________________
આઠ યોગદૃષ્ટિનુ” સામાન્ય કથન : ચેગના આઠ ગુણુ
(૮૭)
અથવા ખીજી રીતે અધ્યાત્મ પરિભાષામાં આ દોષ ઘટાવીએ તે-(૧) આત્મતત્ત્વની સાધનામાં જીવની દૃઢતા ન રહે–ખેદ ઉપજે, (૨) તે સાધનામાં ઉદ્વેગ-અણુગમા આવે, (૩) એટલે ચિત્તવિક્ષેપ પામી પરવસ્તુમાં-પરભાવમાં દોડયા કરે, ઉધામા નાખે, (૪) અને આત્મભાવમાંથી ઉઠી જાય ( ઉત્થાન ), (૫) એટલે પછી ભ્રાંતિ-વિપર્યાસ પામી ચારે કાર પરભાવમાં ભમ્યા કરે, (૬) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે (અન્યમુદ્), (૭) એટલે રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદેષ-સન્નિપાત (રાગ) લાગુ પડે, (૮) અને પરવસ્તુમાં– પરભાવમાં આસ`ગે-આસક્તિ ઉપજે, ઇત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે અને આ દોષ દૂર થવાનેા ક્રમ પણ પરસ્પર સંકળાયેા છે, તે આ પ્રમાણે
—
(૧) ધર્મક્રિયામાં પ્રથમ તા મનની દૃઢતા રહે, ખેદ ન થાય, (ર) તે ઉદ્વેગ–અણુ ગમે ન ઉપજે, વેઠરૂપ ન લાગે; (૩) એટલે વિક્ષેપ ન ઉપજે, (૪) અને ચિત્ત તેમાંથી ઊઠી ન જાય; (૫) એટલે ચારે કેર ભમે નહિ, (૬) અને અન્ય સ્થળે આનંદને પ્રસંગ અને નહિં; (૭) એટલે પછી ક્રિયાને રોગ લાગુ પડે નહિં, (૮) અને અમુક સ્થળે આસક્તિ-માસ ગા પશુ ઉપજે નહિ .
-~; આઠ ગુણનું સ્વરૂપ —
૧. અદ્વેષ—દ્વેષ ન હેાવા તે અદ્વેષ, સત્ તત્ત્વ પ્રત્યે દ્વેષ-મત્સરના અભાવ એ પ્રથમ ગુણ છે, સન્માર્ગ શ્રેણીનું પ્રથમ પગથિયુ છે, પ્રથમ ભૂમિકા છે.
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.
દ્વેષ અરાચક ભાવ.”—અવધૂત શ્રી આન ધનજી
""
"
આમ સત્ ' પ્રત્યે અરુચિભાવ–અણગમા તે દ્વેષ, અને તેવી અરુચિને-અણુગમાને અભાવ તે અદ્વેષ. આ નકારાત્મક (Negative) પણ ગુણ છે. તે ઉપજે તા પછી— ૨. જિજ્ઞાસા-સત્ તત્ત્વને જાણવાની અંતરંગ ઇચ્છા, ઉત્ક’ઢા, તાલાવેલી, તમન્ના ઉપજે એટલે પછી
૩. શુશ્રૂષા—તત્ત્વને સાંભળવાની ઉત્કટ ઇચ્છા પ્રગટે, એટલે પછી
૪. શ્રવણ—સત્તત્ત્વને સાંભળવાનું અને. એટલે પછી—
૫. બાધતત્ત્વને ખેાધ-જ્ઞાન થાય, ઉપદેશ લાગે-ચાંટે, પ્રતિબેધ પામે-બૂઝે. એટલે પછી—
૬. મીમાંસા—થયેલા તત્ત્વમેાધનુ' મીમાંસન-સૂમ વિચારણા-ચિંતન-ઊડાપેાહ થાય. હેય, ઉપાદેય આદિને સૂક્ષ્મ વિવેક પ્રગટે. એટલે પછી—
૭. પ્રતિપત્તિ—આદેય તત્ત્વનું અવગાઢ ગ્રહણુ–અંગીકરણ થાય, અતરાત્માથી તત્ત્વ વિનિશ્ચયરૂપ માન્યપણું થાય, અનુભવન થાય. એટલે પછી—