Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 376
________________ (૩૧૦) ગદષ્ટિસમુચ્ચય તથા આરંભ-પરિગ્રહમાં પ્રવર્તે છે; પણ સુખદાયક એવા અહિંસાદિ સુકૃત્યમાં તથા નિરારંભમાં પ્રવર્તતા નથી. તે માટે અહીં બે પ્રસિદ્ધ દષ્ટાંત રજૂ કર્યા છે – ખસ ખણુનાર (૧) કેઈને ખસનું દરદ હોય તેને મીઠી ખૂજલી આવે, એટલે તે જેમ ખસને ખણ્યા કરે છે, પણ પરિણામે તેને બળતરા જ ઊઠે છે, લાહ્ય બળે છે. (૨) કેઢીયાને કીડા પડયા હોય તે અનિસેવનથી-શેક વગેરેથી દૂર થશે એમ માને છે, પણ તેમ કરતાં તેને વ્યાધિ ઊલટો વધી પડે છે. શારીરિક, માનસિક અનંત પ્રકારના દુઃખાએ આકુળવ્યાકુલ જીને તે દુઃખોથી છૂટવાને બહુ બહુ પ્રકારે ઈચ્છા છતાં, તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એ પ્રશ્ન અનેક જીવને ઉત્પન્ન થયા કરે પણ તેનું યથાર્થ સમાધાન કેઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે જ્યાંસુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખને ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં તેને અનુભવ્યા જ કરવું પડે. અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનું પ્રયત્ન છે. પ્રાણી માત્રનું એવું પ્રયત્ન છતાં તેઓ દુઃખને અનુભવ જ કરતાં દષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ કેઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તો પણ દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. ” ઈત્યાદિ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ (૭૫૫) આમ વિપર્યાસથી સુખદુઃખના સાચા સ્વરૂપનું ભાન નહિ હોવાથી ભવાભિનંદી જીવની ઉલટી પ્રવૃત્તિ હોય છે. અસત્ આચરણ હોય છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – यथा कण्डूयनेष्वेषां धीन कच्छूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये ॥ ८१ ॥ વૃત્તિ –-કઈ એક ખસને ખણુનારો દરદી હતે. ખજવાળના અતિરેકથી એના નખ ધસાઈ ગયા. પછી રેતાળ ભૂમિમાં નિવાસને લીધે, તેને ખજવાળ દૂર કરવા માટે કેમ કરીને તણખલું મળ્યું નહિ. ત્યાં ભિક્ષાપુટિકા (ઝોળી) વગેરે સાથે જેણે તૃણુને પૂળો લીધો હતો એવા વૈદ્ય પથિકનું તેને દર્શન થયું. તેની પાસે તેણે એક તૃણ માંગ્યું ને એણે તેને તે દીધું. એટલે તે હયમ પરિતુષ્ટ થશે અને તેષ પામી ચિ તવવા લાગે-અહો ! આ ખરે ખર ધન્ય છે ! કે જેની પાસે આટલા બધા ખજવાળવાને હૂયન (સાધનો) છેપછી તેણે તેને પૂછ્યું-વારુ, આ આમ આટલા બધા કયાં મળે છે ? તેણે કહ્યું-લાટ દેશ આદિમાં. હારે એનું શું પ્રયોજન છે? તેણે કહ્યું-ખસની ખજવાળ દૂર કરવાનું (કછૂક છૂવિને દ). પથિક–જે એમ છે તે આનું શું કામ છે? હું હારી ખસને જ સાત રાતમાં દૂર કરી દઉં. તું ત્રિફલાને ગ કર તેણે

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388