Book Title: Yogavinshika Tika Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 6
________________ પદર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાત સમુચ્ચય જેવા ગ્રંથો રચી નવ પલ્લવિત અને પુષ્પિત શ્રીહરિભદ્રસૂરિજીએ કરેલ છે. શ્રીહરિભદ્રસૂરિજીની જે કૃતિઓ સ્વોપજ્ઞવૃત્તિઓ વડે વિભૂષિત નથી. તેમાંની કેટલીક કૃતિઓ ઉપર તેમના ઉત્તરવર્તી મુનિશ્રી શ્રીમુનિચંદ્રસૂરિ શ્રીમલયગિરિજી, ન્યાયાચાર્ય શ્રીયશોવિજયગણિ. અને આગમોદ્ધારક આનંદસાગરસૂરિજીએ ટીકાઓ રચીને તેમના સાહિત્યને સુબોધ કર્યું છે. (૯) પદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાતસમુચ્ચય જેવા ગ્રંથો રચી. અન્યદર્શનો પ્રત્યે મધ્યસ્થ ભાવના રાખી સમન્વય કરવાની વૃત્તિવાળા ઉદાત્તાચત્ત આ પુરુષ હતા. (૧૦) નાસ્તિક ગણાતા ચાર્વાકદર્શનને પણ આસ્તિકદર્શનોની હરોળમાં ગણી ભારતીય દર્શનોમાં ચાવકને સ્થાન આપનાર આ આચાર્યશ્રી પ્રથમ છે. (૧૧) યોગની બાબતમાં મિત્રા-તારા આદિ આઠ દ્રષ્ટિઓ રજૂ કરી આત્માના ઉત્થાનનો નવો ચીલો પાડનારા આ આચાર્યશ્રી પ્રથમ (૧૨) જે વસ્તુ પોતાને સમજાઈ હોય, તે વસ્તુ અન્યને શાન્તચિત્તે અને મધ્યસ્થ ભાવે સમજાવવાની કળામાં આ આચાર્યશ્રી નિપુણ છે. (૧૩) શ્રીહરિભદ્રસૂરિજીની શતમુખી પ્રતિભા વડે રચાયેલ કૃતિકલાપ દ્વારા જૈનસાહિત્ય જ ગૌરવાતિ બન્યું છે એમ નહિ. પરંતુ ભારતીય સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય પણ ગૌરવક્તિ અને ઉજ્વલમુખી બન્યું છે. (૧૪) હરિભદ્રસૂરિજીના ગ્રંથોનું આકંઠ પાન કરી તેનો જ આબેહૂબ વિસ્તાર કરનાર શ્રીયશોવિજયજી મહોપાધ્યાય થયા જેથી તેમની “લઘુહરિભદ્રસૂરિ” તરીકે પ્રસિદ્ધિ છે. (૧૫) શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથોનું સંપાદન કરવામાં પૂજ્ય આગમોદ્ધારક સાગરજી મહારાજશ્રીનો અમૂલ્ય ફાળો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 164