________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન
આથી ઉલટું, અભવ્યો તે નલ જેવા-બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કઈ કાળે સંવેગરૂપ માધુર્ય નીપજતું નથી. ‘નલ’–બરૂ તો સાવ નીરસ હોય છે. એટલે એને ગમે તેટલે પી
તો પણ તેમાંથી રસ નીકળતું નથી, તો પછી તેમાંથી મીઠી સાકરની પ્રાપ્તિ અભ તે ક્યાંય દૂર રહી ! તેમ આ અભવ્યો પણ તેવા જ નીરસ, “કોરાધાકડ” અપાત્ર હોય છે, તેમને ગમે તેટલા બોધથી પણ પરમાર્થ પ્રેમરૂપ રસ ઉપજતું નથી,
તે પછી સંવેગરૂપ મીઠી સાકરની આશા કયાંથી હોય? આવા અભવ્યો ભલે પરમાર્થ પ્રેમ વિનાની નીરસ–સાવ સુક્કી એવી અનંત દ્રવ્ય ક્રિયા કર્યા કરે, અથવા તે
ખૂબ શાસ્ત્રો * ભણી મોટા પંડિત શ્રતધર બને, પણ તેઓ પોતાની પ્રકૃતિને કદી છેડતા નથી, ગેળવાળું દૂધ પીને સાપ નિર્વિષ થાય નહિં તેમ.... કારણ કે તેઓના હૃદયમાં અંતરાત્મામાં કરી પણ પરમાર્થ રસનો અંકુર ફુટતું નથી. આમ હોવાથી તેઓ મોક્ષમાર્ગ પામવાને સર્વથા અયોગ્ય છે, એટલા માટે જ તે “અભવ્ય” કહેવાય છે. એટલે અથપત્તિન્યાયથી તેવા પુરુષો આ મિત્રા વગેરે દ્રષ્ટિ પામવાને પણ યોગ્ય નથી હોતા, કારણ કે જો તે પામે છે તે “અભવ્ય' કયાંથી રહે? આ મિત્રા વગેરે દષ્ટિ પામે તે ભવ્ય જ હોય, અભવ્ય હોય જ નહિ.
– પરિણામી આત્મામાં જ યોગદષ્ટિનું ઘટમાળપણું – આમ જૂદી જૂદી દષ્ટિઓનું તેવા તેવા પ્રકારે પરિણમન થતાં થતાં, અવસ્થાઓ બદલાતાં બદલાતાં, શુદ્ધ આત્મારૂપ વસ્તુનો આવિર્ભાવ થાય છે, પ્રગટપણું સિદ્ધ થાય છે. આ ઉપરથી વળી આ ફલિત થાય છે કે
(૧) જે સર્વથા અપરિણામી–પરિણામ નહિં પામતે એવો આત્મા માને છે, એવા અપરિણામી આત્મવાદમાં આ કહ્યો તે દૃષ્ટિભેદ ઘટતો નથી. તેમ જ, (૨) જે સર્વથા ક્ષણિક એ આત્મા માને છે, એવા ક્ષણિક આત્મવાદમાં પણ ઉક્ત દષ્ટિભેદ ઘટતો નથી. કારણ કે તેમના જ અભિપ્રાય પ્રમાણે, તથા પ્રકારનું ભવન-પરિણમન ઘટતું નથી. તે આ પ્રકારે :
૧. જે સર્વથા અપરિણમી એટલે એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તે ઉત્તરોત્તર દૃષ્ટિને લાભ ક્યાંથી થશે? તે તે દૃષ્ટિઓ તથારૂપ પરિણમન વિના સંભવતી નથી,
એટલે અપરિણામી આત્મામાં તથારૂપ પરિણમન વિના તે તે દષ્ટિ કયાંથી એકાંત અપરિ આવે? માટે કાં તો પરિણમી આત્મા માનવે પડશે, ને કાં તે આ ભુમી વાદ ગદૃષ્ટિ લાભ છોડી દેવો પડશે. અને આ લાભ જો જતો કર્યો, તો અયુક્ત પછી આ અપરિણામવાદીનું યેગમાર્ગમાં સ્થાન ક્યાં રહેશે ? તેઓએ મુક્તિ
અર્થે કપેલે યોગમાર્ગ પણ “કલ્પનામાત્ર ભદ્રક' થઈ પડશે! કલ્પનામાત્ર * " ण मुयइ पयडिमभव्वा सहवि अज्झाइऊण सत्थाणि । મુડદુદ્ધવિ fāતા જ પvnયા નિકિતા તિ શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર