________________
મિત્રાદષ્ટિ : “કારણ નેગે હો કારજ નીપજે '
(૧૫૫) મોક્ષના અમોઘ સાધનરૂપ થઈ પડે છે. જેમ કે કુદરતી રીતે જ ચંદ્રને ચાહે છે, જેમ ભમરે સ્વભાવથી જ માલતીને ભેગી બને છે, તેમ ભવ્ય-ગ્ય સુપાત્ર જીવ પણ સહજ ગુણે કરીને ઉત્તમ નિમિત્તને સંગ પામે છે.
“વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તેજ સંબંધે;
અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે થાશું” શ્રી યશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી, ”શ્રી દેવચંદ્રજી
અને આ ઉત્તમ નિમિત્તનો વેગ પણ શા કારણથી થાય છે? તે પણ અહીં સ્પષ્ટ કર્યું છે. ત્રણ અવંચકના ઉદયથી આ નિમિત્ત મળી આવે છે. આ અવંચક એક પ્રકારને
ગવિશેષ છે. તેનું સ્વરૂપ હવે પછી કહે છે. આ અવંચકરૂપ કારણનો વેગ બને તે તેવા નિમિત્તનો યોગ બને છે.
નિમિત્ત અને ઉપાદાન
“કારણ જેગે હો કારજ નીપજે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે, એ નિજ મત ઉનમાદ. સંભવ”શ્રી આનંદઘનજી કારણથે કારજ સીધે હો, એહ અનાદિકી ચાલ.લલના દેવચંદ્ર પદ પાઈયે હો, કરત નિજ ભાવ સંભાલ.લલના” શ્રી દેવચંદ્રજી
કારણ વિના કાર્ય થાય જ નહિં, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્ય સાધવાની જે વાત કરે છે, તે તે કેવળ પિતાના મતને ઉન્માદ જ છે. છતાં કેટલાક લેકે અસમંજસ ભાવે ઉપાદાન અને નિમિત્તના યથાયોગ્ય વિભાગ-સંબંધની મર્યાદાનું ભાન નહિં હોવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધું વિપર્યસ્ત સમજતા હોવાથી, એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાન ને નિમિત્ત જાણે એક બીજાના વિરોધી પ્રતિસ્પધી હોય, એમ અર્થહીન શુષ્કજ્ઞાનરૂપ વાતથી પરમ ઉપકારી નિમિત્તને અલાપ કરતા રહીં, “ઉપાદાન ઉપાદાન” એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનંદઘનજીના શબ્દોમાં “નિજ મત ઉન્માદ’ જ છે. કારણ કે એલા ઉપાદાનને કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરવો તે કેવલ વિપર્યાસરૂપ-બ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એ એકાંતિક પક્ષ રહે છે, તે ઉપાદાન ને નિમિત્તને પરસ્પર સાપેક્ષ પૂર્ણ અવિરેાધ સહકારરૂપ સંબંધ જાણતો જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉત્સુત્ર પ્રરૂપણ કરી જ્ઞાનીના સનાતન માગને લેપ કરે છે– તીર્થને ઉચ્છેદ કરે છે. કારણ કે ઉપાદાનને ભૂલી એકલા નિમિત્તને પકડયાથી જેમ કાંઇ વળતું નથી, તેમ નિમિત્તને છોડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતું નથી.