________________
અલાષ્ટિ : આત્માથે જ સાધન સેવન
(૨૩૧)
અધનને અર્થે થાય છે. મૂઢ* જનાને જેમ સ્ત્રી-પુત્રાદિ સૌંસાર છે, તેમ સાગરહિત–અધ્યાત્મરહિત વિદ્વાનાના પણ 4 શાસ્ત્ર-સસાર’ છે!!
તે જ પ્રકારે યમ, નિયમ, સયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અભ્યંતર સાધને પણ જો લેાકરજનાથે કરવામાં આવતા હોય, અથવા ઇષ્ટસાધ્ય લક્ષ્યને ભૂલી જઈ સાધનની ખાતર સાધન કરવામાં આવતા હોય, અથવા સાધનને સાધ્ય માની સેવવામાં આવતા હાય, તે તે પણ ખધનરૂપ બને છે. શ્રી રત્નાકરપચ્ચીશીમાં કહ્યું છે કેઃ—
k
" वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय ।
वादाय विद्याध्ययनं च मेऽभूत्, कियद् ब्रुवे हास्यकरं स्वमीश ॥ "
આમ જાણતા હોઇ આ મુમુક્ષુ પુરુષ તે તે ઉપકરણેાને ઉપકરણરૂપે આરાધે છે. તે તે સાધનાને સાધનરૂપે સેવે છે; અને તેમાં મમત્વરૂપ ઇચ્છા-પ્રતિખંધ કરી તેને બંધન બનાવતા નથી; કારણ કે તે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ જપ, તપ, વ્રત, શાસ્ત્ર આદિ આભ્યતર ઉપકારી સાધનેને પણ કેવળ આત્માર્થે જ સેવે છે, શુદ્ધ આત્મસિદ્ધિના સતત નિશ્ચય લક્ષ્ય રાખી આરાધે છે. જેમ રાધાવેધ સાધનારા માણાવળીનેા લક્ષ રાધાની ( પૂતળીની ) કીકી પર જ હેાય છે, તેમ આ આત્માથી મુમુક્ષુ પુરુષને નિરંતર લક્ષ શુદ્ધ આત્મારૂપ પરમાર્થ પર જ હોય છે; આમ હાવાથી એને ઉપકરણ વિષયમાં કાઈ પણ વિદ્યાત ઉપજતા નથી, ઇચ્છાપ્રતિખ'ધરૂપ વિઘ્ન નડતું નથી.
આત્માર્થે જ સાધન સેવન
તેમ જ આ મુમુક્ષુ પુરુષ સાવદ્યના પરિહાર કરે છે, સવ પાપકમના ત્યાગ કરે છે, નિષિદ્ધ આચરણ કરતા નથી. એટલે તે અઢાર પાપસ્થાનક પ્રયત્નપૂર્વક વળે છે. આથી કરીને પણ તેને ચેાગસાધનમાં અવિદ્યાત હાય છે, ઇચ્છાપ્રતિમધ રહિતપણુ હાય છે. કોઈ પણ વિઘ્ન નડતું નથી. તે નિર્વિઘ્નપણે, નિરાકુલપણે ચેાગસાધના કર્યા કરે છે.
અને આ ચેગસાધનને અવિદ્યાત મહાયરૂપ ફળવાળા છે. એટલે આ નિવિઘ્ન ચાગસાધનથી મુમુક્ષુને માટે અભ્યુદય-પુણ્યાય પ્રાપ્ત થાય છે, તેમજ નિ:શ્રેયસ્–મેક્ષની સિદ્ધિ સાંપડે છે. આવા મહેાદયવાળા સુયશ તેને મળે છે!
૮ વિઘન ઈંડાં પ્રાયે નહી. જી, ધમ હેતુમાં કાય;
અનાચાર પરિહારથી જી, સુયશ મહેાદય હાય....રે જિનજી ! ધન૰”-શ્રી યાદૅસ૦ રૂ-૫
5
k
* ‘પુત્રનારાવિસંસાર: ઘુંસાં સંમૂતચેતસામ્ ।
વિદુ† શાસ્ત્રસંસાર; અઘોરહિતામનામ્ ।। ''—યોગમિ’૬.