________________
૩૮
છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા અથે પણ જિનભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણુના અવલંબનની અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવો ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન–કારણપણે પ્રગટાવવા પુષ્ટ આલંબનરૂપ પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારે તે પિકારી પોકારીને કહ્યું છે કે સમતા અમૃતની ખાણ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલંબને જ “નિયમા” સિદ્ધિ હોય છે. ભક્તશિરોમણિ મહાત્મા દેવચંદ્રજી આદિએ ભાવથી ગાયું છે કે–
“ઉપાદાન આતમા સહી રે, પુણાલંબન દેવ...જિનવર પૂજે ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિનવર પૂજે ! નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી.”–શ્રી દેવચંદ્રજી. કારણ ગે હો કારજ નીપજે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કહે કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ.”—શ્રી આનંદઘનજી.
આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે. પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહજાત્મવરૂપી અહંત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણ કે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે તેમ “ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થદષ્ટિવાન પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે તે માટે ભવ્ય જીવે એ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જે સથાર્થ મૂળ દષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું પૂજન છે.” શ્રી દેવચંદસ્વામીએ કહ્યું છે કે “જિનવર પૂજા રે તે નિજ પૂજના રૂ. કેઈ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તો સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ. પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણ કે આલંબન વિનાનું તેવું અધ્યામસ્વરૂપ ચિંતન તે અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે; પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દશા વિના અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, ઉપદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિંતનની વાત કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાન રહેલા છે. જેમકે-કવચિત્ તેથી જીવને વ્યામોહ ઉપજે છે. પિતાની તેવી રમાત્મદશા થઈ નહિં છતાં પિતાની તેવી દશાની “કલ્પનારૂપ” બ્રાંતિ ઉપજે છે, “અહં બ્રહ્માસ્મિ'ને બદલે
માસ્મિ થઈ જાય છે ! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, બંધ-મક્ષ તે કલ્પના છે એમ વાણમાં લે છે, પણ પિતે તે મેહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે, અને તેથી સ્વચ્છેદાચાર