SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ નિલેપાષ્ટક - ૧૧ જ્ઞાનસાર વિવેચન - મૂલ શ્લોકમાં “ચેત્યાત્મજ્ઞાનવીન” આ શબ્દમાં જે તિ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે – આવા પ્રકારનું યથાર્થ (સાચું) જ્ઞાન થવાથી આત્મા અને શરીરાદિ પુદ્ગલો ભિન્ન ભિન્ન પદાર્થ છે. હું એ શરીરાદિ નથી અને શરીરાદિ તે હું નથી. આવા પ્રકારનું ભેદજ્ઞાન આ જીવને થાય છે. તે ભેદજ્ઞાન વડે શરીરાદિ પુદ્ગલદ્રવ્યથી વિશેષ ભિન્નપણે જાણ્યું છે આત્માનું સ્વરૂપ જેણે એવો આત્મજ્ઞાનવાળો આત્મા કર્મોથી કેમ લેપાય? નમિ રાજર્ષિ, ગજસુકુમાલમુનિ, અંધકમુનિના શિષ્યો અને સુકોશલમુનિ જેવા મહાત્મા પુરુષો શરીરાદિથી પોતાના આત્માને ભિન્ન જાણતા છતા શરીરાદિનો નાશ દેખવા છતાં જરા પણ ક્ષોભ ન પામતાં આત્મદશામાં જ મગ્ન રહ્યા, તો કર્મોથી ક્યાં લેપાયા ? અર્થાતુ ન જ લેપાયા, બધે જનાં કર્મો ખપાવીને કેવલી બન્યા. ભેદજ્ઞાનવાળા આત્મા કર્મોથી લેપાતા નથી. મૂલ શ્લોકમાં જે “તિ” શબ્દ છે કે જેનો અર્થ “આવા પ્રકારના જ્ઞાનવાળા” એવો જે થાય છે ત્યાં પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના જ્ઞાનવાળા એટલે કેવા પ્રકારના જ્ઞાનવાળા? આ વાત કંઈક વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે – જે મહાત્મા પુરુષો મનમાં આવો વિચાર કરે છે કે “હું (મારો આત્મા) તો નિર્મળ કેવલજ્ઞાનના પ્રકાશાત્મક છું અને શરીરાદિ પુદ્ગલદ્રવ્યો તો સર્વથા જ્ઞાનરહિત જડ વસ્તુ છે. વળી હું તો ચેતન હોવાથી મારા પોતાના આત્માસંબંધી જે જે પરિણામિક પર્યાયો ચૈતન્ય-દર્શન-ચારિત્ર-વીર્યાદિ ભાવો છે, તેના જ ઉત્પાદવ-વ્યયત્વ-ધુવત્વભાવનો કર્તા અને ભોક્તા છું, હું તો સર્વ ભાવોના જ્ઞાયકત્વ સ્વભાવવાળો છું, સ્વગુણોનું ભોıત્વ અને રમણત્વ વગેરે ભાવો મારા છે અને હું તેનો કર્તા છું. પરંતુ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મોનો અને અઢાર પાપસ્થાનકના વ્યાપારાત્મક નોકર્મોનો તથા મન-વચન-કાયાની યોગપ્રવૃત્તિઓનો હું કર્તા નથી. દ્રવ્યકર્મ અને ભાવકર્માદિનું કર્તુત્વ એ મારું સ્વરૂપ નથી. નિશ્ચયનયથી આત્મા પોતે કર્મોનો કર્તા નથી, પરંતુ આત્મામાં પૂર્વે બાંધેલા એવા મોહનીયકર્મના ઉદયથી પ્રગટ થયેલી મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ અને કષાયાત્મક વિકૃતિઓ તથા નામકર્મના ઉદયથી પ્રગટ થયેલી મન-વચન-કાયાની શુભાશુભ યોગાત્મક પ્રવૃત્તિઓ આ આત્મા પાસે કર્મો બંધાવે છે. જેમ સ્વામીને પરવશ થયેલો નોકર સ્વામી કરાવે તેવાં કામો કરે છે. તે નોકર પોતાની ઈચ્છાથી તેવાં કામો કરતો નથી. તેમ આ આત્મા પણ મોહજન્ય વિકૃતિઓની પરવશતાથી અને નામકર્મના ઉદયજન્ય યોગ પ્રવૃત્તિની પરવશતાથી કર્મ બાંધે છે. તે તેની લાચાર પરિસ્થિતિ છે. મૂલરૂપે તો તે કર્મોનો અકર્તા અને અભોક્તા છે. આવું જ્ઞાન ભેદજ્ઞાનીઓમાં વર્તે છે. તેથી તેઓ કર્મોથી લેખાતા નથી.
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy