SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી તૃઢષ્ટક - ૧૦ ૨૯૫ (૫) શબ્દાદિ ત્રણ નયો પોતાના સ્વરૂપની નિરાવરણતા થવાથી પૂર્ણપણે નિર્વિનરૂપે સ્વરૂપના ભોક્તાપણાની જે પ્રાપ્તિ થાય છે તેને જ સાચી તૃપ્તિ કહેવાય છે. કારણ કે આ સ્વરૂપની પ્રાપ્તિની તૃપ્તિ છે. પરદ્રવ્યસંબંધી તૃપ્તિ નથી. તેથી સદા કાલ રહેનારી છે. સ્વાધીન છે તેમાં પણ ત્રણ નયો નીચે પ્રમાણે જાણવા. શબ્દનયથી તૃપ્તિ - સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષાયોપથમિક ભાવના જ્ઞાન-દર્શન-ક્ષમા-માર્દવ-આર્જવ સંતોષ અને વીર્યાદિ-ગુણાત્મક સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થવાથી જે આનંદ-આનંદ પ્રવર્તે છે તે શબ્દનયથી તૃપ્તિ જાણવી આ નવો સૂક્ષ્મનય અને ભાવનિક્ષેપગ્રાહી હોવાથી સ્વ-સ્વરૂપને પકડનારા છે. સમભિરૂઢનયથી તેરમા-ચૌદમા ગુણઠાણે ક્ષાયિકભાવના જે આત્મગુણો પ્રગટ થયા છે. તેનાથી તૃપ્તિ થવી તે તૃપ્તિ કહેવાય છે. કારણ કે ક્ષાયિકભાવ હોવાથી સર્વથા આવરણો ચાલ્યાં ગયાં છે માટે સંપૂર્ણ નિરાવરણતા હોવાથી પરિપૂર્ણ ગુણો ખીલ્યા છે તેની તૃપ્તિ છે. એવંભૂતનયથી મુક્તિમાં જે સંપૂર્ણપણે વિદનરહિત સ્વગુણોનું ભોક્તત્વ છે તે જ સાચું છે, તેની જે તૃપ્તિ છે તે યથાર્થતૃપ્તિ છે. કારણ કે ત્યાં અઘાતી કર્મો પણ ન હોવાથી તજન્ય વિદનનો પણ અસંભવ છે ઈત્યાદિ સ્વયં વિચારવું. આ સઘળી પદ્ધતિ ઓઘનિર્યુક્તિની ટીકામાં કહેલી અહિંસાના નયોની જેમ અહીં જાણી લેવી. તે ઓશનિયુક્તિનો પાઠ આ પ્રમાણે છે - आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो ॥७५५॥ “નિશ્ચયનયથી આ આત્મા જ અહિંસક છે અને આ આત્મા જ હિંસક છે. જે અપ્રમત્ત છે તે અહિંસક છે અને જે તેનાથી ઈતર (પ્રમાદી) છે તે હિંસક છે.” જેમ શિકારી બાણ મારે પણ બાણના અવાજથી કદાચ પક્ષી ઉડી જાય પણ મરે નહીં તો પણ પક્ષી ન મરવા છતાં શિકારી મારવાના પરિણામવાળો હોવાથી હિંસક કહેવાય છે, અને કોઈ વૈદ્ય રોગીના રોગને મટાડવા ચીસો પડાવે, તો પણ નિરોગી કરવાની ભાવના હોવાથી અહિંસક કહેવાય છે, તેમ અહીં સમજવું. નગમનયથી જીવ અને અજીવનો નાશ કરે તો પણ હિંસક કહેવાય, સંગ્રહ અને વ્યવહારનયથી છ જવનિકાયના હિંસકને જ હિંસક કહેવાય, અજીવના નાશકને હિંસક કહેવાય નહીં, કારણ કે તેમાં જીવ નથી. ઋજુસૂત્રનયથી જ્યારે જે જીવની હિંસા થાય ત્યારે
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy