Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 374
________________ (૩૦૮) ગદષ્ટિસમુચ્ચય કુકૃત્ય કૃત્ય ભાસે સદા, કૃત્ય અકૃત્ય જ તેમ; દુઃખમાં સુખબુદ્ધિ ધરે, ખસ ખણનારા જેમ, ૮૦ અર્થ એઓને કુકૃત્ય સદા કૃત્ય ભાસે છે, તેમજ કૃત્ય અકૃત્ય જેવું ભાસે છે; અને ખસને ખણનારા વગેરેની જેમ તેઓ દુઃખમાં સુખબુદ્ધિથી આકર્ષાયેલા હોય છે. વિવેચન અતિ મહમૂઢ એવા ભવાભિનદી જીવોની વિપર્યાસ મતિ–ઉલટી બુદ્ધિ કેવા કેવા પ્રકારે વ્યક્ત થાય છે, તે અહીં બતાવ્યું છેઃ –હિંસા, આરંભ વગેરે જે દુષ્ટ કૃત્ય છે, કુકૃત્ય છે, અકૃત્ય છે, તે તેઓને મન સદા કૃત્યરૂપ, કરવા ગ્ય કૃત્યાકૃત્ય લાગે છે ! અને અહિંસા, અનારંભ વગેરે જે શિષ્ટ કૃત્ય છે, સુકૃત્ય વિમૂઢતા છે, તે તેઓને અકૃત્યરૂપ, નહિં કરવા યોગ્ય લાગે છે! આમ હોવાથી તેઓ દુઃખને સુખ માની બેસે છે, અને તેવી મિથ્યા સુખબુદ્ધિથી આકર્ષાઈને તેઓ તે દુઃખમાં જ પ્રવૃત્તિ કરે છે, રાચે છે, તન્મય થાય છે ! જેમ ખસવાળે મનુષ્ય ખસને ખણવાથી સુખ માને છે, અને તેથી ખણવાની પ્રવૃત્તિ કર્યા કરે છે તથા જેને કીડા પડ્યા હોય એવો કેઢીયે અગ્નિના સેવનથી સુખ માની તેમાં પ્રવૃત્તિ કરે છે; તેમ આ વિપરીત મતિવાળા ભવાભિનંદી પણ દુઃખમય સંસારમાં કૃત્યાકૃત્યનું ભાન ભૂલી જઈ દુખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં પ્રવર્તે છે, અને સુખદાયક એવા અહિંસાદિ સુકૃત્યથી નિવત્તે છે ! ! એ અતિ આશ્ચર્યકારક વિષમ ઘટના છે ! અને આ આશ્ચર્યકારક વિષમ ઘટનાનું કારણ પણ આ છે, કે આ જીવને સુખના સાચા વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, પણ તેઓ સુખને સાચો માર્ગ જાણતા નથી, ને દુ:ખના માર્ગને દુઃખમાં સુખ સુખને માગ માની બેસી-કલ્પી બેસી તેને પકડે છે. અનાકુલતા એ બુદ્ધિ ! સુખનું લક્ષણ છે, આકુલતા એ દુ:ખનું લક્ષણ છે. પ્રાણાતિપાત-હિંસા, અસત્ય, ચેરી આદિ અનાર્ય કાર્યો આકુલતાના કારણરૂપ હોઈ દુઃખના કારણ છે. કારણ કે જે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, અબ્રહ્મચર્યરૂપ દુરશીલ સેવે છે, પરદ્રવ્ય ગ્રહણ કરે છે-હરે છે, તે સ્થૂલ દષ્ટિએ ઉપલક રીતે જોતાં પણ પિતે અપરાધી હોઈ, નિરંતર આકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત દુ:ખી થયા કરે છે-એ સર્વ કેઈને સતત પ્રત્યક્ષ અનુભવ છે. તે હિંસા–ચેરી આદિ કરનારને અંતમાં કદી પણ શાંતિ હતી નથી, હાય ! કદાચ પકડાઈ જઈશ તો!–એમ સદાય ફફડાટ રહ્યા કરે છે. તેથી ઊલટું જે પ્રાણાતિપાત નથી કરતા, અસત્ય નથી બોલતો, ચારી નથી કરતે, દુ:શીલ નથી સેવ, પારદ્રવ્ય નથી રાહત, તે પિતે નિરપરાધી હેઈ, નિરંતર નિરાકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત સુખી વર્યા કરે છે. અહિંસક, સત્ય વકતા,

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388