________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૪૧
એટલે કે બહારની પ્રવૃત્તિ રૂપ મન-વચન-કાયાની શુભાશુભ ચેષ્ટા સ્વરૂપ સોપાધિકતાથી આ આત્મા શરીર અને કર્મના પુદ્ગલોથી લેપાયેલો પણ છે. આ બન્ને નયને બરાબર સમજવા માટે સોનાની દસ તોલાની લગડી અથવા સ્ફટિકના ગોળાનું એક ઉદાહરણ વિચારીએ.
સોનાની લગડી અથવા સ્ફટિકનો ગોળો હાથમાંથી પડી ગયો અને કાદવમાં કે વિષ્ટામાં લપેટાઈ ગયો. ચારે બાજુના કાદવથી અને વિષ્ટાથી ખરડાયેલી તે લગડી અથવા ખરડાયેલો તે સ્ફટિકનો ગોળો બહારથી (વ્યવહારથી) જોશો તો કાદવના પુદ્ગલોથી ખરડાયેલો અને મલીન થયેલો લાગશે. પરંતુ તત્ત્વદૃષ્ટિએ (નિશ્ચયનયની દૃષ્ટિએ) જોશો તો સોનાની લગડીનો કે સ્ફટિકના ગોલાનો એક પણ કણ કાદવ કે વિષ્ટારૂપ બન્યો નથી. તે બન્ને વસ્તુ પોતે જેવા સ્વરૂપમાં પહેલાં હતી તેવા જ સ્વરૂપમાં જ છે. સોનું તે સોનું જ રહ્યું છે અને સ્ફટિક તે સ્ફટિક જ રહ્યું છે. બહાર બહાર લાગેલો કાદવ કે વિષ્ટા પાણીથી ધોઈ શકાય છે. તે કાદવ કે વિષ્ટા સોનાના અને સ્ફટિકના અસલી સ્વરૂપને બદલી શકતાં નથી કે મલીન કરી શકતાં નથી. તેવી જ રીતે આત્મામાં પણ સમજવું.
કાદવ અને વિષ્ટામાં ડુબી ગયેલી લગડીને અને સ્ફટિકને લેવા માટે મનુષ્ય કાદવમાં અને વિષ્ટામાં પણ હાથ નાખે છે. કારણ કે તે સમજે છે કે સોનાનું અને સ્ફટિકનું અસલી મૂલ સ્વરૂપ બગડ્યું નથી. તે તો જેવો પદાર્થ છે તેવો જ રહેલો છે. આમ આત્મા પણ શરીર તથા કર્મોથી લપેટાવા છતાં તે પોતે પોતાના મૂલસ્વરૂપે તો તેવોને તેવો જ રહેલો છે. તેથી જ યોગીઓ તેને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે છે. તથા તે સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો કાદવમાંથી લઈને સીધે સીધો કોઈ ખીસ્સામાં નાખતા નથી, તેને પાણીથી સાફ તો કરે જ છે. કારણ કે બહારથી તે અવશ્ય મલીન થયેલો છે. તેવી જ રીતે આ આત્મા શરીર અને કર્મથી વ્યવહારનયની અપેક્ષાએ ખરડાયેલો-મલીન થયેલો પણ છે જ. માટે તેને સાફ કરવા, નિર્મળ કરવા પાણીની જેમ તપ, સંયમ, વૈરાગ, સાધના અને આરાધનાની આવશ્યકતા રહે જ છે. આમ બન્ને નયથી વસ્તુનું સાચું સ્વરૂપ જણાય છે.
આ રીતે નિશ્ચયનયથી આત્મા પુદ્ગલના આશ્લેષથી રહિત-અલિપ્ત છે અને વ્યવહારનયથી આ આત્મા કર્મ અને શરીરાદિ પુદ્ગલોથી આશ્લિષ્ટ છે. લિપ્ત છે. આ કારણથી જ પર પદાર્થોના સંસર્ગથી ઉત્પન્ન થયેલા વ્યવહારનો એટલે વ્યવહારનયવાળા અશુદ્ધ સ્વરૂપનો ત્યાગ કરવા માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ. આ કારણથી જ આ આત્મા સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધ છે, ચિદાનંદમય છે, નિર્મળ છે. પોતાનું મૂલ સ્વરૂપ કંઈપણ ગુમાવ્યું નથી. અને અલ્પ માત્રાએ પણ બગડ્યુ નથી. આવું અવલોકન કરનારી અલિપ્તતાની દૃષ્ટિ વડે જેમ સોનું તે સોનું જ છે. સ્ફટિક તે સ્ફટિક જ છે. કાદવ તો તેનાથી