________________
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
વિવેચન :
આત્માનું આત્મ-સ્વભાવમાં રમવું, પરભાવની પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને સ્વભાવદશામાં લીન બનવું તેને જ ચારિત્ર કહેવાય છે. આત્મતત્ત્વના સ્વરૂપનો અવબોધ થવો તે જ્ઞાન કહેવાય છે. મારો આત્મા પોતાના જ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપકભાવે રહેલો છે તથા સ્વાભાવિક લક્ષણ સ્વરૂપ એવા જ્ઞાનાદિ અનંતપર્યાયવાળો છે. મારું બીજું કોઈ લક્ષણ નથી. ગોરો-કાળો, જાડો-પાતળો, સ્ત્રી-પુરુષ, પશુ ઈત્યાદિ જે સ્વરૂપ છે. તે મારું સ્વરૂપ નથી, કર્મોના ઉદયથી બનેલું છે માટે વૈભાવિક સ્વરૂપ છે. તે સ્વરૂપ મારું નથી હું તો જ્ઞાનાદિ પર્યાયવાળો છું. આવો પાકો નિર્ણય કરવો તે દર્શન કહેવાય છે. આમ સમજવા વડે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એમ બે જ ગુણોના લક્ષણવાળો આ આત્મા છે. આમ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં શ્રી જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે.
૩૮૨
તેઓ ભાષ્યમાં જ્ઞાન અને દર્શન એમ બે ગુણોવાળો જ આત્મા છે આમ વ્યાખ્યાન કરે છે. કારણ કે શુભમાં પ્રવૃત્તિ કરવી અને અશુભથી નિવૃત્તિ કરવી આવા પ્રકારનું જે ચારિત્ર છે, તે તો શુભકાયાદિ યોગાત્મક અર્થાત્ ક્રિયાત્મક છે અને મૂલભૂત સ્વરૂપે આત્મા તો અક્રિય અને અયોગી છે. તેથી ક્રિયાત્મક ચારિત્ર એ આત્માનો ગુણ નથી. તેથી જ સિદ્ધ ભગવંતોને “નોરત્તા નોઞરિત્તા' કહેવાય છે. શુભયોગક્રિયા એ જ્ઞાનસાધના કરવા માટેનું સાનુકુળ સાધન છે. માટે તેનો ઉપચાર કરાયો છે, પણ વાસ્તવિકપણે તો તે પુણ્યબંધનો આશ્રવ જ છે તે ચારિત્ર નથી. માટે શુભ યોગ-ક્રિયાને ચારિત્ર ન કહેતાં આત્માનું શુદ્ધ જ્ઞાન દશામાં સ્થિર થવું તે જ ચારિત્ર કહેવાય છે. તેથી જ્ઞાન અને ચારિત્ર ગુણનો અભેદ છે. જે આત્મદશાનું જ્ઞાન અને તેમાં જામી જવું તે જ ચારિત્ર જાણવું. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ ગુણો નથી, પણ જ્ઞાન અને દર્શન એમ બે જ ગુણો છે. સવાસો ગાથાના હુંડીના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કહે છે કે
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો ।
નિર્વિકલ્પ ઉપયોગમાં, નહી કર્મનો ચારો ॥૩-જ્ઞા આત્મ તત્ત્વ વિચારીએ...
આ રીતે આત્મતત્ત્વ જાણવું. માટે તે જ્ઞાનગુણમાં જ લયલીન થવું તે ચારિત્ર કહેવાય છે. “આચરણા એ યોગાત્મક છે અને આત્માનું સ્વરૂપ યોગાત્મક નથી. માટે યોગને ચારિત્ર કેમ કહેવાય ? તેથી ચારિત્ર એ જ્ઞાનથી ભિન્ન નથી માટે તે બન્નેનો અભેદ છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં ગુણવાળો જ આત્મા જણાવ્યો છે. અથવા બે ગુણવાળો પણ આત્મા નથી, માત્ર એક જ્ઞાનગુણવાળો જ આત્મા છે. જ્ઞાનગુણની જ વિવક્ષા ભેદે બે અથવા ત્રણ અવસ્થા છે. આત્મતત્ત્વને જાણવા સ્વરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાન જ આત્મદશાના પરિણામોમાં વ્યાવૃત હોય, આત્મતત્ત્વનું જે શુદ્ધસ્વરૂપ છે તેના જ નિર્ણયમાં જો પ્રવર્તતું હોય