________________
(૧૩૮)
ગદષ્ટિસમુચ્ચય પ્રવજ્યા પૂર્વે સંવત્સર દાન દીધું હતું. અરે! દીક્ષા લીધા પછી પણ તે પરમકૃપાળુ મહાવીર દેવે અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવદૂષ્ય વસ્ત્ર આપી દીધું હતું! *
૩. વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ સિદ્ધાન્ત, સદાગમ, સન્શાસ્ત્રરૂપ વિષયને આશ્રીને લેખન આદિ કરવા, કરાવવા તે પણ ઉત્તમ ગબીજ છે; પણ કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે અસતશાસ્ત્રને આશ્રીને લખવું-લખાવવું વગેરે તે ગબીજ નથી, એટલા માટે “સિદ્ધાન્તને આશ્રી” એમ કહ્યું. “અસતશાસ્ત્ર તે મનને વ્યાહ પમાડી એકદમ મોહસાગરમાં ફેકી દે છે, તે ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને મૂર્ણિત કરે છે; એવા અસત્શાસ્ત્રનું આત્માથીને શું પ્રજન? જગતુપૂજ્ય એવું સશાસ્ત્ર વિદ્યમાન સતે કયે સુબુદ્ધિ પુરુષ કુશાથી પોતાના આત્માની વિડંબના કરે ?” એમ શુભચંદ્રાચાર્યજીએ શ્રી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે. એટલા માટે અત્રે તે અસતુશાસ્ત્રને નિષેધ કર્યો. આત્માથી તે સતશાસ્ત્રના જ લેખનાદિવડે તેના ભક્તિ-બહુમાન કરે.
આ સિદ્ધાન્તના લેખનાદિ પણ વિધિથી હોવા જોઈએ. વિધિથી એટલે ન્યાયપાર્જિત -ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનને જ આવા સત્કાર્યમાં સદુપયોગ થવો
જોઈએ. લેકેને લૂંટીને, ચૂંસીને, છેતરીને, કાળા બજાર કરીને, અનેક વિધિથી પ્રકારના ફૂટવટાવ–અપ્રમાણિકતા આચરીને કમાયેલા ધનને આવા સત્કાર્યમાં એટલે? સ્થાન જ નથી. કેઈ એમ જાણતું હોય કે હું અનેક પ્રકારે છળપ્રપંચ
કરી હમણું તે પિસે ભેગો કરું, અને પછી આવા ધર્મકાર્યમાં વાપરીશ, તે તે ભ્રાંતિમાં જ રમે છે, મૂર્ખને સ્વર્ગમાં જ ( Fool's Paradise ) વસે છે! કારણ કે ન્યાયપાર્જિત ધન એ તે સમાગને અનુસરનાર માર્ગાનુસારીનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે, કકાને પહેલે અક્ષર છે. એ જ અત્રે વિધિ કહ્યો છે. અને તે ધનને પણ વિવેકપૂર્વક સામગ-ઉત્તમ સદુપયોગ થવો જોઈએ. જે જે પ્રકારે તે સિદ્ધાંત–શાસ્ત્રનું બહુમાન, ભકિત, ગૌરવ, માહાતમ્ય વધે, જે જે પ્રકારે આત્મામાં તેમજ જગતમાં તેની પ્રભાવના થાય, તે તે પ્રકારે તે તે સદ્દગ્રંથને અનુરૂપ-છાજે એવા બાહ્યઅત્યંતર સર્વાંગસુંદર સાધન, લેખનાદિમાં જવાને વિવેક વાપરે જોઈએ;-એ વિધિ છે. આ અંગે શ્રી મનસુખભાઈએ બહુ મનનીય શબ્દો કહ્યા છે :___x" धर्माङ्गत्वं स्फुटीकतुं दानस्य भगवानपि । अत एव व्रतं ग्रहन् ददौ संवत्सरं वसु ॥"
શ્રી દ્વાo દ્વાo " ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्य ददद्धीमाननुकंपा विशेषतः ॥"
શ્રી હરિભદ્રસૂરિજીકૃત અષ્ટક,