Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 11
________________ મંગળ ભાવના અનંત કરુણાના સાગર, અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ બતાવેલા મોક્ષસાધક અનુષ્ઠાનને યોગકહેવાય છે. સર્વ પ્રકારના જ્ઞાનાદિ આચારો શુભાશયપૂર્વક કરવાથી શીઘ્ર મોક્ષ સાથે સાધકનો સંબંધ કરાવે છે. તેથી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પાંચે આચારો યોગ જ છે. આ આચારપાલનમાં વિશેષ શુદ્ધિ અને સ્થિરતા ઉત્પન્ન કરનારા સ્થાનાદિ પાંચ પ્રકારના યોગો કહેવાય છે. પરમ ગીતાર્થ આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે યોગવિંશિકા અને ષોડશક ગ્રંથમાં સ્થાનાદિ યોગોનું વિશદ સ્વરૂપ (સમજાવ્યું) બતાવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે : પાંચ યોગો :- સ્થાન-વ-અર્થ-આલંબન અને અનાલંબન આ પાંચ યોગો છે. તેમાં સ્થાનયોગ કાયાને સ્થિર બનાવે છે, વયોગ વાણીને શુદ્ધ બનાવે છે. અને તે બંને “ક્રિયાયોગ” કહેવાય છે. અર્થ, આલંબન અને અનાલંબન આ ત્રણ યોગો મન અને આત્માની શુદ્ધિ અને નિશ્ચલતા કરનારા હોવાથી “જ્ઞાનયોગ” કહેવાય છે. આત્માની અનંત શક્તિઓ છે, તેમાં મુખ્ય બે શક્તિઓ છે. જ્ઞાન અને વીર્ય (ક્રિયા) શક્તિ છે. સ્થાનાદિ યોગો'નું સેવન ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિની અપેક્ષાએ ચાર પ્રકારથી થાય છે એટલે યોગના કુલ ૨૦ ભેદ બતાવ્યા છે. આ ૨૦ યોગો પણ પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ અનુષ્ઠાનની અપેક્ષાએ ઉત્તરોત્તર વિશુદ્ધ બને છે. આ રીતે યોગના કુલ ૮૦ ભેદ થાય છે. ૧e Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 164