________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક – ૧૪
૪૨૧
ભળી જઈને એકમેક રૂપે થઈ જતાં નથી. આ કારણથી સમજાય છે કે આ દ્રવ્યો સ્વભાવથી જ ભિન્ન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. શરીર અહીં જ રહેવાનું છે. જીવ ભવાન્તરયાયી છે. શરીર મૂર્ત છે. આત્મા અમૂર્ત છે.
આવા પ્રકારના ભેદને સમજવા રૂપ આ ચમક્રિયા વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે. જ્ઞાની પુરુષ જ આ ભેદને સમજી શકે છે. સામાન્ય માણસો તો શરીર એ જ હું છું અને હું એ જ શરીર છે. આમ અભેદ સમજીને શરીરના શણગારમાં, સુખમાં અને ટાપટીપમાં જ લયલીન થાય છે. જ્ઞાનીપુરુષ જ ભેદજ્ઞાનવાળા થયા છતા શરીર અને આત્માને ભિન્ન સમજીને શરીરની સેવા ગૌણ કરીને આત્મતત્ત્વમાં જોડાય છે. પરંતુ કેવા જ્ઞાની પુરુષો વડે આ ભેદ જાણી શકાય છે ? તે હવે સમજાવે છે.
चिन्मात्र परिणामेन - ज्ञानमात्रपरिणामेन ज्ञानमात्रबलेन इत्यनेन पञ्चास्तिकायानामेक क्षेत्रस्थितानां कैश्चित्साधारणगुणैः अगुरुलघ्वादिभिः तुल्यानामपि असाधारणगुणैः गतिस्थित्यवगाहहेतुताचेतनापूरणगलनादिलक्षणैश्च भेद एव । स्वाशुद्धग्राहकतागृहीतपुद्गलेष्वपि न स्वगुणसङ्क्रमः । नापि पुद्गलगुणसङ्क्रमः जीवे । एषा भेदचमत्क्रिया भिन्नद्रव्ये स्वद्रव्यगुणपर्यायाणामेकद्रव्यव्याप्यावस्थितानामाधाराधेयत्वेनाभेदरूपाणामपि स्वस्वधर्मपरिणतिरूपा भेदचमत्क्रिया ।
एवं द्रव्याद् द्रव्यस्य, गुणाद् गुणस्य पर्यायात्पर्यायस्य स्वभावस्य भेदलक्षणा चमत्क्रिया विदुषा पण्डितेनैव अनुभूयते । नान्येन द्रव्यानुयोगज्ञानविकलेन । उक्तञ्च सन्मतौ
જ્ઞાનમાત્રના પરિણામવાળા એટલે કે દ્રવ્યાનુયોગના જ્ઞાનના વિષયમાં જે રસિક પંડિતપુરુષો છે તેઓ વડે જ આ ભેદના ચમત્કારની ક્રિયા અનુભવાય છે. ચૌદરાજ પ્રમાણ
લોકાકાશમય એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે સાથે રહેલાં એવાં ધર્માસ્તિકાયાદિ પાંચે અસ્તિકાય દ્રવ્યોનો અગુરુલઘુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ ઈત્યાદિ (પાંચે દ્રવ્યોમાં ઘટી શકે તેવા) સાધારણ ગુણો વડે તુલ્યતા હોવા છતાં પણ ૧ ગતિસહાયકતા, ૨ સ્થિતિસહાયકતા, ૩ અવગાહસહાયકતા, ૪ ચેતનતા અને ૫ પૂરણગલનતા વગેરે સ્વરૂપ અસાધારણ ગુણો વડે ભેદ પણ છે જ. તેથી જીવ અને શરીર એકમેક થઈને રહ્યાં છે. એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે તો પણ ચૈતન્યાદિ ગુણવાળું જે દ્રવ્ય છે તે જીવ છે અને પૂરણ-ગલન ગુણવાળું જે દ્રવ્ય છે તે પુદ્ગલાત્મક શરીરદ્રવ્ય છે.