________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧
૩૩૧ છે. જેમ સ્ફટિક અને કાદવ સાથે મળે તો પણ તે બન્નેનો સંયોગ જ થાય છે, તાદાસ્યભાવ થતો નથી. તેમ અહીં પણ સમજવું. આવી ચિંતવના કરતો આ યોગી આત્મા રંગબેરંગી અંજન વડે જેમ આકાશ લેવાતું નથી તેમ લપાતો નથી.
જેમ ભિન્ન ભિન્ન રંગવાળાં અંજનદ્રવ્યો આકાશમાં ઉછાળવાં છતાં આકાશ અલ્પમાત્રામાં પણ તે રંગીન અંજનદ્રવ્યો વડે લેપાતું નથી તેમ હું પણ અમૂર્ત એવા આત્મસ્વભાવવાળો છું, તેથી હું મારી સાથે એક જ ક્ષેત્રમાં અવગાહીને રહેલાં એવાં પણ પુદ્ગલ દ્રવ્યોની સાથે ન જ લેપાઉ. આકાશ જેમ અમૂર્ત છે તે મૂર્તદ્રવ્યોથી નથી લેવાતું, તેમ હું પણ અમૂર્ત છું. તેથી મૂર્ત એવાં પુદ્ગલદ્રવ્યો વડે કેમ લેપાઉં? આ રીતે જે આત્મા આત્માના શુદ્ધ સ્વભાવને જાણે છે અને પોતાની વીર્યશક્તિને તથા જ્ઞાનાદિ ગુણોની શક્તિને પોતાના આત્મામાં જ વ્યાપારિત કરે છે પણ ભોગદ્રવ્યોમાં અને મોહની વૃદ્ધિમાં જોડતો નથી તે આત્મા નવા નવા કર્મબંધોની સાથે લેવાતો નથી.
આ આત્મામાં જ્ઞાનાદિ ગુણોની શક્તિ તથા વીર્યાદિ ગુણોની (ક્રિયાત્મક) શક્તિ જે ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થઈ છે. તેમાંથી જેટલી આ શક્તિ પરાનુયાયી બને છે. એટલે કે પર એવાં પુદ્ગલદ્રવ્ય કે પર-જીવદ્રવ્યની સાથે મોહની-રાગાદિક કષાયોની વૃદ્ધિ થાય તે રીતે આ આત્મા જેટલી પોતાની શક્તિ વાપરે છે તેટલો તેટલો કર્મોનો આશ્રવ થાય છે. કારણ કે “વિભાવદશા” એ જ કર્મબંધનું મોટું કારણ છે. માટે જીવની ચેતનાશક્તિ અને વીર્યશક્તિનો પરમાં પ્રયોગ કરવો તે જ આશ્રવહેતુ છે. પરંતુ આ આત્મા જેટલી જેટલી પોતાની જ્ઞાનાદિ ગુણોની શક્તિ અને વીર્યાદિ ગુણોની શક્તિને સ્વરૂપાનુયાયી કરે છે પોતાના આત્માના ગુણોના આવિર્ભાવમાં જ પ્રયુંજે છે તેટલો તેટલો સંવર થાય છે. આમ મહાત્મા પુરુષોનો કહેવાનો સાર છે.
ઉપરોક્ત ચર્ચાથી ગ્રંથકારશ્રી એક વાત સિદ્ધ કરવા માગે છે કે “કેટલાક દર્શનકારો અથવા જૈનદર્શન પામેલા હોવા છતાં એકાન્ત નિશ્ચયનયનું જ આલંબન લઈને જે આમ માને છે કે “આત્માનું જ માત્ર જ્ઞાન કરો, તેને જ ઓળખો, તેને જ જાણો, બીજું કંઈ કરવાની જરૂર નથી. આત્મા તો માત્ર જ્ઞાતા-દેણ જ છે, આત્મા શુદ્ધ-બુદ્ધ જ છે, આત્મા કંઈ કર્મ બાંધતો નથી. આત્મા તો સિદ્ધની સમાન અનંતગુણી છે. શરીર જ બધાં કર્મો કરે છે.” આમ કહીને પાંચે ઈન્દ્રિયોના વિષયો સેવે છે, ભોગો ભોગવે છે, રાગ-દ્વેષાદિ કષાયોમાં ખુંચેલા રહે છે. સમ્યગ્દર્શનાદિ ગુણોથી જે ભ્રષ્ટ છે, એકાન્ત એકનયને જ પકડે છે. સંગ્રહનયથી જે સત્તાગત સ્વરૂપ છે તેને એવંભૂતનયથી પ્રગટ થયેલું માનીને ચાલે છે તે