________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૧
न च वक्तव्यमनिष्पन्नत्वादसन्नसौ तबुद्धेरपि कथमालम्बनं स्यात् ? द्रव्यरूपतया तस्य सर्वदा सत्त्वात् इति । ननु य एवेह मृन्मयकार्यरूपो घटः तस्यैव कारणं चिन्त्यते इति प्रस्तुतं, बुद्ध्यध्यवसितस्तु तस्मादन्य एवेति तत्कारणाभिधानमप्रस्तुतमेव । सत्यम्, भाविनि भूतवदुपचारन्यायेन तयोरेकत्वाध्यवसानाददोषः । स्थासकोशादिकारणकालेऽपि हि किं करोषीति पुष्टः कुम्भकारः "कुम्भं करोमीत्येवं" वदति बुद्धयध्यवसितेन निष्पत्स्यमानस्यैकत्वाध्यवसायादिति ॥२११३॥
પ્રશ્ન :- મૃન્મયઘટ જે હવે કરવાને ધારેલો છે પણ હજુ તે તો બન્યો જ નથી. અર્થાત્ અનિષ્પન્ન જ છે. તેથી આ મૃન્મયઘટ તો અસત્ છે (અવિદ્યમાન છે). તો પછી અસત્ એવો આ મૃન્મય ઘટ તે બુદ્ધિગત ઘટનું આલંબન કેવી રીતે લઈ શકે ? હજુ પોતે તો બન્યો જ નથી તેથી તે અસત્ હોવાથી બુદ્ધિમાં વિચારેલા ઘટનું આલંબન કેમ લઈ શકે?
ઉત્તર :- જે મૃન્મયઘટ છે તે પર્યાયરૂપે (ઘટાકારપણે) ભલે બન્યો નથી તો પણ દ્રવ્યરૂપપણા વડે તે ઘટ સર્વકાલે સત્ છે. માટીમાં ઘટ દ્રવ્યાર્થિકનયથી સત્ છે, માત્ર તેનો તિરોભાવ છે. પણ સત્ નથી એમ નથી. તેથી મૃન્મયઘટ દ્રવ્યરૂપે સત્ હોવાથી બુદ્ધિગત ઘટનું આલંબન લઈ શકશે.
પ્રશ્ન :- અહીં જે મૃન્મયઘટ છે તે જ કાર્ય છે અને તેને જ કારણ માનવાનો વિચાર કરાય છે. જે કર્મકારક છે તે જ કરણકારક છે એમ તમારું કહેવું છે. તેથી કાર્યાત્મક રૂપે રહેલો જે મૃન્મયઘટ છે તેને જ કારણરૂપે જણાવવો જોઈએ આ જ વાત પ્રસ્તુત છે. બુદ્ધિમાં વિચારેલો ઘટ તો મૃન્મય ઘટથી સર્વથા અન્ય જ વસ્તુ છે. તેને તમે કારણ તરીકે જે કથન કરો છો તે સર્વથા અપ્રસ્તુત જ છે, ઉચિત નથી. જે ઘટ કરાય છે, તે માટીનો બનેલો છે. તેને જ કરણકારક તરીકે સમજાવવો જોઈએ. અન્ય એવા બુદ્ધિ-ગત ઘટને કારણ સમજાવવાથી તે અપ્રાસંગિક થઈ શકે છે. એટલે કે કર્મકારક અને કરણકારક એક નહી રહે પણ ભિન્ન થઈ જશે.
ઉત્તર :- તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ “ભાવિના કાર્યમાં ભૂતકાલનો જેમ ઉપચાર કરાય છેઆવો જાય છે. જેમ આવતી કાલે દિપાવલી (દિવાળી) આવવાની હોય તો તે ભાવિ છે. મહાવીર પ્રભુનું નિર્વાણ ૨૫૦૦ વર્ષ પૂર્વે હોવાથી ભૂતકાલ છે. છતાં એમ કહેવાય છે કે “આવતી કાલે મહાવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક છે” આ વિષયમાં આવતીકાલનો દિવાલીનો દિવસ અને ૨૫૦૦ વર્ષ પૂર્વેનો દિવાલનો દિવસ જેમ એક કરવામાં આવ્યો, તેવી રીતે મૃન્મયઘટ અને બુદ્ધિગતઘટ આ બન્નેનો અભેદોપચાર કરવાથી એટલે કે એકરૂપે