________________
ચેાગસ ન્યાયેાગ
(૪૫)
આવું આયેાજ્યકરણ કરીને કેવલી ભગવાન સમુદ્ઘાત કરે છે. સ કેવલી ભગવાન સમુદ્દાત કરતા નથી, પણ જેના વેદનીય વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કેવલી . કરતાં વધારે હાય છે, તે જ તે કરીના સમીકરણ માટે સમુદ્ધાત સમુદ્દાત કરે છે, કે જેથી કરીને તે કર્મને શીઘ્ર ભેાગવી લઇ તેને તત્કાલ નિકાલ કરી દેવાય. મૂળ શરીરને છેડયા વિના, ઉત્તર દેહરૂપ જીપિંડનુ આત્મપ્રદેશસમૂહનું દેહમાંથી બહાર નીકળવુ તેનુ' નામ સમુદ્દાત છે. સમુદ્દાત એટલે સમ્ - ઉદ્ઘાત, સમ્ સભ્યપણે એટલે અપુનર્ભાવપણે, ફરી ન હેાય એ રીતે; ઉત્ = પ્રાબલ્યથી, પ્રખલપણાથી; ઘાત કર્મનું હનન, પ્રલય, ક્ષય. ફરી ન ઉપજે એવી રીતે પ્રખલપણે જે પ્રયત્નવિશેષમાં કર્મોના પ્રલય થાય-ઘાત થાય, તે સમુદ્દાત છે. આ કેલિસમુદ્ધાતમાં આત્મપ્રદેશને વિસ્તાર કરી–વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશવડે આખા લેાક દંડ-કપાટપ્રતર આકારે પૂરી દેવામાં આવે છે; અને તે તે ક`પ્રદેશેાને સ્પર્શી, શીઘ્ર ભોગવી લઈ ખેરવી નાંખવામાં આવ છે; અને પછી તે આત્મપ્રદેશેાનેા ઊલટા ક્રમે ઉપસંહાર કરાય છે. આ બધા વિધિ માત્ર આઠે સમયમાં પૂરે થાય છે ! આવું પરમ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમયેગી અત્ર વ્યક્ત કરે છે !!
અને આ આયેાજ્યકરણ ને સમુદ્ધાતનુ ફળ-પરિણામ રાલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શૈલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાના ચેગને સર્વથા નિરોધ કરી, આ પરમ સમ યાગી ચેાથુ. શુકલધ્યાન ધ્યાવતે સતા, શૈલેશ-મેરુપર્યંત શૈલેશીકરણ જેવી નિષ્પક'પ અડોલ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અથવા સ સરરૂપસમાધાનરૂપ જે શીલ, તેનેા ઈશ અને છે. આમ આ સ્વરૂપશુસ પરમ ચેાગીની શૈલેશ-મેરુ જેવી નિષ્કપ યાગનિરોધરૂપ અવસ્થા તે શૈલેશીકરણ; અથવા પરમ સમાધિ પામેલા આ શીલેશ યેગીશ્વરની અવસ્થા તે શલેશીકરણ આ શલેષી અવસ્થા, પાંચ હ્રસ્વ અક્ષર ( અ, ઇ, ઉ, ઋ, લ ) ઉચ્ચારાય તેટલા કાળ રહે છે; અને તેના છેલ્લા સમય પછી તરત જ આ પરમ અચેાગી ચેાગી ઊધ્વગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે.
ઉત્કૃષ્ટ વીરજ નિવેશે, યાગક્રિયા નવિ પેસે રે;
યેાગ તણી ધ્રુવતા શલેશે, આતમશક્તિ ન ખેસે રે....વીરજીને ચરણે લાગું,”
—શ્રી આનંદૃનજી
*
मूलसरीरमच्छंडिय उत्तर देहस्स जीवपिंडस्स | निगामणं देहादा हवदि समुद्घादयं णाम ।। "
66
—શ્રી નેમિચ, સિદ્ધાંતચક્રવત્તી કૃત ગામટ્ટસારે