________________
૩૭) મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર આવા પ્રકારના આત્માના અપ્રશસ્ત અભિમાનથી પોતાની જાતને નિર્ઝન્થ માનતા અને મનાવતા એવા તથા તત્ત્વજ્ઞાન અને વિવેકબુદ્ધિ વિનાના કેટલાક જીવો હોય છે. તેઓના જ ઉપદેશ માટે વિશુદ્ધ એવું ગુરુતત્ત્વ કેવું હોય છે તે સમજાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે.
ત્યાં “મુનિ શબ્દ મન્ ધાતુ ઉપરથી બન્યો છે “આત્મા” નામનો ચૈતન્ય ગુણવાળો, અરૂપી, અતીન્દ્રિય અને વાણીથી અગોચર સ્વરૂપવાળો એક પદાર્થ (આત્મા) ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભાવિમાં પણ રહેશે જ, ક્ષણવિનાશી કે ચિરકાલવિનાશી નથી, આમ ત્રણે કાળના વિષય તરીકે આત્મદ્રવ્યને જે માને તે મુનિ કહેવાય છે. આત્માને ત્રણે કાલના અસ્તિત્વવાળો માને તો જ કર્મ-બંધ, કર્મ-ઉદય, સુખ-દુઃખ, સંસાર-મુક્તિ વગેરે પર્યાયો ઘટી શકે છે. મૂળભૂત દ્રવ્યને તો દ્રવ્યસ્વરૂપે ત્રિકાલવિષયક સ્વીકારવું જ જોઈએ, તો જ તેમાં સારા-નરસા પર્યાયો અને તેનું પરિવર્તન સંભવી શકે. બૌદ્ધ દર્શનકારો કેવલ ક્ષણિક આત્મા માને છે તથા સાંખ્યાદિ દર્શનકારો કુટસ્થ નિત્ય આત્મા માને છે, તે ઉચિત નથી. દ્રવ્ય અને પર્યાય આમ ઉભયરૂપ હોવાથી નિત્યાનિત્ય છે. આમ માને તે મુનિ કહેવાય છે.
આવા પ્રકારના મુનિ નામાદિ ચાર નિક્ષેપે ચાર પ્રકારના હોય છે. ત્યાં નામમુનિ અને સ્થાપનામુનિ પૂર્વે સમજાવેલી રીતિ મુજબ સુગમ છે. દ્રવ્યમુનિ ૧ જ્ઞશરીર, ૨ ભવ્યશરીર અને ૩ તેનાથી ભિન્ન તથ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારના ભેદથી ત્રણ જાતના હોય છે. ત્યાં મુનિના સ્વરૂપને જે જાણતા હોય, પરંતુ પ્રરૂપણાના કાલે ઉપયોગ ન હોય-અનુપયોગ હોય, સાધુપણાના લિંગ માત્રને ધારણ કરનારા હોય અને દ્રવ્યક્રિયામાં ઉપયોગશૂન્યપણે ધર્મક્રિયામાં) વર્તનારા હોય તે મુનિને દ્રવ્યમુનિ કહેવાય છે.
- જે સાધ્ય (કર્મક્ષય) સાધવું છે તેના ઉપયોગથી શૂન્ય એવા મુનિને તથા વિહારઆહારગ્રહણ-પ્રતિક્રમણ આદિ પ્રવૃત્તિમાં અને તેના સંબંધી વિચાર વિનિમય આદિમાં લોકો પોતાને મહામુનિ માને એટલા માટે તે તે ક્રિયામાં વર્તનારા અને તે માટે જ કષાયો નહીં કરનારા મુનિને, તથા પરિણામની ધારામાં અસંયમના ભાવથી પરિણામ પામેલા પાંચ ઈન્દ્રિયોના વિષય-ભોગોની સાનુકૂળતા જ ઈચ્છનારા એવા મુનિને દ્રવ્યનિર્ગસ્થપણું સમજવું.
ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય થવાથી પ્રગટ થયેલા ચારિત્રગુણવાળા તથા આત્મસ્વરૂપમાં જ નિરંતર રમણતા કરનારા, અને તેથી પરભાવની રમણતા જેણે દૂર કરી છે એવા અર્થાત્ સ્વભાવદશામાં જ રમનારા અને પરભાવથી નિવૃત્ત બનેલા, તથા પરિણામની ધારામાં, માનસિક વિચારોમાં અને કાયિક બાહ્ય ધર્મક્રિયાની