________________
જ્ઞાનસાર
૩00
તૃઢષ્ટક - ૧૦ ટીકા - “સ્વાિિત વે'', ઃ સ્વા: ચેતની દ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વાનस्वभावभूतैः अमूर्तासङ्गानाकुलचिदानन्दरूपैः, एव-अन्ययोगव्यवच्छेदार्थः, तृप्तिः ज्ञानिनः-सम्यगवबुद्धतत्त्वस्य तैः-स्पर्शरसवर्णगन्धशब्दैः विषयैः किम् ? न किमपि । यः स्वरूपानुभवी स विभावहेतुभूतान् इन्द्रियविषयान् नावगच्छति ।
વિવેચન :- સભ્યપ્રકારે જાણ્યું છે તત્ત્વ જેણે એવા જ્ઞાની આત્માને જો ચેતનના પોતાના જ આત્મદ્રવ્ય સંબંધી, પોતાના જ ક્ષેત્રમાં રહેલા, પોતાના કાલે સાથે જ રહેલા અને પોતાના સ્વભાવભૂત (સ્વરૂપભૂત) એવા અમૂર્તતા, અસંગતા, અનાકુલતા (સ્થિરતા) અને જ્ઞાનની મસ્તી સ્વરૂપ પોતાના જ ગુણો વડે તૃપ્તિ થતી હોય, ઘણો જ આનંદ અને ઘણો જ સંતોષ જો થતો હોય તો તેવા સમ્યજ્ઞાની પુરુષને પાંચ ઈન્દ્રિયોના વિષયભૂત એવા સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દ વડે શું તૃપ્તિ થાય ખરી? અર્થાત્ કંઈ પણ ન થાય (અલ્પમાત્રાએ પણ તૃપ્તિ ન થાય), કારણ કે આવી પરદ્રવ્યજન્ય અને ક્ષણભંગુર એવી તૃપ્તિને તે સમ્યજ્ઞાની આત્મા જરા પણ ન ઈચ્છે. કારણ કે જે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવી બન્યો છે તે આત્મા વિભાવદશાના હેતુભૂત એવા ઈન્દ્રિયોના વિષયોને (અલ્પમાત્રાએ પણ) ઈચ્છતો નથી. અહીં મૂલ શ્લોકમાં રેવ શબ્દમાં જે એવકાર લખ્યો છે તે અન્ય યોગના વ્યવચ્છેદ માટે છે તેનો અર્થ એવો થાય છે કે સમ્યજ્ઞાનીને સ્વગુણોથી જ તૃપ્તિ થાય છે. પરદ્રવ્યના ગુણોથી તૃપ્તિ (આનંદ-સંતોષ) થતી નથી.
कथम्भूता स्वगुणैः तृप्तिः ? आकालं-सर्वमप्यनागतकालमविनश्वरीविनाशरहिता, सहजत्वेन नित्या इत्यर्थः । स्पर्शज्ञानवतः यैः-शब्दादिभिः इत्वरीअल्पकालीया औपचारिकी तृप्तिर्भवेत्, तैः-विषयैः परविलासैः किम् ? न किमपि । परविलासाः बन्धहेतवः एव । अत्र भावना-अनेकशो भुक्ता एते, तथापि नाप्तमात्मस्वरूपम्, न च ते सुखहेतवः, किन्तु सुखत्वबुद्धिरेव कृतका, तेन तद्विषयाभिमुखतैव न स्वरूपरसिकानामतः आत्मगुणैस्तृप्तिर्विधेया ॥२॥
અમૂર્તતા, અસંગતા, અનાકૂલતા ઈત્યાદિ આત્માના ગુણો દ્વારા થનારી તૃપ્તિ કેવા પ્રકારની હોય છે? તે વિષયમાં ગ્રંથકારશ્રી સમજાવે છે કે “આકાલ રહેનારી = એટલે કે ભવિષ્યમાં આવનારા સર્વકાલ સુધી રહેનારી, ક્યારેય પણ વિનાશ ન પામનારી, અવિનાશી એવી આ ગુણતૃપ્તિ છે. તે તૃપ્તિ સ્વાભાવિક હોવાથી તથા પોતાના સ્વાભાવિક ગુણો સંબંધિની હોવાથી સદાકાલ સાથે રહેનાર હોવાથી નિત્ય એવી આ તૃપ્તિ છે. જીવ સદા કાળ આ ગુણો વડે સુખ, આનંદી અને સંતોષી જ રહે છે. ક્યારેય અલ્પમાત્રાએ પણ ઉણપ આવતી નથી.