________________
૫૦
(
કર્યા છે, આત્માકાર કર્યાં છે, આત્માનુભૂતિમય કર્યાં છે તે ગીતા ; અર્થાત્ જેણે પરમ નિશ્ચયરૂપ પરમાથ આત્મતત્ત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યુ છે તે ગીતા. એવા ગીતા આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને યેાગ્ય છે. બાકી તથારૂપ ચાગ્યતા વિનાના અજ્ઞાની ગુરુએ તે કર્મભારથી ‘ગુરુ' (ભાર) બને છે.
“ અજ્ઞાની નિજ છંદે ચાલે, તસ નિશ્રાએ વિહારી;
અજ્ઞાની જો ગચ્છને ચલવે, તે તે અન'ત સ’સારી રે. જિનજી !
જિમ જિમ બહુશ્રુત બહુજનસ'મત, બહુ શિષ્યે પરવરિયા;
તિમ તિમ જિનશાસનના વયરી, જો નવિ નિશ્ચય દરિયા રે. જિનજી !
સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે;
આતમ અરથી શુભમતિ સજ્જન, કહે તે વિષ્ણુ કેમ રહિયે રે?’—શ્રી યશેાવિજયજી,
આમ સાચા ગીતા, જ્ઞાની, આત્માનુભવી સદ્ગુરુ પાસેથી જ પારમાર્થિક ભાવગુરુગમ પ્રાપ્ત થાય છે. આ અંગે સુંદર અન્યાક્તિ છે કે-ગગનમ'ડલ-ચિદાકાશ તેની મધ્યે એક અમૃતના કુવા છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃતપમાંથી શાંતસુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે અર્થાત્ ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુને યોગ નથી મળ્યે, તે તે અમૃતપાનના લાભથી વરંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણા મૂઝાતી નથી; અને તે મૃતપણાને જ પામે છે, અર્થાત્ જન્મમરણુપરંપરા કર્યાં કરે છે, તેના જન્મમરણનેા છેડા આવતા નથી.
“ ગગન મ`ડળમે અખિચ કૂવા, હા હે અમીકા વાસા;
સગુરા હાએ સેા ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા....
અવધૂ ! સેા જોગી ગુરુ મેરા, ઉસ પદ્મકા કરે રે નીવેડા.”-શ્રી આનંદઘનજી.
“ વહુ સત્ય સુધા દરશાવહિંગે, ચતુર'ગુલ હે ઇંગસે મિલ હે;
રસદેવ નિર'જનકા વિહી, ગહીં જોગ જુગાજુગ સે। જિવહી’–શ્રીમદ્ રાજચ`દ્રજી શ્રી ગૌતમસ્વામીજીને ભગવાન્ મહાવીર દેવે સમ્યગ્ નેત્ર આપ્યાં ત્યારે વેદના અર્થ પણ સભ્યપણે સમજાયા. દૃષ્ટિ સમ્યક્ હાય તેા મિથ્યા શાસ્ર પશુ સભ્યપણે પરિણમે છે અને દૃષ્ટિ મિથ્યા હોય તે સભ્યશાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે છે. ષડૂદ નનું રહસ્ય પણ દૃષ્ટિ સમ્યક્ હોય તે સમજાય છે. માટે દૃષ્ટિ સમ્યક્ જોઇએ, અને તેની પ્રાપ્તિ તા ઉપર કહ્યુ' તેમ શ્રી સદ્ગુરુને આધીન છે. તેવા દૃષ્ટા પુરુષ જ દિવ્ય દૃષ્ટિ અપી વસ્તુનું યથાવત્ સ્વરૂપદર્શન કરાવવાને સમથ હોય છે. પણ આવા વસ્તુગતે વસ્તુ કહેનારા આપ્ત અનુભવજ્ઞાનીએ તે વિરલ જ છે, જગમાં તેમને તે દુકાળ જ છે. આનંદઘનજીએ