________________
(૮૪)
ગદષ્ટિસમુચ્ચય આયાસરૂપ અને મનને ચંચલતાકારણરૂપ હાઈ કલેશરૂપ થાય છે, માટે આ બાહ્ય પ્રાણાયામ અત્રે વિવક્ષિત નથી. અત્રે તે આધ્યાત્મિક-ભાવ પ્રાણાયામ જ પ્રસ્તુત છે-કે જેમાં બાહ્ય ભાવ-પરવસ્તુ ભણી જતા ભાવને રેચ દેવામાં આવે છે, જુલાબ દેવાય છે, હાર કઢાય છે તેવી રેચકક્રિયા હોય છે, જેમાં અંતભાવ પૂરાય છે-અંતરાત્મભાવ ભરાય છે, તે–રૂપ પૂરક ક્રિયા અને તે અંતરાત્મભાવની સ્થિરતારૂપ કુંભક ક્રિયા હોય છે. આ આત્મસ્વભાવરૂપ ભાવપ્રાણાયામ જ અત્રે અધ્યાત્મરૂપ એગમાર્ગમાં ઈષ્ટ છે.
“બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ...
મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ” શ્રી ગઢ દ. સઝાય ૫. પ્રત્યાહાર–વિષયવિકારોમાંથી ઇદ્રિને પાછી ખેંચવી તે પ્રત્યાહાર, પંચ વિષયના વિકારોમાં ઇન્દ્રિયોને ન જોડવી તે પ્રત્યાહાર.
“વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારેજી, ”—શ્રી ગ૦ સઝાય
૬. ધારણા–“રેરાયશ્ચિત્ત ધાણા ” (પા. ચે.) ચિત્તને દેશબંધ તે ધારણું. ચિત્તને અમુક તત્વચિંતનાદિ મર્યાદિત સ્થળે ધારી રાખવું–બાંધી રાખવું, રોકી રાખવું તે ધારણા.
૭. ધ્યાન-તત્ર પ્રચૈજતાના ધ્યાન ” તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન. એકાગ્ર ચિત્તવૃત્તિને નિરોધ કરે તે ધ્યાન. તત્વસ્વરૂપને એકાગ્રપણે ધ્યાવવું તે ધ્યાન.
૮. સમાધિ-આત્મતત્વરૂપ જ થઈ જવું, તત્વને પામવું, તત્વમાં લીન થઈ જવું તે સમાધિ. જ્યાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયને ભેદ રહે નહિ, ત્રણેય એકરૂપ થઈ જાય, તે સમાધિ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે...”—શ્રી યશોવિજયજી
– આઠ આશય દેષ – આઠ દષથી યુક્ત આશયને-ચિત્તને દુષ્ટ અધ્યવસાયને જ્યારે છોડી દીએ, ત્યારે અનુક્રમે તે તે દૃષ્ટિની પ્રાપ્તિ હેય છે. પહેલે દેષ છેડતાં, પહેલી મિત્રા દૃષ્ટિ હોય છે, ઈત્યાદિ. મતિમાન આત્માથી જીવે જેમ બને તેમ સર્વ પ્રયાસથી તે તે દોષ દૂર કરવા આવશ્યક છે, કારણ કે ગની સિદ્ધિમાં મનના જયની જરૂર છે, ને મજયમાં આ આઠ દોષ નડે છે. તે દેષ ટળે તે ગુણ પ્રગટે. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રમાણેઃ
૧. ખેદ થાકી જવું તે શુભ સન્માર્ગે પ્રવર્તતાં થાકવું તે. તે દેષ દૂર થતાં મિત્રા દષ્ટિ હોય છે.