________________
(૬૬)
ગદષ્ટિસમુચય ઈટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી, તેમ આ દૃષ્ટિને બોધ તત્વથી-પરમાર્થથી ઈષ્ટ
પદાર્થનું દર્શન કરાવી શકતો નથી. કારણ કે-(૧) જેમ તૃણઅગ્નિને તૃણ અગ્નિ પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલે લાંબે વખત ટકતું નથી, સમ મિત્રો તેમ આ દષ્ટિને બંધ પણ તેને સમ્યકપણે પ્રગ કરી શકાય એટલે વખત
સ્થિતિ કરતો નથી–ટકતો નથી. (૨) જેમ તૃણઅગ્નિને પ્રકાશ અ૬૫-મંદ વીર્યવાળો અત્યંત ઝાંખો હોય છે, તેમ આ દૃષ્ટિનો બેધ મંદ વીર્યવાળો–અ૮૫ સામર્થ્યવાળ હોય છે. (૩) જેમ તૃણઅગ્નિને પ્રકાશ ક્ષણવારમાં હત-ન હત થઈ જાય છે, અને તેથી તેની દઢ-પટુ સ્મૃતિને સંસ્કાર રહેતું નથી, તરત જ ભૂલાઈ જાય છે, તેમ અત્રે પણ બધ એ અલ્પજીવી ને અ૫વીર્ય હોય છે કે–તેના દઢ સ્મૃતિબીજરૂપ સંસ્કારનું પણ થવું ઘટતું નથી, તેની યાદરૂપ દઢ સંસ્કાર નીપજતું નથી. (૪) અને આમ સ્થિતિ ને વીર્યની મંદતાથી તથા પ્રકારે સ્મૃતિ સંસ્કારના અભાવને લીધે, જેમ સર્વથા તૃણઅગ્નિ પ્રકાશને પ્રગ વિકલ-પાંગળ હોઈ તેનાથી કરીને કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દષ્ટિમાં બોધનું એવું વિકલપણું–અપૂર્ણપણું, પાંગળાપણું હોય છે કે, તેથી અત્રે ભાવથી વંદન આદિ કાર્યને વેગ બનતું નથી, દ્રવ્યવંદનાદિ હોય છે.
૨. તારા દૃષ્ટિ દશન તારા દષ્ટિમાં....મનમોહન મેરે, ગેમય અગ્નિ સમાન....મન.”—શ્રી કે. દ. સઝાય. | તારા નામની બીજી દષ્ટિમાં જે બોધ હોય છે, તેને છાણના અગ્નિકણ સાથે સરખાવી
શકાય છે, કારણ કે તૃણને અગ્નિ કરતાં છાણના અગ્નિને પ્રકાશ કંઈક વધારે હોય છે, 3 . તેમ મિત્રા કરતાં તારા દષ્ટિને બોધ કંઈક વધારે હોય છે, પણ તેને ગમય અગ્નિ સ્વરૂપમાં ભેદ ન હોવાથી તે લગભગ તેના જેવું જ હોય છે. કારણ સમ તારા કે-(૧) જેમ છાણનો અગ્નિપ્રકાશ ઝાઝો વખત ટકતો નથી અને મંદ
બળવાળે હોય છે, તેમ મિત્રા દૃષ્ટિની પેઠે અત્રે પણ બંધ તત્વથી ઝાઝી સ્થિતિવાળો હોતે નથી-લાંબો વખત ટકતું નથી, અને તેનું બળ–વિર્ય પણ મંદ હોય છે. (૨) અને તેથી કરીને જીવનમાં તે બેધના આચરણરૂપ પ્રયોગ વેળાએ સ્મૃતિનું પટુપણું– નિપુણપણું હોતું નથી, દઢ સ્મરણ રહેતું નથી. (૩) અને તેની સ્મૃતિ ન હોય તે પ્રગ પણ વિકલ-પાંગળ-ખેડખાંપણવાળ હોય છે. (૪) અને તેથી કરીને તેવા પ્રકારે ભાવથી વંદન આદિ કર્તવ્યની સિદ્ધિ થતી નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. આમ અત્રે અંશભેદ સિવાય બધુંય મિત્રા દૃષ્ટિને મળતું આવે છે.
૩. મેલા દષ્ટિ ત્રીજી દષ્ટિ બેલા કહી છે, કાષ્ઠ અગ્નિ સમ બોધ.”—શ્રી ગઢ સક્ઝાય