________________
३४४ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર પ્રાપ્તિ થાય છે. તેમ અહીં બને નયોની સાથે જ સમન્વયપણે વિવક્ષા કરવાથી જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય એ રીતે જો કરાય તો જ ઈષ્ટ સાધ્યની સિદ્ધિ થાય છે.
એકાન્ત જ્ઞાનની જ રુચિ હોય અને ક્રિયાની રુચિ ન હોય તો તે એકાન્તવાદી હોવાથી સમ્યગ્દર્શની કહેવાતા નથી. જેમ નદી તરવાની કલા જાણે, પણ તરવાની ક્રિયા ન કરે તો તારૂ હોય તો પણ તરી શકતો નથી. આ વાક્યથી એકાન્તજ્ઞાનદૃષ્ટિવાળા “ભણો, આત્માને ઓળખો, માત્ર આત્માનું જ્ઞાન જ મેળવો, બીજું કશું કરવાની જરૂર નથી, આવી જડક્રિયા તો પૂર્વભવોમાં ઘણી કરી માટે ક્રિયાને છોડો, કેવલ માત્ર જ્ઞાન જ મેળવો” આવું કહેનારા એકાન્ત નિશ્ચયનયવાદી ઉપદેશકો સાચા નથી, સમ્યગ્દર્શની નથી.
તથા એકાન્ત ક્રિયા રુચિવાળા જીવો હોય અને જ્ઞાનમાર્ગની રુચિ ન હોય તો તે વ્યવહારનયના એકાન્તવાદી હોવાથી સમ્યગ્દર્શની કહેવાતા નથી. જેમ નદી તરવાની કલા જાણતા જ ન હોય પણ નદીમાં પડીને જેમ તેમ (અનુભવ વિના) હાથ-પગ હલાવે તો તે નદી તરી શકતા નથી. તેમ માત્ર ક્રિયા કરવાથી જ્ઞાન વિના પણ આત્મ-કલ્યાણ થતું નથી. આ વાક્યથી એકાન્ત ક્રિયારુચિવાળા “ક્રિયા જ કરો, જ્ઞાન મેળવવાની કંઈ જરૂર નથી. શુષ્કજ્ઞાન શું કામ આવે? ભોજનના જ્ઞાનમાત્રથી કંઈ પેટ ભરાતું નથી” ઈત્યાદિ કહીને વ્યવહારનયનો એકાન્તપક્ષ થાપે છે તેવા ઉપદેશકો પણ સમ્યગ્દર્શની નથી.
પરંતુ બને નયોની સાપેક્ષદેષ્ટિ રાખનારા ઉપદેશકો જ સમ્યગ્દર્શની છે. આ કારણથી જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો જે સમાવેશ-સંયોગ-પરસ્પર મીલન એ જ સાધ્યનું સાધન બને છે. આમ સમજીને બન્નેને યથાસ્થાને ગૌણ-મુખ્યપણે પણ સાથે જ રાખવા જોઈએ. તો જ સાધ્યસિદ્ધિ થાય છે. જેમકે વેવર = કચરાથી સમન્વિત = ભરેલા મહીદ = મોટા ઘરને શોઘન = સાફસુફ કરવું હોય તો પ્રદીપ = દીપકનો પ્રકાશ અને પુરુષાવિવ્યાપારવત્ = પુરુષ તથા સાવરણી આદિ શોધક પદાર્થોના કર્તા-કરણાદિ સ્વરૂપે વ્યાપારની જેમ અહીં જીવનું શુદ્ધ સ્વરૂપ કર્મરૂપી કચરાથી ભરેલું છે (ઢંકાયેલું છે). તેથી તે સ્વરૂપને શોધવાના આલંબનવાળો (તે સ્વરૂપને શોધવાની અપેક્ષાવાળો) આ જીવ જ્ઞાન અને ક્રિયા આદિ ગુણોને ભિન્ન ભિન્ન સ્વભાવ પ્રમાણે વ્યાપારિત કરે છે. જ્ઞાનગુણને પ્રકાશ આપવામાં વ્યાપારિત કરે છે અને તપાદિ ક્રિયાને પૂર્વબદ્ધ-કર્મોની નિર્જરા કરવામાં જોડે છે અને સંયમાદિ ક્રિયાને નવાં બંધાતાં કર્મોને રોકવામાં સંવરપણે વ્યાપારિત કરે છે. જેમ ડોક્ટર દર્દીના મુખમાં કાકડા છે કે નહીં તે દેખવા બીજા પુરુષના હાથમાં લાઈટ આપીને પ્રકાશને જોડે છે. પોતે એક હાથથી ચિપીયા વડે દર્દીની જીભને દબાવે છે અને બીજા સાધન વડે દર્દીના મુખમાં કાકડાનું જ્ઞાન મેળવે છે તેમ અહીં જાણવું. આ બાબતમાં આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે –