________________
દીપ્રાકૃષ્ટિ : પાપધૂલિથી પેાતાના હાથે આત્માને ફ્રાંસે !
(૩૧૩)
અત્રે ભાગસાધનના ઈચ્છાપરિક્ષય નથી એમ કહ્યું, તે ઉપરથી ભાગક્રિયાના પરિક્ષય પણ નથી થતા એમ ઉપલક્ષણથી સમજવાનુ છે, કારણ કે ભાગક્રિયા પણ ભાગઈચ્છા વિના ઉપજતી નથી, એટલે ભાગઇચ્છાના પરિક્ષય-નાશ ન હોય તે ભાગક્રિયાના પણ પરિક્ષય નથી થતા. ઇચ્છા-વાસના ટળે નહિ ત્યાં સુધી ભેગપ્રવૃત્તિ પણ ટળે નહિં. હું જખ ઈચ્છાકા નાશ તમ, મિટે અનાદિ ભૂલ ” ”—શ્રીમદ્ રાજચ’દ્રજી.
★
અને કારણ એમ છે તેથી
आत्मानं पाशयन्त्येते सदासच्चेष्टया भृशम् ।
पापल्या जडाः कार्यमविचार्यैव तत्त्वतः ॥ ८२ ॥
કુચેષ્ટાથી જડ એ સદા, નાંખે જીવને પાશ પાપ ધૂળથી-તત્ત્વથી, વિના કાર્ય વિમાસ. ૮૨.
અર્થ:—આ જડ જીવા, તત્ત્તથી કાર્યં વિચાર્યં વિના જ, અત્યંતપણે અસત્ ચેષ્ટાથી આત્માને પાપધૂલિવડે સદા પાશ નાંખે છે.
વિવેચન
ફ્રાંસા !
ઉપરમાં કહ્યું તેમ સ્થિતિ હેાવાથી, આ ભવાભિનંદી જીવ ક્ષણિક વિષયરૂપ કુસુખમાં– ખાટા માની લીધેલા કલ્પિત સુખમાં આસક્ત હાઈ, તે વિષયની પ્રાપ્તિ અર્થે હિંસા કરે છે, અસત્ય ખેલે છે, ચારી કરે છે, કુશીલ સેવે છે, પરિગ્રહ વધારે પેાતાના હાથે છે, આર્ભ આદિ કરે છે, અને તે તે પાપસ્થાનાના સેવનથી તે જ્ઞાનાવરાદિ પાપક રૂપ ધૂલિ-રજ આત્મામાં નાંખી પેાતાના આત્માને મલિન કરે છે! તે પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે, પાત પેાતાને ખાંધે છે, પાતે પેાતાના વૈરી થઇ. આત્મઘાતી બને છે! અને આમ જે પેાતાના હાથે ગળે ફ્રાંસે નાંખે છે, આત્મામાં ધૂળ નાંખે છે, તે મૂખ, જડ, મ'બુદ્ધિ કહેવા ચેાગ્ય છે. કારણ કે કોઇ માણસ પેાતાના હાથે માથામાં ધૂળ નાંખતા હોય, તા આપણે તેને મૂર્ખ દિવાના માનીએ છીએ, ગાંડાની ઇસ્પાતાલને લાયક ગાંડા પાગલ
વૃત્તિઃ-ગાત્માનૢ--આત્માને, જીવને, પારયંતિ–પાશ ખાંધે છે, જકડી લ્યે છે, ગંદી યે છે, તે-આ અધિકૃત–પ્રસ્તુત પ્રાણીઓ, સા સદા-સર્વાંકાલ અસચેષ્ટવા-અસત્ ચેષ્ટાથી, પ્રાણાતિપાત—આરંભરૂપ એવી. હેતુભૂત અસત્ ચેષ્ટાવડે કરીતે, મૃગ-અદ્ભુત. કાનાવડું પાશ ખાંધે છે? તે માટે કહ્યું' કે-ાપધૂન્યા-પાપધૂલિવડે, જ્ઞાનાવરણુ આફ્રિ લક્ષણુરૂપ પાપધૂલિવર્ડ, નવા:- જડા, માદા, ાચવવાચન-કાય વિચાર્યં વિના જ, સરવતઃ-તત્ત્વથી, પરમાથથી, ક્ષણિક મુખમાં સતપણાથી તે આત્માને પાશ નાંખે છે.