________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૪૫ कर्म-करण-सम्प्रदानापादानाधिकरणरूपाणां सङ्गतिमेकत्वं कुर्यात् । अस्य पुरुषस्य अविवेकोऽज्ञानं स एव ज्वरस्तस्य वैषम्यं-विषमत्वं क्व-कथं भवति ? ज्वरस्य हेतुत्वमाह-जडिमजवात् जडिमा-मौढ्यं, तस्य जवो-वेगः, तस्मात्, अथवा जडमज्जनात्-जडमज्जनेन महाज्वरोत्पातः तस्मात् ।
| વિવેચન - પોતાના આત્મ-તત્ત્વના કર્તુત્વના વ્યાપારનો વિભાગ કરવામાં દક્ષ (ચતુર) એવો જે પુરુષ પોતાના એક આત્મદ્રવ્યમાં જ પોતાનાં છએ કારકની સંગતિ કરે છે તે પુરુષને મૂઢતાની તીવ્રતાથી આવનારા એવા અવિવેકરૂપી જ્વરની વિષમતા કેમ હોય?
અનાદિકાલથી મોહના ઉદયની તીવ્રતાના કારણે આ જીવે શરીર, ધન, ઘર આદિ પૌલિક પદાર્થોને તથા કૌટુંબિક સભ્યો, સ્નેહીઓ વગેરે જીવાત્મક પદાર્થોને પોતાના માની લીધા છે. તેની સાથે થયેલી અભેદ બુદ્ધિથી આ જીવ પોતાની જાતને શરીરનો કર્તા, ઘરનો કર્તા, ધનપ્રાપ્તિનો કર્તા માની રહ્યો છે. જીવનભર શરીરાદિને જ સાચવવાનું કાર્ય (કમ) આ જીવ કરે છે. આમ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર એમ છએ કારક મોહને વશ થયેલા આ જીવે પરદ્રવ્યમાં જોડ્યાં છે અને માન વહન કરે છે કે આ ઘર મેં બાંધ્યું છે, આ શરીર મારું છે. મેં ગર્ભાવાસમાં બનાવ્યું છે. આ ધન મારું છે. મેં ઘણો પ્રયત્ન કરીને તે ધનને પ્રાપ્ત કર્યું છે. આમ આ જીવને પરદ્રવ્યનું જ કર્તુત્વભોસ્તૃત્વ તથા બીજા કારકચક્ર પણ પરદ્રવ્ય સંબંધી જ પોતાનામાં દેખાય છે. પોતાનું અસલી સ્વરૂપ તો આ જીવ ભૂલી જ ગયો છે. કેવી મોહાધતા?
જેને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તેને જ આત્માના અસલી સ્વરૂપનો ખ્યાલ આવે છે. તેને જ ભેદજ્ઞાન થાય છે. તે આત્મા જ “હું પરદ્રવ્યનો કર્તા નથી પણ મારા શુદ્ધ સ્વરૂપનો જ કર્તા છું” આમ કર્તુત્વના વ્યાપારનો વિભજન (વિભાગ) કરવામાં દક્ષ (ચતુર) બને છે. આ રીતે જે આત્મા પોતાના આત્માના કર્તુત્વના વ્યાપારનો વિભાગ કરવામાં ચતુર બનીને પોતાના એક આત્મદ્રવ્યમાં પોતાના કર્તા-કર્મ-કરણ આદિ છએ કારકચક્રની સંગતિ કરે છે. તે જ આત્મા વિવેકી ગણાય છે.
એટલે કે “હું મારા શુદ્ધસ્વરૂપનો જ કર્તા છું આ મારું પારિણામિક ભાવનું સહજ સ્વરૂપ છે. ગૃહાદિનો કર્તા તો મોહના ઉદયથી થયો છું - તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી. આમ સ્વરૂપનો કર્તાકારક મારો આત્મા જ છે. વળી મારે મેળવવા લાયક કાર્ય પણ મારું શુદ્ધ સ્વરૂપ જ છે જે પ્રાપ્ત કરેલું ક્યારેય ચાલ્યું જતું નથી. પરદ્રવ્યને મેળવવું એ મારું કાર્ય નથી. આમ કર્મકારક પણ મારો આત્મા જ છે. તથા મારા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ પણ