Book Title: Yogavinshika Tika Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 9
________________ (૩) યોગબિંદુ ઉપર પૂ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી ઇ. સ. ૧૯૫૦માં બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર તરફથી પ્રકાશિત થયેલ છે. (૪) યોગશતક ઉપર પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સાહેબ “શૂન્ય બનીને પૂર્ણ બનો'એ નામાભિધાનવાળું વિવેચન ભણનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા અધ્યાપન કરાવતા શિક્ષક બંધુઓને ટીકાઓના પદો સાથેના અર્થો સુગમ પડે એ રીતે આ અનુવાદ તૈયાર કરેલ છે. આ કાર્યમાં પાઠશાળામાં ભણવા આવતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોએ તેમના ક્ષયોપશમ પ્રમાણે મને ઘણી પંક્તિઓ ઉકેલવામાં મદદ કરી છે. તથા શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા - મહેસાણાએ મને પ્રાથમિક સંસ્કૃત-પ્રાકૃત-ધાર્મિક-દાર્શનિક જ્ઞાન આપી પાયાનું સિંચન કરવાનો મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે. પં. પુખરાજજી સાહેબ, પંડિત ચંદ્રશેખરજી તથા પં. શાંતિલાલ કેશવલાલ શાહ અમદાવાદ. ઇત્યાદિ વ્યક્તિઓએ પોતે પોતાના વિષયની નિપુણતા અથાગ પ્રયત્નોથી મને સમજાવી છે. તેઓનો અસીમ ઉપકાર મારા ઉપર છે. આ ગ્રંથ ઉપર જે કંઈ યત્કિંચિત્ પ્રકાશન થયું છે તે તેઓશ્રીની જ ઉપકૃતિનું ફળ છે. આ સમયે ઉપરોક્ત સર્વેનો પરમ આભાર માનું છું. આ લખાણમાં સુરેન્દ્રનગરના વતની પંડિત શ્રી પ્રવીણચંદ્રભાઈએ મોતાની નોટે ઘણી સહાયતા કરી છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય દેવેશ શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સાહેબ તથા પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય આચાર્ય દેવેશ શ્રીજયન્તસેનસૂરીશ્વરજી મ. સાહેબે આ અનુવાદ અક્ષરશઃ પૂરેપુરી કાળજીપૂર્વક વાંચી પૂર્ણ ચિંતન-મનનપૂર્વક સુધારી આપેલ છે. તે બદલ તે મહાત્મા પુરુષોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સવિશેષ તો આ ગ્રંથમાં આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરીજીના આશીર્વચન મળ્યા છે, તેમાં મારું સૌભાગ્ય સમજું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 164