________________
૪૦૦ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર અને સંજ્ઞી પંચેન્દ્રિય એમ સાતે અપર્યાપ્તાનો જઘન્યયોગ અનુક્રમે અસંખ્યાતગુણ જાણવો. ત્યારબાદ પ્રથમના બે અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ (સૂક્ષ્મ અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ) યોગ, ત્યારબાદ પ્રથમના બે (સૂક્ષ્મ અને બાદર) પર્યાપ્તાનો જઘન્યયોગ અને ત્યારબાદ તે જ બે (સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તા)નો ઉત્કૃષ્ટયોગ અનુક્રમે અસંખ્યાતગુણ કહેવો.
ત્યારબાદ ત્રસકાય એટલે ત્રણ વિકસેન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિય આમ પાંચ જીવભેદોના અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટદ્યોગ, આ જ પાંચ જીવભેદોના પર્યાપ્તાનો જઘન્યયોગ અને આ જ પાંચ જીવભેદોના પર્યાપ્તાનો ઉદ્યોગ અનુક્રમે અસંખ્યાતગુણો જાણવો. આમ અઠ્ઠાવીસ બોલનું આ યોગસંબંધી અલ્પબદુત્વ છે. આ જ પ્રમાણે જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચેનાં સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ પણ આમ જ સમજવું. સ્થિતિસ્થાનોના અલ્પબદુત્વમાં અપર્યાપ્તા કરતાં પર્યાપ્તાનાં અને પર્યાપ્તા કરતાં ઉપર ઉપરના અપર્યાપ્તાનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણાં છે. પરંતુ અપર્યાપ્તા બેઈન્દ્રિયનાં સ્થિતિસ્થાનો (તેની પૂર્વેના બોલ કરતાં) અસંખ્યાતગુણાં છે.
આ પ્રમાણે યોગના વિષયનું અઠ્ઠાવીસ ભેદોનું અલ્પબદુત્વ જાણવું, જે જે જીવોમાં જ્યારે જ્યારે યોગની અધિકતા હોય છે ત્યારે ત્યારે તે તે જીવોમાં કર્મનો બંધ (કાર્મણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ-પ્રદેશબંધ) વધારે વધારે થાય છે અને યોગ અલ્પ હોય છે ત્યારે કર્મનો બંધ (કાર્મણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ-પ્રદેશબંધ) અલ્પ-અલ્પ થાય છે. આ રીતે હીનાધિકપણે કાર્મણવર્ગણાના પ્રદેશોને ગ્રહણ કરવા રૂપે મન-વચન અને કાયાના યોગોની જે પ્રવૃત્તિ છે તે કર્મપ્રદેશોના બંધનું કારણ હોવાથી તેનો વિરોધ કરવો, તેને રોકવું તે પ્રવૃત્તિને અટકાવવી એ જ શ્રેષ્ઠ અને ઉત્તમ મૌન કહેવાય છે.
જેમ બગલો મર્ચીને પકડવા સ્થિર થાય છે, શિકારી હરણાદિનો સંહાર કરવા સ્થિર થાય છે, પરંતુ આ સ્થિરતા પરને પીડા કરનારી અને માંસાદિની લોલુપતાથી થાય છે. તેથી પરને પીડા કરવા માટે અને માંસાદિ પ્રાપ્ત કરવા માટે તેવા પ્રકારની તૃષ્ણાવાળા જીવનો બાહ્યથી જે આ યોગનો રોધ છે તે શું કામનો ? અંદરની તૃષ્ણા હોવાથી વધારે કર્મ બંધાવનાર છે. તેમ વચન ઉચ્ચાર ન કરીએ એટલે બોલવાનું બંધ રાખીએ પણ હૃદયમાં બધા જ પદ્ગલિક ભાવોની તૃષ્ણા ચાલુ હોય તો એવા મનની શું કિંમત? અર્થાત્ જ્ઞાનીઓની દૃષ્ટિએ તેની કંઈ જ કિંમત નથી. માટે પુદ્ગલદશામાં અપ્રવૃત્તિ કરવી એ જ મીન શ્રેષ્ઠ છે. તેથી પરિપૂર્ણ અને નિર્મળ એવા જ્ઞાનાદિ અનંત અનંત ગુણોના સમૂહના માહાભ્યસ્વરૂપ