________________
૩૨૮
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
આત્માઓએ વિધિપૂર્વક પરદ્રવ્યના સંગનો સર્વથા વિચ્છેદ જ કર્યો છે તે આત્માઓને કર્મનો લેપ સંભવતો નથી. ॥૨॥
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रैर्व्योमाञ्जनैरिव, ध्यायन्निति न लिप्यते ॥३॥
ગાથાર્થ :- પુદ્ગલદ્રવ્યો વડે પુદ્ગલનો સ્કંધ લેપાય છે. પણ હું (ચેતન છું માટે) પુદ્ગલસ્કંધો વડે લેપાતો નથી. રંગ-બેરંગી અંજન વડે જેમ આકાશ લેપાતું નથી તેમ હું પણ પુદ્ગલદ્રવ્યોથી લેપાતો નથી આવું વિચારતો આત્મા ખરેખર કર્મબંધથી લેપાતો નથી. ॥૩॥
ટીકા :- ‘‘નિયતે કૃતિ'', લિખતે-અન્યોન્યાશ્લેષા સમાવિના પુાલન્ધ: अन्यैः-पुद्गलैः लिप्यते - उपचयी भवति, स्वजातिद्रव्यपरिवर्तनपारिणामिकद्व्यधिकरसोत्पत्तिबन्धनधर्मत्वात् । पुद्गलानां सम्बन्धः स्निग्धरूक्षाभ्यां द्विगुणसमधिकानाम्, तत्र जघन्यगुणानामेकाधिकाविभागानां न बन्धः, न सदृशानां बन्धः, द्व्यधिक बन्धः । त्रिगुणः पञ्चगुणेन बन्धः, पञ्चगुणः सप्तगुणेन, एवं सर्वत्र द्विगुणः चतुर्गुणेन, चतुर्गुणः षड्गुणेन, षड्गुणोऽष्टगुणेन, एवं बन्धसंयोगो भवति । अत्र स्निग्धरुक्षौ स्पर्शस्थौ अपि एकान्तेन न स्कन्धहेतुः, स्पर्शस्य स्कन्धकरणे उपादानाभावात् । न रसस्थौ, रसस्य आस्वादनरूपत्वात् । अतः पूरणगलनगुणाविभागानामेव यधिकत्वं स्निग्धरूक्ष-स्पर्शसङ्गपरिणतं स्कन्धत्वहेतुः । अतः पुद्गलैः पुद्गला एव लिप्यन्ते ।
વિવેચન :- કોઈપણ એક પુદ્ગલસ્કંધ બીજા પુદ્ગલસ્કંધની સાથે પરસ્પર મળવાથી સંક્રમાદિ થવા દ્વારા લેપાય છે એટલે કે બંધાય છે અર્થાત્ ઉપચય માટે (પરસ્પર વૃદ્ધિ માટે) થાય છે. પુદ્ગલોના સ્કંધો બનવામાં ફક્ત પરસ્પર મળવું કે પરસ્પર જોડાવું એ જ એક કારણ અપેક્ષિત નથી. એટલે કે પરસ્પર મીલનમાત્રથી બંધ થતો નથી. પરંતુ પોતાની જાતિના જ દ્રવ્યમાં (એટલે કે પુદ્ગલદ્રવ્યમાં જ) પરિવર્તન કરે તેવા (એટલે કે મહાસ્કંધરૂપે રૂપાન્તર કરે તેવા) પારિણામિક ભાવે રહેલા બે અવિભાગ અધિક એવા સ્નિગ્ધ અને રૂક્ષ નામના ગુણોની ઉત્પત્તિ એ જ પુદ્ગલસ્કંધોનો બંધ થવામાં હેતુભૂત ધર્મ છે. અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં પારિણામિકભાવે રહેલા સ્નિગ્ધ-રૂક્ષ નામના ગુણો, એ જ પરસ્પર મોટો સ્કંધ બનવામાં હેતુ છે. તેમાં કેટલાક અપવાદ છે.