાઢ થયેલી એવી પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિરૂપ જે મિથ્યાજ્ઞાન પ્રવર્તે છે તે મિથ્યાજ્ઞાન વડે
Page #151
--------------------------------------------------------------------------
________________
૩૫૦
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
પરપદાર્થોનો મોહ કરવાપૂર્વક એટલે કે મારાપણાના ભાવ સાથે વારંવાર આસ્વાદન કરવાથી વૃદ્ધિ પામેલી એવી જે વિભાવદશા છે - તે વિભાવદશા રૂપ વાદળના સમૂહ દ્વારા તત્ત્વજ્ઞાન રૂપી સૂર્ય તિરોભૂત થઈ જવાથી મિથ્યાત્વ, અસંયમ અને મહામોહ રૂપી ગાઢ અંધકાર ફેલાયેલો છે તે અંધકાર વડે જીવો અંધ બનેલા છે અર્થાત્ વિવેકહીન બનેલા છે. સારાંશ કે વિભાવદશાનું જોર હોવાથી તત્ત્વજ્ઞાન લુપ્ત થઈ ચૂક્યું છે તેથી જીવો મોહના અંધકારમાં અંધ બનેલા છે. માટે સાચી વિવેકદશા ગુમાવી બેઠા છે. વિભાવદશાની તીવ્રતાના કારણે મોહાન્ધ બનેલા જીવો સ્વતત્ત્વ અને પરતત્ત્વનો વિવેક ભૂલી ગયા છે.
તેવા મોહાન્ધ બનેલા જીવોમાંથી સદાગમ રૂપી અંજન સદ્ગુરુ અને સત્શાસ્ત્રો દ્વારા મળવાથી તથા તત્ત્વજ્ઞાનની પ્રીતિ થવા રૂપ પાણી પીવાથી ઉત્પન્ન થયો છે યથાર્થ વિવેક
જેને એવા કેટલાક જીવો આત્માને જ્ઞાનથી દેખે છે. વિવેકદૃષ્ટિ વિકસવાથી તેઓ આમ
સમજે છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મોથી આ આત્મા આચ્છાદિત થયેલો છે, વિભાવદશા રૂપી મેલની સાથે એકમેક બનેલો છે, શરીરાદિના પુદ્ગલસ્કન્ધોની સાથે એકતાને પામેલો છે, મૂર્તભાવવાળો બનેલો છે, ખંડિત સ્વરૂપવાળો (ક્ષાયોપમિક ભાવવાળો) બનેલો છે. તો પણ હવે અમારી વિવેકબુદ્ધિ જાગી હોવાથી તેવા અશુદ્ધ ભાવમાં રહેલો અમારો આત્મા પણ મૂલસ્વરૂપે અમૂર્ત સ્વરૂપવાળો, અખંડ જ્ઞાનાનન્દવાળો, અનન્ત અને અવ્યાબાધ સુખ સ્વરૂપવાળો છે એમ અમને સમજાય છે. ચારે બાજુથી કાદવ-કીચડ વડે લપેટાયેલા સ્ફટિકના ગોળાને વિચક્ષણ પુરુષો જેમ મૂળ અસલી પદાર્થ રૂપે દેખે છે તેમ સદાગમ અને તત્ત્વપ્રીતિથી વિવેકી બનેલા કેટલાક જીવો અશુદ્ધ સ્વરૂપવાળામાં પણ શુદ્ધ સ્વરૂપવાળા જીવને દેખે છે. તેથી તેને પ્રાપ્ત કરવા માટે અને વિભાવદશાને દૂર કરવા માટે નીચે મુજબના કઠીન કઠીન ઉપાયો તે મહાત્માઓ જીવનમાં અપનાવે છે.
(૧) પુણ્યના ઉદયથી પાંચે ઈન્દ્રિયોના વિષયો મળ્યા હોય, ભોગવાતા હોય, ચક્રવર્તી જેવાં રાજપાટ કદાચ હોય તો પણ તેમાં રુચિ ન કરતાં આત્મતત્ત્વનો અભ્યાસ કરવામાં તથા તેનું જ ચિંતન, મનન અને અનુભવ કરવામાં રુચિ કરે છે. આત્મતત્ત્વના અનુભવમાં જ સમય પસાર કરે છે.
(૨) ચિત્ર-વિચિત્ર એટલે ધનોપાર્જનના જુદા જુદા અનેક ઉપાયો અજમાવીને મેળવેલા ધન-ધાન્યનો ત્યાગ કરે છે અને મુનિજીવન સ્વીકારે છે. અહીં પાઠમાં ઘન + ઔષધ શબ્દ છે. ઔષધ શબ્દથી ધનની સાથે સંગત થતો ધાન્ય અર્થ કરવો ઉચિત લાગે છે. કોઈ કોઈ પ્રતમાં ધનૌષધં ને બદલે ધનૌયં શબ્દ પણ છે. જો આ શબ્દ લઈએ તો ધનનો સમૂહ અર્થ પણ ઘટી શકે છે. ઓઘ એટલે સમૂહ. ધન-ધાન્યનો અથવા ધનના સમૂહનો ત્યાગ કરે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૫૧
(૩) ચિત્ર-વિચિત્ર એવા અનેક પ્રકારના સગપણવાળા પોતાના પરિવારજનનો ત્યાગ કરે છે. સારી રીતે આત્મતત્ત્વની સાધના કરી શકે એટલા માટે કુટુંબના મોહનો ત્યાગ કરવા પૂર્વક કુટુંબનો પણ ત્યાગ કરે છે.
(૪) પૂર્વકાળમાં સંસારી અવસ્થામાં કરોડોનું દાન આપનારા હોવા છતાં પણ તેનું માન અને મમત્વ ત્યજીને કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખતા નથી અને ભ્રમરવૃત્તિથી ઘર-ઘરથી અલ્પમાત્રાએ ગોચરી પ્રાપ્ત કરે છે કે જેથી કોઈને પણ રાગ-દ્વેષનું કે મમત્વાદિ ભાવનું કારણ ન બને.. આટલું મોટુ દાન કરનારા પણ સાધુ જીવનમાં ગોચરીએ ચાલવામાં લજ્જા અનુભવતા નથી.
(૫) માખણ અને પુષ્પ જેવી કોમળ શય્યામાં ઉંઘનારા હોવા છતાં પણ રાગના હેતુભૂત એવી કોમળતાનો ત્યાગ કરીને વાત = ઘસાયેલા-ખાડા ટેકરાવાળા પત્થરોની શિલાવાળી ભૂમિ ઉપર શયન કરે છે. કોમલતાનો અને સુખશેલીયાપણાનો રાગ ત્યજે છે.
(૬) માત્ર એક આત્મતત્ત્વનો જે સહજ શુદ્ધ સ્વભાવ તથા અમૂર્ત ગુણોનો જે આનંદ, તેની જ લીલામાં (તેના જ અનુભવમાં) લીન બનેલા આવા મહાત્મા પુરુષો સમ્યજ્ઞાન અને સમ્યક્રિયાનો નિરંતર અભ્યાસ કરવા દ્વારા નિરાવરણ, આત્યન્તિક (પરિપૂર્ણ), ઐકાન્તિક (અનંતકાળ રહેનારું), નિર્દેન્દ, નિરામય અને અવિનાશી એવું આત્માનું સિદ્ધ દશાવાળું સ્વરૂપ સાધે છે. જે આત્મસ્વરૂપમાં હવે કર્મોનું કોઈ આવરણ નથી તે નિરાવરણ, પરિપૂર્ણ સ્વરૂપ તે આત્યન્તિક, જે પ્રગટ થયેલું સ્વરૂપ ક્યારેય ચાલ્યું જવાનું નથી તે ઐકાન્તિક, જે આત્મસ્વરૂપ પ્રગટ થયું છે તેમાં અલ્પમાત્રાએ પણ વિભાવદશા કે દુઃખ આદિ દ્વન્દ્વ નથી તે નિર્દેન્દ્ર. જે શુદ્ધ આત્મસ્વરૂપમાં કોઈ બાહ્ય કે અભ્યન્તર (શારીરિક કે મોહના વિકારાત્મક) રોગો નથી તે નિરામય. જે ક્યારેય વિનાશ થવાનું નથી તે અવિનાશી આવા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપને આવા મહાત્મા પુરુષો જ્ઞાન અને ક્રિયા દ્વારા પ્રગટ કરે છે.
આવા પ્રકારના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની સાધનામાં જે જે વીરપુરુષો ઉદ્યમશીલ બન્યા છે તે ભાગ્યશાળી પૂજ્ય પુરુષોને અમારા નમસ્કાર હોજો. ૮
અગિયારમું નિર્લેપાષ્ટક સમાપ્ત
Page #153
--------------------------------------------------------------------------
________________
૩૫૨
જ્ઞાનસાર
નિઃસ્પૃહાષ્ટક-૧૨ | મથ હાવશે નિ:સ્પૃalષ્ટભ્રમ્ |
अथ निर्लेपत्वदृढीकरणार्थं निःस्पृहत्वं विस्तार्यते । तत्र निःस्पृहत्वं= सर्वपरभावानभिलाषरूपम्, इच्छामू निवारणम् । स्पृहा नाम इच्छा, तदभावो निःस्पृहत्वम् । तत्र नामनिःस्पृह उल्लापरूपः, स्थापनानिःस्पृहः मुनिप्रतिमादिः, द्रव्यनि:स्पृह इहपरत्राधिकाभिलाषेण अल्पानिच्छकः, अथवा भावधर्मास्वादनमन्तरेण तत्स्वरूपापरिज्ञानेन धनादिषु अनिच्छुश्च । भावनिःस्पृहः अप्रशस्तः वेदान्तादिकुतीर्थोपदेशेन एकान्तमुक्तिरक्तः धनादिषु निःस्पृहः सः । प्रशस्तः स्याद्वादानेकान्तपरीक्षापरिच्छिन्नात्मतत्त्वानुभवरुचिपिपासिताः सर्वमपि हेयीकुर्वन्ति परभावम्, भवन्ति स्वरूपलालितचेतसः ।
અગિયારમું નિર્લેપાષ્ટક કહ્યું. આ જીવમાં તે નિર્લેપતા તો જ દેઢ થાય જો આ જીવ નિઃસ્પૃહ બને તો, તે માટે નિર્લેપતાને દઢ કરવા સારુ હવે નિઃસ્પૃહાષ્ટક કહેવાય છે. જેટલી જેટલી પરપદાર્થોથી નિઃસ્પૃહતા વધે તેટલી તેટલી નિર્લેપતા વધે માટે જીવનમાં નિઃસ્પૃહતા લાવવી અત્યન્ત જરૂરી છે. તે હવે સમજાવાય છે.
ત્યાં નિઃસ્પૃહતા એટલે સર્વ પ્રકારના પરભાવોની અનભિલાષા કરવી. કોઈપણ પ્રકારના પર પદાર્થોની અભિલાષા રાખવી નહીં, “મારે આ જોઈએ અને તે જોઈએ” એવા પ્રકારની ઈચ્છાઓનું અને પરપદાર્થોની મૂછનું નિવારણ કરવું તે નિઃસ્પૃહતા કહેવાય છે. સ્પૃહા એટલે ઈચ્છા, તેનો જે અભાવ તે નિઃસ્પૃહતા, કોઈપણ જાતના પરપદાર્થોની અભિલાષા કરવી નહીં. કારણ કે આત્માથી તે સઘળા ય પદાર્થો પર છે. આત્માનું સ્વરૂપ જ નથી. તે પદાર્થો આત્માના છે જ નહીં. પરપદાર્થોને અને આત્માને પોતાની જાતિનો કોઈ સંબંધ જ નથી, તો કેમ ઈચ્છાય ? એમ સમજીને અનિચ્છુક થવું તે નિઃસ્પૃહતા.
નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવનિક્ષેપે નિઃસ્પૃહતા ચાર પ્રકારની છે. નિઃસ્પૃહતા એટલે કે અનભિલાષકતા, અનિચ્છુકતા, આવા પ્રકારના શબ્દોનો જે ઉલ્લાપ (ઉચ્ચાર) કરવો તે નામનિસ્પૃહતા.
નિઃસ્પૃહ એવા મુનિ મહારાજની જે પ્રતિમાદિ તે સ્થાપના નિઃસ્પૃહતા, આ લોકનાં અથવા પરલોકનાં અધિક સુખો મેળવવાની લાલસાથી અલ્પ-સુખોની જે અનિચ્છા કરવી તે દ્રવ્યનિઃસ્પૃહતા, ઘણા ધનની ઈચ્છા બેઠી હોય એટલે થોડું ધન મળતું હોય તો તે ન લઈએ
Page #154
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૫૩
તે સઘળી દ્રવ્યનિઃસ્પૃહતા જાણવી. અથવા ભાવધર્મના સ્વરૂપનો અનુભવ કર્યા વિના અને ભાવ ધર્મના સ્વરૂપને જાણ્યા વિના ક્રોધાદિ કષાયોથી અથવા રાગ-દ્વેષાદિથી ધનાદિમાં જે અનિચ્છા પ્રવર્તે તે પણ દ્રવ્યનિઃસ્પૃહતા. જેમ આપણે જેની સાથે ઝઘડેલા હોઈએ, બોલતા ન હોઈએ તે વ્યક્તિ પ્રભાવના કરતો હોય, બધાંને આપતો હોય ત્યારે આપણે રીસના કારણે અથવા દ્વેષના કારણે ન લઈએ તે સઘળી દ્રવ્યનિઃસ્પૃહતા.
ભાવનિઃસ્પૃહતા બે જાતની હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. ત્યાં પ્રથમ અપ્રશસ્તભાવનિઃસ્પૃહતા સમજાવે છે.
વેદાન્ત આદિ એકાન્તવાદી દર્શનોના અભ્યાસ અને ઉપદેશથી એકાન્ત રૂપે માનેલી મુક્તિમાં અનુરાગી થયા છતા ઘર, ધન, સ્વજન આદિનો ત્યાગ કરી અરણ્યવાસાદિ સ્વીકારાય અને ધનાદિમાં જે નિઃસ્પૃહ થવાય તે અપ્રશસ્તભાવનિઃસ્પૃહ કહેવાય છે. તથા સ્યાદ્વાદાત્મક જે અનેકાન્તવાદ છે તેવા અનેકાન્તવાદપૂર્વક સારી રીતે પરીક્ષા કરીને જાણેલા એવા શુદ્ધ આત્મતત્ત્વના અનુભવ વાળા થવા માટે શુદ્ધ આત્મતત્ત્વની રુચિવાળા જે છે. અને શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાની લાલસાવાળા જે છે. તેઓ સર્વે પણ પરભાવનો જે ત્યાગ કરે છે. પરપદાર્થોથી અત્યન્ત સ્પૃહા વિનાના જે બને છે તે પ્રશસ્ત-ભાવનિઃસ્પૃહ કહેવાય છે. આમ નિઃસ્પૃહતાના ચાર નિક્ષેપા જાણવા.
ચાર નિક્ષેપા સમજાવીને હવે સાત નયો સમજાવે છે
तत्र साधनार्थमादिनयचतुष्टयेन । सिद्धं च नयत्रयेण । तथा जीवाजीवे निःस्पृहः नैगमेन, अजीवे निःस्पृहः सङ्ग्रहव्यवहाराभ्याम्, ऋजुसूत्रेण स्वभोग्यभोग्येषु, शब्दसमभिरूढाभ्यां सन्निमित्तपरायत्तसाधनपरिणामेषु, एवम्भूतेन आत्मीयसाधनपरिणामापन्नभेदज्ञानसविकल्पचरणशुक्लध्यानशैलेशीकरणादिषु निःस्पृहः । आद्यनयचतुष्टयनिःस्पृहस्यावसरः । भावना च - अनादौ संसारे स्पृहाकुलितैर्बहुशः प्राप्तं दुःखलक्षम्, तेन परभावस्पृहानिरीहेण भवितव्यम् ।
હવે નિઃસ્પૃહતા ઉપર સાત નયો સમજાવે છે - આત્મતત્ત્વની સાધના કરવા માટે સાધનાકાલે પરપદાર્થો ઉપરની જે નિઃસ્પૃહતા છે તે નિઃસ્પૃહતા પ્રથમના ચાર નયને આશ્રયી છે. આ ચાર નયો પાછલા ત્રણ નયની અપેક્ષાએ સ્થૂલદૃષ્ટિવાળા છે. એટલે આત્મતત્ત્વની સાધના કરવામાં બાધક બને તેવા બાહ્ય ધન-કંચન-કામિની આદિ પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને મહત્ત્વ આપે છે. જ્યારે પાછલા ત્રણ નયો સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે. તેથી આત્મામાં સિદ્ધ થતું જે તત્ત્વ તેની પણ સ્પૃહા ન કરવી અને તે તત્ત્વ સિદ્ધ થયે છતે સિદ્ધ કરવા ધારેલા ગુણો
Page #155
--------------------------------------------------------------------------
________________
૩૫૪ નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર ઉપર પણ જે નિઃસ્પૃહતા કેળવવી તે જ નિઃસ્પૃહતા કહેવાય - એમ માને છે. કારણ કે આમ હોય તો જ ઉપર ઉપરના ગુણસ્થાનકો ઉપર આરોહણ થાય, માટે બાહ્ય સાધનની નિઃસ્પૃહતાને ગૌણ કરીને સિદ્ધ થયેલા ગુણો રૂપી જે અભ્યત્તર સાધન છે તેના ઉપરની નિઃસ્પૃહતાને પ્રધાન કરે છે. પ્રથમના ચાર નવો બહારના પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને અને પાછલા ત્રણ નવો આત્માની અંદરના સિદ્ધ થયેલા ગુણો ઉપરની નિઃસ્પૃહતાને મહત્ત્વ આપે છે. હવે આપણે એક એક નયની માન્યતાને પણ જાણીએ.
નૈગમનય ઘણો વિશાલ છે. તેથી પુત્ર-પુત્રી-મિત્રાદિ કોઈપણ જીવ ઉપર અને ધન, કંચન, ગૃહાદિ કોઈપણ અજીવ ઉપરની સ્પૃહનો ત્યાગ કરવો. આમ જીવ-અજીવ ઉભયવિષયક નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા માને છે. સંગ્રહનય અને વ્યવહારનય અજીવ પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા કહે છે. કારણ કે અજીવ પદાર્થો સંસારી જીવન જીવવામાં સાધન હોવાથી તેના ઉપર વધારે સ્પૃહા હોય છે. ધન, કંચન અને ગૃહાદિ પદાર્થો ઉપર મુખ્યત્વે સ્પૃહા હોય છે. તેનો ત્યાગ કરાય તો જ જીવ નિઃસ્પૃહ કહેવાય છે. મિત્રાદિ જીવ ઉપરની સ્પૃહા પણ અજીવ પદાર્થોની પ્રાપ્તિ રૂપ સ્વાર્થને લઈને જ હોય છે. માટે જીવ ઉપરની સ્પૃહાને ગૌણ કરીને અજીવની સ્પૃહાને પ્રધાનતા આપીને તેના તરફની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા આ નય માને છે.
ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી અને સ્વકીય વસ્તુનો ગ્રાહક છે. એટલે જે જે અજીવ વસ્તુઓ પોતાના ભોગને યોગ્ય છે. જેમકે પોતાનું ઘર, પોતાનું ધન, પોતાના અલંકાર અને પોતાના વસ્ત્રાદિ, તેના ઉપર જ જીવને વધારે સ્પૃહા હોય છે. પારકાનાં ઘર, ધન, વસ્ત્રાદિ ઉપર તેટલી સ્પૃહા હોતી નથી. માટે 4 = પોતાના મોચ = ભોગને યોગ્ય એવા મોડુ = ઘર, ધન, અલંકાર અને વસ્ત્રાદિ ઉપર જે સ્પૃહા છે તે દૂર થાય તેને જ વાસ્તવિક નિઃસ્પૃહતા કહેવાય છે. આમ આ ચાર નવો મોહ ઉત્પાદક એવા પરપદાર્થોની સ્પૃહાને સ્પૃહા અને તેનાથી નિઃસ્પૃહ થનારની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા માને છે.
દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્રાદિ જે જે શુભ નિમિત્તો છે તેને આધીન થઈને જે જે આત્મતત્ત્વની સાધનાના શુભ પરિણામો આ જીવમાં પ્રગટ થાય છે. તે જો કે ઊધ્વરોહણમાં ઉપકારી છે. તો પણ તેના ઉપરની સ્પૃહા એ મોહ હોવાથી બાધક છે. માટે તેવા શુભ પરિણામોમાં પણ ઝંખના વિનાના બનવું તે નિઃસ્પૃહતા કહેવાય એમ શબ્દનય અને સમભિરૂઢનયનું કહેવું છે. આ નય સૂમદેષ્ટિવાળા હોવાથી આત્માની અંદર જે સાધનાના પરિણામો છે. તેની પણ સ્પૃહા ત્યાજ્ય છે આમ સમજાવે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૫૫
આત્મામાં પ્રગટ થયેલા સાધનાના ઉત્તમ ઉત્તમ પરિણામો વડે ક્રમશઃ ઉત્પન્ન થતાં ભેદજ્ઞાન (ચોથા ગુણઠાણે), સવિકલ્પક ચારિત્ર (પાંચમા-છઠ્ઠા ગુણઠાણે), શુક્લધ્યાન (બારમા ગુણસ્થાનક સુધી પ્રથમના બે ભેદ અને તેરમે-ચૌદમે ગુણઠાણે ત્રીજો-ચોથો ભેદ) તથા શૈલેશીકરણવાળી ચૌદમા ગુણસ્થાનકની શુદ્ધ અવસ્થા ઈત્યાદિ ચડતા-ચડતા ભાવો ઉપર પણ જે નિઃસ્પૃહતા છે. તે જ સાચી યથાર્થ નિઃસ્પૃહતા છે. આમ એવંભૂતનય માને છે. આ સાતે નયોની વાત કરી. પરંતુ અહીં હજુ આપણે નિઃસ્પૃહતા સાધવાની છે. એટલે સાધનાકાલનો અવસર છે માટે પ્રથમના ચાર નયને આશ્રયી મુખ્યત્વે પરદ્રવ્ય પ્રત્યેની નિઃસ્પૃહતા સમજાવવાની છે. માટે તે નિઃસ્પૃહતા સમજાવાશે.
જ્ઞાનમંજરી
ભાવાર્થ આ પ્રમાણે છે કે - અનાદિકાળથી આ સંસારમાં મારે આ જોઈએ અને મારે તે જોઈએ એવી સ્પૃહાથી ભરપૂર ભરેલા જીવો વડે લાખો લાખો દુ:ખો પ્રાપ્ત કરાયાં છે. જ્યાં સુધી સ્પૃહા સંતોષાય નહીં ત્યાં સુધી ભિન્ન ભિન્ન સંકલ્પ અને વિકલ્પો વડે જીવ દુ:ખી દુ:ખી થાય છે. કદાચ કોઈ કોઈ સ્પૃહા પૂર્ણ થાય તો તેના સંરક્ષણની ચિંતાઓ વડે અને અપ્રાપ્ત વસ્તુના ખેદથી જીવ દુ:ખી દુ:ખી થાય છે અને છતાં જ્યારે તે તે વસ્તુનો વિયોગ થાય છે. ત્યારે ઈષ્ટ વસ્તુના વિયોગ વડે જીવ દુ:ખી થાય છે. આમ સ્પૃહાવાળા જીવો સદા દુ:ખી જ હોય છે. તેન = તે કારણથી પરપદાર્થો ઉપરની સ્પૃહાથી મુક્ત થઈને નિરીહ (નિઃસ્પૃહ) થવું જોઈએ. તે માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે -
स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते ।
इत्यात्मैश्वर्यसम्पन्नो, निःस्पृहो जायते मुनिः ॥१॥
ગાથાર્થ :- આત્માના ગુણો રૂપી સ્વભાવદશાના લાભ સિવાય આ સંસારમાં બીજું કંઈ પણ મેળવવા જેવું બાકી રહેતું જ નથી. આમ સમજીને આત્માના ગુણો રૂપી ઐશ્વર્યથી યુક્ત એવા મુનિ (બાહ્ય ભાવોમાં) નિઃસ્પૃહ બને છે. II૧
>
ટીકા :- “સ્વમાવત્તામાત્ કૃતિ', સ્વભાવ:-આત્મધર્મજ્ઞાનવર્શનામળાવ્યાबाधामूर्तानन्दरूपाविच्छिन्नसिद्धत्वशुद्धपारिणामिकलक्षणः तस्य लाभात् । अन्यत्किमपि प्राप्तव्यं-लब्धुं योग्यं न अवशिष्यते - अवशिष्टमस्ति, आत्मस्वरूपलाभ एव लाभ इति । आत्मैश्वर्यं स्वरूपसाम्राज्यं, तेन सम्पन्न:- संयुक्तः मुनिः ज्ञपरिज्ञया ज्ञात्वा, प्रत्याख्यानपरिज्ञया प्रत्याख्यातद्रव्यभावाश्रवः साधुः निःस्पृहः - सर्वशरीरोपकरणपरिवारयशोबहुमानादिषु स्पृहारहितः - इच्छारहितः, जायते भवति । न ह्यनादितृष्णा स्वभावोपभोगमन्तरेणोपशाम्यति ॥ १ ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
વિવેચન :- દશ દૃષ્ટાન્તે દુર્લભ એવા મનુષ્યજીવનને પ્રાપ્ત કરીને જો કોઈ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ હોય તો તે સ્વભાવદશાનો લાભ જ મેળવવા લાયક છે. જે આવેલો ક્યારે પણ નાશ પામતો નથી. તે લાભ પ્રાપ્ત થયા પછી જન્મ, જરા, મરણ, રોગ, શોક અને ભયનાં કોઈપણ પ્રકારનાં દુઃખો ક્યારેય આવતાં નથી. તથા આ જીવને સાચી સ્વતંત્રતા
પ્રાપ્ત થાય છે. કોઈ પણ પરદ્રવ્યની પરાધીનતા પણ ક્યારેય આવતી નથી.
૩૫૬
સ્વભાવદશા એટલે આત્માના ધર્મભૂત એવાં જ્ઞાન, દર્શન, આત્મરમણતા રૂપ ચારિત્ર, અવ્યાબાધસુખ, અમૂર્તપણું અને અપૂર્વ આનંદ ઈત્યાદિ ગુણોમય જે અખંડ સિદ્ધપણાનું શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપ છે, તે જ સ્વભાવદશા કહેવાય છે. તેનો લાભ જો થાય તો તેનાથી બીજું કંઈ પણ મેળવવા યોગ્ય આ સંસારમાં બાકી રહેતું નથી. સર્વોપર આ લાભ છે. જેમ દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનપદ મળતું હોય તો ગુજરાત આદિ કોઈ એક રાજ્યનું વડાપ્રધાનપદ કે પાલનપુર, સુરત, વડોદરા કે જુનાગઢ આદિ કોઈ એક જિલ્લાનું વિશિષ્ઠ સત્તાસ્થાન મેળવવા જેવું રહેતું નથી. કારણ કે કેન્દ્રસરકાર જ સર્વોપરિ છે. તેમ અહીં આત્માના શુદ્ધ, નિર્મળ ક્ષાયિક દશાવાળા આત્મસ્વરૂપનો જે લાભ છે તે જ સાચો લાભ છે. સર્વોપરિ લાભ છે.
ઉપરોક્ત ચર્ચાને અનુસારે આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોરૂપી ધનના ઐશ્વર્યથી (ગુણોના સામ્રાજ્યથી) ભરેલા મુનિ જ્ઞપરિજ્ઞા વડે (જ્ઞાનદશાના બળે) હેય-ઉપાદેય અને શેય તત્ત્વને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે (પચ્ચક્ખાણ કરવા દ્વારા એટલે કે ત્યાગ કરવાના પરિણામ વડે) હેય એવા દ્રવ્યાશ્રવો (હિંસા-મૃષાવાદાદિ) અને ભાવાશ્રવો (મિથ્યાત્વ-અવિરતિકષાયાદિ)નો સર્વથા ત્યાગ કરીને આ મુનિ જગતમાં શરીર, સર્વ ઉપકરણો, પરિવાર, યશ અને માન-બહુમાન આદિ સર્વ પ્રકારના ભોગ્ય ભાવોમાં સ્પૃહા વિનાના એટલે કે ઈચ્છા વિનાના થાય છે. કારણ કે અનાદિ કાળથી ગાઢ જામેલી મોહના ઘરની પરપદાર્થો પ્રત્યેની આ તૃષ્ણા સ્વભાવદશાના અનુભવ વિના (સ્વભાવદશાનું મજબૂત આલંબન લીધા વિના) શાન્ત થાય તેમ નથી. સ્પૃહાને (તૃષ્ણાને) જીતવી હોય તો આત્મતત્ત્વના ગુણોની રમણતા એ જ તેને જિતવાનો શ્રેષ્ઠ ઉપાય છે. રામબાણ તુલ્ય છે. I॥૧॥
સંયોનિતરે: , પ્રાર્થને ન સ્પૃહાવહૈ:। अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ॥२॥
ગાથાર્થ :- સ્પૃહાવાળા (પૌદ્ગલિક સુખની ઈચ્છાવાળા) મનુષ્યો વડે બન્ને હાથ જોડીને કોની કોની પાસે પ્રાર્થના નથી કરાતી ? અર્થાત્ મારી ઈચ્છા સંતોષાશે એમ માનીને
Page #158
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૫૭
સર્વની પાસે પ્રાર્થના કરાય છે. પરંતુ અપરિમિત જ્ઞાનના ભંડાર અને સ્પૃહા વિનાના મુનિને આખું ય આ જગત તૃણસમાન છે. ॥૨॥
=
ટીકા :- “સંયોનિતર: કૃતિ'', મૃદાવર્તે:-કૃચ્છામને: પુરુષ: જે જે નના: परिग्रहभारभुग्ना न प्रार्थ्यन्ते न याच्यन्ते ? किम्भूतैः स्पृहावहैः ? - संयोजितौ करौ येषां ते संयोजितकराः तैः इत्यनेन विषयाशालोलुपैः अनेकान्यनृपसेवनोद्यतैः भवितव्यं भवति । मात्रा - मानं, तेन रहितममात्रं च तत् ज्ञानं च अमात्रज्ञानं, तस्य पात्रं = સ્થાનમ્, તસ્ય સાધો:-નિ:સ્પૃહસ્ય-વૃદારહિતસ્ય નાત્ તૃળ-તૃળપ્રાયમ્, परभावेच्छा મુક્તસ્ય નિર્પ્રન્થય નાત્ તૃળ-નિ:સાર, સારં-સ્વાત્મસ્વરૂપમ્ । ગાથા
વિવેચન :- પરપદાર્થોની સ્પૃહાવાળા (પૌદ્ગલિક સુખ-સામગ્રીની ઈચ્છાવાળા) ભોગભુખ્યા જીવો વડે પરિગ્રહના ભારથી (ધન-ધાન્યાદિ પૌદ્ગલિક સામગ્રીના ભારથી) દબાઈ ગયેલા એવા અર્થાત્ ધન-ધાન્યાદિ સામગ્રીવાળા કયા કયા પુરુષો પાસે પ્રાર્થના કરાતી નથી ? ગમે તેવી હલકી કોમના હોય, ગમે તેવી હલકી પ્રકૃતિના હોય, ગમે તેવા તોછડા વર્તનવાળા હોય તો પણ આવા પ્રકારના તુચ્છ માણસો પાસે પણ આશાવાળા જીવો હાથ જોડી જોડીને કરગરતા દેખાય છે. ભાઈસાહેબ ! ભાઈસાહેબ ! કહીને આવા અનુચિત માણસોની પાછળ ફરતા સ્પૃહાળુ જીવો આ સંસારમાં દેખાય છે. સ્પૃહાવાળા જીવો પોતાની આશા પૂરાશે એમ સમજીને હલકા માણસો પાસે હાથ જોડીને પગે પડીને ભીખારીની જેમ વસ્તુની યાચના કરતા કરગરતા દેખાય છે.
આ યાચના કરનારા સ્પૃહાલુ જીવો કેવા હોય છે ? જોડેલા છે બન્ને હાથો જેણે તેવા અર્થાત્ બન્ને હાથો જોડીને, માથું નમાવીને તે સ્પૃહાવાળા પુરુષો કોની કોની પાસે વસ્તુઓની યાચના નથી કરતા ? માટે આ સ્પૃહા એ જ જીવને જગતનો દાસ બનાવનારી ચીજ છે. આમ કહેવા દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે કે પાંચે ઈન્દ્રિયોના વિષયોની આશામાં લોલુપી બનેલા આત્માઓને અન્ય = નવા નવા અનેક રાજાઓની અથવા શેઠીઓની સેવામાં ઉદ્યમશીલ થવું જ પડે છે. ધનાદિની અપેક્ષાવાળા પુરુષો હાથ જોડીને ધનાદિના ભારવાળા પુરુષોની સેવા કરતા દેખાય છે. ધિક્કાર છે આ સ્પૃહાને કે જે મોટા (ગૌરવશાલી) માણસને પણ હલકા માણસનો દાસ બનાવે છે. આવું છે આ સ્પૃહાનું સ્વરૂપ.
પરંતુ અમાત્ર = અમાપ-અપરિમિત અર્થાત્ અતિશય ઘણું જ છે જ્ઞાન જેને એવા અમાપ જ્ઞાનના પાત્ર એવા અને જે સ્પૃહા વિનાના મુનિ છે. જે આત્માને કોઈ પૌદ્ગલિક વસ્તુની અપેક્ષા નથી તેવા મહાત્માઓને આખું ય આ જગત તૃણતુલ્ય છે તેની સામે કોઈ
Page #159
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
હીરા-માણેક-મોતી અને સોના-રૂપાના ઢગલા કરે તો પણ તેને તે સઘળી વસ્તુઓ કાંકરા બરાબર લાગે છે. ઉલટું આવી કિંમતી વસ્તુઓથી તે દૂર જ રહે છે. કારણ કે આ કિંમતી વસ્તુઓનો સંગ્રહ એ એક પ્રકારનું મોટું બંધન છે, ફસાવનાર છે, રાગ કરાવનાર છે. ચોર, લુટારા આદિનો ભય ઉપજાવનાર છે. માટે તે જોઈએ જ નહીં. આવો પાકો નિર્ણય કરીને નિઃસ્પૃહ રહે છે.
૩૫૮
પરપદાર્થોની ઈચ્છાથી મુક્ત બનેલા નિર્પ્રન્ગ મુનિને આખું ય આ જગત તૃણતુલ્ય અર્થાત્ સાર વિનાનું દેખાય છે. પોતાના આત્માનું સ્વરૂપ અને તેની નિરંતર રમણતા એ જ સાર દેખાય છે. આત્મતત્ત્વની લગની જેને લાગેલી છે તેવા જીવને કોઈપણ જાતનાં પૌદ્ગલિક સુખો ગમતાં નથી, રુચતાં નથી. તેમાં ખુશી ઉપજતી નથી. આ માટે સંસ્તા॰ પ્રજીf To ગ્રંથની ગાથા ૪૮ આ પ્રમાણે છે
तिणसंथारनिसण्णो, मुणिवरो भट्टरागमयमोहो ।
तं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥४८॥
आयसहावविलासी, आयविसुद्धो वि जो निए ध । नरसुरविसयविलासं, तुच्छं निस्सारं मन्नंति ॥१॥
તૃણના સંથારા ઉપર બેઠેલા (એટલે કે જેણે સાંસારિક તમામ પૌદ્ગલિક સુખશય્યાનો ત્યાગ કર્યો છે) એવા અને જેણે પોતાના જીવનમાંથી રાગ, મદ અને મોહનો નાશ કર્યો છે (મોહના તમામ પ્રકારોને જેણે જીવનમાંથી દૂર કર્યા છે) એવા મુનિવર પુરુષ નિર્લોભદશાના (ત્યાગના) અનુપમ સુખને જે પ્રાપ્ત કરે છે તે સુખ ચક્રવર્તી પણ (બોજાવાળો હોવાથી) ક્યાંથી પામી શકે ?
જે મનુષ્ય આત્મતત્ત્વની સ્વભાવદશામાં જ આનંદ માનનારો છે. તેથી જ જેનો આત્મા અત્યન્ત વિશુદ્ધ છે. તથા પોતાના આત્મધર્મમાં જ તલ્લીન છે. તે મનુષ્ય માનવભવ સંબંધી અને દેવભવસંબંધી વિષયોના વિલાસને અસાર અને તુચ્છ માને છે. ॥૨॥
छिन्दन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूर्च्छा च, दैन्यं यच्छति यत्फलम् ॥३॥
ગાથાર્થ :- પંડિતપુરુષો જ્ઞાનરૂપી દાતરડા વડે સ્પૃહા રૂપી વિષની વેલડીને છેદે છે. જે સ્પૃહારૂપી વિષ વેલડી મુખનું શોષાવું, મૂર્છા અને દીનતા રૂપી ફળો આપે છે. IIII
Page #160
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩પ૯ ટીકા :- “છિત્તિ રૂત્તિ, વૃથા:-તત્ત્વજ્ઞા:, જ્ઞાનલાપ પૃવિણતાં-સ્પૃહી एव विषवल्लिस्तां छिन्दन्ति, यस्याः फलं यत्फलम्, मुखशोषं च पुनः मूर्छा च पुनः दैन्यं यच्छति-ददाति इत्यनेन स्पृहाविषलता मुखशोषादिकं वितरति, इच्छकः दीनो भवति । तेन विषमविषोपमविषयस्पृहा निवारणीयेति ॥३॥
વિવેચન :- આત્મતત્ત્વને જે જાણનારા છે. આ આત્માના શુદ્ધ સ્વરૂપને જ મેળવવાની જેને લગની લાગી છે. આત્માની નિર્મળતા પ્રાપ્ત કરવાનું જ જેનું લક્ષ્ય છે તે જ સાચા જ્ઞાની પુરુષો કહેવાય છે. આવા જ્ઞાની પુરુષો સમ્યજ્ઞાન રૂપી દાતરડા વડે સ્પૃહા (લાલસાવિષયોની ભૂખ) રૂપી ઝેરની વેલડીને પોતાની હૃદય-ભૂમિમાંથી ઉખેડીને છેદી નાખે છે. જેમ દાતરડા વડે ભૂમિ ઉપર ઉગેલી વેલડી છેદાય તેમ જ્ઞાનના બળે પંડિત પુરુષો પોતાના હૃદયમાંથી ઉઠતી વિષયોની લાલસાનો ઉચ્છેદ કરે છે. વિષયોની ભૂખને જ છેદી નાખે છે.
આ વિષયોની લાલસા કેવી છે? ઝેરની વેલડી જેવી છે. જેમ ઝેરની વેલડી કડવાં ફળ આપે છે. મુખને સુકવી નાખે છે, ધીરે ધીરે મૂછ-બેહોશતા અને મૃત્યુ આપે છે. તેમ આ વિષયોની લાલસા (સ્પૃહા) પણ મુખશોષ-મૂછ અને દીનતા રૂપી અણગમતાં દુઃખદાયી એવાં માઠાં ફળોને આપે છે. સ્પૃહાવાળા જીવને જે જે વિષયોની ભૂખ તેના હૃદયમાં જાગી હોય છે તે તે વિષયો જ્યાંથી જ્યાંથી મળવાનો સંભવ લાગે છે ત્યાંથી ત્યાંથી ગરીબડો થઈને, વિવેક ચૂકીને, હાથ જોડીને, માથું નમાવીને, પગે પડીને ભીખારીની જેમ વિષયસુખો માગ્યા જ કરે છે. તે તે વિષય આપનારાની પાછળ ફર્યા જ કરે છે. આ સૌથી પ્રથમ દીનતા (લાચારી) નામનું સ્પૃહાનું ફળ છે. વારંવાર માગણી કરવા પડે અને તે માગણીઓ ન પ્રાપ્ત થતાં મુખ શોષાઈ જાય છે. મુખ ઉપર ગ્લાનિ-હતાશા આવે છે. રડવું પણ આવી જાય છે. સ્પૃહાનું આ બીજા નંબરનું ફળ છે. ત્યારબાદ અતિશય ચિંતાઓ-વિચારો અને દુઃખનો અતિરેક થતાં મૂછ-બેહોશતા આવે છે. સ્પૃહાનું આ ત્રીજું ફળ છે. આમ વિષયોની લાલસા એ ખરેખર વિષની વેલડી જ છે. વિષની વેલડી જે જે ફળ આપે છે તે તે ફળ આ લાલસાસ્પૃહા આપે છે. તેથી વિષમ-ભયંકર વિષ અર્થાત્ કાળકૂટની ઉપમાવાળી આ વિષયોની સ્પૃહાને જીવનમાંથી દૂર કરવી જોઈએ, કાઢી નાખવી જોઈએ. સ્પૃહા એ વિષની વેલડી તુલ્ય છે માટે દૂરથી જ ત્યાજ્ય છે. ૩ll
निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-सङ्गमङ्गीकरोति या ॥४॥
ગાથાર્થ - વિદ્વાન પુરુષે સ્પૃહાને ચિત્તરૂપી ઘરમાંથી બહાર કાઢી નાખવી જોઈએ કે જે સ્પૃહા પરભાવદશાની પ્રીતિ રૂપી ચંડાલણીની સોબત (સંગ) કરે છે. all
Page #161
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
ટીકા :- “નિષ્ઠાસનીયા કૃતિ', વિરુષા-પણ્ડિતેન, આત્મસમાધિસાધનોદ્યતેન સ્પૃહા-પરાશા, વિત્તĮહા-મનોનિòતનાત્, વિિનાસનીયા-પૂરી રળીયા, સ્પૃહા હિં लोभपर्यायः, लोभश्च कषायपरिणामः तद्विगम एव श्रेयान् । या स्पृहा अनात्मरतिचाण्डालीसङ्गम्, अनात्मानः- परभावाः तेषु रतिः - रमणीयतापरिणतिः एव चाण्डाली, तस्याः सङ्गमङ्गीकरोति, अतः स्पृहा त्याज्या, उक्तञ्च
૩૬૦
જ્ઞાનસાર
વિવેચન :- પરમાર્થતત્ત્વના અભિલાષુક અને આત્મતત્ત્વની સમાધિની સાધના સાધવામાં ઉદ્યમશીલ બનેલા એવા પંડિત પુરુષે સ્પૃહાને એટલે પર પાસેથી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાને અર્થાત્ આશાને પોતાના ચિત્તરૂપ (નિકેતન =) ઘરમાંથી બહાર કાઢવી જોઈએ - દૂર કરવી જોઈએ. કારણ કે આ સ્પૃહા એ લોભનો જ પર્યાય છે. (લોભનું જ રૂપાન્તર છે) અને લોભ એ કષાયોનો પરિણામ છે. તેથી લોભનો (આશાનો-સ્પૃહાનો) ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. કારણ કે આ સ્પૃહા અનાત્મદશા રૂપી ચંડાલણીની સોબત કરનારી છે. અનાત્મદશા એટલે પરભાવદશા અર્થાત્ વિભાવદશા, તેમાં પ્રીતિ કરવી, વિભાવમાં જ રતિ કરવી એ રૂપ જે ચંડાલણી છે, તેનો સંગ કરનારી આ સ્પૃહા છે જેમ કોઈ એક પુરુષની પત્ની પરપુરુષને પ્રેમ કરતી હોય તો તે વ્યભિચારિણી પત્નીને ઘરમાંથી બહાર કાઢવી એ જ કલ્યાણકારી તત્ત્વ છે. કારણ કે જો તે પુરુષ તેમ ન કરે તો કામાન્ય એવી તે સ્ત્રી તરફથી હત્યાનાં દુ:ખો આવવાનો પણ સંભવ છે. તેની જેમ જે સ્પૃહા પરભાવદશાની પ્રીતિ કરે છે તે સ્પૃહા આત્માને અનંત સંસારમાં ભટકાવે છે. માટે તે સ્પૃહા ચિત્તમાંથી દૂર કરવા જેવી છે. આ કારણે સ્પૃહા ત્યાજ્ય છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે -
जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु । આસાપાનિવદ્ધા, મમતિ ઘડામદારણે શા
જે આત્માઓ પરભાવમાં રક્ત છે. પાપબહુલ એવા (પાંચ) વિષયોમાં મસ્ત છે અને આશા રૂપી પાશથી (જાળથી) બંધાયેલા છે તે આત્માઓ ચારગતિ રૂપી મહા અરણ્યમાં ભટક્યા જ કરે છે. ॥૧॥
परभाववृत्तिरेव विभावः, आत्मशक्तिध्वंसनमुद्गर:, अतो निरस्तपराशापाशा निर्ग्रन्थाः स्वरूपचिन्तनस्वरूपरमणानुभवलीनाः पीनाः तत्त्वानन्दे रमन्ते स्वरूपे, विरमन्ति विषयविरूपभवकूपपाततः ॥४॥
પરભાવદશામાં વર્તવું એ જ વિભાવદશા છે. આ વિભાવદશા જ આત્માની શુદ્ધશક્તિનો ધ્વંસ કરવામાં મુગર (ઘણ) સમાન છે. ગુજરાતી એક સજ્ઝાયમાં કહ્યું છે કે -
Page #162
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક- ૧૨
૩૬૧ પરકી આશ સદા નિરાશા, એહે જગજન પાશા, તે કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા. (આપસ્વભાવમાં.)
આ કારણથી દૂર કરી છે પારકાની આશા રૂપી પાશ (જાળ) જેણે એવા નિગ્રંથમુનિઓ ચિત્તમાંથી સ્પૃહાને ત્યજીને સ્વરૂપના જ ચિન્તનમાં અને સ્વરૂપની જ રમણતાના અનુભવમાં લયલીન બન્યા છતા સ્વભાવદશાથી જ અતિશય પુષ્ટ બનેલા આત્મતત્ત્વના આનંદમય સ્વરૂપ-રમણતામાં જ રમે છે. સ્વભાવદશામાં જ લયલીન બનીને રહે છે અને વિષયોરૂપી જીર્ણ અને ઊંડા ભવ રૂપ કુવામાં પડવાના કાર્યથી અટકે છે. ભવરૂપી જીર્ણ કુવામાં પડતા નથી. સ્વભાવદશાની પ્રીતિ અને રમણતા જ વિભાવદશાનો અને પરસ્પૃહાનો નાશ કરે છે. II૪ો.
स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् । महाश्चर्यं तथाप्येते, मज्जंति भववारिधौ ॥५॥
ગાથાર્થ :- સ્પૃહાવાળા (બીજા પાસેથી વસ્તુ મેળવવાની ઈચ્છાવાળા) લાલચુ જીવો તૃણની જેમ (તણખલાની જેમ) અને તૂલની જેમ (આકડાના રૂની જેમ) અતિશય હલકા (જ્યાં ત્યાં હાથ જોડીને પગે પડીને કરગરનારા) દેખાય છે. આટલા હલકા (ફોરા) હોવા છતાં પણ મહાન આશ્ચર્યની વાત એ છે કે આ જીવો ભવરૂપી સમુદ્રમાં ડુબે છે. પા.
ટીકા - “પૃવત્ત રૂત્તિ', પૃહાવાઃ-પરે છનિરત: તૃતૂિનવ7a:-છી: निर्मूल्याः विलोक्यन्ते । उक्तञ्च -
तूलं तृणादपि लघु, तूलादपि हि याचकः । वायुना किं न नीतोऽसौ, मामपि प्रार्थयिष्यति ॥१॥
तदाश्चर्यं लघवोऽपि एते स्पृहादिना अपि भववारिधौ भवसमुद्रे मज्जन्ति । अन्यत्र लघुत्वं तरणहेतुः, एतद् लघुत्वं भवमज्जनहेतुरेव । यद्यपि प्रार्थनादिदानव्यवहाराः तथापि त्रिभुवनधनस्वजनपिपासागरिष्ठाः ब्रूडन्तीत्यर्थः ॥५॥
વિવેચન :- જે જે આત્માઓ સ્પૃહાવાળા હોય છે, એટલે કે પદ્ગલિક પદાર્થોની અને તેના દ્વારા પ્રાપ્ત થતાં ભૌતિક સુખોની ઈચ્છામાં જ ઓતપ્રોત હોય છે, તે તે આત્માઓ તે તે પદ્ગલિક પદાર્થો અને પદ્ગલિક સુખો જેની પાસેથી પ્રાપ્ત થવાની સંભાવના પણ દેખાય તેના પ્રત્યે લાચારી-દીનતા દેખાડવા દ્વારા ઘાસના તણખલાની જેમ અથવા આકડાના
Page #163
--------------------------------------------------------------------------
________________
૩૬૨
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
રૂની જેમ અતિશય લઘુ, હલકા, તુચ્છ વૃત્તિવાળા, ગરીબડા અને મૂલ્ય વિનાના થયા છતા આશાઓ વ્યક્ત કરતા દેખાય છે. શાસ્ત્રમાં અન્યત્ર કહ્યું છે કે -
ઘાસના તણખલાથી પણ આકડાનું રૂ ઘણું હલકું છે (વજનમાં ફોરું છે), પરંતુ તે આકડાના રૂ કરતાં પણ યાચક (માગનાર) ઘણો લઘુ (હલકો) છે. વાયુ વડે હલકું હોવાથી તૃણ લઈ જવાય છે. આકડાનું રૂ પણ હલકું હોવાથી લઈ જવાય છે. પણ અતિશય હલકો હોવા છતાં યાચકને વાયુ વડે લઈ જવાતો (ઉડાડાતો) નથી. કારણ કે વાયુને પણ મનમાં એમ શંકા થાય છે કે જો હું આ યાચકને લઈ જઈશ તો તેની યાચકવૃત્તિ હોવાથી મારી પાસે પણ કંઈક માગશે. માટે તૃણ અને તૂલને આકાશમાં લઈ જાઉં પણ યાચકને ન લઈ જાઉં. આમ વિચારીને વાયુ વડે યાચક લઈ જવાતો નથી.
તેથી ઘણું જ આશ્ચર્ય થાય છે કે વજનમાં હલકી વસ્તુ-લઘુવસ્તુ તરવી જોઈએ ઉપર ઉડવી જોઈએ પરંતુ આ સ્પૃહાવાળા જીવો હલકા-લઘુ હોવા છતાં સ્પૃહાદિના કારણે જ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે. સામાન્યથી વિચારીએ તો “લઘુતા” (હળવાપણું-ફોરાપણું) એ તરવાનો હેતુ છે. છતાં સ્પૃહા, આશા અને લોભવાળા જીવોમાં રહેલી લઘુતા (હળવાપણું) ભવમાં ડૂબાડવાનું કારણ બને છે. જે લઘુતા તરણ-હેતુ છે તે જ લઘુતા સ્પૃહાવાળામાં મજ્જનહેતુ બને છે. જો કે તેઓની પાસે કોઈ (તેમનાથી પણ વધારે ગરીબાઈવાળા) પ્રાર્થના આદિ કરે તો તેઓને (પ્રાર્થનાદિ કરનારાને) દાનાદિ કરવાના વ્યવહારવાળા પણ કદાચ આ પુરુષો થાય છે. તો પણ અધિકને અધિક લેવાની ઈચ્છાવાળા અને ત્રણે ભુવનનું
તમામ ધન લઈ લેવાની પિપાસાવાળા અને સર્વે મારાં સ્વજનો થઈને મારાં કામો કરે આવી મોટી પિપાસાના ભારથી ભારે ભારે થયેલા તેઓ આવી આશાના ભારથી વજનદાર થયા છતા સંસારમાં ડૂબે છે. માટે આ સ્પૃહા ત્યાજ્ય છે. પા
गौरवं पौरवन्द्यत्वात्, प्रकृष्टत्वं प्रतिष्ठया ।
ख्यातिं जातिगुणात् स्वस्य प्रादुष्कुर्यान्न निःस्पृहः ॥६॥
ગાથાર્થ :- નગરજનો વડે વંદનીય હોવાથી મહામુનિઓમાં ગૌરવપણું છે. પ્રતિષ્ઠા સારી હોવાથી મોટાઈ સારી છે. જાતિસ્વભાવના સુંદર ગુણો હોવાથી પ્રસિદ્ધિ સારી છે. છતાં નિઃસ્પૃહ મુનિ પોતાના ગોરવને, પ્રકૃષ્ટતાને અને ખ્યાતિને ક્યારેય ક્યાંય પ્રગટ કરતા નથી. ॥૬॥
ટીકા :- “ગૌરવમિતિ' નિ:સ્પૃg:-તૌસ્પૃિહારહિત:, પૌરવન્ધત્વાત્નાગરિતોવન્ધાત્, ગૌરવ-ગુરુત્વમ્, પ્રતિષ્ઠયા-શોમયા, પ્રવૃૠત્વ, જ્ઞાતિનુળાત્
Page #164
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૩ स्वस्य कुलसम्पन्नतादिख्यातिं न प्रादुष्कुर्यात्-न प्रकटीकरोति इत्यादि । निःस्पृहाः महत्त्वं न ख्यापयन्ति न विशदीकुर्वन्ति, निःस्पृहस्य न यशोमहत्त्वाभिलाषः ॥६॥
વિવેચન :- જે મુનિ નિઃસ્પૃહ હોય છે. એટલે કે લોકોમાં મારી મોટાઈ, યશ કેમ વધે ? પ્રશંસા કેમ થાય ? આવા પ્રકારની લૌકિક સ્પૃહાથી જે મુનિ રહિત છે તે મુનિ ક્યારેય પણ ક્યાંય પણ પોતાની ગૌરવ-પ્રકૃષ્ટતા અને ખ્યાતિ ગાતા નથી, આવા પ્રકારના સારા સારા ગુણો તેઓમાં હોય છે. તો પણ નિઃસ્પૃહ હોવાથી પોતે પોતાના ગુણો ગાતા નથી કે ગવરાવવાને ઈચ્છતા નથી.
સુંદર નિરતિચાર ચારિત્ર પાળવાથી આખું ગામ વંદન-નમન કરવા આવે, આમ પીરજનો વડે વંદનીયતા તે મહાત્મામાં હોવા છતાં પણ પોતાની ગૌરવતા (ગુરુતા-ગુપણું) ક્યારેય ગાતા નથી અને ગવરાવતા નથી. ગામોમાં પોતાની પ્રતિષ્ઠા-માન-મોભો-શોભા સારી હોય તો પણ તે પ્રકૃષ્ટતા-મોટાઈ પોતે ગાતા નથી. તથા જાતિગત (જન્મથી જ) જે જે ગુણો હોય છે જેમકે શ્રેષ્ઠકુલમાં જન્મ, ઉચ્ચગોત્રમાં જન્મ, સંસ્કારીપણું અને બળવાળાપણું, લક્ષ્મીવાનના ઘરોમાં જન્મ કુલસંપન્નતા (કુલીનતા) ઈત્યાદિ ગુણો હોવાથી પોતાની ખ્યાતિ (પ્રસિદ્ધિ) ઘણી હોય તો પણ તે ખ્યાતિ અજાણ્યા દેશમાં (જે દેશના લોકો તેમની ખ્યાતિ ન જાણતા હોય ત્યાં) પોતે પોતાના મુખે ગાતા નથી. પ્રગટ કરતા નથી આ સઘળી નિઃસ્પૃહતા જાણવી. તથા ગંભીરતા, ઠરેલતા, ગુણો પચાવવાપણું વગેરે નિઃસ્પૃહતાનાં ફળો જાણવાં.
નિઃસ્પૃહ એવા મહાત્માઓ પોતાની મોટાઈ કહેતા નથી, પ્રગટ કરતા નથી, પ્રગટ કરાવતા નથી અને કોઈ પ્રગટ કરે તો તેનાથી તેઓ ખુશ થતા નથી. કારણ કે નિઃસ્પૃહ મુનિને યશની અને મોટાઈની અભિલાષા ક્યારેય હોતી નથી. દી
भूशय्या भैक्षमशनं, जीर्णं वासो गृहं वनम् । तथापि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ॥७॥
ગાથાર્થ :- મુનિ મહાત્માને ભૂમિ એ જ શય્યા, ભિક્ષાથી પ્રાપ્ત એ જ ભોજન, જીર્ણ એવું વસ્ત્ર અને વન એ જ ઘર હોય છે. તો પણ આશ્ચર્યની વાત છે કે નિસ્પૃહ એવા તે મુનિને ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ હોય છે. શા
ટીકા :- “મૂર્થિી તિ” :-વસુન્ધરા વ શર્થ-પત્ય, શૈક્ષ-fપક્ષી जातं भैक्षमशनं भोजनम् । उक्तञ्च
Page #165
--------------------------------------------------------------------------
________________
૩૬૪
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ । मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥१२॥
(દશવૈકાલિક અધ્યયન-૫, ૬-૧, ગાથા-૯૨) तथा च, वासो-वस्त्रं जीर्णम्, गृहं-स्थानं वनम्, तथापि अहो इति अद्भुतं निःस्पृहस्य-बाह्यसम्पद्विकलस्यापि स्वं सुखं चक्रिणः सकाशात्-चक्रवर्तितः सुखमधिकमत्यन्तमिति चक्रवर्त्यादिगत्वरैः औपाधिकैः सुखैः सकाशाद् मुनिः स्वरूपजैः सहजानश्वरैः परमानन्दसुखैः पूर्णः । अतः जातिभेद एवायं इन्द्रियात्मसुखयोः ।
| વિવેચન :- મુનિમહારાજાઓને (૧) ઉંઘવાનું સ્થાન, (૨) ભોજન, (૩) શરીર ઉપરનું વસ્ત્ર અને (૪) રહેઠાણ, આ ચારે પદાર્થો સંસારી જીવો જેવા વ્યવસ્થિત સગવડતાવાળા શોભાસ્પદ અને પ્રશંસનીય હોતા નથી. તો પણ માથા ઉપર કોઈપણ જાતની ઉપાધિ ન હોવાથી ચક્રવર્તી કરતાં પણ મનથી ઘણું સુખ હોય છે તે વાત આ શ્લોકમાં સમજાવે છે.
ભૂ એટલે પૃથ્વી એ જ ઉંઘવાનું સ્થાન-શય્યા હોય. કારણ કે મુનિઓ ભૂમિ ઉપર જ સંથારો કરે છે, ગાદી-ગાદલાં કે લાકડાના પલંગ કે લોખંડના પલંગ રાખતા નથી. ઘર ઘરથી ભ્રમરવૃત્તિએ ભિક્ષા માગીને લાવેલું ભોજન (ગોચરી) હોય છે. ગૃહસ્થની જેમ અથવા ચક્રવર્તીની જેમ વિશિષ્ટપણે બનાવેલું સ્વાદિષ્ટ ખડૂસ ભોજન હોતું નથી. દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે - જિનેશ્વર ભગવંતો વડે સાધુની આજીવિકા (ગોચરી) અહો-આશ્ચર્યની વાત છે કે કેવી અસાવદ્ય (દોષ વિનાની) કહી છે? કે જે અસાવદ્ય પણ છે. અને તેનાથી મોક્ષની સાધનાના હેતુભૂત એવા સાધુના દેહની ધારણા પણ થઈ શકે તેવી ગોચરી જણાવી છે.
તથા વસ્ત્ર પણ જીર્ણ-વાપરેલાં, પણ ભપકાવાળાં નહીં, કંઈક મલીન પણ ચમકવાળાં કે શોભાવાળાં નહીં. તથા રહેવાનું સ્થાન અરણ્ય. અર્થાત બાંધેલું ઘર નહીં, ઝપવું નહીં. હવેલી નહીં અને બંગલો પણ નહીં. અરણ્યમાં જ હરતો ફરતો વસવાટ. આ બધું જોતાં શધ્યાનું, ભોજનનું, વસ્ત્રોનું અને વસવાટનું સંસારી જીવોની દૃષ્ટિએ સાનુકૂળ અને સગવડતાભર્યું જીવન નથી. તથાપિ મ = તો પણ આશ્ચર્યની વાત છે કે બહારની સંપત્તિ વિનાના હોવા છતાં પણ (મુલાયમ શય્યા-ષડ્રેસ ભોજન, ભપકાદાર વસ્ત્રો અને હવેલી જેવું મકાન નથી તો પણ તેવા) નિઃસ્પૃહ મુનિને ચક્રવર્તીના સુખ કરતાં પણ વં સુવું = પોતાનું સુખ અત્યન્ત અધિક છે. એમ લાગે છે. કારણ કે ચક્રવર્તીપણાનું જે સુખ છે તે અને આદિ
Page #166
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૫
શબ્દથી રાજા કે ઈન્દ્રપણાનું જે સુખ છે તે ગત્વરશીલ છે (જવા વાળું છે), ઔપાધિક છે (પરદ્રવ્ય દ્વારા છે, સહજ નથી), તથા ઘણી ઘણી ઉપાધિઓવાળું છે, ચિંતાઓવાળું અને બોજાવાળું છે. માટે તે સુખ કરતાં મુનિનું સુખ ઘણું અધિક છે. કારણ કે મુનિનું સુખ પોતાના સ્વરૂપથી જન્ય છે, સ્વાભાવિક છે, અનશ્વરશીલ છે અને પરમાનન્દના સુખોથી ભરપૂર ભરેલું છે.
આ કારણથી ઈન્દ્રિયજન્ય જે સુખ છે અને આત્માના ગુણોનું જે સુખ છે તે બન્ને સુખની વચ્ચે ઘણો જાતિભેદ જ છે. દૃષ્ટિનું પરાવર્તન કરીએ તો જરૂર આ વાત સમજાય તેવી છે. વ્યભિચારી પુરુષને પરપત્નીના ભોગમાં આનંદ-સુખ લાગે છે. તે ભાવિમાં આવનારી આપત્તિને જોતો નથી. તેની દૃષ્ટિ તેવા કાર્યમાં બંધાયેલી છે. જ્યારે સ્વદારા સંતોષીને પરપત્નીના ભોગની વાત તો દૂર રહો, પણ કદાચ માત્ર દૃષ્ટિપાત થઈ જાય તો પણ ઘણું જ દુ:ખ થાય છે. કારણ કે જીવ આ કાર્યને મહાપાપ, અનર્થમૂલક અને અતિશય દુ:ખદાયી સમજે છે. તેમ અહીં પણ પરભાવદશામાં આનંદી બનેલા જીવને જ ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ લાગે છે, તેને ભાવિની આપત્તિઓ દેખાતી નથી અને સ્વભાવદશામાં મગ્ન બનેલા આત્માને ઈન્દ્રિયોનું સુખ એ પાપબંધનું સ્થાન, મહાપાપ અને અનર્થમૂલક લાગે છે. માટે જ રાજપાટ છોડી, પરિવારનો ત્યાગ કરી વૈરાગી આત્માઓ સાધુજીવન સ્વીકારે છે. બન્નેની દૃષ્ટિમાં મોટો તફાવત છે. એટલે કે આ બન્ને સુખોમાં જાતિભેદ છે.
इन्द्रियजे सुखे सुखत्वमारोपितमेव, न च पुद्गलस्कन्धे तु सुखं सुखहेतुत्वञ्च । आत्मन्येवाछिन्नसुखपरम्परा, सुखस्य कर्तृत्वादिकारकषट्कमात्मन्येव अतो वास्तवं सुखं जिनाज्ञानिगृहीतपरभावस्य निःस्पृहमुनेरेव, अतो नि:स्पृहस्य महदिन्द्रियागोचरं स्वाभाविकं सुखमिति ॥७॥
ઈન્દ્રિયજન્ય સુખમાં સુખપણું આરોપિત છે. કલ્પનામાત્રથી કલ્પાયેલું છે, પરાધીન છે, વાસ્તવિક સુખ નથી. કારણ કે પુદ્ગલના સ્કંધોમાં સુખ કે સુખની કારણતા નથી. મોહથી તેમાં સુખબુદ્ધિ થાય છે. રાગના કારણે ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ લાગે છે. બાકી પુદ્ગલ એ પરદ્રવ્ય હોવાથી તે સુખમાં પરાધીનતા-ઉપાધિભૂતતા અને પરિણામે દુઃખદાયિતા રહેલી છે. જ્યારે આત્મતત્ત્વના ગુણોની રમણતામાં જ અખંડ સુખની પરંપરા સમાયેલી છે તથા તે સુખ સ્વાધીન છે. બાહ્ય કોઈ ઉપાધિ નહીં. ક્યારેય નાશ પામે નહીં અને પરિણામે પણ વાસ્તવિક સુખદાયિતા તેમાં જ રહેલી છે. વળી કર્તૃત્વ-કર્મત્વ-કરણત્વ-સંપ્રદાનત્વઅપાદાનત્વ અને અધિકરણત્વ આ છએ આત્માનાં કારકચક્ર આત્માના સુખમાં જ છે. કોઈ પરદ્રવ્યનો સંબંધ નહીં.
Page #167
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૬૬
નિઃસ્પૃહાષ્ટક - ૧૨ આત્માના સુખને મેળવનાર કર્તા આત્મા, આ આત્માને મેળવવા યોગ્ય પણ આત્મતત્ત્વ જ છે આ કર્મકારક, આત્મતત્ત્વમાં રમણતા વડે જ આત્માના ગુણો મેળવી શકાય છે. આ કરણકારક પણ આત્મામાં જ, ગુણો પ્રગટ કરીને આપવાના પણ આત્માને જ છે. બીજા કોઈને નહીં. આ સંપ્રદાનકારક પણ આત્મામાં જ છે. જે ગુણો પ્રગટ કરવાના છે તે પણ આત્મામાંથી જ પ્રગટ કરવાના છે, પરદ્રવ્યમાંથી નહીં. માટે અપાદાનકારકતા પણ આત્મામાં જ છે અને પ્રગટ થયેલા ગુણોનો આધાર પણ આત્મા જ છે. કારણ કે તે ગુણો આત્મામાં જ રહે છે. અન્ય કોઈ સ્થાનમાં ગુણો રહેતા નથી કે રખાતા નથી. માટે અધિકરણકારક પણ આત્મા જ છે. આ પ્રમાણે છએ કારકચક્રનું અસ્તિત્વ આત્મામાં જ છે. માટે આ સુખ સ્વાધીન છે. પરાધીન નથી.
આ કારણથી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અનુસાર નિગૃહીત કર્યો છે (કંટ્રોલમાં કર્યો છે - ત્યજી દીધો છે) પરભાવ જેણે એવા નિઃસ્પૃહ મુનિને જ સાચું વાસ્તવિક સુખ છે. માટે નિઃસ્પૃહ મુનિને જે સુખ છે તે સુખ મહાન છે, ઈન્દ્રિયોથી અગોચર છે અને સ્વાભાવિક સુખ છે. અર્થાત્ ગુણોના અનુભવનું જે સુખ છે તે સદાકાળ રહેનાર છે. જેમ પરપત્નીના ભોગનું સુખ અને સ્વપત્નીના ભોગનું સુખ આ બન્નેની વચ્ચે જેટલો તફાવત છે તેટલો જ તફાવત પદ્ગલિક સુખમાં અને આત્માના ગુણોના સુખમાં છે. છા
परस्पृहा महादुःखम्, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥८॥
ગાથાર્થ :- પરદ્રવ્યની સ્પૃહા એ મોટું દુઃખ છે અને નિઃસ્પૃહતા એ મોટું સુખ છે. આટલું જ સુખ અને દુઃખનું લક્ષણ મહાત્મા પુરુષોએ શાસ્ત્રોમાં સંક્ષેપથી કહ્યું છે. IIટા
ટીકા :- “પરપૃત્તિ” પરચ-પરવસ્તુન: પરર્ વા ગૃહ-માણા મહાદુઃā= महत् कष्टम्, निःस्पृहत्वं-निर्वाञ्छकत्वम्, महासुखं-महानन्द इति सुखदुःखयोः समासेन-संक्षेपेण एतद् लक्षणमुक्तं-कथितम् । इत्यनेन पराशा एव दुःखम् ।
यच्च निर्विकाराखण्डसच्चिदानन्दस्य स्वाभाविकात्मधर्मभोक्तुः परभावाभिलाष एव दुःखं तर्हि किं पराशा ? इति ।
વિવેચન :- પરદ્રવ્યની જે સ્પૃહા, પરપદાર્થની જે ઈચ્છા, પરવસ્તુની જે આશા તેને પરસ્પૃહા કહેવાય છે. સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય એ પરદ્રવ્ય કહેવાય છે. કારણ કે આત્મા ચેતન છે અને પુદ્ગલદ્રવ્ય જડપદાર્થ છે માટે તે પુદ્ગલદ્રવ્ય આત્માથી પરદ્રવ્ય છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૭ તેની ઈચ્છા કરવી તે જ મોટું દુઃખ છે. જેમ પારકાના ધનને લેવાની ઈચ્છા કરવી, પારકાની પત્નીની સાથે ભોગની ઈચ્છા કરવી, પારકાના ઘરમાં રહેવાની ઈચ્છા કરવી, પારકાના દાગીના ધારણ કરવાની તમન્ના કરવી તે જેમ દુઃખદાયી છે તેમ પરપદાર્થની સ્પૃહા એ જ મોટું દુઃખ છે અને નિઃસ્પૃહતા રાખવી, વાચ્છા ન કરવી, કોઈપણ પ્રકારના પરદ્રવ્યનો મોહ ન કરવો તે જ મોટું સુખ છે, મહાન આનંદ છે. જેમ ગામના કે સગાંવહાલાંના માગીને લાવેલા દાગીના પહેરીએ અને પોતાના વસાવેલા દાગીના પહેરીએ તો પારકાના દાગીનામાં ખોવાઈ જવાની, ભાંગી-તુટી જવાની, લુંટાઈ જવાની અને લોકોનાં મેણાં સાંભળવાના ભયથી દુઃખ જ છે અને પોતાના દાગીના પહેરવામાં ઉપરોક્ત કોઈ ચિંતા ન હોવાથી પોતાના મનનો આનંદ સમાતો નથી. તેમ નિઃસ્પૃહતામાં જ મોટું સુખ છે.
મહાત્મા પુરુષોએ પૂર્વરચિત શાસ્ત્રોમાં અતિશય સંક્ષેપથી દુઃખ અને સુખનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે કે “પરસ્પૃહા” એ દુઃખ અને “નિઃસ્પૃહતા” એ સુખ. આ કારણથી “પરાશા” પરદ્રવ્યની જે આશા તે જ મોટું દુઃખ છે. તે કારણથી નિર્વિકારી અખંડ સમ્યજ્ઞાનના આનંદવાળા તથા સ્વાભાવિક આત્મધર્મોનો (ગુણોનો) અનુભવ કરનારા પરમાર્થ તત્ત્વના અભિલાષુક એવા મહાત્માને પરભાવની અભિલાષા કરવી એ જ મોટું દુઃખ દેખાય છે, તો પછી તેવા પ્રકારના પરદ્રવ્યની આશા તો કેમ જ રખાય ? તે તો દુઃખ નહીં પણ મહાદુઃખ કહેવાય. ઉત્તમ આત્માઓના આવા વિચારો, આવી વાણી અને આવું વર્તન હોય છે.
अस्यात्मनः स्वपरविवेकनिगृहीतपरभावाविर्भावितात्मानन्तानन्दस्य निःस्पृहत्वं धर्मः, तदास्वादनेन सुखमिति । अत एव स्पृहा त्याज्या, स्पृहा हि स्वसामर्थ्यशून्यस्य भवति । अयं तु पूर्णानन्दाखिलज्ञेयज्ञानवान् परमः पदार्थः सर्वपदार्थावगमस्वभावः शुद्धात्मीयानन्दभोगी । तस्य अनादिस्वतत्त्वानुभवभ्रष्टत्वेन परस्पृहां गतस्यापि साम्प्रतमव्याबाधात्मभावभावनया टङ्कोत्कीर्णन्यायेन अवगतात्मस्वरूपस्य स्पृहा-पराशा न भवतीत्युपदेशः ॥८॥
સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? સ્વભાવદશા કોને કહેવાય? અને વિભાવદશા કોને કહેવાય ? સ્વ-સ્વરૂપ શું? અને પર-સ્વરૂપ શું? ઈત્યાદિ ભોગોનો સમ્યજ્ઞાન દ્વારા યથાર્થ ભેદ કરીને પરભાવ દશાનો નિગ્રહ (ત્યાગ) કરવા પૂર્વક પ્રગટ કર્યો છે આત્માના સ્વરૂપનો અનંત આનંદ જેણે એવા આ આત્માનો નિઃસ્પૃહતા એ ધર્મ છે અને તે નિઃસ્પૃહતાનો સ્વાદ માણવો તે જ સાચું સુખ છે. સ્વ-પરનો વિવેક કરવા પૂર્વક પરભાવને દબાવીને સ્વભાવ
સ્વરૂપે પ્રગટ કરીને તેનો આનંદ માણનારા આત્માને જ આ નિઃસ્પૃહતા આવે છે. તેને જ નિઃસ્પૃહતાનું સુખ સમજાય છે માટે નિઃસ્પૃહ થવું એ જ સાચું સુખ છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
સ્પૃહા એટલે પરની આશા, જે કાર્ય કરવામાં પોતે સમર્થ ન હોય, એટલે કે પોતાનું કાર્ય કરવામાં જે પોતે જાતે સામર્થ્યથી શૂન્ય હોય, તે જ પરપદાર્થોની અપેક્ષા રાખે, જે માણસ પોતે સ્વયં પગથી ચાલી શકતો ન હોય તે જ માણસ લાકડીના ટેકા આદિ પરપદાર્થની અપેક્ષા રાખે. પરંતુ આ આત્મા તો પરિપૂર્ણ આનંદવાળો અને સર્વજ્ઞેયતત્ત્વને જાણવાના સ્વભાવવાળો છે. આ આત્મા એ જ પરમપદાર્થ છે. સર્વે પણ પદાર્થોનો બોધ કરવાના સ્વભાવવાળો છે. શુદ્ધ પોતાના સ્વરૂપના આનંદનો અનુભવ કરવાવાળો છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ આવા પ્રકારનું નિર્મળ છે. આ આત્મા સ્વરૂપભોગી છે. સ્વરૂપના આનંદવાળો છે. સ્વરૂપની જ મસ્તીવાળો છે, અલખ નિરંજન છે.
૩૬૮
પરંતુ મોહરાજાનું જોર હોવાથી અનાદિકાળથી આત્મતત્ત્વના અનુભવથી રહિત બનેલો આ આત્મા ભ્રષ્ટ થયેલો છે તેને પોતાના અસલી શુદ્ધ સ્વરૂપનું ભાન જ નથી. તેથી જ પરસ્પૃહાને કરે છે. પરદ્રવ્યોની સ્પૃહા ઈચ્છે છે, હવે તેનો કાલ પાક્યો છે. જૈન શાસ્ત્રો (સદાગમ)નું અધ્યયન કરવાથી, સત્સંગ અને સ્વાધ્યાયનું વારંવાર આલંબન લેવાથી, સદ્ગુરુનો સંયોગ મળવાથી સદ્ગુરુઓ પાસે નિરંતર વાચના અને વ્યાખ્યાન શ્રવણ કરવાથી, અવ્યાબાધ એવા આત્મતત્ત્વના મૂલભૂત શુદ્ધ સ્વરૂપની સતત ભાવના ભાવવાથી ટંકોત્કીર્ણના ન્યાયે જાણ્યું છે પોતાના આત્માનું સ્વરૂપ જેણે એવા આ આત્માને હવે પરપદાર્થની સ્પૃહા થતી નથી, સ્વ-પરનો વિવેક સમજાઈ ગયો છે. આત્માનું શું છે અને પરનું શું છે ? તે ગુરુગમાદિથી બરાબર સમજાઈ ચૂક્યું છે. માટે જ પરપદાર્થોનો ત્યાગ કરી આ જીવ મુનિજીવન સ્વીકારે છે, સાધનામાં જ જોડાય છે. ધન, સ્વજન, ગૃહાદિથી નિઃસ્પૃહ બને છે. ઉત્કૃષ્ટ ત્યાગી બને છે.
ગુરુજી પણ નિરંતર તે જીવને સ્વ-પરનો વિવેક કરાવનારી ધર્મદેશના જ આપે છે. સ્વતત્ત્વ અને પરતત્ત્વનો ભેદ સમજાય તેવી સતત ધર્મદેશના આપવી એ જ ગુરુજીનું કર્તવ્ય છે. આવી સાચી દેશના આપનારા ગુરુજીને જ સદ્ગુરુ કહેવાય છે. સ્વ-પરના વિવેકને કરનારી ધર્મદેશના આપવી અને સાંભળવી એ જ ગુરુ-શિષ્યનો ધર્મ છે. બીજા કામોમાં ચિત્તને જોડવું તે ઉપાધિરૂપ છે. માટે નિઃસ્પૃહ થવા પ્રયત્નશીલ બનવું જ ઉપદેશ 9.11211
બારમું નિઃસ્પૃહાષ્ટક સમાપ્ત
Page #170
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૩૬૯
મૌનાષ્ટક - ૧૩ થ ત્રયોદશં મૌનાષ્ટક્રમ્
| |
एते च गुणाः पूर्वोक्ताः मुनेर्निर्ग्रन्थस्य भवन्ति, अतः मुनिस्वरूपं निर्दिशति । सन्ति च लोके अनिर्ग्रन्थाः निर्ग्रन्थारोपमत्ताः आत्माऽशुद्धाभिमानतः तत्त्वविवेकविकलाः । तेषामेवोपदेशाय विशुद्धगुरुतत्त्वावबोधार्थं चाह-तत्र मन्यते त्रिकालविषयत्वेन आत्मानमिति मुनिः । तत्र नाममुनिः स्थापनामुनिः सुगमः, द्रव्यमुनिः ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात् अनुपयुक्तो लिङ्गमात्रद्रव्यक्रियावृत्तिः साध्योपयोगशून्यस्य प्रवर्तनविकल्पादिषु कषायनिवृत्तस्य परिणतिचक्रे असंयमपरिणतस्य द्रव्यनिर्ग्रन्थत्वम्, भावमुनिः चारित्रमोहनीयक्षयोपशमोपशमक्षायिकोत्पन्न-स्वरूपरमणपरभावनिवृत्तः परिणतिविकल्पप्रवृत्तिषु द्वादशकषायोद्रेकमुक्तः ।
પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, મોહત્યાગ, સમ્યજ્ઞાન, સમભાવ, ઈન્દ્રિયજન્ય, પરભાવત્યાગ, ધર્મક્રિયા, આત્મગુણોમાં જ તૃપ્તિ, નિર્લેપતા અને નિઃસ્પૃહતા આ સર્વે ગુણો કે જે પૂર્વે સમજાવ્યા છે તે નિર્ગસ્થ મુનિને જ હોય છે. જે મુનિ ધન-સ્વજન-ગૃહાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગી બન્યા છે અને રાગ, દ્વેષ, મમતા અને ક્રોધાદિ કષાયો રૂપી અભ્યત્તર પરિગ્રહના પણ ત્યાગી બન્યા છે એવા બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને પ્રકારની ગ્રન્થિ (ગાંઠ) વિનાના મુનિને જ આવા ગુણો હોઈ શકે છે. આ કારણથી હવે મુનિનું સ્વરૂપ સમજાવાય છે.
આ સંસારમાં એવા પણ ઘણા જીવો છે કે જેઓ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે છે, સાધુ થાય છે, પણ અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરતા નથી. અર્થાત્ અત્યંતર પરિગ્રહવાળા હોય છે. તેથી તેઓ બાહ્યથી નિર્ગસ્થ છે. પણ સાચા નિર્ગસ્થ નથી. સાધુનો વેષ રાખીને પોતાની જાતને નિર્ગસ્થ માનતા અને લોકો પાસે મનાવતા નિર્ચન્થતાના આરોપના મદવાળા જીવો પણ હોય છે. અભિમાન બે જાતનું હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત, જો કે એક અભિમાન સારું તો નથી જ, છતાં પણ સુદેવ, સુગુરુ, સુધર્મ અને સન્શાસ્ત્ર મળ્યાં છે તેનું માન કરવું કે હું કંઈ સામાન્ય માણસ નથી, વીતરાગ તીર્થંકરપ્રભુનો સેવક છું. ઉત્તમ ગુરુ મને મળ્યા છે. મેં જિનવાણી સાંભળી છે. વીતરાગ પરમાત્મા મને મળ્યા છે. ઈત્યાદિ તે પ્રશસ્ત-માન અને સચ્ચારિત્ર કે સદાચારાદિ ગુણો હોય નહીં, નિર્ગુન્શતા પણ સાચી ન હોય, દંભપૂર્વક નિર્ગસ્થતા માને અને મનાવે, પોતાની જાતને ત્યાગી મહામુનિમાં ખપાવે તે સઘળું ય અપ્રશસ્ત-અભિમાન કહેવાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૩૭) મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર આવા પ્રકારના આત્માના અપ્રશસ્ત અભિમાનથી પોતાની જાતને નિર્ઝન્થ માનતા અને મનાવતા એવા તથા તત્ત્વજ્ઞાન અને વિવેકબુદ્ધિ વિનાના કેટલાક જીવો હોય છે. તેઓના જ ઉપદેશ માટે વિશુદ્ધ એવું ગુરુતત્ત્વ કેવું હોય છે તે સમજાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે.
ત્યાં “મુનિ શબ્દ મન્ ધાતુ ઉપરથી બન્યો છે “આત્મા” નામનો ચૈતન્ય ગુણવાળો, અરૂપી, અતીન્દ્રિય અને વાણીથી અગોચર સ્વરૂપવાળો એક પદાર્થ (આત્મા) ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભાવિમાં પણ રહેશે જ, ક્ષણવિનાશી કે ચિરકાલવિનાશી નથી, આમ ત્રણે કાળના વિષય તરીકે આત્મદ્રવ્યને જે માને તે મુનિ કહેવાય છે. આત્માને ત્રણે કાલના અસ્તિત્વવાળો માને તો જ કર્મ-બંધ, કર્મ-ઉદય, સુખ-દુઃખ, સંસાર-મુક્તિ વગેરે પર્યાયો ઘટી શકે છે. મૂળભૂત દ્રવ્યને તો દ્રવ્યસ્વરૂપે ત્રિકાલવિષયક સ્વીકારવું જ જોઈએ, તો જ તેમાં સારા-નરસા પર્યાયો અને તેનું પરિવર્તન સંભવી શકે. બૌદ્ધ દર્શનકારો કેવલ ક્ષણિક આત્મા માને છે તથા સાંખ્યાદિ દર્શનકારો કુટસ્થ નિત્ય આત્મા માને છે, તે ઉચિત નથી. દ્રવ્ય અને પર્યાય આમ ઉભયરૂપ હોવાથી નિત્યાનિત્ય છે. આમ માને તે મુનિ કહેવાય છે.
આવા પ્રકારના મુનિ નામાદિ ચાર નિક્ષેપે ચાર પ્રકારના હોય છે. ત્યાં નામમુનિ અને સ્થાપનામુનિ પૂર્વે સમજાવેલી રીતિ મુજબ સુગમ છે. દ્રવ્યમુનિ ૧ જ્ઞશરીર, ૨ ભવ્યશરીર અને ૩ તેનાથી ભિન્ન તથ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારના ભેદથી ત્રણ જાતના હોય છે. ત્યાં મુનિના સ્વરૂપને જે જાણતા હોય, પરંતુ પ્રરૂપણાના કાલે ઉપયોગ ન હોય-અનુપયોગ હોય, સાધુપણાના લિંગ માત્રને ધારણ કરનારા હોય અને દ્રવ્યક્રિયામાં ઉપયોગશૂન્યપણે ધર્મક્રિયામાં) વર્તનારા હોય તે મુનિને દ્રવ્યમુનિ કહેવાય છે.
- જે સાધ્ય (કર્મક્ષય) સાધવું છે તેના ઉપયોગથી શૂન્ય એવા મુનિને તથા વિહારઆહારગ્રહણ-પ્રતિક્રમણ આદિ પ્રવૃત્તિમાં અને તેના સંબંધી વિચાર વિનિમય આદિમાં લોકો પોતાને મહામુનિ માને એટલા માટે તે તે ક્રિયામાં વર્તનારા અને તે માટે જ કષાયો નહીં કરનારા મુનિને, તથા પરિણામની ધારામાં અસંયમના ભાવથી પરિણામ પામેલા પાંચ ઈન્દ્રિયોના વિષય-ભોગોની સાનુકૂળતા જ ઈચ્છનારા એવા મુનિને દ્રવ્યનિર્ગસ્થપણું સમજવું.
ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય થવાથી પ્રગટ થયેલા ચારિત્રગુણવાળા તથા આત્મસ્વરૂપમાં જ નિરંતર રમણતા કરનારા, અને તેથી પરભાવની રમણતા જેણે દૂર કરી છે એવા અર્થાત્ સ્વભાવદશામાં જ રમનારા અને પરભાવથી નિવૃત્ત બનેલા, તથા પરિણામની ધારામાં, માનસિક વિચારોમાં અને કાયિક બાહ્ય ધર્મક્રિયાની
Page #172
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૧ પ્રવૃત્તિમાં એમ સર્વત્ર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ એમ બાર પ્રકારના કષાયના ઉદય વિનાના બનેલા એવા જે મુનિ છે તે ભાવમુનિ જાણવા. આ પ્રમાણે ચાર નિક્ષેપા સમજાવ્યા. હવે સાત નયથી મુનિપણાનો વિચાર કરાય છે.
नैगमसङ्ग्रहव्यवहारनयैः द्रव्यक्रियाप्रवृत्तद्रव्याश्रवविरक्तस्य मुनित्वम् । ऋजुसूत्रनयेन भावाभिलाषसङ्कल्पोपगतस्य शब्दसमभिरूद्वैवम्भूतनयैः प्रमत्तात् क्षीणमोहं यावत् परिणतौ सामान्यविशेषचक्रे स्वतत्त्वैकत्वपरमसमतामृतरतस्य मुनित्वम् अत्र सम्यग्ज्ञानदर्शनचारित्रप्राग्भाववतो द्रव्यभावाश्रवविरतस्वरूपरतस्यावसरः
નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નયની અપેક્ષાએ ઉપયોગશૂન્યપણે દ્રવ્યક્રિયામાં પ્રવર્તનારા અને પ્રાણાતિપાતાદિ (હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ એમ) દ્રવ્યાશ્રવથી વિરામ પામેલા મુનિમાં મુનિપણું માને છે. સ્થૂલદેષ્ટિ હોવાથી બહારથી જે ત્યાગી છે-તેને જ ત્યાગી મુનિ છે એમ માની લે છે. ઋજુસૂત્રનય ભાવસાધુતા પ્રાપ્ત કરવાની તીવ્ર તમન્નાના સંકલ્પવાળા મુનિને મુનિ માને છે. અને શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનય પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનકથી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકમાં વર્તનારા તથા સામાન્યપણે પ્રવર્તતી મુનિપણાની પરિણામની ધારા કે વિશેષપણે પ્રવર્તતી પરિણામની ધારા એમ બન્ને પ્રકારની આત્મપરિણતિમાં કેવલ એકલી આત્મતત્ત્વની સાથે જ એકતામાં રમનારા તથા પરમ સમતારસ રૂપી અમૃતના જ રસિક એવા મુનિમાં જ મુનિપણું માને છે. છેલ્લા ત્રણ નયો નિશ્ચયનય હોવાથી સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે. માટે પ્રવૃત્તિ કરતાં પરિણતિને વધારે મહત્ત્વ આપે છે. જ્યારે પ્રથમના ત્રણ નવો પ્રવૃત્તિને વધારે મહત્ત્વ આપે છે.
આ અષ્ટકમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની પ્રગટતાવાળા મુનિને તથા દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ એમ બન્ને પ્રકારના આશ્રવથી વિરામ પામેલા એવા સાચા મુનિપણાના સ્વરૂપમાં લયલીન એવા મુનિને સમજાવવાનો આ અવસર છે. જે હવે પછીના આઠ શ્લોકોમાં સમજાવાય છે. -
मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा ॥१॥
ગાથાર્થ :- જે આત્મા જગતના તત્ત્વને જાણે છે તે મુનિ કહેવાય છે. સમ્યકત્વ એ જ મુનિપણું છે અથવા મુનિપણું એ જ સમ્યકત્વ છે. III
ટીકા - “ચંતે તિ" : શમનિર્વેલનુવાસ્તિવયત્નક્ષપત્નશિત:, ના
Page #173
--------------------------------------------------------------------------
________________
૩૭૨
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
लोकं जीवाजीवलक्षणम्, मन्यते - जानाति तत्त्वं यथार्थोपयोगेन द्रव्यास्तिकपर्यायास्तिक-स्वभाव-गुण- पर्यायैः निमित्तोपादानकारणकार्यभावोत्सर्गापवादपद्धत्या जानाति स मुनि: अवगृहीततत्त्वः परिकीर्तितः कथितः श्रीतीर्थङ्करगणधरैः । मुनेःनिर्ग्रन्थस्य इदं मौनम्, एवेति निर्द्धारणे तत्सम्यक्त्वं, यत् यथा ज्ञातं तथा कृतमिति तत् सम्यक्त्वमेव, मुनित्वं सम्यक्त्वं, वा पुनः सम्यक्त्वमेव मौनं निर्ग्रन्थत्वम् ।
વિવેચન :- શમ (ઉપશમભાવ), સંવેગ (મોક્ષાભિલાષ), નિર્વેદ (ભવોàગ), અનુકંપા (દ્રવ્ય-ભાવથી કરૂણા) અને આસ્તિકતા (વીતરાગ પ્રભુનાં વચનો ઉપરની શ્રદ્ધા) આવાં ઉત્તમ પ્રકારનાં પાંચ લક્ષણોથી યુક્ત એવો જે આત્મા જગતના તત્ત્વને એટલે કે જીવ, અજીવ લક્ષણવાળા સમસ્ત લોકને યથાર્થ ઉપયોગપૂર્વક જાણે છે તથા દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક, નયસાપેક્ષપણે સ્વભાવ-ગુણ અને પર્યાયથી નિમિત્ત-ઉપાદાનપણે કારણ-કાર્યભાવ પૂર્વક ઉત્સર્ગ અને અપવાદપૂર્વક જાણવાની સાચી નીતિ-રીતિ મુજબ જે જાણે છે તે જ સાચા મુનિ કહેવાય છે. સ્યાદ્વાદશૈલીપૂર્વક આ જગતનું જેવું સ્વરૂપ સ્વયં છે તેને તે પ્રકારે જે જાણે છે. મન્યતે
માને છે, સમજે છે તે મુનિ કહેવાય છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય આમ ત્રિપદીવાળું વસ્તુસ્વરૂપ છે. દરેક દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી, ગુણથી અને પર્યાયોથી ભરેલાં છે, ઈશ્વર જગત્કર્તા નથી પણ જગતના જ્ઞાતા છે ઈત્યાદિ રીતે જગતને યથાર્થ ઉપયોગપૂર્વક જે જાણે છે તે જ યથાર્થ જ્ઞાની હોવાથી તત્ત્વને યથાર્થ રીતે અવગૃહીત કરતા હોવાથી (નિર્ણયપૂર્વક શ્રદ્ધા કરતા હોવાથી) સાચા મુનિ છે. આમ શ્રી તીર્થંકર અને ગણધર ભગવન્તોએ તેવા પ્રકારના આત્માને મુનિ કહેલા છે.
મુનિ એટલે નિગ્રન્થ આત્મા, રાગ અને દ્વેષની ગાંઠ જેણે છેદી નાખી છે એવા તથા પરિગ્રહ (મમતા) વિનાના હોય તેને મુનિ કહેવાય છે. આવા પ્રકારના મુનિનું જે સ્વરૂપ તેને મૌન કહેવાય છે. શ્લોકમાં લખેલો ત્ત્વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેથી આવા પ્રકારના મુનિપણાના ધર્મને સમ્યક્ત્વ જ કહેવાય છે જે વસ્તુ જેવી (હેય-ઉપાદય-ત્રિપદીમય નિત્યાનિત્યાદિ ધર્મવાળી) છે તે વસ્તુને બરાબર તેવી જ જાણવી, માનવી અને જાણ્યા-માન્યા પછી તેવું જ આચરણ કરવું, આત્મતત્ત્વને અલ્પ પણ નુકશાન કરે એવા અઢાર પાપસ્થાનકોથી દૂર રહેવું અને આત્મતત્ત્વનો ઉપકાર કરે એવા પંચાચારાદિનું પાલન કરવું तत् તે મુનિપણું એ સમ્યક્ત્વમેવ સમ્યક્ત્વ જ છે. આ રીતે યથાર્થ એવું મુનિત્વ સમ્યક્ત્વ = મુનિપણું તે સમ્યક્ત્વ જ છે, સાચી દૃષ્ટિ છે. વા-પુનઃ = અથવા સમ્યક્ત્વમેવ મનં = સમ્યક્ત્વ એ જ મુનિધર્મ છે એટલે કે સમ્યક્ત્વ એ જ યથાર્થ નિગ્રન્થતા છે.
=
=
Page #174
--------------------------------------------------------------------------
________________
૩૭૩
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ આ રીતે હેય-ઉપાદેયને બરાબર જાણવા, જાણીને યથાર્થ રીતે માનવા અને માનીને હેયનો ત્યાગ કરવો, ઉપાદેયનો સ્વીકાર કરવો એટલે કે સ્વભાવદશામાં જ વર્તવું અને વિભાવદશાથી દૂર રહેવું તે જ સાચું મુનિપણું છે અને તે જ સાચું સમ્યકત્વ છે. આ રીતે વિભાવદશાથી દૂર રહેવું એ જ સમ્યકત્વ અને એ જ મુનિપણું જાણવું. જેમ બોલવા રૂપ વચનોચ્ચારથી દૂર રહીએ તેને વ્યવહારમાં મૌન કહેવાય છે તેમ વિભાવ-ભાવથી દૂર રહેવું તેને નિશ્ચયનયથી મૌન કહેવાય છે.
अत्र यत् शुद्धश्रद्धाननिर्धारितात्मस्वभावः, तत्र अवस्थानं चरणं, यच्च सम्यग्दर्शनेन निर्धारितं, सम्यग्ज्ञानेन विभक्तं, स्वरूपोपादेयत्वं तच्च तथैव भवति रमणं चरणं मुनित्वम् । अतः सम्यक्श्रद्धागृहीतकरणं तत् एवम्भूतनयेन सम्यक्त्वमेवम्, अत एव सम्यग्मुनित्वं सम्यक्स्वरूपम् । इति ज्ञपरिज्ञा-प्रत्याख्यानपरिज्ञाप्राप्तमेव कार्यसाधकम्, तेन सम्यक्त्वमुनित्वे अभेदः सम्यदृष्टिभिः यच्चतुर्थगुणस्थानस्थैः साध्यत्वेन धारितं, तथाकरणे यत्र मुनिभावे निष्पादित सिद्धावस्थायाम् । इत्यनेन शुद्धसिद्धत्वस्य धर्मनिर्धारः सम्यक्त्वम् ।
- અહીં શુદ્ધ અને નિર્મળ એવી શ્રદ્ધાપૂર્વક નિર્ણત કર્યું છે (એટલે કે નિશ્ચયપૂર્વક જાણીને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યું છે) આત્મસ્વભાવનું સ્વરૂપ જેણે એવો ઉત્તમ આત્મા તેવા પ્રકારના આત્મસ્વભાવમાં જે સ્થિર થાય, જામી જાય તેને જ “ચરણ (ચારિત્ર)” કહેવાય છે. સારાંશ કે સમ્યગ્દર્શન દ્વારા શુદ્ધ એવા આત્મસ્વભાવનો નિર્ણય કર્યો અને સમ્યજ્ઞાન દ્વારા વિભાવદશા અને સ્વભાવદશાનો યથાર્થ રીતે વિભાગ કરીને “આત્મસ્વરૂપ જ ઉપાદેય છે” આવો પાકો નિર્ણય કરીને તે જ ગમી જવું, તેમાં જ રમવું, આત્માના જ સ્વરૂપની લગની લાગવી, તેમાં જ રમણતા કરવી, તેને જ જીવનમાં અપનાવી લેવું તેને જ ચારિત્ર કહેવાય છે. આવા પ્રકારનું જે ચારિત્ર તે જ મુનિપણું સમજવું.
આ કારણથી સંગ્રહનય વડે આત્મામાં સિદ્ધપરમાત્મા જેવું જ સ્વરૂપ સત્તાગત રીતે રહેલું છે તેને જ સમ્યશ્રદ્ધાપૂર્વક ચિત્તમાં ગ્રહણ કરીને આચરણમાં લાવવું. પ્રગટ કરવું, તેને પ્રગટ કરવા તે તરફ પ્રયત્નશીલ બનવું તેને જ એવંભૂતનયથી સમ્યકત્વ કહેવાય છે. આત્માની સ્વભાવદશાનો યથાર્થ રીતે વિભાગ કરીને તેને જ લક્ષ્ય બનાવીને તે તરફ સતત પ્રયત્નશીલ બનવું અને આત્મતત્ત્વની બાધક અને હેય એવી વિભાવદશા પ્રત્યેના વળાંકનો ત્યાગ કરીને સ્વભાવદશાની પ્રાપ્તિ તરફ પ્રયત્નશીલ બનવું તે જ સાચું સમ્યકત્વ છે. આવા પ્રકારનું સાચું જે સમ્યકત્વ છે. તે જ યથાર્થ મુનિપણું છે અને આવા પ્રકારનું જે
Page #175
--------------------------------------------------------------------------
________________
૩૭૪
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
સમ્યક્ મુનિપણું છે તે જ સાચું સમ્યક્ સ્વ-સ્વરૂપ છે. અર્થાત્ આત્મસ્વરૂપ છે. આમ તત્ત્વ સમજવું.
આ પ્રમાણે જ્ઞપરિક્ષા દ્વારા યથાર્થ રીતે જાણેલું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે વિભાવદશા અને સ્વભાવદશાનો ભેદ કરવાપૂર્વક વિભાવદશાનો ત્યાગ કરી સ્વભાવદશામાં એકાગ્ર બનવું. આ રીતે સમ્યગ્ભાવપૂર્વકનું જે મુનિપણું છે તે જ કાર્યસાધક (મુક્તિ આપનારું) બને છે. તેથી ઉપરની દશામાં સમ્યક્ત્વનો અને મુનિપણાનો અભેદ જાણવો.
કાદવમાં પડેલી સોનાની લગડી અથવા સ્ફટિકનો ગોળો ભલે ચારે બાજુથી કાદવ વડે લેપાયેલો હોય તો પણ તે દ્રવ્યનો એક પણ પરમાણુ અથવા એક પણ ટુકડો કાદવ બન્યો નથી કે બનતો નથી. તે દ્રવ્ય જેવું છે તેવું જ શુદ્ધ અને નિર્મળ જ રહે છે. તેવી જ રીતે કર્મોથી લેપાયેલો આત્મા પણ કર્મોના કારણે ભલે મલીન થયો હોય તો પણ આત્માનું મૂલભૂત રત્નત્રયી-આત્મક શુદ્ધસ્વરૂપ જરા પણ ગુમાવ્યું નથી. તે તો જેવું અસલી સ્વરૂપ છે તેવું જ છે, તેથી ઉપર ઉપરનો કાદવ જો દૂર કરીએ તો મૂલભૂત સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો જેમ પ્રાપ્ત કરી શકાય છે, તેમ આત્મામાં લાગેલાં કર્મો જો દૂર કરાય તો અસલી શુદ્ધ સ્વરૂપવાળો નિર્મળ આત્મા પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારનું ચોથા ગુણસ્થાનકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ જીવો વડે આત્માનું શુદ્ધ, નિર્મળ, ક્ષાયિકભાવના ગુણોવાળું જે સ્વરૂપ નિર્ધારિત કરાયું છે (શાસ્ત્રોના અભ્યાસ દ્વારા યથાર્થ રીતે જે જણાયું છે) તે જ નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તથારને તેવા પ્રકારનો સાચો પુરુષાર્થ કરાયે છતે જે જે ગુણઠાણે જેટલો જેટલો પ્રયત્ન કરાય છે તે તે ગુણઠાણે તેટલા તેટલા અંશે સિદ્ધાવસ્થામાં રહેલું સ્વરૂપ પ્રાપ્ત કરાય છે. સારાંશ કે
=
સમ્યક્ત્વ દ્વારા આત્માનો મુનિભાવ જાણીને તેને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરાયે છતે સિદ્ધદશા જેવું આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. નૃત્યનેન - આમ નિર્ધારિત આત્મ-સ્વરૂપ તરફનો પ્રયત્ન નિર્ધારિત સ્વરૂપને અવશ્ય પ્રગટ કરનાર બને છે તે માટે શુદ્ધ-નિર્મળ-સર્વથા કર્મરહિત અવસ્થા અને જ્ઞાનાદિ ગુણમય એવું સિદ્ધત્વ એ જ સાચો આત્મધર્મ છે. તે જ યથાર્થ લક્ષ્ય છે. આવા પ્રકારનો મનમાં પાકો નિર્ણય કરવો તે જ સમ્યક્ત્વ અને તેની જ પ્રાપ્તિ માટેનો જે પ્રયત્ન જ મુનિપણું છે. આ રીતે સમ્યક્ત્વ એ જ મુનિપણું જાણવું. ચોથાપાંચમા ગુણઠાણાવાળા જીવો સંગ્રહનયથી અંદર રહેલા સત્તાગત સ્વરૂપનો નિર્ણય કરે છે. છથી બાર ગુણઠાણા વાળા જીવો તેના ઉપાયમાં પ્રવર્તતા છતા વ્યવહાર અને ઋજુસૂત્રનયથી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને શબ્દ-સમભિરૂઢ નયથી તેરમા-ચૌદમા ગુણઠાણાવાળા
Page #176
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૫ જીવો તે શુદ્ધ સ્વરૂપાત્મક સાધ્યની અતિશય નિકટ પહોંચે છે અને એવંભૂતનયથી તે જ શુદ્ધસ્વરૂપનો સિદ્ધાવસ્થામાં પૂર્ણપણે આવિર્ભાવ થાય છે. આ રીતે ચોથા ગુણઠાણાથી સાધ્ય તરીકે જેનો પાકો નિર્ણય કરાયો છે તે જ સાધ્ય ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ પ્રાપ્ત કરાય છે માટે સમ્યકત્વ અને મુનિપણાનો અભેદ છે. સમ્યત્વકાલે જે સાધ્ય છે તે જ સાધ્ય મુનિકાલે પણ વર્તે છે અને મુક્તિદશામાં પણ તે જ સાધ્ય સિદ્ધપણે વર્તે છે. આ બાબતમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
आचाराड़े-जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । ण इमं सक्कं सिढिलेहिं अदिज्जमाणोहिं गुणासाएहिं वंकसमायारेहि पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं पंतं लूहं सेवंति વીર સપૂત્તસિt I (આચારાંગ વ્યુત-૧, અધ્ય-પ, ઉદ્દેશો-૩, સૂત્ર-૧૫૫) તથા पञ्चास्तिकायेषु जीवः चेतनालक्षणः, तत्र स्वीयात्मबद्धोऽपि विभावग्रस्तोऽपि सत्तया निर्मलानन्दी निर्धार्य तदावरणविगमाय मोहहेतून् द्रव्याश्रवान् हेयतयोपलक्षितान् हेयतया करोतीति सम्यक्त्वं मुनिस्वरूपम् ॥१॥
જે પાપકર્મના વર્જનને યથાર્થ રીતે નિર્ધારિત કરે છે એટલે કે પાપકર્મને હેય તરીકે સાચા મનથી જાણે છે તે જ તેનાથી દૂર રહેવા રૂપ મુનિભાવને જાણી શકે છે અને જે સાચા મુનિભાવને જાણે છે તે જ તે પાપકર્મવર્જનને યથાર્થ રીતે નિર્ધારિત કરી શકે છે. દાખલા તરીકે જે મનુષ્યો સર્પને, વિષને, કંટકાદિને યથાર્થપણે નિર્ધારિત કરે છે, યથાર્થપણે જાણે છે તે જ મનુષ્યો સર્પથી, વિષથી અને કંટકાદિથી બચી શકે છે તેમ અહીં પણ જાણવું. મોહદશા ઉપર કંટ્રોલ આવે, રાગાદિ ભાવો જિતાય તો જ આત્મતત્ત્વ સમજાય તેવું છે. સામાન્ય મોહાધીન જીવો વડે આ તત્ત્વ સમજી શકાય તેવું નથી, તો પછી તે તત્ત્વ આચરવાની વાત તો ઘણી દૂર જ રહે છે. માટે જ કહે છે કે –
(સિઢિલ્લેસ્ટિં) (શિથિલ) સંયમ અને તપાદિ અનુષ્ઠાન આચરવામાં મન્દવીર્યવાળા જીવો વડે, (વિમાદિં) પુત્ર, સ્ત્રી, ધન આદિ પ્રત્યેના રાગાદિથી આર્દીભૂત કરાયેલા (અલ્પવિયોગકાલે પણ આંસુ સારનારા) જીવો વડે (ગુણ/સાર્દિ) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચ પુદ્ગલદ્રવ્યના જે ગુણો છે તે ગુણોના આસ્વાદનમાં ડુબેલા જીવો વડે, (વંસમાયાર્દિ) વક્રતાવાળું (માયાવી) આચરણ કરનારા જીવો વડે (૫મત્તેટિં) વિષય અને કષાય રૂપ પ્રમાદમાં આસક્ત જીવો વડે તથા (ગરમાવતેહિ) ઘરમાં વસતા (ગૃહસ્થ) જીવો વડે પાપકર્મોના વર્જન રૂપ મૌનપણું પ્રાપ્ત કરવું અને પાલન કરવું તે અશક્ય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૩૭૬
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પરંતુ ત્રણે જગતના યથાર્થ સ્વરૂપનું મનન કરનારા અને સંસારીભાવોથી અલિપ્ત રહેનારા નિઃસ્પૃહ એવા મુનિ પુરુષો જ સાવદ્ય પાપકર્મવર્જન રૂપ મૌનપણાને સમય-સમાવાય = ધારણ કરે છે તે મૌનને ધારણ કરીને સાત ધાતુના બનેલા ઔદારિક શરીરને અને આઠ કર્મોના બનેલા કાર્મણશરીરને શુ = દુનીયાત્ = ધુણાવે-કંપાવે-જર્જરિત કરે અર્થાત્ ખપાવે. આ અષ્ટવિધ કર્મ ખપાવવા રૂપ કાર્મણશરીરનો નાશ કરવા માટે જ સમ્યજ્ઞાનવાળા અને સમ્યક્દર્શનવાળા વીરપુરુષો પ્રાન્તભિક્ષા (વાલ-ચણાદિ રૂપ તુચ્છ દ્રવ્ય) લેવારૂપે તથા વિગઈઓ વિનાની રુક્ષ ભિક્ષા ગ્રહણ કરવા રૂપે આહાર ગ્રહણ કરે છે.
પાંચ અસ્તિકાય દ્રવ્યો છે. તેમાં એક જીવદ્રવ્ય જ ચેતનાલક્ષણવાળું છે. તે આત્મદ્રવ્ય જ જ્ઞાનગુણવાળું હોવાથી કર્મોથી બંધાયેલું છે અને વિભાવદશામાં ફસાયેલું છે. છતાં પણ સન્શાસ્ત્રોથી, સત્સંગથી તથા સદ્ગુરુથી જ્યારે આવું ભાન થાય છે કે હું સત્તાથી સિદ્ધપરમાત્માની જેવો અનંત ગુણોવાળો છું, હું જ ભગવાન પરમાત્મા છું, હું જ નિર્મળ આનંદવાળું દ્રવ્ય છું. આવા પ્રકારના પોતાના મૂળભૂત શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરીને તે શુદ્ધ સ્વરૂપ ઉપરના તમામ આવરણોને દૂર કરવા માટે મોહના હેતુભૂત હિંસા-મૃષાવાદ-સ્તેય -મૈથુન-પરિગ્રહાદિ દ્રવ્ય આશ્રવો આ જ મોટા ચોર છે. આત્માનું બગાડનારા છે. માટે દૂર કરવા જેવા છે.” એમ હેય તરીકે તેઓને યથાર્થ રીતે જાણીને હેય તરીકે જ આચરે છે. અર્થાત્ દ્રવ્ય આશ્રવોનો પણ ત્યાગ કરે છે. ત્યારે જ સમ્યકત્વ અર્થાત્ મુનિપણું પ્રાપ્ત થાય છે. આ રીતે સમ્યત્વ એ જ મુનિનું સ્વરૂપ છે અને મુનિનું સ્વરૂપ એ જ સમ્યકત્વ છે. I૧૫
आत्मात्मन्येव यच्छुद्धम्, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः ॥२॥
ગાથાર્થ - કર્તા એવો આ આત્મા કરણભૂત એવા પોતાના આત્મા (ના જ્ઞાનગુણ અને વીર્યગુણ) વડે, અસ્તિત્વ-વસ્તુત્વ વગેરે અનંત ધર્મોથી યુક્ત એવા પોતાના શુદ્ધ આત્માને, આધારભૂત એવા પોતાના આત્મામાં જ સત્સંગ, સ્વાધ્યાય અને ગુરુગમથી જ્યારે જાણે છે ત્યારે તે મુનિની રત્નત્રયીને વિષે તે પ્રવૃત્તિ જ્ઞાન-રુચિ-આચરણાની એકતારૂપ થાય છે. રા/
ટીકા :- “માત્મા રૂત્તિ', કાત્ર જ્ઞાનાવિગુOIના મેરUSમૂતાનાં સાત્વિकार्यकर्ता आत्मा एव, अत्रोपादानस्वरूपे षट्कारकचक्रमय एव आत्मा स्वयमेव कर्तृकार्यरूपोऽपि कारणरूपसम्प्रदानापादानाधिकरणः स्वयमेवेति व्याख्यातं भाष्ये
Page #178
--------------------------------------------------------------------------
________________
૩૭૭
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ श्रीजिनभद्रक्षमाश्रमणैः । अत एव आत्मा-जीवः कर्तारूपः । आत्मना-आत्मीयज्ञानवीर्येण करणभूतेन, आत्मानमनन्तास्तित्व-वस्तुत्व-द्रव्यत्व सत्त्व-प्रमेयत्व-सिद्धत्व धर्मकदम्बकोपेतं कार्यत्वापन्नम, आत्मनि आधारभूते अस्तित्वाद्यनन्तधर्मपर्यायपात्रभूते जानाति । सा इयं जानातिरूपा प्रवृत्तिः, सा एव रत्नत्रये-सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणे ज्ञप्तिः रुचिः आचारः = भासननिर्धाराचाररूपः, एतेषामेकता-अभेदपरिणतिः मुनेरस्ति, इत्यनेन आत्मना आत्मानं ज्ञात्वा तद्रुचिः तदाचरणं मुनेः स्वरूपम् ।
| વિવેચન :- આત્મા કોઈપણ પ્રકારનું કાર્ય કરે છે ત્યારે કરણ બે પ્રકારનાં હોય છે. આત્માથી અભિન અને આત્માથી ભિન. જેમ કુંભાર ઘટ બનાવે, સુથાર બારી-બારણાં બનાવે, સોની દાગીના બનાવે. આ ત્રણે ઉદાહરણોમાં કુંભારમાં, સુથારમાં અને સોનીમાં તે તે કાર્ય કરવાની કલાની જે જાણકારી છે, જ્ઞાન છે, તે અભિન્નકરણ કહેવાય છે. કારણ કે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને દંડ-ચક્રાદિ જે જે બાહ્ય-સાધનસામગ્રી છે તે આત્માથી કથંચિત્ ભિન્ન કારણ છે માટે ભિન્નકરણ કહેવાય છે. વસ્તુના સ્વરૂપને જાણવામાં જ્ઞાનવર્યાદિ જે જે ગુણો છે તે આત્માથી કથંચિત્ અભિન્ન છે, તાદામ્ય સંબંધવાળા છે. કારણ કે તેઓની વચ્ચે ગુણ-ગુણીભાવ છે. આ રીતે આત્માની સાથે અભેદભાવે કરણરૂપે રહેલા જ્ઞાનાદિ ગુણોને જાણવાનું કાર્ય કરનાર અથવા અભેદ ભાવે કરણરૂપે રહેલા જ્ઞાનાદિગુણો દ્વારા ઘટ-પટાદિ વસ્તુતત્ત્વને જાણવાપણાનું કાર્ય કરનાર આત્મા જ છે. કારણ કે આત્મા જ ચેતન છે. જે ચેતન હોય તે જ જ્ઞાયકતા ધર્મવાળો હોય છે. માટે જ્ઞાયકતા ધર્મ આત્માનો જ છે. જ્ઞાનાદિ ગુણોનો કર્તા આત્મા જ છે. માટે આત્મા કર્તા છે.
આત્મામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણોનાં જે જે કાર્યો થાય છે તે તે કાર્યોમાં તે તે કાલે આત્મા ઉપાદાનકારણસ્વરૂપે સમજવો. કારણ કે જાણકારી થવાપણું આત્મામાં જ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર આ છએ કારકચક્ર આત્મામાં છે માટે આત્મા ષકારકમય છે.
૧) જ્ઞાનાદિ ગુણોને કરનારો આત્મા જ છે. આત્મા જ વસ્તુ-સ્વરૂપને અને આત્મતત્ત્વને જાણે છે. માટે આત્મા એ જ્ઞાનાદિ ગુણોનો કર્તા કારક છે.
(૨) આત્માને આત્મતત્ત્વ જ જાણવાનું કાર્ય કરવાનું છે. કારણ કે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આત્મતત્ત્વ એ જ સાચું લક્ષ્ય છે, પ્રાપ્તવ્ય છે. બાકીનાં સર્વે પણ ભોગનાં કાર્યો મોહની પરાધીનતાથી થાય છે. તે આત્માનું પોતાનું કાર્ય નથી. માટે આત્મતત્ત્વ જાણવું
Page #179
--------------------------------------------------------------------------
________________
उ७८ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર અને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો એ આત્માનું કાર્ય છે અને તે આત્મા જ છે. માટે આત્માને મેળવવા લાયક કર્મકારક પણ આત્મા જ છે. આ કર્મકારક છે.
(૩) આ આત્મા જેટલા પ્રમાણમાં આત્મદશામાં સ્થિર રહે તેટલા પ્રમાણમાં તેનાથી જ કર્મોની નિર્જરા થતાં પૂર્ણગુણી આત્મા પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્મતત્ત્વની પ્રાપ્તિનું કરણકારક પણ આત્મા જ છે.
(૪) પ્રાપ્ત કરેલું – એટલે કે પ્રગટ કરેલું આત્મસ્વરૂપ આ આત્માને જ આપવાનું છે. અન્ય કોઈ પરદ્રવ્યને કંઈ આપવાનું નથી. માટે સંપ્રદાનકારક પણ આત્મા જ થાય છે.
(૫) આત્માનું શુદ્ધ, નિર્મળ ક્ષાયિકભાવનું કેવલજ્ઞાનાદિક જે શુદ્ધ સ્વરૂપ મેળવવાનું છે. તે પોતાના આત્મામાં જ સત્તાગત રહેલું છે એટલે ત્યાંથી જ મેળવવાનું છે. જ્યાંથી પ્રાપ્ત કરવાનું હોય છે તેને અપાદાનકારક કહેવાય. એટલે આત્મા જ અપાદાનકારક છે.
(૬) પ્રાપ્ત કરેલું આત્મસ્વરૂપ આ આત્મામાં જ રાખવાનું છે. અન્યત્ર ક્યાંય મુકવાનું નથી. પ્રગટ કરેલા તે સ્વરૂપને સાચવવા માટેની તિજોરી પણ આ આત્મા જ છે. માટે આધારકારક પણ આત્મા જ છે. આ રીતે આત્મતત્ત્વની પ્રાપ્તિમાં આ આત્મા જ છએ કારકમય છે.
આ પ્રમાણે આ આત્મા જ પોતાના સ્વરૂપનો કર્તા છે, કાર્યરૂપ પણ છે. કર્તાસ્વરૂપ, કર્મસ્વરૂપ હોવા છતાં કરણ સ્વરૂપ પણ પોતે જ છે. તથા સંપ્રદાન, અપાદાન અને
અધિકરણાત્મક પણ આ આત્મા પોતે જ છે. આ પ્રમાણે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે. ગાથા ૨૧૧૨ થી ૨૦૧૮ માં આ સાત ગાથાઓ તથા તેના
અર્થો પનરમા વિવેકાષ્ટકના સાતમા શ્લોકમાં આ જ ગ્રંથમાં લખ્યા છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
આ પ્રમાણે હોવાથી આ આત્મા પોતે જ પોતાના સ્વરૂપનો કર્તા છે. આત્માના પોતાના જ પ્રગટ થયેલા જ્ઞાન અને વીર્યગુણો આત્મતત્ત્વ પ્રગટ કરવામાં કરણ રૂપે કામ કરે છે. તેથી કરણભૂત જ્ઞાન-વર્યાત્મક આત્મા દ્વારા જ પૂર્ણ આત્મતત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્મા જ કરણ કારક છે. તથા આ આત્મામાં જ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ અને સિદ્ધત્વ ઈત્યાદિ અનેક ધર્મો રહેલા છે. તેથી આવા પ્રકારના સત્તાગત અનંત ધર્મોના સમૂહથી યુક્ત એવો આ આત્મા જ સત્તાગત ગુણોને પ્રગટ કરવાપણા રૂપે કર્મકારકને (કાર્યતાને) પામેલો છે. તથા અસ્તિત્વ આદિ અનંત ધર્મો અને પર્યાયોના પાત્રભૂત (આધારભૂત) પણ આ આત્મા જ છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૯ આવા પ્રકારના ધર્મો અને પર્યાયોના આધારભૂત એવા આત્મામાં જ કારણભૂત એવા જ્ઞાન-વર્યાદિ ગુણાત્મક આત્મા વડે અસ્તિત્વાદિ અનંત ગુણોના ભંડાર એવા આ આત્માને ચેતનાલક્ષણવાળો આ જીવ છે. એમ જે જાણે છે. તે જ આત્માને જાણી શકે છે. “આત્મતત્ત્વને જાણવારૂપ જે આ પ્રવૃત્તિ છે” તે પણ વિભાવદશાનો ત્યાગ કરીને આત્મા સ્વભાવદશામાં એકાગ્ર બને તો જ થઈ શકે છે. તેથી આત્મતત્ત્વને જાણવારૂપ આ પ્રવૃત્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને વિષે ભાસનાત્મક (જાણવા રૂ૫) જ્ઞપ્તિ, નિદ્ધર રૂપ (શ્રદ્ધામય) રુચિ અને આચરણ આચરવા રૂ૫ આચાર એમ આ ત્રણે ગુણોની એકમેકતા અર્થાત્ અભેદપરિણતિ જો કરવામાં આવે તો જ થાય છે. તેથી આવા પ્રકારની ત્રણે ગુણોની આ એકતા પ્રાપ્ત કરવી અત્યન્ત આવશ્યક છે. આવી ત્રણે ગુણોની એકતાતન્મયતા વિશિષ્ટ મુનિને જ હોય છે. સંસારીને કે શિથિલ મુનિને આવા પ્રકારની અભેદપરિણતિ સંભવતી નથી. આવા પ્રકારના શાસ્ત્રકારના આ કથનથી સમજાય છે કે - આત્મા વડે આત્માને જાણીને તેવા પ્રકારના આત્મતત્ત્વ ઉપર અતિશય દઢ રુચિવાળા બનીને તે જ આત્મતત્ત્વનું આચરણ કરવું. આમ ત્રણે ગુણોમાં હળીભળી જવું, લયલીન થઈ જવું, એકાગ્ર બની જવું એ જ મુનિનું મુનિપણું છે. આ જ સાચું મુનિપણાનું સ્વરૂપ છે.
भावना च मिथ्यात्वाज्ञानासंयमैकत्वेन पौद्गलिकसुखं सुखत्वेन निर्धार्य ज्ञात्वा च तदाचरणप्रवृत्तस्यानन्तकालं तत्त्वानवबोधेन निदाघज्वरपरिगत इव मृत्तिकालेप इवावगुण्ठितः कर्मपुद्गलैः न चोपलब्धः तत्त्वश्रद्धान-ज्ञान-रमणानुभवलवोऽपि । तेनैव निसर्गाधिगमादिकारणेन अनादिनिधनोऽयं जीवोऽनन्तज्ञानादिपर्यायालिप्तामूर्तस्वभावोऽवगतः निर्धारितश्च साध्योऽहं साधकोऽहं सिद्धोऽहं ज्ञानदर्शनानन्दाद्यनन्तगुणमयोऽहमिति ज्ञप्तिरुचि-आचरणरूपं मुनिस्वरूपम् । उक्तञ्च -
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે – મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ અને કાષાયિક મનોવૃત્તિઓ ઈત્યાદિ અશુભ ભાવોની સાથે આ જીવની અનાદિકાલથી એકતાતન્મયતા-લયલીનતા હોવાથી મોહ અને અજ્ઞાનદશાના કારણે પદ્ગલિક સુખને જ સુખ છે એવો મનમાં પાકો નિર્ણય કરીને તેને જ સુખબુદ્ધિએ જાણીને તે પદ્ગલિક સુખસામગ્રી પ્રાપ્ત કરવા માટેની જ સવારથી રાત સુધી વિવિધ પ્રકારની આચરણાઓ આચરવામાં નિરંતર પ્રવૃત્તિશીલ બનેલા આ જીવને અનંત અનંત કાલથી સાચા આત્મતત્ત્વનો બોધ ન થયેલો હોવાથી શુદ્ધ આત્મતત્ત્વનું ભાન જ નથી. આત્માના સ્વરૂપનો અને ગુણોનો ક્યારેય વિચાર પણ કર્યો નથી, ક્યારેક ધર્મ કર્યો હશે તો પણ ભોગબુદ્ધિ જ આગળ રાખી હશે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૩૮) મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પણ આત્મસુખને જાણ્યું નથી અને પૌદ્ગલિક સુખોમાં જ આ જીવ ગરકાવ હોવાથી જેમ ઉનાળાના તાપથી વ્યાપ્ત મનુષ્ય ઠંડક માટે શરીરે ચારે બાજુ માટીનો લેપ કરે તેની જેમ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિના કારણે કર્મપુદ્ગલો વડે આ જીવ અવગુંઠિત થયેલો છે. એટલે કે કર્મોથી લેપાયેલો છે. મોહના ઉદયના કારણે પદ્ગલિક સુખોમાં જ રાગાધ બન્યો હોવાથી આત્મતત્વની સાચી શ્રદ્ધા, આત્મતત્ત્વનું સાચું જ્ઞાન અને આત્મતત્વની આચરણાના અનુભવનો એક લવમાત્ર પણ પ્રાપ્ત કરાયો નથી. આત્મા તરફની દૃષ્ટિ ક્યારેય જાગી જ નથી. કદાચ ક્યારેક ક્યારેક ધર્મનું આચરણ આચર્યું હશે તો પણ “આ ભવમાં કંઈક દાનપુણ્ય કર્યું હશે તો ભવાન્તરમાં દશ ગણું મળશે” ઈત્યાદિ રીતે મોહમયી દૃષ્ટિથી ભૌતિક સુખમાં સુખબુદ્ધિ રાખીને જ તે આચરણ કરેલું છે. ધર્મ કરવામાં પણ ભોગબુદ્ધિ જ આ જીવની રહેલી છે. તથા ધર્મ ન કરે ત્યારે પણ કેવળ ધન કમાવું, પરિવારનું પોષણ કરવું, સમાજમાં માન-મોભો મેળવવો, સારી ગાડી, બંગલો વસાવવો ઈત્યાદિનું જ ધ્યાન સતત રહ્યું છે. આત્મા કે આત્માના ગુણોની તો ક્યારેય સ્મૃતિ જાગૃત થઈ જ નથી. તેથી જ અનંત સંસારમાં આ જીવ ભટકે છે.
પરંતુ તથાભવ્યતાનો કાલ પાકવા રૂપ અત્યંતર કારણ મળવાથી અને નિસર્ગ અથવા અધિગમ આદિ બાહ્ય કારણો મળવાથી “મારો આ જીવ અનાદિ અનંત છે, અનંત અનંત જ્ઞાનાદિ ગુણાત્મક પર્યાયવાળો છે, મૂલસ્વરૂપે અલિપ્ત છે. મૂલસ્વરૂપે અમૂર્ત સ્વભાવવાળો છે” આ વાત આ જીવને સમજાય છે અને નિરંતર ગુરુગમથી, સત્સંગથી, સન્શાસ્ત્રથી અને સતત વાચના-શ્રવણથી તથા નિરંતર સાચા અભ્યાસથી મનમાં આવો પાકો નિર્ણય આ જીવ કરે છે કે “હું જ સાધ્ય છું, હું જ સાધક છું, હું જ સિદ્ધ છું, જ્ઞાન-દર્શનાદિ અનંતગુણોવાળો પણ હું જ છું, મારું સ્વરૂપ હાલ હું વર્તુ છું તેનાથી ઘણું ભિન્ન છે. હું માર્ગ ભૂલ્યો છું, પૌદ્ગલિક સુખ એ સુખ છે એમ મેં માન્યું છે પણ તે મારું સાચું સ્વરૂપ નથી, પણ અનંત આત્મગુણો એ મારું સ્વરૂપ છે, ભૌતિક સુખ એ તો એક બંધન છે.” આવા પ્રકારની આત્મતત્ત્વની કંઈક ઝાંખી થાય છે અને રુચિ પ્રગટે છે. તત્ત્વજ્ઞાન થાય છે અને તેની જ આચરણા કરવાનો તીવ્રભાવ જાગે છે. આમ આ જીવનો આવો જ વળાંક (યુ ટન) થાય છે. તે જ યથાર્થ મુનિસ્વરૂપ છે. યોગશાસ્ત્રમાં પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રી કહે છે કે –
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं, तद् ज्ञानं तच्च दर्शनम् ॥२॥
(યોગશાસ્ત્રપ્રકાશ-૪, શ્લોક-૨)
Page #182
--------------------------------------------------------------------------
________________
૩૮૧
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ પુનઃ મિપૂર્ચ: પોઢશે - बालः पश्यति लिङ्ग, मध्यमवृत्ति (बुद्धि) विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१-२॥
(ષોડશક પ્રકરણ પ્રથમ ષોડશક શ્લોક-૨) અત:, તવૈઋત્વે ચારિત્રમ્, રા.
પોતાના આત્મામાં જ રહેલા પોતાના આત્મતત્ત્વને પોતાના આત્મજ્ઞાન વડે જે જાણવું તે જ જીવનું ચારિત્ર કહેવાય છે અને તે જ સમ્યજ્ઞાન છે અને તે જ સમ્યગ્દર્શન છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશકમાં પણ કહ્યું છે કે –
બાલજીવો સાધુના લિંગને (વેશને) દેખે છે. મધ્યમ જીવો (મધ્યમ બુદ્ધિવાળા જીવો) સાધુના આચરણને દેખે છે, પરંતુ પંડિત પુરુષો સર્વપ્રકારના પ્રયત્નો વડે સાધુમાં રહેલા આગમસંબંધી તત્ત્વજ્ઞાનને દેખે છે. તેને જ વધારે ભાર આપે છે.
આ કારણથી આત્માએ આત્મતત્ત્વની સાથે અતિશય વધારે એકાગ્ર બનવું જોઈએ. //રા.
પુનસ્તવ દ્રઢયતિ = ફરીથી તે જ વાત વધુ દ્રઢ કરે છે - चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं, क्रियालाभात् क्रियानये ॥३॥
ગાથાર્થ :- મુનિમહાત્માનું આત્મભાવમાં આચરણ કરવું એ જ ચારિત્ર છે. એ જ જ્ઞાન છે અને એ જ દર્શન છે. શુદ્ધ જ્ઞાનનયની અપેક્ષાએ આ જ્ઞાન અને દર્શન જ સાધ્ય છે અને ક્રિયાયની અપેક્ષાએ ક્રિયાના લાભ દ્વારા તે સાધ્ય છે. II
ટીકા - “વારિત્રમિતિ” માત્મવરંતુ–માત્મસ્વરૂપમUત્ પરમાવપ્રવૃત્તિत्यागात् चारित्रं, आत्मस्वरूपावबोधः ज्ञानं, स्वीयासङ्ख्येयप्रदेशव्याप्यव्यापकत्वेन सहजलक्षणज्ञानाद्यनन्तपर्यायः अहं नान्य इति निर्धारः दर्शनम्, इत्यनेन आत्मा ज्ञानदर्शनोपयोगगुणद्वयलक्षणः । एवमुक्तञ्च भाष्ये-आत्मनः गुणद्वयमेव व्याख्यानयन्ति इति तन्मते ज्ञाने स्थिरत्वं चारित्रं, तेन ज्ञानचारित्रयोरभेद एव । ज्ञानमेवात्मपरिणामव्यापृतं (आत्मपरिणाममयी वृत्तिः) सम्यक्त्वम् आश्रवरोधः तत्त्वज्ञानैकता चारित्रम्, एवं व्यापारभेदात् ज्ञानस्यैवावस्थात्रयम् । उक्तञ्च-सन्मतिप्रकरणे -
Page #183
--------------------------------------------------------------------------
________________
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
વિવેચન :
આત્માનું આત્મ-સ્વભાવમાં રમવું, પરભાવની પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને સ્વભાવદશામાં લીન બનવું તેને જ ચારિત્ર કહેવાય છે. આત્મતત્ત્વના સ્વરૂપનો અવબોધ થવો તે જ્ઞાન કહેવાય છે. મારો આત્મા પોતાના જ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપકભાવે રહેલો છે તથા સ્વાભાવિક લક્ષણ સ્વરૂપ એવા જ્ઞાનાદિ અનંતપર્યાયવાળો છે. મારું બીજું કોઈ લક્ષણ નથી. ગોરો-કાળો, જાડો-પાતળો, સ્ત્રી-પુરુષ, પશુ ઈત્યાદિ જે સ્વરૂપ છે. તે મારું સ્વરૂપ નથી, કર્મોના ઉદયથી બનેલું છે માટે વૈભાવિક સ્વરૂપ છે. તે સ્વરૂપ મારું નથી હું તો જ્ઞાનાદિ પર્યાયવાળો છું. આવો પાકો નિર્ણય કરવો તે દર્શન કહેવાય છે. આમ સમજવા વડે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એમ બે જ ગુણોના લક્ષણવાળો આ આત્મા છે. આમ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં શ્રી જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે.
૩૮૨
તેઓ ભાષ્યમાં જ્ઞાન અને દર્શન એમ બે ગુણોવાળો જ આત્મા છે આમ વ્યાખ્યાન કરે છે. કારણ કે શુભમાં પ્રવૃત્તિ કરવી અને અશુભથી નિવૃત્તિ કરવી આવા પ્રકારનું જે ચારિત્ર છે, તે તો શુભકાયાદિ યોગાત્મક અર્થાત્ ક્રિયાત્મક છે અને મૂલભૂત સ્વરૂપે આત્મા તો અક્રિય અને અયોગી છે. તેથી ક્રિયાત્મક ચારિત્ર એ આત્માનો ગુણ નથી. તેથી જ સિદ્ધ ભગવંતોને “નોરત્તા નોઞરિત્તા' કહેવાય છે. શુભયોગક્રિયા એ જ્ઞાનસાધના કરવા માટેનું સાનુકુળ સાધન છે. માટે તેનો ઉપચાર કરાયો છે, પણ વાસ્તવિકપણે તો તે પુણ્યબંધનો આશ્રવ જ છે તે ચારિત્ર નથી. માટે શુભ યોગ-ક્રિયાને ચારિત્ર ન કહેતાં આત્માનું શુદ્ધ જ્ઞાન દશામાં સ્થિર થવું તે જ ચારિત્ર કહેવાય છે. તેથી જ્ઞાન અને ચારિત્ર ગુણનો અભેદ છે. જે આત્મદશાનું જ્ઞાન અને તેમાં જામી જવું તે જ ચારિત્ર જાણવું. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ ગુણો નથી, પણ જ્ઞાન અને દર્શન એમ બે જ ગુણો છે. સવાસો ગાથાના હુંડીના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કહે છે કે
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો ।
નિર્વિકલ્પ ઉપયોગમાં, નહી કર્મનો ચારો ॥૩-જ્ઞા આત્મ તત્ત્વ વિચારીએ...
આ રીતે આત્મતત્ત્વ જાણવું. માટે તે જ્ઞાનગુણમાં જ લયલીન થવું તે ચારિત્ર કહેવાય છે. “આચરણા એ યોગાત્મક છે અને આત્માનું સ્વરૂપ યોગાત્મક નથી. માટે યોગને ચારિત્ર કેમ કહેવાય ? તેથી ચારિત્ર એ જ્ઞાનથી ભિન્ન નથી માટે તે બન્નેનો અભેદ છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં ગુણવાળો જ આત્મા જણાવ્યો છે. અથવા બે ગુણવાળો પણ આત્મા નથી, માત્ર એક જ્ઞાનગુણવાળો જ આત્મા છે. જ્ઞાનગુણની જ વિવક્ષા ભેદે બે અથવા ત્રણ અવસ્થા છે. આત્મતત્ત્વને જાણવા સ્વરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાન જ આત્મદશાના પરિણામોમાં વ્યાવૃત હોય, આત્મતત્ત્વનું જે શુદ્ધસ્વરૂપ છે તેના જ નિર્ણયમાં જો પ્રવર્તતું હોય
Page #184
--------------------------------------------------------------------------
________________
૩૮૩
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ તો તે જ્ઞાનને જ સમ્યકત્વ કહેવાય છે તથા તે જ્ઞાનપૂર્વક આશ્રવોનો જે રોધ કર્યો અને આત્મતત્ત્વના જ્ઞાનની સાથે જે એકતા પ્રાપ્ત કરી તે જ ચારિત્ર કહેવાય છે. આમ જાણપણાનો વ્યાપાર તે જ્ઞાન, નિર્ણયપણાનો વ્યાપાર તે સમ્યકત્વ અને આચરણપણાનો જે વ્યાપાર તે ચારિત્ર. એમ વ્યાપારના ભેદથી એક જ્ઞાનગુણની જ ભિન્ન ભિન્ન ત્રણ અવસ્થા છે. સ્વતંત્રપણે ત્રણ ગુણો નથી.
આ વિષયમાં ભિન્ન ભિન્ન નયોથી ચર્ચા-વિચારણા શાસ્ત્રોમાં કરેલી છે આમ જાણવું. પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિ પ્રકરણમાં કહ્યું છે કે -
एवं जिणपन्नत्ते, सद्दहमाणस्स भावओ भावे । પુરિસમણિવોદે, વંસદો દેવફ નુત્તો (કાંડ-૨, ગાથા-૩૨)
तथा च क्रियानये क्रियालाभात् साध्यनिष्पादनाय इति । प्रथमं च क्रियानयसाध्यं, तत्त्वप्राग्भावे च सर्वं ज्ञाननयसाध्यमस्ति । वस्तुतः ज्ञानप्रवृत्तिरेव चरणं ज्ञानमयसेवा आत्मधर्मत्त्वात् अत ज्ञानस्वरूप एवात्मा ॥३॥
“આ પ્રમાણે જિનેશ્વરભગવંતોએ પ્રરૂપેલા ભાવોની ભાવપૂર્વક શ્રદ્ધા કરતા પુરુષનું જે મતિજ્ઞાન છે તે મતિજ્ઞાનમાં જ દર્શનશબ્દનો પ્રયોગ કરવો ઉચિત છે. કાંડ-૨, ગાથા૩રા
ક્રિયાનયના અભિપ્રાયે પ્રથમ ધર્મક્રિયા કરવી અને ધર્મક્રિયા કરવાથી તેનો લાભ થવાથી સાધ્યની નિષ્પત્તિ થાય છે, તેથી સાધ્યની પ્રાપ્તિ માટે ક્રિયાનયના અભિપ્રાય પ્રમાણે ક્રિયાનો લાભ કરવો. અર્થાત્ ધર્મક્રિયા કરવી. તેથી પ્રાથમિક અવસ્થામાં ક્રિયાનયથી સાધ્ય સાધવાનું હોય છે. જેમ જેમ ક્રિયા દ્વારા તત્ત્વજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે તેમ તેમ પછીથી સર્વ સાધ્ય જ્ઞાનનયથી સિદ્ધ થાય છે. ભેદનયથી વિચારીએ તો પ્રથમ ક્રિયામાર્ગ અને પછી જ્ઞાનમાર્ગ હોય છે. પરંતુ પરમાર્થથી વિચારીએ તો જ્ઞાન અને ક્રિયા બિન નથી, પણ જ્ઞાનમય જે પ્રવૃત્તિ છે તે જ ચારિત્ર છે. અર્થાત્ જ્ઞાનમય જે પ્રવૃત્તિ છે તે જ ક્રિયા છે. કારણ કે જ્ઞાનપૂર્વકની આત્મતત્ત્વની સેવા કરવી એ જ આત્માનો ધર્મ છે. પ્રવૃત્તિ-ક્રિયાસેવા કે ચારિત્ર એ સઘળા ભાવો જ્ઞાનગુણથી ભિન્ન નથી. આ કારણથી જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. શુભ આચરણને જે ચારિત્ર કહેવાય છે તે કર્મોના સંચયનો ક્ષય કરનાર હોવાથી ચરિવર્તી રત્ ઉપચારે ચારિત્ર કહેલ છે. પરમાર્થે તો આ શુભ આચરણા એ મનવચન-કાયાની શુભ પ્રવૃત્તિ હોવાથી પુણ્યબંધનો હેતુ છે. શુભ આશ્રવ છે. તેથી જ્ઞાનગુણમાં રમણતા કરવી એ જ પરમાર્થે ચારિત્રગુણ છે. જે ચારિત્ર સિદ્ધદશામાં પણ હોય છે,
Page #185
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૮૪
મૌનાષ્ટક - ૧૩ શુભયોગને ઉપચારે ચારિત્ર કહેવાય છે. તે વાસ્તવિક ચારિત્રગુણ નથી, કારણ કે આશ્રવ સ્વરૂપ હોવાથી આત્માના ગુણાત્મક નથી પણ અશુભપ્રવૃત્તિથી અટકાવનાર છે તથા જ્ઞાનગુણ સાધવામાં સાનુકુળ સામગ્રી રૂપ છે માટે ઉપચારે ચારિત્ર કહેલ છે. આત્મા તો કેવળ જ્ઞાનમય છે, આચરણા આચરવા રૂપ ચારિત્રવાળો નથી, પણ જ્ઞાનગુણની રમણતારૂપ ચારિત્રગુણવાળો છે. ૩
यतः प्रवृत्तिर्न मणौ, लभ्यते वा न तत्फलम् । अतात्त्विकी मणिज्ञप्ति-र्मणिश्रद्धा च सा यथा ॥४॥
ગાથાર્થ :- મણિ સંબંધી મિથ્યાજ્ઞાનથી મણિ તરીકે જ્યાં પ્રવૃત્તિ ન થાય અથવા તેના ફળની પ્રાપ્તિ ન થાય, તે મણિનું જ્ઞાન અને “આ મણિ છે” એવી શ્રદ્ધા જેમ અતાત્ત્વિક છે. તેમ મિથ્યાજ્ઞાન આત્માને ફળ આપનાર બનતું નથી. II૪
ટીકા :- “યતઃ પ્રવૃત્તિપિતિ” શુદ્ધતાને નિષ્પક્ષત્નત્યં દ્રઢતિ યથા મતાત્ત્વિ मणिज्ञप्तिः-अमणौ मण्यारोपा अतात्त्विकी ज्ञप्तिः-ज्ञानं तत्त्वरहितम्, अमणौ मणिश्रद्धा, तस्मिन् तत्फलं न लभ्यते-न प्राप्यते यतः-यत् मणेः सकाशात् मणिप्रवृत्तिः विषापहारादिका न भवतीत्यर्थः । उक्तञ्चोत्तराध्ययने -
पुल्लेव मुट्ठी जह से असारे, अयंतिए कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्घओ होइ हु जाणएसु ॥४२॥
(ઉત્તરાધ્યયન અધ્યયન ૨૦ ગાથા-૪૨) Iકા વિવેચન :- જે ખરેખર રત્નમણિ હોય નહીં પરંતુ તેની ચમકમાત્ર જ હોય, તેવી ચમકમાત્ર દેખીને કોઈ પુરુષે તેને રત્નમણિ માની લીધો. તો તેવા પ્રકારના રત્નમણિના અશુદ્ધ જ્ઞાનથી કંઈ રત્નનું ફળ પ્રાપ્ત થતું નથી. આ વાત ચોક્કસ કરતાં સમજાવે છે કે જે અતાત્ત્વિક મણિનું જ્ઞાન છે, અર્થાત્ જે રત્નમણિ નથી, પરંતુ ચમકવાળો પત્થર અથવા કાચનો ટુકડો જ છે, પરંતુ તેવા પ્રકારના ચમકવાળા અમણિમાં એટલે કે કાચના ટુકડામાં આ મણિ છે એવું જે ભ્રમાત્મક જ્ઞાન કરવામાં આવે છે. અર્થાત્ અમણિમાં મણિનો આરોપ કરવામાં આવે છે તે અતાત્ત્વિક જ્ઞાન કે જે તત્ત્વરહિત છે તે જ્ઞાન, તથા અમણિમાં (એટલે કે કાચાદિના ટુકડામાં) મણિપણાની શ્રદ્ધા (જોરદાર માન્યતા) આ બન્ને મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધા હોતે છતે તેનું કંઈ ફલ પ્રાપ્ત કરી શકાતું નથી. કારણ કે તેવા પ્રકારના આરોપિત (કલ્પિત-અવાસ્તવિક) મણિથકી વિષાપહારાદિક ફળવાળી મણિપણાની પ્રવૃત્તિ થતી નથી.
Page #186
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૮૫ વિષાપહાર એટલે ઝેર ઉતારવું, કેટલાક મણિઓમાં એવી શક્તિ હોય છે કે સર્પાદિનો ડંશ થયો હોય, ઝેર વ્યાપ્યું હોય તો મણિ ચૂસવાથી અથવા મણિના સ્પર્શથી વિષ ઉતરી જાય. આવા પ્રકારનું વિષાપહારાદિ કાર્ય કરવાનું સામર્થ્ય સાચા મણિમાં હોય છે, પરંતુ સાચા મણિથી તે કાર્ય જેવું થાય છે. તેવું આરોપિત મણિથી થતું નથી. સાચી ગાય જેવું દૂધ આપે તેવું દૂધ પૂતળા રૂપે રહેલી આરોપિત ગાય આપતી નથી. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ૨૦મા અધ્યયનમાં બેંતાલીસમી ગાથામાં કહ્યું છે કે –
પોલાણવાળી મુઠી અસાર છે તેમ અમણિમાં મણિબુદ્ધિ અસાર છે. તથા વેડુર્યમણિની જેમ પ્રકાશિત એવો કાચમણિ અપ્રસિદ્ધ ખોટા નાણાની જેમ લોકોને છેતરનાર હોવાથી જાણકાર માણસોમાં કિંમત વિનાનો છે. માટે સાચા જ્ઞાનવાળા અને સાચી શ્રદ્ધાવાળા બનવું. કારણ કે સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા એ જ જીવને ફળ આપનાર છે. તેથી આત્માને યથાર્થપણે ઓળખવો કે આ આત્મા સ્વયં પોતે જ્ઞાનમય પ્રકાશાત્મક છે. જા,
तथा यतो न शुद्धात्म-स्वभावाचरणं भवेत् । फलं दोषनिवृत्तिर्वा, न तद् ज्ञानं न दर्शनम् ॥५॥
ગાથાર્થ - જે જ્ઞાનથી અને જે દર્શનથી શુદ્ધ એવા આત્મસ્વભાવનું (પરભાવરહિત એવી સ્વભાવદશાનું આચરણ ન બને, શુદ્ધ આત્મસ્વભાવના લાભરૂપ અર્થાત્ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ ન થાય તથા રાગ-દ્વેષ અને મોહાદિ દોષોની નિવૃત્તિ જો ન થાય તો તે જ્ઞાન સાચું જ્ઞાન નથી અને તે દર્શન સાચું દર્શન નથી. પણ
ટીકા - “તથી તિ” તથા–તેન પ્રવારે યતિ-પત્તિદ્રવ્યવU/વારિત્રાત્ शुद्धात्मस्वभावाचरणं-शुद्धः परभावरहितः योऽसौ आत्मस्वभावः-स्वरूपलक्षणः तस्याचरणं-'तदैकत्वं-तन्मयत्वं न भवेत्, तेन प्रवर्तनेन फलं-शुद्धात्मस्वभावलाभरूपं न परमात्मपदनिष्पत्तिः न दोषाणां-रागादीनां निवृत्तिः-अभावः न वा, अथवा तत्सर्वमपि प्रवर्तनं बाललीलाकल्पं शुद्धात्मस्वरूपालम्बनमन्तरेण अवेद्यसंवेद्यरूपं ज्ञानं तद् ज्ञानं
तथा सकलपरभावसङ्गौपाधिकाशुद्धात्माध्यववसायमुक्ततात्त्विकामूर्तचिन्मयानन्दात्मीयसहजभाव एवाहमिति निर्धारविकलं तद्दर्शनं न = नैवेत्यर्थः ॥ ૧. અહીં તત્વ ને બદલે તઋત્વે પાઠ હોવો જોઈએ એમ લાગે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૩૮૬
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
अत एव श्रुतेन केवलात्मज्ञानं तदभेदज्ञानमुत्सर्गज्ञानं च श्रुताक्षरावलम्बि सर्वद्रव्योपयोगं भेदज्ञानं सर्वाक्षरसम्पन्नश्च यावद् द्रव्यशुभावलम्बी तावद् भेदज्ञानी । उक्तञ्च समयप्राभृते ।
વિવેચન :- જે હાલ દ્રવ્યચારિત્ર હોય પણ તે દ્રવ્ય ચારિત્ર ભવિષ્યમાં ભાવચારિત્રનું કારણ બને તેવું હોય અર્થાત્ ભાવચારિત્રની પૂર્વ ભૂમિકારૂપ હોય તે ભલે દ્રવ્યચારિત્ર હોય તો પણ આત્મકલ્યાણકારી હોવાથી પૂજનીય, વંદનીય છે. પરંતુ જે દ્રવ્યચારિત્ર ભવિષ્યમાં પણ ભાવચારિત્રનું કારણ ન બને તેવું હોય તેને એકાન્તદ્રવ્યચારિત્ર કહેવાય છે. અર્થાત્ આત્મા નિત્ય જ છે, અથવા આત્મા અનિત્ય જ છે. આત્મા દેહથી ભિન્ન જ છે અથવા આત્મા દેહથી અભિન્ન જ છે. અથવા આત્મા સર્વવ્યાપી જ છે ઈત્યાદિ મિથ્યા માન્યતાઓ પૂર્વકનું જે જ્ઞાન અને મિથ્યા માન્યતાઓ પૂર્વકની શ્રદ્ધારૂપ દર્શન જેમાં વર્તે છે તેવા મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનથી યુક્ત એવા એકાન્તદ્રવ્ય આચરણવાળા ચારિત્રથી આત્મકલ્યાણ થતું નથી. તે દ્રવ્યચારિત્રવાળામાં રહેલું જે જ્ઞાન તે જ્ઞાન નથી અને તેમાં રહેલું જે દર્શન તે દર્શન નથી.
સારાંશ કે એકાન્ત દ્રવ્યઆચરણવાળા ચારિત્રમાં રહેલા જે જ્ઞાનથી અને જે દર્શનથી (૧) શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ પ્રાપ્ત થતું નથી. અહીં શુદ્ધ એટલે પરભાવદશાથી રહિત એવો જે આત્મસ્વભાવ (આત્મસ્વરૂપ), તેની આચરણા-તેની સાથે એકાગ્રતા-તેની સાથે તન્મયતા રૂપ ગુણ આવતો નથી. (૨) જે મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શન યુક્ત દ્રવ્યચારિત્ર વડે શુદ્ધ એવા આત્મસ્વભાવનો લાભ એટલે કે “પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. (૩) જે મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનવાળા દ્રવ્યચારિત્ર વડે રાગ-દ્વેષ આદિ દોષોની નિવૃત્તિ થતી નથી. તે જ્ઞાન એ જ્ઞાન નથી અને તે દર્શન તે સાચું દર્શન નથી. કહેવાનો સાર એ છે કે જે મિથ્યાજ્ઞાનથી અને મિથ્યાદર્શનથી યુક્ત એવા એકાન્ત દ્રવ્યચારિત્રથી (૧) શુદ્ધ સ્વભાવની સાથે એકતા (૨) પરમાત્મપદની પ્રાપ્તિ અને (૩) રાગાદિ દોષોની નિવૃત્તિ થતી નથી. તેથી તે સર્વ પણ આચરણ બાલચેષ્ટા તુલ્ય છે. કર્મોની નિર્જરા કરાવનારું નથી.
શુદ્ધ આત્મ સ્વરૂપના આલંબન વિના અવેધ સંવેદ્યાત્મક જે જ્ઞાન છે તે ખરેખર જ્ઞાન જ નથી. તથા “સકલ પરભાવના સંગ રૂપ જે ઉપાધિ છે તે ઉપાધિથી જન્ય આત્માના અશુદ્ધ અધ્યવસાયોથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, તાત્ત્વિક રીતે હું અમૂર્ત છું, હું જ્ઞાનમય છું, આનન્દમય છું, આત્માના સહજ સ્વભાવવાળો છું” આવા પ્રકારની શુદ્ધ નિર્ણયાત્મક શ્રદ્ધા વિનાનું જે દર્શન છે તે દર્શન જ નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
મૌનાષ્ટક - ૧૩
૩૮૭
મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકે જે જ્ઞાન હોય છે તે વિદ્વત્તાવાળું જ્ઞાન હોઈ શકે છે. માનમોભાની લાલચવાળું જ્ઞાન હોઈ શકે છે. પોતાને પૂજાવાની અને બીજાને હરાવવાની ભાવનાવાળું વાદવિવાદાત્મક જ્ઞાન હોઈ શકે છે. પણ મારો આત્મા કેમ નિર્મળ થાય ? મારું સત્તાગત શુદ્ધ સ્વરૂપ હું કેમ પ્રાપ્ત કરું ? આવા પ્રકારના શુદ્ધ આત્મસ્વભાવના આલંબનવાળું જ્ઞાન હોતું નથી. તેથી તે જ્ઞાન વાસ્તવિક જ્ઞાન જ કહેવાતું નથી. તથા મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે જે જ્ઞાન હોય છે તે અવેઘસંવેદ્યપદાત્મક જ્ઞાન હોય છે. જે વસ્તુ વેદવા યોગ્ય નથી અર્થાત્ અવેદ્ય છે, સાચી નથી. ભ્રમાત્મક છે તેને સાચી માનીને સંવેદન કરનારું આ જ્ઞાન છે. તળાવ, નદી કે સરોવરના પાણી ઉપર ઉડતા પક્ષીની જે છાયા પાણીમાં પડે, તેને જ પક્ષી માનીને તેને પકડવા દોડનારા મસ્ત્યના જ્ઞાન જેવું આ જ્ઞાન છે. તેને અવેધસંવેદ્યપદાત્મક જ્ઞાન કહેવાય છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો જે અવેધ છે તેને સંવેદ્ય માનનારું આ મિથ્યાજ્ઞાન છે. આવું જે મિથ્યાજ્ઞાન છે તે ભ્રમાત્મક હોવાથી આત્માને દુઃખ આપનાર હોવાથી ખરેખર તો તે જ્ઞાન જ નથી.
જ્ઞાનમંજરી
સર્વ વીતરાગ ભગવંતોએ આત્માનું જેવું સાચું સ્વરૂપ કહ્યું છે તેવી શ્રદ્ધા વિનાનું, મનની માનેલી મિથ્યા કલ્પનાઓ યુક્ત શ્રદ્ધાવાળું જે દર્શન તે ખરેખર સાચું દર્શન જ નથી. આત્માનું સાચું સ્વરૂપ આવા પ્રકારનું છે. સર્વથા પરભાવના સંગ વિનાનો આત્મા છે. પરભાવનો સંગ એ મહા-ઉપાધિરૂપ છે. કારણ કે તેનાથી જ રાગ-દ્વેષ વગેરે થાય છે. રાગદ્વેષાદિ દોષો ઉપાધિથી થાય છે. માટે આ આત્મા તેવા પ્રકારના અશુદ્ધ અધ્યવસાયોથી સર્વથા મુક્ત છે. શરીરધારી હોવાથી ઉપચારે ભલે મૂર્ત છે તો પણ તાત્ત્વિકપણે અમૂર્ત છે. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ તથા જ્ઞાનના આનંદસ્વરૂપ આ આત્મા છે. પોતાના સહજ સ્વભાવવાળો તથા દ્રવ્યથી નિત્ય, પર્યાયથી અનિત્ય, શરીરમાત્ર વ્યાપી આ આત્મા છે, આવી પાકી શ્રદ્ધા તે જ સાચું દર્શન-સમ્યગ્દર્શન છે. આવા પ્રકારની શ્રદ્ધા વિનાનું આત્માની એકાન્ત નિત્યતા અથવા એકાન્ત અનિત્યતા ઈત્યાદિ મિથ્યા માન્યતાથી યુક્ત શ્રદ્ધાવાળું જે દર્શન તે સાચું દર્શન નથી.
અભેદજ્ઞાની કોને કહેવાય ? તથા ભેદજ્ઞાની કોને કહેવાય ? તે સમજાવે છે અનુભવાત્મક જે શ્રુતજ્ઞાન છે કે જેનાથી કેવલ આત્માનું જ્ઞાન થાય છે. આત્માને જ પ્રધાનતાએ યથાર્થ રીતે જાણે છે, તેની જ લગની લાગે છે, તેના જ સ્વરૂપને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જેની તીવ્ર બની છે. સર્વ વસ્તુઓને ગૌણ કરીને આત્મદશામાં જ જે લયલીન થઈ જાય છે તેને અભેદજ્ઞાન અથવા ઉત્સર્ગજ્ઞાન કહેવાય છે અને દ્રવ્ય શ્રુતજ્ઞાન રૂપ જે શાસ્ત્રો છે તેના અક્ષરોના આલંબનવાળું એટલે કે શાસ્ત્રવાક્યોને અનુસરનારું સર્વ દ્રવ્યોના વિષયના
-
Page #189
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૮૮
મૌનાષ્ટક - ૧૩ ઉપયોગવાળું વિદ્વત્તા ભરેલું જે જ્ઞાન છે તે ભેદજ્ઞાન કહેવાય છે અથવા તેને અપવાદજ્ઞાન પણ કહેવાય છે.
આ કારણથી આ આત્મા જ્યાં સુધી સર્વ પ્રકારનાં દ્રવ્યશ્રુતજ્ઞાનાત્મક શાસ્ત્રાક્ષરોના જ્ઞાનથી સંપન છે. શાસ્ત્રોના આલંબનવાળું જ્ઞાન છે અને તેના કારણે દ્રવ્ય એવા શુભભાવોના આલંબનવાળો જીવ છે ત્યાં સુધી તે ભેદજ્ઞાની કહેવાય છે અને જ્યારે પોતાના શ્રુતજ્ઞાનાત્મક અનુભવવાળો બને છે અને તેના દ્વારા કેવલ આત્માને યથાર્થ રીતે જાણે છે, તેની જ શુદ્ધતા લક્ષ્યમાં આવી જાય છે. બાહ્ય શુભભાવોના આલંબનથી પણ જ્યારે પર બની જાય છે ત્યારે તે અભેદજ્ઞાની કહેવાય છે. સમયપ્રાકૃત (શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત સમયસાર) નામના ગ્રંથમાં કહ્યું છે કે –
जो हि सुदेणभिगच्छदि, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो, भणंति लोगप्पदीवयरा ॥९॥ जो सुदनाणं सव्वं, जाणदि सुदकेवलिं तमाहु जिणा । णाणं अप्पा सव्वं, जम्हा सुदकेवली तम्हा ॥१०॥ आत्मस्वरूपं च प्राभृते - अहमिक्को खलु सुद्धो, णिम्ममओ नाणदसणसमग्गो । તષ્ઠિ તિવ્રત્તો, સળે રે સ્વયં મિ ૭રૂાા (સમયસાર ગાથા-૭૩) निर्मलनिष्कलङ्कज्ञानदर्शनोपयोगलक्षणः आत्मा, तज्ज्ञानं ज्ञानम् । उक्तञ्च
જે જ્ઞાની પુરુષ અનુભવાત્મક ભાવશ્રુત વડે કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે તેને લોકમાં શ્રેષ્ઠ પ્રદીપ તુલ્ય એવા ઋષિમુનિઓ (જિનેશ્વર ભગવંતો) નિશ્ચયથી શ્રુતકેવલી કહે છે અને જે જ્ઞાની પુરુષ સર્વ દ્રવ્યશ્રુતને (દ્વાદશાંગીને-અર્થાત્ સર્વશાસ્ત્રોને) જાણે છે તેના દ્વારા સર્વ દ્રવ્યોને જે આત્મા જાણે છે, તેને પણ જિનેશ્વરભગવંતો વ્યવહારથી શ્રુતકેવલી કહે છે. ૯-૧૦ll.
અનુભવાત્મક ભાવકૃત વડે આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપને જે જાણે છે તેની જ લગની જેને લાગી છે. તેવા પ્રકારના શુદ્ધ આત્મદ્રવ્યને પ્રાપ્ત કરવા જે પ્રયત્નશીલ છે. બીજા દ્રવ્યોને તથા તેના સ્વરૂપને પણ જાણે છે છતાં તેમાં શેયભાવ માત્ર છે. અને આત્મતત્ત્વને જાણવામાં ઘણો જ ઉપાદેયભાવ જેને છે તે નિશ્ચયથી શ્રુતકેવલી કહેવાય છે. તથા દ્વાદશાંગીના આધારે અથવા ગીતાર્થ ગુરુભગવંતોએ બનાવેલાં શાસ્ત્રોરૂપી દ્રવ્યશ્રુતના આધારે જે જ્ઞાનીને
Page #190
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૮૯ સર્વે દ્રવ્યો યથાર્થ રીતે સમજાયાં છે. સર્વ દ્રવ્યોનું જ્ઞાન જેને વર્તે છે તે જ્ઞાનીને વ્યવહારનયથી શ્રુતકેવલી કહેવાય છે.
પ્રાભૃતમાં (શ્રી કુંદકુંદાચાર્યવિરચિત સમયસાર નામના ગ્રંથમાં) પણ કહ્યું છે કે - “હું” નામવાળો આ મારો આત્મા વિજ્ઞાનના ઘનવાળો, પરદ્રવ્યથી રહિત એકલો જ છે. પદ્રવ્યોથી ભિન્ન હોવાથી શુદ્ધ છે. પરદ્રવ્ય પ્રત્યે મમતા વિનાનો છે. વિશેષોપયોગ અને સામાન્યોપયોગવાળો છે. તāત્તો = તે આત્માના સ્વરૂપના જ ચિંતનવાળો તથા આવા પ્રકારના શુદ્ધ સ્વભાવવાળો હું તેવા પ્રકારના શુદ્ધ નિર્મળ એવા તષ્ઠિ = તે આત્મામાં જ દિવો = સ્થિર થયો છતો પૂર્વે સળે = આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા એવા આ સર્વ વિભાવિક ભાવોને સ્વયં નેમિ = ક્ષય પમાડું છું.
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે કર્માદિ મેલ વિનાનો, નિર્મળ, ક્રોધાદિ કષાયો વિનાનો નિષ્કલંક અને જ્ઞાન-દર્શનના ઉપયોગ લક્ષણવાળો આ આત્મા છે અને આવા સ્વરૂપવાળા આત્માનું તેવા પ્રકારનું આત્મતત્ત્વના લક્ષ્યવાળું જે જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે અને શાસ્ત્રોમાં આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવા જ સ્વરૂપનો જે સંપૂર્ણ નિર્ધાર અર્થાત્ શ્રદ્ધા તે જ સાચું દર્શન છે.
જે જ્ઞાનથી અને દર્શનથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી અને દોષની નિવૃત્તિ થતી નથી તે જ્ઞાન એ જ્ઞાન નથી અને તે દર્શન એ દર્શન નથી. અન્યત્ર કહ્યું છે કે -
देहदेवल जो वसै, देव अणाइ अणंत । सो पर जाणहु जोइया, अन्न न तं तं नमंत ॥१॥
आत्मज्ञानेनैव सिद्धिः । साध्यमपि पूर्णात्मज्ञानम्, तदर्थमेव विवदन्ति(न्ते) दर्शनान्तरीयाः । प्राणामयन्ति रेचकादिपवनम्, अवलम्बयन्ति मौनम्, भ्रमन्ति गिरिवननिकुञ्जेषु, तथाप्यर्हत्प्रणीतागमश्रवणाप्तस्याद्वादस्वपरपरीक्षापरीक्षितं स्वस्वभावावबोधमन्तरेण न कार्यसिद्धिः । अतः प्राप्तावसरे तदेवानन्तगुणपर्यायात्मकमात्मज्ञानमात्मनाऽऽत्मनि करणीयम् । उक्तञ्च
आत्माज्ञानभवं दुःखं, आत्मज्ञानेन हन्यते । अभ्यस्यं तत्तथा तेन, येन ज्ञानमयो भवेत् ॥१॥ ॥५॥
શરીર રૂપી દેવલમાં જે દેવ (આત્મા) વસે છે તે દેવ (આત્મા) અનાદિ-અનંત છે તે જ સાચો દેવ છે. તેને જ બરાબર લેવો. નોટ્ટા-જ્યોતિ: = હે જ્ઞાની એવા યોગી
Page #191
--------------------------------------------------------------------------
________________
૩૯૦
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
પુરુષો ! તે દેવ જ પરમદેવ છે એમ જાણો, જે તે અન્ય દેવને (જેવા તેવા અન્ય દેવને) તમે ન નમો. ॥૧॥
આત્મજ્ઞાન વડે જ આત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે માટે કરણકારક પણ આત્મા જ છે. પ્રાપ્ત કરવા લાયક સાધ્ય પણ પૂર્ણ આત્મજ્ઞાન જ છે. તેથી કર્મકારક પણ આત્મા જ છે. કર્તા કારક તો આત્મા છે જ. એમ સર્વકારકચક્ર આત્મામાં જ છે. જે પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા લાયક છે. તે બાબતમાં જ જુદા જુદા દર્શનકારો વિવાદ કરે છે. યોગીઓ તે આત્મતત્ત્વ મેળવવા રેચક-પૂરક અને કુંભક ઈત્યાદિ પ્રાણાયામની સાધના કરે છે. મૌનવ્રત ધારણ કરે છે. પર્વતોની અને વનોની ગુફાઓમાં ફરે છે. બાવા, જિત, જોગી, જટાધારી, ભગવાં વસ્ત્રોવાળા, ઈત્યાદિ અનેક જાતના સન્યાસીઓ સંસારવાસનો ત્યાગ કરીને ઉપરોક્ત સાધના કરતા દેખાય છે. તો પણ શ્રી વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા દ્વારા પ્રરૂપણા કરાયેલા આગમશાસ્ત્રોના નિરંતર શ્રવણ કરવા વડે પ્રાપ્ત થયેલી સ્યાદ્વાદવાળી શુદ્ધ દૃષ્ટિથી સ્વતત્ત્વ અને પરતત્ત્વની પરીક્ષા કરવા પૂર્વક પરીક્ષા કરાયેલા એવા આત્મતત્ત્વના મૂલસ્વરૂપાત્મક સ્વભાવનો બોધ કર્યા વિના તેઓને કાર્યસિદ્ધિ થતી નથી (મુક્તિ પ્રાપ્ત થતી નથી). આ કારણથી જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે અનંત ગુણાત્મક અને અનંત પર્યાયાત્મક એવું તે આત્મજ્ઞાન જ આ આત્મામાં પૂર્વ-પ્રાપ્ત આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
અનાદિકાળના આત્મતત્ત્વના અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું જન્મ-જરા-મરણાદિ દુઃખ આત્મતત્ત્વના જ્ઞાન વડે જ હણાય છે (દૂર થાય છે). તત્ = તેથી કરીને તેન-તે આત્મતત્ત્વનો તથા = તેવા પ્રકારનો વિશિષ્ટ અભ્યસ્વં અભ્યાસ કરવો જોઈએ કે યેન જેના વડે આ આત્મા જ્ઞાનમયો ભવેત્ = જ્ઞાનમય બને છે. ૧|| પા
यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ॥६॥
=
ગાથાર્થ :- જેમ સોજાથી શરીરનું પુષ્ટપણું અથવા જ્યારે ફાંસી આપવાની હોય ત્યારે તેના શરીરને શણગારવું-આભૂષણ પહેરાવવાં તે સુખ આપનાર નથી પણ દુ:ખ જ આપનાર છે. તેવું જ સંસારનું સ્વરૂપ છે આમ જાણતા મુનિ આત્મસ્વરૂપમાં જ તૃપ્ત થાય છે. દા
ટીકા :- ‘‘યથા શોસ્યેતિ'' યથા-યેન પ્રજારેળ, શોસ્ય પુષ્ટત્વ-શરીર સ્થૌલ્યું न पुष्टत्वे इष्टम्, वा - अथवा, यथा वध्यस्य मारणार्थं स्थापितस्य मण्डनं
Page #192
--------------------------------------------------------------------------
________________
મૌનાષ્ટક - ૧૩
૩૯૧
कणवीरमालाद्यारोपणात्मकमेवंरूपं भवोन्मादं जानन् भवस्वरूपमेवंविधं जानन् मुनि:समस्तपरभावत्यागी आत्मतृप्तः - आत्मस्वरूपे अनन्तगुणात्मके तृप्तः - तुष्टः भवेत् । संसारस्वरूपमसारं निष्फलमभोग्यं तु तद् ज्ञात्वा मुनिः स्वरूपे मग्नो भवति ॥६॥
જ્ઞાનમંજરી
વિવેચન :- સંસારમાં રહેલા સર્વે મનુષ્યો પોતાનું શરીર વધારે લષ્ટપુષ્ટ-મજબૂત બાંધાવાળું, ભરાવદાર હોય તો સારું એમ ઈચ્છે, પરંતુ જે પ્રકારે શરીરના હાથ-પગ આદિ અવયવોમાં સોજા આવવાથી તેવું પુષ્ટપણું - એટલે સ્થૂલપણું થયું હોય તો તેવા પ્રકારનું રોગજન્ય શરીરનું પુષ્ટપણું કોઈને પણ ગમતું નથી, કારણ તે પુષ્ટપણું રોગથી થયેલું છે, વાસ્તવિક નથી. તથા કોઈ અપરાધીને ફાંસીની સજા થઈ હોય તો તે ફાંસી આપવા યોગ્ય મનુષ્યને મારી નાખવા માટે ફાંસી પાસે લઈ જતાં પહેલાં તેના શરીરને શોભા-શણગાર કરે, કણવીર નામના પુષ્પોની માલા વગેરે પહેરાવે તેવા પ્રકારની કરાતી શોભા તે શરીરની શોભા છે, માનપાન આપે છે. પરંતુ વધ્યજીવને તે ઈષ્ટ નથી. તેવી જ રીતે ભવનો ઉન્માદ પણ તેવો જ છે અર્થાત્ ભવનું સ્વરૂપ પણ તેવું જ છે. “દેખાય સુખકારી પણ છે દુઃખકારી’’ આમ જાણતા જ્ઞાની મુનિ કે જેમણે સમસ્ત પ્રકારની પરભાવની પરિણતિ ત્યજી દીધી છે તેવા મુનિ આત્મામાં જ તૃપ્ત થાય છે. અનંત અનંત ગુણાત્મક એવા આત્મસ્વરૂપમાં જ લીન બને છે. ગુણોમાં જ તૃપ્ત રહે છે. ગુણોની પ્રાપ્તિથી જ ખુશ ખુશ થાય છે. પણ ભોગની પ્રાપ્તિથી ખુશ થતા નથી.
આ સંસારનું સ્વરૂપ અસાર છે એટલે કે સાર વિનાનું છે, નિષ્ફળ છે તથા વળી અભોગ્ય જ છે, ભોગવવા યોગ્ય નથી. આમ જાણીને ત્યાગી મુનિ ભવસુખમાં મગ્ન ન બનતાં આત્મસ્વરૂપમાં જ મગ્ન બને છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં જ એકાગ્ર બને 9.11Ell
सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि ।
पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ॥७॥
ગાથાર્થ ઃ- “વાણી ન ઉચ્ચારવી” આવું મૌન તો એકેન્દ્રિયાદિના ભવમાં પણ સુલભ છે. પરંતુ પૌલિક ભાવોમાં પ્રવૃત્તિ ન કરવી તે મૌન ઉત્તમ છે અને તેવું મૌન યોગીપુરુષોને હોય છે. નાગા
ટીકા :- ‘‘મુત્તમમિતિ’’ વાળનુષ્ત્રાર-વચનાપ્રતાપ પમ્, મૌનું મુત્તમ-મુપ્રાયમ્, तद् एकेन्द्रियेष्वपि अस्ति । तन्मौनं मोक्षसाधकं नास्ति । पुद्गलेषु - पुद्गलस्कन्धजवर्णगन्धरसस्पर्शसंस्थानादिषु योगानां - द्रव्यभावमनोवचनकाययोगानां या अप्रवृत्तिः
Page #193
--------------------------------------------------------------------------
________________
૩૯૨ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર रम्या, रम्यतया अव्यापकत्वम्, तदभिमुखं वीर्यापसरणपरिसर्पणरहितं मौनमुत्तमं प्रशस्यम् । भावना च परभावानुगचेतनावीर्यप्रवर्तनं चापल्यं, तद्रोधः मौनमुत्तममुत्कृष्टमायत्यात्मनीनं । यद् योगचापल्यं च (तद्) नात्मकार्यम्, तेन तद्रोधः श्रेयान् । योगस्वरूपं कर्मप्रकृतौ (बन्धनकरण गाथा-३ थी ९)।
વિવેચન :- “બોલવું નહીં”, “વાણીનું ઉચ્ચારણ ન કરવું”, “શબ્દ પ્રયોગ ન કરવો” તે મૌન કહેવાય. આ વાત જૈન સમાજમાં અને લોકમાં પણ સર્વત્ર પ્રસિદ્ધ છે. પરંતુ કંઈક સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ તો સમજાશે કે માત્ર બોલવું નહીં. આવું મૌન તો પૃથ્વીકાય-અકાય આદિ એકેન્દ્રિયના ભાવોમાં પણ ઘણું જ સુલભ હોય છે. આવા પ્રકારનું મૌન તો સુખે સુખ પ્રાપ્ત કરી શકાય છે. તેવા પ્રકારનું તે મૌન કંઈ મુક્તિનું સાધક બને નહીં, કારણ કે જો આમ બને તો બધા જ એકેન્દ્રિય જીવો મૌનવ્રતધારી થવાથી મોક્ષે જ જાય. પણ આમ બનતું નથી. તેથી સમજાય છે કે “મૌન શબ્દનો અર્થ અહીં - મોક્ષની સાધનામાં કંઈક બીજો જ છે” તેથી એ અર્થ હવે સમજાવે છે -
પુદ્ગલસ્કંધો તરફ મન-વચન અને કાયાના યોગોની જે અપ્રવૃત્તિ છે તે જ સાચું મૌન છે. પુલાસ્તિકાયના સ્કંધો મૂર્ત છે, રૂપી છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાનવાળા છે. તે વર્ણાદિ ગુણોમાં ક્યાંક ઈષ્ટતાબુદ્ધિ અને ક્યાંક અનિષ્ટતા બુદ્ધિ આ જીવ મોહના ઉદયથી કરે છે. તેથી પુદ્ગલદ્રવ્યોના ઈષ્ટ વર્ણાદિમાં રાગબુદ્ધિ અને અનિષ્ટ વર્ણાદિમાં દ્વેષબુદ્ધિ થાય છે, તેના કારણે અનેક પ્રકારના કષાયો, કલેશો, ઝઘડાઓ અને મારામારી થાય છે. આત્મા સંકલ્પ-વિકલ્પોમાં જોડાય છે. ક્લિષ્ટપરિણામી બને છે, તીવ્ર કર્મો બાંધે છે. તે કારણે પુદગલદ્રવ્યોમાં એટલે કે પુદગલના સ્કંધોમાં ઉત્પન્ન થયેલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાન વગેરે ભાવોમાં દ્રવ્યથી અને ભાવથી મનયોગ, વચનયોગ અને કાયયોગની જે અપ્રવૃત્તિ કરવી અર્થાત્ પ્રવૃત્તિ ન કરવી તે જ રમણીય છે. તે જ શ્રેષ્ઠ મૌન છે. તેથી પૌલિક ભાવોમાં જે અપ્રવૃત્તિ રાખવી એ જ રમણીય છે, આવા પ્રકારનું આ મૌન શ્રેષ્ઠ હોવાથી અર્થાત્ રમણીય હોવાથી સર્વ જીવોમાં વ્યાપકપણે સંભવતું નથી. કોઈકમાં જ સંભવે છે. જેમ રત્નમણિ શ્રેષ્ઠ હોવાથી સર્વના ઘરે સુલભ નથી તેમ આ મૌન શ્રેષ્ઠ અને દુષ્કર હોવાથી અવ્યાપક છે. સર્વ જીવોમાં સંભવી શકતું નથી. સાચા આત્માર્થી જીવોમાં જ સંભવે છે.
પુલસ્કંધોમાં પ્રશંસનીય વર્ણાદિ હોય તો પણ તેને અભિમુખપણે (તેના તરફ) ઈષ્ટતાબુદ્ધિએ અને અપ્રશસ્ત વર્ણાદિ હોય તો તેના તરફ અનિષ્ટતાબુદ્ધિએ વીર્યનું પ્રવર્તાવવું અને ન પ્રવર્તાવવું ઈત્યાદિ જે ભાવો છે તે દૂષિત ભાવો છે, સંસાર વધારનારા ભાવો છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
૩૯૩
તે ઈષ્ટાનિષ્ટ બુદ્ઘિ રાગ-દ્વેષ સ્વરૂપ છે. માટે તેવા દુષિત ભાવોથી રહિત આત્માની જે નિર્મળ અવસ્થા તે જ ઉત્તમ મૌન છે.
-
ભાવાર્થ એવો છે કે – પરભાવદશાને અનુસરનારી જે ચેતના (જ્ઞાન-બુદ્ધિ) છે અને પરભાવદશાને અનુસરનારી જે વીર્યની પ્રવૃત્તિ છે તે જ આ જીવની ચંચળતા (અસ્થિરતા) છે. તેનો નિરોધ કરવો, તેને અટકાવવી આ જ ઉત્તમ મૌન છે. ઉત્કૃષ્ટ મૌન છે અને આ મૌન જ પરિણામે ભવિષ્યમાં આત્માને કલ્યાણકારી છે માટે તેવા પ્રકારની યોગની ચપલતાઅસ્થિરતા એ આત્માનું સ્વરૂપ નથી પણ અયોગીદશા એ આત્માનું સ્વરૂપ છે. આત્મપ્રદેશોનું અત્યન્ત સ્થિરીકરણ એ જ આત્માનું કાર્ય છે. યોગ અટકે તો જ આશ્રવ અટકે તેથી તે ચંચલતાનો રોધ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. યોગનું સ્વરૂપ પૂજ્યપાદ શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજશ્રીએ કરેલા કમ્મપડિ નામના ગ્રંથમાં બંધનકરણ ગાથા ૩ થી ૯માં આ પ્રમાણે છે
आत्मनो वीर्यगुणस्य क्षयोपशमप्राप्तस्यासङ्ख्येयानि स्थानानि । सर्वजघन्यं प्रथमं योगस्थानं सूक्ष्मनिगोदिनः । एवं सूक्ष्मनिगोदेषु उत्पद्यमानस्य जन्तोः भवति । इह जीवस्य वीर्यं केवलिप्रज्ञाच्छेदनकेन छिद्यमानं छिद्यमानं यदा विभागं न प्रयच्छति तदा स एवांशोऽविभागः, ते च वीर्यस्याविभागाः एकैकस्मिन् जीवप्रदेशे चिन्त्यमाना जघन्येनापि असङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणाः, उत्कर्षतोऽप्येतत्सङ्ख्याः । किन्तु जघन्यपदभाविवीर्याविभागापेक्षया असङ्ख्येयगुणा द्रष्टव्याः । येषां जीवप्रदेशानां समाः तुल्यसङ्ख्यया वीर्याविभागा भवन्ति, सर्वेभ्योऽपि चान्येभ्योऽपि जीवप्रदेशगतवीर्याविभागेभ्यः स्तोकतमाः, ते जीवप्रदेशाः घनीकृतलोकासङ्ख्येयभागासङ्ख्येयप्रतरगतप्रदेशराशिप्रमाणाः समुदिता एका वर्गणा ।
એકથી બાર ગુણસ્થાનકોમાં વર્તતા સંસારી જીવોને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ વીર્યના હીનાધિકપણાની તરતમતાને અનુસારે અસંખ્યાત સ્થાનો થાય છે. તેમાં સૌથી જઘન્ય પ્રથમ યોગસ્થાનક સૂક્ષ્મનિગોદીયા (લબ્ધિઅપર્યાપ્તા અને ઉત્પત્તિના પ્રથમ સમયે) ઉત્પન્ન થતા જીવને આ રીતે હોય છે.
વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમભાવથી જે લબ્ધિવીર્ય પ્રગટ થાય છે તે એક આત્માના સર્વે પણ પ્રદેશોમાં એકસરખું સમાન હોય છે. કારણ કે વીર્યગુણ એક આત્મપ્રદેશનો નથી. પરંતુ અસંખ્યાતપ્રદેશોના બનેલા અખંડ આત્મદ્રવ્યનો ગુણ છે. તેથી જ્ઞાનગુણ જેમ સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપ્ત હોય છે તેમ વીર્યગુણ પણ સર્વપ્રદેશોમાં સમાન હોય છે. પરંતુ મન
Page #195
--------------------------------------------------------------------------
________________
૩૯૪
મૌનાષ્ટક- ૧૩
જ્ઞાનસાર
વચન અને કાયાના આલંબને વપરાતું કરણવીર્ય સર્વપ્રદેશોમાં સમાન હોતું નથી. કારણ કે જ્યાં જ્યાં કાર્યની નિકટતા હોય છે ત્યાં ત્યાં વપરાતું વીર્ય વધારે હોય છે. શેષ શેષ પ્રદેશોમાં કંઈક હીન હીન વીર્ય હોય છે. કારણ કે સર્વ આત્મપ્રદેશોને સાંકળના અંકોડાની જેમ પરસ્પર સંબંધ છે. આ કારણે વપરાતું વીર્ય એટલે કે કરણવીર્ય તરતમતાવાળું છે તેથી લબ્ધિવીર્ય સર્વપ્રદેશોમાં સમાન હોવા છતાં પણ કરણવીર્યને આશ્રયી યોગની વર્ગણાઓ અને સ્પર્ધકો બને છે. તે આ પ્રમાણે
-
સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થતા ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા જીવના અસંખ્યાત આત્મપ્રદેશો પૈકી એક એક આત્મપ્રદેશમાં જે કરણવીર્ય છે તેના કેવલીપરમાત્માની બુદ્ધિ રૂપી છેદનક વડે છેદ કરતાં કરતાં જ્યારે બે વિભાગ (છંદ) થાય તેમ ન હોય ત્યારે જે અન્તિમ વિભાગ હોય તેને વીર્યનો અવિભાગ અંશ એટલે કે વીર્યાવિભાગ કહેવાય છે. લબ્ધિઅપર્યાપ્તા આ સૂક્ષ્મનિગોદીયા જીવના એક એક આત્મપ્રદેશમાં આવા વીર્યાવિભાગો કેટલા હોય ? તેની જો વિચારણા કરવામાં આવે તો જઘન્યથી પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ વીર્યાવિભાગ હોય છે અને ઉત્કર્ષથી પણ આટલી જ સંખ્યાવાળા એટલે કે અસંખ્યાતલોકાકાશપ્રદેશપ્રમાણ વીર્યાવિભાગો હોય છે. પરંતુ જઘન્યપદ ભાવિ વીર્યાવિભાગો કરતાં ઉત્કૃષ્ટ પદભાવિ વીર્યાવિભાગો અસંખ્યાતગુણા હોય છે.
સૂક્ષ્મનિગોદીયા લબ્ધિઅપર્યાપ્તા ઉત્પત્તિના પ્રથમસમય વર્તી તે જીવના એક લોકાકાશના પ્રદેશપ્રમાણ જે આત્મપ્રદેશો છે તે આત્મપ્રદેશોમાં જે જે આત્મપ્રદેશોમાં પરસ્પર સમાન એટલે તુલ્યસંખ્યાવાળા વીર્યાવિભાગો વર્તે છે અને અન્ય આત્મપ્રદેશોમાં રહેલા વીર્યાવિભાગો કરતાં અત્યન્ત અલ્પમાત્રાવાળા વીર્યાવિભાગો જેમાં હોય છે તે આત્મપ્રદેશોનો
સમુદાય તેને પ્રથમ વર્ગણા કહેવાય છે. આવા પ્રકારના પરસ્પર તુલ્ય સંખ્યાવાળા અને અત્યાત્મપ્રદેશો કરતાં હીન વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો કેટલા પ્રાપ્ત થતા હશે ? તો જણાવે છે કે સાતરાજની લંબાઈ-પહોળાઈ અને ઉંચાઈવાળા ઘનીકૃત લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા જે પ્રતરો છે, તે અસંખ્યાતા પ્રતરોમાં રહેલી અસંખ્યાતી જે સૂચિ શ્રેણીઓ છે. તેમાં જે અસંખ્યાતા આકાશપ્રદેશો છે તેની તુલ્ય, આ સમાન વીર્યવાળા આત્મપ્રદેશો હોય છે. તેનો જે સમુદાય તે પ્રથમવર્ગણા કહેવાય છે.
सा च जघन्या स्तोकाविभागयुक्तत्वात् । जघन्यवर्गणातः परे ये जीवप्रदेशाः एकेन वीर्याविभागेनाभ्यधिका घनीकृतलोकासङ्ख्येयभागवर्त्त्यसङ्ख्येयप्रतरगतप्रदेशराशिप्रमाणा वर्तन्ते तेषां समुदायो द्वितीया वर्गणा । ततः परं द्वाभ्यां
Page #196
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૯૫ वीर्याविभागाभ्यामधिकानामुक्तसङ्ख्याकानामेव जीवप्रदेशानां एव समुदायस्तृतीया वर्गणा । एवमेकैकवीर्याविभागवृद्ध्या वर्धमानानां तावतां जीवप्रदेशानां समुदायरूपा वर्गणा असङ्ख्येया वक्तव्याः । ताश्च कियत्य इति ? इयं घनीकृतलोकस्य या एकैकप्रदेशपङ्क्तिरूपा श्रेणिः, तस्या श्रेणेरसङ्ख्येयतमे भागे यावन्तः आकाशप्रदेशास्तावन्मात्रा वर्गणा समुदिता एकं स्पर्द्धकम् । “स्पर्धन्ते इवोत्तरोत्तरवृद्ध्या वर्गणा अत्रेति स्पर्द्धकम् ।"
| સર્વથી અલ્પ વીર્યાવિભાગવાળી અને પરસ્પર તુલ્ય વિર્યાવિભાગવાળી જે પ્રથમ વર્ગણા થઈ તે સર્વથી જઘન્ય વર્ગણા જાણવી. કારણ કે આ વર્ગણાના આત્મપ્રદેશો અન્ય આત્મપ્રદેશો કરતાં અલ્પ વીર્યાવિભાગોથી યુક્ત છે માટે, આ પ્રથમવર્ગણાથી આગળ આ જ આત્મામાં ઉત્પત્તિના પ્રથમસમયમાં જ, જે જે આત્મપ્રદેશો માત્ર એક વર્યાવિભાગ વડે અધિક છે તે પણ ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા જે અસંખ્યાત પ્રતરો, તેમાં રહેલા આકાશપ્રદેશના પ્રમાણવાળા છે. તેઓનો સમુદાય તે બીજી વર્ગણા કહેવાય છે. ત્યારબાદ બે વર્યાવિભાગ વડે અધિક એવા ઉપરોક્ત સંખ્યાવાળા જ (એટલે કે ઘનીકૃત લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્યાતપ્રતરગત આકાશપ્રદેશોની રાશિપ્રમાણ) જે આત્મપ્રદેશો છે તેઓનો સમુદાય તે ત્રીજી વર્ગણા સમજવી.
આ પ્રમાણે એક એક વર્યાવિભાગની વૃદ્ધિવાળા તેટલા જ આત્મપ્રદેશોના સમુદાય સ્વરૂપ વર્ગણાઓ પણ અસંખ્યાતી જાણવી. પરંતુ તે વર્ગણાઓ અસંખ્યાતી એટલે કેટલી ? તેનું માપ શું ? તે માપ જણાવે છે કે ઘનીકૃત લોકાકાશની એક એક આકાશપ્રદેશની પંક્તિસ્વરૂપ જે શ્રેણિ (સૂચિશ્રેણિ) છે. તે શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે. તેટલી માત્રાવાળી આ વર્ગણાઓ એકોત્તરવૃદ્ધિસ્વરૂપે ક્રમશઃ (આંતરું કર્યા વિના નિરંતરપણે) થાય છે. તેટલી વર્ગણાઓનો જે સમદાય તે સ્પર્ધક કહેવાય છે. આ પ્રથમ સ્પર્ધક છે. “સ્પર્ધક” આવું નામ એટલા માટે પાડવામાં આવ્યું છે કે ઉત્તરોત્તર (એક પછી એક) વર્ગણાઓ એક એક વીર્યાવિભાગની વૃદ્ધિ વડે જાણે માંહોમાંહે પરસ્પર સ્પર્ધા કરતી હોય શું? એવી છે. માટે તેનું નામ સ્પર્ધક રાખવામાં આવ્યું છે.
__पूर्वोक्तस्पर्धकगतचरमवर्गणायाः परतो जीवप्रदेशा नैकेन वीर्याविभागेनाधिकाः प्राप्यन्ते, नापि द्वाभ्याम्, नापि त्रिभिः, नापि सङ्ख्येयैः, किन्त्वसङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणैरभ्यधिकाः प्राप्यन्ते, ततस्तेषां समुदायो द्वितीयस्य स्पर्धकस्य प्रथम वर्गणा । ततो जीवप्रदेशानामेकेन वीर्याविभागेनाधिकानां समुदायो द्वितीया वर्गणा । द्वाभ्यां
Page #197
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૯૬
મૌનાષ્ટક - ૧૩ वीर्याविभागाभ्यामधिकानां समुदायः तृतीया वर्गणा । एवं तावद्वाच्यं यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणा वर्गणा भवन्ति, तासां च समुदायः द्वितीयं પદ્ધમ્ !
પૂર્વે કહેલા પ્રથમ સ્પર્ધકની અંદર રહેલી જે અન્તિમ વર્ગણા છે તેનાથી આગળ ઉત્પત્તિના પ્રથમસમયમાં વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા તે જ જીવમાં એક વીયવિભાગ વડે અધિક હોય એવા આત્મપ્રદેશો પ્રાપ્ત થતા નથી. તેમજ બે વીર્યાવિભાગ વડે અધિક, ત્રણ વીર્યાવિભાગ વડે અધિક, ચાર-પાંચ-છ વયવિભાગ વડે અધિક યાવત્ સંખ્યાતા વીર્યાવિભાગ વડે અધિક એવા આત્મપ્રદેશો તે કાલે તે જીવમાં સંભવતા નથી. અર્થાત્ પ્રાપ્ત થતા નથી. તેથી નિરંતર ક્રમશઃ વર્ગણાઓ થતી નથી. પરંતુ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણની સંખ્યાવાળા વયવિભાગો વડે અધિક એવા આત્મપ્રદેશો તે જીવમાં તે કાલે પ્રાપ્ત થાય છે. તેથી તેવા આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વગેણા કહેવાય છે. ત્યાર પછી એક વીર્યાવિભાગ વડે અધિક આત્મપ્રદેશો મળે છે તેવા આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજા સ્પર્ધકની બીજી વર્ગણા કહેવાય છે. બે વર્યાવિભાગ વડે અધિક એવા આત્મપ્રદેશોનો સમુદાય તે બીજા સ્પર્ધકની ત્રીજી વર્ગણા જાણવી.
આ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશોની તુલ્ય અસંખ્યાતી વર્ગણાઓ થાય. તે ક્રમશઃ થયેલી આંતરા વિનાની અસંખ્યાતી વર્ગણાઓનો જે સમુદાય તે બીજું સ્પર્ધક જાણવું.
ततः पुनरप्यसङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणैः वीर्याविभागैरभ्यधिकाः प्राप्यन्ते, ततस्तेषां समुदायः तृतीयस्य स्पर्द्धकस्य प्रथमा वर्गणा । ततः एकैकवीर्याविभागवृद्ध्या द्वितीयादयः वर्गणास्तावद् वाच्याः यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणा भवन्ति । तासाञ्च समुदायस्तृतीयं स्पर्द्धकम् । एवमसङ्ख्येयानि स्पर्द्धकानि वाच्यानि । एवं पूर्वोक्तानि स्पर्द्धकानि श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि जघन्यं योगस्थानम् । एतच्च सूक्ष्मनिगोदस्य सर्वाल्पवीर्यस्य भवप्रथमसमये वर्तमानस्य પ્રાપ્યતે |
બીજું સ્પર્ધક સમાપ્ત થયા પછી એક-બે-ત્રણ-ચાર એમ સંખ્યાત અધિક વિર્યાવિભાગવાળા આત્મપ્રદેશો તે સૂમનિગોદીયા જીવમાં તે સમયે પ્રાપ્ત થતા નથી. પરંતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધિક એવા વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો પ્રાપ્ત થાય છે. તેથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધિક વિર્યાવિભાગવાળા તેવા પ્રકારના
Page #198
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૯૭ આત્મપ્રદેશોનો જે સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા કહેવાય છે. ત્યાર પછી એક એક અધિક વયવિભાગની ક્રમશઃ વૃદ્ધિ વડે બીજી-ત્રીજી વગેરે વર્ગણાઓ પ્રથમ સ્પર્ધકની જેમ ત્યાં સુધી કરવી કે તે વર્ગણાઓ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશોના રાશિપ્રમાણ થાય છે. તે વર્ગણાઓનો જે સમુદાય તે ત્રીજું સ્પર્ધક જાણવું.
આ પ્રમાણે ઉત્પત્તિના પ્રથમસમયે વર્તતા સર્વથી અલ્પવર્યવાળા એવા તે સૂક્ષ્મનિગોદીયા જીવમાં અસંખ્યાતાં સ્પર્ધકો થાય છે. આ રીતે શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ સ્પર્ધકોવાળો આ યોગ હોય છે. તે સૌથી પ્રથમ જઘન્ય યોગસ્થાન કહેવાય છે. આટલા યોગવાળું (અસંખ્યાતા સ્પર્ધકો પ્રમાણ જઘન્યયોગસ્થાનક) સર્વથી અલ્પવીર્યવાળા સૂક્ષ્મનિગોદીયા ભવના પ્રથમસમયે વર્તતા જીવને હોય છે.
ततोऽन्यस्य जीवस्याधिकतरवीर्यस्य येऽल्पतरवीर्या जीवप्रदेशास्तेषां समुदायः प्रथमा वर्गणा । ततः एकेन वीर्याविभागेन वृद्धानां समुदायो द्वितीया वर्गणा, द्वाभ्यामधिकानां समुदायस्तृतीया वर्गणा । एवमेकैकवीर्याविभागवर्द्धमानानां यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणा (वर्गणा) भवन्ति । तासां समुदायः प्रथमस्पर्द्धकम् । ततः प्राक्तनयोगस्थानप्रदर्शितप्रकारेण द्वितीयादीनि स्पर्धकानि वाच्यानि । तानि च यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि भवन्ति । ततस्तेषां समुदायो द्वितीयं योगस्थानम् । ततोऽन्यस्याधिकतरवीर्यस्योपदर्शितप्रकारेण तृतीयं योगस्थानं वाच्यम् । एवमन्यान्यजीवापेक्षया तावद योगस्थानानि वाच्यानि यावत्सर्वोत्कृष्टं योगस्थानं भवति । तानि च योगस्थानानि सर्वाण्यपि श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि भवन्ति । क्षयोपशवैचित्र्यात्सर्वमवसेयम् ।
ઉત્પત્તિના પ્રથમસમયે વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા પણ કંઈક અધિક કરણવીર્યવાળા બીજા જીવના આત્મપ્રદેશોમાં જે અતિશય અલ્પતર વીર્યવાળા અને માંહોમાંહે સમાન વર્ષાવિભાગવાળા આત્મપ્રદેશો હોય છે. તેનો સમુદાય તે નવા યોગસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા જાણવી. તેનાથી એક વર્યાવિભાગે અધિક વૃદ્ધિવાળા આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજી વર્ગણા, બે વીર્યાવિભાગ વડે અધિક એવા આત્મપ્રદેશોનો સમુદાય તે ત્રીજી વર્ગણા. આમ એક એક વર્યાવિભાગ વડે વૃદ્ધિ પામતા આત્મપ્રદેશોના સમુદાયરૂપે વર્ગણાઓ ત્યાં સુધી કહેવી કે એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ વર્ગણાઓ થાય. તે વર્ગણાઓનો સમુદાય તેને પ્રથમ સ્પર્ધક કહેવાય છે. ત્યારબાદ પ્રથમના યોગસ્થાનમાં જણાવેલી રીતિ મુજબ બીજું-ત્રીજું-ચોથું વગેરે સ્પર્ધકો કહેવાં.
Page #199
--------------------------------------------------------------------------
________________
૩૯૮
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
તે સ્પર્ધકો પણ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ થાય છે. તે સ્પર્ધકોનો જે સમુદાય તે બીજું યોગસ્થાનક કહેવાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવોને આશ્રયી યોગસ્થાનો ત્યાં સુધી કહેવાં કે યાવત્ સર્વથી ઉત્કૃષ્ટ યોગસ્થાનક આવે કે જે સંશી પંચેન્દ્રિય પર્યાપ્તાને હોય છે. જઘન્ય યોગસ્થાનકથી માંડીને યાવત ઉત્કૃષ્ટ યોગસ્થાનક સુધીનાં સર્વે પણ યોગસ્થાનો કુલ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય છે તેટલાં થાય છે. અર્થાત્ અસંખ્યાતાં યોગસ્થાનો હોય છે. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમની ચિત્ર-વિચિત્રતાથી આ સર્વ સમજી લેવું.
ननु जीवानामनन्तत्वात् प्रतिजीवं च योगस्थानस्य प्राप्यमाणत्वादनन्तानि योगस्थानानि प्राप्नुवन्ति, कथमुच्यते असङ्ख्येयानि ? उच्यते यत एकैकस्मिन् योगस्थाने सदृशे सदृशे वर्तमानाः स्थावरजीवाः अनन्ताः प्राप्यन्ते । ततः सर्वजीवापेक्षयापि सर्वाणि योगस्थानानि केवलज्ञानेन परिभाव्यमानानि असङ्ख्येयान्येव प्राप्यन्ते, नाधिकानि । एकस्मिन् योगस्थाने एको जीवः जघन्यतः एकं समयमुत्कृष्टतः अष्टौ यावत्तिष्ठति । एवं योगस्थानतारतम्येन सर्वजीवेषु योगबाहुल्यं गाथाक्रमेण वक्तव्यम् -
આ સંસારમાં જીવો અનંત છે અને પ્રત્યેક જીવને કોઈને કોઈ (હીનાધિકતાવાળું) યોગસ્થાનક અવશ્ય સંભવે જ છે. તેથી એક એક જીવવાર એક એક યોગસ્થાનક વિચારીએ તો જીવો અનંતા હોવાથી યોગસ્થાનક અનંતા હોવાં જોઈએ, તો આપશ્રી દ્વારા એમ કેમ કહેવાય છે કે યોગસ્થાનક અસંખ્યાતાં જ છે ?
આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે - સરખે સરખા એક એક યોગસ્થાનકમાં વર્તતા સ્થાવર જીવો અનંતા અનંતા પ્રાપ્ત થાય છે. અર્થાત્ અનંતા અનંતા સ્થાવર જીવોનું યોગસ્થાનક સરખે સરખા કરણવીર્યવાળું હોય છે. તેથી તે જીવોને પ્રત્યેકને ભિન્ન ભિન્ન યોગસ્થાનક હોવા છતાં પરસ્પર સદેશ હોવાથી એક જ યોગસ્થાનક ગણાય છે. માટે સંસારી સર્વ જીવોની અપેક્ષાએ પણ સર્વે યોગસ્થાનકો કેવલજ્ઞાની પરમાત્મા વડે કેવલજ્ઞાન દ્વારા અસંખ્યાતાં જ જોવાયેલાં છે પણ તેનાથી અધિક જોવાયેલાં નથી. એક એક યોગસ્થાનકમાં સ્થાવર જીવો અનંતા અનંતા હોવાથી કુલ યોગસ્થાનો અસંખ્યાતાં જ થાય છે. પણ અનંતા થતાં નથી.
પ્રશ્ન :- કોઈપણ એક યોગસ્થાનક ઉપર જીવ જઘન્યથી કેટલો કાળ રહે અને ઉત્કૃષ્ટથી કેટલો કાળ રહે !
Page #200
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
૩૯૯
ઉત્તર ઃ- અપર્યાપ્તા સર્વે જીવો પોતાનામાં સંભવતા કોઈ પણ એક યોગસ્થાનક ઉપર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એક જ સમય રહે છે. બીજા જ સમયે અસંખ્યાતગણો યોગ વધે છે. માટે અપર્યાપ્તા જીવોમાં કોઈ પણ યોગસ્થાનક એક સમયથી વધારે કાલ સંભવતું નથી. પરંતુ પર્યાપ્તા જીવો પોતાનામાં સંભવતા યોગસ્થાનકોમાં પ્રારંભના કેટલાક યોગસ્થાનકોમાં ઉત્કૃષ્ટથી ચાર સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં પાંચ સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં છ સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં સાત સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં આઠ સમય એમ પછી પછીનાં યોગસ્થાનકોમાં સાત-છ-પાંચ-ચાર-ત્રણ અને બે સમય સુધી રહી શકે છે. આમ આ ઉત્કૃષ્ટકાળ જાણવો. અને આ પર્યાપ્તા જીવો પોતાને સંભવતા સર્વે પણ યોગસ્થાનકોમાં જઘન્યથી એક સમય વર્તે છે. આ રીતે પર્યાપ્તા જીવોને યોગ્ય યોગસ્થાનકોમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર સમયથી આઠ સમય અને આઠ સમયથી બે સમય સુધીનો કાળ જાણવો.
પ્રશ્ન :- સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા એમ ૧૪ જીવસ્થાનકોમાં શું સમાન યોગ હોય ? કે હીનાધિક યોગ હોય ? અને જો હીનાધિક યોગ હોય તો કોનાથી કોનો યોગ વધારે હોય અને કોનાથી કોનો યોગ ઓછો હોય ?
ઉત્તર ઃ- સર્વે પણ જીવસ્થાનકોમાં યોગની હીનાધિકપણે તરતમતા હોવાથી તે યોગનું અલ્પબહુત્વ પાંચમા શતક નામના કર્મગ્રંથમાં ૫૩-૫૪ એમ બે ગાથામાં કહેલું છે તેના આધારે અનુક્રમે આ પ્રમાણે સમજવું.
सुहुमनिगोआइखणप्पजोगबायरविगलअमणमणा ।
अपज्जलहु पढमदुगुरु, पज्जहस्सियरो असंखगुणो ॥ ५३ ॥
असमत्ततसुक्कोसो, पज्जजहन्नियरु एव ठिइठाणा । अपज्जेयरसंखगुणा, परमपज्जबिए असंखगुणा ॥५४॥
इत्यष्टाविंशतिभेदाल्पबहुत्वमवगन्तव्यम् । योगबाहुल्ये बहुकर्मग्राही, मन्दत्वे अल्पपुद्गलग्राही इत्येवं या योगानां पुद्गलग्रहणरूपा प्रवृत्तिः, तस्याः रोधः मौनमुत्तमम् । किं सतृष्णस्य बाह्ययोगरोधेन ? तस्मात् सकलविमलज्ञानाद्यनन्तगुणगणमाहात्म्यपरमात्मभावरसिकैः आत्मनो योगप्रवृत्तिः पुद्गलानुगतया रोधनीया નૃત્યુપવેશ: છા
સૂક્ષ્મનિગોદીયા અપર્યાપ્તા જીવનો ઉત્પત્તિના પ્રથમસમયે જઘન્યયોગ સર્વથી અલ્પયોગ હોય છે. તેનાથી બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય
Page #201
--------------------------------------------------------------------------
________________
૪૦૦ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર અને સંજ્ઞી પંચેન્દ્રિય એમ સાતે અપર્યાપ્તાનો જઘન્યયોગ અનુક્રમે અસંખ્યાતગુણ જાણવો. ત્યારબાદ પ્રથમના બે અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ (સૂક્ષ્મ અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ) યોગ, ત્યારબાદ પ્રથમના બે (સૂક્ષ્મ અને બાદર) પર્યાપ્તાનો જઘન્યયોગ અને ત્યારબાદ તે જ બે (સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તા)નો ઉત્કૃષ્ટયોગ અનુક્રમે અસંખ્યાતગુણ કહેવો.
ત્યારબાદ ત્રસકાય એટલે ત્રણ વિકસેન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિય આમ પાંચ જીવભેદોના અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટદ્યોગ, આ જ પાંચ જીવભેદોના પર્યાપ્તાનો જઘન્યયોગ અને આ જ પાંચ જીવભેદોના પર્યાપ્તાનો ઉદ્યોગ અનુક્રમે અસંખ્યાતગુણો જાણવો. આમ અઠ્ઠાવીસ બોલનું આ યોગસંબંધી અલ્પબદુત્વ છે. આ જ પ્રમાણે જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચેનાં સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ પણ આમ જ સમજવું. સ્થિતિસ્થાનોના અલ્પબદુત્વમાં અપર્યાપ્તા કરતાં પર્યાપ્તાનાં અને પર્યાપ્તા કરતાં ઉપર ઉપરના અપર્યાપ્તાનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણાં છે. પરંતુ અપર્યાપ્તા બેઈન્દ્રિયનાં સ્થિતિસ્થાનો (તેની પૂર્વેના બોલ કરતાં) અસંખ્યાતગુણાં છે.
આ પ્રમાણે યોગના વિષયનું અઠ્ઠાવીસ ભેદોનું અલ્પબદુત્વ જાણવું, જે જે જીવોમાં જ્યારે જ્યારે યોગની અધિકતા હોય છે ત્યારે ત્યારે તે તે જીવોમાં કર્મનો બંધ (કાર્મણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ-પ્રદેશબંધ) વધારે વધારે થાય છે અને યોગ અલ્પ હોય છે ત્યારે કર્મનો બંધ (કાર્મણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ-પ્રદેશબંધ) અલ્પ-અલ્પ થાય છે. આ રીતે હીનાધિકપણે કાર્મણવર્ગણાના પ્રદેશોને ગ્રહણ કરવા રૂપે મન-વચન અને કાયાના યોગોની જે પ્રવૃત્તિ છે તે કર્મપ્રદેશોના બંધનું કારણ હોવાથી તેનો વિરોધ કરવો, તેને રોકવું તે પ્રવૃત્તિને અટકાવવી એ જ શ્રેષ્ઠ અને ઉત્તમ મૌન કહેવાય છે.
જેમ બગલો મર્ચીને પકડવા સ્થિર થાય છે, શિકારી હરણાદિનો સંહાર કરવા સ્થિર થાય છે, પરંતુ આ સ્થિરતા પરને પીડા કરનારી અને માંસાદિની લોલુપતાથી થાય છે. તેથી પરને પીડા કરવા માટે અને માંસાદિ પ્રાપ્ત કરવા માટે તેવા પ્રકારની તૃષ્ણાવાળા જીવનો બાહ્યથી જે આ યોગનો રોધ છે તે શું કામનો ? અંદરની તૃષ્ણા હોવાથી વધારે કર્મ બંધાવનાર છે. તેમ વચન ઉચ્ચાર ન કરીએ એટલે બોલવાનું બંધ રાખીએ પણ હૃદયમાં બધા જ પદ્ગલિક ભાવોની તૃષ્ણા ચાલુ હોય તો એવા મનની શું કિંમત? અર્થાત્ જ્ઞાનીઓની દૃષ્ટિએ તેની કંઈ જ કિંમત નથી. માટે પુદ્ગલદશામાં અપ્રવૃત્તિ કરવી એ જ મીન શ્રેષ્ઠ છે. તેથી પરિપૂર્ણ અને નિર્મળ એવા જ્ઞાનાદિ અનંત અનંત ગુણોના સમૂહના માહાભ્યસ્વરૂપ
Page #202
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૪૦૧ એવા “પરમાત્મભાવ” ના રસિક જીવોએ પદ્ગલિક ભાવોને અનુસરનારી પોતાની યોગપ્રવૃત્તિને રોકવી જોઈએ. યોગ પ્રવૃત્તિને રોકવી તે જ સાચું મૌન છે. શ્રેષ્ઠ મૌન છે. તેથી યોગપ્રવૃત્તિને રોકવા નિરંતર પ્રયત્નશીલ બનવું એવો ગ્રંથકારશ્રીનો ઉપદેશ છે. all
ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वापि चिन्मयी । यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् ॥८॥
ગાથાર્થ :- જેમ દીપકની ઉલ્લેષણાદિ સર્વ પણ ક્રિયા જ્યોતિર્મય હોય છે તેમ આત્મદશા વિના અન્ય પદાર્થોમાં જેને રસ નથી એવા એટલે કે વિભાવદશાથી મુક્ત એવા આત્માની સર્વે પણ ક્રિયા જ્ઞાનમય હોય છે, તેનું જ મન અનુપમ છે. દા.
ટીકા :- “જ્યોતિર્મયીતિ" તસ્ય ત ત્વરિપત્તિસ્ય, મૌનં-યોનિપ્રહરૂપ स्वधर्मप्राग्भावकर्तृत्वभोक्तृत्वे व्यापारिताशेषवीर्यस्य कर्मविकरणापूर्वकरणकिट्टीकरणादिषु स्थापितवीर्यकरणस्य परभावाप्रवृत्तत्वेन मौनं-योगचापल्यतावारणरूपं अनुत्तरं-सर्वोत्कृष्टं यस्य क्रिया गुणप्रकर्षप्रवर्तना वीर्यप्रवृत्तिः सापि चिन्मयीस्वरूपज्ञानमयी आत्मानुभवैकत्वरूपा । यथा दीपस्य या क्रिया उत्क्षेपणनिक्षेपणादिका सा सर्वापि ज्योतिर्मयी-ज्ञानप्रकाशयुक्ता, तथा यस्य वन्दननमनादिगुणस्थानारोहरूपा क्रिया तत्त्वज्ञानप्रकाशिका, तस्य अनन्यस्वभावस्य-न विद्यते अन्यः-परः स्वभावो यस्य सः, तस्य परभावव्यापकचेतनाऽभिसन्धिवीर्यरहितस्य साधोः मौनमनुत्तरम् ।
વિવેચન :- આત્મતત્ત્વની અંદર એકતાભાવે પરિણામ પામેલા એવા જીવનું મનવચન અને કાયાના યોગનો નિગ્રહ કરવા રૂપ જે મૌન છે. તે જ મૌન અનુત્તર છે, અનુપમ છે. અર્થાત્ સર્વથા ઉત્કૃષ્ટ મૌન છે. પોતાના આત્માના (રત્નત્રયી રૂપ-સ્વભાવદશાની પ્રાપ્તિ રૂ૫) ધર્મને પ્રગટ કરવામાં જ કર્તૃત્વ અને ભોક્નત્વ રૂપે વ્યાપારિત કર્યું છે સર્વ વીર્ય જેણે એવા, તથા કર્મોનો વિનાશ કરનારા એવા અપૂર્વકરણ, કિટ્ટીકરણોદ્ધા અને આદિ શબ્દથી કિટ્ટીવેદનાદ્ધા વગેરેમાં જ સ્થાપિત કર્યું છે પોતાનું કરણવીર્ય જેણે એવા આત્માર્થી ઉત્તમ આત્માનું પરભાવદશામાં ન પ્રવર્તવા રૂપે (પુદ્ગલ અને અન્ય જીવ દ્રવ્યો પ્રત્યે રાગાદિ ભાવે ન જોડાવા સ્વરૂપે) જે મૌનપણું છે એટલે કે મન-વચન-કાયાના યોગોની ચપલતાને અટકાવવા રૂપ જે મૌન છે તે જ મૌન સર્વોત્કૃષ્ટ મૌન છે. ન બોલવા રૂપ મૌન એકેન્દ્રિય આદિ ભવોમાં પણ સુલભ છે. પરંતુ વિભાવદશામાં ન જોડાવા રૂપ મૌન કર્મનિર્જરા અને આશ્રવના નિરોધનું પ્રબળ કારણ હોવાથી સર્વોત્કૃષ્ટ મૌન છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૪૦૨ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પરભાવમાં ન પ્રવર્તવું એ ભાવવાળા મૌનપણાની સર્વે પણ પ્રક્રિયા આત્માના ગુણોના પ્રકર્ષને પ્રાપ્ત કરવામાં પ્રવર્તવા રૂપ વીર્યપ્રવૃત્તિ હોય છે. તે સઘળી પણ ક્રિયા ચિન્મય છે. અર્થાત્ આત્મતત્ત્વના અનુભવની સાથે એકતા સ્વરૂપ હોય છે. આવા આત્માની બાહ્યભાવને રોકવા સ્વરૂપ અને આત્માના ગુણોનો આવિર્ભાવ કરવા સ્વરૂપ જે કોઈ પ્રવર્તનક્રિયા છે તે સઘળી ક્રિયા સમ્યજ્ઞાનથી યુક્ત હોય છે. કર્મોના આશ્રવો ન થાય તેવી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય તેવા પ્રકારની સમજણપૂર્વકની આત્માર્થ ભાવે આ પ્રક્રિયા હોય છે. જેમ દીપકની ઉત્કંપણ (ઊર્ધ્વદિશાગામી જ્યોતનું જવું) અને નિક્ષેપણ (અધોદિશા તરફ જ્યોતનું જવું), આદિ શબ્દથી જ્યોતનું આડુ અવળું અને તીર્ણ જવું એમ દીપકની જ્યોતની જે કોઈ ક્રિયા થાય છે તે સર્વે પણ દીપકની જ્યોતની ક્રિયા અવશ્ય પ્રકાશાત્મક જ હોય છે. એટલે કે જ્યોત ઉપર જાય કે નીચે જાય, તિર્જી જાય કે વાંકી જાય તો પણ જ્યાં જાય ત્યાં પ્રકાશ જ આપે ક્યારેય પણ અંધકાર ન આપે, તેવી જ રીતે યોગી મહાત્મા દ્વારા નમન, વંદન, પૂજન, ગુણસ્તુતિ ઈત્યાદિ આત્મગુણોના વિકાસાત્મક જે કોઈ ક્રિયા કરાય છે તે સર્વે પણ ધર્મક્રિયા આત્મતત્ત્વના જ્ઞાનનો પ્રકાશ આપનારી હોય છે. આત્મતત્ત્વનો આવિર્ભાવ કરનારી હોય છે. તે વિના અન્ય કોઈપણ કાર્યમાં આ મહાત્માની પ્રવૃત્તિ હોતી નથી. આવા પ્રકારના આત્મતત્ત્વના લક્ષ્યવાળા અને અનન્ય સ્વભાવવાળા યોગી મહાત્મા પુરુષનું પરભાવમાં ન પ્રવર્તવા રૂપ જે મૌન છે તે જ સર્વોત્તમ મૌન છે.
પરભાવદશામાં વ્યાપકપણે પ્રવર્તવા વાળી જે જ્ઞાન-ચેતના છે અને તેનાથી યુક્ત એવો પરભાવમાં વપરાતો જે વીર્યગુણ છે. આમ આ બન્ને આત્મગુણો હોવા છતાં પણ પરભાવદશાથી યુક્ત હોય તો આશ્રવહેતુ બને છે. તે માટે પરભાવમાં વ્યાપકપણે વર્તતી એવી ચેતના અને એવા વીર્યગુણથી રહિત જે મહાપુરુષ છે તેઓની ચેતનાનું અને વીર્યગુણનું પરભાવમાં ન પ્રવર્તવું એ જ અનુપમ શ્રેષ્ઠ મૌન છે. તે માટે આત્માર્થી મુમુક્ષુ જીવે આવું મૌન કરવું જોઈએ. વિષય-કષાયોની પરિણતિથી આત્માને અટકાવવો જોઈએ, પરજીવદ્રવ્ય પ્રત્યે અને પરપુદ્ગલદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષ-સ્પૃહા-મમતા ન કરવી, વિભાવદશામાં ન જોડાવું, સ્વભાવદશામાં જ રમવું. આત્મતત્ત્વની સાથે જ એકતા કરવી આ જ સૌથી શ્રેષ્ઠ મૌન છે.
માત્ર બોલવાની ક્રિયા ન કરવી” તે મૌન એટલું કિંમતી નથી. કારણ કે તે એકેન્દ્રિયાદિના ભવમાં પણ સુલભ છે તથા પરદ્રવ્યની સ્પૃહા જો ન જાય તો તેવા મૌનથી આત્મકલ્યાણ કેમ થાય ? માટે વિભાવદશામાં ન પ્રવર્તવું તે જ મૌન ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. તેનો જ વધારે અભ્યાસ કરવો.
Page #204
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
४० वस्तुस्वभावानुरोधादेव, तत्कारकात् वियत् । सम्पूर्णता तदुत्पत्तौ, कुम्भस्येव दशाऽत्मनः ॥१॥
इति न्यायात् ज्ञानिनः क्रिया कार्योपकारका ज्ञातव्या । ज्ञानमयस्यात्मनः तत्त्वैकत्वाध्यासिनः स्वरूपारोहकाणां या क्रिया सा ज्ञानस्वरूपप्रकाशनहेतुः, आवरणनिमित्तमसत्क्रिया, आवरणापगमाय सत्क्रियानिमित्तं भवति । तत्त्वमग्नस्य न कारणीभवति । अतः तत्त्वज्ञानस्वरूपैकत्वध्यानलीनानां मुनीनां तेषामेव नमः ॥८॥
આ ગાથા કયા ગ્રન્થની છે? તે શોધવા છતાં પ્રાપ્ત થઈ શક્યું નથી. અનુમાનથી આવો અર્થ હોય એમ લાગે છે. “દરેક વસ્તુઓ પોતાના વસ્તુસ્વભાવને અનુસરે એ જ ઉચિત છે. જેમ આકાશ પોતાના અવગાહના આપવાના સ્વભાવનું જ કારક છે. તેનાથી જ તેની પૂર્ણતા છે. તે આકાશમાં જેમ ઘટની ઉત્પત્તિ કરાય છે. તે સંયોગ માત્ર છે. તેનાથી આકાશને કંઈ લાભ-નુકશાન નથી. આકાશ તો જેવું છે તેવું જ રહે છે. તેમ આત્માની દશા પણ આવી જ છે. સ્વભાવમાં વતે તો જ પૂર્ણતા છે. શેષભાવો સંયોગ માત્ર છે. વધારે અર્થ જ્ઞાની મહાત્માઓ પાસેથી સમજવો.
આ પ્રમાણે ઉપરોક્ત ન્યાયને અનુસારે જ્ઞાની મહાત્માની સર્વે ક્રિયા પોતાના કાર્યનો ઉપકાર કરનારી જાણવી. આત્મતત્ત્વની સાથે એકતા ભાવે (તન્મયપણે) રહેનારા અને દિન-પ્રતિદિન આત્મતત્ત્વના સ્વરૂપમાં આરોહણ કરનારા એવા જ્ઞાનસ્વરૂપ બનેલા આત્માની જે કોઈ ક્રિયા છે તે સઘળી પણ ક્રિયા જ્ઞાનાત્મક એવા આત્મસ્વરૂપને પ્રકાશિત કરવામાં જ કારણભૂત બને છે. જે અસલ્કિયા હોય છે તે આવરણીયકર્મોને બંધાવવાના નિમિત્તરૂપ બને છે અને જે જે સન્ક્રિયા હોય છે તે તે આવરણીય કર્મોને દૂર કરવા માટેનું નિમિત્ત બને છે. પરંતુ તત્ત્વમાં મગ્ન બનેલા આત્મલક્ષી જીવને આવી કોઈપણ ક્રિયા બંધાદિનું નિમિત્તકારણ બનતી નથી. જ્ઞાની મહાત્માની જ્ઞાન મગ્નતા જ આત્મતત્ત્વના પ્રકાશનનો હેતુ છે. તેવા આત્માની કોઈપણ ક્રિયા ભાવ આશ્રવરૂપ થતી નથી. તેથી આત્મતત્ત્વના જ્ઞાનમાં અને આત્મસ્વરૂપની સાથે એકતાના ધ્યાનમાં લયલીન બનેલા તે મુનિઓના જ ચરણકમલમાં અમારા નમસ્કાર હોજો. (અહીં નમસ્ અવ્યયના યોગમાં તેગ્ય: મુનિમ્ય: થવું જોઈએ પણ તેષાવિ મુનીનાં પાઠ સર્વ પુસ્તકોમાં છે. તેથી રર : શબ્દ અધ્યાહારથી લઈને પાઠ સંગત કરવો.)
પૌલિક સુખ-દુઃખની વાસનાઓ અને અન્ય જીવ દ્રવ્ય ઉપર રાગ-દ્વેષાદિ ભાવો એ રૂપ પરભાવ દશાથી આત્માને રોકવો. આવી વિભાવદશામાં ન જવું અને આત્મતત્ત્વના
Page #205
--------------------------------------------------------------------------
________________
૪૦૪
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
શુદ્ધ સ્વભાવમાં જ વર્તવું. ક્યાંય પણ મારાપણાનો પરિણામ ન રાખવો. સંસારી સર્વ ભાવોથી અલિપ્ત બનવું તેને જ યથાર્થ મૌન કહેવાય છે. “વાણીનો ઉપયોગ ન કરવો અર્થાત્ ન બોલવું” તેને જે મૌન કહેવાય છે તેની પાછળ પણ આ જ ભાવ છુપાયેલો છે. કારણ કે સંસારી સર્વે જીવો વિષયવાસના, કષાયો અને રાગદ્વેષાદિ કલુષિત ભાવોથી ભરેલા છે. તેથી જ્યારે જ્યારે કંઈ પણ બોલશે ત્યારે ત્યારે કાં તો રાગપૂર્વક, કાં તો દ્વેષપૂર્વક વાણીનું ઉચ્ચારણ કરશે. અથવા સામેના જીવમાં પ્રેમ વધે કે કડવાશ વધે તેવાં મીઠાં અને કડવાં વચનો બોલશે. તેનાથી રાગ-દ્વેષ વધશે તેના કરતાં ન બોલે તો સારું. એમ સમજીને પોતાનામાં કે પરમાં રાગ-દ્વેષ અને કાષાયિક વૃત્તિઓ રોકવા માટે જ બોલવાનું બંધ રાખવામાં આવે છે. તેથી આવા ભાવપૂર્વક વાણીનું જે અનુચ્ચારણ કરવું તે પણ મૌન શ્રેયસ્કર છે. તત્ત્વજ્ઞાનના અર્થી જીવે ઉપરોક્ત ભાવને સમજવા અવશ્ય પ્રયત્ન કરવો. ॥૮॥
તેરમું અષ્ટક સમાપ્ત
Page #206
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક – ૧૪
॥ अथ चतुर्दशकं विद्याष्टकम् ॥
૪૦૫
अथ ईदृग्मुनित्वं यथार्थविद्यातत्त्वोपयोगिबुद्धिमतो भवति, अतो विद्याष्टकमुपदिशति, तत्र नामविद्या इति नाम जीवस्याभिधानं क्रियते सा नामविद्या, अक्षवराटककाष्ठादिषु "विद्या" इति स्थाप्यते सा स्थापनाविद्या, द्रव्यविद्या लौकिका शिल्पादिरूपा, लोकोत्तरा द्विविधा कुप्रावचनिका भारतरामायणोपनिषद्रूपा, लोकोत्तरा सुप्रावचनिका विद्या आवश्यकाचाराङ्गादिलक्षणा, सापि ज्ञशरीरभव्यशरीरस्य तदभ्यासवतोऽनुपयुक्तस्य द्रव्यविद्या, अथवाऽनुपयुक्तस्य हेयोपादेयपरीक्षाविकलस्य वाचनापृच्छनापरिवर्तनाधर्मकथारूपा अनुप्रेक्षाविकला सर्वापि चेतना विज्ञप्तिर्द्रव्यरूपा ज्ञेया ।
भावविद्या तु लोकोत्तरार्हत्प्रणीतागमरहस्याभ्यासवशतः नित्यानित्याद्यनन्तस्वभावभावितानन्तपयार्योपेतचिद्रूपोपादेयबुद्धिः विभावाद्यनन्तपरभावपरित्याग ज्ञप्तिलक्षणा, भावविद्याभ्यासस्यावसरः ।
તેરમા અષ્ટકમાં સમજાવેલું આવા પ્રકારનું ઉત્તમ (મૌન) મુનિપણું યથાર્થ એવા વિદ્યાતત્ત્વમાં ઉપયોગપૂર્વકની બુદ્ધિવાળા મહાત્માને આવે છે. તે માટે મૌનાષ્ટક પછી હવે વિદ્યાષ્ટક સમજાવાય છે. વિદ્યા ઉપર ચાર નિક્ષેપા પ્રથમ કહેવાય છે.
(૧) નામવિદ્યા = જીવનું “વિદ્યા” આવું જે નામ રાખવામાં આવે જેમકે વિદ્યાબેન, તે નામવિદ્યા કહેવાય છે.
(૨) સ્થાપનવિદ્યા = અક્ષમાં (પાશા ઉપર) વરાટકમાં (કોડા ઉપર) અને કાષ્ઠાદિમાં (લાકડું, પત્થર અને વસ્ત્રાદિ ઉપર) “વિદ્યા” આવું લખાણ કરવું. સ્થાપના કરવી તે સ્થાપનાવિદ્યા જાણવી. વિદ્યાવંતની જે સ્થાપના તે પણ સ્થાપનાવિદ્યા સમજવી.
=
(3) द्रव्यविद्या લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારની છે. જે કળાથી (વિદ્યાથી) સંસારનો આર્થિક વ્યવહાર ચાલે તે લૌકિકવિદ્યા. જેમકે શિલ્પકળા, સોનીની કળા, હજામની કળા, દરજીની કળા અને કુંભાર-વણકરની કળા વગેરે તથા લોકોત્તરવિદ્યા બે પ્રકારની છે. એક કુપ્રાવચનિકા અને બીજી સુપ્રાવચનિકા. જે વિદ્યાથી આત્મતત્ત્વની સાધના કરાય તે લોકોત્તરવિદ્યા જાણવી. ત્યાં વીતરાગપરમાત્માના જ્ઞાનનું અનુસરણ કર્યા વિના છદ્મસ્થ એવા ઋષિમુનિઓએ બનાવેલાં જે શાસ્ત્રો જેમકે મહાભારત, રામાયણ અને ઉપનિષદ્ વગેરે તે
Page #207
--------------------------------------------------------------------------
________________
४०६
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
કુઝાવચનિક દ્રવ્યવિદ્યા અને છબસ્થ એવા ઋષિમુનિઓએ જ બનાવેલાં હોય, પરંતુ વીતરાગપરમાત્માની (તીર્થકર પ્રભુની) વાણીને અનુસરીને જે શાસ્ત્રો બનાવ્યાં હોય જેમકે આવશ્યકસૂત્ર અને આચારાંગ આદિ દ્વાદશાંગી વગેરે તે સુપાવચનિક દ્રવ્યવિદ્યા. તે પણ જ્ઞશરીર, ભવ્યશરીર તથા તે તે શાસ્ત્રોના અભ્યાસવાળા હોય પણ તેમાં ઉપયોગ શૂન્ય હોય તે તદ્ગતિરિક્ત એમ ત્રણ ભેદથી દ્રવ્યવિદ્યા પૂર્વની જેમ જાણવી.
અથવા આચારાંગાદિ શાસ્ત્રો ભણ્યા હોય પરંતુ તેમાં ઉપયોગ ન હોય તેવા જીવની તથા હેયતત્ત્વ અને ઉપાદેયતત્ત્વના વિવેકથી વિકલ જીવની તથા શાસ્ત્રોનું વાચના-પૃચ્છનાપરિવર્તન અને ધર્મકથા રૂપ શાસ્ત્રજ્ઞાન હોય પણ અનુપ્રેક્ષારૂપ ચિંતન-મનન વિનાનું જે જ્ઞાન હોય તેવા જીવની જે ચેતના-વિદ્યા તે સઘળી તવ્યતિરિક્ત દ્રવ્યવિદ્યા જાણવી. સુપાવચનિક વિદ્યા હોવા છતાં ઉપયોગની શૂન્યતા છે તથા અનુપ્રેક્ષા નથી માટે ભાવવિદ્યા કહેવાતી નથી.
હવે ભાવવિદ્યા કોને કહેવાય ? તે સમજાવાય છે -
લોકોત્તર એવા અરિહંત પરમાત્મા દ્વારા પ્રણીત આગમશાસ્ત્રોના રહસ્યોના અભ્યાસવાળા જીવમાં નિત્ય-અનિત્ય આદિ અનંત જાતના સ્વભાવોથી વાસિત એવા અનંતઅનંત પર્યાયોથી યુક્ત ચેતનાદિ પદાર્થો છે. આવા પ્રકારની જ્ઞાનાત્મક ઉપાદેયબુદ્ધિ તથા વિભાવદશા, મોહદશા, મિથ્યાત્વદશા, કાષાયિકપરિણતિ ઈત્યાદિ અનંત પરભાવદશાનો ત્યાગ જ કરવો જોઈએ એવા જ્ઞાનવાળી જે વિદ્યા તે ભાવવિદ્યા કહેવાય છે. આ ભાવવિદ્યા જ આત્મકલ્યાણને સાધવાનું નિકટતમ પ્રબળ કારણ છે. માટે તે ભાવવિદ્યા જ સમજાવવાનો અહીં અવસર છે. તે હવે સાત નયોથી સમજાવાય છે.
तत्र मत्यादिज्ञानक्षयोपशमनिमित्ताः इन्द्रियादयो नैगमेन विद्या, सर्वजीवद्रव्याणि सङ्ग्रहेण, द्रव्यश्रुतं व्यवहारेण, ऋजुसूत्रेण वाचनादि, शब्दनयेन यथार्थोपयोगः, कारणकार्यादिशङ्कररूपसविकल्पचेतना समभिरूढेन, निर्विकल्पचेतना क्षायोपशमिकी साधकावस्था एवम्भूतेन, साधका निर्विकल्पतात्त्विकी । तथा केचित् केवलज्ञानरूपसिद्धविद्या इति ।
आद्यनयचतुष्टयस्य द्रव्यनिक्षेपान्तर्गतत्वेन कारणरूपा गृहीता, अन्त्यनयत्रयाणां भावरूपत्वेन कार्यरूपा उत्तरोत्तरसूक्ष्मा गृहीता, तत्र कारणोद्यमेन कार्यादरवता भवितव्यम् ।
વિદ્યાતત્ત્વની પ્રાપ્તિમાં જે જે કારણો હોય છે તેને પ્રથમના ચાર નવો સ્વીકારે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૦૭
તેમાં પણ નૈગમનય દૂરતર કારણને, સંગ્રહનય દૂરકારણને, વ્યવહારનય નિકટકારણને અને ઋજુસૂત્રનય નિકટતમકારણને વિદ્યારૂપે સ્વીકારે છે. જ્યારે પાછલા ત્રણે નયો કાર્યાત્મક વિદ્યાને વિદ્યા માને છે અને તે પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ કાર્યને સ્વીકારે છે. આ વાતનું ધ્યાન રાખીને નયો આ પ્રમાણે છે.
(૧) નૈગમનય - મતિ-શ્રુત આદિ જ્ઞાનોના ક્ષયોપશમમાં નિમિત્તભૂત બનનારી એવી ચક્ષુ આદિ ઈન્દ્રિયો વગેરેને વિદ્યા માને છે. તેથી જ કોઈની ઈન્દ્રિયોનો ઘાત કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ બંધાય છે. કારણ કે ઈન્દ્રિયો એ વિદ્યાપ્રાપ્તિનું કારણ છે.
(૨) સંગ્રહનય - જ્ઞાન એ જીવનો ગુણ હોવાથી વિદ્યાપ્રાપ્તિનું ઈન્દ્રિય કરતાં જીવ પોતે નિકટકારણ છે. કારણ કે ઈન્દ્રિયો પુદ્ગલની બનેલી છે, પરદ્રવ્ય છે. વિદ્યા એ જીવનો ગુણ છે તેથી જીવમાં સદંશ રૂપે છે આ કારણે ઈન્દ્રિય કરતાં જીવ પ્રધાનપણે કારણ છે. માટે સંગ્રહનયથી સર્વ જીવદ્રવ્યો એ વિદ્યાપ્રાપ્તિનું નિકટકારણ હોવાથી તે જીવો જ વિદ્યા છે.
(૩) વ્યવહારનય - અભ્યાસ કરાતું દ્રવ્યશ્રુત એ વિધા છે. જ્ઞાન એ જીવનો ગુણ અવશ્ય છે, પણ અભ્યાસાદિ દ્વારા જો તેને પ્રગટ કરવામાં ન આવ્યો હોય તો સત્તાગત તે ગુણ એટલો બધો જીવને ઉપકાર કરતો નથી માટે અભ્યાસ કરાતું જે દ્રવ્યશ્રુત તે વિદ્યા છે.
(૪) ઋજુસૂત્રનય - ગુરુજી પાસે વાચના લેવાતી હોય, પૃચ્છા કરાતી હોય, શેષકાલમાં પરિવર્તના કરાતી હોય, આ પ્રમાણે દઢ થયેલી વિદ્યા જીવને વધારે વધારે ઉપકાર કરનારી બને છે. તે માટે વાચનાદિને વિદ્યા કહેવાય એમ ઋજુસૂત્રનય કહે છે.
(૫) શબ્દનય વાચના, પૃચ્છના, પરાવર્તના વગેરે રૂપે સ્વાધ્યાય કરાતો હોય, વિદ્યા પ્રાપ્ત કરાતી હોય, પરંતુ જો તેમાં જીવનો ઉપયોગ ન હોય તો તે આત્મામાં ગુણરૂપે પ્રગટ થતી નથી તે માટે શબ્દનય યથાર્થ ઉપયોગવાળી વિદ્યાને વિદ્યા કહે છે.
-
(૬) સમભિરૂઢનય - કારણ રૂપ વિદ્યા અને તેનાથી પ્રગટ થતી કાર્ય રૂપ વિદ્યા, આ બન્નેના શંકરરૂપે (મિશ્રસ્વરૂપે અથવા અભેદરૂપે) પરિણામ પામેલી જે સવિકલ્પ ચેતના તે વિદ્યા કહેવાય એમ સમભિરૂઢ નય કહે છે.
(૭) એવંભૂતનય - નિર્વિકલ્પ ચેતનાવાળી ક્ષાયોપશમિક ભાવયુક્ત એવી સાધક આત્માની જે અવસ્થા તે એવંભૂતનયથી વિદ્યા કહેવાય છે. સવિકલ્પાવસ્થા કરતાં નિર્વિકલ્પ અવસ્થા વધારે શુદ્ધ અને નિર્મળ છે. તેથી તેને એવંભૂતનયમાં ગણી છે. વાસ્તવિક વિચારીએ તો નિર્વિકલ્પવાળી જે વિદ્યા છે તે જ તાત્ત્વિક છે અને સાધ્યને સિદ્ધ કરી આપનારી પરમપદને
Page #209
--------------------------------------------------------------------------
________________
૪૦૮
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
પ્રાપ્ત કરાવનારી વિદ્યા છે, સર્વોત્તમ વિદ્યા છે. કેટલાક આચાર્યો કેવલજ્ઞાનસ્વરૂપ સિદ્ધવિદ્યાને એવંભૂતનયથી વિદ્યા કહે છે. કારણ કે અન્તિમ વિદ્યા તો તે જ છે.
પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિકનયના ભેદ છે એટલે દ્રવ્ય નિક્ષેપને માને છે. તેથી દ્રવ્યનિક્ષેપામાં અંતર્ગત ગણાતી કારણસ્વરૂપ જે વિદ્યા છે તેને ગ્રહણ કરનારા ચાર નય છે અને પાછલા ત્રણે નયો ભાવનિક્ષેપા સ્વરૂપ હોવાથી કાર્યસ્વરૂપ વિદ્યાને વિદ્યા કહે છે. તેથી ત્યાં કાર્યાત્મક વિદ્યા ગ્રહણ કરેલી છે. તે ત્રણ નયોમાં પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ વિદ્યાને સ્વીકારેલી છે ત્યાં પ્રથમના ચાર નયને માન્ય એવી કારણાત્મક વિદ્યાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માએ પાછલા ત્રણ નયને માન્ય એવી કાર્યાત્મક (અર્થાત્ સાધ્યભૂતલક્ષ્યભૂત) એવી વિદ્યા પ્રત્યે વધારે ને વધારે આદરમાનવાળા = બહુમાનવાળા બનવું જોઈએ. કારણ કે અન્તે તો તે જ વિદ્યા પ્રાપ્ત કરવાની છે અને તે જ આત્માનું શ્રેયઃ કરનારી છે.
नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु ।
અવિદ્યા તત્ત્વધીવિદ્યા, યોગાચાર્યે: પ્રòીર્તિતા છ્તા
ગાથાર્થ :- અનિત્ય, અશુચિ અને અનાત્મભૂત (આત્માથી ભિન્ન) એવા શરીરાદિને વિષે નિત્યપણાની, શુચિપણાની અને મારાપણાની જે બુદ્ધિ (માન્યતા) તે અવિદ્યા છે અને યથાર્થતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ છે તે વિદ્યા છે એમ યોગાચાર્ય પુરુષો વડે કહેવાયું છે. ૧૫
ટીકા :- “નિત્યશુદ્ધેતિ' અનિત્યાશુનાત્મસુ નિત્ય-શુદ્ધાત્મતાબ્રાતિ: “अविद्या” इत्यन्वयः, अनित्ये - चेतनात् जातिभिन्नमूर्तपुद्गलग्रहणोत्पन्ने परसंयोगे या नित्यताख्यातिः सा अविद्या, अशुचिषु - शरीरादिषु श्रवन्नवद्वाररन्ध्रेषु शुद्धस्वरूपावरणनिमित्तेषु शुचिख्यातिः ( शुचिताख्यातिः ), अनात्मसु - पुद्गलादिषु આત્મતારવ્યાતિ:-‘‘અહં મનેતિ બુદ્ધિઃ-ફવું શરીર મમ, અમેêતત્, તસ્ય પુર્ણ પુí:'' કૃતિ ધ્યાતિ:-થન-જ્ઞાનં તત્ર રમામ્, ચમવિદ્યા-ભ્રાન્તવૃદ્ધિ: । યા ચ તત્ત્વધી:तत्त्वबुद्धिः, शुद्धात्मनि नित्यता शुचिता आत्मता इति ज्ञप्तिः विद्या तत्त्वविवेकः ।
વિવેચન :- જે વસ્તુ અનિત્ય છે, અપવિત્ર છે અને પરાયી છે (પોતાની નથી) તે વસ્તુને નિત્ય માનવી, પવિત્ર માનવી અને પોતાની માનવી તેને અવિદ્યા, ભ્રાન્તબુદ્ધિ અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે. ચેતન એવા આત્માથી જે ભિન્ન જાતિના છે, મૂર્ત છે અને પુદ્ગલ દ્રવ્યોના ગ્રહણથી ઉત્પન્ન થયેલા છે તેવા પરસંયોગોમાં જે નિત્યતાબુદ્ધિ થાય છે તે અવિદ્યા કહેવાય છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક – ૧૪
૪૦૯
સારાંશ કે શરીર, ધન, ઘર, સોના-રૂપાના અલંકારાદિ તમામ ભોગ્ય વસ્તુઓ પૌદ્ગલિક હોવાથી, જડ હોવાથી, વર્ણાદિ ધર્મોવાળી હોવાથી, ચેતન એવા આત્માથી અતિશય ભિન્ન જાતિની છે. આત્માને અને ભોગ્ય વસ્તુઓને કંઈ લેવા-દેવા નથી. જીવ જ્યારે ભવાન્તરથી આવ્યો ત્યારે સાથે લાવ્યો નથી અને મૃત્યુ પામીને ભવાન્તરમાં જાય ત્યારે સાથે લઈ જવાનો નથી. તેથી સર્વથા ભિન્ન જાતિ છે. વળી આત્મા અમૂર્ત છે, ભોગ્ય વસ્તુઓ મૂર્ત છે. આ ભોગ્ય વસ્તુઓ પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરવા દ્વારા બનાવાઈ છે, અનાદિની આત્માની સાથે નથી. આવા પ્રકારની શરીરાદિ ભોગ્ય વસ્તુઓ છે તેનો સંયોગ કર્યો ત્યારે જ થયેલો છે. અને કાલાન્તરે નાશ પામવાવાળો (વિયોગ થવાવાળો) જ આ સંયોગ છે. છતાં તે પરસંયોગ સદા રહેવાનો છે. આમ માનીને નિત્યતાની જે બુદ્ધિ થાય છે તે અવિદ્યા કહેવાય છે. આ ઘર, આ ધન, આ પરિવાર, આ સંપત્તિ સદા રહેવાની જ છે આમ માનીને ચાલવું, માનાદિ કરવા, મોહ કરવો તે સઘળી અવિદ્યા-મિથ્યા બુદ્ધિ છે.
તથા શરીરાદિ ભોગ્ય પદાર્થો અશુચિમય છે. બે કાન, બે આંખ, નાકના ભાગો, મુખ, પુરુષચિહ્ન અને ગુદા એમ નવે દ્વારો રૂપી રન્ધ્રોમાંથી (કાણામાંથી) અશુચિ વહ્યા જ કરે છે. આ નવે છિદ્રોમાંથી જે જે વસ્તુ નીકળે છે તે જરાય ગમતી નથી, એટલે અશુચિ રૂપ છે. તથા શરીરાદિ આ પદાર્થો આત્માના શુદ્ધ સ્વરૂપને આવૃત કરવાનાં નિમિત્તો છે. કારણ કે તેની જેટલી જેટલી મમતા વધે તેટલી તેટલી ટાપટીપ-શોભા-શણગાર કરવામાં
અને તેનો મોહ પોષવામાં જ આ જીવ રચ્યો-પચ્યો રહે, તેનાથી ઘાતીકર્મો બાંધે માટે શુદ્ધ સ્વરૂપનું આવરણ કરવામાં નિમિત્તભૂત થાય તેવા પ્રકારનાં શરીરાદિને પવિત્ર માનવાં, રૂપાળાં માનવાં, શોભા-શણગાર કરવાની બુદ્ધિ રાખવી તે અવિદ્યા કહેવાય છે.
વાસ્તવિક વિચાર કરીએ તો શરીર એ હાડકાં, માંસ, ચરબી, લોહી વગેરે અપવિત્ર પદાર્થોનો ઉકરડો જ છે. માત્ર ઉપર ઉપરથી મખમલ મઢેલું છે. કોઈ વેપારીએ ડબ્બામાં કાદવ-કીચડ જ ભર્યો હોય પરંતુ ઉપરથી પેકીંગ સુંદર અને દેખાવડું ભપકાદાર કર્યું હોય તો જાણ્યા પછી તે ડબ્બો શું આપણે ખરીદીશું ? તેવું આ શરીરાદિ છે. હે જીવ ! આમાં પવિત્ર છે શું ? એટલું જ નહીં પરંતુ પવિત્ર અને સુંદર દેખાતી મોદકાદિ ખાદ્યચીજો મુખમાં નાખીને એક-બે સેકંડમાં જો બહાર કાઢવામાં આવે તો તે વસ્તુઓ દેખવી પણ ન ગમે તેવી અપવિત્ર થઈ જાય છે. શરીરાદિનો સંયોગ પવિત્રને પણ અપવિત્ર બનાવે છે તેવા શરીરાદિ ઉપર પવિત્રતાની જે બુદ્ધિ કરવી, તેનો શોભા-શણગાર કરવો, વારંવાર બાથરૂમમાં જઈ દર્પણમાં જોઈ ટાપટીપ કરવી, મલકાવું આ બધી અવિદ્યા છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૪૧૦
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
તથા મનાત્મકું-જે શરીર, ધન, ઘર, અલંકારાદિ ભોગ્ય પુદ્ગલ સામગ્રી આ જીવની નથી તેમાં “કાત્મતારાતિ' કરવી – મારાપણાની બુદ્ધિ કરવી તે પણ અવિદ્યા છે. હું અને મારું' એવી જે બુદ્ધિ, આ શરીર એ જ મારું છે અને શરીર એ જ હું છું, તે શરીરની પુષ્ટિવૃદ્ધિમાં હું પુષ્ટ થયો, આગળ વધ્યો, મેં વિકાસ સાધ્યો, આવી જે ખ્યાતિ, આવું જ કહેવુંમાનવું અથવા આવું જે જ્ઞાન, તેમાં જ રમણતા કરવી તે સઘળી અવિદ્યા કહેવાય છે. શરીરાદિ સર્વે પણ ભોગસામગ્રી પુગલદ્રવ્યની બનેલી છે. જીવદ્રવ્યની બનેલી નથી. ભવાન્તરથી સાથે આવતી નથી કે ભવાન્તરમાં લઈ જવાતી નથી. લાખો-કરોડોનું ધન, સાત સાત માળની મોટી હવેલીઓ, સેંકડો રૂપવતી સ્ત્રીઓ, રાજપાટ અને ચક્રવર્તીપણું મૂકીને જ જીવ ભવાન્તરમાં જાય છે. આ શરીર પણ માતાની કુક્ષિમાં આવ્યા પછી જીવે બનાવ્યું છે અને મૃત્યુ પામતાં અહીં જ રહે છે. તેથી આ જીવનું કંઈ જ નથી. છતાં તેમાં “આ મારું આ મારું - આવી જે બુદ્ધિ” તે અવિદ્યા કહેવાય છે. તેને જ ભ્રાન્તબુદ્ધિ-ભ્રાન્તિવાળી બુદ્ધિ કહેવાય છે.
પરંતુ શુદ્ધાત્મતત્ત્વમાં જે તત્ત્વબુદ્ધિ થાય છે તે જ વિદ્યા કહેવાય છે. શુદ્ધ આત્માનું રત્નત્રયીમય જે સ્વરૂપ છે તેમાં જ નિત્યતાની બુદ્ધિ, પવિત્રતાની બુદ્ધિ અને આત્મીયતાની જે બુદ્ધિ કરવી તે વિદ્યા કહેવાય છે. સદબુદ્ધિ પણ કહેવાય છે. કારણ કે સાચું તે જ છે. રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપ ભલે કર્મોથી અવરાયેલું હોય તો પણ આત્માની સાથે અનાદિનું છે અને અનંતકાળ રહેવાનું છે માટે નિત્ય છે. આત્માનું પોતાનું ગુણાત્મક નિર્મળ સ્વરૂપ છે માટે પવિત્ર છે અને આત્મામાં જ રહેલું છે, આત્મામાં જ રહેવાનું છે માટે આત્મીય છે. તેથી આવા શુદ્ધ સ્વરૂપને નિત્ય-પવિત્ર અને મારું માનવું તે જ સાચી વિદ્યા છે, સર્વિદ્યા છે.
___ अत्र नित्यत्वं तु उत्पादव्ययध्रुवरूपेऽपि अर्पितानर्पितप्रकारेण द्रव्यास्तिककुटस्थनित्यता ज्ञेया, इयं विद्या परमार्थसाधनपट्वी योगाचार्यैः-योगः-ज्ञानश्रद्धानचरणात्मकमोक्षोपायः, तस्य आचार्या:-तदाचरणकशलाः, तैः प्रकीर्तिता । अत्र भेदज्ञानं साधनम् । उक्तञ्चाध्यात्मबिन्दौ
ये यावन्तो ध्वस्तबन्धा अभूवन्, भेदज्ञानाभ्यास एवात्र मूलम् । नूनं येऽप्यध्वस्तबन्धा भ्रमन्ति, तत्राभेदज्ञानमेवेति विद्मः ॥
(જ્ઞાનામાવ પવીત્ર વીનમ્ III) સંસારવર્તી તમામ વસ્તુઓ દ્રવ્યાર્થિકનયથી (દ્રવ્ય સ્વરૂપે) અનાદિકાળથી છે અને અનંતકાલ રહેવાની છે માટે નિત્ય છે. છતાં પર્યાયાર્થિકનયથી (પર્યાયસ્વરૂપે) પ્રતિસમયે
Page #212
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૧૧
વસ્તુઓ પલટાય પણ છે માટે અનિત્ય પણ છે. અર્થાત્ સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય છે.
આ રીતે સર્વે પણ વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રુવસ્વભાવવાળી હોવા છતાં અહીં જે નિત્યત્વ કહેવામાં આવ્યું છે. તે એકનયની અર્પણા (પ્રધાનવિવક્ષા) અને બીજા નયની અનર્પણા (ગૌણવિવક્ષા) કરવાથી કહેલું છે તે માટે દ્રવ્યાર્થિકનયની અર્પણ કરવાથી કુટસ્થનિત્યત્વનું પ્રતિપાદન કરેલું છે. વિજળીના ચમકારાની જેમ ચાલી જનારી ભૌતિક સંપત્તિ આ જીવને મોહના ઉદયથી સદાકાળ રહેનારી અર્થાત્ કુટસ્થનિત્ય લાગે છે. એકાન્ત નિત્ય દેખાય છે.
- તત્ત્વબુદ્ધિસ્વરૂપ જે વિદ્યા છે તે જ આ વિદ્યા પરમાર્થ પદ (મુક્તિપદ)ને સાધવામાં સમર્થ છે. મોહના ઉદયજન્ય અવિદ્યા સંસારમાં પરિભ્રમણ કરાવનારી છે અને મોહના ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષયથી થયેલી તત્ત્વબુદ્ધિ મુક્તિપદ આપનારી છે એમ યોગાચાર્ય મહાત્મા પુરુષો વડે યોગના શાસ્ત્રોમાં કહેવાયું છે.
પ્રશ્ન :- “યોગાચાર્ય” કોને કહેવાય?
ઉત્તર :- જ્ઞાન, શ્રદ્ધાન (દર્શન) અને ચરણ (ચારિત્ર) આમ રત્નત્રયીસ્વરૂપ જે મોક્ષનો ઉપાય છે તેને યોગ કહેવાય છે. કારણ કે તે રત્નત્રયી જ આ જીવને મોક્ષની સાથે જોડે છે માટે રત્નત્રયી જ યોગ છે. તેવા શુદ્ધ, નિર્મળ યોગને આચરવામાં જે કુશલપુરુષો છે તે યોગાચાર્ય કહેવાય છે તેઓ દ્વારા આવું કહેવાયું છે કે તત્ત્વધી રૂપ વિદ્યા જ પરમાર્થપદ આપવામાં સમર્થ છે.
શરીર, ધન, પરિવાર આદિ તમામ પદાર્થોથી આત્મતત્ત્વ ભિન્ન પદાર્થ છે. આત્માનું તેમાં કંઈ છે જ નહીં. માત્ર એક ભવ પૂરતો સંયોગસંબંધ છે. તે પણ આખા ભવ સુધી રહે જ એવો નિયમ નથી. માટે તેનાથી આત્મતત્ત્વને ભિન્ન સમજીને આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું જોઈએ આનું નામ ભેદજ્ઞાન છે. આવા પ્રકારનું ભેદજ્ઞાન જ મુક્તિનું પરમ સાધન છે. મહોદયથી થયેલું અભેદજ્ઞાન (હું અને મારાપણાની બુદ્ધિ) સંસારમાં રખડાવનાર છે. અધ્યાત્મબિંદુ નામના ગ્રંથમાં કહ્યું છે કે “જે જે જીવો જેટલાં જેટલાં બંધનોનો ધ્વંસ કરનારા બન્યા છે તેમાં ભેદજ્ઞાન જ મૂલકારણ છે અને જે જે જીવો જેટલા જેટલા બંધનોનો ધ્વંસ નથી કરી શક્યા તેમાં આવા પ્રકારના ભેદજ્ઞાનનો અભાવ જ કારણ છે અર્થાત્ તેમાં અભેદજ્ઞાન જ કારણ છે. પરને પોતાનું માનવું તે અભેદજ્ઞાન. /૧
यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् । छलं लब्धं न शक्नोति, तस्य मोहमलिम्लुचः ॥२॥
Page #213
--------------------------------------------------------------------------
________________
વિદ્યાષ્ટક – ૧૪
જ્ઞાનસાર
ગાથાર્થ :- જે આત્મા પોતાના આત્માને નિત્ય અને પરપદાર્થના સમાગમને અનિત્ય સમજે છે. તે આત્મામાં મોહરૂપી ચોર પ્રવેશવા માટે છિદ્ર મેળવી શકતો નથી. ॥૨॥
૪૧૨
ટીકા :- ‘‘ય: પશ્યનિતિ'' ય:-આત્માર્થી આત્માનં નિત્ય-મા અન્નતિતસ્વરૂપ ‘“પયેત્’’-અવલોપેત્, પરસઙ્ગમં-શરીરવિ અનિત્ય-અધ્રુવં પશ્વેત, તસ્ય साधनोद्यतस्य मोहो-मौढ्यं मुह्यता- मिथ्यात्वादिभ्रान्तिरूपा, स एव मलिम्लुचः - तस्करः छलं-छिद्रं लब्धुं न शक्नोति न समर्थो भवति, इति अनेन यथार्थज्ञानवतो रागादयो न प्रवर्द्धन्ते, तस्यात्मा मोहाधीनः न भवति ॥२॥
--
વિવેચન :- જે આત્માર્થી જીવ પોતાના આત્માને નિત્ય સમજે છે. વૈકાલિક ધ્રુવતત્ત્વ છે. સદાકાળ અચલિતસ્વરૂપવાળો આ આત્મા છે. ભવોભવ પલટાય છે પણ દરેક ભવમાં આ આત્મા તેનો તે જ રહે છે. મોક્ષમાં પણ આ આત્મા અનંતકાળ રહે છે. તેનું મૂલસ્વરૂપ આત્મત્વ ક્યારેય ચલિત થતું નથી. એટલે કે દ્રવ્યાન્તર થતું નથી. આવું જે મહાત્મા પુરુષ જાણે છે તથા પરસંગમ એટલે શરીરાદિ પરપદાર્થોનો સંયોગ અનિત્ય છે. શરીર, ધન, પરિવાર, અલંકારાદિ વસ્તુઓ એક ભવમાં પણ કાયમ રહેતી નથી. દશકા ચડતી-પડતીના દરેકના આવે જ છે. એક ભવમાં શરીરાદિ કદાચ રહે તો પણ રોગ, શોક અને ભયોથી પીડિત હોય છે. પત્તાના મહેલની જેમ ખરી પડે છે. ઈન્દ્રધનુષ્યની જેમ બાજી બધી વિખેરાઈ જાય છે આવું જે મહાપુરુષ જાણે છે તે મહાત્મા ધ્રુવ એવા આત્મતત્ત્વની પ્રાપ્તિની સાધનામાં જ ઉદ્યમશીલ રહે છે. તેની જ તેઓને લગની લાગી હોય છે. પરદ્રવ્યનો મોહ જ મંદ થઈ ચૂક્યો હોય છે. આ કારણથી મિથ્યાત્વ, અવિરતિ અને રાગાદિ કષાયોવાળી પરિણતિરૂપ મોહ દશા અર્થાત્ મૂઢતા આવા જીવમાં પ્રવેશી શકતી નથી.
આવા પ્રકારની મોહાન્ધતા-મૂઢતારૂપી જે ચોર છે તે ચોરને આવા સાધક આત્મામાં પ્રવેશ કરવો છે, આત્મ-ધન ચોરવું છે, સમ્યગ્નાનાદિ ગુણોની લુંટ ચલાવવી છે પણ સાધક આત્મા સજાગ હોવાથી તેના ઘરમાં (તેના આત્મામાં) પ્રવેશવા માટે આ ચોરને કોઈ છિદ્ર મળતું નથી. તેથી પ્રવેશવા સમર્થ થતો નથી. આ કથનથી સમજવું કે યથાર્થ જ્ઞાનવાળા મહાત્માને રાગાદિ કષાયો વૃદ્ધિ પામતા નથી; તેનો આત્મા મોહરાજાને આધીન થતો નથી, તે જ્ઞાની મહાત્મા મોહરાજાને જિતે છે. આત્માનંદી બને છે. પણ મોહ તેમાં પ્રવેશી શકતો નથી. ॥૨॥
तरङ्गतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्यायेदभ्रवद् भङ्गुरं वपुः ॥३॥
Page #214
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૩ ગાથાર્થ - નિપુણ બુદ્ધિવાળા પુરુષે લક્ષ્મીને સમુદ્રના તરંગોની જેમ ચંચળ, આયુષ્યને વાયુની જેમ અસ્થિર અને શરીરને વાદળની જેમ ક્ષણભંગુર વિચારવું. (જેથી તે ત્રણે ઉપરનો મોહ દૂર થાય અને આત્મા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ બને). li૩ી
ટીકા - “તતિ" પ્રથીઃ-પુષ્ટવૃદ્ધ, નક્ષ્મી: તદ્રવ–નધિશ્નોત્તવત્ तरला-चपला तां तरङ्गतरलामस्थिरामनुध्यायेत्, आयुः-जीवितं वायुवद् अस्थिरंगत्वरं प्रतिसमयविनश्वरमध्यवसानादिविघ्नोपयुक्तम्, अनुध्यायेत्-चिन्तयेत् । वपुःशरीरं पुद्गलस्कन्धनिचितं अभ्रवद्भङ्गुरं-भङ्गशीलमनुध्यायेत्, इदञ्च यथार्थचिन्तनम् ।
| વિવેચન :- નિપુણ બુદ્ધિવાળા પુરુષે પ્રતિદિન મનમાં આવું ચિન્તન-મનન કરવું કે “લક્ષ્મી તરંગોની જેમ (સમુદ્રના કલ્લોલોની જેમ) તરલ અર્થાત્ ચપલ છે. ધનવાન માણસ નિધન થતો અને નિર્ધન માણસ ધનવાન થતો દેખાય છે. જેમાં સમુદ્રનાં મોજાં નાશવંત, ક્ષણભંગુર અને ચંચલ છે તેમ લક્ષ્મી પણ ક્યારે ચાલી જશે. તે કંઈ નિશ્ચિત નથી. તેથી તેનો મોહ કરવો વ્યર્થ છે. નાતરૂ કરનારી નારી જેવી છે. એક ઘરથી બીજા ઘરે જનારી છે. સમુદ્રના તરંગોની જેમ ચંચલ અસ્થિર છે.
આયુષ્ય એટલે જીવન, વાયુની જેમ અસ્થિર છે. ચાલ્યા જવાના સ્વભાવવાળું છે. પ્રત્યેક સમયે ક્ષણ-ક્ષણનું આયુષ્ય વિનાશ પામે છે. અચાનક જ્યારે સમાપ્ત થઈ જાય તે કંઈ કહી શકાતું નથી. અધ્યવસાય વગેરે સાત કારણો રૂપી વિનોથી તુટવાના સ્વભાવવાળું આયુષ્ય છે. બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે –
अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं झिज्जए आउं ॥३११॥
આઘાતાદિજનક વિચારોથી, વિષાદિ નિમિત્તોથી, આહારની હીનાધિકતાથી, અતિશય પીડા થવાથી, પર દ્વારા આઘાતાદિ થવાથી, સર્પાદિ ઝેરી પ્રાણીઓનો સ્પર્શ થવાથી અને શ્વાસોશ્વાસને રોકવાથી એમ સાત પ્રકારે આયુષ્ય ક્ષય થાય છે.
એફીડંટથી, હાર્ટફેલથી અચાનક મૃત્યુ પામતા લોકો આજે પણ દેખાય છે. માટે આયુષ્ય વાયુની જેમ અસ્થિર છે. તથા પુદ્ગલના સ્કંધોથી બનેલું આ શરીર વાદળની જેમ ક્ષણભંગુર છે. જેમ વાદળ વિખેરાય તેમ શરીર ક્યારે નાશ પામે તે કંઈ કહી શકાતું નથી. માટે શરીરનો પણ મોહ કરવો નિરર્થક છે. આ રીતે લક્ષ્મી આયુષ્ય અને શરીર અનિત્ય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
भावना च-स्वसम्पद्विमुक्तेन पृथ्वीकायस्कन्धाः सम्पद्रूपेण उपचरिता, न च ते सम्पत् । तथा जीवः ज्ञानदर्शनवीर्यसुखरूपैः भावप्राणैरेव जीवति, आयुर्जीवनं तु बाह्यप्राणसम्बन्धस्थितिहेतुः । तन्नात्मस्वरूपम् । तथा वर्णगन्धरसस्पर्शाचेतनशरीरोपचयश्च न स्वरूपम् । तदपि अस्थिरम् इत्येवमस्थिरे परभावे स्वात्मधर्मप्रध्वंसके कः प्रतिबन्धः ? तदर्थं च स्वगुणान् चेतनावीर्यादीन् कः परभावग्रहणोन्मुखान् करोति ? अतः आत्मनि आत्मगुणप्रवृत्तिरेव करणीया ॥३॥
૪૧૪
ભાવાર્થ આ પ્રમાણે છે કે - આત્મિક સંપત્તિનું જેને ભાન નથી એવા આત્મસંપત્તિથી રહિત જીવો વડે સોનું, રૂપું, હીરા, માણેક, મોતી ઈત્યાદિ જે પૃથ્વીકાય જીવોના શરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલસ્કંધો છે તે પોતાની સંપત્તિરૂપે માની લેવાયા છે. આ બધી સંપત્તિ મારી છે એમ મોહાન્ધ જીવે માની લીધું છે. પણ વાસ્તવિકપણે તે સંપત્તિ હે જીવ! તારી નથી, કારણ કે જીવની સાથે આવી નથી અને જીવની સાથે આવવાની નથી. ચડતી-પડતી આવે ત્યારે સમુદ્રના મોજાની જેમ લક્ષ્મી આવે છે અને ચાલી જાય છે. માટે તેને પોતાની સંપત્તિ માનવી તે મૂર્ખતા જ છે.
તથા આ જીવ જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ સ્વરૂપ જે ભાવપ્રાણો છે તેના વડે જ જીવન જીવે છે. કારણ કે આ ભાવપ્રાણો સર્વભવોમાં જીવની સાથે જ હોય છે અને મુક્તદશામાં પણ જીવના ગુણ હોવાથી સાથે જ હોય છે. આમ જીવની સાથે સહચારીધર્મો છે. આયુષ્ય રૂપ જે જીવન છે તે તો તે તે એક-વિવક્ષિત ભવમાં પ્રાપ્ત થયેલા ઈન્દ્રિયાદિ બાહ્યપ્રાણોના સંબંધને ટકાવી રાખવા માત્રમાં જ કારણ છે. આયુષ્ય હોય ત્યાં સુધી તે ભવના ઈન્દ્રિયાદિ પ્રાણો ટકે છે. પરંતુ તે આયુષ્ય એ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે તે કર્મ છે. બંધન છે. માટે જ આયુષ્ય વિના પણ મુક્તાવસ્થામાં જીવ અસ્તિત્વ ધરાવે છે પણ જ્ઞાનાદિ ભાવપ્રાણો વિના કોઈ જીવ અસ્તિત્વ ધરાવતો નથી.
તથા વર્ણ, ગંધ, ૨સ અને સ્પર્શવાળા અચેતન એવા શરીરની પ્રાપ્તિ તે પણ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે તે શરીર પણ અસ્થિર છે. શરીર નાશ પામી જાય છે પણ આત્મા નાશ પામતો નથી. શરીર વિના આત્મા હોય છે પણ આત્મા વિના શરીર શરીરરૂપે ટકતું નથી. શડન-પડન-વિધ્વંસન પામે છે. આ રીતે લક્ષ્મી-આયુષ્ય અને શરીર ઈત્યાદિ પરપદાર્થોના ભાવો અસ્થિર છે તથા તે પરભાવ પોતાના આત્માના ધર્મના વિનાશક છે. તેથી આવા
પ્રકારના અસ્થિર-ચંચળ આત્મતત્ત્વના નાશક એવા પરભાવમાં આટલો બધો પ્રતિબંધ (સંબંધપ્રેમ-મારાપણાનો પરિણામ) કેમ કરાય ? અર્થાત્ ન કરાય. તે માટે કયો ડાહ્યો માણસ
Page #216
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૫ પરભાવને ગ્રહણ કરવામાં પોતાના ગુણસ્વરૂપ ચેતના અને વીર્ય આદિને પ્રયત્નશીલ કરે ? અર્થાત્ કોઈ જ ડાહ્યો માણસ પોતાના ગુણોને પરભાવમાં ન જ જોડે. આ કારણથી ઉત્તમ આત્માએ પોતાના ગુણોની પ્રવૃત્તિ પોતાના આત્મામાં (આત્મતત્ત્વ પ્રાપ્ત કરવામાં) જ કરવી જોઈએ. લક્ષ્મી, શરીર અને આયુષ્યની મમતા ત્યજી દેવી જોઈએ.
પોતાના ગુણોને પોતાના આત્મતત્ત્વના વિકાસમાં જ જોડવા જોઈએ, પદ્ગલિક ભાવોમાં નહી એવો ઉપદેશ છે. ૩
शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसम्भवे । देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ॥४॥
ગાથાર્થ - પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરવામાં સમર્થ અને અપવિત્ર પદાર્થોથી બનેલા એવા શરીર ઉપર જલાદિથી પવિત્ર કરવાનો જે મોહ છે તે મોહાધ મનુષ્યનો દારૂણ ભ્રમ છે (ગાઢ અજ્ઞાનદશા છે). //૪
ટીકા - “જીવી પતિ” મૂઢ-શ્રી યથાર્થોપયોગરહિતી સ્ટેન્દ્રિયાતને जलादिना-पानीयमृत्तिकादिसङ्गेन शौचभ्रमः श्रोत्रियादीनां दारुणः-भयकृत् । यश्च जात्याऽशुचिः, स किं जलव्यूहैः शूचीभवति ? कथम्भूते देहे ? शुचीन्यपिकर्पूरादीन्यपि अशुचीकर्तुं-मलीकर्तुं समर्थे देहसङ्गाद् मलयजविलेपनादयोऽप्यशुचीभवन्ति । पुनः कथम्भूते देहे ? अशुचिसम्भवे अशुचि-आर्तवं मातुः रक्तम्, पितुः शुक्रम्, तेन सम्भवः-उत्पत्तिः यस्य स तस्मिन् । उक्तञ्च भवभावनायाम् -
વિવેચન :- સાત ધાતુનું બનેલું જે આ શરીર છે તે પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરવાને સમર્થ છે તથા અપવિત્ર વસ્તુઓથી જ બનેલું છે. તેથી પાણી, માટી, સાબુ અને તૈલાદિ વડે આવા શરીરમાં પવિત્રતા લાવવાની મોહાલ્વ જીવોની જે બુદ્ધિ છે તે દારૂણ ભ્રમમાત્ર છે. મોહથી કલ્પના માત્ર છે.
અસ્થિ, મેદ, રુધિર, વીર્ય ઈત્યાદિ અપવિત્ર વસ્તુઓથી તો આ શરીર બનેલું છે. અપવિત્ર પદાર્થોનો ભંડાર જ છે. અર્થાત્ ઉકરડો માત્ર છે. ફક્ત ઉપર ઉપર જ રૂપાળી ચામડી રૂપી મખમલ મઢેલું છે. શરીરના એક એક છિદ્રમાંથી નીકળતી વસ્તુઓ જોવી, ચાખવી કે સુંઘવી ગમતી નથી આવું ગંદકીનું ઘર છે.
વળી તે શરીરની સાથે જે જે પદાર્થોનો યોગ કરીએ તે તે પદાર્થો પવિત્ર હોય તો પણ શરીરના સંયોગમાત્રથી જ અપવિત્ર બની જાય છે. જેમ કે “મોદકાદિ કોઈપણ મિષ્ટાન
Page #217
--------------------------------------------------------------------------
________________
૪૧૬ વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર સુંદર બનાવ્યું હોય, થાળ આદિમાં પડ્યું હોય ત્યારે સુગંધિત અને દર્શનીય લાગતું હોય, પણ તેમાંથી એક ટુકડો મુખમાં મુક્યા પછી કદાચ કોઈ કારણસર બહાર કાઢવામાં આવે તો તે ટુકડો એવો થઈ જાય છે કે ફરીથી ખાવો ન ગમે અને દેખવો પણ ન ગમે, શરીરનો સ્પર્શ પવિત્ર ટુકડાને ક્ષણવારમાં અપવિત્ર કરે છે. આજે ધારણ કરેલું વસ્ત્ર શરીરના સ્પર્શથી બીજા દિવસે મેલું થઈ જાય છે. કર્પરાદિ પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. આવું શરીર છે. શરીરનો સ્વભાવ પવિત્રને પણ અપવિત્ર કરવાનો છે.
તથા માતાના શરીરનું રુધિર અને પિતાના શરીરનું વીર્ય આમ બને ધાતુઓ દુર્ગધવાળી અને અપવિત્ર છે. તેનાથી જ આ શરીર બનેલું છે. આવા શરીરને પાણીથી વારંવાર ધોઈને, માટી-વિલેપન, સાબુ, શેમ્પ ઈત્યાદિ પદાર્થો વડે પવિત્ર કરવાનો જે મોહ છે તે ભ્રમ માત્ર છે. જે કોલસો અથવા કાગડો જાતે કાળો છે, તેને દૂધાદિ સફેદ વસ્તુઓ વડે સેંકડોવાર નવરાવવામાં આવે તો પણ તે કોલસો અથવા કાગડો સફેદ થતો નથી. તેમ શરીર માટે પણ સમજવું. જે શરીર સ્વયં પોતે અપવિત્ર છે. પવિત્રને પણ અપવિત્ર કરવા સમર્થ છે અને અપવિત્ર પદાર્થોમાંથી ઉત્પન્ન થયેલું છે તેને પાણી-સાબુ આદિથી પવિત્ર કરવાનો જે મોહ છે તે ભયંકર ભ્રમમાત્ર જ છે.
ટીકાના પદોનો અર્થ આ પ્રમાણે છે - યથાર્થ ઉપયોગ વિનાના અજ્ઞાની મૂઢ જીવનો ઈન્દ્રિયોના આધારભૂત એવા દેહને વિષે પાણી, માટી આદિ પદાર્થો વડે પવિત્ર કરવાનો બ્રાહ્મણ વગેરે સામાન્ય લોકોનો જે ભ્રમ છે તે દારૂણ છે અર્થાત્ ભયંકર છે. કેમે કરી સમજાવવા છતાં સમજતા જ નથી કે જે શરીર પોતાની જાતે અપવિત્ર છે, તે જલસમૂહ વડે શું પવિત્ર થઈ શકે છે? અર્થાત પવિત્ર થઈ શકતું નથી.
વળી તે દેહ કેવો છે? પવિત્ર એવા કર્પરાદિને પણ અપવિત્ર કરવાને સમર્થ છે મલીન કરવાને સમર્થ છે. આ શરીરના સંગથી ચંદનના વિલેપન વગેરે પણ અપવિત્ર બની જાય છે. વળી આ શરીર કેવું છે? અપવિત્ર વસ્તુઓથી ઉત્પન્ન થયેલું છે. માતાનું આર્તવ (રુધિર) અને પિતાનું શુક્ર (વીય), તેનાથી છે ઉત્પત્તિ જેની એવું આ શરીર છે, તેમાં જલાદિ દ્વારા પવિત્ર કરવાનો પરિણામ એ દારુણ મોહમાત્ર છે, મૂઢતા જ છે. ભવભાવના નામના ગ્રન્થમાં કહ્યું છે કે –
सुक्कं पिऊणो माऊए, सोणियं तदुभयपि संसटुं । तप्पढमयाए जीवो, आहारइ तत्थ उप्पन्नो ॥२५४॥
Page #218
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૭ को (युकाइ) कागसुणयभक्खे, किमिकुलवासे य वाहिखित्ते य । देहम्मि मच्चुविहुरे, सुसाणठाणे य पडिबन्धो ॥४२१॥
अतोऽस्थिरेऽपवित्रे औपाधिके अभिनवकर्मबन्धकारणे द्रव्यभावाधिकरणे कः સંસ્કાર: ? ઝll
પિતાનું શુક્ર (વીર્ય) અને માતાનું શોણિત (રુધિર) આ બન્ને ધાતુઓ પરસ્પર સંસર્ગિત થાય, ત્યારે ત્યાં ઉત્પન્ન થયેલો જીવ પ્રથમ તો તે જ અપવિત્ર વસ્તુઓનો આહાર કરે છે. આ રીતે અપવિત્ર વસ્તુઓથી શરીર બનેલું છે. એમ સિદ્ધ થાય છે.
તથા (જુ વગેરે ક્ષુદ્રપ્રાણીઓનું અને) કાગડા તથા કુતરાનું જ ભણ્ય, ચરમ અને કીડાઓથી જ વ્યાપ્ત, રોગોના ઘરરૂપ, મૃત્યુના કારણે આકુળવ્યાકુલ અને સ્મશાનતુલ્ય એવા આ શરીરને વિષે આટલી બધી આસક્તિ કેમ ? ૨૫૪-૪૨૧/
આ કારણથી અસ્થિર, અપવિત્ર, ઉપાધિઓથી ઘેરાયેલું અને નવા નવા કર્મબંધોનું જે કારણ છે તેવા તથા દ્રવ્ય અને ભાવનું અધિકરણ એવા શરીરને વિષે જલાદિ દ્વારા પવિત્રતા કરવાનો જે સંસ્કાર છે તે શું કામનો છે? અર્થાત્ નિરર્થક છે. જો
अथ देहे आत्मत्वारोपोऽपि बहिरात्मदोषौघः, अतस्तन्निवार्य स्वरूपे आत्मनः पावित्र्यं करणीयम् । तदुपदिशति -
શરીરને વિષે પોતાનાપણાનો જે આરોપ છે તે પણ બહિરાત્મ દશાના દોષોના જ પરિણામરૂપ છે. આ કારણથી તેનું નિવારણ કરીને આત્મસ્વરૂપમાં જ પોતાની પવિત્રતા કરવી જોઈએ તે માટે કહે છે કે –
यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः ॥५॥
ગાથાર્થ - સમતા રૂપી કુંડમાં સ્નાન કરીને, પાપથી ઉત્પન્ન થયેલા મેલનો ત્યાગ કરીને જે ફરીથી ક્યારેય મલિનતાને પામતો નથી તે અંતરાત્મા પરમ પવિત્ર છે. //પી
ટીકા :- “ઃ નીતિ” : સન્તરંભિા રેહાટુ મનાત્મજ્ઞાની-સ્વાવિવે પર:-પ્રષ્ટઃ રિ-પવિત્ર: સેય: યઃ પુરુષ:, સમતા-મરવક્તદિષ્ટતા, તરૂપે સુઇ स्नात्वा कश्मलजं-पापोत्पन्नं मलं हित्वा पुनः मालिन्यं न याति, न प्राप्नोति सम्यक्त्व
Page #219
--------------------------------------------------------------------------
________________
૪૧૮
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
भावितात्मा परमः शुचिः, "बन्धेण न वोलइ कयावि" इति वचनात् सम्यग्दृष्टिरनेनांशेन स्नातकः न पुनः उत्कृष्टां स्थितिं बध्नाति, एतदेव सहजं पवित्रत्वम् ॥५॥
વિવેચન :- દેહથી આત્મા ભિન્ન છે એવા ભેદજ્ઞાનવાળો, સ્વ-પરના વિવેકવાળો તે અંતરાત્મા જ પરમ પવિત્ર છે કે જે સમતાભાવ (રાગ-દ્વેષ વિનાની અવસ્થા એટલે સમભાવ) રૂપી કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મેલનો ત્યાગ કરીને એવી નિર્મળ અવસ્થાને પામે છે કે જે ક્યારેય ફરીથી મલિનતાને પ્રાપ્ત કરતો નથી એવો સમ્યક્ત્વગુણથી વાસિત થયેલો આત્મા જ પરમપવિત્ર આત્મા છે.
આવો સમ્યગ્દષ્ટિ આત્મા સ્થિતિબંધનું ક્યારે પણ ઉલ્લંઘન કરતો નથી અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મોની અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક ૨૦-૩૦-૪૦-૭૦ કોડાકોડી
સાગરોપમ જેવી ઉત્કૃષ્ટસ્થિતિ આ જીવ ક્યારે પણ બાંધતો નથી. એટલા અંશે આ સમ્યગ્દષ્ટિ આત્મા સ્નાતક (પરમ પવિત્ર) બન્યો છે. ફરીથી ક્યારેય ઉત્કૃષ્ટ સ્થિતિવાળું કર્મ બાંધતો નથી એ જ તેનું સ્વાભાવિક અને સાચું પવિત્રપણું છે.
આ શરીર મલીન ધાતુઓનું બનેલું છે. મલીન પદાર્થોથી ઉત્પન્ન થયેલું છે. તમામ છિદ્રોમાંથી અશુચિ વહ્યા જ કરે છે. તેને સ્પર્શેલો પવિત્ર પદાર્થ પણ અપવિત્ર થઈ જાય છે. માટે દેહને જલાદિથી પવિત્ર કરવાની જે બુદ્ધિ છે તે મિથ્યાભ્રમ માત્ર જ છે. શરીરને ગમે તેટલું પવિત્ર કરો તો પણ ગંદકીનો ઉકરડો જ હોવાથી તે પવિત્ર બનવાનું જ નથી વાસ્તવિક તો આત્માને જ પવિત્ર કરવાનો છે અને તે થઈ શકે તેમ છે. રાગ-દ્વેષ વિનાની સમભાવવાળી અવસ્થા રૂપ સમતાના કુંડમાં સ્નાન કરવાનું છે અને બાંધેલા પાપો રૂપી મેલનો નાશ કરવાનો છે. તેનાથી આ આત્મા એવો શુદ્ધ-બુદ્ધ-પવિત્ર બને છે કે ફરીથી
ક્યારેય પણ મલીનતાને પામતો નથી. આમ આત્મા મોહોદયથી અપવિત્ર બન્યો છે અને મોહાદિ વિકારોનો નાશ કરતાં આત્મા પવિત્ર બની શકે છે અને તે જ સાચી પવિત્રતા છે. પા
આત્મવોધો નવ: (નવ:) પાશો, વેધનાવિયું । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धाय जायते ॥६॥
ગાથાર્થ :- હે ભવ્યજીવો ? આત્મજ્ઞાન એ તમારા બંધનો હેતુ નથી, અર્થાત્ દેહ, ગેહ અને ધનાદિને વિષે પોતાપણાના પરિણામ રૂપ જાળ પદાર્થોના બંધનો હેતુ બનતો નથી પણ તેઓને વિષે (દેહાદિને વિષે) આત્મા વડે નંખાયેલો (કલ્પાયેલો) આ પાશ પોતાના જ બંધનને માટે થાય છે. દા
Page #220
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૯ અથવા દેહ, ગેહ અને ધનાદિને વિષે મારાપણાના પરિણામ રૂપ રાગાદિ ભાવવાળો આ પાશ (જાળ) કોઈ નવો (અપૂર્વ) છે કે જે પાશ આત્મા વડે દેહાદિને વિષે નખાયો હોય તો પણ તેના બંધન માટે ન થતાં પોતાના બંધનને માટે જ થાય છે. દા.
ટીકા :- “માત્મવોઇ તિ" માં ભવ્ય ! વ:-ચુમ્બવિ માત્મવોઃ-આત્મજ્ઞાન न पाश:-न बन्धहेतुः । तेषु देहगृह(गेह)धनादिषु यः आत्मना क्षिप्तः स पाश:रागपरिणामः स्वस्य आत्मनः एव बन्धाय जायते इत्यनेन देहगृहादिषु यः रक्तः सः सर्वः भवपाशैः बध्यते । स्वस्य बन्धहेतुः इत्यनेन परभावाः रागादयः आत्मनः વસ્થવૃદ્ધિહેતવ: Hદ્દા.
વિવેચન - હે ભવ્યજીવો! તમને થયેલું આત્મજ્ઞાન એ પાશરૂપ બનતું નથી, જે જે આત્માને આત્મતત્ત્વનું ભાન થયું છે તે ભાન કર્મબંધનો હેતુ બનતું નથી. પરંતુ દેહ (શરીર) ગેહ (ઘર) અને ધનાદિ ભૌતિક સામગ્રી ઉપર આ આત્મા વડે કરાયેલો રાગાત્મક પરિણામ રૂપ જે પાશ છે તે નખાય છે એટલે કરાય છે દેહાદિ ઉપર, પણ પોતાના આત્માના બંધનું જ કારણ બને છે. સંસારમાં જે જાળ જેના ઉપર નખાય તેના બંધનો હેતુ બને, મચ્છીમાર મત્સ્ય ઉપર જાળ નાખે તો મત્સ્ય તેમાં બંધાય. અહીં તેથી ઉલટું છે. જાળ નખાય છે દેહાદિ ઉપર, પણ દેહાદિ બંધાતાં નથી પણ મોહના કારણે જાળ નાખનાર આત્મા જ કર્મોથી બંધાય છે. તેથી દેહ, ગેહ અને ધનાદિમાં જે અતિશય રાગી થઈને વર્તે છે. તે સર્વે પોતે જ ભવરૂપી પાશથી બંધાય છે. માટે આ રાગાદિના પરિણામો પોતાના જ બંધના હેતુ બને છે. તેથી શાસ્ત્રકાર-ભગવંતો જણાવે છે કે રાગ-દ્વેષ-મોહ ઈત્યાદિ વિભાવદશાના પરિણામો આત્માના જ બંધની વૃદ્ધિના હેતુઓ છે તે માટે સવિશેષપણે ત્યજવા લાયક છે.
હું અને મારું” આવા પરિણામો આ જીવ દેહાદિ ઉપર કરે છે. પરંતુ તેનાથી દેહાદિ બંધાતાં નથી પણ આ જીવ પોતે જ કર્મના બંધથી બંધાય છે. માટે આવા રાગાદિના પરિણામો કરવા જેવા નથી પણ છોડવા જેવા છે.
આ શ્લોકમાં મૂલમાં માત્મવોથો ન વ: પાશે આવો જે પાઠ છે તેનો ટીકાકારશ્રીએ : છૂટું પાડીને વ:-યુષ્મામ્ એવો અર્થ કર્યો છે. પરંતુ કોઈ કોઈ પ્રતોમાં નવ: શબ્દ સાથે છે તેથી એવો અર્થ પણ નીકળે છે કે દેહાદિને વિષે મારાપણાનો જે પરિણામ છે તે કોઈ અપૂર્વપાશ છે કે જે નખાય છે દેહાદિને વિષે અને બંધાય છે જીવ પોતે, આમ નવ: = અપૂર્વપાશ એવો અર્થ પણ જોવા મળે છે. જ્યારે ટીકાકારશ્રીએ કરેલા અર્થ પ્રમાણે ન a:-યુવમ્ આમ બન્ને પદો છુટાં લહીએ ત્યારે માત્મવોથો શબ્દનો અર્થ આત્મતત્ત્વનું
Page #221
--------------------------------------------------------------------------
________________
૪૨૦
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
જ્ઞાન એવો કરવો અને જ્યારે નવઃ સાથે લઈને અપૂર્વ અર્થ કરીએ ત્યારે આત્મવોધો શબ્દનો અર્થ “મારાપણાનો પરિણામ' આવો કરવો. જેથી બન્ને અર્થો યુક્તિથી સંગત થાય. ॥૬॥
मिथो युक्तपदार्थानामसङ्क्रमचमत्क्रिया । चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ॥७॥
ગાથાર્થ ઃ- પરસ્પર એકમેક થઈ ચૂકેલા આત્મા અને પુદ્ગલાદિ (શરીરાદિ) દ્રવ્યોનો અસંક્રમ (ભેદ) થવા રૂપ જે ચમત્કાર છે તે જ્ઞાનમાત્રના પરિણામવાળા વિદ્વાન પુરુષ વડે જ અનુભવાય છે. ના
ટીકા :- મિથો યુક્ત કૃતિ' મિથ:-પરસ્પર યુક્તાનાં મિલિતાનાં પવાર્થાનાંधर्मादीनामेकक्षेत्रावगाहिनां पुद्गलानाञ्च स्वक्षेत्रपरिणतानामसङ्क्रमचमत्क्रिया न सङ्क्रमः परस्परममीलनरूपः चमत्क्रिया- चमत्कारः, एकक्षेत्रावगाढा अपि न परस्परं व्यापका भवन्ति इत्यनेन स्वरूपतो भिन्ना एव, एषा चमत्क्रिया विदुषा एव अनुभूयतेपण्डितेनैव विभज्यते । कथम्भूतेन विदुषा ?
વિવેચન : - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ સર્વે દ્રવ્યો એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે. મિથોયુક્ત = પરસ્પર જોડાઈને રહેલાં છે. લોકાકાશના એકે એક પ્રદેશે પાંચે દ્રવ્યો સાથે રહેલાં છે. તો પણ જે “અસંક્રમ” છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્વરૂપે બનતું નથી. બીજું દ્રવ્ય ત્રીજા દ્રવ્ય સ્વરૂપે બનતું નથી. પરસ્પર સંક્રમ પામતાં નથી. આ એક ગજબ ચમત્કાર છે. પણ આ ચમત્કાર જ્ઞાનગુણમાં પરિણામ પામેલા વિદ્વાન પુરુષ વડે જ અનુભવાય છે. સામાન્ય માણસ આ ભેદ જાણી શકતો નથી.
ચૌદે રાજલોકના એક એક પ્રદેશે જ્યાં જ્યાં ધર્માસ્તિકાય છે. ત્યાં ત્યાં સર્વત્ર અધર્માસ્તિકાયદ્રવ્ય પણ છે જ. અનાદિ કાળથી સાથે છે અને અનંતકાળ સાથે રહેનાર છે. છતાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ અધર્માસ્તિકાય બનતો નથી અને અધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ ધર્માસ્તિકાય બનતો નથી. ભિન્ન જ રહે છે. તે જ રીતે જીવદ્રવ્ય અને શરીર સંબંધી પુદ્ગલદ્રવ્ય એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે. છતાં જીવ તે પુદ્ગલદ્રવ્ય બનતો નથી અને પુદ્ગલદ્રવ્ય તે જીવદ્રવ્યરૂપ બનતું નથી. પરસ્પર અમીલનરૂપ ચમત્કારાત્મક ક્રિયા છે. એક જ ક્ષેત્રમાં વ્યાપીને સાથે જ રહેલાં છે. તો પણ એકબીજામાં
Page #222
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક – ૧૪
૪૨૧
ભળી જઈને એકમેક રૂપે થઈ જતાં નથી. આ કારણથી સમજાય છે કે આ દ્રવ્યો સ્વભાવથી જ ભિન્ન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. શરીર અહીં જ રહેવાનું છે. જીવ ભવાન્તરયાયી છે. શરીર મૂર્ત છે. આત્મા અમૂર્ત છે.
આવા પ્રકારના ભેદને સમજવા રૂપ આ ચમક્રિયા વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે. જ્ઞાની પુરુષ જ આ ભેદને સમજી શકે છે. સામાન્ય માણસો તો શરીર એ જ હું છું અને હું એ જ શરીર છે. આમ અભેદ સમજીને શરીરના શણગારમાં, સુખમાં અને ટાપટીપમાં જ લયલીન થાય છે. જ્ઞાનીપુરુષ જ ભેદજ્ઞાનવાળા થયા છતા શરીર અને આત્માને ભિન્ન સમજીને શરીરની સેવા ગૌણ કરીને આત્મતત્ત્વમાં જોડાય છે. પરંતુ કેવા જ્ઞાની પુરુષો વડે આ ભેદ જાણી શકાય છે ? તે હવે સમજાવે છે.
चिन्मात्र परिणामेन - ज्ञानमात्रपरिणामेन ज्ञानमात्रबलेन इत्यनेन पञ्चास्तिकायानामेक क्षेत्रस्थितानां कैश्चित्साधारणगुणैः अगुरुलघ्वादिभिः तुल्यानामपि असाधारणगुणैः गतिस्थित्यवगाहहेतुताचेतनापूरणगलनादिलक्षणैश्च भेद एव । स्वाशुद्धग्राहकतागृहीतपुद्गलेष्वपि न स्वगुणसङ्क्रमः । नापि पुद्गलगुणसङ्क्रमः जीवे । एषा भेदचमत्क्रिया भिन्नद्रव्ये स्वद्रव्यगुणपर्यायाणामेकद्रव्यव्याप्यावस्थितानामाधाराधेयत्वेनाभेदरूपाणामपि स्वस्वधर्मपरिणतिरूपा भेदचमत्क्रिया ।
एवं द्रव्याद् द्रव्यस्य, गुणाद् गुणस्य पर्यायात्पर्यायस्य स्वभावस्य भेदलक्षणा चमत्क्रिया विदुषा पण्डितेनैव अनुभूयते । नान्येन द्रव्यानुयोगज्ञानविकलेन । उक्तञ्च सन्मतौ
જ્ઞાનમાત્રના પરિણામવાળા એટલે કે દ્રવ્યાનુયોગના જ્ઞાનના વિષયમાં જે રસિક પંડિતપુરુષો છે તેઓ વડે જ આ ભેદના ચમત્કારની ક્રિયા અનુભવાય છે. ચૌદરાજ પ્રમાણ
લોકાકાશમય એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે સાથે રહેલાં એવાં ધર્માસ્તિકાયાદિ પાંચે અસ્તિકાય દ્રવ્યોનો અગુરુલઘુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ ઈત્યાદિ (પાંચે દ્રવ્યોમાં ઘટી શકે તેવા) સાધારણ ગુણો વડે તુલ્યતા હોવા છતાં પણ ૧ ગતિસહાયકતા, ૨ સ્થિતિસહાયકતા, ૩ અવગાહસહાયકતા, ૪ ચેતનતા અને ૫ પૂરણગલનતા વગેરે સ્વરૂપ અસાધારણ ગુણો વડે ભેદ પણ છે જ. તેથી જીવ અને શરીર એકમેક થઈને રહ્યાં છે. એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે તો પણ ચૈતન્યાદિ ગુણવાળું જે દ્રવ્ય છે તે જીવ છે અને પૂરણ-ગલન ગુણવાળું જે દ્રવ્ય છે તે પુદ્ગલાત્મક શરીરદ્રવ્ય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૪૨૨ વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર આ કારણથી જ શરીર એ જડ છે, આત્મા એ ચેતન છે, શરીર અહીં જ રહેનારું છે, ચેતન પરભવયાયી છે. શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. આમ શરીર અને આત્માનો ભેદ છે પણ તે ભેદ દ્રવ્યાનુયોગના જ્ઞાની વડે જ અનુભવાય છે. મોહના ઉદયથી પોતાના આત્મામાં આવેલો જે અશુદ્ધ એવો ગ્રાહકતા પરિણામ, તેના વડે ગ્રહણ કરાયેલાં શારીરિકાદિ પુદ્ગલ દ્રવ્યો આત્માની સાથે એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ પરસ્પર ગુણોનો સંક્રમ થતો નથી. જીવના ગુણો શારીરિક પુદ્ગલોમાં આવતા નથી અને પુદ્ગલદ્રવ્યના ગુણો જીવદ્રવ્યમાં આવતા નથી. આવો જે પારમાર્થિક ભેદ છે, તે ચમત્કાર સર્જે તેવી ક્રિયા છે. એક જ ક્ષેત્રમાં સાથે રહેવું, એકમેક થઈને રહેવું, છતાં અન્ય દ્રવ્યથી ભિન્ન જ રહેવું તે એક આશ્ચર્ય ઉપજે એવો ચમત્કાર છે.
કોઈપણ વિવક્ષિત એક દ્રવ્યમાં વ્યાપીને રહેલા અને આધાર-આધેયભાવે અભેદ સ્વરૂપે રહેલા એવા પણ સ્વદ્રવ્યનું, સ્વગુણોનું અને સ્વપર્યાયોનું પોતપોતાના ધર્મરૂપે જ પરિણામ પામવું (પણ એકક્ષેત્રાવગાહી હોવા છતાં પરદ્રવ્ય રૂપે પરિણામ ન પામવું) એ સ્વરૂપ જે ભેદ છે તે ચમત્કાર ઉપજાવે તેવી ક્રિયા છે. આ પ્રમાણે ધર્મ-અધર્મ-આકાશશારીરિકાદિ પુલો અને જીવદ્રવ્યનો એક ગુણથી બીજા ગુણનો અને એક પર્યાયથી બીજા પર્યાયનો જે સ્વભાવ છે, તે સ્વભાવોમાં જે ભેદ છે, તે ભેદ લક્ષણવાળી ચમત્કારની ક્રિયા દ્રવ્યાનુયોગના અભ્યાસવાળા પંડિતપુરુષ વડે જ અનુભવાય છે. પરંતુ દ્રવ્યાનુયોગના અભ્યાસ વિનાના અન્ય વ્યક્તિ વડે આ ભેદ ચમલ્કિયા અનુભવી શકાતી નથી. સન્મતિ પ્રકરણ નામના ગ્રન્થમાં કહ્યું છે કે -
अण्णोण्णाणुगयाणं, इमं च तं च त्ति विभयणमजुत्तं । जह दुद्धपाणियाणं, जावन्त विसेसपज्जाया ॥४७॥
(સન્મતિપ્રશRUL U-૧, મથા-૪૭) जं दव्वखित्तकाले, एगत्ताणं पि भावधम्माणं । सुअनाणकारणेणं, भेए नाणं तु सा विज्जा ॥१॥
રૂતિ મિપૂઃ | द्रव्यानुयोगलीनानामाधाकर्मादिदोषमुख्यत्वं न, तथा च-भगवत्यङ्गे"समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभेमाणे किं कज्जई ? गोयमा ! बहुतरा से નિઝર વિરડું, ખેતરે પાવે મે ” (શતક-૮, ઉદ્દેશ-૬, સૂત્ર-૩૩૨)
Page #224
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૨૩ तवृत्तिः-इह च केचित् मन्यन्ते-असंस्तरणादिकारणे एवाप्रासुकादिदाने बहुतरा निर्जरा भवति, नाकारणम् । यत उक्तम्
संथरणम्मि असुद्धं, दोण्हवि गेण्हंतदितयाणऽहिअं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥१॥
(બૃહત્કલ્પભાષ્ય ગાથા-૧૬૦૮) અરસપરસ એકમેક થયેલા બે દ્રવ્યોની અંદર “આ અને તે” એવો વિભાગ કરવો તે અનુચિત છે. દૂધ અને પાણીની જેમ. જીવ અને કર્મપ્રદેશોમાં જેટલા વિશેષ વિશેષ પર્યાયો (ધ) છે તે ભિન્ન-ભિન્ન દ્રવ્યના છે. છતાં એકમેકતાના કારણે કોઈ એકના કહેવાતા નથી. ૪૭થી
દ્રવ્ય-ક્ષેત્ર અને કાલથી એકમેક થયેલા દ્રવ્યોમાં રહેલા ભાવધર્મોના ભેદને વિષે શ્રુતજ્ઞાનના કારણે જે જ્ઞાન (ભેદજ્ઞાન) પ્રાપ્ત થાય છે તેને વિદ્યા કહેવાય છે.
દ્રવ્યાનુયોગના અભ્યાસમાં લીન થયેલા મહાત્માઓને આધાકર્માદિ દોષયુક્ત આહારના દોષો લાગતા નથી. દ્રવ્યાનુયોગના અભ્યાસનો એવો પ્રભાવ છે કે જેના અભ્યાસથી આ જીવ સંવેગ-નિર્વેદ પરિણામી થાય છે, વૈરાગ્યવાસિત બને છે. સંસારી કોઈપણ ભાવોમાં બીનરસિકતા ઉપજે છે. પાંચ ઈન્દ્રિયજન્ય સુખોમાંથી મન ઉઠી જાય છે. તેથી હૃદયમાં આસક્તિભાવ ન હોવાથી આધાકર્માદિ દોષો લાગતા નથી. (અતિચાર માત્ર લાગે છે પણ વ્રતભંગ થતો નથી.) ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે –
હે ભગવાન્ ! તેવા પ્રકારના દ્રવ્યાનુયોગના અભ્યાસી એવા શ્રમણ-શ્રમણીને અથવા માહણને અપ્રાસુક (દોષિત) અથવા અનેષણીય (ન કલ્પે તેવો) આહાર વહોરાવતા શ્રમણોપાસકને શું થાય ? (કર્મબંધ થાય કે કર્મનિર્જરા થાય ?). હે ગૌતમ ! તેવા શ્રમણોપાસકને કર્મોની ઘણી નિર્જરા થાય છે અને અલ્પતર બંધ થાય છે.” તેની ટીકામાં આમ કહ્યું છે કે “અસંતરણાદિ કાળ હોય તો એટલે કે દોષિત આહારની લેવડ-દેવડ વિના બીજો કોઈ ઉપાય ન હોય તો જ દોષિત આહારાદિના દાનમાં બહુતર-નિર્જરા સમજવી પરંતુ કારણ વિના જો આધાકર્માદિ દોષવાળો આહાર આપે તો બહુતર-નિર્જરા થતી નથી. જે કારણથી બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે -
પ્રાસુક (નિર્દોષ) અને એષણીય (કલ્પે તેવો શુદ્ધ) આહાર મળે તેમ હોય છતાં કોઈ શ્રાવક અશુદ્ધ આહાર આપે અને સાધુ અશુદ્ધ આહાર ગ્રહણ કરે તો આપનાર અને
Page #225
--------------------------------------------------------------------------
________________
૪૨૪
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
લેનાર એમ બન્નેનું અહિત-અકલ્યાણ થાય. પણ જો અસંસ્તરણાવસ્થા હોય તો રોગીને અપાતા ઔષધની જેમ તે જ અશુદ્ધ આહાર હિતકારી જાણવો. આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે. ગાથા ૧૬૦૮ ।
अन्ये त्वाहुकारणेऽपि गुणवत्पात्रायाप्रासुकादिदाने परिणामवशात् बहुतरा निर्जरा भवति, अल्पतरं च पापं कर्म इति । निर्विशेषणत्वात् सूत्रस्य, परिणामस्य च प्रामाण्यात् । आह
-
परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । परिणामिअं पमाणं, निच्छयमवलम्बमाणाणं ॥७६१ ॥
(ઓઘનિયુક્તિ ગાથા-૭૬૧)
રૂત્યૂહમ્ । પુનઃ
चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, णिच्छयसुद्धं न जाणन्ति ॥६७॥
(સન્મતિપ્રકરણ કાણ્ડ-૩, ગાથા-૬૭)
।
अहागडाई भुंजंति, अण्णमणे सकम् उवलित्ते ति जाणिज्जा, अणुवलित्ते ति वा पुणो ॥८॥
एतेहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥९॥
(સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, ગાથા-૮-૯)
इति द्वितीयाङ्गे २१ अध्ययने ( द्वितीयश्रुतस्कन्धे पञ्चमाध्ययने ) इत्यादि गीतार्थस्याकल्प्यं कल्प्यम्, एषा लब्धिः तत्त्वज्ञानवतामेव ॥७॥
વળી બીજા આચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે કે - કદાચ આવું ગાઢ કારણ ન હોય તો પણ એટલે કે માંદગી-શરીરની પ્રતિકૂળતા કે રોગાદિનાં કારણો ન હોય અને સુખે સુખે સંયમયાત્રા સાચવી શકે તેમ હોય તો પણ જો ગુણવાન પાત્ર હોય તો તેના ગુણોથી આકર્ષાઈને તેમનામાં ગુણોની વધારે વૃદ્ધિ થાય એવા શુભ પરિણામના વશથી દોષત આહાર કદાચ કોઈ ગૃહસ્થ આપે તો તે ગૃહસ્થને કર્મોની ઘણા પ્રમાણમાં નિર્જરા થાય છે અને અલ્પપ્રમાણમાં પાપકર્મોનો બંધ થાય છે. સૂત્રમાં કહેલું કથન હંમેશાં નિર્વિશેષપણે (સામાન્યપણે) જ હોય
Page #226
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૨૫
છે. વક્તાએ જ તેનો વિશેષ અર્થ કરવો જોઈએ. આપનારના અને આહાર લેનારના પરિણામવિશેષ જ બંધના અને નિર્જરાના કારણ બને છે. માટે પરિણામવિશેષ જ વધારે પ્રમાણ છે.
ઓઘનિયુક્તિમાં કહ્યું છે કે - પ્રાપ્ત કર્યો છે ગણિપિટકમાં (દ્વાદશાંગીમાં) આવેલો સાર જેઓએ એવા તથા નિશ્ચયનયનું અવલંબન લેનારા ઋષિ-મુનિઓનું આ જ પરમ રહસ્ય છે કે “આત્માના શુભાશુભ પરિણામ એ જ પ્રમાણ છે.” મહર્ષિ પુરુષોનાં આવાં વચનો ચિંતન કરવા જેવાં છે.
ચારિત્ર સારું પાળતા હોય, ક્રિયા સારી કરતા હોય, પણ સ્વશાસ્ત્રોમાં (જૈનાગમોમાં) અને પરશાસ્ત્રોમાં (અન્ય-આગમોમાં) શું કહ્યું છે ? તે જાણવાનો ત્યજી દીધો છે વ્યાપાર જેઓએ એવા સાધુ-સંતો ચારિત્ર અને ક્રિયાના નિશ્ચયથી શુદ્ધ એવા સારને જાણતા પણ નથી. આ પ્રમાણે સન્મતિપ્રકરણના ત્રીજા કાંડની ૬૭ મી ગાથામાં કહ્યું છે. વળી સૂત્રકૃતાંગ નામના બીજા આગમના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં સૂત્ર ૮-૯ માં કહ્યું છે કે -
જે સાધુમહાત્માઓ આધાકર્માદિ દોષ પૂર્વકનો આહાર ગ્રહણ કરે છે. તે સાધુમહાત્માઓ કર્મની સાથે પરસ્પર બંધાય છે એમ પણ ન કહેવું. તથા કર્મની સાથે પરસ્પર બંધાતા નથી એમ પણ ન કહેવું. કારણ કે આ બન્ને સ્થાનોથી વ્યવહાર થઈ શકતો નથી. જો આ બન્ને સ્થાનોમાંના કોઈ એક સ્થાનથી વ્યવહાર કરીએ તો (એટલે કે કર્મો બંધાય જ છે આમ માનીએ તો અથવા કર્મો નથી જ બંધાતાં આમ જો માનીએ તો) તે અનાચાર જ જાણવો; કારણ કે શાસ્ત્રના ઉપદેશને ઉલ્લંઘીને આહારાદિની આસક્તિથી જો આહારાદિ કરે તો અવશ્ય કર્મ બંધાય જ છે. માટે “નથી જ બંધાતાં” આવું ન કહેવું, તથા શ્રુતના ઉપદેશને અનુસારે આહારાદિની આસક્તિ વિના જો તેનો ઉપયોગ કરે તો તે જીવ કર્મોથી બંધાતો નથી માટે “બંધાય જ છે” આમ પણ ન કહેવું. સારાંશ કે “પરિણામની ધારા' જ વાસ્તવિક પ્રમાણભૂત છે. આ રીતે શાસ્ત્રોના પાઠો જોતાં ગીતાર્થ મહાત્માને અકલ્પ્ય વસ્તુ પણ કલ્પ્ય બને છે અને કલ્પ્ય વસ્તુ પણ અકલ્પ્ય બને છે. આવી લબ્ધિ તત્ત્વજ્ઞાનવાળા મહાત્મા પુરુષોને જ હોય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયી આત્માને ગુણોનો લાભ થાય તેમ હોય તો અકલ્પ્ય વસ્તુ પણ કલ્પ્ય બને છે અને આત્માને ગુણોનું નુકશાન થાય તેમ હોય તો ક્લ્ય વસ્તુ પણ અકલ્પ્ય બને છે. આ પ્રમાણે જીવ અને કર્મનો તથા જીવ અને શરીરનો માત્ર સંયોગ સંબંધ જ છે. ઔપચારિક સંબંધ છે તાત્ત્વિક સંબંધ નથી વાસ્તવિક બન્ને દ્રવ્યો ભિન્ન છે. Iણા
Page #227
--------------------------------------------------------------------------
________________
૪૨૬
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥८॥
ગાથાર્થ - યોગી પુરુષો વિદ્યા રૂપી અંજનથી સ્પર્શ કરાયેલી નિર્મળ દૃષ્ટિ વડે અવિદ્યા રૂપી અંધકારનો નાશ કરાયે છતે પોતાના આત્મામાં જ પરમાત્મપણું દેખે છે. Iટા,
"अविद्या इति" एव हि निश्चये, योगिनः-समाधिदशावस्थाप्रवृत्तचक्रयोगिनः आत्मनि एव-स्वात्मनि एव, परमात्मानम-उत्कष्टनिष्पन्नसिद्धात्मानं पश्यन्ति-आत्मनि परमात्मत्वं निर्धारयन्ति । कया ? “विद्याञ्जनस्पृशा दृशा" विद्या-तत्त्वबुद्धिरूपा अञ्जनस्पृशा दृशा-चक्षुषा, क्व सति ? अविद्या-अज्ञानं अबोधः अयथार्थोपयोगो वा, तदेव तिमिरं, तस्य ध्वंसः, तस्मिन्, इत्यनेन मिथ्यात्वतिमिरध्वंसे जाते सम्यग्दृष्टयः आत्मानमात्मनि पश्यन्ति ।
अत एव अनेकोपयोगेन श्रुताभ्यासेन आत्मस्वरूपोपलम्भाय तत्त्वपरीक्षणाय यतितव्यम् । यथार्थमात्मस्वरूपपरिज्ञानं विद्या परमोपकारिणी इति ज्ञेयम् ॥८॥
શ્લોકના ચોથા ચરણમાં લખેલા પૂર્વ અને દિ શબ્દો નિશ્ચય અર્થમાં છે. સમાધિવાળી અવસ્થાને પામેલા એટલે કે સમતાભાવથી યુક્ત એવા પ્રવૃત્તચક્ર યોગીઓ પોતાના આત્મામાં જ પરમાત્માપણું એટલે કે ઉત્કૃષ્ટ અવસ્થાને પામેલી સિદ્ધ અવસ્થાવાળાપણું દેખે છે. આત્મામાં જ પરમાત્માપણું છે આવો પાકો નિર્ણય આ મુનિઓને થાય છે. માત્ર દૃષ્ટિ બદલાવાથી આ દેખાય છે. જે અવિદ્યાવાળી દૃષ્ટિ છે તેને બદલે વિદ્યાવાળી દૃષ્ટિ કરવાથી આત્મામાં જ પરમાત્માપણું છે આત્મા જ ભગવાન છે. તે દૃષ્ટિગોચર થાય છે.
વિદ્યા એટલે તત્ત્વબુદ્ધિ સ્વરૂપ જે જ્ઞાન તે વિદ્યા, શરીર અને આત્મા આ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. શરીરના નાશમાં આત્માનો નાશ થતો નથી. આવા પ્રકારના ભેદ જ્ઞાનવાળી જે તત્ત્વદૃષ્ટિ છે એ જ અંજનતુલ્ય છે. જેમ અંજન (કાજળ) આંજવાથી દૃષ્ટિ સ્પષ્ટ-નિર્મળ બને છે તેમ તત્ત્વદૃષ્ટિમય વિદ્યા રૂપ અંજન આંજવાથી નિર્મળ બનેલી દૃષ્ટિ વડે આ યોગીઓને પોતાના આત્મામાં જ પરમાત્માપણું છે. તે જ મેળવવાનું છે. આમ સ્પષ્ટ દેખાય છે. વિદ્યારૂપી અંજનથી સ્પર્શાવેલી તે દૃષ્ટિ કેવી છે ? તેનું એક વિશેષણ સમજાવે છે કે -
અવિદ્યા એટલે કે અજ્ઞાનદશા અથવા વિપરીત બોધવાળી દશા, અજ્ઞાનતા (જડતા) અથવા વિપરીતબોધતા આ બન્ને આત્માને સાચો બોધ પ્રાપ્ત કરવામાં અંધકારતુલ્ય છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૨૭
માટે અવિદ્યા રૂપી જે અંધકાર છે તેનો ધ્વંસ થયે છતે એટલે કે મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થયે છતે વિદ્યાર્દષ્ટિ વિકસે છે. તેથી અવિદ્યા રૂપી અંધકારનો નાશ થયે છતે વિદ્યારૂપી અંજનથી સ્પર્શાયેલી પવિત્ર અને નિર્મળ દૃષ્ટિ વડે સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના આત્મામાં
જ પરમાત્મતા દેખે છે. આ આત્મા જ કાલાન્તરે પરમાત્મા બને છે. પરમાત્મપણું પોતાનામાં જ છે અને તે પ્રગટ કરવાનું છે. બહારથી ક્યાંયથી પરમાત્મતા આવતી નથી. કોઈપણ એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં સંક્રમ પામતા નથી. પોતાના આત્માના જ ગુણો પોતે મેળવવાના હોય છે. અને તે ગુણો પોતાનામાં જ છે. બહારથી ક્યાંયથી આવતા નથી.
આ કારણથી જ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ઉપયોગ વડે (અથવા સ્યાદ્વાદયુક્ત ઉપયોગ વડે) શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કરવા દ્વારા આત્માનું શુદ્ધ પારમાર્થિક સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અને સાચા તત્ત્વની પરીક્ષા માટે આ જીવે પ્રયત્નવિશેષ કરવો જોઈએ. કારણ કે યથાર્થ એવું આત્મતત્ત્વનું જે પરિજ્ઞાન છે તે પરિજ્ઞાનસ્વરૂપ વિદ્યા જ પરમ ઉપકાર કરનારી છે. માટે આ જીવે અવિઘા દૂર કરવા અને સદ્વિદ્યા મેળવવા વેળાસર ઉદ્યમશીલ થઈ જવું જોઈએ. ॥૮॥
ચૌદમું વિદ્યાષ્ટક સમાપ્ત
Page #229
--------------------------------------------------------------------------
________________
૪૨૮
વિવેકાષ્ટક - ૧૫
॥ अथ पञ्चदशकं विवेकाष्टकम् ॥
જ્ઞાનસાર
सा च तत्त्वविद्या विवेकेन - स्वपरविभजनेन स्फुटीभवति, अत: विवेकस्याभ्यासः कर्तव्यः । तत्र विवेचनं हेयोपादेयपरीक्षणं विवेकः । नामस्थापनाविवेक सुगमौ । द्रव्यविवेकः लौकिकः धनोपार्जनराजनीतिकुलनीतिदक्षस्य भवति । लोकोत्तरस्तु धर्मनीतिदक्षस्य भवति । भावतो विवेक: बाह्यस्वजनधनतनुरागविभजनरूपः बाह्यः । अभ्यन्तरश्च ज्ञानावरणादिद्रव्यकर्माशुद्धचेतनोत्पन्नविभावितादिभावकर्मैकत्वविभजनरूपः । तत्स्वरूपं चेदमागमे
पुव्विं रागाइया, विभावा सव्वओ विभज्जिज्जा ।
पच्छा दव्वा कम्मा सव्वविभिन्नो नियो अप्पा ॥१॥
“આત્મા અને પુદ્ગલદ્રવ્ય ભિન્ન ભિન્ન પદાર્થો છે’’ માત્ર સંયોગસંબંધથી જ જોડાયેલા છે. તેથી શરીર, ધન, પરિવાર આદિ અન્ય દ્રવ્યો ઉપર મોહ-મમતા કરવી નિરર્થક છે. કર્મ બંધનો હેતુ છે. આ માયા-મમતા તજવા જેવી છે. આવા પ્રકારની જે તત્ત્વવિદ્યા છે તે તત્ત્વવિદ્યા વિવેકબુદ્ધિ વડે એટલે કે મારું શું ? અને પરાયું શું ? તેના વિવેક વડે અર્થાત્ સ્વ-પરના વિભાજન વડે જ ખીલે છે, વિકસે છે. આ કારણથી વિવેકનો અભ્યાસ કરવો જોઈએ. વિવેક કોને કહેવાય ? વિવેક આવવાથી શું લાભ થાય ? વગેરે તત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ.
ત્યાં વિવેચન કરવું - ભેદ કરવો - પૃથક્ભાવ કરવો - અર્થાત્ હેય અને ઉપાદેયની પરીક્ષા કરવી તેને વિવેક કહેવાય છે. હેય-ઉપાદેયની પરીક્ષા કરીને તે બન્નેને પૃથક્ કરીને હેયનો ત્યાગ કરવો અને ઉપાદેયનો સ્વીકાર કરવો તે વિવેક કહેવાય છે.
નામવિવેક, સ્થાપનાવિવેક સુગમ છે. કોઈપણ પદાર્થનું “વિવેક” એવું નામ કરવું તે નામવિવેક કહેવાય છે અને વિવેકી માણસનું ચિત્ર દોરવું. આકૃતિ ચિતરવી તે સ્થાપનાવિવેક કહેવાય છે. દ્રવ્યવિવેકના બે ભેદ છે. લૌકિક અને લોકોત્તર. ભાવવિવેકના પણ બે ભેદ છે. બાહ્ય અને અભ્યન્તર.
ધન ઉપાર્જન કરવામાં, રાજનીતિ સાચવવામાં, કુલનીતિ સાચવવામાં જે દક્ષ હોય ચતુર હોય, તેવા આત્માનો જે વિવેક તે લૌકિકદ્રવ્યવિવેક કહેવાય છે અને ધર્મ અનુષ્ઠાનો આચરવામાં જે વિવેકબુદ્ધિ છે તે લોકોત્તર દ્રવ્યવિવેક કહેવાય છે. આપણા આત્માથી બાહ્ય
Page #230
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૨૯ એવાં સ્વજનો, ધન અને શરીરાદિના રાગનો વિભાગ કરવો. અર્થાત્ તેવા રાગનો ત્યાગ કરવો. પરવ્ય પ્રત્યેનો રાગ દૂર કરવો તે બાહ્યભાવવિવેક અને આત્માની સાથે એકમેક થયેલા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના દ્રવ્યકર્મો તથા મોહના ઉદયવાળી અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલી વિભાવદશા આદિ રૂપ ભાવકની સાથે અનાદિકાળથી જે એકતા થયેલી છે તેનો વિભાગ કરવો એટલે કે દ્રવ્યકર્મોથી અને ભાવકર્મોથી આત્માને અલગ કરવો તે અભ્યત્તર ભાવવિવેક જાણવો.
સૌ પ્રથમ આ આત્માને રાગાદિ વિભાવ-ભાવોથી સર્વથા ભિન્ન કરવો જોઈએ. ત્યાર બાદ પોતાનો આત્મા દ્રવ્યકર્મોથી આપોઆપ સર્વથા ભિન્ન થાય છે.
આ રીતે આત્માને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોથી અને રાગાદિ ભાવકર્મોથી દૂર કરવો તે અભ્યત્તર ભાવવિવેક જાણવો.
तथा च प्राभृते-“समस्तकाचशकलव्यूहपतितं रत्नं रत्नपरीक्षकः गृह्णाति, एवं सम्यग्दृष्टिः सर्वविभावपरभावपरिणतिमध्यस्थमात्मानमचलमखण्डमव्ययं ज्ञानानन्दमयं स्वत्वेन विभज्य उपादत्ते । श्रीहरिभद्रपूज्यैश्च प्रथमं क्षुद्रादिदोषोपशमे मार्गानुसारिगुणे तत्त्वजिज्ञासा । तत्त्वज्ञगुरुसेवनतः अतिमधुरत्वेन श्रुतरसिकः, यथार्थजीवाजीवविवेचनतः सर्वपरभावभिन्नमात्मानमुपलभ्य भेदज्ञानी भवति । स च क्रमेणात्मतः परं त्यजन् सर्वपरभावत्यागी सिद्ध्यति ।
પ્રાભૃત (સમયસાર) નામના ગ્રંથમાં કહ્યું છે કે “કાચના સઘળા ટુકડાઓના સમૂહની અંદર પડેલા રત્નને રત્નનો પરીક્ષક જેમ ગ્રહણ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ પ્રકારની વિભાવદશા રૂપ પરભાવદશાની પરિણતિની વચ્ચે રહેલા એવા પણ અચલિત સ્વરૂપવાળા, અખંડ દ્રવ્યાત્મક, ક્યારેય નાશ ન પામે તેવા, જ્ઞાનના આનંદ સ્વરૂપ એવા શુદ્ધ આત્માને આત્મદ્રવ્ય તરીકે ભિન્ન કરીને ગ્રહણ કરે છે.” સારાંશ કે રત્નના પરીક્ષકને લાખો લાખો કાચના ટુકડાઓમાં પણ ગુપ્ત રીતે રહેલું રત્ન જેમ દેખાઈ આવે છે તેમ આત્મજ્ઞાની મહાત્માઓને વિભાવદશાના તોફાનની વચ્ચે પણ શુદ્ધ આત્મા દેખાઈ આવે છે. તે મહાત્માઓને તેનું જ રટન હોય છે. તેની જ સાધના પ્રિય હોય છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે ક્ષુદ્રતા, દીનતા, મત્સરિતા ઈત્યાદિ ભવાભિનંદી જીવના દોષો શાન્ત થયે છતે અને માર્ગાનુસારિતાના ગુણો આવે છતે આ જીવને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તત્ત્વજિજ્ઞાસા થવાથી તત્ત્વજ્ઞગુરુની
Page #231
--------------------------------------------------------------------------
________________
૪૩૦
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
શોધ કરે છે. તત્ત્વજ્ઞ ગુરુ મળવાથી તેવા તત્ત્વગુરુની સેવામાં આ જીવ જોડાય છે અને ગુરુજી પ્રસન્નભાવ રાખીને ભાવકરુણા કરવા પૂર્વક અતિશય મધુરપણે આવા પ્રકારના યોગ્ય જીવને શ્રુતજ્ઞાન આપે છે. ગુરુજી પાસેથી અત્યન્ત મધુરતાપૂર્વક પ્રાપ્ત થતા શાસ્ત્રપાઠોથી આ આત્મા શ્રુતજ્ઞાનનો અતિશય રસિક બને છે. શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાથી જીવ અને અજીવનો ભેદ સમજાવાથી સર્વ પ્રકારની વિભાવદશાથી ભિન્ન એવો પોતાનો આત્મા છે - આમ સમજીને શરીર, ધન, પરિવારાદિથી પોતાના આત્માને ભિન્ન જાણીને ભેદજ્ઞાની થાય છે. શરીરાદિ તમામ સાંસારિક સામગ્રી ઉપરના મોહનો ત્યાગી બને છે. અનુક્રમે તે મહાત્મા પોતાના આત્માથી અન્ય સઘળી પણ પરવસ્તુનો ત્યાગ કરતો છતો “સર્વથા પરભાવનો ત્યાગી' બને છે.
- આ રીતે આ આત્માની આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા તરફ વિકાસયાત્રા શરૂ થાય છે અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે છે. આ વિવેક (ભેદષ્ટિ) જ જીવને ઊર્ધ્વરોહણ કરાવનાર બને છે. પદ્ગલિક પદાર્થોની સાથે અભેદબુદ્ધિ સંસારમાં રખડાવનાર બને છે અને ભેદજ્ઞાન તારનાર બને છે. હવે વિવેક ઉપર સાત નયો સમજાવાય છે.
तत्राद्यनयत्रयेण लौकिकलोकोत्तरविवेकः, ऋजुसूत्रनयेन धर्मसाधनविवेकः, शब्दादिनयत्रयेण विभावविभजनक्षयोपशमसाधनोपयोगादिक्षायिकसाधकपरिणतिविवेकः यथाक्रममवगन्तव्यः । तत्रात्मनः कर्मसंयोगैकत्वं विवेचयन्नाह -
ત્યાં (સાત નય પૈકી) પ્રથમના ત્રણ નયની દૃષ્ટિએ લૌકિક અને લોકોત્તર જે વિવેક છે તેને વિવેક કહેવાય છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિએ ધર્મનાં સાધનોનો જે વિવેક છે, તે વિવેક કહેવાય છે અને અન્તિમ ત્રણ નયની અપેક્ષાએ વિભાવદશાથી આત્માનો વિભાગ કરવો, ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય એવો ધર્મસાધનામાં ઉપયોગાદિ રાખવો, અને ક્ષાયિકભાવની પ્રાપ્તિ કરાવે એવી નિર્મળ પરિણતિ રાખવી, તેને અનુક્રમે વિવેક કહેવાય છે. કંઈક વિશેષપણે નયો આ પ્રમાણે છે -
નૈગમનય :- નાના-મોટાનો વિવેક કરવો, માનનીય માણસને માન આપવું, લોકોને પ્રેમપૂર્વક મીઠાશથી બોલાવવા, લોકોની સાથે ઉચિત વ્યવહાર કરવો તે નૈગમનયથી વિવેક જાણવો.
સંગ્રહનય - બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ મનુષ્યોની સાથે તેમના જાતિગત ગુણદોષો જોઈને વ્યવહાર કરવો, એકેન્દ્રિયાદિ જીવોનો પણ હીનાધિક ચેતના પ્રમાણે હિંસા-અહિંસામાં વિવેક કરવો તે સંગ્રહનયથી વિવેક જાણવો.
Page #232
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૩૧ વ્યવહારનય - દેવ-ગુરુ-ધર્મમાં સુદેવાદિ અને કુદેવાદિનો વિવેક કરવો, બાધકસાધક તત્ત્વનો વિવેક કરવો તે વ્યવહારનય જાણવો.
ઋજુસૂત્રનય - આપણી ભૂમિકાને અનુસારે ક્યાં ક્યાં ધર્મનાં સાધનો આપણને ઉપકાર કરનાર બને? અને કયાં કયાં ધર્મના સાધનો અનુપકારક બને? તેનો વિવેક કરવો, તે ઋજુસૂત્રનયથી વિવેક જાણવો.
વિભાવદશાથી આત્માને દૂર રાખવો તે શબ્દનયથી વિવેક, ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય તેવા ઉપયોગાદિ રાખવા તે સમભિ૩ઢનયથી વિવેક તથા ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય તેવી નિર્મળ પરિણતિ રાખવી તે એવંભૂતનયથી વિવેક આમ વિવેક ઉપર સાત નય જાણવા.
कर्म जीवञ्च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् ॥१॥
ગાથાર્થ :- સર્વકાળે ક્ષીર અને નીરની જેમ એકમેક થયેલા એવા કર્મ અને જીવને જે ભિન્ન ભિન્ન સમજે છે અને ભિન્ન કરે છે આ મુનિ રૂપી હંસ વિવેકવાળા છે. તેના
ટીકા- “ર્મ નીવં ” તિ, કર્મ-જ્ઞાનવરહિમ, નીવર્સ્ટ-વ્યવનિરૂપ, सर्वदा-सर्वकालम्, क्षीरं-पयः, नीरं-जलं, तद्वत् संश्लिष्टम्-एकीभूतं यो विभिन्नीकुरुते-लक्षणादिभेदैः पृथक् पृथक् कुरुते असौ मुनिहंसः विवेकवान्મેરજ્ઞાનવાન્ ! (૨) નીવ: નિત્ય, પુનિસ: નિત્યા:, (૨) નીવ: અમૂર્ત , પુતા: મૂર્તા, (રૂ) નીવો:, પુનીશ્ચના:, (૪) નવઃ જ્ઞાનાદિનન્તવેતનलक्षणः, पुद्गलाः अचेतनाः, (५) जीवः स्वरूपकर्ता स्वरूपभोक्ता स्वरूपरमणो भवविश्रान्तः, पुद्गलाः कर्तृत्वादिभावरहिताः, इत्यादिलक्षणैः विभज्य यो विरक्तः स मुनि:-श्रमणः विवेकवान्-विवेकयुक्त इति ज्ञेयम् ॥१॥
વિવેચન :- કર્મ અને જીવ અનાદિકાલથી એકમેક થયેલ છે. જેમ કંચન અને ઉપલ (માટી) સાથે જ છે. તેમ જીવ અને કર્મ અનાદિકાલથી સાથે જ રહેલ છે. તન્મય થઈને રહેલાં છે. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મો અને સમ્યગુજ્ઞાનના આનંદમય એવો આ જીવ આ બન્ને વસ્તુ સર્વકાલે ક્ષીર-નીરની જેમ (દૂધ અને પાણીની જેમ) સંશ્લિષ્ટ બનેલી છે. એકમેક થયેલી છે. આત્માના પ્રદેશ પ્રદેશે અનન્ત અનન્ત કર્મપુગલો એકીભાવને પામેલાં છે. જેમ દૂધ અને પાણી એકમેક થયા પછી તેને ભિન્ન કરવું દુષ્કર છે. તેમ આત્મા અને કર્મ એવાં એકમેક થયેલ છે કે તેને ભિન્ન કરવાં અત્યન્ત દુષ્કર છે. છતાં હંસ-પ્રાણી એવું
Page #233
--------------------------------------------------------------------------
________________
૪૩૨ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર હોય છે કે જે દૂધ અને પાણીને ભિન્ન કરે છે. તેની ચાંચમાં એવી શક્તિ હોય છે કે તે દૂધ-દૂધ પી જાય છે અને પાણી-પાણીને ત્યજી દે છે. તેની જેમ જે મહાત્મા મુનિ નીચે જણાવાતાં લક્ષણાદિ ભેદો દ્વારા આ બન્ને દ્રવ્યને પ્રથમ જુદાં જુદાં સમજે છે અને ત્યારબાદ આરાધના તથા સાધના વડે બન્નેને અલગ અલગ કરે છે તે જ મુનિ હંસની તુલ્ય વિવેકવાળા છે અર્થાત્ સાચા ભેદજ્ઞાની છે. બન્ને દ્રવ્યને વાસ્તવિક ભિન્ન સમજીને પ્રયત્નવિશેષથી ભિન્ન કરનારા છે.
(૧) જીવદ્રવ્ય અનાદિકાલથી છે અને અનંતકાલ રહેનાર છે તેથી નિત્ય છે. જ્યારે શરીર, કર્મ અને અલંકાર-વસ્ત્રાદિ પુદ્ગલોના સમાગમો આજે હોય કાલે ન હોય, એક દશકો સુખનો, બીજો દશકો દુઃખનો અને સદા રહે તો એક ભવ સુધી જ, પછી નહીં. બીજા ભવમાં આ જીવને ફરીથી નવી પુદ્ગલસામગ્રી લેવી પડે. માટે પુદ્ગલના સમાગમો મેઘઘટાની જેમ, વિજળીના ચમકારાની જેમ, પત્તાના મહેલની જેમ અનિત્ય છે, નાશવંત છે.
(૨) જીવ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત છે એટલે અમૂર્ત છે, અરૂપી છે. જ્યારે પુદ્ગલદ્રવ્યો વર્ણાદિવાળાં છે, મૂર્ત છે, રૂપી છે.
(૩) જીવ અચલિત દ્રવ્ય છે અને પુદ્ગલો ચલિત દ્રવ્ય છે. નવા નવા ભવો પામવા છતાં જીવદ્રવ્ય તેનું તે જ રહે છે. તેનું જીવપણાનું સ્વરૂપ ચલિત થતું નથી, જ્યારે પુદ્ગલો વર્ણાદિના પરિવર્તનવાળાં છે. આજે સુરૂપ હોય, કાલે કુરૂપ હોય, આજે સુગંધી, સુમધુર અને ઈષ્ટ હોય, કાલે તે જ પુદ્ગલો દુર્ગધી, કડવાં અને અનિષ્ટ થઈ જાય. સવારે બનાવેલી રસોઈ મનોહર લાગે. ચાર-છ કલાક પછી એ જ રસોઈ ન ગમે તેવી લાગે અને કાળાન્તરે દુર્ગન્ધાદિ ભાવવાળી બને, ચલિત રસવાળી થઈ જાય.
(૪) જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે અનંત અનંત ગુણોમય ચેતનાલક્ષણવાળો છે. જ્યારે પુદ્ગલો ચેતનાલક્ષણથી સર્વથા રહિત-અચેતન છે, જડ છે. જીવના કોઈ પણ ગુણો તેમાં નથી અને પુદ્ગલના કોઈપણ ગુણો જીવમાં નથી.
(૫) આ જીવ વાસ્તવિકપણે (નિશ્ચયનયથી) પોતાના સ્વરૂપનો જ કર્તા છે, પોતાના સ્વરૂપનો જ ભોક્તા છે. પોતાના સ્વરૂપમાં જ રમણતા કરનારો છે અને ભવથી એટલે આ સંસારથી ઉદ્વેગ પામેલો-ઉદાસીન સ્વભાવવાળો છે. જ્યારે પુદ્ગલદ્રવ્યો કર્તુત્વ-ભોક્નત્વરમણત્વ ઈત્યાદિ ધર્મોથી સર્વથા રહિત છે.
આ પ્રમાણે પાંચ પ્રકારે ભેદ સમજાવ્યો. પરંતુ આવા આવા અનેક પ્રકારો દ્વારા આત્માનો અને કર્માદિ પુદ્ગલદ્રવ્યનો વાસ્તવિક ભેદ છે. તે ભેદને બરાબર હૃદયપૂર્વક
Page #234
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૩૩
સમજીને સ્વીકારીને પુદ્ગલદ્રવ્યોમાં જે મોહાન્ધ બનતા નથી. રાગાદિ ભાવવાળા થતા નથી. અલ્પમાત્રાએ પણ અંજાતા નથી અને જે અતિશય વૈરાગી તથા સંવેગ-નિર્વેદ પરિણામવાળા બને છે તે જ સાચા મુનિ છે. તે જ મુનિ હંસની તુલ્ય છે અને તે જ મુનિ સાચા વિવેકવાળા છે, સાચા ભેદજ્ઞાની છે. આવા મુનિ જ ગૃહસ્થવાસનો હૃદયથી ત્યાગ કરે છે. શરીરશોભા ત્યજે છે. ધન-ધાન્યાદિનો સંગ્રહ તથા મૂર્છા ત્યજે છે. અરણ્યવાસ સ્વીકારે છે, એકાન્તમાં વસે છે. નિત્ય સ્વાધ્યાયમાં જ રક્ત બને છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં લીન થાય છે. ॥૧॥
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभ भवे । भवकोट्यापि तद्भेद-विवेकस्त्वतिदुर्लभः ॥२॥
ગાથાર્થ ઃ- શરીર અને આત્મા આદિને વિષે આ અવિવેક-અભેદબુદ્ધિ સર્વકાલે સંસારમાં સુલભ છે. પરંતુ તે બન્નેના ભેદનો વિવેક થવો તે કોટિભવોએ પણ અતિદુર્લભ
છે. ૨ા
ટીકા :- ‘‘વેહાત્મા કૃતિ’’-આત્મા ત્રિવિધ: વાદ્યાત્મા (?), અન્તરાત્મા (૨), परमात्मा (३) चेति । यस्य देहमनोवचनादिषु आत्मत्वभासः - देह एवात्मा एवं सर्वपौद्गलिकप्रवर्तनेषु आत्मनिष्ठेषु आत्मत्वबुद्धिः स बाह्यात्मा १ । मिथ्यादृष्टिः एषः । पुनः सकर्मावस्थायामपि आत्मनि ज्ञानाद्युपयोगलक्षणे शुद्धचैतन्यलक्षणे महानन्दस्वरूपे निर्विकारामृताव्याबाधरूपे समस्तपरभावमुक्ते आत्मत्वबुद्धिः अन्तरात्मा । सम्यग्दृष्टिगुणस्थानकतः क्षीणमोहं यावत् अन्तरात्मा उच्यते २ । यः केवलज्ञानदर्शनोपयुक्तः शुद्धसिद्धः स परमात्मा, सयोगी अयोगी केवली सिद्धश्च स परमात्मा उच्यते ३ ।
સંસારમાં રહેલા જીવો ત્રણ પ્રકારના છે - (૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા, (૩)
પરમાત્મા.
શરીર, મન અને વચન વગેરે પૌદ્ગલિક પદાર્થો કે જે પદાર્થો આત્માના નથી, આત્માથી ભિન્ન છે અને આત્મા તે પદાર્થોથી ભિન્ન છે છતાં મોહના ઉદયથી તેવા પ્રકારના તે પૌદ્ગલિક પદાર્થોને વિષે ‘આત્મત્વવૃદ્ધિ = મારાપણાની બુદ્ધિ” જે જે જીવોને છે તે સર્વે બહિરાત્મા કહેવાય છે. દેહ એ જ આત્મા છે. શરીર સારું તો બધું સારું, શરીરની શોભા એ જ મારી શોભા છે. આમ આત્માની સાથે રહેલા પુદ્ગલદ્રવ્યોની લેવડ-દેવડની પ્રવૃત્તિને વિષે મારાપણાની બુદ્ધિ, મમતા ભાવ, અભેદ બુદ્ધિ, એકતાનો પરિણામ જે જે જીવોને છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૪૩૪ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર તે સર્વે જીવો બહિરાત્મા કહેવાય છે. આ જીવો મિથ્યાદેષ્ટિ કહેવાય છે. કારણ કે જે પોતાનું નથી તેને પોતાનું માને છે. આમ વિપરીત બુદ્ધિ છે. (૧)
આ જીવની ભલે સકર્મ (કર્મવાળી) અવસ્થા હોય તો પણ શરીરની અંદર જ રહેલા પણ શરીરથી ભિન્ન એવા આત્મામાં જ આત્મત્વબુદ્ધિ-મારાપણાની બુદ્ધિ જેને જેને છે તે સર્વે જીવો અન્તરાત્મા કહેવાય છે.
આ આત્મા જ્ઞાન-દર્શન ગુણોના ઉપયોગ લક્ષણવાળો છે (શરીરાદિ પદાર્થો આવા ઉપયોગ લક્ષણવાળા નથી). આ આત્મા શુદ્ધ ચૈતન્ય લક્ષણવાળો છે. પોતાના ગુણોના અનુભવ રૂપ મહા-આનંદના સ્વરૂપવાળો છે. આ આત્મા નિર્વિકારી છે, અ-મરણ-ધર્મા છે, અવ્યાબાધ છે, અનંત સુખવાળો છે, સર્વથા પરભાવથી મુક્ત છે. શરીરાદિ પુદ્ગલ દ્રવ્યો આવા પ્રકારનાં નથી. તેથી આ આત્મા શરીરાદિથી ભિન્ન પદાર્થ છે. તે આત્મા એ જ હું છું. આમ ઉપરોક્ત વિશેષણોવાળા આત્માને વિષે મારાપણાની બુદ્ધિ જેને જેને છે તે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી પ્રારંભીને યાવત્ ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીના જે જીવો છે તે સઘળા પણ જીવો અન્તરાત્મા કહેવાય છે. (૨)
જે આત્માઓ કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગવાળા છે, અત્યન્ત શુદ્ધ તરીકે જે સિદ્ધ થયા છે. અર્થાત્ સંપૂર્ણ શુદ્ધ બન્યા છે તે સયોગીકેવલી, અયોગ કેવલી અને સિદ્ધ ભગવંતો “પરમાત્મા” કહેવાય છે. ઘાતી કર્મોનો ક્ષય થવાથી જે અતિશય નિર્મળ થયા છે તે પરમાત્મા જાણવા. ૩. સારાંશ કે બાધક-અવસ્થાવાળા તે બહિરાત્મા, સાધક-અવસ્થાવાળા તે અત્તરાત્મા અને સિદ્ધાવસ્થાવાળા તે પરમાત્મા કહેવાય છે.
सर्वत्र परमात्मत्वसत्ता समाना, अतो भेदज्ञानेन सर्वं साध्यमिति । देहात्मादेहः-शरीरम्, आत्मा-जीवः, आदिशब्दात् मनोवाक्कायादिषु आत्माऽयमित्यविवेकः सर्वदा-सर्वकालं सुलभः सुप्राप्यः भवे-संसारे । तद्भेदविवेकः-तयोः शरीरात्मनोः भेदविवेकः-भिन्नताविवेचनरूपः भवकोट्यापि अतिदुर्लभः-दुष्प्रापः, अनादिकालैकत्वगृहीतपरभावात्मनोः स्वस्वलक्षणभेदेन भेदज्ञानमतिदुर्लभम् । सम्यग्दृष्टिरेव भेदज्ञानं करोति, आत्मन्यात्मत्वनिश्चयः दुर्लभः । उक्तञ्च समयप्राभृते
सुदपरिचिदाणुभूदा, सव्वस्सवि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो, णवरि ण सुलहो विहत्तस्स ॥४॥
आत्मा ज्ञानानन्दमयः, परभावा रागादयः । तेषां विभजनरूपः आत्मस्वरूपरसिकत्वोपयोगो दुर्लभः ॥२॥
Page #236
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૩૫ બહિરાત્મામાં, અંતરાત્મામાં અને પરમાત્મામાં એમ સર્વે પણ આત્મામાં “પરમાત્મપણાની સત્તા” એકસરખી સમાન છે. કોઈનામાં પણ હીનાધિક નથી. ફક્ત પ્રથમના બે પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા તિરોભૂત છે, આવિર્ભત નથી અને ત્રીજા પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા આવિર્ભત છે. માત્ર આટલો જ તફાવત છે. હકીકતથી તો સર્વે પણ આત્મામાં પરમાત્મતા સત્તાગત છે અને તે પણ સમાન છે. માત્ર પુગલાદિ અન્ય દ્રવ્યોથી આ આત્માને ભિન્ન સમજવાથી અને તેના કારણે મમતા-મૂછ-આસક્તિભાવ ત્યજવાથી આમ ભેદજ્ઞાન દ્વારા તે પરમાત્મતા પ્રાપ્ત કરવા લાયક છે. જો જીવ ભેદજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે તો પરમાત્મદશા મેળવી શકે તેમ છે.
રેહાત્મા = અહીં દેહ એટલે શરીર, આત્મા એટલે જીવ, આદિ શબ્દથી મન, વચન, કાયા, ધન, ઘર, અલંકારાદિ સર્વ પુદ્ગલદ્રવ્યો લેવાં. તે પદ્ગલિક પદાર્થોમાં “આ જ આત્મા છે”, “શરીરાદિ એ જ હું છું” આવો અવિવેક - અભેદપણાની બુદ્ધિ - એકમેકતાની બુદ્ધિ આ ભવમાં (સંસારમાં) સર્વકાલે મોહના ઉદયને લીધે અતિશય સુલભ છે. જ્યાં ત્યાં જ્યારે ત્યારે દેખો તો આ જીવને શરીરાદિ પુદ્ગલદ્રવ્યોમાં મારાપણાની બુદ્ધિ જ જોર કરતી હોય છે. એટલી બધી અભેદબુદ્ધિ થઈ ગઈ હોય છે કે શરીરાદિમાં જો કંઈ પણ અલ્પમાત્રાએ પણ મુશ્કેલી આવે તો ઊંઘ અને આહારગ્રહણ ઉડી જાય, શોકાતુર થઈ જાય, ગ્લાનિ વ્યાપી જાય. આર્ત-રૌદ્રધ્યાનમાં ગરકાવ થઈ જાય. અભેદબુદ્ધિના કારણે શરીરાદિની પ્રતિકૂળતાએ આ જીવ દુઃખી દુઃખી થઈ જાય.
પરંતુ તે શરીરાદિ પુગલદ્રવ્ય અને આત્મદ્રવ્યની વચ્ચેના ભેદજ્ઞાનવાળો એવો વિવેક = અર્થાત્ ભેદબુદ્ધિ કોટિ ભવોએ પણ અતિશય દુર્લભ છે. દુઃખે પ્રાપ્ત કરાય તેમ છે, શરીરાદિથી આત્માને ભિન્ન સમજી મોહત્યાગ થવો અતિશય દુષ્કર છે.
અનાદિકાલથી આત્મા અને શરીરાદિ એકમેક સ્વરૂપે-અભેદ બુદ્ધિરૂપે ગ્રહણ કરાયેલાં છે. આ રીતે અનાદિકાલથી એકમેકરૂપે ગ્રહણ કરાયેલા પરભાવવાળા આત્મા વડે પોતપોતાનાં લક્ષણોનો ભેદ છે એમ સમજીને ભેદજ્ઞાન થવારૂપ વિવેક થવો અતિશય દુષ્કર છે. અહીં ખંધકમુનિ, નમિરાજર્ષિ, કીર્તિધરરાજા અને સુકોશલ મુનિનાં દષ્ટાન્ત વિચારવાં. ખંધકમુનિની રાજપુરુષોએ જીવંત શરીરની ચામડી ઉતારી તો પણ મુનિશ્રી જરા પણ અરતિ કે ઉગ ન પામ્યા, નમિરાજર્ષિ “જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી” આવી સમજથી ઈન્દ્ર કરેલી પરીક્ષામાં પરાભવ ન પામ્યા. કીર્તિધરરાજા અને સુકોશલમુનિમાં બાલમુનિનું અને પોતાનું શરીર વિફરેલી વાઘણે ચિરી નાખ્યું તો પણ ભેદબુદ્ધિ હોવાથી અલ્પ પણ અરતિ, ઉદ્વેગ કે આર્ત-રૌદ્ર ધ્યાન ન થયું. આ છે ભેદજ્ઞાનનો પ્રભાવ.
Page #237
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
આવા પ્રકારનું ભેદજ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવ જ કરી શકે છે. કારણ કે તેની જ દૃષ્ટિ વિકાસ પામેલી છે. મોહ ઉપર તે જીવે જ વિજય પ્રાપ્ત કરેલો છે. આ રીતે પોતાના આત્મામાં જ આત્મત્વબુદ્ધિ થવી તે અતિશય દુષ્કર છે. સમયપ્રામૃત નામના ગ્રંથમાં (સમયસારમાં) કહ્યું છે કે
-
૪૩૬
“કામભોગોના સંબંધની કથા-વાર્તા (પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખોની સારી-નરસી ભોગકથાઓ) આ જીવોએ ભવોભવમાં અનેકવાર સાંભળી છે, પરિચય કર્યો છે અને ઘણો ઘણો અનુભવ પણ કર્યો છે. તેથી તે કામભોગોની સાથે સાથે એકતાનો (અભેદપણાનો) જે ઉપયોગ તે અતિશય સુલભ છે પરંતુ વિભક્તપણાનો (ભેદપણાનો) ઉપયોગ આવવો તે સુલભ નથી.”
આત્મા જ્ઞાનના આનંદરૂપ છે. રાગ, દ્વેષ, મોહ આદિ ભાવો પરભાવરૂપ છે. રાગાદિ ભાવો આત્માનું સ્વરૂપ નથી, તે રાગાદિ ભાવોથી વિભાગ કરવા રૂપ-આત્મતત્ત્વના સ્વરૂપની રસિકતાનો ઉપયોગ કરોડો ભવોએ પણ મેળવવો અતિશય દુર્લભ છે. ભવોભવના મોહના સંસ્કારથી અભેદબુદ્ધિ થવી સહેલી છે. પરંતુ ભેદબુદ્ધિ પ્રાપ્ત થવી કરોડો ભવો વડે પણ દુર્લભ છે. ॥૨॥
शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा । વિશ્વામિત્રતા માતિ, તથાત્મવિવેત: રૂ।
ગાથાર્થ :- શુદ્ધ એવા પણ આકાશમાં આંખની અંદર થયેલા તિમિરના રોગથી જેમ લાલ-લીલી-પીળી રેખાઓ વડે મિશ્રતા-ચિત્રવિચિત્રતા ભાસે છે તેમ શુદ્ધ અને નિર્વિકારી એવા પણ આત્મામાં અવિવેકના કારણે કામ-ક્રોધાદિ વિકારો વડે મિશ્રતા-ચિત્રવિચિત્રતા જણાય છે. ગા
ટીકા :-“શુદ્ધ કૃતિ” યથા-વેન પ્રાોળ, શુદ્ધે વ્યોમ્નિ-સાશે તિમિરાત્ चक्षुषि भ्रमतिमिररोगात् रेखाभिर्नीलपीतादिभिः मिश्रता - शबलता - कर्बुरता दृश्यते, तथा-तेनैव प्रकारेण अविवेकतः - असदुपयोगतः विकारै:- रागाद्यशुद्धाध्यवसायैः मिश्रता-एकता भाति-शोभते इति । अनादिविकारविक्रियापरिणतः दृश्यते इत्यनेन निश्चयनयेन निर्विकाराखण्डचिन्मूर्तिः, तथापि परैरैकत्वेन विकाराङ्कितो भासते इति ॥३॥
વિવેચન :- ઉપરનું આકાશ ધારો કે અત્યન્ત ચોક્કું છે, નિર્મળ છે, વાદળ વિનાનું છે. કોઈ પુરુષ આંખમાં તિમિરના (મોતીયો-ઝામર આદિના) રોગવાળો છે. તેવો પુરષ
Page #238
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૩૭ ઉપરના નિર્મળ આકાશ તરફ નજર નાખીને દેખે છે. ત્યાં આકાશ નિર્મળ હોવા છતાં પણ જોનારની ચક્ષુમાં ભ્રમ ઉપજાવે તેવો તિમિરનો રોગ હોવાથી નીલા-પીલા-લાલ ઈત્યાદિ પટ્ટાઓ વડે મિશ્રતા એટલે જુદા-જુદા રંગવાળાપણું અર્થાત્ કાબરચીતરાપણું જે રીતે દેખાય છે તે જ રીતે અવિવેકના કારણે અર્થાત્ અભેદબુદ્ધિ રૂપ મિથ્યા ઉપયોગના કારણે, રાગાદિ અશુદ્ધ અધ્યવસાયોના કારણે મિશ્રતા-એકતા “આ શરીર એ જ હું છું” આવી એકતાબુદ્ધિ જીવને થાય છે.
આ આત્મા મોહના ઉદયથી પરદ્રવ્યની સાથે એવી એકમેકપણાની પરિણતિવાળો બન્યો છે કે જેને લીધે અનાદિકાળથી મોહના વિકારો વડે વિક્રિયાપૂર્વકની પરિણતિવાળો જ દેખાય છે. વાસ્તવિકપણે આવો અશુદ્ધ નથી, પણ મોહના ઉદયના કારણે થયેલા ભ્રમથી તેવો દેખાય છે. શુદ્ધ એવું પણ આકાશ તિમિરના રોગવાળાને તિમિરના કારણે અશુદ્ધ દેખાય છે. તેમ નિશ્ચયનયથી આ આત્મા નિર્વિકારી, અખંડ જ્ઞાનમૂર્તિમય છે. છતાં પણ પરદ્રવ્યની સાથે એકતા રૂપે વિકારથી અંકિત થયેલો દેખાય છે.
વાસ્તવિક સ્વરૂપે આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, અનંત જ્ઞાનમય છે. પરદ્રવ્યની સાથે લેપાવું-એકમેક થવું તે આત્માનું સ્વરૂપ નથી. પરંતુ મોહની પરાધીનતાથી આ જીવ અશુદ્ધ, અજ્ઞાની, રાગાદિ ભાવવાળો બન્યો છે. તેથી વિવેક બુદ્ધિ લાવીને મોહનો નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને પરદ્રવ્ય સાથે એકમેક બનેલા જીવને વિભિન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. ननु आत्मनः परभ
वे परोपाधिजन्यविकारेण विकारता कथमिति निवारयन्नाह
કોઈ શિષ્ય કદાચ આવો પ્રશ્ન કરે કે જો આ આત્મામાં પરભાવનું કર્તુત્વ નથી, આત્મા શુદ્ધ બુદ્ધ જ છે, પરદ્રવ્યથી ભિન્ન જ છે તો પછી પરોપાધિથી થયેલા વિકારો વડે વિકારીપણું કેમ આવે છે? આવી શંકાનું નિવારણ કરતાં જણાવે છે કે -
यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा ॥४॥
ગાથાર્થ :- જેમ સૈનિકો વડે કરાયેલું યુદ્ધ (યુદ્ધની હાર-જીત) સ્વામીમાં જ ઉપચાર કરાય છે તેમ કર્મના સ્કલ્પોથી (પુણ્ય અને પાપના ઉદયથી) પ્રાપ્ત થયેલું શુભાશુભ ફળ શુદ્ધ એવા આત્મામાં ઉપચાર કરાય છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૪૩૮ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર ટીકા :- “યથા યોદૈરિતિ” યથા યોધે-સુમટે: વૃતિં યુદ્ધ-સમ, સ્વામિનनृपे, उपचर्यते, जयपराजयहर्षविषादश्लोकाश्लोकादिकं स्वामिन्येव "अयं नृपः जितः, अयं पराजितः लोके इत्युक्तिर्भवति, तच्च स्वामित्वांशं ममत्वैकत्वेन, तथा संग्रहेण शुद्धे आत्मनि अविवेकेन-अज्ञानेन असंयमेन कर्म-ज्ञानावरणादि तस्य स्कन्धः-समूहः तस्य ऊर्जितं साम्राज्यमस्ति इत्यनेन स्वस्वरूपकर्तृत्वभोक्तृत्वपरावृत्ती ग्राहकतादिशक्तिपरिग्रहणेन तत् कर्तृत्वापत्तिः जीवस्योपचर्यते-उपचारः क्रियते, असदारोपः उपचारः, परभावकर्तृत्वादिपरिणत्यभावेऽप्यौपाधिककर्तृत्वाद्युपचारोऽनाરીતઃ રૂતિ (અનાલિત: તિ) iઝા
વિવેચન :- આ સંસારમાં કોઈ એક દેશના રાજાને બીજા દેશના રાજા સાથે જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ત્યારે જો કે સૈન્યના સુભટો જ યુદ્ધ કરે છે રાજા તો (આજના કાલ પ્રમાણે વડાપ્રધાનો-મિનિસ્ટરો-રાષ્ટ્રપતિઓ તો) પોતપોતાની ઓફિસમાં જ બેઠેલા હોય છે અથવા ઘરે જ હોય છે. તેઓ કંઈ યુદ્ધ કરવા જતા નથી. છતાં સુભટો વડે કરાયેલું તે યુદ્ધ જેમ સ્વામિમાં (રાજામાં) ઉપચાર કરાય છે. આ દેશનો રાજા જીત્યો, આ દેશનો રાજા હાર્યો ઈત્યાદિ કહેવાય છે. કારણ કે સુભટોની જીતથી “જય, હર્ષ અને પ્રશંસાદિ” અને સુભટોના પરાભવથી “પરાજય-વિષાદ (ખેદ-દુઃખ) અને અપકીર્તિ આદિ“ સારાં-નરસાં ફળો સ્વામિમાં જ ઉપચાર કરાય છે. જે દેશ જીતે તે દેશના રાજાને જ સામેના-દેશના ધનભંડારાદિ મળે છે. સુભટોને કંઈ મળતું નથી. જગતમાં પણ “આ રાજા જીત્યો, આ રાજા હાય” એવી ઉક્તિ પ્રવર્તે છે.
આવા પ્રકારની લોકોક્તિ પ્રવર્તવાનું કારણ એ છે કે સ્વામીમાં રહેલ જે સ્વામિત્વ રૂપ અંશ (ધર્મ) છે તે પારકા દેશની સાથે મમતા રૂપે એકતાને પામેલું છે. બીજા રાજાનો જે દેશ છે, જે ધન-ભંડારાદિ છે, તેની સાથે માયા-મમતાથી એકતાબુદ્ધિ રાજાની થયેલી છે. પરની સાથેની એકતાબુદ્ધિથી આવો ઉપચાર કરાય છે. તેવી જ રીતે સંગ્રહાયથી સર્વે પણ આત્મા સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધ-બુદ્ધ છે, અનંત જ્ઞાનાદિના સ્વામી છે, દેવ-નારકાદિ પર્યાય રહિત છે, રાગાદિ ભાવોના અકર્તા છે, સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી અવસ્થાઓથી રહિત છે. તો પણ અવિવેકના કારણે એટલે કે અજ્ઞાનદશા અને અસંયમદશાના કારણે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના જે જે કર્મોના સ્કંધો (સમૂહ) આ જીવે પૂર્વકાલમાં બાંધેલા છે, તે કર્મસ્કંધોના ઉદયનું ઘણું પ્રબળ સામ્રાજ્ય છે. તે કર્મોના ઉદયની પ્રબળતાના
૧. અહીં સ્નાલાડાયા
પાઠ હોવો જોઈએ, એમ લાગે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૩૯
કારણે જ પોતાના આત્મસ્વરૂપનું જે કર્તૃત્વ અને ભોક્તૃત્વાદિ હતું તેની પરાવૃત્તિ થઈને (તે બદલાઈને) કર્મ-પરમાણુઓના સ્કંધોને ગ્રહણ કરવું, કર્મો બાંધવાં, ઉદયમાં આવે ત્યારે ભોગવવાં, તેને આધીન થઈને તે તે પર્યાયરૂપે થવું. આમ પરદ્રવ્યને આશ્રયી ગ્રાહકતાદિ શક્તિઓ પરિવર્તન પામવાના કારણે તે તે કર્મ-સ્કંધોનાં કર્તૃત્વ અને ભોક્તત્વાદિની પ્રાપ્તિ આ જીવમાં ઉપચિરત કરાય છે.
આત્મામાં પરદ્રવ્યનું કર્તૃત્વ-ભોક્તત્વ છે નહીં, તો પણ આરોપ-ઉપચાર કરાય છે. જે મિથ્યા આરોપ કરાય તેને ઉપચાર કહેવાય છે. જેમ વરસાદ હંમેશાં પાણી જ વરસાવે તો પણ અનાજ સારાં પાકવાથી ધંધા સારા ચાલવાથી લોકો સોનું (સુવર્ણ) વસાવે છે તેથી આવો ઉપચાર કરાય છે કે ‘“સુવન્ વયંતિ મેવ:'' = વાદળમાંથી સોનું વરસે છે. આજે તો સોનું વરસે છે. તેની જેમ આ આત્મા શુદ્ધ-બુદ્ધ હોવાથી આ આત્મામાં પરભાવના કર્તૃત્વ-ભોક્તત્વ આદિ પરિણતિનો અભાવ હોવા છતાં પણ ઔપાધિક એવા (કર્મોના ઉદયથી આરોપિત કરાયેલા એવા) પરના કર્તૃત્વ-ભોક્તત્વ આદિ ભાવોનો ઉપચાર કરાય છે.
સુભટોએ મેળવેલી દેશની હાર-જીત જેમ રાજાની કહેવાય છે તેમ કર્મોથી થયેલા સુખી-દુઃખી, રાજા-રંક, દેવ-નારકાદિ ભાવો જીવના કહેવાય છે. પરમાર્થે આ ભાવો જીવના નથી, આવો વિવેક કરવો. ॥૪॥
पुनस्तदेव कथयति परप्रसङ्गाच्चैतन्यव्यामोहं दर्शयति ફરીથી બીજું એક દૃષ્ટાન્ત આપવા દ્વારા પરભાવદશાની પ્રબળતાથી ચૈતન્યનો વ્યામોહ થયો છે (ભ્રમ થયો છે) તે સમજાવે છે.
=
इष्टकाद्यपि हि स्वर्णं, पीतोन्मत्तो यथेक्षते । आत्माऽभेदभ्रमस्तद्वद् देहादावविवेकिनः ॥५॥
ગાથાર્થ :જેમ ધતુરાના પાનથી ઉન્મત્ત થયેલો પુરુષ ઈંટ આદિને પણ સુવર્ણ સ્વરૂપે જ દેખે છે તેમ અવિવેકી જીવો શરીરાદિ પુદ્ગલદ્રવ્યને વિષે પોતાના અભેદપણાની બુદ્ધિનો ભ્રમ કરે છે. પા
ટીકા:- ‘“ફટ્ટાદ્યપિ’ કૃતિ, શ્ચિત્ પીતોન્મત્તઃ પીતેન-નજેન તિરથन्यायेनार्थः धत्तुरकेणोन्मत्तः - घूर्मितः इष्टकाद्यपि मृन्मयस्कन्धानपि हीति-निश्चितं स्वर्णमीक्षते - विलोकते, तद्वत् अविवेकिनः- तत्त्वज्ञानविकलस्य देहादौ - शरीरादौ आत्माऽभेदभ्रमः- आत्मना - चेतनेन सह न भेदः - अभेदः, तस्य भ्रमः भवति
Page #241
--------------------------------------------------------------------------
________________
४४० વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર शुद्धागमाश्रवणादज्ञातस्वपरविवेकः परं स्वात्मत्वेन जानन् आत्मानं परेणैकत्वं मन्यमानः भ्रमत्यनन्तकालमतः अयमविवेकस्त्याज्यः ॥५॥
વિવેચન :- જે આત્માએ ધતુરાનું પાન કર્યું હોય તેને સર્વત્ર પીળું પીળું જ દેખાય છે. તેથી માટીની લાલ લાલ ઈંટો પણ પીળી પીળી દેખાય છે. બધી ઈંટો જાણે સુવર્ણ જ હોય એમ દેખાય છે પણ આ ભ્રમમાત્ર છે. તેની જેમ અવિવેકી આત્માને શરીરાદિમાં મારાપણાની બુદ્ધિ થાય છે. “અહીં “ધ્રિતરથાન” પંક્તિરથના ન્યાયથી પીતોન્મત્ત” શબ્દનો “પધત્તરોન્મત્ત” શબ્દ લેવો. અને તેવો અર્થ કરવો. એટલે કે “દુર્વિદ્ધર” તે પંક્તિરથ કહેવાય છે. અહીં વચ્ચેના વૈદ્ધ શબ્દનો લોપ થવાથી મધ્યમપદલોપી સમાસ જાણવો. “લાઈનસર ગોઠવાયેલા રથ” આવો અર્થ થાય છે. તેવી જ રીતે “પીતોન્મત્ત” શબ્દનો “પતયજુરોન્મત્ત” શબ્દ સમજી વચ્ચેના હજુર શબ્દનો લોપ સમજી મધ્યમપદલોપી સમાસ કરવો. જેથી “પીધેલા ધતુરાથી ઉન્માદી થયેલો જીવ” આવો અર્થ થાય છે. આવો અર્થ શ્રી દેવચંદ્રજી કૃત આ ટીકામાં છે.
સ્વોપજ્ઞ ટબામાં “ક્યત્ત" શબ્દનો અર્થ જ ધતુરો કરેલ છે. “પીત: ઉન્મત્ત: ચેન સ' પીતોન્મત્ત કરેલ છે. તથા આ દેવચંદ્રજી મ. શ્રીની ટીકામાં પતેન શબ્દના પર્યાયવાચી તરીકે નોન લખેલું છે તેથી “પીળું પીળું દેખાય છે તે કનક જ છે એમ માનીને ઉન્માદી બનેલો જીવ આવો અર્થ પણ થાય છે. તેથી સારાંશ આ પ્રમાણે છે કે - પીધો છે ધતુરો જેણે એવો ઉન્માદી થયેલો જીવ અથવા પત = પીળાપણા વડે કનક છે એમ સમજીને ઉન્માદી બનેલો જીવ, ધનુરાદિના નશાના કારણે આમથી તેમ લથડીયાં ખાતો ભ્રમવશ થયેલો આ જીવ, માટીની ઈંટો લાલ આદિ અન્ય રંગ વાળી છે, તો પણ માટીમય એવા તે પુલસ્કંધોને પણ નક્કી “આ સુવર્ણ જ છે” એમ દેખે છે. પીળાપણાના ભ્રમથી માટીની ઈંટો પીળી પીળી દેખાવાથી “આ સુવર્ણ જ છે-આ સુવર્ણ જ છે” એમ માની લે છે. પણ તે સાચું નથી. તેની જેમ અવિવેકી જીવોને (મોહના ઉદયથી પરાભૂત થયેલા જીવોને) તત્ત્વજ્ઞાનથી સર્વથા રહિત અર્થાત્ મિથ્યાજ્ઞાનવાળા જીવોને શરીરાદિને વિષે (શરીર, ઘર, ધન, પરિવાર વગેરે પર પદાર્થોને વિષે) ચેતન એવા પોતાના આત્માની સાથે અભેદબુદ્ધિ થવા રૂપ ભ્રમ થયેલો છે.
ભાવાર્થ એવો છે કે ધતુરાના પાનથી ઉન્માદી બનેલો પુરુષ જેમ સર્વત્ર પીળું પીળું જ દેખે છે તેથી લાલ ઈંટ વગેરેને પણ સુવર્ણ જ છે આમ બ્રમબુદ્ધિ કરે છે. તેમ અવિવેકી જીવો મોહના ઉદયના કારણે પરદ્રવ્યમાં પણ મારાપણાની અભેદબુદ્ધિનો ભ્રમ કરે છે. તેથી જ પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય માની લે છે. તેના સુખે પોતાની જાતને સુખી અને શરીરાદિ
Page #242
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૪૧ પદ્રવ્યના દુઃખે પોતાની જાતને દુઃખી સમજે છે. આત્મા એક સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે એવું આ જીવ સમજતો જ નથી. ભેદજ્ઞાનને બદલે મોહના ઉદયથી અભેદજ્ઞાન કરે છે.
વીતરાગ પરમાત્માથી પ્રણીત શુદ્ધ એવાં જે આગમ શાસ્ત્રો છે તે શાસ્ત્રોનું શ્રવણ ન હોવાથી નથી જાણ્યો સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક જેણે એવો આ અજ્ઞાની આત્મા પરને પોતાના આત્માપણે જાણતો છતો અને પોતાના આત્માને પરદ્રવ્યની સાથે એકમેક-અભેદ બુદ્ધિ રૂપે માનતો છતો અનંતકાલ સુધી આ સંસારમાં રખડે છે. મોહ દશા આવી છે, ભ્રમ કરાવનાર છે. આત્મતત્ત્વને ભુલાવનાર છે. પરની (શરીરાદિની) જ આળપંપાળમાં જ સમય પસાર કરાવે છે. આ કારણથી આ અવિવેક ત્યાજ્ય છે. અવિવેકવાળી બુદ્ધિ ત્યજીને વિવેકવાળા બનવું જોઈએ. //પા.
પુનઃ શુદ્ધતા શુદ્ધતહેતુત્વોપવે વથતિ = વળી શુદ્ધતા અને અશુદ્ધતાના હેતુનો ઉપદેશ સમજાવે છે -
इच्छन्न परमान् भावान्, विवेकाद्रेः पतत्यधः । परमं भावमन्विच्छन्नाविवेके निमज्जति ॥६॥
ગાથાર્થ :- પરમ ભાવોને (સર્વોત્તમ ભાવોને) ન ઈચ્છતો પુરુષ વિવેકરૂપી ગિરિ ઉપરથી નીચે પડે છે અને પરમ ભાવને ઈચ્છતો પુરુષ અવિવેકમાં ક્યારેય પણ ડૂબતો નથી. દા.
ટીકા :- “રૂચ્છન પરમાનિતિ”, પરમાન્ માવાન્ પરમાવાદના सम्मतशुद्धचैतन्यानुगसर्वधर्मपरिणमनेन परमान्-उत्सर्गशुद्धनयोपदिष्टान् नित्यानित्याद्यनन्तान् न इच्छन्-न वाञ्छन् विवेकाद्रेः-तत्त्वज्ञानतत्त्वरमणगिरेः शृङ्गाद् अधः पतति-विवेकरहितो भवति, परमं शुद्धं तादात्म्यतागतं सर्वविशुद्धात्मस्वभावं स्याद्वादोपयोगेन अन्विच्छन्-गवेषयन् शुद्धचैतन्यमुपादेयतया कुर्वन् अविवेके-अज्ञाने असंयमे न निमज्जति-न मग्नो भवति । आत्मस्वरूपैकत्वानुभवकरणप्रवृत्तः परभावचूरणचक्रवर्ती एव इति समस्तपरभावोन्मादमन्थनपटुशुद्धात्मज्ञानरमणानुभवने यतितव्यम्, नार्वाचीनपरिणतौ, अत एवापूर्वकरणप्रविष्टमुनिरनेकर्द्धिलाभे न सङ्गतिमङ्गति । अपूर्वकरणं च सर्वाभिनवगुणप्राप्तौ भवत्येव ।
વિવેચન :- પરમભાવગ્રાહક નયને માન્ય એવું આત્મામાં વર્તતું જે શુદ્ધ ચૈતન્ય છે. તે સિદ્ધપરમાત્મામાં રહેલા ચૈતન્ય જેવું નિર્મળ-નિર્દોષ ચૈતન્ય સંસારી સર્વ જીવોમાં સ્વરૂપથી
Page #243
--------------------------------------------------------------------------
________________
૪૪૨
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
અવશ્ય છે. તેને અનુસરનારા સર્વે શુદ્ધ ધર્મોનું પરિણમન આ આત્મામાં થાય છે. તેને જ પ્રધાનપણે સ્વીકારનારો જે નય તે પરમભાવગ્રાહકનય કહેવાય છે. જે નય અશુદ્ધ ભાવોને કર્મોદયજન્ય હોવાથી જીવના પોતાના નથી માટે ગૌણ કરે છે અને શુદ્ધ ભાવો ક્ષાયિકભાવના અને પારિણામિક ભાવના હોવાથી મુખ્ય કરે છે. તે નયને પરમભાવગ્રાહકનય કહેવાય છે.
તે નયની અપેક્ષાએ આત્મામાં સંભવતા એટલે કે ઉત્સર્ગ રીતે શુદ્ધ નયે જણાવેલા એવા “નિત્યાનિત્ય, ભેદાભેદ, અસ્તિ-નાસ્તિ, સામાન્ય-વિશેષ ઈત્યાદિ અનંતની સંખ્યાવાળા પરમ ભાવોને જે આત્મા સમજતો નથી, સ્વીકારતો નથી, મિથ્યાત્વ મોહના ઉદયથી આત્માના શુદ્ધકર્તૃત્વ, ભોક્તૃત્વાદિ ભાવોને તથા સ્યાદ્વાદ શૈલીવાળા ધર્મોને જે આત્મા જાણતો નથી, તે આત્મા વિવેકરૂપી પર્વત ઉપરથી પડે છે, એટલે કે શુદ્ધ આત્મતત્ત્વનું જ્ઞાન અને શુદ્ધ આત્મતત્ત્વની અંદરની રમણતા રૂપી જે પર્વત છે તે ઉપર આ આત્મા આરૂઢ થયો હતો ત્યાંથી પતન પામે છે. વિવેકશૂન્ય બને છે. જે આત્મા આત્મતત્ત્વને સમજતો નથી, આત્માને પરદ્રવ્યથી ભિન્ન જાણતો નથી. આત્માના શુદ્ધ ધર્મોને જાણતો નથી. તે આત્મા ભૂતકાળમાં વિવેકદશા પામ્યો હોય તો પણ તે પર્વત ઉપરથી પડી જાય છે. માટે વિવેકી બનવું જોઈએ અને વિવેકમાં જ વર્તવું જોઈએ.
પોતાના આત્મામાં જ તાદાત્મ્યભાવે (અભેદભાવે) રહેલો એવો અને સર્વથા શુદ્ધ એવો (સર્વથા કર્મ-કલંકથી મુક્ત એવો) જે આત્મસ્વભાવ છે તેને જે આત્મા સ્યાદ્વાદના ઉપયોગપૂર્વક ઈચ્છે છે. અનેકાન્ત શૈલિથી સાપેક્ષ રીતે સમજે છે, સ્વીકારે છે અને “આવા પ્રકારનું નિર્મળ, શુદ્ધ ચૈતન્ય જ મારા માટે ઉપાદેય-તત્ત્વ છે. તેની જ પ્રાપ્તિના ઉપાયમાં જે જોડાય છે તે આત્મા આવા પ્રકારના અજ્ઞાનમાં અને અવિરતિભાવમાં એટલે કે અવિવેક દશામાં ડુબતા નથી. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી બાહ્ય સંપત્તિમાં રાજી રાજી થતા નથી તેમાં લેપાતા નથી અને પાપના ઉદયથી પ્રાપ્ત થયેલી દુ:ખસંપત્તિમાં હતાશા કે ખેદ પામતા નથી. પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી ઉદાસીન (મધ્યસ્થ) સ્વભાવવાળા થઈને જ રહે છે. ઉત્તમ આત્માઓ સુખમાં ગર્વિષ્ટ અને દુઃખમાં હતાશ થતા નથી. કારણ કે પરને પોતાનું માનવું તે આત્માનું સ્વરૂપ જ નથી. પણ અવિવેક જ છે.
આત્માના શુદ્ધ નિરાવરણ સ્વરૂપમાં જ એકતાનો અનુભવ કરવામાં જે પ્રવૃત્તિશીલ આત્મા છે તે “પરભાવદશાને” ચૂરી નાખવામાં ચક્રવર્તી તુલ્ય છે. આ રીતે સમસ્ત એવા પરભાવદશાના તોફાનનો નાશ કરવામાં જ પટુ થવા દ્વારા શુદ્ધ એવા આત્મતત્ત્વને જાણવામાં, તેની જ શ્રદ્ધા કરવામાં અને તેની જ રમણતા કરવામાં આ જીવે વધારેમાં વધારે પ્રયત્નશીલ
Page #244
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
४४३ થવું જોઈએ, પરંતુ અર્વાચીન પરિણતિમાં (વર્તમાનકાલમાં પૂર્વબદ્ધ પુણ્ય-પાપ કર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલી સુખ-દુઃખની સામગ્રીવાળી પરિણતિમાં) મગ્ન થવું જોઈએ નહીં.
આ કારણથી જ અપૂર્વકરણમાં પ્રવેશેલા મુનિઓ આકાશગામિની, વૈક્રિય, આહારક, શરીર રચનાની, જંઘાચારણ-વિદ્યાચારણપણાની તથા આમાઁષધિ આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ તે લબ્ધિઓમાં અલ્પમાત્રાએ પણ આસક્તિ પામતા નથી. આવી લબ્ધિઓ ફોરવવામાં ઉદાસીનવૃત્તિવાળા હોય છે. લબ્ધિઓની પ્રાપ્તિનો હર્ષ ધારણ કરતા નથી. આવા પ્રકારના વૈરાગ્યવાહી ભાવવાળા અને નિર્વેદ-સંવેગના પરિણામની પરાકાષ્ટાવાળા આત્માઓ નવા નવા ગુણો આવે છતે તથા તેવા વિશિષ્ટ પરિણામો (અધ્યવસાય સ્થાનો) આવે છતે અપૂર્વકરણ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
सम्मदरसव्वविरइ, अणविसंजोयदंसखवगे य । મોદલમસંતવવો, વીસનીયર સુપાસેઢી દરા (શતકનામા પંચમકર્મગ્રંથ)
एवमेकादशगुणश्रेणिषु प्रथमगुणश्रेणी करणत्रयं शेषासु दशसङ्ख्यासु अपूर्वकरणानिवृत्तिरूपं करणद्वयं करोत्येव । एवमपूर्वापूर्वकरणारोहणेन कर्मपटलविगमो भवति । उक्तञ्च -
सातर्द्धिरसेष्वगुरुः, सम्प्राप्य विभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे, न भजति तस्यां मुनिः सङ्गम् ॥२५६॥ या सर्वसुरवरद्धिर्विस्मयनीयाऽपि सानगारद्धैः । नार्घति सहस्रभागं, कोटिशतसहस्रगुणितापि ॥२५७॥
(પ્રશમરતિ ગાથા ૨૫૬-૨૫૭) all ૧ સમ્યકત્વ, ૨ દેશવિરતિ, ૩ સર્વવિરતિ, ૪ અનંતાનુબંધી કષાયોની વિસંયોજના, ૫ દર્શનમોહનીયની ક્ષપણા, ૬ ચારિત્રમોહનીયની ઉપશમના, ૭ ચારિત્રમોહનીયનો ઉપશમ, ૧. ગુણશ્રેણી એટલે ઉદયસમયથી આરંભીને અંતર્મુહૂર્તના કાલમાં પ્રતિસમયે અસંખ્યગુણા-અસંખ્યગુણા
કર્મયુગલોની જે રચના કરવી અને આવી રચના કરીને કર્મોની નિર્જરા કરવી તે ગુણશ્રેણી કહેવાય છે. તાત્પર્ય અર્થ એ છે કે ઉપરોક્ત ગુણોમાંના કોઈપણ એક ગુણની પ્રાપ્તિના પ્રથમસમયે ઉપરની સ્થિતિમાંથી કર્મપુદ્ગલો ઉતારીને ઉદયસમયથી આરંભીને અંતર્મુહૂર્તના કાલમાં પ્રતિસમયમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા-અસંખ્યાતગુણા અધિકના ક્રમે કર્મપુગલો ગોઠવે છે. તે જ પ્રમાણે બીજા સમયે પણ પ્રથમસમય કરતાં અસંખ્યાતગુણાં કર્મપુગલો ઉપરની સ્થિતિમાંથી લાવીને નીચે અંતર્મુહૂર્તના કાલમાં અસંખ્યાતગુણના ક્રમે પૂર્વની જેમ ગોઠવે છે. આ જ પ્રમાણે ત્રીજા સમયે,
Page #245
--------------------------------------------------------------------------
________________
४४४ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર ૮ ચારિત્રમોહનીયની ક્ષપણા, ૯ ક્ષીણમોહ, ૧૦ સયોગી કેવલી અને ૧૧ અયોગીકેવલી એમ કુલ અગિયાર ગુણશ્રેણીઓ છે.
આ પ્રમાણે અગિયાર ગુણશ્રેણીઓમાં સૌથી પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિની ગુણશ્રેણીમાં ત્રણ કરણ, અને બાકીની દશસંખ્યાવાળી શેષ ગુણશ્રેણીઓમાં બે કરણ કરે છે. આ પ્રમાણે અપૂર્વ અપૂર્વ અધ્યવસાય સ્થાનો ઉપર આરોહણ કરવાથી આવા જીવોનાં ઘણાં ઘણાં કર્મોનાં પટલોનો નાશ થાય છે. પ્રશમરતિપ્રકરણમાં કહ્યું છે કે -
- સાતા, ઋદ્ધિ અને રસ એમ ત્રણે ગારવામાં અનાસક્ત એવા મુનિ અન્ય મુનિઓ વડે દુર્લભ એવી લબ્ધિઓની વિભૂતિને પામીને પણ પ્રશમભાવના સુખમાં જ મસ્ત રહે છે પણ તે લબ્ધિની વિભૂતિમાં આસક્તિભાવ ધરતા નથી.
આશ્ચર્ય પમાડે એવી સર્વશ્રેષ્ઠ ઈન્દ્રની પણ જે ઋદ્ધિ છે તે ઋદ્ધિને જો લાખ અને કરોડ વડે ગુણવામાં આવે તો પણ તે ઋદ્ધિ અણગારપણાની ઋદ્ધિની પાસે હજારમા ભાગે પણ થતી નથી. અનાસક્તપણાની આ ઋદ્ધિ ઘણી મહાન અને ગૌરવશાલી છે.
તેથી જ પદ્ગલિક સુખોમાં આસક્ત બનવું નહીં. કારણ કે તે આત્માનું સ્વરૂપ નથી, પરાધીન છે, નાશવંત છે અને વિયોગકાલે ઘણું ઘણું દુઃખ આપનાર છે. llll
आत्मन्येवात्मनः कुर्यात्, यः षट्कारकसङ्गतिम् । क्वाविवेकज्वरस्यास्य, वैषम्यं जडिमजवात् ॥७॥
(નમગ્નના) પાઠાન્તર ગાથાર્થ:- જે આત્મા પોતાના આત્માના છ કારકનો સંબંધ પોતાના આત્મામાં જ કરે છે તે આત્માને પુદ્ગલદ્રવ્યોનો અતિશય સંબંધ હોવા છતાં પણ અવિવેકરૂપી તાવની વિષમતા કેમ થાય? અર્થાત્ ન થાય. Iછા
ટીકા :- “આત્મચેવાત્મનઃ રૂતિ', ઃ માત્મનઃ નૃત્વવ્યાપારવિમન: आत्मनि-एके स्वात्मद्रव्ये, एव आत्मनः स्वीयां षट्कारकसङ्गतिं-षट्कारकाणां कर्तृ
ચોથા સમયે યાવત્ અંતર્મુહૂર્ત સુધી તે પ્રમાણે કરે છે તેને ગુણશ્રેણી કહેવાય છે. ઉત્તરોત્તર ગુણશ્રેણીમાં પૂર્વ પૂર્વ ગુણશ્રેણી કરતાં નાના નાના અંતર્મુહૂર્તકાલમાં અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ દલિકોની ગોઠવણ દ્વારા ઘણાં કર્મોની નિર્જરા કરે છે. સમ્યકત્વની ગુણશ્રેણી કરતાં દેશવિરતિની અને દેશવિરતિ કરતાં સર્વવિરતિની એમ અગિયારે ગુણશ્રેણીઓ ક્રમશઃ અસંખ્યગુણ અસંખ્યગુણ નિર્જરાવાળી હોય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૪૫ कर्म-करण-सम्प्रदानापादानाधिकरणरूपाणां सङ्गतिमेकत्वं कुर्यात् । अस्य पुरुषस्य अविवेकोऽज्ञानं स एव ज्वरस्तस्य वैषम्यं-विषमत्वं क्व-कथं भवति ? ज्वरस्य हेतुत्वमाह-जडिमजवात् जडिमा-मौढ्यं, तस्य जवो-वेगः, तस्मात्, अथवा जडमज्जनात्-जडमज्जनेन महाज्वरोत्पातः तस्मात् ।
| વિવેચન - પોતાના આત્મ-તત્ત્વના કર્તુત્વના વ્યાપારનો વિભાગ કરવામાં દક્ષ (ચતુર) એવો જે પુરુષ પોતાના એક આત્મદ્રવ્યમાં જ પોતાનાં છએ કારકની સંગતિ કરે છે તે પુરુષને મૂઢતાની તીવ્રતાથી આવનારા એવા અવિવેકરૂપી જ્વરની વિષમતા કેમ હોય?
અનાદિકાલથી મોહના ઉદયની તીવ્રતાના કારણે આ જીવે શરીર, ધન, ઘર આદિ પૌલિક પદાર્થોને તથા કૌટુંબિક સભ્યો, સ્નેહીઓ વગેરે જીવાત્મક પદાર્થોને પોતાના માની લીધા છે. તેની સાથે થયેલી અભેદ બુદ્ધિથી આ જીવ પોતાની જાતને શરીરનો કર્તા, ઘરનો કર્તા, ધનપ્રાપ્તિનો કર્તા માની રહ્યો છે. જીવનભર શરીરાદિને જ સાચવવાનું કાર્ય (કમ) આ જીવ કરે છે. આમ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર એમ છએ કારક મોહને વશ થયેલા આ જીવે પરદ્રવ્યમાં જોડ્યાં છે અને માન વહન કરે છે કે આ ઘર મેં બાંધ્યું છે, આ શરીર મારું છે. મેં ગર્ભાવાસમાં બનાવ્યું છે. આ ધન મારું છે. મેં ઘણો પ્રયત્ન કરીને તે ધનને પ્રાપ્ત કર્યું છે. આમ આ જીવને પરદ્રવ્યનું જ કર્તુત્વભોસ્તૃત્વ તથા બીજા કારકચક્ર પણ પરદ્રવ્ય સંબંધી જ પોતાનામાં દેખાય છે. પોતાનું અસલી સ્વરૂપ તો આ જીવ ભૂલી જ ગયો છે. કેવી મોહાધતા?
જેને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તેને જ આત્માના અસલી સ્વરૂપનો ખ્યાલ આવે છે. તેને જ ભેદજ્ઞાન થાય છે. તે આત્મા જ “હું પરદ્રવ્યનો કર્તા નથી પણ મારા શુદ્ધ સ્વરૂપનો જ કર્તા છું” આમ કર્તુત્વના વ્યાપારનો વિભજન (વિભાગ) કરવામાં દક્ષ (ચતુર) બને છે. આ રીતે જે આત્મા પોતાના આત્માના કર્તુત્વના વ્યાપારનો વિભાગ કરવામાં ચતુર બનીને પોતાના એક આત્મદ્રવ્યમાં પોતાના કર્તા-કર્મ-કરણ આદિ છએ કારકચક્રની સંગતિ કરે છે. તે જ આત્મા વિવેકી ગણાય છે.
એટલે કે “હું મારા શુદ્ધસ્વરૂપનો જ કર્તા છું આ મારું પારિણામિક ભાવનું સહજ સ્વરૂપ છે. ગૃહાદિનો કર્તા તો મોહના ઉદયથી થયો છું - તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી. આમ સ્વરૂપનો કર્તાકારક મારો આત્મા જ છે. વળી મારે મેળવવા લાયક કાર્ય પણ મારું શુદ્ધ સ્વરૂપ જ છે જે પ્રાપ્ત કરેલું ક્યારેય ચાલ્યું જતું નથી. પરદ્રવ્યને મેળવવું એ મારું કાર્ય નથી. આમ કર્મકારક પણ મારો આત્મા જ છે. તથા મારા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ પણ
Page #247
--------------------------------------------------------------------------
________________
४४६
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
શુદ્ધસ્વરૂપના આલંબને જ પ્રગટ થાય છે, અન્યથા થતી નથી. તેથી કરણકારક પણ મારો આત્મા જ છે. પ્રાપ્ત થતું શુદ્ધસ્વરૂપ પણ આ આત્માને જ આપવાનું છે, અન્ય કોઈ આત્માને મારું સ્વરૂપ આપી શકાતું નથી. માટે સંપ્રદાનકારક પણ મારો આત્મા જ છે. તથા આવા પ્રકારનું આ શુદ્ધસ્વરૂપ મેળવવાનું પણ આ આત્મામાંથી જ છે અન્ય દ્રવ્યમાંથી આ આત્મતત્ત્વ પ્રાપ્ત થતું નથી. તેથી અપાદાનકારક પણ આ આત્મા જ છે. વળી પ્રગટ થયેલું આ આત્મસ્વરૂપ મારા પોતાના આત્મામાં જ સચવાય છે. તે સ્વરૂપ સાચવવા માટે અન્ય બીજી કોઈ પેટી-તિજોરી નથી તેથી અધિકરણકારક પણ મારો પોતાનો આત્મા જ છે”
આમ જે પુરુષ પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનાં છએ કારક પોતાના એક આત્મદ્રવ્યમાં જ સંગત કરે છે તે પુરુષને “આ શરીર મારું છે, ધનાદિ મારું છે, હું એનો છું, અથવા શરીરાદિ એ જ હું છું, તેના સુખે હું સુખી છું” આવી અભેદ બુદ્ધિરૂપી અવિવેક-અજ્ઞાનદશા આવા પ્રકારના વિવેકી જીવને આવતી નથી.
- જો આવી અભેદ બુદ્ધિ થતી નથી તો પછી આવા પ્રકારના અવિવેકવાળી દશા સ્વરૂપ જ્વરની (તાવની) વિષમતા-આકુળવ્યાકુલતા તથા અભિમાનાદિ અને મમતાભરી બુદ્ધિ કેમ થાય? અર્થાત્ ન જ થાય. આવા પ્રકારનો અભેદ બુદ્ધિરૂપ અવિવેક આ જીવને અત્યાર સુધી કેમ થતો હતો? તો શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે નહમ = જડતા-મૂર્ખતા અર્થાત મોહાન્ધતાનો નવત્ વેગ હોવાથી-તીવ્રતા હોવાથી આ અવિવેક થતો હતો, મૂઢતાનું બહુ જોર હતું, અજ્ઞાનતાનું ઘણું જ તોફાન હતું. તેના કારણે આવા પ્રકારની અભેદ બુદ્ધિરૂપી અવિવેક થતો હતો તે હવે કેમ હોય ? અર્થાત્ ન હોય.
અથવા નહિમMવત્ પાઠને બદલે નમનાર્ એવો અથવા નર્મળનાર્ એવો પણ પાઠ જોવા મળે છે. ત્યાં પંક્તિનો આવો અર્થ કરવો કે શરીરમાં જ્વરાદિ હોય અને જળમાં સ્નાનાદિ કરે તો અતિશય શીતળ જળના સ્નાનથી જ્વરાદિ વૃદ્ધિ પામે અને આકુલવ્યાકુલતા લાવે તેવી અવિવેકરૂપ જ્વરની વિષમતા આવા જીવને કેમ હોય ? અથવા જડ એવા પદ્ગલિક પદાર્થોમાં મસ્તી માણવાથી મોહબ્ધતાથી જે અવિવેકદશા રૂપી જ્વરની વૃદ્ધિ થાય છે તે પણ આવા જીવને કેમ હોય ? અર્થાત્ ન જ હોય. જે પોતાના શુદ્ધ સ્વરૂપને દૃષ્ટિમાં લે છે તેને જ આ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આવા મહાત્મા પુરુષો પુલદ્રવ્યની આસક્તિથી બાર ગાઉ દૂર દૂર ભાગે છે તેને જડપદાર્થોનો સંયોગ અવિવેકબુદ્ધિ રૂપી જ્વર (તાવ) લાવી શકતો નથી.
अत्र षट्कारकव्याख्या श्रीविशेषावश्यकानुसारेण उच्यते । “आत्मा कर्ता"
Page #248
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
४४७ तथा च यः कर्तात्मापरः सः कारकचक्रोपेतः एव । आत्मा कर्ता स्वगुणपरिणमनात्मकज्ञप्तिक्रियाकारकत्वात् । ज्ञानाद्यनन्तगुणप्रवृत्तिः कार्यम् । गुणाः करणभूताः । गुणपर्यायाणामुत्पादपर्यायाणां पात्रत्वात्सम्प्रदानम् । व्ययीभूतपर्यायाणां विश्लेषास्पदत्वाद् अपादानम् । तथानन्तगुणपर्यायाणामाधारत्वाद् आधारः । आत्मनि आत्मा आत्मानम् आत्मना आत्मने आत्मनः परिणमनवृत्त्या करोति । उक्तञ्च श्रीजिनभद्रपूज्यैः -
અહીં છ કારકની વ્યાખ્યા શ્રી વિશેષાવશ્યકભાષ્યને અનુસાર કરાય છે. “આત્મા એ કર્તા છે” અને જે કર્તાપણાના સ્વરૂપમાં તત્પર છે એટલે કે કર્તાપણાના સ્વરૂપથી યુક્ત છે તે છએ કારકના સમૂહથી સહિત છે. તે આ પ્રમાણે છે. (૧) પોતાના જ્ઞાનગુણમાં પ્રતિસમયે પરિણમન પામવા રૂપ જ્ઞપ્તિક્રિયાને કરનાર છે માટે આ આત્મા કર્તા છે. (૨) જ્ઞાનાદિ અનંતગુણોમાં નિરંતર પ્રવૃત્તિ કરવી એ જ આ આત્માનું કાર્ય (કર્મ) છે. આ કર્મકારક થયું. (૩) આત્મામાં રહેલા ગુણો એ જ અધિક ગુણોનો આવિર્ભાવ કરવામાં કરણભૂત છે. આ કરણકારક થયું. (૪) નવા નવા ઉત્પન્ન થતા ગુણો અને પર્યાયોનું આત્મા એ જ પાત્ર હોવાથી અર્થાત્ નવા નવા પ્રગટ થતા ગુણ-પર્યાયો આત્માને જ અપાય છે તેથી આત્મા સંપ્રદાનકારક થયો. (૫) પ્રતિસમયે નાશ પામતા પર્યાયોનો આત્મામાંથી વિયોગ થતો હોવાથી આત્મા એ જ અપાદાનકારક થયો. (૬) તથા અનન્ત ગુણ-પર્યાયોનો આ જ આત્મા આધાર હોવાથી આત્મા એ જ અધિકરણકારક થયો. આ પ્રમાણે “આ આત્મામાં પરિણમન સ્વભાવ હોવાથી આત્મા પોતે જ આત્મતત્ત્વને આત્માના ગુણો દ્વારા આત્મામાંથી પ્રગટ કરીને આત્માને આપવાનું કામ કરે છે” આમ આ છએ કારકચક્ર જાણવું. શ્રી જિનભદ્રગણિજી પૂજ્યવરે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –
कारणमहवा छद्धा, तत्थ सतंतोत्ति कारणं कत्ता । कज्जप्पसाहगतमं, करणं मि उ पिंडदंडाइं ॥२११२॥
व्याख्या-अथवा कारणं षोढा । तत्र (सतंतो) स्वतन्त्रः कर्ता, यः स्वतन्त्रं स्वाधीनं कारणं स कर्ता यथा घटस्य कर्ता कुम्भकारः, तथा आत्मनि व्याप्यावस्थितानामभेदरूपाणां गुणानां स्वस्वपरिणमनकार्यव्यापारप्रवृत्तिरूपां क्रियां करोति तेनात्मा कर्ता । कार्यप्रसाधकतमं कारणं करणमपादाननिमित्तभेदात विभेदम । तत्र घटे मृत्पिण्डमुपादानम्, दण्डादि निमित्तम्, तथा चात्मा कर्ता ज्ञानादि कार्यम्, तत्र स्वसत्तापरिणतिः उपादानम्, स्वरूपसिद्धौ शुद्धपारिणामिककार्ये निमित्ताभावः इति ।
Page #249
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
कर्मक्षपणशुद्धात्मप्राग्भावलक्षणे साधनकार्येऽप्यात्मा कर्ता, तत्त्वसिद्धिश्च कार्यम्, आत्मगुणा ज्ञानदर्शनचारित्रवीर्यरूपाः स्वधर्मसाधनावलम्बिनः कारणमुपादानम्, निर्विकारवीतरागवाक्यादयः निमित्तमिति ।
અથવા કારણ છ પ્રકારે છે. ત્યાં સ્વતંત્ર એ કર્તા કારણ છે. કાર્યનું પ્રસાધકતમ જે કારણ તે કરણ નામનું કારણ છે. જેમકે ઘટકાર્યમાં નૃષિંડ અને દંડાદિ. ૨૧૧૨॥
૪૪૮
અથવા કારણ છ પ્રકારે છે. ત્યાં જે સ્વતંત્ર હોય તેને કર્તા કહેવાય છે. એટલે કે સ્વતંત્ર છે-સ્વાધીન છે કારણતા જેની તે કર્તા કહેવાય છે. જેમકે ઘટકાર્ય કરવામાં કુંભકાર એ સ્વતંત્ર છે માટે કર્તા છે. મૃત્યિંડ અને દંડાદિ કારણો કુંભકારને આધીન છે. તથા આત્મામાં અભેદભાવે વ્યાપીને રહેલા એવા જ્ઞાનાદિ ગુણોનું પોતપોતાના ભાવે પરિણમન રૂપ કાર્ય કરવાના વ્યાપારાત્મક-પ્રવૃત્તિરૂપ ક્રિયાને આ આત્મા જ કરે છે સર્વ કારકોમાં આત્મા સ્વતંત્ર
છે. તેથી આત્મા એ કર્તા છે.
કોઈ પણ કાર્યના પ્રસાધકતમ જે કારણ છે તેને કરણ કહેવાય છે. તે ઉપાદાન અને નિમિત્તના ભેદથી બે પ્રકારે છે. જેમકે ઘટકાર્ય કરવું હોય ત્યાં માટીનો પિંડ એ ઉપાદાનકારણ છે અને દંડાદિ એ નિમિત્તકારણ છે. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે તે તે ઉપાદાનકારણ કહેવામાં આવે છે અને ઉપાદાનને કાર્યરૂપે પરિણમાવવામાં સહાયક બનીને જે દૂર ખસી જાય તે નિમિત્તકારણ કહેવાય છે. ત્યાં આત્મા એ કર્તા છે અને જ્ઞાનાદિ ગુણોનો આવિર્ભાવ કરવો તે કાર્ય છે. ત્યાં પ્રતિસમયે આત્મસત્તાનું પરિણમન થવું એ ઉપાદાનકારણ છે અને સ્વરૂપ સિદ્ધ થઈ ગયા પછી આત્માના શુદ્ધ સ્વરૂપનું પારિણામિક ભાવે પરિણમન પામવા રૂપ કાર્ય કરવામાં બાહ્ય નિમિત્તનો અભાવ છે. તથા કર્મોને ખપાવવા રૂપ શુદ્ધ આત્મતત્ત્વનો આવિર્ભાવ કરવા સ્વરૂપ સાધનાવસ્થા રૂપ કાર્ય કરવામાં પણ આત્મા એ કર્તા છે, તત્ત્વસિદ્ધિ એ કાર્ય (કર્મ) છે અને આત્મધર્મની સાધનાના અવલંબનભૂત એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યરૂપ ગુણો એ ઉપાદાનકારણ છે અને નિર્વિકારી એવા વીતરાગપરમાત્માની જે વાણી-શાસ્ર-પ્રવચન વગેરે નિમિત્તકારણ છે.
कम्मं किरिया कारणमिह निच्चिट्ठो जओ न साहेइ । अहवा कम्मं कुम्भो, स कारणं बुद्धिहेउत्ति ॥२११३॥
भव्वोत्ति व जोग्गो त्ति व सक्कोत्ति व सो सरूवलाभस्स । कारणसंनिज्झमि वि, जं नागासत्थमारंभो ॥२११४ ॥
Page #250
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
४४८ बज्झनिमित्तावेक्खं, कज्जं वि य कज्जमाणकालम्मि । होइ सकारणमिहरा, विवज्जयाऽभावया होज्जा ॥२११५॥
(श्री विशेषावश्यमाष्य ॥था २११३-१४-१५) ઘટ બનાવવાની જે ક્રિયા તે કર્મ છે અને તે જ ક્રિયા કારણ કહેવાય છે. કારણ કે ચેષ્ટા વિનાનો કુંભકાર પણ ઘટ બનાવી શકતો નથી. અથવા કાર્યરૂપે જે કુંભ છે તે કારણ પણ છે કારણ કે તે ઘટ ઘટોત્પાદનની બુદ્ધિનો હેતુ છે. ૨૧૧૩
અથવા પોતાના સ્વરૂપના લાભને માટે જે ભવ્ય છે, યોગ્ય છે અર્થાત્ કાર્યરૂપે થવાને શક્ય છે તે તેનું કારણ કહેવાય છે. ઘટના કારણોની સામગ્રીનું સન્નિધાન હોવા છતાં પણ કુંભાર આકાશ માટે આરંભ કરતો નથી પણ ઘટ માટે જ આરંભ કરે છે. ર૧૧૪
બાહ્યનિમિત્ત-સામગ્રીની અપેક્ષાવાળું ઘટકાર્ય પણ જ્યારે જ્યારે કરાય છે ત્યારે ત્યારે ક્રિયમાણકાલે (બુદ્ધિમાં કલ્પાયેલા રૂપે) કર્મ પણ પોતાનું કારણ બને છે અન્યથા (જો કર્મ એ કારણ ન બનતું હોય તો) વિપરીત કાર્ય થઈ જાય અથવા કાર્ય થવાનો અભાવ થઈ જાય. ll૨૧૧૫||
क्रियते का निवर्त्यते इति व्युत्पत्तेः कर्म भण्यते । कासौ क्रिया ?, कुम्भं प्रति कर्तृव्यापाररूपा, सा च कुम्भलक्षणकार्यस्य कारणमिति प्रतीतमेव । आहननु कुलाल एव कुम्भं कुर्वन्नुपलभ्यते, क्रिया तु न काचित् कुम्भकरणे व्याप्रियमाणा दृश्यते । इत्याह-इह निश्चेष्टः कुलालोऽपि यस्मान्न (घटं) साधयति-निष्पादयति, या च तस्य चेष्टा सा क्रिया इति कथं न तस्याः कम्भकारणत्वमिति । अथवा-कर्त्तः ईप्सिततमत्वात् क्रियमाणः कुम्भ एव कर्म, तर्हि कार्यमेवेदमतः कथमस्य कारणत्वं ? न हि सुतीक्ष्णमपि सूच्यग्रमात्मानमेव विध्यति । ततः कार्यं निवर्त्यस्यात्मन एव कारणमित्यनुपपन्नमेवेत्याह-स कारणं "बुद्धिहेउत्ति" स कुम्भः कारणं-हेतुः कुम्भस्य । कुतः ? प्रस्तावात्-कुम्भबुद्धिहेतुत्वात् ।
इदमुक्तं भवति सर्वोऽपि बुद्धौ सङ्कल्प्य कुम्भादि कार्यं करोति, इति व्यवहारः । ततो बुद्ध्यध्यवसितस्य कुम्भस्य चिकीर्षतो मृन्मयकुम्भः, (मृन्मयकुम्भस्य) तद् बुद्ध्यालम्बनतया कारणं भवत्येव ।
"क्रियते" इति कर्म भावी व्युत्पत्ति डोवाथी l 43 से ७२॥य ते उपाय छ તે કોણ છે? ક્રિયા તે કર્મ છે. ઘટ બનાવવાની ક્રિયા કર્તા એવા કુંભાર વડે કરાય છે માટે
Page #251
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
૪૫૦
ક્રિયા તે યિમા હોવાથી કર્મ કહેવાય છે. ઘટ બનાવવા માટેની કુંભકારના વ્યાપારસ્વરૂપ જે ક્રિયા છે તે કર્મ પણ છે અને તે ક્રિયા કુંભલક્ષણવાળા કાર્યનું કારણ પણ છે. આ વાત પ્રસિદ્ધ છે.
પ્રશ્ન :- કુંભકાર જ ઘટ કરતો હોય એમ દેખાય છે. પરંતુ કુંભ બનાવવામાં કોઈ ક્રિયા વ્યાપારાત્મક હોય એવું દેખાતું નથી. ઘટ કરવામાં કુંભકાર જેવો વ્યાવૃત થયેલો દેખાય છે તેવી કોઈ ક્રિયા ઘટ કરવામાં વ્યાવૃત હોય તેવું દેખાતું નથી.
ઉત્તર ઃ- કુંભકાર પણ જો ચેષ્ટા વિનાનો હોય એટલે કે ક્રિયા ન કરતો હોય તો ઘટાત્મક કાર્યને સાધી શકતો નથી. તેથી જેમ કુંભકાર ઘટ બનાવવામાં વ્યાપારમય છે તેમ કુંભકારની ચેષ્ટા પણ ઘટ બનાવવામાં વ્યાપારમય છે. તે કુંભકારની જે ચેષ્ટા છે તે જ ક્રિયા છે. માટે ઘટોત્પત્તિના કરણકાલે જેમ કુંભકાર વ્યાપારાત્મક દેખાય છે તેમ તે કુંભકારની ક્રિયા પણ પ્રત્યક્ષ વ્યાપાર રૂપે દેખાય જ છે. માટે તે ક્રિયાને કુંભનું કારણપણું કેમ ન કહેવાય ? ઘટકાર્ય પ્રત્યે કુંભકાર કર્તારૂપે જેમ કારણ છે તેમ આ ક્રિયા પણ ઘટકાર્ય પ્રત્યે ક્રિયાત્મકભાવે અવશ્ય કારણ છે જ.
પ્રશ્ન :- અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે “તુરીષ્મિતં ર્મ' કર્તાને ક્રિયા કરવા દ્વારા મેળવવાને જે ઈષ્ટ હોય તે કર્મ કહેવાય છે. આ ન્યાયથી કર્તાને ઘટકાર્ય ઈષ્ટ હોવાથી ઉત્પન્ન કરાતો તે ઘટ કર્મ જ હો (કરણ ન હો), તેથી આ ઘટ એ કાર્ય જ છે (કર્મકારક જ છે) આ ઘટને કરણકારક કેમ કહેવાય ? ઘટ પોતે કરાય છે માટે કર્મ છે પણ કરણ હોય તે સમજાતું નથી. કારણ કે ગમે તેવો અતિશય તીક્ષ્ણ એવો પણ સોયનો અગ્ર ભાગ પોતાને વિંધી શકતો નથી. સુશિક્ષિત નટ પોતાની જાતને પોતાના ખભા ઉપર ચડાવી શકતો નથી. તેમ જે કર્મ હોય છે તે પોતે જ પોતાનું કરણ સંભવી શકતું નથી. આ પ્રમાણે કાર્ય પોતે જ નિર્વર્યમાન - ઉત્પન્ન કરાતા એવા પોતાનું કરણ પોતે થાય, આ વાત અઘિટત છે.
ઉત્તર ઃ- તે બુદ્ધિગત ઘટ ઉત્પન્ન કરાતા ઘટનું કારણ છે. કારણ કે કુંભાકારપણે કે પરિણામ પામેલી બુદ્ધિ ઉત્પદ્યમાન ઘટનું કારણ બને છે. કહેવાનો સાર એ છે કે સર્વે પણ કાર્ય કરનારાઓ જે જે ઘટ-પટાદિ કાર્ય કરવું હોય છે, તે તે કાર્યને પ્રથમ બુદ્ધિમાં સંકલ્પિત કરે છે. બુદ્ધિમાં સંકલ્પિત કરીને જ ઘટ-પટાદિ કાર્ય કરે છે. આવા પ્રકારનો જગતનો વ્યવહાર છે. તેથી બુદ્ધિમાં આરોપિત કરાયેલા (એટલે કે કલ્પના કરાયેલા) કુંભનું, કરવાને ધારેલા મૃન્મયકુંભ પ્રત્યે તે ઘટગતબુદ્ધિના આલંબન સ્વરૂપે કારણપણું છે જ. બુદ્ધિમાં કલ્પાયેલા ઘટ પ્રમાણે જ મૃન્મય ઘટ બનાવાય છે, માટે બુદ્ધિગત ઘટ ક્રિયમાણ ઘટનું કારણ બને જ છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૧
न च वक्तव्यमनिष्पन्नत्वादसन्नसौ तबुद्धेरपि कथमालम्बनं स्यात् ? द्रव्यरूपतया तस्य सर्वदा सत्त्वात् इति । ननु य एवेह मृन्मयकार्यरूपो घटः तस्यैव कारणं चिन्त्यते इति प्रस्तुतं, बुद्ध्यध्यवसितस्तु तस्मादन्य एवेति तत्कारणाभिधानमप्रस्तुतमेव । सत्यम्, भाविनि भूतवदुपचारन्यायेन तयोरेकत्वाध्यवसानाददोषः । स्थासकोशादिकारणकालेऽपि हि किं करोषीति पुष्टः कुम्भकारः "कुम्भं करोमीत्येवं" वदति बुद्धयध्यवसितेन निष्पत्स्यमानस्यैकत्वाध्यवसायादिति ॥२११३॥
પ્રશ્ન :- મૃન્મયઘટ જે હવે કરવાને ધારેલો છે પણ હજુ તે તો બન્યો જ નથી. અર્થાત્ અનિષ્પન્ન જ છે. તેથી આ મૃન્મયઘટ તો અસત્ છે (અવિદ્યમાન છે). તો પછી અસત્ એવો આ મૃન્મય ઘટ તે બુદ્ધિગત ઘટનું આલંબન કેવી રીતે લઈ શકે ? હજુ પોતે તો બન્યો જ નથી તેથી તે અસત્ હોવાથી બુદ્ધિમાં વિચારેલા ઘટનું આલંબન કેમ લઈ શકે?
ઉત્તર :- જે મૃન્મયઘટ છે તે પર્યાયરૂપે (ઘટાકારપણે) ભલે બન્યો નથી તો પણ દ્રવ્યરૂપપણા વડે તે ઘટ સર્વકાલે સત્ છે. માટીમાં ઘટ દ્રવ્યાર્થિકનયથી સત્ છે, માત્ર તેનો તિરોભાવ છે. પણ સત્ નથી એમ નથી. તેથી મૃન્મયઘટ દ્રવ્યરૂપે સત્ હોવાથી બુદ્ધિગત ઘટનું આલંબન લઈ શકશે.
પ્રશ્ન :- અહીં જે મૃન્મયઘટ છે તે જ કાર્ય છે અને તેને જ કારણ માનવાનો વિચાર કરાય છે. જે કર્મકારક છે તે જ કરણકારક છે એમ તમારું કહેવું છે. તેથી કાર્યાત્મક રૂપે રહેલો જે મૃન્મયઘટ છે તેને જ કારણરૂપે જણાવવો જોઈએ આ જ વાત પ્રસ્તુત છે. બુદ્ધિમાં વિચારેલો ઘટ તો મૃન્મય ઘટથી સર્વથા અન્ય જ વસ્તુ છે. તેને તમે કારણ તરીકે જે કથન કરો છો તે સર્વથા અપ્રસ્તુત જ છે, ઉચિત નથી. જે ઘટ કરાય છે, તે માટીનો બનેલો છે. તેને જ કરણકારક તરીકે સમજાવવો જોઈએ. અન્ય એવા બુદ્ધિ-ગત ઘટને કારણ સમજાવવાથી તે અપ્રાસંગિક થઈ શકે છે. એટલે કે કર્મકારક અને કરણકારક એક નહી રહે પણ ભિન્ન થઈ જશે.
ઉત્તર :- તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ “ભાવિના કાર્યમાં ભૂતકાલનો જેમ ઉપચાર કરાય છેઆવો જાય છે. જેમ આવતી કાલે દિપાવલી (દિવાળી) આવવાની હોય તો તે ભાવિ છે. મહાવીર પ્રભુનું નિર્વાણ ૨૫૦૦ વર્ષ પૂર્વે હોવાથી ભૂતકાલ છે. છતાં એમ કહેવાય છે કે “આવતી કાલે મહાવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક છે” આ વિષયમાં આવતીકાલનો દિવાલીનો દિવસ અને ૨૫૦૦ વર્ષ પૂર્વેનો દિવાલનો દિવસ જેમ એક કરવામાં આવ્યો, તેવી રીતે મૃન્મયઘટ અને બુદ્ધિગતઘટ આ બન્નેનો અભેદોપચાર કરવાથી એટલે કે એકરૂપે
Page #253
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૪૫૨
વિવેકાષ્ટક - ૧૫ વિચારવાથી કંઈ દોષ લાગતો નથી. બુદ્ધિગત ઘટમાં સમજાવેલી કરણકારકતા મૃન્મયઘટમાં પણ લાગુ પડે છે.
તથા કુંભકાર ઘટકાર્યના પૂર્વકાલવર્તી સ્થાસ-કોશ-કુશુલ આદિ પર્યાયોને જ્યારે બનાવતો હોય છે ત્યારે સ્થાસાદિ કરવાના કાલે પણ જો કોઈ તે કુંભકારને પૂછે કે “તું શું કરે છે ?” તો તેનો ઉત્તર કુંભકાર એમ જ આપે છે કે “હું ઘટ કરું છું”, “હું સ્વાસકોશ કરું છું” એમ કહેતો નથી. તેનો અર્થ એ થાય છે કે બુદ્ધિમાં અધ્યવસિત ઘટની સાથે ભાવિમાં બનવા વાળા ઘટની એકતા છે, એકરૂપ અધ્યવસાય છે. બન્ને ઘટનો અભેદોપચાર હોવાથી બુદ્ધિગતઘટની જે કારણતા છે તે જ કારણતા નિષ્પદ્યમાનઘટની પણ મનાય છે. તેથી ઘટ કર્મકારક પણ છે અને તે જ ઘટ પોતાની ઉત્પત્તિનું કરણકારક પણ છે. ર૧૧all
अथवा-भव्यो योग्यः स्वरूपलाभस्येति शक्य उत्पादयितुमतः सुकरत्वात्कार्यमप्यात्मनः कारणमिष्यते । अवश्यं च कर्मणः कारणत्वमेष्टव्यम्, यत्-यस्मात् समस्तकारणसामग्रीसन्निधानेऽपि नैवमेव कोशार्थं प्रारम्भः, किन्तु विवक्षितकार्यार्थमतस्तदविनाभावित्वात् तत्क्रियायाः कार्यमप्यात्मनः कारणमिति । एतदेव भावयतिર૬૨૪
જે ઉપાદાન કારણમાંથી ઘટ-પટાદિ કાર્યના સ્વરૂપનો લાભ (કાર્યનો આવિર્ભાવ) થઈ શકે તેમ છે. આવિર્ભાવ કરવાને યોગ્ય છે. જે કારણમાંથી કાર્ય ઉત્પન કરવું શક્ય છે. ત્યાંથી જ કાર્ય કરવું સુકર (સુલભ) છે. આ રીતે કાર્ય પણ પોતાની પ્રગટતાનું કારણ સ્વીકારી શકાય છે. કાર્યકારક (કર્મકારક) પણ કરણકારક હોઈ શકે છે. તેથી કર્મને પણ કારણતા (કરણકારકતા) અવશ્ય સ્વીકારી શકાય છે.
તથા બુદ્ધિગત-ઘટની કારણતા આ રીતે પણ સંગતિને પામે છે કે - ઘટ બનાવવાની સમગ્ર કારણસામગ્રી સામે હોવા છતાં પણ જે કુંભકારે ઘટ બનાવવાનો પ્રારંભ કર્યો છે તે પ્રથમ તો સ્વાસ-કોશ-કુશુલાદિ જ બનાવે છે ઘટ તો અંતે જ બને છે તો પણ તેને કોઈ પુછે કે હે કુંભકાર ! તું શું બનાવે છે? ત્યારે તેના તરફથી આવો જ ઉત્તર મળે છે કે “હું કુંભ બનાવું છું” તે ક્યારેય એમ કહેતો નથી કે “હું સ્વાસ-કોશ-કુશૂલ બનાવું છું તેથી નક્કી થાય છે કે આ પ્રયત્ન વિવક્ષિત કાર્ય એવા ઘટ માટે જ છે પણ સ્થાસાદિ માટે નથી. તેથી
જ્યારથી ઘટ બનાવે છે ત્યારથી જ બુદ્ધિગત ઘટ તે ઘટોત્પાદનક્રિયામાં અવશ્ય જોડાયેલો જ છે. આ રીતે ઘટોત્પાદનની ક્રિયા તે બુદ્ધિગતઘટની સાથે અવિનાભાવવાળી હોવાથી ઘટાત્મક કાર્ય પણ (કર્મ પણ) પોતાનું કારણ (કરણકારક) બને જ છે. અહીં મૂલગાથામાં “s
Page #254
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૩
નાસ્થમાનો' પદમાં “આકાશ માટે પ્રયત્ન નથી” પણ ઘટ માટે પ્રયત્ન છે એવો અર્થ નીકળે છે શ્રી વિશેષાવશ્યક ભાષ્યની ટીકામાં આ જ અર્થ કરેલ છે, અને તે અર્થ પણ ખોટો નથી. કારણ કે કુંભકારનો પ્રયત્ન કંઈ આકાશ બનાવવા માટે નથી પણ ઘટ બનાવવા માટેનો પ્રયત્ન છે. આવો અર્થ સંગતિને પામે છે. પરંતુ સ્થાસ-કોશ-કુશૂલાદિ ઘટના અંગો હોવાથી સ્થાસાદિ માટે કે કોશાદિ માટે પ્રયત્ન નથી પણ ઘટ માટે પ્રયત્ન છે. આ અર્થ વધારે સંગત લાગે છે. અને અહીં ટીકાકારશ્રીએ ટીકામાં આ પાછલો અર્થ સ્વીકાર્યો છે. આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવે છે. ર૧૧૪
बाह्यानि कुलालचक्रचीवरादीनि यानि निमित्तानि तदपेक्ष्य क्रियमाणकाले अन्तरङ्गबुद्धयालोचितं कार्यं भवति । स्वस्यात्मनः कारणं स्वकारणम्, अन्यथा यदि बुद्ध्या पूर्वमपर्यालोचितमेव कुर्यात् तदाऽप्रेक्षापूर्वं शून्यमनस्कारम्भविपर्ययो भवेत् । घटकारणसन्निधावप्यन्यत् किमपि शरावादिकार्यं भवेदभावो वा भवेत् । न किञ्चित्कार्यं भवेदित्यर्थः ।
तस्माद् बुद्ध्यध्यवसितं कार्यमप्यात्मनः कारणमेवेष्टव्यम् । किं बहुना ? यथा यथा युक्तितो घटते तथा तथा सुधिया कर्मणः कारणत्वं वाच्यम् । अन्यथा कर्मणः अकारकत्वे करोतीति कारकमिति षण्णां कारकत्वानुपपत्तिरेव स्यादिति ।
કુલાલ, ચક્ર, ચીવર, દંડ વગેરે ઘટોત્પાદનનાં જે જે બાહ્ય નિમિત્તો છે તેની અપેક્ષા રાખીને ઘટોત્પત્તિની ક્રિયા જે કાલે કરાતી હોય તે કાલે પણ કુંભારે પોતે પોતાની અંતરંગ બુદ્ધિમાં જેવા પ્રકારનો ઘટ બનાવવાનો વિચાર કરેલો હોય છે (પ્લાન દોરેલો હોય છે) તેવો જ ઘટ કરે છે અને તેવો જ ઘટ થાય છે. આ રીતે ઘટ પોતે જ ઘટની પોતાની ઉત્પત્તિનું કારણ અવશ્ય બને જ છે.
અન્યથા = જો બુદ્ધિગતઘટને કારણ ન માનીએ અને પૂર્વકાલમાં બુદ્ધિથી વિચાર કર્યા વિના જ (પ્લાન દોર્યા વિના જ) કાર્ય કરવા બેસે તો અપેક્ષાપૂર્વક કરાયેલું કાર્ય (બુદ્ધિમાં વિચાર કર્યા વિના કરાયેલું કાય) શૂન્યમનસ્કપણે કરાયેલા કાર્યનો આરંભ વિપરીત કાર્ય (કરવા)વાળો થાય. એટલે કે ઘટ બનાવવાની તમામ સામગ્રીની નિકટતા હોવા છતાં પણ શરાવ-કોડીયું માટલું માટલી ઈત્યાદિ ન ધારેલું અન્ય કોઈ કાર્ય થઈ જાય. કારણ કે ૧. શૂન્યમનસ્વત્વત્ કારમી (ાર્યચ) વિપર્યયઃ (વિપરીત:) ભવેત્ એક અર્થ આવો થાય,
અથવા શૂન્યમનસ્વત્ રમી (વાર્થચ) વિપર્યયઃ (અમાવ:) ભવેત્ આવો બીજો અર્થ થાય.
Page #255
--------------------------------------------------------------------------
________________
૪૫૪ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર ઘટ બુદ્ધિમાં વિચાર્યો નથી, તેથી ગમે તે કાર્ય થઈ જવાનો પ્રસંગ આવે. અથવા શૂન્યમનસ્ક હોવાથી કોઈ પણ કાર્ય ન બને એમ કાર્યનો અભાવ પણ થઈ જાય. તેથી બુદ્ધિથી વિચારેલામનમાં ગોઠવી રાખેલા કાર્યને પણ પોતાના તે કાર્યનું કારણ માનવું જોઈએ.
ઉપર ચર્ચા ઘણી કરી, ઘણું શું કહીએ? જેમ જેમ યુક્તિથી કર્મની કરણકારકતા ઘટી શકે છે તે રીતે પંડિતપુરુષે કર્મકારકની કરણકારકતા સમજવી અને સમજાવવી. જો આમ ન સમજીએ અને કર્મને કર્મકારક અને કરણકારક એમ બે જાતની કારકતા ન માનીએ તો “રોતીતિ રમ્' જે કાર્ય કરે તે કારક, આ વ્યાખ્યા પ્રમાણે છે કારક છે. આવી શાસ્ત્રકારોની વાત સંગત થાય નહીં. માટે આ તત્ત્વ સૂમબુદ્ધિથી વિચારીને છ કારક સમજવાં. //ર૧૧પો
देओ स जस्स तं संपयाणमिह तं पि कारणं तस्स । होई तदत्थिताओ, न कीरए तं विणा जं सो ॥२११६॥
તે ઘટાત્મક પર્યાય જેને આપવાનો હોય તે સંપ્રદાનકારક કહેવાય છે. તે સંપ્રદાન પણ કાર્યનું કારણ છે. જો તે ઘટના અર્થી (ગ્રાહક) કોઈ હોય તો જ કરાય છે. અર્થી વિના તે ઘટપર્યાય કરાતો નથી. ll૧૧દી
ટીકા - મનવપર્યાય: યસ્થ રેયઃ સ ત પ્રતિ સમ્રતાનમ, તપિ તર્ય कारणम् । यद्वस्तु तदर्थित्वे-तत्त्वे तद्पत्वे भवति, न अभिनवपर्यायग्रहणं तर्हि न कार्योत्पत्तिः । इदमुक्तं भवति-अभिनवपर्यायग्रहणेनैव कार्यसिद्धिः ॥२११६॥
વિવેચન - હવે સંપ્રદાનકારક સમજાવે છે જ્યારે ઘટ બનાવવાનો હોય ત્યારે ઘટ અને પટ બનાવવાનો હોય ત્યારે પટ એમ ઉત્પન્ન કરાતું કાર્ય એ અભિનવપર્યાય (નવોઅપૂર્વપર્યાય) કહેવાય છે. આ બનાવાતો અભિનવપર્યાય જેને આપવાનો હોય, જેના માટે બનાવાતો હોય તે અભિનવપર્યાય લેનાર વ્યક્તિ (ગ્રાહક-ગરાગ), તે અભિનવપર્યાય પ્રત્યે સંપ્રદાનકારક કહેવાય છે. ઘટ જે ગ્રાહકો માટે કરાતો હોય તે ગ્રાહક ઘટનું સંપ્રદાનકારક છે. પટના ગ્રાહક તે પટનું સંપ્રદાનકારક છે. આ રીતે ગ્રાહક પણ તે કાર્યનું કારક બને છે.
જે વસ્તુ (જે કાય) તેના અર્થ હોતે છતે એટલે કે અર્થારૂપ (ગ્રાહકરૂપ) તત્ત્વ હોતે છતે જ અભિનવપર્યાય કરાય છે અને જો અભિનવપર્યાયને ગ્રહણ કરનાર ગ્રાહક કોઈ ના હોય તો તે કાર્યની ઉત્પત્તિ થતી નથી. માટે તે તેનું સંપ્રદાનકારક કહેવાય છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૫
ઘટ વેચાતા હોય, ગ્રાહકો મળતા હોય તો જ નવા નવા ઘટ કરાય છે. એવી જ રીતે પટાદિ કાર્ય પણ ગ્રાહકો હોય તો જ કરાય છે. ગ્રાહક વિના નવા નવા કાર્યની ઉત્પત્તિ કરાતી નથી. માટે ઉત્પન્ન કરાતા કાર્યના જે ગ્રાહક છે, લેનાર છે. જેને તે નવીનપર્યાય આપવાનો છે તે તેના સંપ્રદાનકારક છે. કહેવાનો સાર એ છે કે “નવા નવા પર્યાયના ગ્રાહક કોઈ હોય તો જ તે તે કાર્યની સિદ્ધિ (ઉત્પત્તિ) કરાય છે. માટે જે ગ્રાહક છે તે સંપ્રદાનકારક છે. ૨૧૧૬॥
भूपिंडावायाओ, पिंडो वा सक्करादवायाओ । चक्कमहावाओ, वाऽपादाणं कारणं तं पि ॥२११७॥
ગાથાર્થ ઃ- પૃથ્વી પિંડના અપાદાનથી ઘટ બને છે, માટે પિંડ અથવા શર્કરા આદિના અપાદાનથી પિંડ, અથવા ચક્ર અને આપાક (ભઠ્ઠી) વગેરે જે કારણ છે તે સર્વે વિવક્ષાએ અપાદાન કારક કહેવાય છે. II૨૧૧૭ા
ટીકા :- મૂપિણ્ડસ્ય અપાય:, શરાવીનામપાય:, ચાવીનામુપપત્તૌ વમપાવાનું कारकं कारणं भवति । भूरपादानं पिण्डापायेऽपि ध्रुवत्वात् । अथवा विवक्षया पिण्डः अपादानम्, तद्गतशर्करादीनामपायेऽपि विवेकेऽपि ध्रुवत्वात् अथवा घटापायाच्चक्रमापाको वाऽपादानमिति ॥ २११७॥
વિવેચન :- આ શ્લોકમાં હવે અપાદાનકારક સમજાવે છે. વિભાગ પામતી વસ્તુ જ્યાંથી વિભાગ પામતી હોય તે મૂલભૂત કાયમ રહેનારી વસ્તુને અપાદાન કહેવાય છે. જેમકે દેવદત્તે કુવામાંથી પાણી કાઢ્યું અહિં વિભાગ પામતી વસ્તુ પાણી છે તે કુવામાંથી કઢાય છે પણ કુવો સદા રહે છે. તેથી કુવાને અપાદાન કહેવાય છે. ચૈત્ર કોઠીમાંથી અનાજ કાઢે છે. અહીં વિભાગ પામતું દ્રવ્ય અનાજ કોઠીમાંથી કઢાય છે પણ કોઠી કાયમ રહે છે. માટે કોઠીને અપાદાન કહેવાય છે. તેવી રીતે અપાદાનકારક હવે સમજાવે છે.
भूः अपादानम् पिण्डापायेऽपि ध्रुवत्वात् પૃથ્વી એ અપાદાન છે. કારણ કે પૃથ્વીમાંથી માટીનો પિંડ કાઢવામાં આવે તો પણ પૃથ્વી તો ધ્રુવ જ રહે છે. માટે પિંડના અપાયનું મૂલસ્થાન જે પૃથ્વી છે. તે અપાદાન છે.
=
પિઙોડપાવાનમ્, શરાવીનામપાયેઽપ ધ્રુવત્વાત્ = માટીનો પિંડ એ અપાદાન છે. કારણ કે તે પિંડમાંથી કાંકરા વગેરે દૂર કરવા છતાં પણ માટીનો પિંડ સદા ધ્રુવ રહે છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
પ્રમાપાજો વાડપાવાનમ્, ઘટાપાયાત્ = અથવા ચક્ર અને ભટ્ટી પણ અપાદાન કહેવાય છે. કારણ કે ચક્ર ઉપરથી અથવા ભટ્ટીમાંથી ઘટ બહાર કઢાય છે છતાં ચક્ર અને ભટ્ટી ધ્રુવ છે. આ રીતે વિચારતાં જે વસ્તુ વિખુટી પડતી હોય તે વસ્તુ જ્યાંથી વિખુટી પડે છે તે મૂલભૂત ધ્રુવવસ્તુને અપાદાનકારક કહેવાય
૪૫૬
પૃથ્વીમાંથી પિંડનો અપાય, પિંડમાંથી શર્કરાદિનો અપાય અને ચક્રાદિમાંથી ઘટનો અપાય થાય છે, આ પ્રમાણે પૃથ્વીનું, પિંડનું અને ચક્રાદિનું અપાદાનકારણ નામનું કારક બને છે. આ અપાદાનકારક સમજાવ્યું. II૨૧૧૭॥
वसुहागासं चक्कं, सरूवमिच्चाइसंनिहाणं जं ।
कुंभस्स तंपि कारणमभावओ तस्स जदसिद्धी || २११८ ॥
ગાથાર્થ :- પૃથ્વી, આકાશ, ચક્ર અને સ્વરૂપ ઈત્યાદિ જે કોઈ કુંભનાં સન્નિધાન રૂપે એટલે કે આધાર રૂપે કારણ બને છે તે તે કુંભનાં આધારાત્મક કારણ છે. તે આધારનો જો અભાવ હોય તો ઘટકાર્યની સિદ્ધિ થાય નહીં. ૨૧૧૮॥
घटस्य चक्रं सन्निधानमाधारः, तस्यापि वसुधा, तस्या अप्याकाशम्, अस्य पुन: स्वप्रतिष्ठत्वात् स्वरूपमाधारः । इत्येवमादि यत्किमपि आनन्तर्येण परम्परया वा सन्निधानमाधारो घटस्य विवक्ष्यते तत्सर्वमपि तस्य कारणम् । तदभावे तस्य घटस्य यद्-यस्मादसिद्धिः । एवमात्मनोऽपि यथा आत्मा कर्ता, स्वगुणानां कर्ता, स्वस्वज्ञप्तिदृष्टिरमणानुभवलक्षणानां प्रवृत्तिः कार्यम्, ते एव गुणाः सत्तास्था निरावरणाः करणरूपाः तेषामेवोत्पादपरिणतिपर्यायाभिनवाविर्भावलक्षणं सम्प्रदानम्, तेषामेव पर्यायाणां ज्ञानादीनां पूर्वपर्यायव्ययलक्षणमपादानम्, आत्मनः असङ्ख्येयप्रदेशरूपस्वक्षेत्रत्वं समस्तगुणपर्यायाणामाधारः । इति स्वस्वरूपषट्कारकाणां सर्वकार्यनिष्पत्तिः । परिणतानां ज्ञानं सद्विवेकः, तद्विवेकतां सर्ववैषम्याभावः इति શ્લોાર્થઃ ।
સન્નિધાન એટલે આધાર, ઘટનો આધાર ચક્ર છે. તે ચક્રનો પણ આધાર પૃથ્વી છે. તે પૃથ્વીનો પણ આધાર આકાશ છે. આ આકાશ પોતે સ્વયં પ્રતિષ્ઠિત હોવાથી પોતાનું સ્વરૂપ એ જ આ આકાશનો આધાર છે. આ રીતે જે કોઈ પણ અનંતરપણે અથવા પરંપરાએ પણ ઘટનું સન્નિધાન (આધાર) બનતું હોય અથવા ઘટના આધાર તરીકે વિવક્ષા કરાય તે સર્વે પણ વસ્તુઓ ઘટનું આધારરૂપે કારણ બને છે. કારણ કે આધારરૂપે જો તે ચક્ર-પૃથ્વી
Page #258
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૫૭ આકાશ આદિ ન હોત, તેઓનો અભાવ હોત તો તે વિવક્ષિત ઘટકાર્યની સિદ્ધિ થતી નથી. માટે તે આધારને પણ કારણ માનવાં જોઈએ. અહીં સુધી ઘટ-પટ વગેરેના ઉદાહરણો આપીને છ કારક સમજાવ્યાં. હવે આ જ છ કારક આત્મદ્રવ્યમાં સમજાવે છે -
આ જ પ્રમાણે આત્મામાં પણ છે કારક જાણવાં. ત્યાં પ્રથમ આત્મા કર્યા છે તે સમજાવે છે. આ આત્મા સ્વગુણોનો કર્તા છે. કારણ કે જ્ઞાન-દર્શનાદિ ગુણો આત્માના જ છે અને આ આત્મા જ તેને પ્રગટ કરનાર છે. માટે કર્તા છે. આત્માના પોતાના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન-દર્શનાદિ ગુણોમાં જ રમણતાનો અનુભવ કરવારૂપ જે પ્રવૃત્તિ કરવી તે કાર્ય છે. અર્થાત્ કર્મકારક છે. તે જ જ્ઞાન-દર્શનાદિ ગુણો કે જે સત્તામાં રહેલા છે તે જેમ જેમ નિરાવરણ થાય છે (ક્ષયોપશમભાવથી પ્રગટ થાય છે, તેમ તેમ તે ગુણો નવા નવા ગુણોની પ્રાપ્તિમાં કારણરૂપ બને છે. ગુણોથી ગુણો ઉઘડે છે, ખૂલે છે. માટે ગુણો કરણરૂપ છે. તે જ જ્ઞાનાદિ ગુણોમાં પ્રતિસમયે ઉત્પાદ-પરિણતિરૂપ પર્યાયથી નવા નવા ગુણોનો જે આવિર્ભાવ થાય છે તે પ્રગટ થતા ગુણોનું દેયપાત્ર આત્મા જ છે. કારણ કે આ ગુણો આત્માને જ આપવાના છે. માટે આત્મા સંપ્રદાન છે.
તે જ જ્ઞાનાદિ ગુણોના પર્યાયોમાં પૂર્વ પૂર્વ પર્યાયોનો જે વ્યય થાય છે તે અપાદાનકારકતા આત્માની છે. કારણ કે પૂર્વકાલીન પર્યાયો આત્મામાંથી નાશ પામતાં આત્માથી દૂર થયા અને આત્મા ધ્રુવ રહ્યો માટે આત્મા અપાદાન છે. તથા આ આત્માના અસંખ્યપ્રદેશાત્મક જે સ્વક્ષેત્ર છે તે જ જ્ઞાનાદિ સમસ્ત ગુણો અને પર્યાયોનો આધાર છે. આ પ્રમાણે આત્મામાં પોતાના જ સ્વરૂપની છ કારકતા સમજાવી. આત્મા પોતે જ કર્તા, પોતાનું સ્વરૂપ જ કર્મ, પોતાના ગુણો જ કરણ, આત્મા પોતે જ સંપ્રદાન, અપાદાન અને આધાર એમ છએ કારક આત્માના સ્વરૂપનાં આત્મામાં જ જાણવાં. આમ સમજવાથી આત્માના સ્વરૂપના સર્વકાર્યની સિદ્ધિ થાય છે. આત્મામાંથી જ ગુણો પ્રગટ થાય છે. આત્માના ગુણો પ્રગટ કરવા એ જ આત્માનું કર્તવ્ય છે. આ રીતે છએ કારક સમજવાં.
પરિણત આત્માઓને થયેલું જે જ્ઞાન છે તે જ ઉત્તમ વિવેક રૂપ બને છે. જ્ઞાનના પ્રભાવે હેય-ઉપાદેયનો સવિશેષ વિવેક પ્રગટે છે. તે વિવેક આવવાથી સર્વ પ્રકારની વિષમતાનો અભાવ થાય છે. રાગ-દ્વેષની પરિણતિ, આકુળ-વ્યાકુલતા, હર્ષ-શોકાદિ, દુઃખ-સુખની લાગણીઓ, ચડતી-પડતીના પ્રસંગે રતિ-અરતિના ભાવો, કષાયોની તીવ્રતા ઈત્યાદિ સર્વ વિષમતા દૂર થઈ જાય છે અને આ આત્મા સરળ, સજ્જન, નિર્વિકારી, નિર્વેદસંવેગપરિણામવાળો અને વિશેષ વિશેષ મોક્ષાભિલાષી થાય છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
अत्रावसरायातमुच्यते, कारकता तु आत्मपरिणतिकर्तृत्वरूपात्मशक्तिपरिणामः । स च सदैव निरावरणोऽपि बन्धकार्यकर्तृत्वेन कर्मरूपस्य कर्ता एव सम्यग्ज्ञानोपयोगगृहीतस्वरूपलाभाभिलाषी स्वगुणप्राग्भावरूपस्वसाधनकार्यकर्ता स एव निष्पन्नपूर्णानन्दसिद्धत्वे स्वरूपगुणपरिणमनज्ञायकतादिमूलकार्यकर्ता इति સેવમ્ III
૪૫૮
જ્ઞાનસાર
છ કારકનું સ્વરૂપ બહુ જ વિસ્તારથી સમજાવીને હવે અવસરને ઉચિત જે સમજાવવા જેવું છે તે સમજાવે છે. આત્મતત્ત્વમાં જ પરિણામ પામવા સ્વરૂપ કર્તૃત્વરૂપ જે આત્મશક્તિનો પરિણામ છે તે સ્વસ્વરૂપની કારકતા છે. તે જ કારકતા વાસ્તવિકપણે આ આત્મામાં છે. તે આ કર્તૃત્વરૂપ આત્મશક્તિનો પરિણામ સદાકાલ નિરાવરણ જ રહે છે. તો પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદાદિના કારણે તે જ આત્મશક્તિનો પરિણામ બંધાત્મકકાર્યના કર્તાપણે પરિણામ પામ્યો છતો આ જીવ કર્મરૂપકાર્યનો કર્તા બની જાય છે. તેમાંથી સત્સંગ, સ્વાધ્યાય અને સદ્ગુરુના યોગરૂપ બાહ્ય કારણો મળવાથી અને તથાભવ્યતાના પરિપાક રૂપ અત્યંતર કારણ પ્રાપ્ત થવાથી સમ્યજ્ઞાનના ઉપયોગપૂર્વક બુદ્ધિમાં ગૃહીત થયેલા એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિને મેળવવાનો અત્યન્ત અભિલાષી થયેલો એવો આ જીવ પોતાના ગુણોને પ્રગટ કરવા રૂપ આત્મતત્ત્વની સાધનાના કાર્યનો કર્તા બને છે. સાધના કરતાં કરતાં કાળાન્તરે આ જ આત્મા પૂર્ણાનન્દવાળું સિદ્ધપણું પ્રાપ્ત કરે છે એટલે કે કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રાપ્ત કરીને સર્વકર્મ ખપાવીને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સ્વરૂપાત્મક ગુણોના પરિણમનનો તથા ત્રૈકાલિક સર્વભાવોની જ્ઞાયકતા, સ્વગુણોની ભોક્તતા, સ્વપર્યાયોની રમણતા, અવ્યાબાધ અનંત સુખોની ભોક્તતા વગેરે મૂલભૂત શુદ્ધસ્વરૂપાત્મક કાર્યનો કર્તા બને છે. જ્ઞા
संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्म - शत्रुच्छेदक्षमं भवेत् ॥८॥
ગાથાર્થ :- વિવેકરૂપી શાણ (શરાણ) વડે ઉત્તેજિત કરાયેલું અને ધીરજરૂપી ધારા દ્વારા પ્રબળ બનેલું એવું મુનિમહારાજનું સંયમરૂપી શસ્ર કર્મશત્રુઓનો છેદ કરવામાં સમર્થ બને છે. ૮
ટીકા :- “સંયમાસ્ત્રમિતિ''-સંચમ:-પરમાવનિવૃત્તિરૂપ: તવેવ અસ્ત્ર વિવેન - स्वपरविवेचनेन शाणेन उत्तेजितं - उत्कृष्टतेजस्तां नीतम्, धृतिः - सन्तोष:, तद्रूपा
Page #260
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૫૯ धारा, तया उल्बणं-तीक्ष्णं संयमास्त्रम्, कर्म-ज्ञानावरणादि, तदेव शत्रुः तस्य च्छेदः, तस्मिन् क्षम-समर्थं भवति, इत्यनेन अनादिमिथ्यात्वासंयमाज्ञानाधिष्ठः विशिष्टोत्कृष्टरूपस्वरूपधर्मभ्रान्त्या परभावैकत्वोत्पन्नविपर्यासकर्तृत्व-भोक्तृत्व-ग्राहकत्वाद्यशुद्धपरिणत्या सहीतकर्मोपाधिः तद्विपाकप्राप्तशुभाशुभसंयोगभोगेन रागद्वेषपरिणतः संसारे संसरति जीवः । स एव त्रिलोकवत्सलार्हदुक्तपरमागमसंयोगपीततत्त्वरहस्यः स्वपरविवेकेन परभावविभावाभ्यां निवृत्तः शुद्धात्मीयस्वभावरुचिः सर्वाश्रवनिवृत्तः परमात्मसाधको भवति । अत एव स्वपरभेदज्ञानरूपविवेकाभ्यासः करणीयः ॥८॥
વિવેચન :- મુનિ મહાત્માની પાસે રહેલું સંયમ રૂપી શસ્ત્ર કર્મો રૂપી શત્રુઓનો ઉચ્છેદ (નાશ) કરવામાં સમર્થ થાય છે ત્યાં સંયમ એટલે પરભાવની નિવૃત્તિ કરવી તે, વ્યવહારનયથી પરપદાર્થોનો ત્યાગ કરવો. એટલે કે પ્રવજ્યા લેવી તે સંયમ અને નિશ્ચયનયથી પરપદાર્થો પ્રત્યેની મમતા-મારાપણાનો જે પરિણામ તે પરભાવ, તેનો ત્યાગ કરવો તે સંયમ કહેવાય છે. વ્યવહારનય બાહ્યત્યાગને સંયમ કહે છે અને નિશ્ચયનય અત્યંતર એવા મોહત્યાગને સંયમ કહે છે. આ સંયમ એ શસ્ત્રનું કામ કરે છે તેથી તેને શસ્ત્રની ઉપમા આપવામાં આવી છે.
કોઈપણ શસ્ત્ર શાણ ઉપર (એટલે કે શરાણ ઉપર) ઘસવામાં આવે તો ઉત્કૃષ્ટ તેજવાળું બને છે. તેજસ્વી બને છે. અહીં વિવેકબુદ્ધિ (સ્વતત્ત્વ શું અને પરતત્ત્વ શું? એવા પ્રકારની જે ભેદબુદ્ધિ છે તે વિવેક તેને શરાણની ઉપમા આપવામાં આવી છે જેમ શરાણ ઉપર ઘસાયેલું શસ્ત્ર ધારદાર થાય છે તેમ વિવેકપૂર્વકનું સંયમ કર્મો છેદવામાં શસ્ત્રનું કામ કરે છે. ઉત્તેજિત એટલે ઉત્કૃષ્ટ તેજસ્વીપણાને પામેલું આ શસ્ત્ર કર્મોનો તુરત ઉચ્છેદ કરે છે.
શસ્ત્ર પણ ધાર વડે તીક્ષ્ણ બનેલું હોય તો જ છેદવાનું કામ કરી શકે છે તેમ અહીં ધીરજ, સંતોષ, સમતાભાવ એ ધાર સમજવી. જેમ ધાર વડે તીક્ષ્ણ શસ્ત્ર છેદ કરી શકે છે તેમ ધીરજરૂપી ધારા વડે તીક્ષ્ણ બનેલું, ધારદાર બનેલું આ સંયમરૂપી શસ્ત્ર, જ્ઞાનાવરણીયાદિ જે કર્યો છે. તે કર્મો રૂપી શત્રુનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને છે. ધારવાળું અને ચકચકિત શસ્ત્ર જેમ શત્રુનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને છે તેમ ધીરજ ગુણપૂર્વકનું અને વિવેક ગુણવાળું સંયમ, કર્મોનો જલ્દી જલ્દી નાશ કરવામાં સમર્થ બને છે. આ પ્રમાણે ભાવ છે.
રૂત્યનેન = ઉપર સમજાવેલા તત્ત્વ વડે સમજાય તેમ છે કે અનાદિકાળથી મિથ્યાત્વદશા, અસંયમદશા અને અજ્ઞાનદશામાં ખુચેલો આ આત્મા તથા વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ
Page #261
--------------------------------------------------------------------------
________________
૪૬૦ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર સુખસામગ્રી, શારીરિક રૂપાદિ-ધનસંપત્તિ, માન, મોભો, પ્રતિષ્ઠા ઈત્યાદિ રૂપને જ પોતાનું સ્વરૂપ છે, પોતાનો ધર્મ છે એમ ભ્રમથી માની લઈને પરભાવની સાથે એકતા થવાથી ઉત્પન્ન થયેલ જે વિપરીત કર્તૃત્વ, વિપરીત ભોસ્તૃત્વ અને વિપરીત ગ્રાહકત્વ (એટલે કે પૌદ્ગલિક ભાવોનું કર્તાપણું-ભોક્તાપણું અને ગ્રાહકપણું) વગેરે અશુદ્ધ પરિણતિ પામવાથી ઘણાં ઘણાં બાંધ્યાં છે કર્મોરૂપી ઉપાધિ જેણે એવો આ આત્મા, તે બાંધેલાં કર્મોના વિપાકોદયના કારણે પ્રાપ્ત થયેલા શુભાશુભ સંજોગોને અનુભવવાથી રાગ અને દ્વેષાદિ પરિણામને પામ્યો છતો આ આત્મા સંસારમાં રખડે છે, ભટકે છે.
- મિથ્યાત્વાદિ મહોદયના કારણે ભ્રમથી પરભાવને પોતાનું સ્વરૂપ સમજીને પરભાવની સાથે એકતાવાળો થયેલો આ જીવ વિપરીત બુદ્ધિવાળો બન્યો છે. તેના કારણે જ પરભાવનું કર્તુત્વ-પરભાવનું ભોક્નત્વ અને પરભાવનું ગ્રાહકત્વ ઈત્યાદિ અશુદ્ધ પરિણતિવાળો આ જીવ બન્યો છે. તેના કારણે નિરંતર ચીકણાં અને દીર્ઘસ્થિતિવાળાં કર્મો બાંધે છે. તે કર્મો ઉદયમાં આવે ત્યારે પ્રાપ્ત થતા શુભ અને અશુભ સંજોગોનો અનુભવ કરવો જ પડે છે. તેનાથી આ જીવમાં રાગ-દ્વેષાદિ કલુષિત ભાવો જન્મે છે. તેના કારણે આ જીવ આ સંસારમાં અનંત જન્મ-મરણાદિનાં દુઃખો પામવા દ્વારા ભટકે છે, રખડે છે, ખોટે રસ્તે જાય છે અને દુઃખી દુઃખી થાય છે.
સ વિ ત્રિસ્નોવત્સત્ન = ત્રણે લોકના સર્વ જીવો ઉપર પરમ વાત્સલ્ય ભાવવાળા એવા અરિહંત પરમાત્માએ કહેલાં એવાં પરમ આગમશાસ્ત્રોનો સંયોગ થવાથી સદ્ગુરુ પાસેથી પીધું છે યથાર્થતત્ત્વનું રહસ્ય જેણે એવો તે જ જીવ સ્વતત્ત્વ શું છે? અને પરતત્ત્વ શું છે ? એનો વિવેક જાગવાથી પરભાવદશાથી અને વિભાવદશાથી વ્યાવૃત્ત થયો છતો પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની રૂચિવાળો બન્યો છતો સર્વ આશ્રવભાવોથી નિવૃત્ત થઈને (એટલે કે સર્વસંગનો ત્યાગી થઈને) આત્મામાં જ રહેલું એવું જે પરમ આત્મતત્ત્વ છે તેનો સાધક બને છે.
આ આત્મા કર્મોને પરવશ હતો, મોહની તીવ્રતાવાળો હતો, ચીકણાં કર્મો બાંધતો હતો, શુભાશુભ સંજોગો મળતાં રાગ-દ્વેષવાળો થતો હતો. પરંતુ જ્યારથી પરમવાત્સલ્ય ભાવવાળા અરિહંત પરમાત્માનાં આગમશાસ્ત્રોનું રહસ્ય જાણ્યું છે, સદ્ગુરુનો યોગ થયો છે, તેમની પાસેથી તત્ત્વજ્ઞાનનું અમૃત પીધું છે, તેનાથી સ્વ અને પરનો વિવેક જેને જાગ્યો છે. પોતાની મોહદશા જેને સમજાઈ છે, હેય-ઉપાદેયભાવ બરાબર જેનામાં પ્રગટ થયો છે,
Page #262
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - 15 461 ભગવત્તે કહેલા માર્ગ ઉપર જે આરૂઢ થયો છે, દ્રવ્યથી અને ભાવથી પરભાવદશા જેણે ત્યજી દીધી છે, વિભાવ-ભાવથી જે આત્મા નિવૃત્ત થયો છે, પોતાનું શુદ્ધ આત્મતત્ત્વ જેને બરાબર સમજાયું છે, પોતાના આત્મતત્ત્વની જેને સાચી રુચિ લાગી છે તે જ પ્રાપ્ત કરવાની જેને ઝંખના વધી છે, એવો ડાહ્યો થયેલો આ આત્મા સર્વ આશ્રવભાવોને ત્યજે છે સંવર ભાવવાળો અને નિર્જરાભાવવાળો બને છે. તેનાથી અલ્પકાળમાં જ સર્વકર્મનો ક્ષય કરીને આત્મામાં જે “પરમ આત્મતત્ત્વ” રહેલું છે. તેનો સાધક બને છે. આ કારણથી સ્વ અને પરના ભેદજ્ઞાન સ્વરૂપ વિવેકદશા પ્રાપ્ત કરવાનો આ જીવે નિરંતર અભ્યાસ કરવો જોઈએ. જેટલો વિવેક વહેલો જાગે, તેટલું વહેલું આ જીવનું કલ્યાણ થાય. I8l. પંદરમું વિવેકાષ્ટક સમાપ્ત