Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ સદ્ગત શ્રી દલપતરામભાઈ ટૂંક પરિચય સગત શ્રી દલપતરામભાઈના માતા-પિતાનું નિવાસસ્થાન સૌરાષ્ટ્રના સરધાર ગામ ખાતે હતું. તેમના માતાપિતાનું નામ શ્રીમતી ઉજમબાઈ અને શ્રી જટાશકરભાઈ હતા. તેમનો જન્મ તા. ૧૯-૫-૧૮૯૫ના રોજ તેમના મોસાળ જેતપુરમાં થયો હતો. માતાપિતા સ્વભાવે સરળ અને ધર્માનુરાગી હતા. માતુશ્રી ઉજમબાઈની શીતળા વાત્સલ્ય-છાયામાં તેમનો શૈશવકાળ વ્યતીત થયો ત્યારબાદ થોડે પ્રાથમિક અભ્યાસ તેમણે સરધારમાં કર્યો અને પછીના વધુ અભ્યાસ માટે તેઓ રાજકેટ ગયા. અભ્યાસ બાદ તેઓશ્રી સૌરાષ્ટ્રમાંથી હાલના મહારાષ્ટ્ર રાજ્યમાંના સોલાપુર શહેરમાં જઈને વસ્યા. ત્યાંની મીલમાં તેમણે નોકરી સ્વીકારી અને પોતાની વિશિષ્ટ કુશળતા અને કાર્યદક્ષતાને પરિણામે, એક પછી એક ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતાં કરતાં, અંતે વીવિંગ-માસ્તરના માનભર્યા હોદ્દા પર નિયુક્ત થયા. આ રીતે આ ઉદ્યોગ-કેન્દ્રને એમની સુદીર્ઘ અને નિષ્ઠાભરી સેવાકારકિદીને લાભ મળ્યો હતો. તેઓ સરળ સ્વભાવી અને શાંત હતા. તેઓ જૈન ધર્મના ધાર્મિક અનુષ્ઠાનો યથાશક્તિ આચરતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓશ્રી હૃદયરોગના ભોગ બન્યા હતા. અને અન્ય નાના મોટા અનેક વ્યાધિઓએ તેમના શરીરને ઘેરી લીધું હતું. તેમના પુત્રએ તેમની સંપૂર્ણ સેવા બજાવી હતી. અનેક ઉપચારો કર્યા છતાં અંતે તો બધું કુદરતને હાથ છે. કુદરત પાસે માનવીનું શું જોર છે ? અંતે છેવટની ક્ષણ સુધી બોલતાં-ચાલતાં, તા. ૧૫-૨-૭૨ના રોજ આ માયામય જગત અને નશ્વર દેહનો ત્યાગ કરીને તેમને અમર આત્મા પરાકની યાત્રાએ ચાલ્યો ગયો છે. પ્રભુ તેમના અમર આત્માને શાંતિ આપે. તેમના સુપુત્રએ તેમની પાછળ સારે એ ધર્માદ કાઢેલ છે. ભવદીય કાંતિલાલ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 384