SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નિઃસ્પૃહાષ્ટક - ૧૨ ૩૫૫ આત્મામાં પ્રગટ થયેલા સાધનાના ઉત્તમ ઉત્તમ પરિણામો વડે ક્રમશઃ ઉત્પન્ન થતાં ભેદજ્ઞાન (ચોથા ગુણઠાણે), સવિકલ્પક ચારિત્ર (પાંચમા-છઠ્ઠા ગુણઠાણે), શુક્લધ્યાન (બારમા ગુણસ્થાનક સુધી પ્રથમના બે ભેદ અને તેરમે-ચૌદમે ગુણઠાણે ત્રીજો-ચોથો ભેદ) તથા શૈલેશીકરણવાળી ચૌદમા ગુણસ્થાનકની શુદ્ધ અવસ્થા ઈત્યાદિ ચડતા-ચડતા ભાવો ઉપર પણ જે નિઃસ્પૃહતા છે. તે જ સાચી યથાર્થ નિઃસ્પૃહતા છે. આમ એવંભૂતનય માને છે. આ સાતે નયોની વાત કરી. પરંતુ અહીં હજુ આપણે નિઃસ્પૃહતા સાધવાની છે. એટલે સાધનાકાલનો અવસર છે માટે પ્રથમના ચાર નયને આશ્રયી મુખ્યત્વે પરદ્રવ્ય પ્રત્યેની નિઃસ્પૃહતા સમજાવવાની છે. માટે તે નિઃસ્પૃહતા સમજાવાશે. જ્ઞાનમંજરી ભાવાર્થ આ પ્રમાણે છે કે - અનાદિકાળથી આ સંસારમાં મારે આ જોઈએ અને મારે તે જોઈએ એવી સ્પૃહાથી ભરપૂર ભરેલા જીવો વડે લાખો લાખો દુ:ખો પ્રાપ્ત કરાયાં છે. જ્યાં સુધી સ્પૃહા સંતોષાય નહીં ત્યાં સુધી ભિન્ન ભિન્ન સંકલ્પ અને વિકલ્પો વડે જીવ દુ:ખી દુ:ખી થાય છે. કદાચ કોઈ કોઈ સ્પૃહા પૂર્ણ થાય તો તેના સંરક્ષણની ચિંતાઓ વડે અને અપ્રાપ્ત વસ્તુના ખેદથી જીવ દુ:ખી દુ:ખી થાય છે અને છતાં જ્યારે તે તે વસ્તુનો વિયોગ થાય છે. ત્યારે ઈષ્ટ વસ્તુના વિયોગ વડે જીવ દુ:ખી થાય છે. આમ સ્પૃહાવાળા જીવો સદા દુ:ખી જ હોય છે. તેન = તે કારણથી પરપદાર્થો ઉપરની સ્પૃહાથી મુક્ત થઈને નિરીહ (નિઃસ્પૃહ) થવું જોઈએ. તે માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે - स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसम्पन्नो, निःस्पृहो जायते मुनिः ॥१॥ ગાથાર્થ :- આત્માના ગુણો રૂપી સ્વભાવદશાના લાભ સિવાય આ સંસારમાં બીજું કંઈ પણ મેળવવા જેવું બાકી રહેતું જ નથી. આમ સમજીને આત્માના ગુણો રૂપી ઐશ્વર્યથી યુક્ત એવા મુનિ (બાહ્ય ભાવોમાં) નિઃસ્પૃહ બને છે. II૧ > ટીકા :- “સ્વમાવત્તામાત્ કૃતિ', સ્વભાવ:-આત્મધર્મજ્ઞાનવર્શનામળાવ્યાबाधामूर्तानन्दरूपाविच्छिन्नसिद्धत्वशुद्धपारिणामिकलक्षणः तस्य लाभात् । अन्यत्किमपि प्राप्तव्यं-लब्धुं योग्यं न अवशिष्यते - अवशिष्टमस्ति, आत्मस्वरूपलाभ एव लाभ इति । आत्मैश्वर्यं स्वरूपसाम्राज्यं, तेन सम्पन्न:- संयुक्तः मुनिः ज्ञपरिज्ञया ज्ञात्वा, प्रत्याख्यानपरिज्ञया प्रत्याख्यातद्रव्यभावाश्रवः साधुः निःस्पृहः - सर्वशरीरोपकरणपरिवारयशोबहुमानादिषु स्पृहारहितः - इच्छारहितः, जायते भवति । न ह्यनादितृष्णा स्वभावोपभोगमन्तरेणोपशाम्यति ॥ १ ॥
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy