Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 375
________________ દુખ દીપ્રાદષ્ટિઃ દુઃખમય આરંભ-પરિગ્રહની-બલા સુશીલ પુરુષને અંતરમાં સદાય શાંતિ હોય છે–નિરાંત હોય છે,-આ સર્વ કેઈને પ્રત્યક્ષ સ્વાનુભવ છે. પણ આ જીવે તે વિપર્યાસને લીધે ઉલટી બુદ્ધિ ધરી છે, ને તેથી તે ઉલટે માર્ગ પકડે છે. તે હિંસા આદિ કરીને સુખ પામવાની ઈચ્છા રાખે છે! તેથી સુખને માટે ઝાંવા નાંખતે તે બિચારો દુઃખી થાય છે! અને અહિંસાદિ સુખને માગ છેડીને હિંસાદિ દુઃખને માર્ગ પકડી સુખ પામવાને ફાંફાં મારે છે, પણ સુખથી ભ્રષ્ટ થઈ દુ:ખ જ અનુભવે છે ! આ જીવને જવું છે ઉત્તર ભણી, ને પકડે છે દક્ષિણને માગ ! આ જીવને જોઈએ છે સુખઅમૃત, પણ પીએ છે દુઃખવિષ ! તેમજ આરંભ એ પ્રગટ આકુલતાનું કારણ છે અને નિરારંભ પ્રગટ નિરાકુલતાનું કારણ છે. જેટલી આરંભ ઉપાધિ, તેટલી આકુલતા ને દુઃખ; જેટલી નિરારંભ નિરુપાધિ, તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિદ્ધ એવી નિર્વિવાદ વાત છે. છતાં વિપર્યાસ આરંભ એ બુદ્ધિવાળો જીવ એથી જ ઉધું કલ્પી ઉંધું જ પ્રવર્તન કરે છે, ઉલટું જ આચરણ કરે છે. તે તે એમ સમજે છે કે આરંભ સમારંભ કરવાથી મને સુખ સાંપડશે. એટલે તે હિંસાપ્રધાન કૃ–આરંભે આદરી, પાપાચરણ આચરી, પાપોપાર્જન કરે છે, પાપની કમાણી કરે છે. દાખલા તરીકે–તેણે ધનમાં સુખ માન્યું છે, એટલે ચેન ન પ્રાણ ગમે તે પ્રકારે તે ધન મેળવવા માટે તે નાના પ્રકારના મહાપાપી કર્યાદાની ધંધા-આરંભ આદરે છે. જેમકે–અગ્નિકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટક કર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય ઇત્યાદિ.x અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરંભને મિત્ર પરિગ્રહ પણ સાથે સાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન “પરિગ્રહ” પણ પિતાના નામ પ્રમાણે, જીવને “પરિ” એટલે એતરફથી ગ્રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તે આ પરિગ્રહની “ગ્રહ” (ભૂત અથવા દુષ્ટ ગ્રહ અથવા મગર) જેવા પરિગ્રહની જીવ અલા પર જકડ-પકડ એવી તે મજબૂત હોય છે, કે તેમાંથી જીવને છૂટવા ધારે તે પણ છૂટવું ભારે પડે છે. તે પરિગ્રહ–બલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાય આરંભનારા અથવા મેટી મટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનોનો આ રેજને જાતિઅનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા તે બાપડાઓને રાતે નીરાંતે ઊંઘ પણ આવતી નથી. આમ છ હાથે કરીને હેરેલી આરંભ ઉપાધિ જીવને પિતાને જ પરિગ્રહરૂપ આકુલતા ઉપજાવી દુઃખનું કારણ થઈ પડે છે હાથના કર્યા હૈયે વાગે છે ! ભેંસના શીંગડા ભેંસને જ ભારી પડે છે ! આમ દુઃખમાં સુખબુદ્ધિથી ખેંચાઈને આ દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં x “ Tટી વા સાડી મારી જો સુવન્નર જન્મ .. વાળ વ દંતજીવરસિવિતરું –શ્રી પ્રતિક્રમણ સૂત્ર,

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388