Book Title: Yogavinshika Tika Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 8
________________ યોગવિષયક આચાર્યશ્રીએ યોગ વિશે મિત્રા-તારા-બલા આદિ દ્રષ્ટિએ સમજાવવા દ્વારા ગુણસ્થાનકોને સંકલિત કરતો આત્માનો નવો વિકાસમાર્ગ સમજાવ્યો છે. તેના સંબંધી અનુક્રમે મહાકાય ચાર ગ્રંથો બનાવ્યા છે. (૧) યોગવિંશિકા, (૨) યોગશતક, (૩) યોગદ્રષ્ટિસમુચ્ચય, (૪) યોગબિંદુ. આ આરે કૃતિઓ પદ્યાત્મક છે. તેના અનુક્રમે ૨૦/૧૦૦/૨૮/પ૨૭ શ્લોકો છે. પ્રથમ કૃતિ ઉપર મહોપાધ્યાય શ્રીયશોવિજયજીની ટીકા છે. શેષ ત્રણ ગ્રંથો ઉપર ગ્રંથકારશ્રીની જ સ્વોપજ્ઞ ટીકા છે. અધ્યાત્મરસ, શાન્તરસ, આત્મહિતલક્ષ્યથી ભરપૂર છે. યોગબિંદુની ટીકા સ્વીપત્ર છે કે કેમ ? તે બાબત કંઈક વિવાદાસ્પદ છે. તેઓશ્રીના ગ્રંથો જેમ ભણીએ તેમ તેમ તેનો રસ અધિકાધિક જ વધતો જાય છે. એકેક વિષયને સાંગોપાંગ સમજાવીને આત્માર્થી જીવોનો આચાર્યશ્રીએ અસીમ ઉપકાર કર્યો છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને આ ગ્રંથો વારંવાર ભણાવતાં તેના વિશે કંઈક લખવાનું મન થયું. તેમના અનેક ગ્રંથો પૈકી યોગના ચારે ગ્રંથો વધારે રસપ્રદ લાગ્યા. તથા આત્માર્થી જીવોના આત્મહિત. માટે અતિ આવશ્યક દેખાયા. તેથી પ્રથમ “યોગવિંશિકા” તથા તેના ઉપર રચાયેલી પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રીની બનાવેલી ટીકાનો ગુજરાતી અનુવાદ (ભાવાર્થ સાથે) તૈયાર કરી પ્રકાશિત કરું છું. બાકીના ત્રણે ગ્રંથો (યોગશતક-યોગદષ્ટિસમુચ્ચય-યોગબિંદુ) તૈયાર કરું છું. આ ત્રણે ગ્રંથો ઉપર બીજાં પણ ગુજરાતી ભાષાન્તરો પ્રકાશિત થયેલાં છે. (૧) યોગશતક ઉપર ડો. ઇન્દુકલા હીરાચંદ ઝવેરી ઈ. સ. ૧૯૫૬માં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત થયેલ (૨) યોગદષ્ટિસમુચ્ચય ઉપર ડો. ભગવાનદાસભાઈ મનસુખભાઈ ઈ. સ. ૧૯૫૦માં મનસુખલાલ તારાચંદ મહેતા તરફથી પ્રકાશિત થયેલ છે. * આ ગ્રંથ વિંશતિવિંશિકાના એક ભાગરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 164