________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક- ૧૧
૩૩૩
આ આત્માની અબધૂકતા જાણવી. બાકીની જેટલી ચેતના પરાનુગા બને છે એટલે કે વિષય અને કષાયોની ચંચળતાને જ અનુસરનારી બને છે, વિષય-કષાયોની વાસનામાં જ લયલીન બની રહે છે. તેટલી તેટલી આ આત્મા સાથે કર્મોની બંધકતા સમજવી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ ઘાતી કર્મોના ક્ષયોપશમથી આ આત્મામાં પ્રગટ થયેલી જ્ઞાનચેતના, દર્શનચેતના અને વીર્યશક્તિ જો વિષય-કષાયની વાસનાથી યુક્ત થાય તો આ જીવ તેના દ્વારા કર્મો બાંધે છે. તથા વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મોમાંની પુણ્યપ્રકૃતિઓના ઉદયથી ધન, સ્વજન, ગૃહાદિ અનુકૂળ સંસાર સામગ્રી મળે છે પરંતુ જો તે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી અનુકૂળ સામગ્રી વિષયકષાયોની વાસનાથી યુક્ત બને અને તે મોહના ભાવોને વધારનારી બને તો તે પુણ્યોદય પણ કર્મ બંધાવનાર જ બને છે. એવી જ રીતે અઘાતી કર્મોની પાપપ્રકૃતિઓના ઉદયથી આવેલી પ્રતિકૂલ પરિસ્થિતિ પણ જો અરતિ-શોક-ભય-ક્રોધાદિ ભાવોથી યુક્ત બને તો તે પાપોદય પણ નવા કર્મબંધનું કારણ બને છે. સારાંશ કે જ્ઞાનચેતના, દર્શનચેતના, વીર્યાદિ શક્તિઓ પુણ્યોદયજન્ય સાનુકૂળ સામગ્રીમાં અને પાપોદયજન્ય પ્રતિકૂળ સામગ્રીમાં જો રાગ-દ્વેષાદિ ભાવોથી વાસિત થાય તો તે નવા કર્મબંધનું કારણ જ બને છે.
પરંતુ જ્ઞાનચેતના, દર્શનચેતના, વીર્યાદિ શક્તિઓ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ, પ્રથમ સંઘયણ, પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો ઈત્યાદિ સાનુકૂળ સંસારસામગ્રી તથા પાપોદયજન્ય પ્રતિકૂળ સામગ્રી પણ જો વિષય-કષાયોને અને વાસનાને જીતીને તેમાંથી નીકળીને આત્માના ક્ષાયોપથમિક ભાવના ગુણોમાં જો વપરાય અને દિન-પ્રતિદિન ગુણોની વૃદ્ધિના જ કારણરૂપે બને તો તેટલી તેટલી અબંધકતા જાણવી. (સંવરભાવ જાણવો).
એમ કરતાં કરતાં જ્યારે આત્માની સર્વશક્તિઓ કેવળ આત્મસ્વરૂપમાં જ વિશ્રામ પામે. સ્વરૂપમાં જ રમણતા કરે, અલ્પમાત્રાએ પણ વિભાવદશામાં ન જાય ત્યારે આ આત્મા સર્વપ્રકારે કર્મોનો અબંધક થાય છે આમ જાણવું. આ પ્રમાણે જ્ઞાની પુરુષોનો સિદ્ધાન્ત છે. અર્થાત્ જ્ઞાની મહાપુરુષો આમ કહે છે. III
लिप्तताज्ञानसंपात-प्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ॥४॥
ગાથાર્થ - નિર્લેપતાના જ્ઞાનમાં મગ્ન એટલે કે “તાત્વિકપણે હું નિર્લેપ છું” એવા પ્રકારના આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા આત્માની સર્વે પણ આવશ્યક ક્રિયાઓ “હું કર્મબંધથી