________________
૩૨૨ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર (૧) નૈગમનય : કોઈપણ એક અંશનો ત્યાગ કરનારો આત્મા, જે અંશનો ત્યાગ કરે છે તે અંશની અપેક્ષાએ અલિપ્ત કહેવાય છે. આ નૈગમનયથી અલિપ્ત જાણવો. જેમ કે કોઈએ દૂધનો જ ત્યાગ કર્યો તો તે દૂધના લેપ વિનાનો છે, એમ કોઈએ રેશમી વસ્ત્રનો ત્યાગ કર્યો તો તેટલા અંશે તે નિર્લેપ છે. કોઈએ સોનાના દાગીના પહેરવાનો ત્યાગ કર્યો તો તે આત્મા તેટલા અંશે નિર્લેપ છે. આમ આ અંશત્યાગી અનેક પ્રકારના આકાર સ્વરૂપે અલિપ્ત બની શકે છે. અહીં અંશત્યાગમાં નિર્લેપતાનો ઉપચાર (આરોપ) કરવામાં આવ્યો છે માટે નિગમનય.
(૨) સંગ્રહનયઃ જે આત્મામાં સમ્યગ્દર્શનની અસત્તા છે. સમ્યગ્દર્શન થયું નથી, પરંતુ પ્રત્યેક મનુષ્યને અને પશુને મૃત્યુ પામતાં દેખે છે. તેથી સામાન્યપણે આત્માને શરીરથી સર્વથા ભિન માને તે શરીરથી આત્માને નિર્લેપ માન્યો, પણ સામાન્યથી માન્યો તેથી સંગ્રહનય.
(૩) વ્યવહારનય : જે ધન-ધાન્ય-સ્વજન-ઉપકરણાદિ મોહોત્પાદક અપ્રશસ્ત સામગ્રી છે તેના ઉપરના રાગાદિ લેપનો જે આત્મા ત્યાગ કરે છે તે વ્યવહારનયથી નિર્લેપ છે. આ નિર્લેપતા બાહ્ય ત્યાગથી દૃષ્ટિગોચર થાય છે લોકભોગ્ય છે માટે વ્યવહારનય.
(૪) ઋજુસૂત્રનય : પરમાત્મા, પરમાત્માની વાણી, સલ્લાસ્ત્રો ઈત્યાદિ ઉત્તમ નિમિત્ત (કે જેને પ્રશસ્ત વસ્તુ કહેવાય તેના) ઉપર પણ રાગદશાનો લેપ ત્યજીને તેનું આલંબન ગ્રહણ કરે તે ઋજુસૂત્રનયથી નિર્લેપ કહેવાય. અહીં સ્વકીય પરિણામ નિર્લેપ છે માટે ઋજુસૂત્રનય.
(૫) શબ્દનય : આત્મસાધના કરતી વખતે કોઈપણ શુભાશુભ નિમિત્તોમાં પોતાના અભિસંધિજ વીર્યને અને પોતાની બુદ્ધિપૂર્વકના ઉપયોગને ક્યાંય રાગાદિ કષાયોમાં પરિણમવા ન દેવા તે શબ્દનયથી નિર્લેપતા, અત્યન્ત જાગૃતદશા છે માટે શબ્દનય.
(૬) સમભિરૂઢ : સર્વે પણ જીવોમાં પ્રગટ થયેલી સર્વચેતના તે સમભિરૂઢનયથી નિર્લેપતા જાણવી. અહીં સર્વનીવી એવો જે શબ્દ ટીકામાં છે તેનો અર્થ જેનામાં સર્વથા ચેતના પ્રગટ થઈ છે એવા સર્વે જીવો લેવા. અર્થાત્ કેવલજ્ઞાની એવા સર્વે જીવો લેવા. કારણ કે તેઓની જ ચેતના વિભાવદશાના આલિંગનથી સંપૂર્ણ રહિત છે માટે તે કેવલી ભગવંતોની સર્વથા વિભાવદશા (મોહોદય) ક્ષીણ થયેલ હોવાથી “વિમાવાશ્લેષરહિતત્વી” આ હેતુરૂપ વિશેષણ ત્યાં જ ઘટે છે અથવા સત્તાથી સર્વ જીવની શુદ્ધ એવી સર્વ ચેતના લઈએ તો મૂલસ્વરૂપે વિભાવદશાથી અલિપ્ત છે. આમ પણ અર્થ થઈ શકે, જેમ માટીમાં