Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 12
________________ સ્થાનાદિ પાંચ યોગોનું લક્ષણ (૧) સ્થાનયોગ :- કાયોત્સર્ગ, પદ્માસનાદિ (૨) વર્ણયોગ - સૂત્રોનું શુદ્ધ, સ્પષ્ટ ઉચ્ચારણ. (૩) અર્થયોગ - શબ્દના અભિધેયમાં ઉપયોગ, સૂત્રનો અર્થબોધ. (૪) આલંબનયોગ:- બાહ્ય પ્રતિમાદિ વિષયક ધ્યાન. (૫) અનાલંબનયોગ - રુપીદ્રવ્યના આલંબનથી રહિત માત્ર નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ. આ પાંચે યોગો પ્રણિધાનાદિ આશયપૂર્વક કરવાથી શીઘ પુણ્યની પુષ્ટિ અને રાગ-દ્વેષની નિવૃત્તિ કરવા દ્વારા મોક્ષપદ આપે છે. ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં યોગ : ચૈત્યવંદનાદિ પ્રત્યેક ક્રિયામાં સ્થાનાદિ યોગોનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ, જેથી તે ધર્મક્રિયા અમૃત અનુષ્ઠાનરૂપ બની શીઘ મોક્ષફળ આપવા સમર્થ બને છે. પ્રાથમિક અભ્યાસીને સ્થાન-વર્ણમાં પ્રયત્ન થાય, અને અર્થ-ચિંતન અને ધ્યાનની રુચિ થાય, તો પણ તદ્દહેતુ અનુષ્ઠાનનું આરાધન થવાથી તે અનુક્રમે અર્થ અને આલંબનયોગનું કારણ બની અમૃત અનુષ્ઠાન ઉત્પન્ન કરે છે અને પરંપરાને મોક્ષસાધક બને છે માટે પ્રત્યેક મુમુક્ષુ. સાધકે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરતી વખતે ઉચિત આસન, મુદ્રાપૂર્વક સૂત્રોનું શુદ્ધ, સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જેથી તે પદોનું અર્થચિંતન થાય તથા મન અને દષ્ટિને પ્રભુમૂર્તિ આદિમાં સ્થિર બનાવવા. આ સ્થાનાદિ ચારે યોગોમાં નિરંતર અભ્યાસથી અનુક્રમે અનાલંબનયોગમાં પ્રવેશ થાય છે. આ રીતે શાસ્ત્રવિહિત પ્રત્યેક સામાયિકાદિ આવશ્યક ક્રિયાઓમાં સ્થાનાદિયોગોનો ઉપયોગ કરવાથી ધ્યાન-સમાધિ અવશ્ય સિદ્ધ થાય છે. આલંબનયોગ એ ધ્યાનયોગ છે. અને અનાલંબનયોગ એ સમતા-સમાધિરૂપ છે. તેમાં વિશેષ સ્થિરતા થવાથી “વૃત્તિસંક્ષય” યોગ પણ પ્રાપ્ત થાય છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 164