________________
(૨૭૪)
ગદષ્ટિસમુચ્ચય એવાં પ્રારબ્ધ કર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહિં. પૂર્વ કર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. એટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યફદષ્ટિપણું તે જીવને હોય છે.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ સમ્યકત્વ સિવાય ગયાં સંભવે નહિ, એમ જે કહેવાય છે તે યથાર્થ છે. x x x પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા નું પણ સંભવે છે. પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસ પણું પરમાર્થ માગી પુરુષનું હોય છે.”
( વિશેષ માટે જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૩૭૫. (૪૫૯) આમ સમ્યગદષ્ટિ પુરુષની સમસ્ત સંસાર ચેષ્ટા, ભાવપ્રતિબંધ વિનાની હોય છે, અનાસક્ત ભાવવાળી હોય છે. આનું ઉત્તમ દૃષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા. ભેગી છતાં ગી હતા. સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલેપ રહ્યા હતા. આવું તેમનું લેટેત્તર ચિત્ર ચરિત્ર આચાર્યોના આચાર્ય જેવા સમર્થ કવિવર યશોવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કેરાગ ભરે જન મન રહે, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કઈ ન પામે છે તાગ... શ્રી શ્રેયાંસ કૃપા કરો.” શ્રીયશોવિજયજી
"यदा मरुन्नरेंद्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥"
–શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત શ્રી વીતરાગસ્તવ અને એવું જ ઉજજવલ જીવતું જાગતું જવલંત દષ્ટાંત વર્તમાનયુગમાં શ્રીમદ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્માગી સમ્યગદષ્ટિ વીતરાગ પુરુષે પિતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરું પાડ્યું છે. તે તેમનું અધ્યાત્મ જીવન જેમાં ઓતપ્રોત ગુંથાયેલું છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાદ્યત અવકનારને સહજે પ્રતીત થાય છે. દાખલા તરીકે--
રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે.