________________
૪૬
છે, તે કઈ કેવળ “શુષ્કજ્ઞાની” થઈ પડ્યા છે, ને પોતે મોક્ષમાર્ગ આરાધે છે એમ માને છે,–જે દેખી પરમ કૃપાળુ સહદય સંતજનેને કરુણા ઉપજે છે. અત્રે જે ક્રિયાજડ લેક છે તેઓ પ્રાયઃ બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય નિશ્ચય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનુપગપણે–ક્રિયાજડપણે યંત્રવત્ બાહ્ય દ્રવ્ય ક્રિયા કર્યા કરે છે, પણ નિજ સ્વરૂપની સાધક એવી અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવદિયાનેઅધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતભેદ અનુભવતા નથી, વળી તેઓ જ્ઞાનમાગને નિષેધ કરે છે. અને જે શુષ્કજ્ઞાની જનો છે, તે શુષ્કજ્ઞાનની સુક્કી લૂખી “વાતે” જ કરે છે, બંધ–મેક્ષ આદિ કલ્પના છે એમ કહે છે, પણ પિતે તો મહાવેશમાં ને સ્વચ્છેદે વરે છે; તેઓ નિશ્ચયનય “માત્ર શબ્દની માંદા” ગ્રહે છે અને સદ્વ્યવહારને લેપ કરે છે, તેઓ જ્ઞાન દશા પામ્યા નથી ને સાધનદશા છોડી દે છે; આવા “નામ અધ્યાત્મી” શુષ્કજ્ઞાનીઓને જે સંગ પામે તે પણ બૂડી જાય.
“જ્ઞાનદશા પામ્યો નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેને સંગ જે, તે બૂડે ભવમાંહિ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.”—શ્રી આત્મસિદ્ધિ “વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચનનિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચે ”—શ્રી આનંદઘનજી.
આમ ક્રિયાજડ છ વ્યવહારના આગ્રહી હોઈ નિશ્ચયનિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગને અનધિકારી છે, અને શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોઈ વ્યવહાર-નિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અનધિકારી જ છે. આ ક્રિયા જડ અને શુષ્કજ્ઞાની બનેય “મહારું તે સાચું' એમ માનનારા મતાથી જ છે, પણ “સાચું તે મ્હારું' એમ માનનારા આત્માથી નથી. પણ સાચે આત્માથી હોય તે તે પરમાર્થરૂપ નિશ્ચય અને તેના સાધક સદ્વ્યવહારને સુમેળ જ સાધે; નિશ્ચયવાણી સાંભળી સત્ સાધન છેડી દીએ નહિં, પણ નિશ્ચયને નિરંતર લક્ષ્યમાં રાખી, તે જ સત્ સાધનો સેવ્યાં કરે અને આમ જ્ઞાન ને ક્યિા એ બને નયની પરસ્પર તીવ્ર મૈત્રી કરાવી, શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને-ચારિત્રને સમન્વય સાધે, તે અવશ્ય શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષની સિદ્ધિ થાય. શ્રી યશોવિજયજીએ સુભાષિતમાં કહ્યું છે તેમ “કમયેગને સમ્યફ અભ્યાસ કરી, જ્ઞાનને સમશ્રિત થયેલે પુરુષ ધ્યાનયોગ પર ચઢી મોક્ષગને પામે.” *
* “ શર્મયો સમસ્વય, જ્ઞાનો સમાઝત: { ધ્યાન
મારા, મોક્ષો કપલે II »
–થી અધ્યાત્મસાર,