________________
મિત્રાદષ્ઠિઃ દશ સંજ્ઞા નિષેધ
ન હોય દાંભિક, છેતરપિંડીવાળી ઠગબાજી ન હોય, પોતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” એવી વંચક વૃત્તિ ન હોય, ટીલા ટપકાં તાણી જગને છેતરવાની ચાલબાજી ન હોય. સાચે ભક્ત જોગીજન તે ચેકખા ચિત્તે, નિખાલસ સરળ હૃદયે, શુદ્ધ અંતઃકરણથી, નિષ્કપટપણે, પ્રભુચરણ પ્રત્યે આત્માર્પણ કરવાની ભાવના ભાવે; ને તેમ કરવા પ્રવતે,
અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા !
ન અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા !...વિહરમાન”- શ્રી દેવચંદ્રજી “કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ.”—શ્રી આનંદઘનજી
“જ્યાંસુધી ચિત્તમાં બીજે ભાવ હોય ત્યાંસુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્યવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. ૪ ૪૪ જે પોતે બીજે સ્થળે લીન છે, તેને અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે. ”શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક, ૬૨. (૭૫૩)
પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય? લ્હારા દિલનું કપટ નવ જાય.”—શ્રી નરસિંહ મહેતા
લેભસંજ્ઞા–મને આ ભક્તિ આદિથી આ સાંસારિક લાભ છે, એવી લોભવૃત્તિ-લાલચ સંશુદ્ધ અનુષ્ઠાનમાં ઘટે નહિં. કારણ કે જે એવા તુચ્છ ક્ષણિક નમાલા ફલની ઈચ્છા રાખે, તે તે અનંતગણું મોટુ ફલ હારી જાય છે, ચિંતામણિ વેચી કાંકરો ખરીદે છે! તે તે ભક્તિ નહિં, પણ ભાડાયત જ છે ! પણ સાચે ભક્તજન તે તેવી કોઈ પણ લાલચ રાખે નહિ, તે તે અનાસક્તપણે કઈ પણ ફળની* આશા વિના ભક્તિ આદિ કર્તવ્ય કર્યા કરે.
“ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાચે.” -શ્રી દેવચંદ્રજી
ઘસંજ્ઞા–સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવારૂપ ગાડરીઆ પ્રવાહ જેવી વૃત્તિ અત્ર ન હોય, ગતાનગતિકપણું ન હોય, આંધળાની પાછળ આંધળે દોડ્યો જાય એવું અંધશ્રદ્ધાળુપણું ન હોય, પરંતુ સાચી સમજણપૂર્વકની ભક્તિ હોય.
નિર્મળ તત્ત્વરુચિ થઈ રે, કરજે જિનપતિ ભક્તિ.” -શ્રી દેવચંદ્રજી લોકસંજ્ઞા–લેકને રીઝવવા માટે, લેકના જન-આરાધન અર્થે ક્રિયા કરવી તે
* “ ગેવાધિwત્તે મા જાનન –શ્રી ભગવદગીતા