________________
(૧૬૮)
યોગદરિચય સાજે રેગવિકારથી, બાધિત થાય ન જેમ
ઇષ્ટાથે પ્રવર્ત-વૃત્તિથી, હિતમાં આ પણ તેમ, ૩૭ અર્થ:–અલ્પવ્યાધિવાળે પુરુષ જેમ લેકમાં તેના વિકારથી બાધા પામતે નથી, અને ઈષ્ટ સિદ્ધિને અથે પ્રવૃત્તિ કરે છે, તેમ આ (ગી) વૃત્તિથી જ હિતમાં પ્રવૃત્તિ કરે છે.
વિવેચન ઉપરમાં જે ઘણું ભાવમલની ક્ષીણતા થયે, અવંચક પ્રાપ્તિની વાત કહી, તેનું અહીં અન્વયથી એટલે કે વિધિરૂપ પ્રતિપાદન પદ્ધતિથી (Positive Affirmation) સમર્થન કર્યું છે. તેમાં પ્રથમ આ દષ્ટાંત રજુ કર્યું છેઃ-કઈ એક મનુષ્ય છે. તે મોટી બિમારીમાંથી ઊઠયો છે. તેને રેગ લગભગ નષ્ટ થયે છે. તે લગભગ સાજો થઈ ગયે છે. માત્ર ખૂજલી વગેરે નાનાસૂના ક્ષુદ્ર-નજીવા મામૂલી વિકારો બાકી છે, પણ તે રહ્યાસહ્યા તુચ્છ વિકારે તેને ઝાઝી બાધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમ જ તેના રોજના કામમાં આડખીલી-અટકાયત કરતા નથી. અને આ અલ્પ વ્યાધિવાળો, લગભગ સાજો થઈ ગયેલે પુરુષ પિતાને કુટુંબના ભરણપોષણ ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે પ્રવર્તે છે.
તે જ પ્રકારે આ મિત્રા દષ્ટિમાં વર્તતે યોગી વૃત્તિથકી જ ઈષ્ટ સિદ્ધિ અથે પ્રવે છે. આ વૃત્તિ ધમનિ-ધર્મના જન્મસ્થાનરૂપ છે, ધર્મની જન્મદાત્રી જનની છે. અને
તે વૃત્તિ ચાર છેઃ-(૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુવિવિદિષા, (૪) વિજ્ઞપ્તિ. વૃત્તિ ચાર આવી ચાર પ્રકારની વૃત્તિને આ મિત્રા દષ્ટિવાળા ગીને સંભવ હોય છે.
એટલે એને પ્રથમ તે ધર્મકાર્યમાં પ્રતિ હેય છે, ધીરજ હોય છે. પ્રભુના ચરણ શરણે” તે “મરણ સુધીની છેક દઢ ધીરજ ધારણ કરે છે; ફળની તાત્કાલિક અપ્રાપ્તિથી પણ તે નિરાશ થઈ અધીરજ ધરતે નથી; કારણ કે તેને દઢ શ્રદ્ધા છે કે આ પ્રભુભક્તિ આદિ ધર્મકૃત્યનું ફળ અવશ્યમેવ મોક્ષ છે, માટે એની સાધનાનો પુરુષાર્થ કર્યા કરે એ જ ઉચિત છે. એવી શ્રદ્ધાવાળો હોવાથી તે ધર્મનું વિશેષ ને વિશેષ સસ્વરૂપ જાણવાની ઉત્કંઠા ધરાવે છે, વિવિદિષા રાખે છે. અને તેવી જિજ્ઞાસાથી પ્રેરિત થઈને તે જાણવા માટે સદ્દગુરુને વિજ્ઞસિ–વિનંતિ કરે છે, અને તેથી કરીને તેને વિજ્ઞપ્તિ–વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ ધર્મની માતા જેવી ઉત્તરોત્તર શુભ વૃત્તિઓ આ મહાત્મા મુમુક્ષુ જોગીજનને ઉદ્ભવે છે.
આ શુભ વૃત્તિઓને અહીં સંભવ હોવાથી, અલ્પ વ્યાધિવાળા પુરુષની જેમ આ યોગી અકાર્યવૃત્તિઓને દઢ નિરોધ કરે છે, દુષ્ટ અશુભ વૃત્તિઓને રોકે છે, ને શિષ્ટ
વૃત્તિઓના પ્રભાવે કરી સ્વરસથી જ હિતકાર્યમાં પ્રવો છે, આત્માનું શુભ પ્રવૃત્તિ કલ્યાણ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન દીએ છે,
સદાચાર આદિરૂપ શીલ પાળે છે, અને “સર્વ જગતનું કલ્યાણ