________________
૪૧
ભાવાચાય આદિનુ જ પરમ માન્યપણુ-વંદ્યપણું શ્રી હરિભદ્રસૂરિએ કહ્યુ` છે. એટલે જેને પંચ પરમેષ્ઠિમાં ગૌરવભયું સ્થાન આપવામાં આવ્યુ છે. એવા ભગવાન આચાર્યાદિની આત્મદશા-ગુણસ્થાનસ્થિતિ કેવી અદ્ભુત, કેવી વીતરાગ, કેવી પ્રશમપ્રધાન હાવી જોઇએ ? એની વિવેક વિચારપૂર્ણાંક સમ્યક્ પરીક્ષા કરી વિચક્ષણ મુમુક્ષુ તે જેનામાં આત્મજ્ઞાનરૂપ ભાવ-દીવા પ્રગટયો છે, એવા જાગતી જ્યાત જેવા સાક્ષાત્ યેગીસ્વરૂપ ભાવઆચાર્યાદિ પ્રત્યે સ’શુદ્ધ સેવાભક્તિ-વૈયાવચ્ચ કરે,-આ ઉત્તમ ચેગબીજ છે.
“ આતમજ્ઞાની શ્રમણ કહાવે, ખીજા તે વ્યલિંગી રે,
?
વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આન'શ્વન મત સ`ગી રે.”—શ્રી આનંદઘનજી, તેમજ સશ્રુત ભક્તિ એ પણ ઉત્તમ ચેાગખીજ છે. સત્ત્શાસ્ત્રનાં લેખન, પૂજન, દાન, શ્રવણ, પ્રકાશન, સ્વાધ્યાય આદિ એ ચેગબીજ છે. જ્ઞાનીએ આપણા માટે અમૂલ્ય જ્ઞાનવારસા મૂકી ગયા છે. જગનું મિથ્યાત્વ દારિઘ્ર દૂર કરી તેને પરમાર્થ સ`પત્તિથી સમૃદ્ધ કરનાર પુરુષનું આ જગત્ કેટલું બધુ ઋણી છે ? આપણે કેટલા બધા ઋણી છીએ ? આપણે આ પરમાઋણુ કેમ ચૂકાવી શકીએ ? એ વિચાર કબ્ય છે. ‘વારં મોળો નાસ્તો તય વિસય તેમ જ્ઞાનરૂપ પારમાર્થિક ધનની પણ એ જ સ્થિતિ છે. કાં તે એનું દાન થાય, ભેગ થાય, નહિં તે નાશ થાય. જ્ઞાનનું દાન પણ પાતે જ્ઞાનના અભ્યાસી હૈાય તે જ કરી શકે, તે જ જ્ઞાનનેા પ્રવાહ વહેતા રહે. ભેગ તે રસપૂર્વક તે જ્ઞાનના અધ્યાત્મરસને ઉપભેગ કરી યથેચ્છ આનંદ લૂંટવાથી થઇ શકે, તેમ ન થાય તે તેની ત્રીજી ગાંત જ શેષ રહે છે. માટે આપણે જો જ્ઞાનોને વારસા સાચવી રાખવા હાય, તેા આપણે પરમ ગૌરત્ર-બહુમાનપૂર્વક તેને રસાસ્વાદ લેવે જોઇએ, વૈદિક ધર્મવાળા કહે છે તેમ આપણે ઋષિઋણુ-જ્ઞાનીપુરુષા પ્રત્યેનું ઋણ માત્ર નિર’તર સ્વાધ્યાયથી ચૂકવી શકીએ એટલે તે ચૂકવવા માટે આપણે ૫૨મ ઉપકારી જ્ઞાની એના અદ્ભુત જ્ઞાનિધાનને પોતાના ઉપકારાર્થે આત્મRsિતકારી સદુપયેાગ કરી, જગમાં ઉદારપણે તે પરમ શ્રુતની પ્રભાવના કરવી જોઇએ. અર્થાત્ નિરંતર નિયમપૂર્વક સ્વાધ્યાયથી-અખંડ જ્ઞાનયજ્ઞથી તે વચનામૃતેાની પોતાના આત્મામાં પ્રભાવના-પ્રકૃષ્ટ ભાત્રના કરવી જોઇએ. અને આમ કર્યું હશે તે જ આવા ભાવિતાત્મા શ્રીમંત જને આ જ્ઞાન ભંડાર પાત્તાની પ્રારૂપ ચાર્વીથી ખેલી તેમાંથી ગ્રંથરત્ના સ'શેધીરે જગતમાં તેની પ્રભાવના કરી શકશે. આવા પુણ્ય કાર્યમાં જ્યારે શ્રોમ'ત-ધીમ`તને! ઉત્તમ સડકાર જામશે, જ્યારે ધીમતાની જ્ઞાનગંગા શ્રીમતીની ધનયમુના સાથે ભળી સરસ્વતીના સગમ સાધશે, ત્યારે તે ત્રિવેણી સંગમમાં નિમજ્જન કરી જગત્ પાવન બનશે, ત્યારે જગમાં જ્ઞાનીની વાણીના જયજયકાર થશે, અને આથી યે ગબીજને પરમ લાભ પામેલા પુણ્યવત આત્માઓને પણ જયજયકાર થશે !-આ બેષ અત્રે ફલિત થાય છે.
આમ ભક્તિ ઉપર ચાસ્ત્રકાર ભગવાને સૌથી વિદ્વેષ ભાર મૂકયે છે. પ્રભુભક્તિ,